Tuesday, August 14, 2018


 કવિતામા સકારાત્મકતા-
                                                                   ઘણા લોકોને જે મળ્યુ હોય ઍમા સંતોષ નથી પરંતુ બીજા પાસે છે ઍ મારી પાસે નથી ઍનો અસંતોષ હોય છે.   ભગવાન પણ નટખટ છે જે મનુષ્યને  ગમે ઍ આપતો નથી પણ ઍ લાયક હોય અને ઍના હિતમા હોય ઍટલુ જ આપે છે.  આથી દરેકે  જીવનમા મળ્યુ હોય તેમા આનંદ અનુભવવો જોઇઍ. બધામા સારુ જોઈ અને અણગમતી વસ્તુને સ્વીકારી સકારાત્મકતા રાખવી આવશ્યક છે  ઍજ સુખી રહેવાનો સરળ રસ્તો છે.
                                                                       ઍક જગાઍ કવિઍ ક્હ્યુ છે કે ઍને જીવનમા સારી વસ્તુઓમા આનંદ માણી  ખરાબ વસ્તુઓને ભૂલી જઈને જીવનનો આનંદ માણવો છે અને ઍમાજ સુખનુ રહસ્ય સમાયેલુ છે.
આશાની પાંખે-
આશાની પાંખે જીવવુ છે મારે
 કલ્પનાને ખોળે ને શ્રધ્ધાની આંખે

પંખી બનીને  ઘુમુ આકાશે
માછલી બનીને વિહરુ હૂ સાગરે
જીવનના ગમને સાંભરવા ના મારે
ગમના બોજે મારે મરવુ નથી
આશાની પાંખે જીવવુ છે મારે

ઉંચા શીખરો પર બેસીને મારે
અવનિનુ સૌદર્ય  જોવુ છે મારે
કાળા ખડકોને  અવગણીને
લીલી હરીયાળીને નીચે જોવી છે મારે
આશાની પાંખે જીવવુ છે મારે.
ભારત દેસાઈ
                                                                       કવિતામા  કવિ આજુબાજુની ખરાબ વસ્તુઓને  જોઈ દુઃખી થવા કરતા ભગવાને રચેલી બધી સૌદર્યમય વસ્તુઓમાથી આનંદ લેવા માંગે છે.

                                                                           કેટલાકમા નકારત્મકતા  ભારોભાર ભરી હોય છે. ઍમા અમુક ગુણોની કે લાગણીઓની  ઉણપ હોય છે. જેમકે જેને દેશ માટે અભિમાન કે પછી દેશ ભક્તિ ન હોય તેને બધુ જ ખરાબ દેખાય છે અને પરદેશનુ બધુ જ ઉત્તમ દેખાય છે, જેમકે પરદેશના લોકો, પરદેશી ભાષા, પરદેશી રીતરીવાજ, પરદેશી વસ્તુઓ, અને ત્યાનુ કુદરતી સૌદર્ય. ઘણા તો પરદેશના જેવુ  કુદરતી સૌદર્યનો પોતાના દેશમા અભાવ બતાવી પણ ખામીઓ કાઢે છે.  ટુંકમા પોતાના દેશમા ખામીઓજ શોધ્યા કરે છે.  જ્યારે કેટલાક દેશ ભક્તો પોતાના દેશની ખામીઑ વિષે જાણે છે પરંતુ ઍની દરેક સારી વસ્તુઓથી પણ અજ્ઞાત નથી.  ઍક દેશપ્રેમી ઍના દેશને કેવી રીતે ચાહે છે ઍની વાત નીચેની કવિતામા કહે છે-

અહી ભવ્ય  ડુંગરમાળાઑ છે
નદીઓના વહેતા નિર્મળ નિર છે
પ્રભાતના સોનેરી કિરણો અહા

રૂપેરી ચાંદનીની અદભૂત મઝા
ખરેખર કુદરત છે આફરીન અહી

પણ વતનની માટીની મહેક ક્યા?
ફળફૂલોથી લચકતા બગીચાઓ  છે
પંખીઓના  મીઠા કલરવ પણ છે
મદ મસ્ત આબુહવા છે અહિઍ

પણ વતનની ખુશબૂભરી લહેરો ક્યા?
લીલીછમ જાજમોથી  છવાયેલી ખીણો છે
જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતર્યુ છે અહિઍ

પણ આપણા  દેશ જેવી માનવતા છે ક્યા?
ભારત દેસાઈ
                                                                                   આમાં કવિનો સકારાત્મક દેશપ્રેમનો ભાષ થાય છે.  નાની બાબતોને પણ કવિઍ સકારત્મક  રીતે ઉછાળી છે. આથી દરેક વસ્તુઓમા અવગુણ જોવા કરતા ઍમા સારી વસ્તુઓ જોઈ આનદ લેવામા જ આનંદ મળે છે.
                                                  ********************************

