Monday, December 16, 2013


અમેરિકાના ગ્રાન્ડ કેનિયન પર
                                                                                                                  અમેરીકામા ગ્રાન્ડ કેનિયન પર જઈ કુદરતની કરામત જોવી ઍ ઍક લાહવો છે. કરોડો વર્ષોની પવનની થપાટો  સહન કરીને પણ ખડકોઍ ઍમનો રંગ બતાવી કુદરતના  સૌદર્યમા વધારો કર્યો છે. કુદરતની  આ અજબ  રંગોળીને જીવનમા ઍક વાર જરૂર જોવા જેવી છે. મેઘધનુષના બધાજ રંગો અહિયે ખડકોમા જોવા મળે છે.

પથ્થરોમા કુદરતે--
પથ્થરોમા કુદરતે અદભૂત કરામત કરી છે
જાણે નિપુણ કલાકારે મૂર્તિઓ ઘડી કાઢી છે
રંગોની વિવિધતા ઠાસી ઠાસીને ભરી છે
મેઘધનુષને ભૂલાવી દે ઍવી સુંદરતા ઉભરી છે
પથ્થરોમા કુદરતે--
લાલ ઘૂમ ખડકોની ટોચો મહાન ઋષીઓ જ઼ેમ ઉભી છે
પેલા પીળા શિખરો શીષ્યોની જેમ નમ્ર લાગે છે
કેશરી શિખરો પવિત્રતાની નિશાની છે
સફેદ ડુંગરમાલાઓ પરમ શાંતિના દુતો સમાન ખડા છે
પથ્થરોમા કુદરતે--
હજારો વર્ષોની ગાથાઓ  આ ખડોકોમા લખાયેલી છે
કુદરતે કોરો કોરીને રંગીન  સોન પાપડી બંનાવી છે
ઍને માણી જાણે ઍજ ઍની મીઠાશ માણે છે
પથ્થરોમા કુદરતે અદભૂત કરામત કરી છે
પથ્થરોમા કુદરતે--
ભારત દેસાઈ

                                                        ********************************

Monday, December 9, 2013


જન્મભૂમિ
                                  વલસાડ ગુજરાતનો મહારાષ્ટ્ર સાથેની સરહદ પર આવેલો જીલ્લો છે. વલસાડની ઍકબાજુ પર અરબી સમુદ્ર છે. ઉત્તરે ઔરંગા નદી વહે છે અને  દક્ષીણે વાકી નદી વહે છે. વાંકી નદી વાંકી ચૂકી વહે છે આથી ઍનુ નામ વાંકી રાખવામા આવ્યુ લાગે છે. આશ્ચર્યની વાત તો ઍ છેકે ઍ વાંકી ચૂકી વહી દરિયાને નથી મળતી પણ ઔરંગા નદીમા મળી જાય છે. પરંતુ આ નદીઓ અને ફળદૃપ જમીનોઍ ચારે બાજુ  લીલોતરી ફેલાવેલી છે. આથી ઍ વલસાડની સુંદેરતામા વધારો કરે છે. બાજુમા આવેલો તીથલનો દરિયાકિનારો કુદરતી રીતેઅને આબૂહવાની દ્રષ્ટિે ઍ વલસાડને રમણીય બનાવે છે.
                                    વલસાડની આજુબાજુમા આંબા, ચીકુ, કેળાની ભરપુર વાડીઓ આવેલી છે જેઑ હરીયાળીની શોભા વધારે છે. વલસાડની બાજુમા બહુ  ઉદ્યોગો નથી જે ઍને પોલ્યુજૅન મુક્ત બંનાવે છે જેથી રહેવા લાયક સ્થળ બન્યુ છે. લોકો વાપી અને સૂરત જેવા ઉદ્યોગિક સ્થળે અહીથી જ આવજાવ કરે છે.
                                      બાજુમા પારનેરાનો ડુંગર છે જેનાપર શિવાજી વખતનો ખંડેર કિલ્લો અને માતાજીનુ મંદિર છે. વલસાડની પ્રાકૃતીક સૌદર્ય જોવુ હોય તો પારનેરા સારામા સારુ સ્થળ છે. પારનેરાની બાજુમાજ અતુલ અને સિબાના કારખાનાઓ આવેલા છે.
                                      વલસાડ રાજકીય દ્રષ્ટિેઍ પણ ઇતીહાસ ધરાવે છે. સ્વતંત્રતાની લડાઈ દરમિયાન ગાંધીજી તીથલ પર રહેલા છે.  વલસાડ માજી વડા પ્રધાન મોરારજીભાઇનુ, સ્વતંત્ર સેનાની અને  પ્રસિધ્ધ કાયદા સાસ્ત્રી ભૂલા ભાઈ દેસાઇનુ જન્મ સ્થળ છે. ભારતના માજી મજુર પ્રધાન  ખંડુભાઇ દેસાઇ ની ભૂમિ છે. જાણીતા કવિ  ઉનનસની કર્મ ભૂમિ છે. વલસાડમા પારસી, મુસ્લિમ, ઈસાઈ અને હિન્દુઓની પણ વસ્તી છે પણ કદી હૂલ્લડો થયા નથી. અહિઍ કુદરતી સૌદર્ય સાથે લોકો હળીમળીને રહે છે. આવી જન્મભૂમિમા વારે વારે જન્મ લેવાનો પણ ઍક લાહવો છે. ઍવી જન્મ ભૂમિને આમ જ અંજલી આપી શકાય.

