Monday, September 14, 2020



અબળા શક્તિ 

                                                                           આજે સ્ત્રીઓને અબળા માની એનો ઉદ્ધાર કરવા માટે  કેટલાક લોકો એક આંદોલન ચલાવી રહયા છે. મૂળમાં તો સ્ત્રીઓમાં આંતરિક શક્તિ એટલી છેકે તે પુરુષોને પાછળ પાડી શકે છે. ફક્ત એને રૂઢિચુસ્ત  અને હોશિયાર લોકોએ  ધાર્મિક, સામાજિક અને કુટુંબિક  કારણો દ્વારા દબાવી રાખી છે. લોકશાહીના જમાનામાં સ્ત્રીઓના મતોની પણ ઘણી શક્તિ છે એથી એમનો  અને એમની લાગણીઓને રાજકીય દ્રષ્ટિએ ઉપયોગ કરી કરવામાં આવે છે.  પરંતુ જ્યાં જ્યા સ્ત્રીઓને તક મળી છે ત્યાં તેમણે એમની શક્તિ બતાવી દીધી છે. સ્ત્રીઓએ  હવે  રાજકારણ , કળા અને સંસ્ક્રુતિના ક્ષેત્રમાં , અને સમાજમાં ઉચ્ચ સ્થાનો મેળવી ચુકી છે .



                                         માર્ગરેટ થેચર બ્રિટનના બહુજ મજબૂત વડા પ્રધાન ગણાયા  છે. એમણે ભલભલા પુરુષ રાજપુરુષોને મહાત કર્યા હતા . એમનું માનવું હતું કે ' પુરુષો બોલવામાં  હોશિયાર  હોય છે. પણ કામને જલદી અને સારી રીતે  પૂરું કરાવવું હોય તો એ સ્ત્રીઓ દ્વારાજ સારી રીતે થઇ શકે.' એમાં એમણે સ્ત્રી શક્તિને બિરદાવી છે.



                                           જાણીતી હોલિવુડ  અભિનેત્રી  ઔડ્રી  હેપ્બર્ન તો માનતી હતી કે આ જગતમાં કોઈ પણ ચીજ  હાસિલ કરવી અશક્ય નથી કારણકે  ઇમ્પોસિબલ શબ્દ જ કહે છે કે (આઈ એમ પોસિબલ ) ' એટલેકે દરેક વસ્તુ શક્ય છે. આજ  અભિનેત્રીની શક્તિનો અને આત્મા વિશ્વાસનો   પરિચય  આપે છે .



                                            એલીના રૂઝવેલ્ટ  અમેરિકન પ્રેસિડેન્ટ  રૂઝવેલ્ટના પત્ની હતા પરંતુ તેમના સામાજિક કાર્ય માટે આખા અમેરિકામાં બહુજ પ્રસિદ્ધ  હતા . તેઓ પ્રેસિડેન્ટને માટે એક પ્રેરણા  હતા. તેમણે સ્ત્રી શક્તિને બિરદાવતા લખ્યું કે ' સ્ત્રી એ એક ચાની બેગ જેવી છે. એ કેટલી કડક છે એ ત્યાં સુધી ખબર ન પડે જ્યા સુધી એ ગરમ પાણીમાં ન મુકવામાં આવે . એટલેકે સ્ત્રીની  શક્તિ  ખરાબ સમયમાં ખબર પડે છે. 

                                             કેટલીક સ્ત્રીઓ બિન્દાસ હોય છે એજ એમની સફળતાનું રહસ્ય હોય છે.  એમાં અભિનેત્રી  કેથેરીન હેપ્બર્નનું  એક કથન યાદ રાખવા જેવું છે ' એ કહે છેકે  'તમે બધા  નિયમો પ્રમાણે ચાલો તો પછી જીવનમાં કોઈ  આનંદ જેવું શું રહે ?. આવી જલદ વિચારશરણીમાં એને સફળતા અને આનંદની ચાવી દેખાય છે.આ વિચારમાં દુર્ગા ની શક્તિનો આભાસ થાય છે.  સ્ત્રીની દુર્ગા શક્તિ ઘણીવાર વિનાશક બનેલી આપણે નિહાળી છે .

                                                બીજી એક અભિનેત્રી બેટ્ટી  ડેવિસ તો જીવનમાં અશક્ય વસ્તુ કરવામાં માને છે જેથી  પોતાના કામને આગળ વધારી શકાય.