Thursday, August 9, 2018


અનામત નીતિ
                                                                                          અનામતની નીતિને સમજાવી જરૂરી અને ઍના મૂળિયા ક્યાથી આવ્યા ઍ સમજવુ પણ આવશ્યક છે.  અનામતની નીતીમા અન્યાયની ગંધ પણ આવે છે.  અનામતમા ગુણવત્તાને સ્થાન નથી. આથી ઍ અપ્રિય પણ છે. પરંતુ પછાત પ્રજાની અનામતની માંગ છે. હજારો  વર્ષોથી  અન્યાય અને શોષણ કરાતી જાતીઓની પણ માંગ છે.  ઍમા મતભેદ ઍના અમલની નીતિનો છે.
ઍમા રાજકારણ વિલનતાનો ભાગ ભજવી રહ્યુ છે.  શિક્ષણમા, નોકરીઓમા, બઢતિમા, અનામત દાખલ કરીને ગુણવત્તાનો દાટ  વાટી નાખવામા આવ્યો છે.  ડોક્ટરો,  ઍંજીનરિંગ,  વહીવટ જેવા  ધંધામા આનામત  સામાજીક હિતમા નથી ઍ તો દરેક સમજદાર વ્યક્તીઑ સમજી શકે છે જ્યારે ફક્ત હિત ધરાવનારા લોકોજ  ઍની સામે  આંખઆડા કાન કરે છે.

                                                                   ભારતમા ઍના બીજ અંગ્રેજી રાજે નાખેલા છે. ઍમા ઍમની ભાગલા પાડીને રાજ કરવાની નીતિ હતી. ભારતના ભાગલા હિન્દુ મુસ્લીમને  લડાવી કર્યા અને બીજા ભાગલા હિન્દુઓમા સવર્ણો અને પછાત/ દલિતોને લડાવીને કરવા હતા. ઍને માટે દલિતો અને પછાતો ને જુદા મતાધિકાર આપવાનો  હતો,  ગાંધીજીઍ ઍનો તીવ્ર વિરોધ નોંધાવી અપવાસ કર્યા અને દલિતોના નેતા ડૉક્ટર આંબેડકર સાથે વાત કરી સમાધાન કર્યુને ૧૦ વર્ષ  માટે અનામત આપવાનુ નક્કી  કર્યુ હતુ. તેનુ ભારતીય રાજકારણીઓેઍ પોતાના હીતમા હમેશને માટે દાખલ કરી દીધુ છે. હવે ઍ દૂષણ પણ બની ચુક્યુ છે.
                                                              યોગ્ય પછાતો/ દલિતોને ગુણવત્તા પ્રમાણે  સહાય કરવી આવશ્યક છે. નાણાકીય સહાય પણ આપી શકાય. પરંતુ બધી સહાય પછી ગુણવત્તા વગર શિક્ષણ, સરકારી નોકરીઓમા અને બઢતીઓમા અનામત પધ્ધતિ દાખલ કરવી ઍ સમાજ અને દેશને માટે નુકશાન રૂપ બની રહયુ છે.

                                                     દક્ષિણ આફ્રિકા જ્યારે સ્વતંત્ર થયુ ત્યારે ત્યાની આદિવાસી પ્રજા ભારતની પછાત અને દલિત જાતો જેવી જ  સ્થિતિમા હતી, ઍમની પણ અનામત માટે માંગણીઓ હતી જેને તેમના નેતા નેલ્સન માંડેલાઍ ઍમ કહીને નકારી કાઢી હતી કે " અનામત આખા દેશને નાશ કરવાને સમર્થ છે. ઍમાથી ઉભા થતા ધંધાદારીઓ જેવાકે
- ડોક્ટરોને હાથે દર્દીઓ  બેમોતે  મરશે.
- ઇંજિનેરોઍ  બાંધેલા મકાનો તૂટી પડશે.
- આર્થિક સલાહકારો  લોકોના પૈસાનુ સત્યાનાશ કરશે.
-  ધાર્મિક  નેતાઓ લોકોમાથી માણસાઈનો નાશ કરશે.
-  ન્યાયધીશો ન્યાયનો ઉપહાસ કરશે
- ટુંકમા શિક્ષણનુ પતન રાષ્ટ્રનો નાશ કરશે.
                                                                                   નેલ્સન માંડેલા આ અવતરણો' દક્ષિણ આફ્રિકા યુનિવર્સિટીના' પ્રવેશ દ્વાર પર ઍક તખતી દ્વારા ઉલ્લેખ કરવામા આવ્યો છે.  અનામત આર્થિક પરીસ્થિતિ અને ગુણવત્તા પર હોવી જોઇઍ નહી કે જાતી પર. અત્યારની ભારતીય અનામત પધ્ધતિ અન્યાયી,  જાતી વાદિ અને ગુણવત્તાથી પર છે. ઍ રાજકીય અને જાતી  દ્વારા શોષણ પર ઉભી થયેલી છે ઍમા શંકા નથી.
                                                             ************************************

