Wednesday, August 10, 2016


મિત્ર
                                                                                                મિત્રતામા પ્રેમ, લાગણીઓ, ઍક્બિજાને માટે સન્માન અને સારા ખરાબ દિવસોની યાદો સમાયેલી હોય છે.  ઍ સબંધ લોહીનો નથી હોતો પણ તેનાથી પણ ગાઢ હોય છે. ઍમા ભૂતકાળ અને વર્તમાન હોય છે અને ઉજ્જવળ ભવિષ્યની અભિલાષાઑ પણ ગુથાયેલી હોય છે. મિત્રોની મળો  ઍટલે આનંદ થાય અને આ દુનિયામાથી ગુમાવેલા મિત્રો માટે વિષાદ થાય. દરેકના જીવનમા સમય અને સંજોગો સાથે મિત્રો આવે છે અને દૂર  થઈ જાય છે પરંતુ ઍમની યાદો તો જીવનમા હમેશા જોડાયેલી રહે છે,
                                                              મારા મિત્રોને યાદ કરુ ત્યારે બાળપણના મિત્રોની મીઠી યાદો હજુ સતાવી રહી છે. પતંગની તહેવારમા પતંગો ઉડાવવામા અને કપાયેલા પતંગોની લુટ તો અમે મિત્રો સાથે કરતા. ઘણીવાર હાથ અને પગ પણ છોલાઇ જતા પણ ઍ વખતને હજુ ભૂલાઇ જવાય ઍવો નથી.  ઍ મિત્રો  ક્યા ગુમ થઈ ગયા ઍ સમજાતુ નથી પરંતુ છોલાયેલા શરીર પરની નિશાનીઑ ઍમની યાદ ભુલાવા દેતા નથી. નાનપણમા ભમરડા, લખોટા અને કોડીઓની રમતોના સાથીઓમાના  કેટલાક તો આ જગતમા રહયા નથી.  તે છતા અમારી  નિર્દોષ રમતો ઍ મિત્રોની યાદો ભુલવા દેતી નથી. ઍ બધા મિત્રો સાથે લોહીનો કોઈ સબંધ ન હતો પરંતુ અમારી નિર્દોષતા ભર્યો પ્રેમ જ અમારી યાદો છે. મને જ્યારે તક મળે ત્યારે ઍ જ્ગ્યા પર જઈ ઍમની યાદ તાજી કરુ છુ પરંતુ કમનસીબે ઍ લોકો કે જગ્યા પણ હયાત નથી.  કહેવાનુ ઍટલૂ જ છેકે મિત્રોની મિત્રતા હજુ જીવીત છે.
                                                               અમારા  શાળાના મિત્રોમાથી ઘણાને સંજોગોવસાત મળવાનુ થતુ નથી પરંતુ ઍમાનો  ઍકાદ મિત્ર ગમે ત્યા મળી જાય તો બીજા મિત્રોને પણ યાદ કરી લઈ  અમારા ભૂતકાળને  વાગોળીઍ છીઍ. પરંતુ શાળાના અને કૉલેજેના મિત્રો વખતની સાથે જરા બદલાઈ પણ જાય છે. જીવનની કઠણાઈઑ, તેમની સિધ્ધીઓમા મિત્રતાને તોલવા પ્રયત્ન કરતા હોય છે. તે વખતે  સમજદારી અને ઍક્બિજાને સાચવવાની  તૈયારી મિત્રતાને ટકાવી રાખે છે.' ઍક મિત્રેતો નિખાલસતાથી ક્હ્યુ કે ' સંજોગોઍ ઍના સ્વભાવ અને વિચારોને બદલી નાખ્યા છે. આથી મિત્રતા જાળવવા ઍક બીજા સાથે સમજૂતીથી વર્તવુ પડશે.' ઍમા કદાચ  ઍનો અહમ કે માનસિક સ્થિતિ પણ પ્રવર્તતી હોઇ શકે પરંતુ  મિત્રતાનો ઍમા શો વાંક?  અમારી પરિપક્વતાઍ  અમારી મિત્રતા ટકાવી રાખી છે, અમે બધુ છોડીને અમારામા જે સમાનતા બચી છે ઍના પર અમારી મિત્રતા હજુ મજબૂત ટકી રહી છે. ઘણા લોકો કૃષ્ણ અને સુદમાની મૈત્રી યાદ કરી દુખી પણ થઈ જાય છે  પરંતુ  ભૂતકાળની સુઃખદ યાદો અને ભવિષ્યની ઉમદા મૈત્રીને ટકાવી રાખવા પ્રયત્ન કરવો જોઇઍ, ઍજ મીત્રને હૂ ઍજ શહેરમા હોવા છ્તા સંજોગો વસાત ન મળી શક્યો તો નાના બાળકની જેમ ખરાબ લાગ્યુ હતુ.  મારી બિમારી દરમિયાન ઍજ મિત્ર  મને ભાવતી વસ્તુઓ લાવતો રહેતો.ઍજ અમારી પ્રેમ ભરી મિત્રતાની નિશાની હતી. આથી મિત્રતા હોવી ઍ અગત્યનુ છે પરંતુ ઍને ટકાવી રાખવી ઍ વધારે અગત્યનુ છે.  અત્યારે ઍક વા ચાલે છે કે ' સગા વહાલા નથી પણ મિત્રો વહાલા બની રહે છે'
 ઍમા મિત્રતા અગત્ય  પાઠ ભજવે છે.