                                                  સ્ત્રીઓમાં નિર્ણય શક્તિ અદભુત હોય છે  એનો દાખલો રાણી લક્ષ્મીબાઈનો છે. એણે નક્કી કર્યું હતું કે કોઈ પણ સંજોગોમાં એનું રાજ બ્રિટિશોના હાથમાં નહિ જવા દે અને અંગ્રેજોને એ ભારે પડી ગયા. ભગવાન કૃષ્ણએ દ્રૌપદીને ચોખ્ખું કહી દીધું હતું કે 'મહાભારતના મહાસંહાર માટે એનો પ્રતિશોધ જવાબદાર હતો.' આજ સ્ત્રી શક્તિનો એક અજોડ દાખલો છે.

                                                   આથી સ્ત્રી શક્તિને  ઉપ્પર લાવવા કરતા એમને  પૂરતી સ્વાતંત્રતા અને સમાનતા નિખાલસ  દિલે પુરુષોએ સ્ત્રીને  આપવાની જરૂરત છે. એમનામાં શક્તિ આપવાના આંદોલનો ચલાવવાની કોઈ જરૂરિયાત  નથી. 

                                                       *********************************        

                                    

                                     

Friday, September 11, 2020

 


ગાંધીજીનો તદ્દન સામાન્ય અને સાદો આહાર

                                                                          ગાંધીજીનું જીવન ખુલ્લી બુક જેવું હતું . તેઓ તદ્દન સાદું જીવન ભારતના ગરીબ લોકોને અનુરૂપ હતું. તેઓનો પહેરવેશ અને હાવભાવ  સામાન્ય માનવી જેવું જ હતું. તેઓ ધાર્મિક હતા અને કહેતાકે હું દ્રરિદ્ર નારાયણમાં પરમાત્માના દર્શન કરું છું.  એથી એમના સાદા જીવન જેવું એમનો આહાર પણ સાંમાન્ય લોકો જેવો હતો.

                                                                              ગાંધીજી શાકાહારી અને ઘણુંખરું   કાચું  તથા  રાંધ્યા વગરનો આહાર પસંદ કરતા . સવારસાંજ  લીંબુનો રસ મધની  સાથે લેતા . તેઓ ફણગારેલાં ઘઉંને આહારમાં પસંદ કરતા . દરરોજ  ૨૨૦ એમ એલ  બકરીનું દૂધ પસંદ કરતા.  ઘણીવાર  તેઓ ગાયનું દૂધ કે  નાળિયેરનું દૂધ  પણ પી લેતા. 



                                                                             દરરોજ ૨૦૦ ગ્રામ ઘી નો પણ ઉપયોગ  કરતા.  એમના આહારમાં ૨૩૦ ગ્રામ  તાજા ફળોનો અને કઠોરનો  પણ ઉપયોગ કરતા .  તે ઉપરાંત લસણ પણ એમના આહારનો એક ભાગ હતો. સૂકો મેવો કદી કદી એમના આહારમાં  માર્યાદિત પ્રમાણમાં જ ઉપયોગ કરાતો .

                                                                                  તે ઉપરાંત દરરોજ શારીરિક કસરતો એમના જીવનનું અંગ  હતું. 

                                                                                સાદું ભોજન અને સાદું જીવન શરીરને  વધારાની ઉર્જા આપે છે તે એમની જીવન શૈલી પરથી સિદ્ધ થાય છે. ગાંધીજીનું સાદું અને સાધુમય જીવન ભારતવાસીઓ  માટે એક ઉત્તમ ઉદાહરણ રૂપ બની ગયું હતું . આથી ભારતની પ્રજા એમને સંતની જેમ આદર કરતી હતી. 

                                                      **********************************

 

Friday, September 4, 2020

 


હોલિવૂડ  અને બોલિવૂડ 

                                                                                           હોલિવૂડમાં  'મી ટૂ' નું જે આંદોલન શરુથયું એમાં મોટા મોટા માથાઓ વધારાઈ ગયા. એમાં રેપ ,પ્રતિબંધ દવાઓનો, અને  સેક્સુઅલ  હુમલાઓના પણ ગુનાઓ આગળ આવ્યા હતા.  એમાં હોલિવૂડના મોટા દિગ્દર્શકો , અભિનેતાઓ અને હાસ્યકલાકારો પણ  સંડોવાયેલા હતા . એવીજ હાલત હવે બોલિવૂડની અભિનેતા  સુશાંતસિંહની આત્મહત્યા બાદ ઉભી થઇ છે.



