Wednesday, August 14, 2024

 


દુનિયાની ભયંકર બીમારીઓ - કેન્સર અને અલઝહેઈમર .

                                                                                                કેન્સર એવો રોગ છે કે જે ગમે તે ઉંમરમાં ગમે તેને થઇ શકે છે. એનું નામ સાંભળીનેજ એની ભોગ બનનાર વ્યક્તિ અધમુવો થઇ જાય છે. પરંતુ કેન્સરમાં શરૂઆતમાં ખબર પડે તો એનો ઈલાજ થઇ શકે છે. એની દવા  માટે આખી દુનિયામાં વિજ્ઞાનીકો અથાગ મહેનત કરી રહ્યા છે. પરંતુ એમાં ધરી સફળતા મળી નથી .  અત્યારે તો કોલોનોસકોપીથી જાણી શકાય છે કે કેન્સર ક્યાં અને કેટલું પેટમાં ફેલાયેલું છે. તે ઉપરાંત એનોડોસઃકોપીથી ગળાના કે પેટના ઉપ્પર ના ભાગના કેન્સર વિષે જાણી શકાય છે. પરંતુ એના માટે કોઈ સહેલો અને સરળ ઉપાય માટે હજુ સંશોધન ચાલી  રહ્યું છે. 

                                                                                 તેમાં એક સારા સમાચાર છે કે એક અમેરિકન કંપની ગુરદાન્ત હેલ્થએ   કેન્સરની ચકાસણી લોહીના ટેસ્ટથી જાણી શકાય એવી ટેકનોલોજી વિકસાવી  છે. અમેરિકામાં કેન્સરના  લીધે ૫૦% લોકો મૃત્યુનો ભોગ બને છે.  લોહીના ટેસ્ટમાં ૮૩% કેસોમાં કેન્સરની ચકાસણી થઇ શકી છે. અને આગળ  વધી ગયેલા કેન્સરના કેસોમાં ૧૦૦% જેટલી ચકાસણી થઇ શકી છે. આથી કૅન્સરની સારવાર માટે લોહીનો ટેસ્ટ હવે બહુજ અગત્યનો બની રહ્યો છે. એનાથી દર્દીને જલ્દી સારવાર શરુ થાય એ બચાવવામાં બહુ ઉપયોગી થઇ શકે છે.  અમેરિકાની સરકારી સંસ્થાએ પણ તેની મંજૂરી આપી છે. પરંતુ કૅન્સરની દવાના સંશોધન પાછળ હજુ ઘણું કરવાનું બાકી છે.



                                                                              અલઝહેઈમર  એ વૃદ્ધાવસ્થા આવતી   વિસ્મૃતિની મોટામાં  મોટી બીમારી છે. એ વૃદ્ધોની હાલત બહુજ બહેતર કરી નાખે છે. એમાં દર્દી  ઘણીવાર સાનભાન  ભૂલી જાય છે અને ખરાબ હાલત માં જીવન વિતાવે છે. એનો દાખલો અમેરિકાના પૂર્વ પ્રમુખ રોનાલ્ડ રિગનનો છે. તેઓને તેમની નિવૃત્તિમાં  અલઝહેઈમર થયો હતો. દુનિયાના એક વખતના શક્તિશાળી વ્યક્તિનીની હાલત એવી થઇ હતી કે એમનો પૌત્ર એમની લાકડી પકડીને લોસ એંજલસના સાન મોનિકાના દરિયા કિનારે ફરવા લઇ જતો. આમ એ એટલો ભયંકર રોગ છે જે દર્દીને બેજાર કરી નાખે છે.