ઍક બાજુ છે---
ઍક બાજુ છે દરિયો બીજી બાજુ નદિયા
વચમા મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
નીત સવારેને સંધ્યાકાળે, મંદિરોના ઘંટારવમા
દિનદુખીને ધનવાનો પણ નમાવે મસ્તક જ્યા
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનૂ નામ
ઍક બાજુ છે---
કોઈના આંસુઍ આંસુ વહાવે, ગામ આખુ શોક મનાવે
હર્ષની રેલીમા  જ્યા ઍક્મેકના દિલ મિલાવે
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
ઍક બાજુ છે---
વર્ષામા નદિયાના પાણી, હરીયાળી ચાદર ફેલાવે
વસંતે દરિયાંની હવા ફૂલોની મહેકો ફેલાવે
ઍવુ મારુ ગામ, સ્વર્ગ છે ઍનુ નામ
ઍક બાજુ છે---
ભારત દેસાઈ
                                         ***********************************************
                                                

Sunday, December 8, 2013


નરેન્દ્ર મોદી- ઉગતો સિતારો

                                                     પાંચ રાજ્યો થયેલી તાજેતરની ચૂંટણીમા ત્રણ રાજ્યોમા ભારતીય જનતા પાર્ટી ઍ બહુમતી હાંસલ કરી છે. ઍ ચૂંટણી મા નરેન્દ્ર મોદી મુખ્ય પ્રચારક હતા. આથી ચૂંટણીના પરિણામો માટે ઘણે અન્સે મોદીને જ જશ જાય છે. દેશના નેતાઓ હવે મોદીને ઍક રાજકીય શક્તિ તરીકે ઓળખવા લાગ્યા છે. ૨૦૧૪ ના દેશવ્યાપી ચૂંટણીમા તેઓ બધા વિરોધી પક્ષો માટે તેઓ પડકાર રૂપ બની ચૂક્યા છે.
                                 નરેન્દ્ર મોદીમા ઍવુ તે શુ છે કે જે ભારતીય જનતાને આકર્ષિત કરી છે? બિનસાંપ્રદાયિકતાને નામે લઘુમતીઓને પંપાડવાની નીતિ સામે ઍમણે સર્વ ની પ્રગતિની વાત મૂકી છે. ફુગાવો, ભ્રષ્ટાચાર, અને નબળી વિદેશી નીતિ સામે ઍમ ણે મજબૂત દ્રષ્ટી કોણ દાખવ્યો છે. ભારતમા વધુમતી મતદારો યુવાનો છે જેમને આકર્ષિત કરી ઍમનામા નવવિકાશની આશાઓ ઉભી કરી છે.

