Thursday, April 28, 2022



ધર્મને નામે 

                                                     ધર્મના નામ પર ધર્મગુરુઓ, મૌલાનાઓ અને પાદરીઓએ દુનિયામાં ઘણી ખોટી વસ્તુઓ ચલાવે  રાખે છે અને લોકોમાં  ઝેર ઉત્પન્ન કરવામાં આવે છે  એ આપણી કમનસીબી છે. મોટા ધર્મ યુદ્ધો થયા છે જેમાં લાખો લોકોના જાનો ગયા છે. બે  કોમો વચ્ચે હુલ્લડો પણ થયા છે.  તે ઉપરાંત ધર્મને નામે ખોટી પ્રથાઓ પણ દાખલ કરી દેવામાં આવી છે એ વાહિયાત હોય છે. શુસ્ક અને નકામી બાબતો પણ લોકો લડી મરે છે. આ બધું પરમાત્માને પામવા માટેની જુદી જુદી પદ્ધતિને નામે એટલે કે ધર્મોને  નામે  ચાલે છે. 

                      આખરે વિવિધ ધર્મો નું  ધૈય  એકજ હોય છે. પરંતુ એને  જુદી જુદી રીતે રજુ કરવામાં આવે છે.  ટૂંકમાં ઇસ્લામમાં કહેવામાં આવ્યું છેકે ' એની આગળ કઈ નથી. એની બાદ કઈ નહિ થાય .જે દેખાય છે અને જે નથી દેખાતું તે પણ છે. જેમ કે ચંદ્રમાની એકબાજુ દેખાય છે.  પરંતુ એની પાછલી બાજુ પણ કૈંક  છે.

                       વેદો કહેછેકે  ' જેનો આજ નહિ અને અંત નહિ , એટલેકે' આદિ નહિ કે અંત નહિ '. વ્યક્ત  છે અને અવ્યક્ત પણ છે. પરંતુ એ બધાને જાણનારો  પરમાત્મા છે. પરમાત્મા નિરાકાર છે એથી એની કોઈ મૂર્તિ બની શકતી નથી. પરંતુ મૂર્તિ પુંજામાં માનવીની પરમાત્મા માટેની ભાવના સમાયેલી છે પરિણામ લાવી શકે છે. 

                     બાઇબલ કહે છે કે જે શુષ્ક  બાબતો માટે આપણે લડીએ છે એ તરીકે જ આપણે પરમાત્માને જાણીયે છીએ.

                          શુફીઓ અને ફકીરો  આત્માને જ 'અહં બ્રહ્મ અસ્મિ ' એમ સમજે છે. આમ દરેક પંથ પરમાત્માને પોતપોતાની રીતે પરમાત્માને ઓળખે છે. 

                          હિન્દૂ સમાજમાં સતી પ્રથામાં ધર્મના નામે અધર્મ ચલાવવામાં આવતો હતો જેને નાબૂદ કરવામાં આવી છે. આવી ઘણી અધાર્મિક પ્રથાઓ વિવિધ  ધર્મમાં  ધર્મને નામે ચલાવવામાં આવે જેનો સમાજ સેવકો અને સુધારકો  દ્વારા  વિરોધ કરીને દૂર કરવામાં આવે છે.

                         ટૂંકમાં ધર્મને નામે ધર્મગુરુઓએ કેટલી અધર્મી પ્રથાઓ  દાખલ કરી લોકોને અંદર અંદર લડાવી મારે છે. એ પણ એક લોકોની  કમનસીબી છે. કોઈ પણ ધર્મમાં પરમાત્માને નામે અધર્મ  ફેલાવવાની  કોઈ જોગવાઈ નથી એ સત્ય છે. પરંતુ  વિશ્વમાં જે  વેરઝેર  અને હિંસા લોકોમાં ચાલે છે એમાં  ધર્મ ગુરુઓનો જ ફાળો હોય છે. એ બધું ધર્મને નામે જ ચાલતું હોય છે.