                                             અલઝહેઈમર  બીમારી માટે એક જાપાનીસ કંપની 'ઈસાઈ' એ  એના ઉદ્ધભવથી એને સારવાર આપતી એક દવા ' લેકએમબી '  શોધી છે. જેનો ઉપયોગ અમેરિકામાં થવા માંડ્યો છે. આનાથી આવતા સમયમાં આવતા  ૮૫ મિલિયન જેટલા વૃદ્ધો ને  લાભ અને રાહત થશે. એનો ઉપયોગ  પણ વધી રહ્યો છે જેથી એ ભયંકર બીમારીને મૂળથી જ કાબુમાં લઇ શકાય.  તે છતાં એ રોગને મૂળથી નાબૂદ કરવા માટે વધુ સંશોધનની જરૂરિયાત છે.

                                           *****************************

                                                                   

 

                                                        

Monday, August 12, 2024

 


 દુનિયાની તાકાતવર વ્યક્તિ 

                                                         અત્યારે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજેન્સનો જમાનો છે. દરેક દેશ ,  દરેક વ્યક્તિ  અને વિશ્વની મોટી કંપનીઓ પણ એમાં રસ  ધરાવે છે. એમાં હવે હરીફાઈ  પણ થવા માંડી છે. દુનિયાની મોટી કંપનીઓ અને એલન માસ્ક જેવા અમેરિકન  અબજોપતિ પણ એની પાછળ છે. તેમાં એ ટેક્નોલોજીનો દુરુપયોગ ન થાય એના માટે શક્તિશાળી દેશો પણ નઝર નાખી રહ્યાં છે. ખુલ્લેઆમ ફેસબૂક , ગુગલ , અમોઝોન, માઇક્રોસોફ્ટ  સૌથી આગળ નીકળી જવા  માટે તત્પર છે. 

                                             ઓપન એ-વનના સી ઈ ઓ અલ્ટમાનને એની કંપનીના  ડિરેક્ટરોએ   હાંકી કાઢ્યા હતા . તેમને અલ્ટમાનના ઈરાદાઓ વિશે અવિસ્વાસ  હતો.  પરંતુ એ કંપનીમાં માઈક્રોસોફ્ટે બિલિયનો ડોલર્સ નાખેલા છે.  તે ઉપરાંત કંપનીના બધા જ નોકરિયાતોને  અલ્ટમાનમાં વિશ્વાસ  હતો .



                                             આવા ખરાબ વખતમાં  માઈક્રોસોફ્ટના સી ઈ ઓ  સત્યા નાડેલા એ  હિંમત પૂર્વક  અલ્ટમાન એના સ્ટાફને કહ્યુકે ' હું તમને માઈક્રોસોફ્ટમાં  તમને બધી સગવડો આપીશ જેથી તમે તમારું આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ નું  કામ અમારી કંપની સાથે કરીશકો છો.  આથી ' એ ઈ-1  માં હડકંપ મચી ગયો ને અલ્ટમાનને પાછા લેવા પડ્યા. અને પેલા ડિરેક્ટરોને રાજીનામુ આપવું પડ્યું.

                                              તે ઉપરાંત સત્યા નાડેલાએ ' એ ઈ -૧' ના એક  સ્થાપક મુસ્તફા  સુલેમાની  માઈક્રોસોફ્ટમાં જ રાખી લીધા જેથી પોતાનું જ 'એ આઈ- મોડેલ જલ્દીથી શરુ કરી શકાય. એમાં જ નવી ટેક્નોલોજી પર કાબુ મેળવવાની પહેલ છે.

                                                 સત્યા નાડેલા જેવા મજબૂત માણસો જ આવતા દિવસોમાં દુનિયાનો ચહેરો  બદલવામાં  અગત્યનો ભાગ ભજવવાના છે.  

                                                 સત્યા નાડેલા ભારતીય મૂળના ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સ્નાતક  છે. એ ભારતીયો માટે ગૌરવની વાત છે.

                                               ******************************

Monday, August 5, 2024

  


જાણવા જેવું -

                                              આકાશમાંથી વરસતો વરસાદ ઘણી વાર બહુજ આલ્હાદક અને લોકઉપયોગી હોય છે. પરંતુ એના એક એક ટીપામાં બી-૧૨ જેવું વિટામિન હોય છે જે માનવીની શક્તિ  માટે ઘણુંજ ઉપયોગી હોય છે.

