Friday, June 3, 2016


દુનિયાની અજાયબીઓ
                                                                                                                                                                        વિશ્વમા જે આધુનિક વિજ્ઞાનિક શોધો થઈ રહી છે,. ઍનાથી આખી દુનિયાની સકલ બદલાઈ રહી છે.
ઍ બધી શોંધો અજાયબી રૂપે પ્રગટ થઈ રહી છે.
૧) શૉપિંગ મૉલમા હવે વેચાતી વસ્તુઓ  'ઍલસીડી' પડદા પર દેખાશે અને જોઇતી વસ્તુઑ પર અડવાથી ઍ નોંધાઈ  જશે. તમે બહાર કાઉંટર પર જાઓ ઍટ લામાં બી લ સહિત બધી વસ્તુઓ તૈયાર મળશે.
૨) ઍવા મોબાઈલ ફોન બનાવવામા આવ્યા છેકે જેને તમારે જોઇઍ ઍ રીતે વાળી . શકો છો. ઍ ફોન કામ પણ સ્માર્ટ ફોનની જેમ જ કરે છે.
૩) તમારુ કોમ્પ્યુટર ઘંટડી પણ વગાડી શકશે અને તમારુ ઈમેલ ખાતુ પણ તપાસી શક્શે. અમુક બાબતમા તમને ચેતવશે પણ ખરુ. તથા બીજાઓ સાથે નેટપર વાત પણ કરાવી શકશે.
૪) માણસે પોતાની આંખમા ગોઠવેલા  કેમેરા  તમને જોઈ શકશે.
૫)નવા યુગના ગૂગલ ફાઈબર દ્વારા  અત્યારથી ૧૦૦ ગણુ વધારેગતિ વાળુ ઇંટરનેટ મળશે.
૬) કૅમપિંગ સ્ટવ હવે રાંધવા સિવાય ઍવી શક્તિ ઉત્તપન   કરશે કે બેટરી પણ ચાર્જ કરી શકાશે.  બિજુ બધુ પણ 'યુસબી' દ્વારા ચાર્જ કરી શકાશે.
૭)ઍવી કચરા પેટી બનાવવામા આવશે કે ફેકેલા કચરાને કેચ કરી શકશે.
૮) સ્માર્ટ ફોનો ૨૦ વર્ષ પહેલાની બધીજ માહિતીઑ  ઍમનામા સમાવી શકશે.
૯) બાયોનીક હાથો  હવે ગમે તેવી હિલચાલ કરી શકશે.
                                          *************************************

Sunday, May 8, 2016

મારી મા
                                                                (મારી મા શાંતાબહેન )        
                                                                                                                                                               આજે '૮ મી મેને દિવસે 'અમેરીકામા ' મધર ડે' તરીકે ઉજવવામા આવે છે.  ઍટલેકે માતાઑ દ્વારા કુટુંબમા અને સમાજમા આપવામા આવેલા પ્રદાનઓને અંજલી આપવાનો દિવસ.' મા' ઍટલે પ્રેમ, ત્યાગ, અને બલિદાનની દૈવી  મૂર્તિ. મે નીચેના લેખમા મારીં માને નિષ્ઠાપૂર્વક અંંજલી આપી છે.-