                                                                                  મારા કોલેજના મિત્રો  સાથે હમે વર્ષો સુધી મજાઓ અને મસ્તી કરતા રહેતા. બેજવાબદારી ભર્યુ, ઉચી અને કાલ્પનિક મહત્વાકાંશાવાળુ જીવન હમેશા ઘણુ  સારુ લાગે છે. મિત્રો સાથેની મજા મસ્તી પણ યાદ આવે છે.પરંતુ બધા મિત્રો  પોતપોતાની  જીવનની  ઘરેડમા પડી જાય ઍટલે મિત્રતાને યાદ કરવી  મુશ્કેલ થઈ જાય છે. તે છતા મળવાનુ થાય ત્યારે પેલી મજાક મસ્તીની કથા ચાલુ થઈ જાય છે. ઍને વાગોળવામા મજા પણ આવે છે. અમારા ઍક સૉલિસિટર કોલેજ મિત્ર તો હમેશા કહેતા કે ' જીવનમા ફરિયાદો કરવાની નહી અને મોઢુ હમેશા હસતુ રાખવાનુ.'  પરંતુ ઍનુ પોતાનુ મોઢુ જ હમેશા ગંભીર રહેતુ. અમે ઍની મજાક કરી આનદ માનતા. અમને ખબર હતીકે કૉલેજ પછી મળવાનુ ઑછુ થશે ઍટલે બધા મિત્રો મળીને મહાબળેશ્વરની મજા માણી હતી. તેને પણ અમે યાદ કરીને વાગોળીઍ  છીઍ.
                                                                          ટુંકમા મિત્રતા ઍ જીવનમા ગણી અગત્યની ભેટ છે ઍને જીવની જેમ સાચવવી જોઇઍ. ઍ પણ જીવનની અમૂલ્ય  મુંડી છે. ઘણીવાર ખરાબ માણસ પણ પોતાના મિત્રને નુકસાન કરતા વિચાર કરેછે અને સારા મિત્ર પોતાના મિત્ર માટે ઘણુ  નોચ્છાવર કરી દે છે. સારા મિત્ર મળવા ઍ પણ નસીબની વાત છે.
                   " સારો મિત્ર  ઍછેકે -
                      તમારા ભુતકાળને સમજી શકે,
                      તમારા વર્તમાનને સ્વીકારે.
                      તમારાભવિષ્યમા વિશ્વાસ છે.
                                    *************************************

