Friday, April 12, 2013



રામનવમી-૨૦અપ્રિલ ૨૦૧૩
-------------------------------
ભારતમા રામને નામે ઘણા લોકો પોતાની ખિચડી પકાવી રહ્યા છે. રામમંદિરની અયોધ્યામા રચનાની બાબતમા રાજ઼ કારણ ટોચ પર પહોચ્યુ છે. રામના આદર્શો અને સીધાંતો પર જો લોકો અને રાજકારણીઓ ચાલ્યા હોત તો ભારતની આવી હાલત ન હોત. રામસેતુ પર પણ રાજકારણ ચાલુ છે. રામનો જન્મ અયોધ્યામા કઈ જગ્યા ઍ થયો હતો ઍ વિષે પણ વિવાદ ચલાવવામા આવેછે. આમા રામના કરતા ઍમના નામનો ઉપયોગ કરવાની વૃતિ વધારે છે. ગાંધીજી રામના ચારીત્રથી બહુજ પ્રભાવિત હતા અને રામને ઍમની જીવન શૈલીમા ઉતારી દીધા હતા. આથી તેઓ રામ નામ લેતા લેતા મૃત્યુને ભેટ્યા હતા. ઍમણે ઍમના શીષ્યોને સદાઈથી રહી રામની જેમ રાજ્ય ચલાવવા સલાહ આપી હતી. નાના ઘરોમા રહીને નામનો પગાર લઈ લોકોની સેવા કરવા કહ્યુ, તો ઍમની સલાહ ઍમનુ ગાંડપણ ગણી કાઢી નાખવામા આવી હતી. આવી જ રીતે ભારતમા રામનુ નામ રાખીને રામના આદર્શોને ફેકી દેવામા આવ્યા છે. ગાંધીનુ નામ રાખીને ગાંધીવાદને દફનાવી દેવામા આવ્યો છે. ઍજ આપણી કમનસીબી છે.
                                                       
       
                                                       રાવણના પૂતળાને દર વર્ષે બાળવામા આવે છે, પરંતુ રાવણની નિપુણતા પણ રાજ઼ ચલાવવામા દાખવી શક્યા નથી. રાવણ જ્યારે મૃત્યુ શપ્યા પર હતો ત્યારે રામે  લક્ષ્મણને ઍનિ પાસે રાજનીતિ શીખવા માટે મોકલ્યો હતો. રાવણની લંકા સોનાની હતી ઍટલેકે સમૃધ્ધ અને વહીવટની દ્રષ્ટિે ઍ સૂરાજ્ય હતુ. પોતાની ભક્તિની નિપુણતાથી શિવ સહિત બધા દેવતાઓના દિલ જીતી લીધા હતા. ઍટલેકે આધ્યાત્મિક દ્રષ્ટિેઍ ઉચ કક્ષાઍ પહેચેલો હતો. ઍટલેકે ભગવાન રામનો મહાન શત્રુ હતો. સિતાને ઉપાડી ગયો હતો પણ માનભેર રાખી હતી.   ભલે ગુનેગાર હતો પણ ચારિત્રવાન હતો. ઍને આત્મ વિશ્વાસ હતો કે સામાન્ય માણસ તો ઍને હરાવી શકે ઍમ ન હતો. આથી જ ઍણે ભગવાન રામને હાથે મૃત્યુને આવકાર્યુ હતુ. આજના જમાનામા ભગવાન તો ઘણા બની બેઠા છે. સ્ત્રીઓનુ અપહરણ કરી જનારા પણ ઘણા છે. પણ રામ જેવા આદર્શ ભગવાન અને રાવણ જેવા વીદ્વાન પ્રામાણિક ગુનેગારો પણ ક્યા છે? ઍને માટે આપણે બધે ફાંફાં મારવાની જરૂર નથી, ફ્ક્ત ઍમનાઆદર્શો અને ગુણો આપણા જીવનમા આવવા જોઇઍ જેથી સામાજીક અને રાજકીય શાંતિ અને સમૃધ્ધિ આવે. ભગવાન રામ સર્વને ઍવી સદબધ્ધિ આપે ઍવી પ્રાર્થના.
                                       ********************************