                         પાઈનેપલ એ બહુજ  સ્વાદિષ્ટ ફળ છે પરંતુ તે ઉપરાંત  માનવીની તંદુરસ્તી માટે એ ઘણું ઉપયોગી ફળ છે. એ કફ સુરપ કરતા પાંચ ઘણું  અકસીર  હોય છે. એ કફ અને ફ્લૂની અકસીર દવા છે.

         ગાજર એ એવું  શાકભાજી છે જેમાં  ફેટ જરા પણ નથી. એથી એ ખાવાથી  શરીર માટે  સારું રહે છે.



                         મધમાખી મધ ઉત્તપન કરે છે. પણ એક મધમાખી જ્યારે બે મિલિયન ફૂલોને ચૂસે છે ત્યારે એક પાઉન્ડ જેટલું મધ ઉભું કરી શકે છે. આ બતાવે છેકે મધમાખી માટે મધ ઉભું કરવા માટે કેટલો શ્રમ કરવો પડે છે .

                        કારમાં એક કલાક  હેડફોન પહેરી રાખવાથી  સાતસો  ટાઈમ બેકટેરિયા વધે છે. આથી વ્યક્તિની તંદુરસ્તીને કેટલું નુકસાન થાય છે એની માહિતી હોવી જરૂરી છે. 



                        ઈંડાની અંદર બધા જ વિટામિનો હોય છે,  ફક્ત વિટામિન સી નો એમાં અભાવ હોય છે. એટલા માટે ઈંડા માનવી તંદુરસ્તી માટે પણ સારા છે.

                      વિજ્ઞાનીકો પ્રમાણે આપણું મગજ એટલી વૉટની શક્તિ વાપરે  જેટલું  ૧૦ વૉટની  લાઇટમાં વપરાય છે.

                     એમ માનવામાં આવે છેકે  ૩૦ મિનિટમાં આપણું શરીર એટલી  ગરમી કાઢે છેકે  જેનાથી  ૧.૫ લિટર પાણીને ઉકાળી શકાય. 

                    આશ્ચર્ય જનક વાત એ છે કે તમે કાબુ બહાર હસી રહ્યા હોય  અને જો તમે તમારો હાથ માથાની ઉપર ઊંચો કરો તો તમારું હાસ્ય તરત અટકી જશે. આ અજમાવી જોવા જેવો એક પ્રયોગ છે.

                                  ******************************************

Wednesday, July 17, 2024

 


વિશ્વાસ 

                                        સંસાર એક જંગ છે અને એમાં જેનામાં વધારે વિશ્વાસ હોય એવી વ્યક્તિઓની મદદ થી  એ જંગ ખેલવો પડે છે. પરંતુ ઘણીવાર એવા પ્રસંગો બને છે કે જેના પર વિશ્વાસ કર્યો હોય તેજ ટેકો ખેંચી લે છે કે પછી વિશ્વાસઘાત  કરે છે. ત્યારે માનવી નિરાશ થાય છે . તેછતાં  કેવા માણસોનો વિશ્વાસ કરવો એના પર પણ મંથન કરવું જરૂરી છે.

                                    કેટલાક માણસો બીજાની મજાક કરીને એમાંથી આનંદ મેળવે છે. એવા મનુષ્યોથી ચેતીને ચાલવું જરૂરી છે. કારણકે એવા માણસો તમારી પડતીમાં કે પછી ખરાબ દિવસોમાં કેટલા સાથે રહશે એ શંકા જનક છે. એવા મનુષ્યોનો વિશ્વાસ કરવો ન જોઈએ.



                                  ઘણા એવા પણ હોય છે જે જીવનમાં જવાબદારી લેતા નથી  અને દરેક  વસ્તુ માટે બીજાને જ દોષ દે છે. એવા મનુષ્યો પર વિશ્વાસ કરવાથી આખરે નિરાશા જ મળે છે.