                                                                     હોલિવૂડમાં જાણીતા  ડિરેક્ટર હાર્વે વેઇનસ્ટીન પર પણ સેક્સુઅલ  હેરાનગતિ કરવાના અને બળાત્કારના  કેસોનો સામનો કરવો પડ્યો હતો અને સજાઓ પણ સહન કરવી પડી હતી . જાણીતા હાસ્યકાર અભિનેતા અને પિતાતુલ્ય અભિનેતા બિલ કેસબીની ઉપ્પર પણ બળાત્કાર  અને  સેક્સુઅલ હુમલા જેવા આરોપો લાગ્યા. એમને પણ જેલની હવા ખાવી પડી રહી છે. આવા ઘણા દાખલાઓ હોલિવૂડમાં છે પરંતુ આતો દાખલાઓ તરીકે રજુ કર્યા છે. ટૂંકમાં હોલિવૂડમાં ડ્રગ , બળાત્કાર , અને સેક્સને લાગતા અનેક ગુનાઓ જોવા માટે છે .



                                                                    ' મી ટુ' ના દાખલાઓ બોલિવૂડમાં પણ આવ્યા હતા  જેમાં દાખલા તરીકે ડિરેક્ટર સજજિદખાન , નાના પાટેકર સામે પણ અભિનેત્રીઓએ  સેક્સુઅલ હેરાનગતિના આરોપો લગાવ્યા હતા . આતો  બહાર આવેલા થોડા  કેસોમાના થોડા છે, એટલેકે બરફની જેમ ૧/3  બહાર આવેલા છે બાકીના અંદર ઢંકાયેલા રહેલા પણ હોય  શકે . એક વાતતો બહાર આવતી જાયછે કે હોલિવુડની જેમ બોલિવૂડમાં પણ સેક્સ , ડ્રગ, અને બળાત્કાર જેવી બદીઓ ફેલાયેલી છે.



                                                                     અભિનેતા સુશાંતસિંહ રાજપૂતઅનેઅભિનેત્રી રિયા ચક્રવર્તી ના મામલામાં જેમ  જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ બોલિવૂડની ડ્રગ અને સેક્સની કહાનીઓ આગળ આવતી જાય છે. એમાં કેટલાએ અભિનતા અને દિગ્દર્શકઓ આવી જશે એનો અંદાજ હજુ આવી રહ્યો નથી . પણ એક વાત ચોક્કસ છે કે ચલચિત્રના ક્ષેત્રમાં  ગ્લેમર અને  સ્વર્ગી સમૃદ્ધિના વહેણની સાથે ડ્રગ અને સેક્સ રમતનું વહેણ પણ વહી રહ્યું છે.  શહેરમાં સારી હવા માટે ગટ્ટરને સાફ કરવી જરૂરી છે. તેમ ફિલ્મ  કળાના ક્ષેત્રમાંથી  ડ્રગ અને સેક્સ જેવી ગંદકીને સાફ કરવી જરૂરી છે.

                                          ***********************************     

Sunday, August 16, 2020


 સફળ જીવન  

                                                                       દરેક પોતાના જીવનમાં સફળતા અને નિસ્ફળતા વિષે વિચારતા હોય છે પરંતુ એકને માટે સફળતા એ કોઈક બીજા માટે નિસ્ફળતા બની રહે છે એટલા માટે સફળતા માટે કોઈ એવો કોઈ માપદંડ હોવો જોઈએ જે સામાન્ય  લોકોને સ્વીકાર હોય. અમુક બાબતોને ધ્યાન રાખી માનવીના જીવનને મૂલવી  શકાય છે.