Thursday, March 28, 2013


હોળી
====
               
                                      ફાલ્ગુનના પહેલા દિવસે અને પૂર્ણિમાની સાંજે હોળી પ્રગટાવવામા આવે છે. હોળીની આગ વાતાવરણને આલ્હાદક બંનાવી દે છે. હોળીની આગ બુજાતાજ રંગોનો માહોલ જામે છે. હોળીની રાખને  પવિત્ર માનવામા આવે છે કારણકે આપણા પુરાણોમા કહેવામા આવ્યુ છે કે ઍ રાખમા બ્રહ્મા, વિસ્નુ, અને મહેશનો વાસ છે આથી ઍને પવિત્ર માની પ્રણામ કરવામા આવે છે. આખરે પ્રભુઍ ધૂલમાથી જ પૃથ્વીની રચના કરી છે.
 હોળીનો સામાજીક સંદેશ પણ છે----
હોળી
====
દુનિયામા હિંસાની હોળી છે
સ્વાર્થ અને ઈર્ષ્યાની હોળી છે
શૃંગાર અને કામની હોળી છે
તો જીવન સંઘર્ષ પણ ઍક હોળી છે.
પરંતુ ફાલ્ગુંની હોળી------
પૂરા રંગો ભરીને આવે છે
દિલની સાથે દીલ મિલાવવા આવે છે
ઉમંગોને ઍ રંગોમા ઉડાવે છે
બધાજ કચરા બાળવા માટે આવે છે
મૌસમને મદમસ્ત બનાવી દે છે
જીવ માત્રને નવજીવન અર્પે છે
હોળી નો  કોઈ સંદેશ પણ છે-----
મારી જ્વાળામા વેરજેરને જલાવીદો
જગત મા ખુશીની નદીઓ વહાવી દો
રંગોની જેંમ આ દુનિયાને રંગીન બનાવી દો
સારા જગતને પૂરા સ્વર્ગમય બનાવી દો
મારી જ્વાળામા હોમી દો બધા મનના મેલ
માનવી છો  માનવતા ભરી જિંદગી વિતાવી દો
ભારત દેસાઈ
************************
