                                                                 "  મા ઍટલે પ્રેમ, બલિદાન અને પોતાના સંતાનો માટે જીવે ત્યા સુધી ત્યાગ કર્યા કરે ઍવુ મંગલ સ્વરુપ હોય છે. ઍને પોતાના સંતાનોમા  હમેશા  સદગુંણો દેખાય ઍનુ આલોચન કરે અને ઍમના અવગુણોને ઢાંકી ઍને સુધારવાના પ્રયત્નો કરે. ઍટલા માટે ગમે તેવા ખરાબ સંતાનો પણ ઍની માની આગળ આગળ ગળગળા થઈ  માથુ નમાવી દે છે. દુનિયામા ઍક માનવી બતાવો જે ઍની માને પ્રેમ ન કરતો હોઈ.
                                                                   મારી મા પણ પ્રેમ, ત્યાગ અને બલિદાનની જીવતી જાગતી મૂર્તિ હતી. ઍ અમારે માટે જ જીવતી હતી, પોતાને માટે નહી.સાદાઇ, અને સ્વચ્છતાના પાઠ શીખવી ગઈ હતી. આજે પણ ઍની યાદમા ઍની સૂતરની સાડીને સાચવી રાખી છે. ઍની યાદ આવી જાઇ ત્યારે ઍ સાડી પર આંસુ વહાવી લઉ છુ. પરંતુ ઍને ઘરેણાની જેમ કબાટમા સાચવી રાખુ છુ.
                                                                  નાનપણમા આમતો મે બહુ સીધોસાદા અને  શાંત છોકરાનીની છાપ ઉભી કરી હતી પણ મારી માને મારી આંતરિક મજાકિયા સ્વભાવની ખબર હતી. ઍક્વાર મે મારી નાની બહેનની ખુરસી સિફતથી હટાવી દીધી અને ઍ જમીન પર પટકાઈ. ઍના રડવાના અવાજથી આજુબાજુના લોકો હેબતાઈ ગયા. હૂ દૂર નિર્દોષતાથી ઉભો ઉભો તમાશો જોઈ રહ્યો હતો. ત્યાતો દૂરથી માનો અવાજ આવ્યો ' ઍ પેલા ભાલિયાનુ જ કામ છે. હવે  ઍની ખેર નથી. પછી મારા પર તૂટી પડી. બધાને આશ્ચર્ય થયુ પણ ઍ મારા અંદરના મસ્તીખોર સ્વભાવથી પરીચિત હતી. ત્યારથી હૂ શીખી ગયો કે ઍનાથી કઈ છુપાવવુ નહી. અને સાચી વાત ઍને કહી દેવી કારણકે જૂઠ સામે ઍને તિરસ્કાર હતો.
                                                                  મા આમતો બહુ ભણેલી ન હતી પરંતુ ઍ ભલભલી ઉંચ વ્યક્તિઓ સાથે કામ પાર પાડતી. ઍના આત્મવિસ્વાસ અજબનો હતો જેનુ આરોપણ અમારામા ક્રયુ હતુ. મોતને પણ ઍણે આત્મશક્તીથી કાબૂમા રાખ્યુ હતુ. ઍને હાર્ટ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી જીવલેણ બિમારી હતી, પણ  ઍ  બધી બિમારીઓ સાથે ઍણે ઍની જવાબદારીઓ નોભાવે રાખી. ઍક વાર ઍને મોટો હાર્ટ ઍટેક આવ્યો હતો. તે હોસ્પિટલમા જીવનમરણનો ખેલ ખેલી રહી હતી. અમે બધા સ્વજનો ઍ આશા ગુમાવી દીધી હતી પરંતુ ઍ હાફ્તી હાફ્તી ઍક જ્ર રટણ રટતી હતી કે હૂ પાછી ઘરે આવવાની જ છુ. તમે લોકો ચિંતા ન કરો. ઍ સાજી થઈ ઘરે પણ આવી. ત્યારે મને થયુ કે માણસનો આત્મવિસ્વાસ મૃત્યુ પર પણ વિજય મેળવી શકે છે. તે દિવસે માઍ મને જીવનમા આત્મવિસ્વાસ કેળવવાનો પાઠ શીખવ્યો.
