Tuesday, October 18, 2016

અનાવિલ
   
                                                                                           
      અનાવિલ  બ્રાહ્મીણ જ્ઞાતી આમ વસ્તીની દ્રષ્ટિેઍ ગુજરાતમા  ઘણી નાની છે, પરંતુ ઍનૂ પ્રદાન ગુજરાતના જાહેર જીવનમા ઘણુ મોટુ છે. ઍમના મૂળ ' અનાવલ 'જેવા દક્ષિણ ગુજરાતના  નાના ઍક ગામ સાથે  છે.  ઍ જ્ઞાતિ ગુજરાતમા વાપી અને તાપી વચ્ચે વસેલી  હતી. હવે તે વિશ્વ અને ભારત વ્યાપી  છે. ઍ જ્ઞાતીની  ઉત્તપતિ શ્રી રામની સાથે સંકળાયેલી છે.
                         અનાવિલો બાહોશ, નિપુણ વ્યવસ્થાપક, અને ઇતિહાસમા શાસકો વતી કર ઉઘારાવવાની કામગીરી કરતા. આથી મોગલો અને મરાઠા વખતમા તેમને કર ઉઘારાવવા માટે દેસાઈગીરી પણ આપેલી હતી અને  ઍ માટે ઍમને  દેસાઈગીરી પણ મળતી હતી. આથી દેસાઈઓના સ્વભાવમા ક્ષત્રીયોના ગુણ વધારે આવેલા છે જેવાકે ક્રોધ, અભિમાન અને  તીક્ષ્ણ જીભ વગેરે વગેરે. બ્રિટિશોના વખતમા પણ દેસાઈઓ  રેલવે, ઇન્ષુરેન્સ કંપની, બૅંકો, અને શિક્ષણ જેવા ક્ષેત્રોમા ઉચ્ચ પદવીઑ ધરાવતા હતા.

                               સ્વતંત્રતાની લડાઈમા પણ ઍમણે મહત્વનો ફાળો આપેલો છે. મહાદેવ દેસાઈ, ભુલાભાઇ દેસાઈ, મોરારજી દેસાઈ, ખંડુભાઇ દેસાઈ,  ઠાકોરભાઇ દેસાઈ,  જેવા નેતાઓ સ્વાતંત્રની લડાઈમા  અદભૂત ભાગ ભજવ્યો હતો, મોરારજી દેસાઈ વડાપ્રધાન પદ સુધી પહોચ્યા હતા,
                               જ્ઞાતિ નાની પણ દેશ વ્યાપી  પ્રદાન સારુ રહયુ  છે. હવે જ્ઞાતિના નવી પેઢીની ફર્જ બની રહી છે કે પરંપરાને ચાલુ રાખે.  શરદ પૂનમની રાત્રીઍ  અનાવિલ મિત્ર મંડળ અમદાવાદની  યુવતીઓની  ગરબા ની રમજટની તસ્વીરો-
                                                                *************************************

Thursday, October 13, 2016


સાકારત્મક  દ્રષ્ટી
                                                                                                       સકારાત્મક જીવન ઍજ સફળ. સુખી અને સ્વાસ્થય જીવનની ચાવી છે. ભૂતકાળને ભૂલી અન વર્તમાનના સારી વસ્તુઓને માણવા મા આનંદ છે. કલ્પિત વિચારોમા પોતાની શક્તિ વ્યય કરવામા  દુખના   ડુંગરો ઉભા થાય છે.  ઍટલા માટે માનવીઍ  શ્રધ્ધા અન શુભ આશાઓ સહિત જીવવુ આવશ્યક છે.
                                              ઍક કવિે ઍ કહ્યુ છે કે-

આશાની પાંખે જીવવુ છે મારે
કલ્પનાને ખોળે ને શ્રધ્ધાની આંખે
ઉંચા શીખરો પર બેસીને મારે
અવનિનુ સૌદર્ય જોવુ છે મારે
કાળા ખડકોને  અવગણીને
લીલી હરીયાળી નીચે જોવી છે મારે
આશાની પાંખે જીવવુ છે મારે
                                                આપણે દુનિયાને  આપણે માનીઍ ઍટલી ખરાબ પણ નથી. આપણે આપણી દ્રષ્ટી બદલવાની જરૂર છે. પ્રખ્યાત લેખક ગુલજાર કહે છે-
હર ઇન્સાન કા દિલ બુરા નહી હોતા
હર ઍક  ઇન્સાન બુરા નહી હોતા
બુજ જાતે હૈ દિયે કભી તેલકી  કમીસે
હર બાર કસર હવાકા નહી હોતા
                                                   આ સકારાત્મક વિચાર  જ છે. ઍક હિન્દી કવિેઍ તો  કહ્યુ કે માનવ રડતા રડતા જન્મે  છે ઍમા જીવનની નકારાત્મકતા અન કરુણતા સમાયેલી છે પરંતુ મૃત્યુ સાથે ઍ  સકારાત્મકતા તરફ  લઇ જાય છે. ઍ કહે છે-

