અમેરિકન ફિલ્મ હીરો
અમેરિકન ફિલ્મ અભિનેતાઓને હોલીવૂડની ફિલ્મોમા તેમની ગ્લૅમરને જોઈને કોઇપણ અંજાય જાય છે. પરંતુ તેમની કારકિર્દી પાછળ રહેલી ઍમની અથાગ મહેનત અને ધગસની કોઈને જાણ હોતી નથી. તેઑઍ જીવનમા સફળતા કેવી રીતે મેળવી અને ઍ વિષે ઍના શુ વિચારો છે ઍ પણ રસદાયક છૅ. તૅઓ ઍ બાબતમા ઘણી ઉદારતા થી વાત કરે છે.
અમેરિકન ગાયિકા લેડી ગાગા કહે છેકે ઍને પણ સામાન્ય માણસની જેમ અસલામિતી ની લાગણીઓ થી શરૂઆતમા પીડાતી હતી. પરંતુ ઍ માને છે કે દરેક મનુષ્યમા મહાન કલાકાર બનવાની આવડત છુપાયેલી હોય છે ઍને બહાર લાવવાની કળા હોવી જોઇઍ. સખત મહેનત દ્વારા ઍ ઉચ્ચ કક્ષાની ગાયિકા અને અભિનેત્રી બની છે.
ડેન્જ઼ેલ વૉશિંગ્ટન જેમણે ઘણા ઍવૉર્ડ્સ મેળવીને હૉલીવુડમા અભિનેતા, નિર્માતા અને દિગ્દર્શક તરીકે નામ મેળવ્યુ છે ઍમનુ માનવુ છે કે તમે તમારા ભયને ઓળખીને ચાલો. તમને જે લાગણી થાય અને વિચારો આવે ઍને ઓળખી લો અને જીવનમા આગળ વધો.
જિમ કેરી કે જે સફળ અભિનેતા છે. તેઓ કેનેડિયન અમેરિકન હાસ્ય કલાકાર ઉપરાંત લેખક અને ફિલ્મ નિર્માતા પણ છે. ઍમનુ શરૂઆતનુ જીવન બહુ જ સખત હતુ પરંતુ ઍમણે નક્કી કર્યુ હતુકે હૂ સફળ થઈને જ રહીશ. હૂ મિલ્લીઓનોર થઈને જ રહીશ. ઍમણે ઍમના પાકીટમા ઍક મિલિયન ડૉલર નો ચેક લખીને રાખ્યો હતો. ઍક વખત ઍમણે હસતા ક્હ્યુ હતુકે સફળતા મળતા ઍટલા વર્ષો નીકળી ગયા કે પેલો ચેક જર્જરિત થઈ ગયો હતો પરંતુ હૂ મિલ્લીઓનેર થઈ ને જંપ્યો. ઍ કહે છે કે માણસે પોતાના ભવિષ્યને વારે વારે અને સ્પસ્ટ પ ણે જોવુ જોઇઍ. જેથી ઍક દિવસ ઍ વાસ્તવિક બની જાય.
ઍક બીજા સફળ અમેરિકન અભિનેતા વિલી સ્મિથ કહે છે કે તમારે જ નક્કી કરવાનુ છેકે તમારે શુ કરવુ છે? તમારે શુ થવુ છે ? કેવી રીતે કરવુ છે?
બીજા ઍક અમેરિકન હાસ્ય કલાકાર , લેખક, નિર્માતા સ્ટીવ હાર્વે નુ માનવુ છેકે " ઍક વાત ચોક્કસ અને સત્ય છેકે આનંદ અને ડિપ્રેશન સાથે રહી શકે જ નહી. ઍટલે જ્યા તક મળે ત્યા હસતા જ રહો. તમારા મનમા ઍક વાત આવી તો તેને હાથ કરી જ શકશો."
ટૂકમા સફળતા પાછળ કોઈને કોઈ ચોક્કસ વિચારધારા હોય છે. અને ઍ વિચારધારાને સફળ માનવિઓે ઍ સખત પરિશ્રમ દ્વારા અમલમા મૂકી હોય છે. કોઈ પણ સફળતા મફતમા મળતી નથી.
*****************