                               *************************************


 

                      

Thursday, April 21, 2022



મંગળની અજાયબી 

                                           મંગળનો ગ્રહ લાલ ઘુમ દેખાય છે એટલે એણેઘણું ક્તુહલ ઉભું કર્યું છે. આપણા પુરાણોમાં પણ મંગળ વિષે ઘણું લખાયું છે. ભારતીય જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ઘણો ખતરનાક ગ્રહ છે. લગ્ન જીવનમાં પતિ કે પછી પત્નીના  કુંડળીમાં મંગળ  પડ્યો હોય તો બીજાના જીવન માટે તે  ખતરનાક બની રહે છે. આથી પતિ પત્ની  બંનેની કુંડળીમાં મંગળ હોય એવો મેળ પાડવામાં આવે છે.

                                           બધા ગ્રહોમાં મંગળ લાલ દેખાય છે એ વિજ્ઞાનીકો માટે પણ રસનો વિષય બની રહ્યો  છે. આથી એના વિષે સંધોધન કરવા માટે ઘણા દેશો રોકેટ દ્વારા એના પર  પહુચવા પ્રયત્ન કરી રહ્યા છે.



                                           જે  સેટેલાઇટ (માર્સ ઇનર-૯ )  મંગળના ઓર્બીટમાં  દસકાથી ફરી રહ્યો  છે  તે ત્યાંથી ફોટો દ્વારા એના વિષે માહિતી મોકલી  રહ્યો  છે. કદાચ મંગળનો લાલ રંગ  મંગળ પરના જ્વાળા મુખીને  કારણે પણ હોય શકે છે. એમાં એક જ્વાળામુખીનો ડાયામીટર ૩૦૦ માઈલ જેટલો છે જે પૃથ્વી પરના કોઈ પણ જ્વાળામુખીના ડાયામીટર કરતા વધારે છે. તે ઉપરાંત જ્વાલામુખીનું ઊંડાણ ચાર માઈલ જેટલું  છે એમ માનવામાં આવે છે.



                                       આવા કેટલાએ જ્વાળામુખીઓ તેમનો  લાવા  મંગળ પર ઓકતા હશે જે  મંગળને લાલ ઘુમ બનાવતા હશે.

                                          જેમ જેમ મંગળપરની સૃષ્ટિનું  સંધોધન  વધતું જશે તેમ ઘણા નવા નવા રહસ્યો બહાર આવતા જશે. એક વાત ચોક્કસ છે કે  વિજ્ઞાનીકોમાં  પણ મંગળ વિષે જાણવાની ક્તુહલતા  વધી રહે છે.

                                    *********************************** 

                                             

                                            

Sunday, April 3, 2022

  


સોનાનો મોહ 

                                                                      ભારતમાં સોનાનો ઉલ્લેખ ઘણા પુરાણોમાં પણ જોવા મળે છે. જેમકે સોનાનો મૃગ , સોનાની દ્વારકા અને લંકા. ઘણા લેખકોએ અને કવિઓએ સોનાનો મહિમા ગાયેલો છે. આમ ભારતની સંસ્કૃતિમાં સોનાના મૂળ બહુ ઊંડા છે. પુરાતન કાળથી સોનાને ભારતમાં મુસીબતના સમયમાં  મદદગાર તરીકે માનવામાં આવે છે. એટલેકે સંકટના સમયમાં સોનાને વેચી નાણાં મેળવી શકાયછે. તે ઉપરાંત સારા પ્રસંગે સોનુ આપવાનો રિવાજ છે. સ્ત્રીઓમાં સોનુ  ઘરેણા રૂપે ઘણું વપરાય છે . મંદિરોમાં પણ સોનુ ઘરેણા ના રૂપમાં  ધરાવવામાં આવે છે. ભારતના ગ્રામ્ય વિસ્તારોમાં ઘણું સોનુ ઘરોમાં સંગ્રહાયેલું પડ્યું છે. આથી ભારતમાં સોનુ સામાન્ય પ્રજા પાસે  સરકાર  કરતા વધારે સંગ્રહેલું પડ્યું છે. ભારતમાં લોકોમાં ૨૨૫૦૦ ટન્સ જેટલું સોનુ પડેલું છે જે અમેરિકા સરકારના સરકારી સંગ્રહ કરતા પાંચ ગણું વધારે છે. એની કિંમત અત્યારના ભાવ પ્રમાણે ૧.૪ ટ્રિલિયન ડોલર જેટલું છે. 