                            જેમ કે માનવીના જન્મ બાદ એકવર્ષમાં જો એ ચાલવાનું શીખી લીધું હોય તે સારી વાત કહેવાય. બાળકો લાંબી ઉંમર સુધી એના પેન્ટમાં જ પીસાબ કરી નાખતા હોય છે પરંતુ જો કોઈ પણ બાળકને  ૪ વર્ષની ઉંમરમાં એ પ્રકિયા પર અંકુશ આવી જાય તો એ એની એક સફળતા સમજી શકાય છે. કેટલાયે  બાળકો ઘરની  બહાર જાય પછી એના ઘરે  પાછા આવવા માટે ફાંફાં  મારવા પડે છે. ૮ વર્ષે એટલી આવડત આવી જાય તો બાળકની એ સફળતા ગણવી જોઈએ .


                              બાળ અવસ્થામાં ૧૨ વર્ષની કિશોરે ઉંમરે મિત્રો બનાવવાની કળા સફળતા માટે આવશ્યક છે અને ૧૮ વર્ષની ઉંમરે મોટર કાર ચલાવતા આવડવું જોઈએ અને એનું લાઇસન્સ પણ મેળવી લેવું જોઈએ .      

                                    ૨૩ વર્ષની ઉંમરે  સ્નાતક થઇ  અને ૨૫ વર્ષની ઉંમરે જો કોઈ કમાવા માંડે તો એ  એ સફળ જીવનની નિશાની છે.  ૩૦ વર્ષની ઉંમરે જો કોઈ કુટુમ્બીક માણસ ન બને તો એ સારી નિશાની નથી . જીવનના સંગર્ષમાં ૪૫  વર્ષેની વયે પણ તમે યુવાન જ દેખાવા જોઈએ. તમારા પુત્રો અને પુત્રીઓ 50 વર્ષની વયે સારું શિક્ષણ લેતા હોવા જોઈએ . તમારી ફરજો  પણ તમે  ૫૫ વર્ષે સારી રીતે બજાવવી જોઈએ. 

                                     ૬૦વર્ષે તમે કાર ચલાવતા હો  અને ૬૫ વર્ષે કોઈ પણ રોગના ભોગ ન બન્યા હોય તો એજીવન માટે સારી નિશાની છે.  ૭૦ વર્ષે તમે કોઈના પર બોજા  રૂપ નહિ બનો, અને ૭૫  વર્ષે પણ મિત્રો સાથે આનંદ પ્રમોદ કરતા હોવું એ એક સફળ જીવનની નિશાની છે. 

                                        વધારે આનંદ જનક અને સુખદાયી ઘટના તો એ છે કે તમે ૮૦ વર્ષે પણ ઘર ભૂલ્યા સિવાય પાછા ફરી શકો છો . ૯૦ વર્ષની ઉંમરે તમેજો તમારી બધી જ ઇન્દ્રિયો પર કાબુ રાખી શકો અને જો કોઈની પણ મદદ વગર ચાલી શકો તો એ ખરેખર સફળ જીવનની નિશાની છે.

                               સામાન્ય માણસ માટે સફળ જીવનની એ બધી  નિશાનીઓ છે. 

                                            ***********************************          

Wednesday, August 12, 2020

 

અભિનેતા સુશાંતસિંગ  રાજપૂતની આત્મહત્યા 

                                               અભિનેતા સુશાંતસિંગના  મૃત્યુની કહાની આજે ભારતમાં બહુજ  ચર્ચાસ્પદ વાત બની ગઈ છે.  એક બીજો  પ્રશ્નતો એની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી સાથેના સબંધો અને એમાંથી ઉદ્ભવતા કેટલાક પ્રશ્નોએ  તરખાટ મચાવી દીધો છે. લગ્નસંબંધો સિવાય બંનેની સમજૂતી પ્રમાણે સાથે રહેવાની પ્રથા જેને ઇંગ્લીશમાં ' લિવિંગ ઈન રિલેશનશિપની' પ્રથા પણ ચર્ચામાં આવી ચુકી છે. આજકાલ આ પ્રથા આધુનિક યુગમાં બહુજ પ્રચલિત બની ચુકી છે. પહેલા તો પશ્ચિમ સંસ્કૃતિમાં આવી અને હવે એ પ્રથા ભારત જેવા  દેશમાં પણ પ્રચલિત થવા માંડી છે.  એમાં લગ્નના બંધન સિવાય કોઈજાતની જવાબદારી વગર એકબીજાની મરજીથી બિન્દાસ જીવવાની છૂટ સમાન બની રહે છે. 