                                     આ જગતમાં એવા લોકો પણ હોય છે જેઓ કહે છે શું ? અને કરેછે કઈ બીજું. આવા માણસો જરા પણ વિશ્વાસને લાયક હોતા નથી. એવા લોકો ઘણીવાર દગો પણ દઈ શકે છે.



                                     જે લોકો તમારી સામે વખાણ કરે જાય છે અને તમારી પીઠ પાછળ ઘા કરેછે. આવા લોકોને લીધે જીવનની મુશીબતોમાં સહન કરવાનો વારો આવે છે. એ લોકોનો કદી વિશ્વાસ કરી ન શકાય .

                                    કેટલાક લોકો તમારા જે હિતમાં હોય છે એના વિષે  શંકા ઉત્ત્પન કરે છે અને તમારું અહિત કરે છે આવા મનુષ્યોને દૂર જ રાખવા જોઈએ કારણકે તે ઓ કદી વિશ્વાસને પાત્ર હોતા નથી.



                                     તમારી જે મહત્વકક્ષા  હોય છે જે જાણીને કેટલાક ઈર્ષા પણ કરી શકે છે. અને એમાં અવરોધો પણ ઉભા કરી શકે છે. આવા લોકો તમારા માર્ગમાં  આવી તમારે માટે તમારું લક્ષ મુશ્કેલ બનાવી દે છે . એવા લોકોને પહેચાની એમને દૂર રાખી એમનો વિશ્વાસ ન કરવો જોઈએ .

                                     ટૂંકમાં માણસોને   ઓળખવાની દ્રષ્ટિ કેળવી એમની યોગ્ય તુલના કરીને એમની સાથે સબંધો કેળવવા જરૂરી છે.  જેથી જીવન સંગર્ષ  સરળ અને સફળ રહે. 

                                *******************************************************


Tuesday, July 16, 2024

 


પ્રદુષણ 

                                           હવામાં વધતું જતું પ્રદુષણ એ અત્યારે વિશ્વમાં જીવનમરણનો પ્રશ્ન બની રહ્યો છે. ઉદ્યોગીક ક્રાંતિ  અને જમીનના તેલના  ઉપયોગે પ્રદૂષણ વધારી દીધું છે.  પ્રદૂષણો માનવીની તંદુરસ્તી પર અને હવામાન પર પણ આડઅસર પડી છે. એમાં પ્રદૂષણે માનવીઓના જીવનને વિવિધ રોગોની ભાળ આપી છે એ બહુ ખતરનાક છે. મુખ્યત્વે માનવીઓમાં શ્વાસોશ્વાસને  લાગતા  રોગો વધી રહ્યા છે. 



                                           અત્યારના સર્વે મુજબ કાર , ફેક્ટરીઓ ,ભયંકર આગો , લાકડા બળતા ચુલાઓ  દુનિયામાં આશરે વાર્ષિક ૯૦ લાખ જેટલા માનવીઓનું  અણધાર્યું  મોત નોતરે છે. એમાં દક્ષિણ એશિયામાં વધારેમાં વધારે મોત થાય છે. પ્રદુષણના  અંશો લોહી વડે છેક માનવીના  ફેફસા સુધી પહોંચી શ્વાશોશ્વાશના રોગો ઉત્પન્ન કરે છે. એમાં અસ્થમા, હૃદય રોગ અને સ્ટ્રોક  જેવી બીમારી પણ આવી શકે છે. સ્થૂળતા, ડાયાબિટીસઅને કોવિદ-૧૯ ના મૂળ પણ એમાં રહેલા હોય છે.