                                       સોનાની વધારે પડતી માંગ દેશના અર્થતંત્રને નુકસાન કરી શકે છે. આમ તો ભારતમાં સોનાનું ઉત્પાદન નજીવું છે એટલે બહારથી આયાત કરવું પડે છે. કેટલીકવાર  ભારત સરકારને સોનાનું દાણચોરી અટકાવવા પણ સોનુ આયાત કરવું  પડે છે. એ ભારતીય અર્થતંત્ર પર ભારરૂપ છે. એટલા માટે ભારત સરકાર સોના પર ૧૦% જેટલી આયાત કર નાખેલો છે. તે ઉપરાંત સરકારે લોકોમાં પડેલા સોનાને બહાર લાવવા માટે સોનાના બોન્ડ બહાર પડ્યા છે . અને કેટલીક  બેન્કોએ સોના સામે લોન પણ આપવા માંડી છે.  આશ્ચર્યની વાતતો એ છેકે ભારતમાં વિશાળ સોનાનો ભંડાર લોકોમાં હોવા છતાં ભારત સરકારને ભૂતકાળમાં  ભારતના ચલણની  કિંમત ટકાવી રાખવામાટે પરદેશથી  સોનુ આયાત કરવું પડ્યું હતું.



                                    સોનાની માંગ   ઘટાડવા  માટે ભૂતકાળમાં નાણાં મંત્રી તરીકે  મોરારજીભાઈએ ગોલ્ડ કંટ્રોલ ઓર્ડર પણ લાવ્યા હતા કારણકે તે વખતે  ભારત પાસે પરદેશી ચલણનું  ભંડોળ બહુ ઓછું હતું. એ કાયદો લોકોમાં અપ્રિય થઇ ગયો હતો અને એ કાયદાને  હટાવવો પડ્યો હતો. પરંતુ આજે પણ લોકોનો  સોનાની માંગનો  પ્રશ્ન સરકારને મૂંઝવી રહ્યો છે.  એના માટે કોઈ કાયદો લાવવાવાની સરકાર ગંભીર રીતે વિચારી રહી છે. મૂળમાં તો સોનાનો લોકોનો મોહ જ વિપરીત આર્થિક પરિસ્થિતિ ઉભી કરી રહી છે.



                                        કોવિદ -૧૯ ના રોગચાળા દરમિયાન શહેરોમાં લોકો ઓન લાઈન  સોનુ ભારતમાં ખરીદતા રહેતા હતા . પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં સોનાનું વેચાણ  ઘટ્યું હતું કારણકે દુકાનો બંધ હતી.  લોકોમાં સોનાનો મોહ  ઘટે તોજ એક આર્થિક પ્રશ્નનો  નીવડો આવી શકે છે.  ઘણા લોકોને એ પણ ખબર નહિ હોયુ કે સોનાને લાંબો વખત સંગ્રહ કરવાથી એ આખરે તો મતૃ રોકાણ જ બની રહે છે . એમાં દેશને અને લોકોને શું લાભ થાય? એ વિચારવું રહ્યું.