Thursday, March 21, 2013




જંગલી અવસ્થા અને સંસ્કૃતી
=====================
                                                આફ્રિકામા ઈથોપિયાની સરહદ પર 'ઑમો' નદીની ખીણમા હજુ પણ ૧૫ જેટલી આદિવાશી જાતીઓ વસે છે. તેઓની પાસે કોઈ બોલવાની ભાષા નથી કે કોઈ કેલેન્ડર નથી. ઍક દોરી પર મારેલા ગાંઠો વડે ઍ સુર્યાસ્ત દ્વારા દિવસોની ગણતરી કરેછે. અને પ્રસંગો ગોઠવે છે. 'કારો' આદિવાસી જાતીઓ આખા શરીરને સફેદ રંગથી રંગી લિલી લાકડીઓ લઇ આખીરાત નાના અને વૃધ્ધો નાચી ઍમના ઉત્સવો ઉજવે છે.' મોરસી' જાતિની આદિવાસી મહિલાઓ કાન અને હોટોને કોરાવે છે. ઍનાથી તૅઓ પુરુષોને આકર્ષે છે. ૧૯૩૦મા જ દુનિયા ને ઍમના અસ્તિત્વની જાણ થઈ હતી. પરંતુ હજુ પણ ઍ લોકો પથ્થર યુગમા જ જીવે છે. મહેમાનોને ખુશ કરવામાટે બકરાંનુ બલિદાન આપવામા આવે છે. ઍ જગ્યા પર મોટો બંધ બાંધવાના છે ઍટલે આદિવાસીઓને ત્યાથી હટવુ પડસે અથવા ઍમનો ઍમની આદી સંસ્કૃતી સાથે નાશ થશે.
                                                આ જોઈને મને ભારતનો વૈદિક પહેલાની સંસ્કૃતીનો આભાસ થયો. આપણા લોકો પણ યજ્ઞ કરતા. બક્રરાઓને અને પશુઓને યજ્ઞમા વધેરી દેતા. આપણી સ્ત્રીઓ માટે પણ કાનં, નાક, અને હોટો વીંધવાનુ કારણ પણ સૌદર્ય વધારવાનુ હતુ. આપણે ત્યા પણ આદિવાસીઓ વિવિધ રંગોના લપેટા કરી નૃત્ય કરતા  હોય છે. આ બધુ જોતા ઍમ લાગે છે કે પહેલા આદીયુગમા વૈશ્વિક સંકૃતી ઍક હતી અને ફરી ઍક થઈ રહી છે.
                                                  પશ્ચિમથી તે પૂર્વના દેશો સુધી ઍક જ ફૈશન ચાલી રહી છે. નાક, કાન અને હોટો ને સૌદર્ય માટે વીંધાવવા. આદિવાસીની જેમ થોડા અને ભડક રંગોના કપડા પહેરવા. હજારો માણસોના ભોગે ઉત્સવો ઉજવવા. ઘણીવાર તો કેટલાક પ્રદેશોમા હજુ પણ પશુઓને વધેરવાનુ ચાલુ છે. તે પણ માણસોના મનોરંજન માટે! આખરે તો માનવીઓની સંસ્કૃતિઓ ઍક જ હતી, અને બધી સાંસ્કૃતીક પ્રગતી બાદ ફરી આપણે આદિસંસ્કૃતી તરફ વળી તો નથી રહ્યાને?
                                                      ======================

Friday, March 15, 2013



શિવરાત્રી-૧૦ મી માર્ચ ૨૦૧૩
==================
શિવરાત્રીમા શીવનો મહિમા સમાયેલો છે. મધ્યરાત્રીઍ  અને વહેલી પ્રભાતે ઍનો પ્રભાવ હોય છે. શિવ ઍવા દેવ છે કે જેમને, જીવીત, આત્મા અને નિર્જીવ સાથે પણ સબંધ છે. ઍમના સાનિધ્યમા સર્વનો ઉધ્ધાર સમાયેલો છે. શિવ ત્યાગમુર્તિ છે અને પ્રકૃતિના રાજાધીરાજ હિમાલયના જમાઈ અને સર્વ શક્તિનારૂપ સમાન પાર્વતીના પતિ છે. ઍમને દરજ્જાની પડી નથી, ઍ ભોળાનાથે પોતાનુ અસ્તિત્વ પણ ઍક્વાર તૉ પોતાના ભક્ત ઍવા રાવણને અર્પી દીધુ હતુ.  નિર્દોષતા, ઉદારતા, અને ત્યાગની બાબતમા લંગોટી ધારી શિવજીને કોઇ તોલે આવે ઍમ નથી. આથી હિન્દુઓ માટે પ્રેરણા રૂપ છે. શીવની જેટલી ભક્તિ કરીશુ ઍટલી ઑછિ છે.
શિવ ઍટલે-
શિવ ઍટલે ત્યાગનુ  પ્રતીક, અને ભભૂતિ છે  સાદાઈંની નજીક
સર્પ, ચંદ્ર, અને વાઘચર્મ વસ્ત્રો, ઍ જીવન સૃષ્ટિનુ  છે મિશ્રણ
શિવ ઍટ લે સુંદર અને સત્ય, જે સર્વ ગુણોનૂ છે સત્વ
શિવ ઍટલે રુદ્ર સ્વરુપ, પણ મૃત્યુ બાદ આત્માઓનુ છે અંતિમ રૂપ
શિવ જો મૃત્યુના દેવ તો શૃંગારમા છે ઍમનુ નૃત્ય સ્વરુપ
શિવ ઍટલે ક્ષમાના  દેવતા, વિષ  પીને છે વિશ્વને તારનારા
ઍવા શીવને  ભાવભીના વંદન,  જેની કૃપા વિના ન જીવન જીવાય.
શિવ ઍટ લે-
ભારત દેસાઈ
                                 ================================