                                              વધારે વાહન વ્યહવાર જેવા વિસ્તારોની બાજુમાં રહેવાથી પ્રદુષણને લીધે બ્રેસ્ટ કૅન્સર જેવી બીમારી ૮% જેટલી વધવાની શક્યતા રહેલી છે . આ એક અમેરિકન સર્વેનું તારણ છે. તે ઉપરાંત વૃદ્ધો, બીમાર બાળકો વધારેમાં વધારે પ્રદુષણનો  ભોગ બને છે.  યુરોપના એક સર્વે પ્રમાણે પ્રદુષણને  કારણે નવજાત જન્મેલા બાળકો ઓછા વજનથી જન્મે છે . તે તેમની તંદુરસ્તી માટે ભયજનક હોય છે.



                                              અમેરિકામાં જંગલોમાં લગતી ભીષણ આગમાંથી ઉત્તપન થતું પ્રદુષણ માનવીય તંદુરસ્તીને અસર કરે છે. ઘણીવાર  ધુમાડાઓને લીધે વાતાવરણ ધુંધળુ  બને છે અને એવા વાતાવરણમાં  સ્યુસાઇડના કિસ્સાઓ વધી જાય  છે એવું તારણ પણ ઇલિનોઇસ  યુનિવર્સિટી ના પ્રોફેસરે  કરી છે.



                                                 આમ ખરાબ હવા  માનવીના સ્વાસ્થ્યને  અસર કરે છે. એથી જેમ બને તેમ પ્રદુષણ ઓછું કરવાના પ્રયત્નોને  લોકોએ પ્રોત્સાહિત  કરવા જોઈએ .  એમાં સર્વના સહકારની પણ જરૂરિયાત છે .

                                          ***********************************

Sunday, July 7, 2024

 


સૂર્ય નમસ્કાર 

                                                           હિન્દૂ માન્યતા પ્રમાણે સૂર્યની આદિકાળથી પૂજા થઇ થતી  આવી છે.  પ્રાતઃકાળે સૂર્યોદયે હિંદુઓ પાણીની આહુતિ આપીને સૂર્યને નમન કરે છે. એનું મુખ્ય કારણ સૂર્યને આ પૃથ્વીના જીવનદાતા માનવામાં આવે છે. દુનિયાની આ ચેતના સૂર્યને આભારી છે.  એટલા માટે  યોગની કસરતમાં પણ સૂર્યનમસ્કારને સ્થાન આપવામાં આવ્યું છે. આજ ભારતીય સંસ્કૃતિની  વિજ્ઞાનિક અવલોકનનું એક પાસું છે.

                        ભારતીય સંસ્કૃતિમાં ગાયત્રી મંત્રનું  એટલું  જ મહત્વ છે જે સૂર્યની પ્રચંડ શક્તિનું મહત્વ સમજાવે છે. ગાયત્રીમંત્ર સૂર્યની શક્તિઓ વિષે વિવરણ કરતા  કહે છે કે' હે સુખ આપનાર ,દુઃખ દૂર કરનાર, સર્વમાં શ્રેષ્ટ , તેજસ્વી ,  બ્રહ્મ સ્વરૂપ ,(એટલેકે ઈશ્વર સ્વરૂપ ), પાપોનો  નાશ કરનાર   અમને તારી શક્તિ આપી સારા માર્ગે લઇ જા .' આજ બતાવે છે કે સૂર્ય આ પૃથ્વીના જીવોનો જીવનદાતા છે. અને એના નિસ્વાર્થ ગુણોની પ્રશંસા કરી એને માનવી જીવનમાં ઉતારવાની પ્રેરણા આપે છે.



                           આ બાબતમાં આધુનિક વિજ્ઞાનીકો  કહે છેકે સૂર્ય એક વિશાળ ગેસ જેવા પદાર્થનો એક સળગતો એક વિશાળ  ગોળો છે . પરંતુ બહારના વાતાવરણના આવરણના ઠંડા પદાર્થો એને ધીમે ધીમે વખતો વખત મંદ કરી રહી છે . એનાથી એના પર જાડું આવરણ જામતું જાય છે જે વખતો વખત સૂર્યની ગરમી અને કિરણો  પૃથ્વી પર આવતા અટકાવી દેશે તો એની અસર પૃથ્વી જીવન પર ગણી ખરાબ થશે. એનાથી પૃથ્વી પર અંધકાર જામી જશે અને સખત ઠંડી પડવા માંડશે. પૃથ્વીનું જીવનની એ શરૂઆત  હશે.  અને આખી પૃથ્વી આદિ સ્વરૂપમાં નિર્જન બની જશે. આ એક વિજ્ઞાનિક અઘાહી છે એને માટે કરોડો વર્ષો વીતી જશે.