                                તેઓ સ્વચ્છતા અને વ્યવસ્થિત જીવન જીવે છે. તેઓ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી પોતાના વિચારોનો પ્રચાર કરે છે અને લોકોના સંપર્કમા પણ રહે છે. તેઓ તેમના કપડા પોતે પસંદ કરી ડિસાઈન કરે છે અને  પ્રસંગો પ્રમાણે રંગીન ખેસો પહેરે છે.  ઍમના ખીસામા કાંસકી પડેલી હોય છે જેથી જાહેરમા કદી તે અગરવઘર દેખાતા નથી. તેઓ નવા નવા વિચારો અને પોતાની જ બ્રાંન્ડો પ્રસ્તુત કરે છે. ઍમનામા મોડેલ અને કલાકારના બધાજ ગુણો છે. તેઓ પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલા નથી પરંતુ જરૂરીયાતની બહારની બનેલી વસ્તુઓ વાપરવાના શોખીન છે. તૅઓ સુંદર વક્તા પણ છે. આ ઍમની ખાસિયતોઍ પણ યુવા વર્ગમા ઍમને ઘણા જ પ્રખ્યાત નેતા બનાવી દીધા  છે.
                                  ભારતનુ રાજકારણ ઘણુ જ ગૂચવણ ભર્યુ છે. ભારતીય જનતા પક્ષ બહુમતી મેળવે તો પણ ઍ ભારતીય રાજકારણમા બધાને કેવી રીતે સાથે રાખી શકે તેના પર જ ઍમની સફળતાનો આધાર છે. ઍક પાર્ટી સાથે રાજ઼ કરવુ સહેલુ છે, પરંતુ અનેક જાતના પ્રાદેશિક પક્ષો અને વિવિધપ્રકારના લોકોના સહકાર મેળવી રાજ઼ કરવુ ઍ મુશ્કેલ કામ છે.  આથી થોભીને જોવા જેવી પરિસ્થિતી છે.
                                                 *******************************************

Wednesday, November 13, 2013


ભારતની જનતાની પરેશાની

                                     
                                                       આજે ભારતમા ગણી વિકટ પરિસ્થિતિ છે. જનતા ભ્રષ્ટાચાર, ફુગાવો, ગેરવહીવટ અને હિંસામા પીડાઈ રહી છે. ધીમે ધીમે બધી  સંસ્થાઓ નબળી પડી રહી છે. અત્યારેતો ઍવુ લાગે છેકે ઉંચ ન્યાયાલય સિવાય કોઈ સંસ્થા બરાબર ચાલતી નથી. પૈસાદારો વધારે પૈસાદાર બની રહયા છે, અને ગરીબો વધારેને વધારે ગરીબ થઈ રહ્યા છે. વસ્તીના૧/૩ લોકો  ૬૬વર્ષની સ્વતંત્રતા  બાદ પણ ગરીબીમા  સડી રહ્યા છે. લોકો પોતાના જીવન સંઘર્ષમાથી બહાર આવી શકતા નથી અને દૂષણો સામેની પ્રતિકાર શક્તિ ગુમાવી દીધી છે ત્યારે થાય છેકે  શુ આવી પરિસ્થિતિ માટે આપણા સ્વતંત્રવીરો ઍ બલિદાન આપ્યા હતા?
હવે તો લોકો બ્રિટિશ અને મહારાજાઓના અમલ ને સારો ગણાવી યાદ કરી રહ્યા છે. ઍ જ આપણી કમનસીબી છે.
ઍનુ કારણ-
વતન તારા હાલ જોઈ પ્રભુને આવી ગઈ છે દયા
પણ આ ધરતી પર  જન્મ લેનારાઓને ન આવી લજ્જા
સ્વતંત્રવીરો ઍ દેશને માટે પોતાનુ બધુ ગુમાવ્યુ હતુ
ઍમણે વિચાર્યુ પણ નહી હોય કે આવા દિવસો જોવાનુ
વતન તારા--
કરોડો પાસે રોટી, મકાન અને  કામ નથી
ઍક્વાર ખાવાનુ, શુ  ઍ કરોડોનો હક્ક નથી?
મંદિરો પર ધજા ચડે, અને દેવોને થાળ ચડે
બહાર ઉભા પેલા ભૂખ્યા, શુ ઍ માનવો નથી?
વતન તારા--
જનતા બિચારી મજબૂર છે ધીરજ રાખી બેઠી છે
આટલી યાતનાઓ છતા તૂફાન દબાવી બેઠી છે
બીજા દેશોમા શુ થયુ ઇતિહાસ ઍનો સાક્ષી છે
તોફાન હદથી વધી ગયુ તો પછી  મારફાડ, મારફાડ જ્ છે.
 ભારત દેસાઈ
                                              *************************