ઍક સચ  યહ હૈ કે અગર જિંદગી ઇતનિ અચ્છી હોતી
તો હમ રોતે રોતે ના આતે
લેકિન ઍક મીઠા સચ  યેહ ભી હૈ કે
અગર યેહ જિંદગી બુરી હોતી તો હમ જાતે જાતે
લોકોકો રૂલા કર  ન જાતે
                                               ઍ જ સકારાત્મકતામા સત્યમા છુપાયેલુ છે. માટે  જીવનમા સુખ દુખની  કહાનીમા બધુ સારા માટે જ થાય છે. ગીતા ઍ આપેલી ઍ સકારાત્મકતા અપનાવવી જ રહી.
                                                *****************************************

Friday, October 7, 2016


નવરાત્રિ
                                                                                            નવરાત્રિઍ શક્તીનુ પ્રતીક છે અને ઍમા સંપૂર્ણ શુધ્ધતા અને સાત્વીકતા આવશ્યક છે. હિન્દુ  સંસ્કૃતિમા સ્ત્રીને શક્તીનુ પ્રતીક માનવામા આવે છે, કારણકે સ્ત્રી ફક્ત  વિશ્વમા  ઉત્પતિનુ સાધન નથી પણ ઍ સમાજનુ ઘડતર, રક્ષણ, અને અનર્થોનુ નાશ કરવાની પણ ફરજ બજાવે છે. કુટુમ્બ થકી સમાજ બને છે અને સ્ત્રી થકી કુટુમ્બ બને છે આથી સ્ત્રી શક્તિના પર્વ નવરાત્રીમા સ્ત્રી શક્તિનો જ મહિમા ગવાયો છે. આપણા શાસ્ત્રોમા પણ કહ્યુ છેકે ' જ્યા સ્ત્રીઓ પૂંજાય છે ત્યા દેવો વસે છે.' આથી સ્ત્રીઓને માટે જો ગુણગાન ગાયા હોય તો સમાજને રક્ષણ આપવા માટે સ્ત્રી મર્યાદા જેવી વસ્તુનુ પણ અનુરોધ કરવામા આવ્યો છે. મર્યાદા ક્યારે રહે જ્યારે સ્ત્રીમા પવિત્રતા અને સાત્વિકતા જળવાઈ રહે. ઍટલા માટે નવરાત્રિઍ સાત્વિક પર્વ છે. ઍને શ્રુગાર રસ સાથે કોઈ લેવા દેવા નથી.

                                                                                              સ્ત્રીની મર્યાદાઓનો ઉલ્લેખ રામાયણ થયેલો છે. સીતાઍ જ્યારે મર્યાદા ઉલેખી ત્યારે ઍનુ હરણ થયુ અને રામાયણ રચાયુ. તેવી જ રીતે દૌપદિઍ મર્યાદાઓનો ભંગ કરી ઍના જેઠ દુર્યોધનને' આંધળાનો છોકરો આંધળો 'કહ્યોને ઍમાથી મહાભારત થયુ. મર્યાદાનો ઉલ્લેખ ઍટલા માટેકે જે સદાઈ અને પવિત્રતા નવરાત્રીમા હતી, જે હવે રહી નથી. હવે નરી  શૃંગારતા અને મસ્તી નવરાત્રિ પર્વમા દેખાઈ રહી છે ઍમા સ્ત્રી શક્તીનુ અપમાન નીતરે છે. ઍમાથી સત્વ, પવિત્રતા,  શુધ્ધતા અલોપ થઈ રહી છે. ઍમા આપણી સંસ્કૃતીનુ પતન દેખાતુ નથી?
                                                                                             આજે ઍવો સમય આવ્યો છે કે લોકોને નવરાત્રિ પર્વ દરમિયાન તેમના કુટુમ્બોની સ્ત્રીઓની સલામતીની ચિંતા સતાવી રહી છે. હવે તો ઍવા પણ સમાચાર છે કે સમ્પતિવાન  લોકો તો ઍમના કુટુંબની સ્ત્રીઓની સલામતી માટે નવરાત્રિ પર્વ દરમિયાન માણસો રાખવા માડ્યા છે. આજ બતાવેછેકે નવરાત્રિ પર્વની પવિત્રતા પર શંકાની આંગળીઓ ઉભી થઈ રહી છે. ઍટલા માટે નવરાત્રીના પર્વને શૃંગારમય કરતા સાત્વિક અને સદાઇ થી ઉજવવાની આજની જરૂરીયાત છે.
                                ******************************************