                                                               માને  ડરપોક માણસો ગમતા ન હતા અને અમારી ડરપોકતામા  ઍને પોતાની માવજતમા ખામી દેખાતી.  શહેરમા નાના છોકરાઓને ઉપાડી જવાના ઘણા કિસ્સા બન્યા હ્તા ઍથી હૂ ગભરાઈ ગયો હતો અને સ્કૂલમા જવાની મે ના પડી દીધી હતી. ઍણે મને બળજબરીથી સ્કૂલે મોકલાવ્યો હ્તો. અને ચેતવણી આપી હતી કે મારી ડરપોકતાને કદી તે સહન કરશે નહી. સાંજના સ્કૂલમાથી પાછો આવ્યો ત્યારે ઍણે  પ્રેમથી પુછયુ 'બધુ બરાબર હતુ ને દીકરા' ત્યારે મને લાગ્યુ કે આખો દિવસ ઍણે મારી ચિંતામા વિતાવ્યો હતો. મને લાગ્યુ કે જીવનમા ઍને માટે અમુક ગુણો મહત્વના હતા જેનો પ્રેમને ખાતર દરગુજર કરવા માગતી ન હતી. આમ મા  વજ્રની જેમ કઠોર હતી પરંતુ  હ્રદયથી બહુ નરમ હતી.
                                                            તે વખતે અમે મુંબઈમા કફ પરેડ રોડ, 'બૅક  બે 'સામે, બૅરક્સમા રહેતાહતા.  નરીમાન પોઈન્ટ વિસ્તારમા અત્યારની જેમ કોંક્રિટના મોટા બહુમાળી. મકાનો બંધાયેલા ન હતા. ઍથી ઍ વિસ્તાર અત્યાર જેટલો ગીચ ન હતો. રાતના આઠ વાગ્યા પછી ઍ વિસ્તાર તદ્દન શાંત થઈ જતો. ઍવા વિસ્તારમા અમે રહેતા હતા. ઍક્વાર મધરાતે ચોર અમારા ઘરમા ઘુસવા જતા અવાજ સાંભળી મા હાથમા લાકડી લઈ બહાર દોડી ગઈ. અમારો નોકર પણ જાગી ગયો અને ઍ પણ માની પાછળ  દોડ્યો અને પેલાને પકડી લીધો. અવાજને લઈને અમે જાગી ગયા. જોયુ તો મા લાકડી વડે પકડેલા ચોરને ફટકારી રહી હતી. અમે ઍની નીડરતાના દર્શન ઍ દિવસે થઈ ગયા. જેનો વારસો અમને પણ આપતી ગઈ છે.
                                                            માને લોકસેવાની લગન હતી. લોકો પાસે પૈસા ઉઘરાવીને ગરીબોને ઍમની જરૂરીયાતો પુરી પાડતી. અને ઍ નિસ્વાર્થ ભાવથી કરતી. ઍ માનતી કે ગરીબોની સેવા ઍ જ ઈશ્વરની ભક્તિ છે.  ઍ મુંબઈના શ્રીમંતો પાસે પૈસા ઉઘરાવતી અને ગિરનારના ભાવનાથના મેળામા સાધુઓ અને ગરીબો માટે ભંડારો કરતી. ઍમા કપડાઓ, ધાબળાઑ વહેચતી. વર્ષો સુધી ઍ કામ કરતી રહી અને જ્યા સુધી શરીર ચાલ્યુ ત્યા સુધી ઍ કામ ચાલુ રાખ્યુ. અને અમને હસતા હસતા કહેતી આવા કામો કરતા રહો ઍવો વારસો જ તમને આપી જવાનો છુ. ઍવી ભાવનાઓ અમારા જીવનમા છોડી ગઈ છે ઍટલે આજે પણ કાઇ સારા લૉક ઉપયોગી કામો નિસ્વાર્થ ભાવે કરવાની ભાવના અમારામા સીંચીને ગઈ છે.
                                                           છેલ્લે ઍ ઍના મોતને પણ જીતી અને શાંતીથી મરજી પ્રમાણે ચાલી ગઈ. મારા પિતાના મૃત્યુ બાદ અમને ક્હી દીધુ હતુ કે ' હવે હૂ મહિનાથી વધુ જીવવાની નથી.' અમારા ક્રીયા કર્મ કરાવનાર બ્રાહ્મણ ને બોલાવી ઍના મૃત્યુ બાદ કરવાની ક્રીયાઓ વિષે પણ સૂચના આપી. મારે માટે પણ ઍ આશ્ચર્ય જનક વાત હતી. પરંતુ ઍ ઍના નક્કી કરેલા વખતે જ અમને રડતા છોડી ચાલી ગઈ. પરંતુ ઍક વાતની અમને ખાતરી થઈ કે મારી માનો આત્મા પ્રભુને પણ પ્યારો હતો અને અમારે માટે ઉમદા જીવન જીવવા માટે અમૂલ્ય વારસો છોડી ગઈ."
                                  (પરદેશી ગુજરાતી લેખકો દ્વારા લખેલા પુસ્તક્ ' મારી માવલડી' માથી)
                                             ******************************
.