Saturday, March 9, 2013



ડ્રોનસ
===
                                                        ડ્રોનસ ઍ ઍક આધુનિક ટેકનોલોજીની દેણ છે. ઍનો વ્યાપક ઉપયોગ મોટે પાયે આંતકવાદની સામે થાય છે. લશ્કરને કાર્યવાહી કરવામા મોટી ખુવારી થાય છે ઍજ કાર્ય ડ્રોનસ લશ્કરી ખુવારી વગર કરી શકે છે. પાકિસ્તાનના ડુંગરાળ પ્રદેશમા છુપાયેલા આંતકવાદીઑને શોધીને ડ્રોનસ ઍમનો નાશ કરે છે. ડ્રોનસ દ્વારા ૮૦ જેટલા ત્રાસવાદી નેતાઓનો ખાતમો કરવામા આવ્યો છે. પરંતુ આજુબાજુમા રહેતા નિર્દોષ નાગરિકોનો પણ ઍમા મોત થાય છે તેથી પાકિસ્તાનમા ઍનો મોટો વિરોધ છે. અમેરિકાઍ ડ્રોનનો ઉપયોગ બીજી ઘણી અશાંત જગ્યાઓ પર કરે  છે. આથી અમેરિકા સામે વિરોધનો વંટોળ ફાટિ નીકળ્યો છે.
                                                          આખરે ડ્રોનસ છે શુ? ઍ માનવ વગરનુ વિમાન છે જેનો કાબૂ હજારો માઈલ દૂર નિયંત્રણકક્ષમા  બેઠેલા માનવોના હાથમા હોય છે. ડ્રોને યુધ્ધની નીતિ જ બદલી નાખી છે પરંતુ ઍના ઉપયોગ માટે  બરાક ઓબામા સામે વિરોધ ફાટી નીકળ્યો છે.
                                           ડ્રોનસ રોબેટીક જાતનુ વિમાન છે. ઍનો ઉપયોગ ગુનેગારોને શોધવામા, ઉભા પાકનુ રક્ષણ કરવામા, જાસુસી કરવાં જેવા કાર્યોમા પણ કરવામા આવેછે.
                                            કદાચ ઍવો પણ દિવસ આવે કે માખી જેવા સૂક્ષ્મ ડ્રોનો કોઈ પણ માનવીનો દૂરથી પણ નાશ કરી શકે. રોગો પણ ફેલાવી શકે કારણકે માનવીઓઍ કોઈ પણ શોધનો દૂરઉપયોગ ઘણીવાર કર્યો છે. જેમકે અણુબોમ્બનો ઉપયોગ બીજા રાષ્ટ્રોને ડરાવવામા કરવામા આવે છે. પ્રભુ સર્વને સારી બુધ્ધિ આપે.
                                         ********************************************