                                           *********************************** 

                                 

Tuesday, March 15, 2022



પિતાનું  હૃદય- પુત્રી

                                 પુત્ર એ પિતાનું માનસ હોય છે જયારે પુત્રી પિતાનું હૃદય હોય છે.  માનસ એટલેકે  એક  બુદ્ધિ અને ડહાપણ  સાથેની  વિચાર શક્તિ પરંતુ પુત્રી એ પિતાનીલાગણી અને પ્રેમના પ્રવાહની માહિતગાર હોય છે. માનસ અને હૃદય એ વિરોધીભાસી છે પરંતુ  જીવનમાં અગત્યના અંગો છે. આથી પુત્રી હંમેશા પિતાના હૃદયમાં ઊંડે ઊંડે શું ચાલી રહ્યું છે એનાથી માહિતગાર હોય છે અને એને સમજી શકે છે. આજ કારણે દાંપત્ય જીવનમાં પુત્રી હોવી જરૂરી છે. આમ પુત્રી એના જન્મથી પ્રેમ તો આપે છે પરંતુ જયારે પરણીને બીજા ઘરે જાય છે તો પણ એનો પ્રેમ પ્રવાહ ઓછો થતો નથી. એટલેકે પ્રેમનો અખંડ પ્રવાહ વહેતો રહે છે. પોતાના લગ્ન બાદ અજાણ્યા પ્રદેશમાં બધી જાતની જીવનની મુશ્કેલી સાથે પણ પોતાના માતા પિતા પ્રત્યેની લાગણીઓ, પ્રેમ અને વફાદારી જરા પણ ઓછી થતી નથી.  તેવીજ રીતે માતા પિતા માટે દૂર દૂર રહેલી પુત્રી પ્રત્યેના પ્રેમમાં ઓટ કદી આવતી નથી .

                                      આથી દૂર દૂર રહેલી પુત્રીની યાદમાં અને પ્રેમમાં માતાપિતાની આંખો ભીંજી જ રહેછે. જયારે પણ પુત્રીનો જન્મદિવસ હોય કે પછી લગ્ન દિવસ હોય ત્યારે માતાપિતાને એની વસમી યાદો આવે છે . અને આંખોમાંથી પ્રેમધારાઓ વહેવા માંડે છે.




                                દીકરી જયારે ---

                                દીકરી જયારે તારી યાદો આવે 

                                આંખો આંશુઓથી ભરી આવે 

                                દીકરી જ્યારે ---

                                તુજ આગમન પહેલા 

                                અમ જીવન સુનમય સુનમય હતું 

                                તે આવી જીવન ભર્યું  ભર્યું  બનાવ્યું 

                                પાપા મમ્મી જેવા કાલા કાલા બોલથી

                                અમારા પ્રેમની આગ બુઝાવી

                                દીકરી જયારે ---

                                બચપણની તારી ધમાચક્ડીઓ 

                                નિર્દોષ અને લુચ્ચા પેલા મલકાટઓ

                                હજુએ એની મીઠી યાદો  લાવે 

                                ત્યારે આંખો આંસુઓથી ભરી આવે

                                 દીકરી જ્યારે ---

                                 પહેલું પગલું તે ભર્યું જ્યારે 

                                 જીવનમાં એક  ધૈય આવ્યું.

                                 પ્રેમથી સીંચ્ચીને છોડ વાવ્યો 

                                 જે એક દિવસે  સાસરે લઇ જવાયો

                                  દીકરી જ્યારે ---

                                  ભારત દેસાઈ 

                     ( મારી દીકરી નમિતાને  જન્મદિવસે   અર્પણ -૧૯ માર્ચ ૨૦૨૨)

                                      ***********************************

                                     

 

  

                                 

                                     

                                  

                     

                               


                                           





Wednesday, March 9, 2022

 


સ્નેહનો ફૂવારો-ભાભી 

                                   દુનિયામાં અનેક જાતના ગાઢ પ્રેમ સબંધો હોય છે, જેનો ઉલ્લેખ  ઘણા શાસ્ત્રો અને ધાર્મિક પ્રવચનોમાં પણ  ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમકે પતિ અને પત્નીનો, ભાઈ અને બહેનોનો પ્રેમ  સબન્ધો.એ બધામાં વધારેમાં વધારેમાં  માતા કે પછી પિતાના સંતાનો પ્રત્યેના  પ્રેમ સંબંધોની  વાતો કરવામાં આવી છે. આ બધામાં સ્ત્રીના  પ્રેમની વાતો સામાન્ય  હોય છે. લોહીના સંબંધોમાં પ્રેમ કુદરતી રીતે ખીલે છે.