                                                સુશાંતસિંઘના  મૃત્યુ બાદ  આક્ષેપબાજીઓ  ચાલી  રહી છે. એમાં એનું મૃત્યુ આપઘાત છેકે પછી એનું ખૂન થયું છે? એવી વાતો પણ ચાલી રહી છે. સુશાંતસિંહ ના સબંધીઓ અને એના પિતાના કહેવા પ્રમાણે એની મિત્ર રીયા ચક્રવર્તીએ  સુશાંતસિંઘના  પૈસા વગે કરી દીધા હતા અને એને એના સગા સબંધીઓથી એને  દૂર કરી દીધો હતો. એનાથી સુશાંતસિંઘને  આપઘાત કરવા પ્રેયરાઓ  હતો. એના  માટે સુશાંતસિંઘના પિતાએ કેશ પણ નોંધાવ્યો છે .  એ બાબતો અત્યારે પોલીસે તપાસ નીચે છે.

                                                આ બધી બાબતોમાંથી  ' લિવિંગ ઈન રિલેશનશિપ ' પ્રથા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. એ પ્રથામાં સ્ત્રી અને  પુરુષ બંન્ને ઘણુંખરું પુખ્ત વયના હોયછે . એથી એમાં લાગણીમાં તણાયા સિવાય બંન્ને બાજુએ પોતપોતાની   માનસિક અને નાણાકીય  બાબતો પર અંકુશ રાખવો જરૂરી છે  નહિ તો એના ગંભીર પરિણામો આવી શકે છે.  સુશાંતસિંઘનો મામલો એનો સચોટ દાખલો છે. જરૂરી એવો કાયદો પણ એ બાબતમાં લાવવો જરૂરી છે  જેનાથી આજની  અને ભવિષ્યની  પેઢીને રક્ષણ મળી શકે.  આજની આર્થિક  અને સામાજિક પરિસ્થિતિ  આવા વધુને વધુ મામલાઓ ઉભા થવાની શક્યતા વધારી દે છે.

                                                       ******************************     

Monday, August 3, 2020


માનવીય સબંધો 
                                                                         માનવીય  સબંધોને કોરોના  આફતે  વધારે  નજદીક લાવી દીધા છે. માનવ  સમાજ  બેબસ બની અને ઘરના ચાર ખૂણામાં ગોંધાઈ  રહેવાને મજબુર બન્યો છે. એમાંથી માનવ સબંધોનો નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. માતા પિતાનો   પોતાના સંતાનો સાથેના સબંધો ગાઢ  થવા માંડયા છે. પતિપત્નીના સબંધો વધારે વિકસાઈ રહયા છે.  મિત્રતાના સબંધો  વધારેને વધારે વિકસી રહયા છે. ઘરોમાં હવે વિવિધ વાનગીઓ બનાવી મિજબાની થવા માંડી છે. આમ માનવીય સંબંધોમાં સારી દિશામાં વળાંક આવ્યો છે. ગીતામાં ભગવાન કૃષ્ણએ  કહ્યું છેકે ' જે થાય છે તે સારા માટે જ હોય છે.'
                                  પરંતુ  માનવીય સંબંધોને સમજવાની અને એને વિકસાવવાની પણ કળા છે . ઘણીવાર લોકો કૈક કહી નાખે છે અને પછી કહે છે ' એતો મજાક કરતો હતો .' પરંતુ એને સમજવા પ્રયત્નો કરવા જોઈએ . 
કદાચ એનામાં શબ્દોમાં કોઈ સત્ય પણ છુપાયું  હોય શકે છે.  કોઈ કહેકે 'મને કોઈ ફરક પડતો નથી તો સમજવું જોઈકે એના કહેવા પાછળ કોઈ લાગણીઓ છુપાયેલી  હોય છે .'
                                  ઘણીવાર લોકો  એલફેલ  બોલીએને  નાખે છે . અને સામે વાળા એને એમ કહીને ટાળી દે છે કે ' કઈ વાંધો નહિ '.  પરંતુ એની પાછળ એક ગહન દર્દ છુપાયેલું હોય છે એને સમજવા પ્રયત્નો કરવા જોઈએ.  ઘણા પોતાની જાતને બધાથી અલગ કરી દે  તો  સમજવું જરૂરી  છે કે એ વ્યક્તિને સંબંધોની વધુ જરૂરત છે  જે એની મદદ  કરી શકે . માણસની ખામોશીની  પાછળ કેટલીયે વેદનાનો દરિયો પડ્યો હોય છે .
                                     બહાર  બહુજ હસતા લોકો  અંદરખાને  બહુજ એકલા હોય છે.  ઘણા માણસો બહાર બહુ મજબૂત દેખાતા હોય છે અને કદી રડતા પણ દેખાતા નથી પણ  એવાજ  લોકો અંદરથી  બહુ કમજોરે  હોય છે. એવા લોકોને બીજા સમજી સકતા નથી.  જ્યારે કોઈ નાની નાની બાબતોમાં  રડી પડતા હોય છે તે નાજુક હૃદયના  હોય છે.
                                             સંબંધોને તોડવા કરતા એમાં અંતર જાળવતા શીખવું જોઈએ. અને કોઈ પણ સંબંધને તોડતા પહેલા બે વાર વિચારવું  જોઈએ.  પોતાને જ  પ્રશ્ન પૂછવો જોઈએકે  કે આટલો  વખત સબન્ધ શા માટે જાળવ્યો ?  સબંધો તૂટે છે અહંમ કે પછી વહેમને કારણે  જ . 
                                               આપણા નજદીકના સંબંધોમાં માણસે હાર માનવાની વૃત્તિ કેળવવી જોઈએ.
કારણકે બધા સબંધો બદલી શકાય છે પરંતુ લોહીના સબંધો બદલી શકાતા નથી. 
                                                  ટૂંકમાં કોરોના જેવી આફતે માનવીને સબંધો સુધારવાની અને સમજવાની  તકો આપી છે તેનો સદ્ઉપયોગ કરવો જોઈએ  અને માનવીને સાચા અર્થમાં સમજવા પ્રયત્નો કરવા જોઈએ . 
કદાચ આપણે કલ્પેલું સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવે.
                                        *****************************************
     