Sunday, August 7, 2016


સ્વતંત્રતા
                                                                                          ભારતનો  સ્વાતંત્ર દિવસ ૧૫ મી ઑગસ્ટના દિવસે આવે છે અને ઍ 70 મો સ્વાતંત્ર દિવસ હશે. આપણે સ્વતંત્રતો થયા છે પરંતુ માનસિક રીતે સ્વતંત્ર નથી થયા. આથી આપણે  બાહ્ય રીતે દેશભક્તિ તો બતાવીઍ  છીઍ પરંતુ આપણા રગેરગમા દેશભક્તિ કેટલી વહે છે ઍ શંકાની બાબત છે. શંકા ઍટલા માટે થાય છેકે ઍક દેશના નાગરિક તરીકે આપણે કેટલા જવાબદાર છે ઍ ચર્ચાનો વિષય છે.
બેજવાબદારીના ચિંહો આપણી સામાજીક જીવનમા દેખાઈ રહ્યા છે. ચારે બાજુ ગંદકી, અને પાનની પિચકારીઓના ચિતરામણ સામાન્ય વસ્તુ બની ગઈ છે.  કાયદાઓ પાળવા પ્રત્યેનો અભાવ, અને કાયદાઓના ચુગાલમાથી કેવી રીતે ભ્રષ્ટાચાર દ્વારા નીકળી જવાની વૃતિ હવે સામાન્ય વસ્તુ  બની ગઈ છે. ઍ ઉચ્ચ નાગરિકતાની નિશાની નથી, સામાજીક જીવનમા ચરિત્ર, અને નીતિમત્તાને મહત્વ કરતા પૈસા અને સત્તાને વધારે મહત્વ આપવામા આવે છે. આથી ભ્રષ્ટાચાર અને અનીતિ વધી ગઈ છે.  આપણને સ્વતંત્રતા તો મળી ગઈ પરંતુ લોકો સૂરાજ્ય માટે  વલખા મારી રહ્યા છે. જેવુ રાષ્ટ્રનુ ચરિત્ર ઍવુ રાજ્ય બની રહયુ છે. સારા માણસો પર રાષ્ટ્ર ચાલે છે પરંતુ ઍ અપવાદ ન હોવુ જોઇઍ.થોડા નહી પણ બહુમતી લોકો સારા બને ત્યારે જ રાષ્ટ્ર ઉપ્પરઆવે ઍવા દાખલાઓ પણ મોજુદ છે.  આથીગાંધીજીનુ  સૂરાજ્ય  ભારતમા હજુ આવ્યુ નથી. ઍના અનુસંધાનમા સ્વાતંત્ર સૈનિકોની વેદના દર્શાવતી થોડી પંકતીઓ-
કેવી રીતે મળી સ્વતંત્રતા---
કેવી રીતે મળી સ્વતંત્રતા ઍનો આજ ખ્યાલ ન આવે
કેટલી માતાઓના ખોળા થયા સૂના ઍનો ખ્યાલ ન આવે
તમને મળી આબાદી, પુરી કરવાની બધી ખ્વાવિશ
ઉચા મસ્તકે ફરવાની ખુમારી ક્યાથી આવી તેનો ખ્યાલ ન આવે?
કેવી રીતે મળી સ્વતંત્રતા---
પરતંત્ર હતા તો મૂંગે મોઢે અન્યાય સહન કરતા હતા
સ્વતંત્રતાને કારણે  અનાચારીઓ ખુલ્લા પડી રહયા આજે
દેશનુ નામ રૉશન કરવાની હોશ ક્યાથી આવી?
 કેવી રીતે મળી સ્વતંત્રતા ઍનો  ખ્યાલ ન  આવે
કેવી રીતે મળી  સ્વતંત્રતા ---
લાખો લોકોની નિશ્વાર્થ કુરબાનીઑ સાથે કેટલી જિંદગીઓ બરબાદ થઈ
જેલની કાળી કોટડીઓમા કેટલી જિંદગીઓ વીતી ગઈ
ત્યારે આ મહામૂલી સ્વતંત્રતા મળી
ઍનો આજે ખ્યાલ ન આવે
કેવી રીતે મળી સ્વતંત્રતા---
ભારત દેસાઈ
                                             *************************************