                         લોહીના સંબંધોની  બહાર  સમાજમાં જે સ્ત્રી પુરુષના સબંધો  હોય છે તે મુશ્કેલ ભર્યા હોય છે. એમાં કુટુંબમાં  દિયર ભાભીના સબંધો ઘણા પવિત્ર  અને  સ્નેહ  ભર્યા હોય છે. એને પણ સમાજ એની પોતાની દ્રષ્ટિએ જુદી જુદી રીતે અને કદીક વિકૃતતાથી જુએ છે. આવા ઘણા દાખલા છેકે જેમાં ભાભીને પોતાના નાનાભાઈ જેવા દિયરને પ્રેમની હૂંફ આપવા માટે અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડે છે. 

                           કુટુંબમાં   માતા પિતાનું અનોખું સ્થાન  હોય છે પરંતુ  એમનું કસમયની વિદાય મોટાભાઈ અને  એમની પત્ની પર કુટુંબની જવાબદારી આવી પડે છે ત્યારે ભાભીની ભૂમિકામાં  માતાની ભૂમિકા પણ આવી પડે છે. એને પતિના નાના ભાઈ બહેનોની  કાળજી લેવાની જવાબદારી આવીપડે છે. અને ત્યારે ભાભીનો પ્રેમ અને સ્નેહ એના દિયર પ્રત્યે સજાગ વધુ થાય છે. સામાન્ય સંજોગોમાં પણ કુટુંબમાં જે  વાત કોઈ માતા પિતા , કે ભાઈ બહેનને ન  કહી શકાય તે ભાભીને કહી શકાય છે. કારણકે એ વડીલ છે પણ મિત્ર સમાન પણ બની રહે છે. ઘણા કુટુંબોના વિકટ પ્રશ્નો  વડીલ ભાભીના દ્વારા જ  ઉકેલ લાવવામાં આવે છે  એમાં દિયર ભાભીના સબન્ધો પણ બાકાત નથી. આથી જ દિયર ભાભીના સબંધોને પ્રેમ ભર્યા કહેવા સાથે સ્નેહ ભર્યા કહેવા વધુ ઉચિત રહેશે કારણકે એમાં પવિત્રતા  અને  નિર્દોષતા વધુ ટપકે છે. એટલા માટે  કહેવાય છે કે -

ભાભીના સ્નેહનો અનોખો ---

ભાભીના સ્નેહનો અનોખો છે રંગ 

સાત રંગોમાંનો કોઈના એમાં  રંગ 

એમાં માતાનું વ્હાલ અને રાખીનો પ્રેમ છે

મિત્રોની મિત્રતાનો એમાં  સુગંધ છે

દિયેર ભોજાઈનો પ્રેમ  નિર્મળ સ્નેહ છે 

જશોદાને કાના જેવો એ પ્રેમ છે 

ભાભીના સ્નેહનો અનોખો ---

ભારત દેસાઈ .

                                                 ***************************


  

Tuesday, March 1, 2022



પક્ષીઓની જેમ વિહરું આકાશે---

                                                                       કવિઓએ પોતાની કવિતાઓમાં પક્ષીઓની જેમ આકાશની મોજ માણવા માટે ઘણું લખ્યું છે. પક્ષીઓ વિવિધ રંગોમાં આકાશમાં વિહરે છે અને હજારો માઈલની મુસાફરી કરી એક પ્રદેશથી બીજા પ્રદેશમાં પ્રવાસ કરતા હોય છે એ જોઈને કદીક આપણને ઈર્ષા પણ આવે છે.