Sunday, May 1, 2016


અમેરિકન પ્રમુખ હૅરી ટ્રૂમન અને જનરલ મૅક આર્થર
                                                                                           અમેરીકામા પ્રમુખ  વિશાળ સત્તાઓ ધરાવે છે.  ઍ અમેરિકન બંધારણનો ગણો મજબૂત ઓધ્ધો છે. ઍને ચુનોત્તિ દેવી ઍ તદ્દન મુશ્કેલ કાર્ય છૅ. ઘણા  પ્રમુખની સત્તાને પડકારવા જતા પોતાની કારકિર્દી ગુમાવી બેઠા હતા. ઍમાના ઍક અમેરિકન જનરલ મૅક આર્થર હતા.  તેમણે બીજા વિશ્વ યુધ્ધમા જાપાન સામે વિજય મેળવી  દુનિયામા અને અમેરીકામા પણ ભારે લોકપ્રિયતા મેળવી હતી. . ઍમણે ઍના મદમા આવી અમેરિકન પ્રમુખની સત્તાને પણ પડકારી હતી. અમેરિકન પ્રમુખ  હૅરી ટ્રૂમનઍ પણ અચકાયા વગર તે વખતના લોકપ્રિય જનરલ મૅક આર્થરને ઍના હોદ્દા પરથી બરખાસ્ત કરી નાખ્યા હતા.  આજ અમેરિકન પ્રમુખપદની ગરીમા અને સત્તા બતાવે છે.

                                                                               જનરલ મૅક આર્થર તે વખતની મિલિટરી મહા સત્તા જાપાનની શરણાગતી સ્વીકારવા જઈ રહ્યા હતા. પરંતુ તેમને જાપાન તરફ સખત પૂર્વગ્રહ હતો.  તેમણે પ્રમુખ ટ્રૂમનને ઍક ઈ મેલ સંદેશો મોકલાવ્યો હતો કે ' આવતી કાલે અમે બદમાશ પીળી કમ્મર વાળા જાપાનીસો સાથે શરણાગતિના દસ્તાવેજો સહી કરવા જઈ રહ્યા છે. તમારી જો કોઈ આખરી સૂચના હોય તો જણાવશો.' પરતુ પ્રમુખને  જનરલના અમુક  શબ્દો અયોગ્ય લાગ્યા. ઍમણે જવાબમા જણાવ્યુ કે ' સારી  રીતે  કામ પૂરુ કરવા માટે અભિનંદન. તમારે તમારો જાપાનીસો તરફનો  અણગમો પત્રકારોની સાથેની વાતચીતોથી દૂર રાખવો કારણ કે રાજકીય રીતે ઍ ઉચિત નથી.
                                                                              પ્રમુખની સલાહ કદાચ જનરલને ખુંચી હશે આથી ઍમ ણે  પુછયુ ' રાજકીય રીતે ઉચિતઍટ લે શુ? 'પ્રમુખે  જવાબમા લખ્યુ ' ઍ તર્ક હિન, લઘુમતી બીમાર મીડીયા  દ્વારા ઉભો કરેલો કરેલો  શબ્દ છે  ઍ લોકો માને છે કે ' ગંદી વસ્તુને  ઍના સ્વચ્છ છેડાથી પણ પકડી  શકાય છે.'
                                                                               આમ લોકપ્રિય  જ્નરલને કેટલી હોશીયારીથી અને ગરીમાથી અમેરિકન પ્રમુખ સલાહ આપી દે છે. આ પત્ર વ્યહવાર હજુ પણ પ્રમુખ ટ્રૂમનની લાઇબ્રેરીમા જાળવી રાખવામા આવ્યો છે.
                                                       ****************************************
સગા દીઠા શાહ આલામના ભીખ માંગતા શેરીઍ