Thursday, July 16, 2020


નાલંદા-  પુરાણીક અને ઇતિહાસિક યુનિવરસિટી
                                                                                                                આજે ભારતમાં હજારો  યુનિવરસિટીઓ  છે પરંતુ એમાનું  એક પણ દુનિયાના પહેલા ૧૦૦ ની યાદીમાં આવતા નથી એ ભારતની કમનસીબી છે . એક વખત ભારત દુનિયા માટે   જ્ઞાનનું  ક્ષેત્ર હતું  જયારે આજે ભારતના વિદ્યાર્થીઓ દુનિયા ભરમાં જ્ઞાન માટે ભટકી રહયા છે . એકલા અમેરિકામાં જ ભારતના ૨૫૦૦૦૦ વિદ્યાર્થોઓ  અમેરિકન યુનિવરસિટીમાં ભણી રહ્યા છે.
                        ઇંગલિશ લોકો ભારતમાં આવ્યા ત્યારે  ત્યાંના એક પાર્લામેન્ટના સભ્ય મોકેલેની   ભારતની મુલાકાત બાદ  એના રિપોર્ટમાં લખ્યું હતુંકે  ' અહીએ એક ભિખારી દેખાતો નથી .  પ્રજાનું મોરૅલ ઘણું ઊછું છે . જ્યા સુધી આપણે એની શિક્ષણ પદ્ધતિનો  નાશ નહિ કરીએ તો આપણા માટે અહીં રાજ કરવું અશક્ય છે. અંગ્રેજોએ ત્યારબાદ ભારતની શિક્ષણ પદ્ધતિનો ધીમે ધીમે નાશ  કર્યો અને એમના માટે કામ કરે એવા ગુલામો ઉત્ત્પન કરે , એવી શિક્ષણ પદ્ધતિ ભારતમાં દાખલ કરી દીધી . એમાંથી ભારત સ્વતંત્ર થયું હોવા  છતાં હજુ એમાંથી ભારત બહાર આવી શક્યું નથી.
                         ભારતમાં તે વખતે આશ્રમ શાળાઓ  હતી ત્યાં જ્ઞાનથી માંડીને તે માનવ બનવાની  બધી શિક્ષાઓ આપવામાં આવતી . ભગવાન કૃષ્ણના  કાળથી તે પછી રાજાઓના રાજકુમાર પણ આવી જ શાળામાં શિક્ષણ લેતા.  તે ઉપરાંત ઉચ્ચ કક્ષાના શિક્ષણ માટે યુનિવરસિટી કક્ષાની  સંસ્થાઓ પણ હતી.  પરંતુ  એક ચીના મુસાફરે લખ્યુંકે ' ભારતમાં જ્યારથી બહારથી જ્ઞાન લાવવાનું  અને એનો ઉપયોગ કરવાનું બંધ કર્યું.  અને ભારતના  લોકોને ભારત બહારજવાની મના ફરમાવવામાં  આવી ત્યારથી ભારતની પડતી શરુ થઇ ગઈ .
                              આમ ભારતની શિક્ષણ પદ્ધતિની પડતી થઇ . એના અનુસંધાનમાં  ભારતની  પુરાણી નાલંદા અને તક્ષશિલા  યુનિવરસિટીઓનો અહીએ ઉલ્લેખ કરવો જરૂરી છે. નાલંદા ઉત્તરભારતમાં પંજાબની  નજદીકમાં  આવેલી હતી અને નાલંદા ,બિહારમાં આવેલી હતી. એ યુનિવરસિટીઓમાં આંતરાષ્ટ્ય  વિદ્યાર્થોઓ આવતા રહેતા. આજ બતાવેછેકે દુનિયામાં ભારતની મહાવિદ્યાલયોની  પ્રતિષ્ટા હતી.
                                    આજે બિહારની હાલત ભલે ખરાબ હોય પરંતુ એક વાર પાટલીપુત્ર (પટના) સમૃદ્ધિ અને સંસ્ક્રુતિમાં  આગળ હતું. મુસ્લિમ આક્રમણકારોએ  ભારતની સમૃદ્ધિને લૂંટી અને એના જ્ઞાનના ભંડાર સમાન પુસ્તકોની લાઈબ્રેરીઓનો  નાશ કરી નાખ્યો  અને શિક્ષણ શાસ્ત્રીઓની કતલ કરી.  નાલંદાની યુનિવરસિટીનો  પણ મુસ્લિમ આક્રમણકારોએ  નાશ કરીને જમીનદોસ્ત  કરી નાખી.