                                                       નળ સરોવરમાં કે પછી કચ્છના પાણી વાળા  રણ પ્રદેશમાં અમુક ઋતુઓમાં ઉત્તરી આવે છે ત્યારે વિવિધ રંગી એ પક્ષીઓને જોવા માટે લોકસમૂહ ભેગો થાય છે અને વિચારે છે કે આવા સુંદર પક્ષીઓને ઉડવાની શક્તિ આપીને ભગવાને ગજબ કરી છે.  ત્યારે પ્રશ્ન થાયછેકે પક્ષીઓ હજારો માઈલની મુસાફરી કેવી રીતે કરતા હશે?



                                                           એના માટે પક્ષીઓની શારીરિક શક્તિ વિષે જાણવાની જરૂર છે. પક્ષીઓની શ્વાસોશ્વાસ લેવાની શક્તિઓ એટલી પ્રબળ હોય છે કે તેઓ ઉંચાઈએ હજારો માઈલ ઉડી શકે છે. પંખીઓના હાડકાઓમાંથી  પણ હવા મળે છે .અને એ હવા નાના મોટા અને ખોપરીઓમાં  હાટકાઓમાં પણ હોય છે.  પક્ષીઓને બે ફેફસા હોય  છે જે નસો વડે હવા છાતી અને પેટને પણ પૂરીપાડે છે. હવામાં  ઓક્સિજનનું પ્રમાણ સારું એવું હોય છે જે એમની ઉડવાની શક્તિમાં વધારો કરે છે. એનાપરથી જાણી શકાય છે કે જે લોહી પક્ષીઓના  ફેફસામાંથી  નીકળેતે એકદમ વધારેને વધારે ઓક્સિજનનું પ્રમાણ લઈને નીકળે છે જે પક્ષીઓને લાબું  અને ઊંચું ઉડાનની શક્તિઓ આપે છે.



                                                    કુદરતની કરામતએ  દરેક પશુ પક્ષી અને  માનવી   માટે એમની જરૂરિયાત પ્રમાણે શારીરિક સગવડો પુરી પડી છે એ અદભુત છે .

                                      ****************************************    

                                                      

Wednesday, February 16, 2022

 


નોબેલ પુરસ્કાર 

                                                         નોબેલ પુરસ્કારનું નામ તો જગત ભરમાં વિખ્યાત છે. નોબેલ પુરસ્કાર મેળવવો એ કોઈ  પણ વ્યક્તિને માટે ગર્વની વાત છે.  પરંતુ નોબેલ પુરસ્કારના પ્રણેતાની કહાની પણ એટલી જ રસપ્રદ છે.

                                    નોબેલ પુરસ્કાર માટે પોતાની સંપત્તિ નું દાન કરીને આલ્ફ્રેડ નોબેલએ એક ઉમદા દાખલો વિશ્વમાં બેસાડ્યો છે.  આલ્ફ્રેડ નોબલે પાસે આટલી મોટી સંપત્તિ કેવી રીતે આવી તે પણ  જાણવા જેવી બાબત છે. આલ્ફ્રેડ નોબેલનો જન્મ સ્વીડનના  સ્ટોકહોલ્મ શહેરમાં ૨૧ ઓક્ટોબર ૧૮૩૩ માં થયો હતો. તેઓ બહુજ સંપત્તિવાન ઉદ્યોગીક કુટુંબમાંથી આવતા હતા. તેઓ  રસાયનના વિજ્ઞાનિક હતા એના પ પ્રયોગો કરતા રહેતા હતા, એમાંથી એમની ફેક્ટરીમાં મોટી આગ લાગવાથી એમના ઘણા કામદારો મૃત્યુ પામયા હતા પરંતુ વધારે દુઃખની વાતા તો એમાં એના નાનાભાઈ એમીલનું દુઃખદ  મૃત્યુ થયું હતું . પરંતુ ૧૮૬૭માં એમણે કરેલી ડાઇનામાઈટની શોધે એમને દુનિયાભરમાં પ્રસિદ્ધિ અપાવી અને એમાંથી અઢળક ઘન પણ મળ્યું.