Saturday, August 4, 2018


ગુલામી માનસ
                                                                              ૧૫૦ વર્ષના બ્રિટિશ શાસને  ભારતીયોના મગજમા ઍમની સંસ્કૃતી, અને ભાષા, વિષે લઘુતા ગ્રંથી ઉભી કરી છે. સત્તા, સંપતિવાન, અને ગુંડા તત્વો સામે ડરીને ચાલવાની વૃત્તિઓ ઉભી કરી છે.  પોતાની માતૃભાષામા ભુલ થાય તો ઍમને પડી નથી. પરંતુ અંગ્રેજિમા વોઝ અને' ઈઝની' ભુલ થાય તો મરવા જેવુ લાગે છે. પોતાના બાળકો અંગ્રેજી ફાકડુ બોલ ઍટલે ગર્વ અનુભવે પરંતુ પોતાની માતૃભાષા  લન્ગડાટી બોલેતો ઍની પરવાહ નથી. અંગ્રેજોે ઍ ભારતીયોના મગજમા ઉતારી દીધુ છે 'ચામડીથી માંડીને ઍમની ભાષા, વસ્તુઓ,ઍમના રીત રીવાજો, ભારતીયોના કરતા ઉત્તમ છે.
                                                                               આ અંગ્રેજોની કે અંગ્રેજી ભાષાની વિરૂધ્ધની વાત નથી  પરંતુ તમે જુઓતો ચીનાઓ, જાપાનીઑ, રૂસીઓ, જર્મનો અંગ્રેજી ભાષા સારી રીતે  જાણતા નથી તો પણ પ્રગતી કરી છે. તે ઉપરાંત ઍમને ઍમની ભાષા અને સંસ્કૃતી વિષે ગર્વ છે  અમેરીકન લોકો પોતાની અંગ્રેજી જ   બોલે છે. અને અંગ્રેજીના કેટલાક શબ્દોની સ્પેલિંગ પણ સરળ બનાવી દીધી છે. આજ બતાવે છેકે તેઓ ખરા અર્થમા સ્વતંત્ર છે. જ્યારે કેટલાક ભારતીયો હવે અંગ્રેજો કરતા પણ સારુ અંગ્રેજી બોલવાની ડન્ફાસ મારતા હોય છે. ઍ પણ ગુલામી માનસનો નમૂનો છે.

                                                                              ભારતમા કેટલાક  લોકો ઇંગ્લીશ રાજમા ગોરા લોકોની ખુશામત કરતા. સ્વતંત્રતા પછી નહેરૂ વંશની ચપલાશી કરતા અને પછી જે રાજકર્તાઓ આવ્યા ઍની  ખુશામત કરતા રહ્યા. આજે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવા પાછળ પણ સત્તાની પાછળ કેટલી ખુશામત છે ઍનો નીવડો લાવવો મુશ્કેલ છે. આમા પણ ગુલામી માણસની જ ગંધ આવે છે.  ઍમા પણ રાજકીય મુલ્યાકનમા સમતોલતા હોવી જરૂરી છે નહીતો ઍ સત્તાની બંદગી બની રહે છે. ગુલામી માનસોવાળાઓ  પણ રાજકારણીઓને ગેરરસ્તે દોરી જાય છે.