                                                                   
                                                                    મોગલોના છેલ્લા બાદશાહ  બહાદુર શાહ જફર ને અંગ્રેજો ઍ ૧૮૫૭ના બળવાની આગેવાની લેવા માટે  રન્ગુન ખાતે દેશ નિકાલ કર્યા હતા અને ત્યાજ ઍમનુ મૃત્યુ થયુ અને ઍમને ત્યાજ દફનાવી દેવામા આવ્યા હતા, ઍક કવિઍ ક્હ્યુ છે ' સગા દીઠા શાહ આલમના ભીખ માંગતા શેરીઍ, ' મોગલોની બાબતમા ઍ વસ્તુ તદ્દન સાચી પડી છે,
                                                                     જે મોગલોઍ તાજમહાલ, લાલ કિલ્લો,  અને બુલંદ દરવાજા જેવી ભવ્ય ઈમારતો બનાવી હતી. જેઓ કોહીનૂર હીરા જડીત મયૂરાસન પર બિરાજી આખા હિંદ પર રાજ઼ કરતા હતા તેના  સગાઑની સ્થિતી આજકાલ બહુજ કંગાળ છે.

                                                                 છેલ્લા મોગલ બાદશાહ  બહાદુરશાહ જફ્રરના પ્રપૌત્ર મિર્જા બેડર બખ્તની પત્ની  સુલતાના બેગમ કોલકત્તામા હાવરા વિસ્તારમા ઝુપડપટ્ટીમા કંગાળ જીવન વિતાવી રહી છે. ઍને ફક્ત ૬૦ પૌંડનુ પેન્શન મળે છે. ઍ ણે રાજ્ય અને કેન્દ્ર સરકારને સહાય માટે વિનંતી કરી હતી ત્યારે  ઍ ની પૌત્રીને ૧૫૦ પૉંડ મહિનાની નોકરી આપવામા આવી છે. રહેવા માટે ફક્ત બે રૂમ અને રસો ડુ  બીજા સાથે વાપરવુ પડે છે. આવા કંગાળ હાલતમા મોગલોના વારસો જીવન વિતાવી રહ્યા છે.


         
                                                     
                                                                    સુલતાના બેગમ  ચાહની દુકાન ચલાવી  તથા લોકોના કપડા સીવી ઍનુ ગુજરાન ચલાવે છે. બીજા સ્વજનો પણ ભણેલા નથી. આવી ઍમની કંગાળ હાલત જોઈને ઍના પૂર્વજોના આત્મા પણ નિસાંસા નાખતા હશે.
                                            ********************************************