                                   આલ્ફેડ નોબેલનું મૃત્યુ ૧૮૯૬ માં ઇટાલીમાં સાન રેમો ખાતે થયું અને એમણે કરેલા વીલ પ્રમાણે એમની સંપત્તિનો મોટો ભાગ એમણે દાન કરીદીધો હતો .એમના સગાઓ આનાથી ખુશ ન હતા પણ આલ્ફ્રેડ એ એના વીલમાં એની સાથેજ કામ કરતા એક ઈજનેર રેગનેર સોહેલમેનને એના વીલનોl  એક્ઝીક્યુટેર નીમ્યો હતો જેણે નોબેલ ફોઉન્ડેશનની  રચના કરી હતી અને પહેલું શાંતિ ઇનામ જિન હેન્રી ડૂનત અને ફેડ્રિક પાસીને આપવામાં આવ્યા હતા. ત્યારબાદ  ફિઝિક્સ , રસાયણ , મેડિકલ ,સાહિત્ય જેવા વિષયો પર પણ ઇનામ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું.



                                      આલ્ફેડ નોબેલએ જયારે ડાયનામાઈટ ની શોધ કરી ત્યારે એ માનતા હતા કે એમની શોધ વિશ્વ યુદ્ધોનો અંત લાવશે કારણકે એનો ઉપયોગ એટલો વિનાશક હશે કે કોઈ પણ દેશ એનો ઉપયોગ કરતા ખચકાશે. પરંતુ એની આગાહી સાચી ઠરી નથી. તે છતાં યુરોપના ઉદ્યોગીક ક્રાંતિ  પછી  ખનીજ ઉદ્યોગ ખીલ્યો તેથી ડાયનામાઈટ એમાં ખુબજ ઉપયોગી નીવડ્યું છે. 

                                      આમતો આલ્ફ્રેડ નોબેલ બહુ સાદું જીવન જીવતા હતા. તેઓ એમના કામમાં બહુજ રોકાયેલા રહેતા  અને  એકલ  જીવન જીવતા. તેઓ રૂઢિવાદી હતા . તેમના કામદારોની સાથે પિતા તુલ્ય વર્તન કરતા . વિજ્ઞાનની બાબતમાં હંમેશા મદદ રૂપ રહેતા. એમણે એમના ધંધાને બોફેર જેવી ફાઉન્ડ્રી ખરીદીને વધારી હતી. આજે પણ  બોફેરની તોપોને ભારતીય સૈનિકો વાપરે છે. 



                                        આમ છતાં નોબેલ પ્રાઈઝ આજે પણ વિવાસ્પદ રહ્યું છે.  મહાત્મા ગાંધીનું નામ ઘણીવાર નોમિનેટે થવા છતાં એમને  એ પ્રાઈઝ આપવામાં આવ્યું નથી. પરંતુ  ૧૯૩૯ માં  એડોલ્ફ હિટલરને  નોમિનેટે કરવામાં આવ્યા હતા. તે છતાં નેલ્સન મંડેલા,  માર્ટિન લ્યૂથર કિંગ અને મધર ટેરેસાને આપવામાં આવેલા ઇનામોને વિશ્વે બહુમતીથી સ્વીકાર્યા છે. એવી જ રીતે કવિ રવીન્દ્રનાથને સાહિત્યમાં અને સી વી રામનને વિજ્ઞાનમાં મળેલા ઇનામોને ભારતીયો લોકોએ અને વિશ્વ એ ગર્વથી વધાવ્યા છે. 

                                         એક વાત તો સત્ય છેકે વિશ્વના શ્રેષ્ટ  લોકોને માન આપવામાં નોબેલ પ્રાઈઝ અગત્યનો ભાગ ભજવ્યો  છે. 

                                *****************************************