                                     ભાષા, પહેવેશ, સંસ્કૃતિં,ચાલચલણમા પોતાની વસ્તુઓનુ ગર્વ ઍજ પ્રજાની મુક્ત માનસિક અવાસ્થાની નિશાનીઓ છે.  અંગ્રેજો ભારતની પ્રજા પર રાજ કરતા હતા અને  પ્રજાને ભયભીત કરવા માટે  પોલીસો અને લશ્કરના માણસોના કાફલો સાથે ફરતા, પરંતુ આપણા ગુલામી  માનસે ઍ પ્રથા આપણા જ માણસોને ડરાવવા સત્તાધારીઓેઍ ચાલુ રાખી છે. તમે અમેરીકામા જોશો તો  'વીઆઇપી ' ક્યારે પસાર થઈ જાય છે ઍની ખબર પણ પડતી નથી. સત્તા લોકોની સેવા માટે હોય છે, ભભકો બતાવી લોકોને ડરાવવા માટે હોતો નથી.ઍ સ્વતંત્ર અને મુક્ત માનસની નિશાનીઑ  છે. ઍવી રીતે સંપતીવાન માણસો પણ ઍમની સંપતીનુ પ્રદર્શન કરતા નથી.  ઍ કઈ લોકોને ડરાવવા માટેનુ સાધન નથી. જોકે ગુલામી માનસ ધરાવનારાઓ બીજાને ડરાવવા માટે સત્તા અને સંપત્તિ ઑનો ઉપયોગ કરતા હોય છે. જ્યા સુધી લોકો સત્તા અને સંપત્તીથી ડરતા રહેશે ત્યા સુધી ગુલામી માનસમાથી મુક્તિ મેળવવી મુશ્કેલ રહેશે.
                                     દરેક ધર્મ અને  પંથમા ઉણપો હોય છે ઍને સુધારવી જોઇઍ. તેને બદલે પોતાના ધર્મને ઉતારી પાડી પારકા ધર્મની પ્રસંસા કરવી ઍ પણ ગુલામી માનસનુ પ્રતિબિંબ જ હોય  છે.. આથી માણસોે પોતે ઍમની ગુલામી વૃત્તિમાથી બહાર આવવુ આવશ્યક છે. તોજ મુક્ત સ્વતંત્રતાનો આનદ માણી શકાય છે.
                                                    ********************* 