                                      નાલંદાનો ઇતિહાસ ઘણો ભવ્ય છે.  ૩૦  એકર જમીનમાં પથરાયેલી નાલંદા  યુનિવરસિટીની સ્થાપના  ગુપ્ત સમ્રાટ કુમારગુપ્તે (૧) પાંચમી સદીમાં  કરી હતી. બુદ્ધિસ્ટ અને  હિન્દૂ સંસ્કૃતિનું એમાં જ્ઞાન આપવામાં આવતું.   બુદ્ધિસ્ટ  ફિલોસોફર નાગાર્જુન અહીએ શિક્ષણ લીધું હતું. ચીની મુસાફર ક્ષઉન્ઝાન્ગે  નાલંદાના  બુદ્ધિસ્ટ સાધુઓ વિષે પણ લખ્યું છે . ૧૩ મી સદીમાં નાલંદાનો  નાશ થઇ ગયો. એના ખંડેરોમાંથી ઘણી વસ્તુઓ મળી આવી છે એનું સંગ્રહસ્થાન  બનાવવામાં આવ્યું છે.  નાલંદાના ખંડેરોને ખોદીને એને રજુ કરવામાં આવ્યા છે  જેને આંતરાષ્ટ્રીય સંસ્થા  ' યુનીસકોએ ' વર્લ્ડ હેરિટેજ ' જગ્યાનો દરજ્જો આપવામાં આવ્યો છે.  બિહારમાં નાલંદાની બાજુમાં આધુનિક  નાલંદા આંતરરાષ્ટીય યુનિવરસિટીની સ્થાપના કરવામાં આવી છે. એમાં ચાઇના,સિંગાપોર , જાપાન ,  મલાયા , ઓસ્ટ્રેલિયા ,અને ન્યૂઝીલૅન્ડ પ્રતિનિધિત્વ  ધરાવે છે. એમાં બુદ્ધ અને હિન્દૂ સંસ્કૃતિ શીખવવામાં આવે છે.

                                       પ્રશ્ન એ છે કે આંતરાષ્ટ્રીય કક્ષાની યુનિવરસિટી આપણે ભારતમાં ક્યારે સ્થાપિત કરી શકીશું જે ભારતની  એક વખતની  શાન હતી.
                           *****************************************