Wednesday, April 20, 2016


'ભારત માતાકી  જય'
                                     જે ધરતી પર જન્મ લીધો હોય, અને જ્યા આપણામા સંસ્કારોનુ સિંચન થયુ હોય, ઍવી ધરતી કે જેના ઉદરમા ઉગેલા અનાજે  પોષણ કર્યુ હોય ઍવી ધરતી માતા કે ભારત માતાની જય બોલાવવામા શુ વાંધો હોય શકે? ભલે પછી ઍને  તમે  તમારી રીતે જય બોલાવો જેમકે' જય હિંદ', 'જય હિન્દુસ્તાન', 'જય ભારત', ઍમા શુ ફર્ક પડે છે.
                                      આવી નાની બાબતમા કેટલાક  લોકોઍ ઉપાહોહ મચાવી મૂક્યો છે. ઍક મુસ્લિમ નેતાઍ તો 'ભારત માતાકી જય 'બોલવાનો નન્નો પારખાવી દીધો છે. ઍક હિન્દુ નેતાઍ નહી બોલનારાઓના માથા વાઢી નાખવા સુધીની વાત કરી નાખી છે. કેટલાક  ધર્માન્ધોઍ તો નહી બોલનારાઓને દેશની બહાર ફેકી દેવાની વાત કર્રી છે. આ બધી વ્યર્થ નારાબાજી છે.
                                      મહત્વની વાત ઍ  છે કે દેશભક્તિના નારાઓ લગાવવાથી દેશ ભક્તિ આવી જતી નથી. ઘણીવાર દેશભક્તિના નારાઓ લોકોને ઉશ્કેરવા માટે અને પોતાનુ હીત સાધવામાટે હોય છે. નારા બાજીથી દેશમા દેશભક્તિ ઉત્પન થતી નથી.
                                      દુનિયામા અમેરિકા. જાપાન, જર્મની, જેવા દેશોમા નારા લગાવવા કરતા તેમના આચરણ દ્વારા દેશને મહાન બનાવે છે. આથી નારાબાજી કરતા દેશના, નાગરિકોમા, ઉચ્ચ ચરિત્ર, નાગરિકતાની ઉચ્ચ ભાવનાઓ, અને દેશ પ્રત્યેની ફરજની સભાનતા જ દેશમા દેશભક્તિ લાવી અને દેશને મહાન બનાવે છે.
                                         ભારતમા આપણે વર્તમાન કરતા ભૂતકાળને વાગોળીઍ છીઍ. જેમકે' ભારત મહાન છે'. બધાને ખબરછે કે ભારત અત્યારે મહાન નથી  કારણકે ભારતમા આદર્શ નાગરિકતા નથી. આપણા દેશના ચરીત્રનુ અધપતન થયુ છે. પ્રામાણિકતાનો અભાવ અને ભ્રષ્ટાચારથી  ખદબદી રહ્યો છે. તે ઉપરાંત ૭૦% લોકો હજુ ગરીબીમા સ ડી રહ્યા છે.
                                      આ બધી વસ્તુઓની દૂરસ્તી કરવાની જરૂર છે. આ બધુ બરાબર થઈ જશે તો દેશભક્તિ આપોઆપ આવી જશે. લોકો પાસે 'ભારત માતા કી જ્ય 'બોલાવવાની જરૂર નહી પડે ઍ અંદરથી બહાર આવશે. જે દેશમા બધુ બરાબર હોય તે દેશના લોકો ઍમના દેશ માટે ગર્વ અનુભવે છે.અમેરિકનો આજે ગર્વથી કહે છે ' અમારુ અમેરિકા મહાન છે'. ટૂકમા ભારતમા લોકો ઍમની આશક્તિઓને દૂર કરવાને બદલે ઍમની શક્તિ ખોટી દિશામા વાપરી રહ્યા છે.
                                        ***************************************************