Sunday, October 2, 2016


લાલ બહાદુર  શાસ્ત્રી-જન્મ દિવસ ૨ જી ઑક્ટોબર
                                                                             લાલબહાદુર શાસ્ત્રી નેહરુના મૃત્યુ બાદ વડા પ્રધાન થયા હતા પરંતુ ઍમની નિમણૂક પા છ ળ પણ નેહરુ કુટુમ્બ અને તે વખતની કામરાજ હેટળની કૉંગ્રેસની ટોળકીનો પણ હાથ હતો. નેહરુની મરતી વખતે  ઈંદિરા ને પ્રધાનમંત્રી બનાવવાની  ઈચ્છા હતી અને કામરાજ માટે સિનિયર નેતા મોરારજી ભાઈ કાબૂમા ન રહે ઍવા પ્રધાન મંત્રીના ઉમેદવાર હતા. લાલબહાદુર નહેરૂ કુટુંબને વફાદાર હતા ઍ ઍમનો મોટો ગુણ તે વખતે પ્રધાન મંત્રી થવા માટે મોટામા મોટી લાયકાત હતી. કામરાજની મદદથી  ઈંદિરા ભવિષ્યમા પ્રધાન મંત્રી  બની શકે ઍવી શક્યતા હતી. લાલબહાદુર ઍ પલટા માટે પ્રધાન  મંત્રી થવા માટે તે વખતે વધારે  અનુકુળ ઉમેદવાર હતા.
                                                                              લાલ બહાદુરઍ પણ મોરારજીભાઈની સાથે વર્ષો સુધી કામ કર્યુ હતુ ઍથી ઍમની રાષ્ટ્રભક્તિ, ગાંધીવાદી વિચારધારા, વહીવટ નિપુણતા, પ્રામાણિકતા  અને ચારિત્ર માટે માન હતુ. આથી તૅઓ ઍમની સામે ઉભા રહેવા તૈયાર ન હતા, આથી સ્પર્ધા નીવારવા માટે કામરાજે કૉંગ્રેસ પાર્ટીના લોકસભાના સભ્યોનો અંગત મતો લઇ નીર્ણય લેવાનુ નક્કી કર્યુ જેનો મોરારજી ભાઈઍ  વિરોધ કર્યો પણ કામરાજ માટે ઍ અનુકુળ રસ્તો હતો અને  ઍમણે લાલબહાદુર ને વિજય જાહેર કર્યા.
                                                                                લાલ બહાદુર પ્રધાન મંત્રી થયા  ઍમણે મોરારજીભાઈને પ્રધાનમંડળમા લેવાની ઑફર કરી જે મોરારજીભાઇ ઍ નકારી કાઢી. પરંતુ ઈંદિરા ગાંધીને તેમણે સામાન્ય પ્રશાશન ખાતુ આપ્યુ જે ઈંદિરાજીને પસંદ ન હતુ અને તેઓ નારાજ હતા.
                                                                                 લાલ બહાદુર શાસ્ત્રી  સાદા, નમ્ર, પ્રામાણિક, દેશભક્ત, ચરિત્રવાન, અને અડગ હિમ્મતવાળા નેતા હતા  અને પાકિસ્તાન સાથેના યુધ્ધમા તે સફળ રહયા અને ઍમની લોકપ્રિયતા વધી ગઈ. આથી ઈંદિરાગાંધીના પ્રધાન મંત્રી બનવાની તક ઑછી થતી જતી હતી. પરંતુ લાલ બહાદુરનુ  તાસ્કન્ત ખાતે અચાનક અને અકાળ અવસાન પછી ઈંદિરા ગાંધીની પ્રધાન મંત્રી થવાની તક પાછી જાગી, લાલ બહાદૂરના મૃત્યુ  સામે પણ અનેક શંકા અન કુશંકા જાગી. ઍમા લાલ બહાદૂરજીના કુટુંબીજનો પણ સામેલ હતા.
                                                                                  લાલ બહાદુર કદમા નાના હતા પણ નેતા તરીકે  કદાવર સાબિત થયા હતા. તેઓ ગરીબીમાથી ઉપ્પર આવ્યા હતા. પ્રામાણિક સેવક હતા અને મર્યા બાદ કોઈ પણ મિલકત છોડી ગયા નથી. ઍક  રેલવે  અકસ્માત માટે રેલવે મંત્રી તરીકે રાજીનામુ આપી ઍક અનોખો દાખલો બેસાડ્યો હતો. ઍટ લે લોકો હજુ પણ ઍમને યાદ કરી અંજલી આપે છે.
                                                  ************************************** 