Thursday, August 4, 2016


નેહરુ વંશાવળી અને લત્તે લત્તે નામાવલી
                                                             નરેન્દ્ર મોદી  સત્તામા આવ્યા ત્યાર થી ઍક સુત્ર  જોશમા અમલમા મુકવામા આવ્યુ છેકે કોંગ્રેસ વિહીન ભારત. આમતો કૉંગ્રેસ ઍટલે અત્યારે તો નહેરૂ કટૂંબ જ સામે આવે છે.  આમ પણ જુઓતો કોંગ્રેસે નેતાગીરીમા તો  દેવાળુ કાઢેલા જેવી સ્થિતિ છે. રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને હવે પ્રિયંકા ગાંધી જેવી મૉટી માછલીઑને  કોંગ્રેસ નામના તળાવ માથી કાઢીલો તો બધી સત્તા ભૂખી બાકીની માછલીઓ આપો આપ જ મરી જાય અને  બીજા કોઈને કઈ કરવાનુ ન રહે. ઍટલા માટે કૉંગ્રેસના દિગ્ગજ નેતાઓ  નહેરૂ વંશની જ ગુણ ગાથા ગાયા જ કરે છે.
                                                                મોદિજી માટે બે મુશ્કેલ વસ્તુઓઍ છેકે હજારો નેહરુવંશના નામો હટાવી દેશના બીજા યોગ્ય  નેતાઓને પણ  સ્થાનો, પુલો, રસ્તાઓ, ઍરપોર્ટ, પોર્ટ, અને શિક્ષણીક સંસ્થાઓમા નામ જોડાવી તેમને ન્યાય અપાવવો. અને બીજુ કાર્ય  નહેરૂ વંશે વર્ષોના તેમના રાજ્ય દરમિયાન તેમના માણસોને અગત્યના સ્થાનો પર બેસાડી દીધા છે ઍની જગ્યાઍ પરિવર્તન માટે બીજા યોગ્ય માણસોને બેસાડવા. આ બંને વસ્તુઓનો અમલ કરવા જતા ઍમની સામે વિરોધ અને કોલાહલ નો સામનો કરવો પડે છે.
                                                                ગાંધી અને સરદારનુ નામો ગણાય ઍટલી જગ્યા ઍ હોઈ શકે પરંતુ નેહરુ વંશની નામાવલી ગણવી પણ મુશ્કેલ છે.  મુળમા તો ભારતના ઇતિહાસના મોટા નામો જેવાકે શિવાજી, રાણા પ્રતાપ, લોકમાન્ય તિલક, ગોપાલકૃષ્ણ ગોખલે, રવીન્દ્રનાથ ટાગૉર, કસ્તુરબા, આંબેડકર, રાની લક્ષ્મીબાઇ, મૌલાના આજાદ જેવાને પણ અન્યાય થયો હોય ઍવુ લાગે છે.
                                                               નહેરૂ ગાંધી વંશના નામ પર-
૧) ૬૦૦ સરકારી યોજનાઓ
૨) ૯૪ શિક્ષણિક  સંસ્થાઓ અને વિશ્વ વિદ્યાલયો
૩) ૫૧ અવૉર્ડ ઑ
૪) ૩૯ આરોગ્ય કેન્દ્ર, અને હોસ્પિટલો
૫) ૧૫  સ્કૉલરશિપો
૬) ૧૫ રાષ્ટ્રીય, અન આંતર રાષ્ટ્રીય  મ્યુસિયમો
૭) ૬૮૬ જિલ્લાઓમા, અને ૭૧૫૭ શહેરોમા  ઑછામા ઑછી ઍક સોસાયટીઓ નહેરૂ/ ગાંધી વંશના નામ સાથે સંકળાયેલી છે.
                                                                 આ આંકડાઓ પરથી નથી લાગતુ કે ક્યાક્  કેથે અતિરેક થઈ ગયો છે.
                                           *****************************************