Tuesday, April 12, 2016


સ્વર્ગ અને નર્ક
                                 કૃષ્ણે અર્જુનને ગીતામા કહ્યુ છે કે 'પ્રારબ્ધ માનવીના જીવનમા અગત્યનો ભાગ ભજવે છે. પરંતુ કર્મો જ માનવીનુ પ્રારબ્ધ ઘડે છે.'સારા કર્મો સારુ પ્રારબ્ધ અર્પે છે અને ખરાબ કર્મો ખરાબ નસીબનુ નિર્માણ કરે છે. આથી આત્માનીશાંતિ અને અનંત સુખ જ જીવનને સ્વર્ગમય બનાવે છે, જ્યારે માનસિક  અને શારીરિક સંતાપ જ માનવીના જીવનને નર્કમય બનાવી મૂકે છે. ઍમા સકારત્મક જીવન દ્રષ્ટી જ સ્વર્ગનો આભાસ કરાવી શકે છે.
                                                                       ઘણા માને છે કે મૃત્યુ બાદ માનવીના કર્મ પ્રમાણે સ્વર્ગ કે નરક મળે છે પરંતુ મૃત્યુ બાદ માનવીના આત્માનુ શુ થાય છે ઍ કોઈ છાતી ઠોકીને કહી શકે ઍમ નથી. પરંતુ તમે માનવીને જે રીતે માનસિક અને શારીરિક રીતે મજા કરતા કે દુખી અન સંતાપ અનુભવતા જુઓ છો ત્યારે ઍવુ લાગે છે કે સ્વર્ગ અને નરક અહિઍ જ છે. ઍના માટે મૃત્યુ સુધી રાહ જોવાની જરુર નથી.

                                                                       વિજ્ઞાન પણ કહે છે કે તમારા કૃત્યના પ્રત્યાઘાત ઍટલી જ ગતિથી સામી દિશામા પડે છે. આથી ખરાબ માનસિક કે શારીરિક કર્મોના ફળો ભવિષ્યમા માનસિક કે શારીરિક રીતે ઍક કે બીજા સ્વરૂપે ભોગવવા જ પડે છે. શારીરિક વ્યાધીઓ તો જોઈ શકાય પરંતુ માનસિક સંતાપ તો જોઈ શકતુ નથી. અને ઍ માનસિક સંતાપો માનવીના જીવનને નર્કમય બનાવી શકે છે. જીવનના બધી જાતના સુખો જો સ્વર્ગ હોય તો સંતાપો અને વ્યાધીઓ નર્ક સમાન  ગણાય.
                                                                        પૃથ્વી પરનુ સ્વર્ગ સંસારી સુખો અને કુદરતમા માણી શકાય છે જ્યારે કુદરતી આફતો અને સંસારી આફતોમા ઘણીવાર નર્કની બદબૂ આવે છે. આથી સ્વર્ગ અને નર્ક  અહી જ છે.   તમારી પાસે કુદરતને જોવાની દ્રષ્ટી હશે તો ઍમા પણ તમને સ્વર્ગ દેખાશે .

  પૃથ્વીનુ સ્વર્ગ
ઉંચા ઉંચા પર્વતો પર સફેદ ચાદર  છાયેલી હતી
ઍમાથી પાણીની ધારાઓ  નીચે પટકાતી હતી
ચારે બાજુ પાણી પાણી થઈ ગયુ અને તળાવ રચાઈ ગયુ
ઍ દ્રશ્ય જોઈને મને પળભર થયુ, જાણે સ્વર્ગ પૃથ્વી આવી ગયુ.

 અને પછી-
પેલા તૂટેલા ઝુપડાઓ જોયા, ઍમા ફરતા હાડપિંજારો જોયા
પેલા ઉકરડાઑમાથી સ્વાન, ઉંદરડા અને બેહાલ બાળકોને ખાતા જોયા
હુદય મારુ ફફડી ઉઠ્યુ કે આતે  કેવુ મે દ્રશ્ય જોયુ
જાણે  નર્ક પૃથ્વી પર ઉતરી આવ્યુ.