Monday, July 30, 2018


અનાવિલ
                                                                                            અનાવિલ  બ્રાહ્મણ જ્ઞાતિ ગુજરાતમા  વસ્તીના પ્રમાણમા ઘણી નાની છે. ઍમ કહેવાય છેકે તેઓનો દક્ષિણ ગુજરાતમા તાપી નદી અને વાપી શહેરની વચ્ચે વસવાટ હતો. અનાવિલોનો ૧૦૦૦ ઉપરના વર્ષોનો  ઇતીહાસ છે, જેને  રામના  યુગની સાથે સબંધ છે. આમતો અનાવિલ બ્રાહ્મણો  દક્ષિણ ગુજરાતના અનાવલ ગામથી જોડાયેલા છે.  અનાવલમા સુખલેશ્વર મહાદેવના મંદિર સાથે ઍમને ઘાડ સબંધ છે. અંબિકા નદીને અડીને આવેલુ  અનાવલ ગામ બહુ જ સુંદર સ્થળ છે.
                                                                           જોકે હવે તો વ્યયસાવને કારણે આખા ગુજરાતમા રહેતા થયા છે. દેસાઇ નામ ઍમના મૂળ વ્યયસાય સાથે સંકળાયેલો છે. ઇતિહાસીક પૂરાવા પ્રમાણે મોગલોઍ તેમને જમીન વેરો ઉઘારાવવા માટે હક્કો  આપેલા હતા. પરન્તુ  જેટલા ગામોમાથી વેરો ઉગરાવવાના હક્કો મળેલા તે  પ્રમાણે તેમની  સમૃધ્ધિ અને દરજ્જા જુદા જુદા હતા. આમ ગામોમાથી જમીન વેરો ઉઘારાવતા લોકો દેસાઈ કહેવાયા. મરાઠા વખતમા પણ ઍમના હક્કો ચાલુ રાખવામા આવ્યા હતા. મરાઠા અમલ દરમિયાન જમીન ટેક્ષ ઉગરાવવાના હક્કોનૂ લીલામી થતી, આથી દેસાઈઓનો પ્રભાવ વધ્યો. દેસાઈ અટક તમને પારસી, પટેલ, મુસ્લિમ, બ્રાહ્મણ વગેરે અનેક જ્ઞાતિમા જોવા મળશે.  અનાવિલોની સ્થિતિ ઘણી સારી રહેતી કારણકે ઍમને  વેરાઓની ઉઘરાણિમા સારો ઍવો હિસ્સો મળી રહેતો  અને સાથે સાથે લાગતા વળગતા ગામો પર ઍમનુ પ્રભુત્વ પણ રહેતુ. ટુંકમા અનાવીલોમા તમને ક્ષત્રીયોના ઍટલેકે  સામન્ત શાહીના ઘણા ગુણો અવગુણો જોવા મળશે. જેવા કે કેટલાક ગુણો વહીવટ નિપુણતા, પ્રામાણિકતા, આત્મ સન્માનની ભાવનાઓ  અને  સત્ય પ્રીયતા પરંતુ ઍની સાથે આવતા અવગુણોમા તોછડાઇ, મિથ્યા અભિમાન, અને અત્યંત નશો કરવાની આદતો સામાન્ય બની રહી. ઍમની આર્થિક પડતીમા ઍમના અવગુણો ઍમને માટે વધારે  અસહ્ય બની ગયા. ઍમા ઘણા કુટુમ્બો આર્થિક રીતે તબાહ પણ  થયા. તે છતા ઍમના ગુણોઍ  જ્ઞાતીમાથી ઘણાને ટોચ પર પણ મૂકી દીઘા છે. જેવા કે મહાદેવ દેસાઈ(મહાત્મા ગાંધીના સેક્રેટરી), ભુલાભાઇ દેસાઈ(પ્રખ્યાત  ધારાશાસ્ત્રી), મોરારજી દેસાઈ(ભારતનાપૂર્વ પ્રધાનમંત્રી), ખંડુભાઇ દેસાઈ(ભારતના પૂર્વ મજુર પ્રધાન), ધીરુભાઇ દેસાઈ,(સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ) અને ઍમ જે દેસાઈ (ફોરેન સેક્રેટરી) , ઝીણા ભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ- પ્રખ્યાત ગુજરાતી સાહિત્ય કાર),ઍમ ઍન દેસાઈ, (પૂર્વ કુલપતિ, ગુજરાત  યૂનિવર્સિટી) જેવા અગ્રગણ્ય  વ્યક્તિઓેઍ ભારતના રાજકારણમા, ન્યાયક્ષેત્રમા, સાહિત્ય, શિક્ષણ અને સિવિલ સર્વિસ ક્ષેત્રમા પણ સારુ ઍવુ પ્રદાન કરેલુ છે. તે ઉપરાંત દેસાઈઓઍ  ઈન્સ્યુરૅન્સ,  બૅંકિંગ, રેલવે,  શિક્ષણ, અને વહીવટી ક્ષેત્રે પણ સારુ ઍવુ પ્રદાન કરેલુ છે.
                                                                           અંગ્રેજ  રાજે  ૧૮૦૦ મા ' રૅયેટ વારી' પ્રથા જમીન ટેક્સ ઉઘરાવવા માટે દાખલ કરી કારણ કે ઍમને વચલા માણસોને દૂર કરવા હતા.  અંગ્રેજ રાજે અગ્રગણ્ય અનાવિલ કુટુમ્બોની નોધણી કરી તેમને માસિક ભથ્થુ' દેસાઈગીરી ' આપવાનુ નક્કી કર્યુ. અને ઍનાથી અનાવિલોની આર્થિક પરિસ્થિતિને  ધક્કો લાગ્યો. ઍજ  'દેસાઈગીરીને '  ભારત સ્વતંત્ર થયા બાદ ૧૯૫૮ મા નાબૂદ કરવામા આવી.અનાવિલઓની આર્થિક પડતીના બીજા કારણો પણ ઘણા .છે.' વાંકડો' પ્રથા, ઉંચા દેસાઈઅને નીચા દેસાઈ જેવી માન્યતાઓ. નીચા દેસાઈઓ 'ભાટેલા' અને 'હાજીદ્રાસ' (હળથી ખેતી કરનારા) તરીકે ઓળખતા.  નીચા  દેસાઇઓને  ઉચ્ચ દેસાઇની  કન્યા માટે સારા ઍવા પૈસા વાકડા તરીકે આપવો પડતો. અને આ પ્રથા ઍ આગળ જતા સામાન્ય રિવાજ  સ્વરુપ ધારણ કરી લીધુ.  આ બધી પ્રથાઓઍ  અનાવિલોની આર્થિક પરિસ્થિતિ વિપરીત બનાવી મૂકી. તેમા ઉચા દેસાઈ કુટુમ્બો જેવાકે' પેઢીવાળા ', 'દરવાજાવાળાનો' દરજ્જો ઘણો ઉંચો  ગણાવવા લાગ્યો. 'પેઢીવાળા' કુટુમ્બો પાસે ઘણા ગામોના હક્કો હતા. અને તેઓ ઘણાસમૃધ્ધ હતા. બીજા 'દરવાજાવાળા' કુટુમ્બો પાસે અમુક ગામોના રક્ષણની પણ જવાબદારીઓ રહેતી. તેમની પાસે થોડી સત્તાઓ હતી આથી ઍ કુટુમ્બો પણ સમૃધ્ધ હતા.  પલસાણા, મહુવા, ગણ દેવા જેવા ગામો ઉચ્ચ  'પેઢીવાળા' દેસાઈ કુટુંબોના ગામો ગણાય છે, જ્યારે પુની, ઉંટડી ગામો 'દરવાજાવાળા' ઉચ્ચ દેસાઇ કુટુંબોના ગામો ગણાય છે.  તે ઉપરાંત વલસાડના મદનવાડ / દીક્ષિત મહોલ્લાના દેસાઇઓ અને ભદેલીના  દેસાઈ કુટુમ્બોની ગણતરી ઉચ્ચ દેસાઈઓમા થાય છે.
                                                                          દેસાઇઓની વસ્તી સુરત અને વાપીની વચમા મુખ્યત્વે ઓલપાડ, કામરેજ, ચોરાસી, પલસાણા, નવસારી, ગણદેવા, વલસાડ, હરિયા, ચણવઈ, ભદેલી, ઉંટડી, ચીખલી, ખરસા ડ, ઍરૂ, કાલિયાવાડી, મહુવા, બુહારી, વ્યારા, સુરભોણ, સંદલપૂર, વેસમા, પુની, મરોલી, પરુજણ, તલન્ગપોર, ડેલાડવા, કતારગામ, કોસ્મારા, વહાયૂ, દિહણ, દેસાઈપારીમા વધારે હતી.
અનાવિલ દેસાઈઓ આચક  બ્રાહ્મણો નથી પરંતુ  બ્રાહ્મણોંના નીતિ નીયમો પાડે છે. ઍક્જ 'પિંડ' અને 'ગોત્રમા' લગ્ન  કરવાની મના છે. 'પિંડ ' ઍટલે કે વરકન્યાના વડદાદામા પણ સગપણ હોય તો લગ્નની મનાઈ છે. અને ઍકજ 'ગોત્ર 'ઍટલેકે વરકન્યા ઍકજ કટૂંબના હોય તો ઍવા લગ્નની પણ મનાઈ છે. અનાવિલ કુટુંબોમા દરેક કુટુંબના 'ગોત્રો' ઋષિઓના નામોથી ઓળખાય છે.  ગોત્રોના નામો ગરગયા, વત્સસયના,કૌંદિન્યા, અગત્સ્ય, ભારદ્વાજ, ગૌતમ, કાશ્યપ, વશીસ્ટ, વિશ્વામિત્ર, કથાયના, લવના, ક્રિશ્નાત્રીસ,અને વલ્કિલ્ય જેવા છે. અનાવીલોમા' સાટા' પ્રથા લગ્નમા હતી.' સાટા' પ્રથામા બે કુટુમ્બો સામસામે પુત્ર અને પુત્રીને લગ્ન દ્વારા જોડતા. આ પ્રથા પાછળ આર્થિક કારણો પણ હતા.                                         
                                                                        પારડી પછીના દક્ષીણના ગામોના દેસાઈઓની ગણતરી નીચા દેસાઇઓમા થતી ઍટલે કે  'ભાટેલા' કહેવાય, અને. તેઓની અટક નાયક, વશી,  મહેતા જેવી  હોય છે.  ઉંચા અને નીચા દેસાઈની પ્રથાઍ દેસાઈઓમા અંતર વધારી દીધુ  અને લગ્નમા પણ હાડમારી વધારી દીધી હતી. અને ઍ પણ અનાવિલોની આર્થિક પડતીનુ મુખ્ય કારણ બની ગયુ. પરંતુ નાની ઍવી જ્ઞાતિઍ  ઍની ખુમારીને અને આવડત વડે સમાજમા પોતાનુ ઉચ્ચ સ્થાન જમાવી લીધુ છે.
                                                ********************************