Monday, February 25, 2013


આંતકવાદ           
======
આંતકવાદ આજ કાલ આખી દુનિયામા ફેલાયેલો છે. કેટલીક જગ્યાઍ તો હદ વટાવી ચૂક્યો છે.
ભારતમા પણ સંકલનનો અભાવ હોવાથી જ્યા ત્યા બૉમ ધડાકા થતા જ રહે છે. સેંકડો નિર્દોષ માણસો મરી રહયા છે.
અત્યારેજ હૈદરાબાદમા બોમ્બ ધડાકા થયા ૨૦ જેટલા મરી ગયાને ૧૦૦ ઉપરાંત માણસો ઘાયલ થયા. કેન્દ્ર સરકારે દોષનો ટોપલો રાજય સરકાર પર નાખ્યો અને રાજ્યે પણ કેન્દ્ર પર નાખી હાથ ધોઈ નાખ્યા. આમા મરો લોકોનો જ છે. ભારતમા સરકારો રાજકારણમા ઘણી બધી ડુબેલી છૅ આથી પોલીસો પણ નાસીપાસ થઈ જઈ તદ્દન નિષ્ક્રિય થઈ રહી છે. દરેક દેશે પોતેજ ઍ પ્રશ્નને હલ કરવો પડશે.
                         આ બાબતમા અમેરિકા પાસે ઘણુ  શીખવાંનુ છે. અમેરિકામા ન્યૂયોર્કના ટ્રેડ સેંટર પરના ત્રાસવાદિ હુમલા બાદ તેમણે અફઘાનીસ્થાન પર હુમલો કરી તાલિબાન ત્રાસવાદીઓને સાફ કરી નાખ્યા. વર્ષો સુધી કાવતરાના સુત્રધારની શોધ કરીને પાકિસ્તાનની ધરતી પર ખતમ કરી નાખ્યો.  મુંબઇ હુમલાના ત્રાસવાદીને સજા કરવામા ભારતે વર્ષોના વર્ષો લીધા,પરંતુ ઍ હુમલાના મુખ્ય આરોપી હેડલી, અને રાણા ને વર્ષો સુધીની સજા ૬ મહિનામા જ અમેરિકાની કોર્ટે ફટકારી દીધી. કારણકે ઍ હુમલામા ઘણા અમેરિકન નાગરિકોને પણ મારી નાખવામા આવ્યા હતા. ઈસરાયલનો જ દાખલો લેવા જેવો છે. ઍમના પર કોઈ ત્રાસવાદી હુમલો થાઈ તો દુશ્મનના પ્રદેશમા જઈ તે ત્રાસવાડીઓનો ખુરદો જ  કરી નાખે છે. ઘણીવાર જો આગળથી હુમલાની ખબર પડે તો ઍ પહેલા જ ઍમનો ખુરદો કરી નાખે છે. આજ બતાવે છેકે રાષ્ટમા આવા ભયાનક તત્વોનો સામનો કરવાની ઇચ્છા શકિત હોવી જોઇઍ અને ઍના માટે વ્યવસ્થા શક્તિ હોવી જોઇઍ. ભારતમા ઍ બન્ને શક્તિનો અભાવ હોય ઍમ લાગે છે. નબળી નેતાગિરીના પણ ઍમા પડછાયા દેખાય છે.
ઘણીવાર પ્રશ્નો થાય છે જેના જવાબો નથી!
માનવી માનવોની કતલ કરે અને જીવતાને જલાવી દે
ઍ ધર્મ છે તો અધર્મ શુ ?
માનવી માનવોના મસ્તક ઉડાવી દે અને છાતીમા છરો ભૉકી દે
ઍ પુણ્ય છે તો પાપ શુ ?
માનવો માનવીઓના ઘર બાળી નાખે અને લોકોને લૂંટે
ઍ ન્યાય કહેવાય તો અન્યાય શુ?
માનવો ઍ બધાને સહી માને અને સ્વર્ગની ખેવના કરે
ઍ જો સત્ય હોય તો પાગલપન શુ?
ભારત દેસાઈ
                                       *****************************************