Wednesday, July 13, 2016


બ્રિટીશ રાજાશાહી અને હક્કો
                                                  ઍક વખત ઍવો હતો કે ઇંગ્લેંડમા સુર્ય  કદી આથમતો ન હતો કારણ કે ઍમનુ રાજ્ય આખી દુનિયાના વિવિધ દેશોમા પથરાયેલુ હતુ. આજે હવે ઍ જહેજલાલી રહી નથી. દુનિયાના દેશોમા પણ ઈંગ્લેન્ડનો ઍટલો પ્રભાવ રહ્યો નથી. પરંતુ હજુ પણ ઍની રાજશાહી ટકી ગઈ છે. ઇંગ્લીશ પ્રજા ઍની રાજશાહીને માન આપે છે અને અત્યંત પ્રેમ કરે છે. ઍમણે રાજાને કેટલાક હક્કો આપેલા છે ઍ આધુનિક જમાનામા આશ્ચર્યજનક છે, ઍમ પણ કહેવાય છે કે બધા રાજાઓ કદાચ નાબૂદ થઈ જશે પણ બ્રિટનમા રાજાશાહી ટકી જ જશે. આથી ઇંગ્લેંડમા રાજાને જે વધારેના હક્કો આપવામા આવેલા છે ઍ જાણવા જેવા છે.
૧) ઍમને  ડ્રાઇવિંગ લાઈસન્સ લેવુ પડતુ નથી.
૨) પાસપોર્ટ કાઢાવવાની જરૂર નથી.
૩) રાજવીના બે જન્મ દીવસ ઉજવવામા આવે છે, ઍક સત્તાવાર રીતે અને બીજો ઍમનો સાચો જન્મ દીવસની ઉજવણી ઍમના કુટુમ્બ દ્વારા થાય છે.
૪) રાજવી પોતાનો ખાનગી કવિની પણ નિમણૂક કરી શકે છે.
૫) રાજવી પોતાનુ કેશ નાણા મશીન ધરાવે છે.
૬) થેમ્સ નદીના બધા હંસો અને બ્રિટિશ પાણીની બધી ડૉલ્ફિન પર રાજાનો હક્ક હોય છે.
૭) કોઈ પણ કાયદો ઍમની મરજી વગર પાસ થઈ શકતો નથી.
૮) રાજાને ઉપલા ગૃહમા લોર્ડ અને નાઇટની નિમણૂક કરવાનો હક્ક છે.
૯)  ટૅક્સ ભરવાનુ પણ રાજવીની મરજી પર અવલંબે  છે.
૧૦) રાજવી કુટુંબની કોઈ પણ માહિતી આપવા સરકાર બંધાયેલી નથી.
૧૧) કટોકટિમા રાજવી સરકારી પ્રધાનોની સલાહ લેવા બંધાયેલા નથી. તે ઉપરાંત કટોકટિમા સરકારે રાજવી ની સલાહ લેવી પડે છે અને જરૂર પડે સરકારને ચેતવણી પણ આપી શકે છે.
૧૨) ઇંગ્લેંડના  ચર્ચના પણ રાજવી વડા છે.
૧૩) રાજવી સામે કોઈ પણ કેસ માડી  શકાતો નથી.
૧૪) રાજવી ઑસ્ટ્રેલિયા અને કોમનવેલ્થ દેશોના પણ વડા છે.
                                                                   આ બધા હક્કો પ્રજાઍ પ્રેમ અને મરજીથી આપેલા છે.
                                 ****************************************