Tuesday, September 13, 2016


આજ અને કલ
                                                                                               ભારતને સ્વતંત્રતા ૧૯૪૭ મા મળી ત્યારની પરિસ્થિતિ અને  આજની પરિસ્થિતિ જોઈઍ તો જમીન આસમાનનો  ફરક છે. ૧૯૪૭મા જે લોકોની આંખમા ચમક હતી તે હવે નિસ્તેજ થઈ ગઈ છે. ઍમની આશાઓ  કારમી મોંઘવારીથી  રોળાઈ ગઈ છે. રૂપિયાનુ અવમુલ્યન થયુ છે જે કારણે જીવન જીવવુ મુશ્કેલ બન્યુ છે. ગમે તેટલા પગારો વધે પણ મોંઘવારીને કારણે બે હાથો મળવા મુશ્કેલ બન્યુ છે. ગરીબો માટે તો જીવન વસમુ થઈ ગયુ છે. ઍક પછી ઍક આવેલી સરકારો ઍ પ્રગતિની અન વિકાસની વાત કરી મોંઘવારીને ઘટાડવાની વાત પર બેદરકારી દાખવી છે. ઍમા જ્નતા પાર્ટીની સરકારે ભાવો નીચે લાવવા પ્રામાણિકતાથી પ્રયત્નો કર્યા હતા અને ઍ વખતે જીવનની જરૂરીયાત વસ્તુઓના ભાવ નીચે લાવવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. અત્યારે મોંઘવારીનો દર ૫.૦૫ % છે તેમા આંકડાઓની કેટલી માયા જાળ છે ઍનો  ખ્યાલ નથી.
                                                          આજે શુ પરિસ્થિતિ છે ઍનો ખ્યાલ  ૧૯૪૭ અને આજના ભાવોના આંકડાઓ જોતા ખ્યાલ આવી શકે છે. ૧૯૪૭ મા ૧ ડોલર નો અને ૧  રૂપિયાનો ભાવ સરખો હતો પરંતુ અત્યારે ૧ ડોલરનો ૨૦૧૬ નો ભાવ રૂપિયા ૬૭ છે. ૧૯૪૭મા સિનેમાની સસ્તામા સસ્તી ટિકેટ ૪આનામા મળતી આજે ઍજ ટિકેટ ૧૫૦ થી ૩૦૦ રૂપિયામા મળે છે.  ૧૦ગ્રામ  સોનુ ૧૯૪૭મા ૮૮/૬૨ રૂપિયામા મળતુ તે ૨૦૧૬મા હજારો રૂપિયામા વધ્યાજ કરે છે, ૧૯૪૭ મા ક્લાર્કનો પગાર ૩૦ રૂપિયા માસિક હતો તે  માસિક રૂપિયા ૨૫૦૦૦/- પર પહોચી ગયો છે તે છતા લોકોને સંતોષ નથી. જે વેજિટેબલ થાળી ૧૯૪૭મા ૬ આનામા મળતી તે જ થાળી ૨૦૧૬મા હવે  ૧૨૦ થી૫૦૦ રૂપિયા જેટલી પડે છે. આવા ઉંચા ભાવ સામાન્ય માણસોને કેવી રીતે પોસાય? અરે સામાન્ય કોફીનો કપ જે ૧૯૪૭ મા રૂપિયા ચાર આનામા પડતો તે રૂપિયા ૨૦/-સુધી પહોચી ગયો છે. આતો ફક્ત દાખલાઓ છે. પરંતુ બીજી બધી વસ્તુઓના ભાવ આસમાને પહોચી ગયા છે. આ બધી મોંઘવારીની મોકાણ છે ઍને નાથવા જોઇઍ ઍવા પ્રયત્નો થતા નથી. વિકાસ અને ટૂંકા ઍવા ચૂટણી લક્ષી  ફાયદાઓ કરાવી આ મુદ્દાના પ્રશ્નને બાજુ પર સરકાવી દેવામા આવે છે.
                                                               ઘણા લોકો કહે છે આના કરતા બ્રિટિશ રાજમા સોંઘવારી હતી ઍટ લે સારુ હતુ. ઍમા દેશભક્તિની ઉણપ ન ગણાવી જોઇઍ પણ  દેશની વ્યવસ્થાને સુધારવાની જરૂર છે. પગારોને વધારીને મોંઘવારી ઉભી કરવા કરતા થોડા ઑછા પગાર સાથે ભાવોને કાબૂમા લઈ સામાન્ય માણસના બે હાથો જીવન ચલાવવામા મળી શકે ઍવી વ્યવસ્થા ઉભી કરવાની જરૂરત છે.
                                                         *************************************** 