Tuesday, February 5, 2013



જીવન અને મૃત્યુ
==========
                             જીવન ગમે તેટલુ  સંતાપ જનક હોય તોપણ માનવીને મરવુ ગમતુ નથી. જીવન અને મૃત્યુ બન્ને આપણા હાથમા નથી. પરંતુ જીવન આવકારદાયક છે અને મૃત્યુનો ડર હોય છે. મૃત્યુનો ડર શા માટે? કારણકે ક્યા જવાનુ છૅ ઍ વિષે આપણે અજ્ઞાન  છીઍ. રાજા અને રંક બધાનો ઍજ અંત છે. તે છતા ઘણા ભ્રમમા હોય છેકે ઍ મરવાના જ નથી. સાથે કઈ લઈ જવાના નથી ઍ જાણતા હોવા છતા મૂરખની જેમ ભમતા હોય છે. આખરે તો ખાલી હાથે ચાલી જતા હોય છે. આથી વિશ્વ વિજેતા સિકંદર ઍના સરદારો ને સૂચના આપી હતી કે ઍના મૃત્યુ બાદ  ઍની  સ્મશાન યાત્રામા ઍના હાથને કોફિનની બહાર રાખવા જેથી લોકોને ખબર પડે કે  મહાન વિજેતા ખાલી હાથે જ આ દુનિયામાથી વિદાય હતો. પરંતુ સામાન્ય અને મહાન માણસો પણ મૃત્યુને સામાન્ય ગટના તરીકે લઇ શકતાં નથી.
                           કુરુક્ષેત્રે  કૃષ્ણઍ અર્જુનને  ગીતાનો બોધ આપ્યો હતો છતા અભિમન્યુના મૃત્યુના કારણે અર્જુને વિલાપ કર્યો હતો અને બાદમા વિષાદમા  ગરકાવ થઈ ગયો હતો.  આવી જ રીતે ધર્મ રાજા ઍ હિમાલયમા ભાઈઓને ગુમાવ્યા બાદ વિલાપ કર્યો હતો.
                           બધા જાણે  છે કે મૃત્યુ અનીવાર્ય છે તે છ્તા તેનાથી   ડરે છૅ. મહાભારતમા હિમાલયમા  ધર્મરાજા સાથે પણ ઍવૂ બને છે.

મહાભારતનુ અંતિમ પર્વ
===============
હિમાલયની નીરવ શાંતિમા ધર્મરાજ  આંસુઓ વહાવે
કુદરત પણ વિલાપ કરતી હતી  પડઘાઓના અવાજોમા
રખડી રખડી થાકેલા  પોતાના ભાંડુઓને શોધે
ક્યા ગયા મારા ભાંડુઓ? કદી ન મને છેહ દેનારા
હિમાલયની---
શરીર તૂટે છે, માથુ ફાંટે છે, દબાવી  આપનાર નકુલ ક્યા?
ખભે બેસાડી લઇ જનારો મહાબલી ભાઈ ભીમ ક્યા?
કપરા કાળનો સહારો પૅલો અનુજ સહદેવ ક્યા?
ઍકજ શબ્દે ગાંડીવ ખેચનારો વીર ધનૂર્ધર અર્જુન ક્યા?
હિમાલયની---
ત્યાતો આકાશવાણી થઈ 'શાને તમે વિષાદ કરો?
ઍ માનવો  હતા હિમમા પીગળી ગયા
તમારુ સત તમને ફળ્યુ ફક્ત નરોવા કુંજારવા જ નડી ગયુ
તમે બચ્યા પણ ઍક આંગળી હિમ ગળી ગયુ
હિમાલયની---
દુખી યુધિશ્ટીરને  સ્વર્ગ દ્વાર સામે દેખાયુ
સ્વર્ગમા જઈ થાક ઉતારીશ ઍમ સમજી દિલ હરખાયુ
દરવાને નમન કર્યાને  નમ્રતાથી સ્વાગત કર્યુ
બાજુમા ઉભેલા સ્વાનને જોઈ મોઢુ બગાડ્યૂ
હિમાલયની---
સારુ જીવન મારો સાથ નીભાવ્યો અને મૃત્યૂમા ઍનો સાથ છે
ઍને  મૂકી સ્વર્ગના સુખને  હુ ન માંણી શકુ!
દ્વારપાળને દયા આવીને  સ્વાનનુ પણ સ્વાગત કર્યુ
સત્યવાદીની સાથે પેલા સ્વાનનો પણ ઉધ્ધાર થયો
હિમાલયની--
ભારત દેસાઈ
                     ******************