Saturday, July 9, 2016


આપણે નિમિત્ત માત્ર
                                જીવનમા માનવીનો  મોટામા મોટો દુશ્મન  અહંકાર છે અને અહમ્ જ દુખનુ મોટામા મોટુ કારણ છે. હૂ કરુ, મે કર્યુ, અને મારી શક્તીથી મેળવ્યુ ઍ માનવુ મિથ્યા છે કારણકે આખરે તો પ્રભુ ઇચ્છા અંતિમ હોય છે. .આપણને પ્રભુઍ કર્મ કરવાનો હક્ક જરૂર આપ્યો છે પરતુ ઍના ફળનો દોર તો ઈશ્વરે પોતાની પાસે જ રાખ્યો છે. ઍટલે ગીતામા ક્હ્યુ છે કે આપણને ફળ પર અધિકાર નથી.
                                 શ્રી કૃષ્ણઍ ગીતામા અર્જુનને કહ્યુ હતુકે તુ ઍમ માનતો હશે કે તુ સ્વજનોને મારવા જઈ રહયો છે પરંતુ ઍતો મરી જ ગયેલા છે તુ તો માત્ર નિમિત્ત માત્ર છે. ઍમનુ જીવન  મૃત્યુ મારી ઇચ્છાને જ આધીન છે. આથી ઍ બાબતમા ખેદ કરવો છોડી દે. અર્જુન દુઃખી હતો કારણકે ઍ અહમ પીડાતો હતો.
                                   મહાભારતના યુધ્ધ વખતે અર્જુન જ્યારે કર્ણ સામે લડતો હતો ત્યારે અર્જુનના બાણો ના મારાઓ કર્ણના રથનૅ બહુ પાછળ ધકેલતા હતા જ્યારે કર્ણના બાણો અર્જુનના રથને ફક્ત સાત ડગલા જ પાછળ ધકેલતા હતા તે  છ્તા કૃષ્ણ મહારથી કરણની જ પ્રસંશા કરતા રહેતા  હતા. આથી અર્જુનને ખેદ થયો અને કૃષ્ણને પુછ્યુ ' ભગવાન મને પ્રસંશામા આવો અન્યાય શા માટે? કૃષ્ણે હસીને કહ્યુ  'પાર્થ   તારા ર થ પર  મહાબલી હનુમાન વિરાજે છે. હૂ સ્વયમ્ તારો સારથી છુ ઍથી તને મદદ મળી છે પરંતુ મહાવીર કર્ણ ઍના બાહુબલથી લડી રહ્યો છે. ઍટલા માટે ઍ પ્રસંશાને પાત્ર છે, ઍ સાંભળીને અર્જુન ભગવાનને પડી ગયો. ઍને ખાતરી થઈ ગઈ કે ઍનો વિજય ભગવાનની ઇચ્છાને લીધે જ છે ઍતો ઈશ્વરની ઈચ્છાનુ સાધન માત્ર જ છે.
                                    મહાભારતના યુધ્ધને અંતે અર્જુનને અહમ્ તો આવ્યો હતોકે ઍણે મહાન યોદધા ઑનો વધ કરી વિજય મેળવ્યો હતો. શ્રી કૃષ્ણ ઍના મિત્રના ઍ  અહમથી વાકીફ હતા. આથી યુધ્ધના અંતે જ્યારે પરત   ઘરે  આવ્યા ત્યારે સૌથી પહેલા  અર્જુનને રથ પરથી ઉતાર્યો અને કહ્યુ ' દુર જઈને ઉભો રહે.' પછી પોતે ઉતર્યા ઍટલે રથ બળીને ભસ્મ થઈ ગયો. અર્જુન તરફ ફરીને ક્હ્યુ ' તારો રથ તો ક્યારનો ભીષ્મપિતામહ,   દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અને કર્ણના દીવ્યાંગ શસ્ત્રોતી બળી ગયો હતો.'  સાંભળીને અર્જુનના અભિમાનના ચૂરેચુરા થઈ ગયા કારણ કે ઍતો નિમિત્ત માત્ર  હતો પરીણામતો પ્રભુની ઈચ્છાને આધીન હતુ.
                                      આથી ટુંકમા ઈશ્વર દરેક  વસ્તુ માટે માનવીને નિમિત્ત બનાવે છે. ઍથી સારા પરિણામ માટે અભિમાન પણ ન કરવુ અને ખરાબ વસ્તુ માટે દુઃખ પણ ન લાવવુ. પોતાને યોગ્ય હોય ઍવા સદ્કર્મો ઈશ્વરમા શ્રધ્ધા રાખી કરે જવુ.
                                                      ***************************************