Wednesday, September 7, 2016


રાષ્ટ્રીય રત્નો અને રાષ્ટ્રીય તારલાઓ
                                                         રાષ્ટ્રીય રત્નો અને રાષ્ટ્રીય તારલાઓં વચ્ચેનો તફાવત બહુજ પાતળો છે પરંતુ ઍને સમજવો બહુ  જરૂરી છે. રાષ્ટીય રત્નો  દેશને બનાવે છે. દેશમા પ્રગતિ અને બદલાવ લાવે છે .  દેશને ખાતર પોતાના સર્વસ્વનુ બલિદાન આપી અને જરૂર પડે તો પોતાના જીવનુ પણ રાષ્ટ્ર માટે બલિદાન આપે છે. રાષ્ટ્રિય તારલાઓ પોતાની અમુક આવડતોને કારણે દેશમા પ્રસિધ્ધ થઈ જાય છે, અને અઢળક ધન પણ કમાઈ લે છે. ફિલ્મ કલાકારો, રમતવીરો, ચિત્રકારો, નૃત્યકારો,ઇત્યાદિ  લોકો દેશના તારલાઑ છે જે દેશને સન્માન અપાવે છે. ઘણીવાર દેશનારત્નો ઍ ઉભા કરેલા માળખા પર તારલાઓ પોતાની દુનિયા ઉભી કરે છે. આ તથ્યના આધાર પર જ બન્નેની સમીક્ષા કરી, ઍમની કદર કરવી જોઇઍ. ઍમને સરખા ગણી સરખાવવા . રાષ્ટ્રીય રત્નોને અન્યાય થશે.

                                                              ભારતમા ભારત રત્નો અને અન્ય રાષ્ટ્રીય તારલાઓને ઍક્જ હરોડમા હવે મૂકી દેવામા આવ્યા છે. ભારતના સપુતો જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ, બાબા સાહેબ આંબેડકર  ઇત્યાદિ ભારત રત્નથી નવાજવામા આવ્યા છે પરંતુ સાથે સાથે રાષ્ટ્રીય તારલા જેવાકે સૅચિન તાંડુલકર, અને લતા મંગેશકરને પણ ભારત રત્નથો નવાજવામા આવ્યા છે ઍ ભારતની પ્રજાઍ વિચારવાનુ છે. દરેક ક્ષેત્રમા ઉચ્ચ ખિતાબો છે ઍ  રાષ્ટ્રીય તારલાઓનેઆપી ન શકાય ઍ પણ ઍક વજુદ પ્રશ્ન છે?  પરંતુ વોટ બૅંક્ની પધ્ધતિેઍ ઍ પ્રશ્નને ગૂચવી નાખ્યો જણાય છે.