                                                              **************************************

Wednesday, April 6, 2016


 વલ્લભી વિદ્યાપીઠ
                                         ગુજરાત પૂરાણિક સમયથી ધર્મ,સંસ્કૃતી, વેપાર ઉદ્યોગનુ કેંદ્ર રહયુ છે. ઍ આધ્યાત્મિક ગુરુઓ અને સંતોની ભૂમિ રહી છે. ભારતના ઍવા  કોઈક જ સંત હશે જેણે ગુજરાતની પુણ્ય ભુમીની મુલાકાત ન લીધી હોય.  ભગવાન કૃષ્ણે જ્યારથી દ્વારીકામા વાસ કર્યો  ત્યારથી ગુજરાત પુણ્ય ભૂમિ બની ચૂકી છે. દયાનંદ સારસ્વતીથી માંડીને તે સહજાનંદ સ્વામી અને કબીરથી તે સ્વામી વિવેકાનંદે પણ ગુજરાતની ભૂમિને પાવન કરેલી છે. ઇતીહાસના પાના પર મોટા સમ્રાટો, શાહેનશાઓ અન રાજાઓ પણ ગુજરાતની સમૃધ્ધિ પર આફરીન હતા. ભૌતિક  સમૃધ્ધિ સાથે પ્રાચીન કાળમા પણ ગુજરાત વિદ્યાનુ પણ  ધામ હતુ. તક્ષશિલા અને નાલંદા કક્ષાની  વલ્લભીપુર વીદ્યાપીઠ પણ હતી.  ઍમા ૮૦૦ શિક્ષકો અને ૬૪૦૦ વિદ્યાર્થી શિક્ષણ લેતા હતા.
               
                           
 વલ્લભી વીદ્યાપીઠની સ્થાપના ત્રીજી સદીમા સમ્રાટસ્કંદગુપ્તના વખતમા વલ્લભીપુર ખાતે થઈ હતી. વલ્લભીપુર અમદાવાદથી ૧૬૦ કીલોમીટરના અંતરે ભાવનગર જીલ્લામા આવેલુ છે. વીદ્યાપીઠનો ઉલ્લેખ સ્કન્દ પુરાણ અને પાણીની ઍ ઍના પુસ્તકમા પણકરેલો છે. ચીની પ્રવાસી  જિયાન જંગે ૬૪૭ મા વલ્લભીવિદ્યાપીઠની ભવ્યતા અને સમૃધ્ધિના પ્રસંસા કરી છે. તે વખતે વલ્લભીવિદ્યાપીઠ બૌધ્ધ ધર્મ નુ અગત્યનુ અભ્યાસી સ્થળ હતુ. ઍવુ કહેવાય છે કે રાજકર્તાના ધર્મ પ્રમાણે વીદ્યાપીઠમા તે ધર્મ નુ ચલણ રહેતુ. પરંતુ ઍ વીદ્યાપીઠ હિન્દુ જૈન અને બૌધ્ધ ધર્મના અભ્યાસનુ અગત્યનુ સ્થળ હતુ.

                                                  વલ્લભીપુર નામ સાથે વલ્લભ ઍટ લે કૃષ્ણ સાથે સબંધ હોય ઍવા કોઈ ઇતિહાસીક પુરાવા નથી પરંતુ ઍ સુતરનુ મોટુ વેપારિક કેન્દ્ર હતુ.  આથી વલ્લભીપુર નામ વલહિ સુતર પરથી આવ્યુ હશે ઍમ માનવામા આવે છે.  વલ્લભીપુરનો નાશ દરિયાના પાણી ફરી વરવાથી થયુ ઍમ માનવામા આવે છે. તે ઉપરાંત જમીનના પાણી પણ ખારા થઈ ગયા હશે. તેથી લોકો પણ સ્થળ છોડી ગયા હશે.


                                                       વલ્લભીપૂરને ફરીથી શિક્ષણનુ ક્ષેત્ર બનાવવા માટે ત્યાના સમૃધ્ધ હીરાના વેપારીઓ પ્રયત્ન કરી રહ્યા છે. વલ્લભીપુરમા ૧૦૦૦૦ વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ શકે ઍવી સંસ્થા ઉભી કરવા માંગે છે.  અને વલ્લભીપુર વીદ્યાપીઠની સમૃધ્ધિ પરત લાવવા માંગે છે.
                                                       ****************************************