Monday, July 4, 2016


બિનસાન્પ્રદાયિક્તા અને અતિરેક
                                                   ભારતમા પોતાને  ઉદાર અને બિનસાંપ્રદાયિક  બતાવવા માટેની હરીફાઈ ચાલે છે. કટ્ટર કોમવાદી થવુ ઍ પણ ભારતીય સંસ્કૃતીનુ  અપમાન સમાન છે. ભારતીય સંસ્કૃતી  બધા ધર્મોને સમાન મહત્વ અને માન આપવા પર રચાયેલી છે. ઍટલે કટ્ટરતાને સ્થાન નથી. આનો અર્થ ઍવો પણ નથી કે હિન્દુ ધર્મને  તરછોડી બીજા ધર્મોને વધારે મહત્વ આપવુ. બિજુ હિન્દુ ધર્મ વિષે વાત કરવી કે ઍનો બચાવ કરવો ઍ ગુનો બનતો નથી. તે ઉપરાંત બિનસાંપ્રદાયિકતાને નામે હિન્દુ લાગણીઓને દુભવવી ઍ યોગ્ય નથી. ઘણીવાર બિનસાંપ્રદાયિકતા ઍ હવે ફેશન બની ગઈ છે.
                                                                                      હિન્દુ સંસ્કૃતિના ભારતમા  બીજા ધર્મો પ્રત્યેની ઉદારતાના મોજુદ દાખલાઓ છે.વોશિંગ્ટનમા  ૨૧  અને લંડનમા ૭૧ ચર્ચો  છે જ્યારે  દિલ્હીમા  ૨૭૧ ચર્ચો છે. ભારતમા ૩ લાખ મસ્જિદો છે જે બીજે  જોવા નહી મળે. હિન્દુઓ ઇફ્તારની પાર્ટી મુસ્લિમોને આપશે. હિન્દુઓ ટોપી પહેરીને મઝારો પણ જાય છે. હિન્દુઓ પરદેશી સંસ્કૃતિના વખાણ કરતા પણ જોવા મળશે. હિન્દુઓ ગિરજાગ્રુહો અને ગૂરૂદ્વારામા પણ જવામા સંકોચ અનુભવતા નથી. ટુંકમા હિન્દુઓની બિનસાંપ્રદાયીક ઘણી વધારે છે.
                                                                              ભારતની લોકશાહીમા મતોની મહત્વને કારણે લઘુમતીને ખુશકરવામા બિનસાપ્રદાયિકતાની વ્યાખ્યાને વિકૃત કરી નાખવામા આવી છે. ઘણીવાર તો બહુમતીને અન્યાય થવા જેવી સ્થિતિ સર્જાય છે ઍ અયોગ્ય છે. ઍ વિચારવા જેવી બાબત છે . બિન સાંપ્રદાયિકતાનો અતિરેક પણ ઘણીવાર રાષ્ટ્ર માટે નુકસાન કારક બની રહે છે. બહુમતીને નૈતિક દ્રષ્ટિેઍ પણ નબળી બનાવી દે છે.
                                                    ***************************************

Friday, June 24, 2016


ફાધર ડે
                                                                                                                                                              જૂન મહિનાના ત્રીજા રવિવારે અમેરીકામા ફાધર ડે મનાવવામા આવે છે. તે દિવસે પિતાને યાદ કરીને અંજલી આપવામા આવે છે. ભારતની સંસ્કૃતિમા પિતાને હમેશ માન આપવામા આવે છે અને ઍના સલાહ સૂચનને સ્વીકારવામા આવે છે. તે છતા સાહિત્યમા, સંતોમા, વીદ્વાનોમા, માતાનૂ સ્તુતિ અને સાહિત્ય વધારે જોવા મળે છે.  પિતાઍ  કુટુંબના હિતમા ઘણીવાર નાખુશ કરનારા નિર્ણયો લેવા પડે છે જ્યારે માતા સંતાનોંની સાથે રહે છે અને ઍમને હુફો આપે છે. આથી સંતાનોનું માતા સાથેનોં સબંધ બહુજ નજદિક રહે છે. આથી સંતાનો હમેશા માના ગુણગાનો ગાતા રહે છે. આજ કારણે સંતો, સફળ મહાન પુરુષો દ્વારા માતા વિષે સારુ ઍવૂ સાહિત્ય જોવા મળે છે. ટુંકમા કોઈની પણ સફળતા પાછ્ળ માતાનો પ્રેમ અને પિતાનો પડદા પાછળનુ બલિદાન જવાબદાર હોય છે. પિતાને ઘણીવાર અન્યાય પણ થાય  છે.
ઈશુની મા મૅરી પિતાનુ કોઈ નામ નથી
કૃષ્ણની મા દેવકી, વાશુદેવનુ  નામ લેવાતુ નથી
કવિઓ, લેખકોે, અને સન્તોઍ માતાના .દૈવી ગુણ ગાયા
પિતાઓની અવગણના સિવાય બીજુ કઈ નથી
સખ્તાઈ કરી કુટુંબને તારે ઍજશુ ઍનો ગુનો છે?
સમાજને સારા માનવો આપવા ઍ પણ કોઈ ગુનો છે?
જીવનની  કમાણી, શક્તિ, અને વખત આપનાર પણ પિતા છે
ઍવી વ્યક્તિને અંજલી આપવી ઍ સર્વની ફરજ છે
                       ઍવા પિતાઓને  સુખી 'ફાધર ડે'

                             ****************************