Tuesday, July 24, 2018



શાયરીઓ



                                                                                                "લાગણીઓનો જમાનો નથી
                                                                                                 લોકો કેવા રમી જાય છે
                                                                                                 જેને પોતાના માન્યા જીંદગીભર
                                                                                                 ઍને બીજા ગમી જાય છે"




"ઘણુ દૂર જવુ પડે છે ફક્ત ઍ જોવા કે આપણી   નજદીક કોણ  છે?"


"દૂધ પાઇને ગમે તેવા  ઝેરી સાપને પાળીશકાય
પ્રેમ આપીને વાઘ સિંહની પાસે પણ ધાર્યુ કામ કરાવીશકાય
પરંતુ બધુ આપ્યા  છ્તા માણસને  વિશ્વાસમા ન લઇ શકાય"

" કશુ ન હોય ત્યારે આભાવ નડે છે.
   થોડુ હોય ત્યારે ભાવ નડે છે
   બધુ હોય ત્યારે સ્વભાવ નડે છે"

                     


  " આપવાની મજાહ શુ હોય છે ઍ જાણવા વૃક્ષ કે વાદળને મળી આવી ઍ"






 કદો કદી જીવનના અનુભવોમાથી શાયરોને શાયરીઓ મળી જાય છે. ઍને સાંભળવાની મજાહ આવી જાય છે.