Monday, November 11, 2013


સ્વાસ્થ્ય સારુ રાખવાની કળા- આધુનિક અન પુરાતન


                                                        સ્વાસ્થ્ય સારૂ રાખવા માટે થોડી આધુનિક સૂચનાઓ સામાન્ય રીતે નીચે મુજબ છે.
૧)કસરત ૨)રમતગમત ૩)શોખોને કેળવો ૪)પુરી નીદ્રા લૉ ૫)ઉંડો સ્વાસોશ્વાસ લેવાનુ રાખો ૬)ખોટી ચિંતા છોડી દો અને૭)હંમેશા સાકારત્મક વલણ કેળવો. આનાથી શરીર સારુ અને પ્રફુલ્લિત રહેછે.
                                                        આપણા ઋષીમુનિ ઑ પુરાતન કાળમા બહુજ લાંબુ અને તંદુરસ્ત જીવન જીવતા હતા. તેઓ ઘણો સમય મન્ત્રો ઉચ્ચાર અને યોગામા પસાર થતો. બાકીનો સમય તેઓ વિજ્ઞાનિક  શોધો કરવામા ગાળતા. તેમની પ્રયોગશળાઓ  તેમનુ આંતરિક માનસ હ્તુ.
                                                        ઍમ કહેવાય છેકે ઈશ્વરે વિસ્વામિત્રને ગાયત્રી મંત્ર આપીને દુનિયાના લોકોને તંદુરસ્તી ચાવી આપી દીધી છે. ઍના રટણથી કોઈને પણ આધ્યાત્મિક અને તંદુરસ્તી દ્રષ્ટી ઍ ફાયદો થાય છે, ગાયત્રી મંત્રનુ રટણ કરવાથી માનવીની મગજ શાંત થઈ જાય છે.  આથી માનવીની દ્રષ્ટી સાફ થઈ જાય છે.  અને કપરા સમયમા સાચો નીર્ણ ય લેવામા મદદ રૂપ થાય છે. માનવીમાથી બધાજ ભયો દૂર થઈ જાય છે. આથી શરીર તંદુરસ્ત બને છે.
                                                        આતો માનવીના અનુભવોની વાતછે પરંતુ આધુનિક જમાનામા વિજ્ઞાનિક રીતે પૂરવાર થઈ ચુક્યુ છે. ડૉક્ટર હાવર્ડ સ્ટેઈન્જ્રિલ  અમેરિકન વિજ્ઞાનિકનુ કહેવુ છે કે ગાયત્રી મંત્ર  ૧૧૦૦૦૦  મોજાઓ દર સેકંડે ઉભા કરે છે જે રટણ કરનારને પવિત્ર બનાવે છે. આધ્યાત્મિક બનાવે છે. આપણી બુધ્ધિમા પણ વધારો કરે છે.
                                                        ગાયત્રી મંત્ર  દુનિયાને બનાવનારના ગુણગાન ગાય છે. અને દુનિયામાથી અજ્ઞાન દૂર કરી પ્રકાશ ફેલાવવા માટે કર્તાનો આભાર માને છે.
                                                        ટૂકમા આધ્યાત્મિક યોગા દ્વારા  શરીરને તંદુરસ્તી  બક્ષવાની ઍ ઍક આપણી પુરાતન પધ્ધતિ છે જે બહુજ સરળ છે.
                                            _______________________________