                     અત્યારે વિજ્ઞાનીકો સૂર્ય શક્તિનો ઉપયોગ ઇલેક્ટ્રિક શક્તિમાં રૂપાંતર કરવામાં લાગી ગયા છે જે સસ્તામાં  સસ્તી શક્તિ બની રહી છે.

                 આથી એક વાતતો સત્ય છે કે સૂર્યની પ્રચંડ શક્તિથીજ આ દુનિયાનું પોષણ  થઇ રહ્યું છે.

                                        **************************************

Tuesday, June 25, 2024

 


સુવર્ણ ભંડાર -પૃથ્વીના પેટાળમાં    

                                                                  પૃથ્વી પાર ઊંડામાં ઊંડો ખાડો  બ્રાઝિલમાં છે.  અને એ 'મોરો વેલહો 'નામે ઓળખાય છે. એનું ઊંડાણ ૬૭૨૫ ફીટ  જેટલું છે. એના તળિયે ઉષ્ણતામાન ૧૧૭ ડિગ્રી છે. 

                                                                 'મોરો વેલહો' એ ફક્ત ખાડો નથી પણ એક સમૃદ્ધ સોનાની ખાણ છે, જે ૧૮૩૪ થી અસ્તિત્વમાં  છે. ૧૧૭ ડિગ્રીમાં કામ કરવું ખાણિયાઓ માટે અશક્ય છે. એથી એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે ખાણિયાઓ ઓછી ગરમીમાં ત્યાં   કામ કરી શકે. આથી અંદર ઉષ્ણતામાન ૯૮ ડિગ્રી જેટલું રહે.



                                                                  બહારનું ઉષ્ણતામાન આશરે ૬૮ ડિગ્રી જેટલું રહે છે, પણ એને શક્તિશાળી પંખા દ્વારા ૪૨ ડિગ્રી જેટલું ઠંડુ કરવાંમાં આવે છે.  નીચે તટિયે પહોંચતા પહોંચતા રસ્તામા ગરમી વધતી રહે છે  એનું કારણ  અંદરના ગરમ  ખડકો અને પંખાના કોમ્પ્રેસરો જવાબદાર હોય છે. તે છતાં  ખાણિયાઓ  પ્રતિકૂળ ગરમ વાતાવરણમાં  સોનુ કાઢતા રહેતા હોય છે.

                                                                  આજ બતાવે છે કે મનુષ્યો  દુનિયાની કિંમતી ધાતુ  મેળવવા માટે  કેટલા ઊંડાણ સુધી પૃથ્વી ને કોતરી કાઢે છે. પછી પૃથ્વી  એનો કાળ કુદરતી આપત્તિ જેવી કે ધરતીકંપ દ્વારા બહાર કાઢે જ ને. આવાતો અનેક જાતના અત્યાચારો મનુષ્યો આ ધરતી પર કરતા રહે છે.



                                                                 ભયંકર ધરતીકંપો , નદીના પૂરો , સાગરના તોફાનો , હવાના તોફાનો , અતિ વરસાદનો  કોપ  અને દુકાળો  આ બધા મનુષ્યના કુદરત પરના અત્યાચારોને જ આભારી છે. જેને હવે હવામાનના બદલાવને નામે ઓળખવામાં આવે છે. આથી માનવ જાતે કુદરતના ખજાનાને લૂંટવામાંથી હવે પાછા વળવાનો વખત આવી  ગયો છે.

                                       *********************************