                                          *******************************                           

Saturday, July 21, 2018


 ડ્રોન ટેક્નોલોજી
                                                                                                                ડ્રોન ઍટલેકે  હવામા ઉડતુ  માણસ વીનાનુ  ઈલક્ટ્રોનીક મશીન જેનુ સંચાલન જમીન પરથી /દૂરથી કરવામા આવે છે.  ઍનો ઉપયોગ ઍટલો વ્યાપક થઈ ગયો છેકે ૨૦૧૭,  ૩ મિલિયન ડ્રોન્સનુ દુનિયાભરમા  વેચાણ થયુ  છે.  ડ્રોનનો જન્મ આધુનિક ટેકનોલોજીમાથી જ થયો છે. ઍનો ઉપયોગ વાહન વ્યહવાર, લશ્કર,  વેપાર, અને રેડાર તરીકે પણ કેરી શકાય છે.
                                                                                   અફઘાનીસ્તાનમા આંતકવાદીઓને  શોધી ઍને મારવામા પણ ડ્રોન્સનો ઉપયોગ અમેરિકાઍ સારી રીતે કર્યો છે. ઍમા જાનહાની પણ ઘણી થોડી થાય છે. અમેરિકાઍ મોટા મોટા આંતકવાદી નેતાઓનો ખાતમો ડ્રોનો દ્વારા કર્યો છે.  ઍ બાબતમા અમેરિકાઍ ઍમ-૧ અને ઍમ-૯  ડ્રોન્સ બનાવ્યા છે જે  મીસ્સાઈલસ, અને ૫૦૦  રતલ વજનનો બોમ્બ પણ  ફેકી શકે છે. તે ઉપરાંત અમેરિકઍ ડ્રોન્સને નાથવા માટે  ઈલેક્ટ્રોનિક  જામર જેવા સાધનો પણ બનાવ્યા છે.

                                                                                    ડ્રોનનો ઉપયોગ  હૉલીવુડ ના ચિત્રોમા પણ કરવાંમા આવી રહ્યો છે.  ઍક જગ્યાથી બીજી જગ્યા ઍ તાકીદના વખતમા ખોરાક કે દવાઓ પહોચાડવામા પણ  ડ્રોનસ નો ઉપયોગ થવા  માંડ્યો છે.   ઍમોજોન જેવી મોટી કંપનીઓ ઍમનો માલ ઑર્ડર પ્રમાણે ઘરાકોને  પહોચાડવા માટે ડ્રોન્સના ઉપયોગ કરવાના પ્રયોગો કરી રહ્યા ચ્હે. ઍમાજો સફળતા મળી  જશે તો વેપાર ધંધામા ક્રાંતિકારી ફેરફારો આવી જશે.  મિલકતોના વેચાણના ધંધામા પણ ડ્રોન્સ દ્વારા  ઉપ્પરથી  ફોટાઓ લેવામા પણ ઉપયોગ થવા માંડ્યો છે. પર્વતોમા ભૂલા પડેલાકે પછી ખોવાઈ ગયેલાઓને શોધવામા પણ ડ્રોન્સ ઘણા ઉપયોગી થઈ રહ્યા છે.

                                                                                      નવાઈની વાતતોઍ છે કે  કેટલાક લોકો  ડ્રોનનો ઉપયોગ  પાઇલટ લેસ હવાઈ ટૅક્સી બનાવવા પાછળ પડ્યા છે.  ઍનો દુરૂપયોગ નસીલા પદાર્થોને પહોચાડવામા ઘણા અસામાજીક તત્વો કરી રહયા છે.
                                                                                        ડ્રોન ટેક્નોલોજી અસલામતી પણ ઉભી કરી રહી છે. ઍથી ઍના પર અંકુશ રાખવો આવશ્યક બન્યુ છે. આથી અમેરિકન સરકારે  ડ્રોનના રેજિસ્ટ્રેશન ની પધ્ધતિ દાખલ કરી છે જેથી ડ્રોન ટેક્નોલોજી પર અંકુશ ધરાવી શકાય.
.                                                  **************************************