Thursday, October 31, 2013


સરદાર પટેલ

                                                     સરદાર પટેલનો આજે જન્મ દિવસ છે. ઍમણે દેશ માટે આપેલો ભોગ અને દેશને આપેલી સેવા અનોખી છે. સરદારે દેશના ૫૦૦ રાજાઓના રાજને ભારતમા ઍમની કુનેહ થી ભેળવી દીધા, કાશ્મીર, જૂનાગઢ, હૈદરાબાદ,  જેવા રાજ્યોને ભારતના હાથમાથી જતા બચાવી લીધા. સરદાર ભારતના લોખંડી નેતા હતા. આજે કેટલા લોકો ઍના નામને વટાવી રહ્યા છે.
                             સરદારને અપાર અન્યાય થયો છે.આખી  કૉંગ્રેસ અને જનતા ઍમને પ્રધાન મંત્રી બનાવવા માંગતી હતી પરન્તુ ગાંધીજીનેઍ  ઍમની પસંદગી નહેરૂ પર મૂકી હતી. ગાંધીજીની ઈચ્છાને  તાબે થઈ સરદારે  પ્રધાનમંત્રી પદનો ભોગ આપ્યો હતો. ઘણા નેતાઓને ઍમની હયાતિમા જ ભારત રત્ન આપી દેવામા આવ્યો હતો જ્યારે સરદારને ઍમના મૃત્યુ બાદ કેટલા વર્ષો બાદ ઍમના પર ઉપકાર કરતા હોય ઍવી રીતે 'ભારત રત્ન' આપવામા આવ્યો હતો. ઍ સરદાર જેવા દેશભકતને મોટામા મોટો અન્યાય હતો.
                                                   કેટલાક લોકોતો સરદારને રુઢિચુષ્ટ,અને મૂડીવાદી માનતા હતા પરન્તુ સરદારને ઍની પરવાહ ન હતી. જેણે સ્ત્રીઓને ઍમના હક્કો  અપાવ્યાઍ વ્યક્તિને રુઢીચુસ્ત કેવી રીતે ઘણાવી શકાય.?સરદારનુ કહેવુ હતુ જ્યા સુધી દેશના હિતમા મૂડી વાદીઓની જરૂર છે ત્યા સુધી હૂ ઍમની સાથે રહીશ. ઍવા દેશભકતને મૂડીવાદિ તરીકે ઓળખાવવા ઍ પણ ઍમને થયેલો અન્યાય જ હતો.
                                                  સરદારનો બિનસાંપ્રદાયિક અભિગમ બહુજ સ્પષ્ટ હતો. તેઓ કહેતા કે' ભારત મુસ્લિમ અને  હિન્દુ બન્નેનો દેશ છે, પરંતુ ઍમા ગદ્દારોને કોઈ સ્થાન નથી. આવા સ્પષ્ટ વક્તાને કોમવાદી ગણવા ઍ ઍને મોટો અન્નાય છે.
                                                  રાષ્ટ્ર પ્રેમ ઍજ ઍમની મૂડી હતી.  ઍમના નામનો ઉપયોગ કરનાર ઍના પુત્રને પણ  ઘરની બહાર ફેકી દિઘો હતો. મરતી વખતે ઍમની પાસે વધેલા કોંગ્રેસ પક્ષના ફન્ડને પણ ઍમણે હિસાબ સહિત નહેરુને મોકલાવી આપ્યા હતા. આજ ઍમની પ્રામાણિકતા નો નમૂનો છે.
                                                    તેમની નિર્ભયતા અજોડ હતી. વિન્સ્ટન ચર્ચિલને પણ ભારત વિષે ઍલ ફેલ બોલવા માટે સંભળાવી દીધુ હતુ કે ભારત હવે સ્વતંત્ર છે. ઍ તમારુ ગુલામ નથી. ઍટલે હવે સંભાળીને બોલતા શીખો. તૅઓ સયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિને અસલામતી સમિતિ કહેતા. લોર્ડ માઉંટ બેટન ને ઍક્વાર સંભળાવી દીધુ હતુ કે તમે બરાબર રાજ઼ કરતાં નથી અને અમને પણ કરવા દેતા નથી. ગાંધીજી ઍ જ્યારે આશ્રમમા બ્રહ્મચાર્ય પર પ્રયોગો કરતા હટતા ત્યારે તેમણે નીડરતા થી કહી દીધુ હતુ કે'તૅઓ આશ્રમ નુ વાતાવરણ બગાડી રહ્યા છે.
                                                      આવા લોહ પુરુષને આપણે કોટિ કોટિ વંદન કરી પાવન થઈઍ.
                                  ****************************************************૮
                             

Saturday, October 26, 2013


ભગવો રંગ

                                                   સ્વામી તેજોમાયાઆનંદે (અમદાવાદ સ્વામી ચિન્મયાનંદ આશ્રમના વડા) ઍમના પ્રવચનમા ઘણુ સૂચક  વાક્ય કહ્યુ "સવાર અને સાંજે  સૂર્યનો રંગ ભગવો હોય છે આથી સાધુઓ પણ ભગવો રંગના કપડા અપનાવતા હોય છે." ઍમજ  સાધુઓના જીવનમા સવાર સાંજમા કોઈ ફરક પડતો નથી. આજ પ્રમાણે  જન્મ અને મૃત્યુ વખતે માનવ સરખી સ્થિતિમા હોય છે પરંતુ ઍ સમજવા મનુષ્યે આખુ જીવન કાઢવુ પડે છે.
                                                 ઍક કવિઍ કહ્યુ છે," જાલરટાણે આથમની દિશામા ભગવો રંગ કેમ હશે? તો આખો દિવસ દુનિયા જોઈને રવિ બાપડો વૈરાગી થતો હશે." ભગવો રંગ ઍથી  આધ્યાત્મીકતાનુ પ્રતીક છે. આશ્ચર્ય તો ઍ છે કે ભગવાને ધર્મ સાથે જોડવા નો પ્રયત્ન કરવામા આવી રહ્યો છે.  શિવાજી ઍ ઉઠાવેલા ભગવા વાવટા પાછળ સન્યસ્તની આધ્યમિકતા હતી. આથી ભગવા રંગની પાછળના તર્કને જીવનમા ઉતારવાની જરૂર છે.
                                                          ********************