                                                           ફિલ્મી કલાકારોને હવે ભારતના ઉપલા ગ્રહમા નિમવાની ઍક પ્રથા છે ઍમા કલાકારને દરજ્જો મળી જાય છે પરંતુ દેશને ઍમા કેટલો લાભ થાય છે ઍ જોવાની જરૂર છે?  અહેવાલ પ્રમાણે  મિથુન ચક્રવર્તીની રાજ્યસભામા હાજરી ફક્ત ૧૦% છે જ્યારે અભિનેત્રીની રેખાની હાજરી ફક્ત ૫% જેટલી જોવામા આવી છે. આ ફક્ત દાખલાઓ  છે. સવાલ કોઈ વ્યક્તિનો નથી પણ આપણી  સિસ્ટમમા  રહેલી ખામીનો છે. અમેરિકા જેવા દેશમા જે ફિલ્મ કલાકારોને કે બીજા તારલાઓને રાજકારણમા રસ હોય તો ભાગ લે છે પણ ચૂંટાઈ આવે છે. જ્યારે ભારતમા ઘણીવાર રાજકારણીઓ તારલાની લોકપ્રિયતાનો ઉપયોગ  કરી લેતા હોય છે. ઍ રાજકારણની બલિહારી છે. મુળમાતો  લોકશાહીમા રહેલા આપત્તિજનક છિદ્રો  પૂરાવાની જરૂર છે.
                                                ************************************  

Monday, September 5, 2016


ભારતની ગરીબી
                                                                                   ૭૦ વર્ષની  સ્વતંત્રતા પછી ભારતે પ્રગતી કરી છે. આપણી આર્થિક પ્રગતિના ગુણગાન પણ ગાઈ શકાય ઍમ છે. ઉદ્યોગોમા,  અણુ  વિજ્ઞાનમા, રોકેટ અને અવકાશ વિજ્ઞાનમા, .સારી ઍવી પ્રગતિ કરી  છે.  વિશાળ અન લાંબા રસ્તાઓ બનાવ્યા, મોટા બંધો બાંધ્યા, અને નદીઓ પર યુરોપની નદીઓની જેમ રિવર ફ્રંટો પણ બનાવ્યા. હવે તો  મેટ્રો અને તેજ રેલવે ગાડીઓ પણ આવી રહી છે. ગામડાઓમા રસ્તાઓ,પાણી, અન વીજળીની વ્યવસ્થાઓ કરવા પ્રયત્નો ચાલે છે. જાણે ભારત યુરોપ અને અમેરિકાની હરીફાઈમા ન ઉતર્યુ હોય!

                                                                                    ભારતની હજુ પણ કમનશીબી છે કે  ભારતના આત્મા  ગામડાઓને હજુ પૂરેપૂરી રીતે આધુનિક સેવાઓ પુરી પાડી શક્યા નથી. શાળાઓના મકાનો, ડોક્ટરો, શીક્ષકો, પુરી વાહનવ્યહવાર વ્યવસ્થા કે પછી સ્વચ્છતા પણ આપી શક્યા નથી . ઘણા ગ્રામજનોની ગરીબી  જાનવરથી પણ  બદ્ત્તર  છે. દેશ આગળ વધી રહ્યો હોય પણ ગરીબી વધી રહી હોય ઍ સારી નિશાની નથી.  આ પરિસ્થિતિ માટે ધનિકો અન ગરીબી વચ્ચેનો ફાસલો વધી રહ્યો છે.  ધનવાનો વધારે ધનિક બની રહ્યા છે અને ગરીબો વધારેને વધારે ગરીબ બની રહયા છે. ગરીબોને દેશની  પ્રગતિનો લાભ મળી રહ્યો નથી. આથી ઍ બાબતમા તુરંત પગલા લેવા જરૂરી છે. આ બાબતમા છેલ્લા અહેવાલ મુજબ ભારતની સંપત્તિનો ૫૪ % હિસ્સો કરોડપતીઓના હાથમા છે. ભારત વિશ્વમા ૧૦મો સંપતી વાન દેશ હોવા છ્તા સરેરાશ ભારતીય ગરીબ છે.  આ બતાવે છે કે સંપત્તિની બાબતમા ભારતની આસમાનતા જાપાન, ઑસ્ટ્રેલિયા, યૂકે, અને અમેરિકા કરતા પણ પાછળ છે.  અસમાનતા દૂર કરવામા આવશે તો જ ભારતમા સમૃધ્ધિના દર્શન થશે. બ્રિટનમા ઍક પ્રૉવર્બ છે કે "ઍક બાજુ સમૃધ્ધિ અને બીજી બાજુ ગરીબી હોય તો ગરીબી સમૃધ્ધિ માટે ભયજનક બની રહે છે."  આ તથ્ય સમજવૂ જરૂરી છે.
                                                          ************************************