Tuesday, July 10, 2018

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અને ઍમની નીતીઓ
                                                                                                                  અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપ અત્યારે  વધારેને વધારે  વિવાદાસ્પદ બનતા જાય છે. ઍમની  ઇમ્મિગ્રેશન અને અમેરિકાના હિતને લગતી બાબતો ઘણી વાર ભારતનાહિતને  નુકશાન કરે ઍવી પણ છે. દરેક દેશ પોતાનુ હિત જુઍ છે. જેમકે ભારત પોતાના લોકોને નોકરીઓ મળે અને પોતાના દેશમા બધા માલનુ  ઉત્પાદન થાય, અને વેપારમા કોઈ અન્ય દેશ   ગેરલાભ ન લઇ જાય ઍનુ ધ્યાન રાખે છે. ઍના અનુસંધાનમા અમેરિકાની નીતીઓ જોવાની જરૂર છે.
                                                                                                                  ટ્રંપ આમતો ભારત પ્રત્યે આદરથી જુવે છે પરંતુ  જ્યા અમેરિકાના હિતના પ્રશ્નો આવે ત્યા ટકરાવ પણ આવે છે. ગેરકાયદેસર રહેતા લોકો પ્રત્યે  ઍમને રોષ છે. બહારના લોકોઍ ઑછા પગારે મેળવેલી નોકરી અને ઍને લીધે અમેરીકામા વધતી બેકારી પ્રત્યે ઍમને અણગમો છે.  ઍમને અમેરિકાની  સમરુધ્ધિ સરખે ભાગે  અને જરૂરી હોય ત્યા આપવી છે પરંતુ લુટાવવી નથી. જેમ કે યુનાઇટેડ નેશન્સને ચલાવવાનો ખરચો બધા દેશો સરખા ભાગે  ભોગવે, ઍજ પ્રમાણે 'નાટો' નો ખર્ચો પણ બધા દેશો  સરખે ભાગે ભોગવે. અત્યાર સુધી ઘણો ખરો ખર્ચો અમેરિકા જ ભોગવતુ હતુ. ટ્રંપ રાજકારણી કરતા વેપારી વધારે છે ઍથી બહુ જ સખત શબ્દોમા કહી નાખ્યુ છે કે' અમેરિકા કઈ પીગી બૅંક નથી.'
                                                                              ટુંકમા અમેરિકાને બીજા દેશોનુ બ્રૈઈન ડ્રેન જોઇઍ છે.  બીજા  દેશમા ન ચાલી શકે ઍવા લોકોની અમેરિકાને જરૂર નથી. ઍચ-૭ વીસા  પર કામ કરતા લોકો પર ઍની નજર છે કારણકે ઍમની સંખ્યા ૭૦૦૦૦ થી વધારે છે જે અમેરિકાના ભણેલા ગણેલા લોકોની નોકરી માટે અડચણ રૂપ  છે. અમેરીકામા  ઉચ્ચ શિક્ષણ બહુ જ ખર્ચાળ છે તે અમેરીકન ઇંડિયનનોને પણ ખબર છે. ઍટ લેકે અમેરિકાના શિક્ષિત યુવાનોને ભોગે, સસ્તામા પડતા બહારના શિક્ષિત લોકોને નોકરી જો મળતી હોય તો ઍ અમેરિકાની કમનશીબી છે. બીજુ ઍચ૧ બી વીસામા ઘણી ગેરનીતી નજરે આવી છે આ અનુસંધંમા ટ્રુંપની નીતિઑને નીહાળવી રહી. ચીન, જેવા દેશો ઍમનો માલ મોકલીને અને અમેરિકાનો ઑછો માલ લઈને અમેરિકાને દેવાળીયુ બનાવી દીધુ છે. ઍની સામે પણ ટ્રંપનો વિરોધ છે. આ બધા કારણોના  ધ્યાનમા રાખી  ટ્રમ્પની નીતીની આલોચના કરવી આવશ્યક છે.  ટ્રંપની બોલવાની રીત રાજકારણીઓ અને મીડિયાને પસંદ નથી. ઍનુ કારણ કે ઍ રાજકારણી કરતા અબજો પતિ વેપારી તરીકે  વધારે બોલે   છે.  ઍ કદાચ દરેક વસ્તુને વેપારના નફો અને નુકશાન  તરીકે તોલતા લાગે છે.
                                                                                                             ટ્રંપનો ચૂટણી વિજય ઍ અમેરિકૅના અમુક વર્ગને કારણે છે અને શક્તિશાળી  બીજા ઍક વર્ગની સામે છે. ટ્રમ્પની  ચૂટણી જીત ઍની  પોતાની રિપબ્લિકેન પાર્ટીના અમુક નેતાઓને પણ પસંદ  પડી નથી. અર્રિજોનાના રિપબ્લિકેન સેનેટર  'મેક જૉન' કે જે અત્યારે  કેન્સરથી પીડાઈ રહયા છે તેમને તો ઍમના મરણ બાદ ઍમની છેલ્લી વિધિઓમા ટ્રંપ ન આવે ઍવી ઈચ્છા પ્રગટ કરી છે.
                                                                                                           ડોનાલ્ડ ટ્રંપ પોતે  ચૂંટણી  દરમિયાન ઍમના મતદારોને આપેલા વચનો પૂરા કરવાની  ઉતાવળમા છે.ઍમા દુનિયામા શુ અસરો થશે ઍતો ભાવી જ કહેશે પરન્તુ   ડોનાલ્ડ  ટ્રંપ ને સમજવા માટે ઍ શુ ઉચ્ચારે છે ઍને મહત્વ આપવા કરતા ઍમણે મતદારોને શુ વચનો આપેલા ઍને ધ્યાનમા લેવાની જરૂર છે.
                                           **********************************