Friday, September 4, 2020

 


હોલિવૂડ  અને બોલિવૂડ 

                                                                                           હોલિવૂડમાં  'મી ટૂ' નું જે આંદોલન શરુથયું એમાં મોટા મોટા માથાઓ વધારાઈ ગયા. એમાં રેપ ,પ્રતિબંધ દવાઓનો, અને  સેક્સુઅલ  હુમલાઓના પણ ગુનાઓ આગળ આવ્યા હતા.  એમાં હોલિવૂડના મોટા દિગ્દર્શકો , અભિનેતાઓ અને હાસ્યકલાકારો પણ  સંડોવાયેલા હતા . એવીજ હાલત હવે બોલિવૂડની અભિનેતા  સુશાંતસિંહની આત્મહત્યા બાદ ઉભી થઇ છે.



                                                                     હોલિવૂડમાં જાણીતા  ડિરેક્ટર હાર્વે વેઇનસ્ટીન પર પણ સેક્સુઅલ  હેરાનગતિ કરવાના અને બળાત્કારના  કેસોનો સામનો કરવો પડ્યો હતો અને સજાઓ પણ સહન કરવી પડી હતી . જાણીતા હાસ્યકાર અભિનેતા અને પિતાતુલ્ય અભિનેતા બિલ કેસબીની ઉપ્પર પણ બળાત્કાર  અને  સેક્સુઅલ હુમલા જેવા આરોપો લાગ્યા. એમને પણ જેલની હવા ખાવી પડી રહી છે. આવા ઘણા દાખલાઓ હોલિવૂડમાં છે પરંતુ આતો દાખલાઓ તરીકે રજુ કર્યા છે. ટૂંકમાં હોલિવૂડમાં ડ્રગ , બળાત્કાર , અને સેક્સને લાગતા અનેક ગુનાઓ જોવા માટે છે .



                                                                    ' મી ટુ' ના દાખલાઓ બોલિવૂડમાં પણ આવ્યા હતા  જેમાં દાખલા તરીકે ડિરેક્ટર સજજિદખાન , નાના પાટેકર સામે પણ અભિનેત્રીઓએ  સેક્સુઅલ હેરાનગતિના આરોપો લગાવ્યા હતા . આતો  બહાર આવેલા થોડા  કેસોમાના થોડા છે, એટલેકે બરફની જેમ ૧/3  બહાર આવેલા છે બાકીના અંદર ઢંકાયેલા રહેલા પણ હોય  શકે . એક વાતતો બહાર આવતી જાયછે કે હોલિવુડની જેમ બોલિવૂડમાં પણ સેક્સ , ડ્રગ, અને બળાત્કાર જેવી બદીઓ ફેલાયેલી છે.



                                                                     અભિનેતા સુશાંતસિંહ રાજપૂતઅનેઅભિનેત્રી રિયા ચક્રવર્તી ના મામલામાં જેમ  જેમ તપાસ આગળ વધતી જાય છે તેમ તેમ બોલિવૂડની ડ્રગ અને સેક્સની કહાનીઓ આગળ આવતી જાય છે. એમાં કેટલાએ અભિનતા અને દિગ્દર્શકઓ આવી જશે એનો અંદાજ હજુ આવી રહ્યો નથી . પણ એક વાત ચોક્કસ છે કે ચલચિત્રના ક્ષેત્રમાં  ગ્લેમર અને  સ્વર્ગી સમૃદ્ધિના વહેણની સાથે ડ્રગ અને સેક્સ રમતનું વહેણ પણ વહી રહ્યું છે.  શહેરમાં સારી હવા માટે ગટ્ટરને સાફ કરવી જરૂરી છે. તેમ ફિલ્મ  કળાના ક્ષેત્રમાંથી  ડ્રગ અને સેક્સ જેવી ગંદકીને સાફ કરવી જરૂરી છે.

                                          ***********************************     

Sunday, August 16, 2020


 સફળ જીવન  

                                                                       દરેક પોતાના જીવનમાં સફળતા અને નિસ્ફળતા વિષે વિચારતા હોય છે પરંતુ એકને માટે સફળતા એ કોઈક બીજા માટે નિસ્ફળતા બની રહે છે એટલા માટે સફળતા માટે કોઈ એવો કોઈ માપદંડ હોવો જોઈએ જે સામાન્ય  લોકોને સ્વીકાર હોય. અમુક બાબતોને ધ્યાન રાખી માનવીના જીવનને મૂલવી  શકાય છે.

                            જેમ કે માનવીના જન્મ બાદ એકવર્ષમાં જો એ ચાલવાનું શીખી લીધું હોય તે સારી વાત કહેવાય. બાળકો લાંબી ઉંમર સુધી એના પેન્ટમાં જ પીસાબ કરી નાખતા હોય છે પરંતુ જો કોઈ પણ બાળકને  ૪ વર્ષની ઉંમરમાં એ પ્રકિયા પર અંકુશ આવી જાય તો એ એની એક સફળતા સમજી શકાય છે. કેટલાયે  બાળકો ઘરની  બહાર જાય પછી એના ઘરે  પાછા આવવા માટે ફાંફાં  મારવા પડે છે. ૮ વર્ષે એટલી આવડત આવી જાય તો બાળકની એ સફળતા ગણવી જોઈએ .


                              બાળ અવસ્થામાં ૧૨ વર્ષની કિશોરે ઉંમરે મિત્રો બનાવવાની કળા સફળતા માટે આવશ્યક છે અને ૧૮ વર્ષની ઉંમરે મોટર કાર ચલાવતા આવડવું જોઈએ અને એનું લાઇસન્સ પણ મેળવી લેવું જોઈએ .      

                                    ૨૩ વર્ષની ઉંમરે  સ્નાતક થઇ  અને ૨૫ વર્ષની ઉંમરે જો કોઈ કમાવા માંડે તો એ  એ સફળ જીવનની નિશાની છે.  ૩૦ વર્ષની ઉંમરે જો કોઈ કુટુમ્બીક માણસ ન બને તો એ સારી નિશાની નથી . જીવનના સંગર્ષમાં ૪૫  વર્ષેની વયે પણ તમે યુવાન જ દેખાવા જોઈએ. તમારા પુત્રો અને પુત્રીઓ 50 વર્ષની વયે સારું શિક્ષણ લેતા હોવા જોઈએ . તમારી ફરજો  પણ તમે  ૫૫ વર્ષે સારી રીતે બજાવવી જોઈએ. 

                                     ૬૦વર્ષે તમે કાર ચલાવતા હો  અને ૬૫ વર્ષે કોઈ પણ રોગના ભોગ ન બન્યા હોય તો એજીવન માટે સારી નિશાની છે.  ૭૦ વર્ષે તમે કોઈના પર બોજા  રૂપ નહિ બનો, અને ૭૫  વર્ષે પણ મિત્રો સાથે આનંદ પ્રમોદ કરતા હોવું એ એક સફળ જીવનની નિશાની છે. 

                                        વધારે આનંદ જનક અને સુખદાયી ઘટના તો એ છે કે તમે ૮૦ વર્ષે પણ ઘર ભૂલ્યા સિવાય પાછા ફરી શકો છો . ૯૦ વર્ષની ઉંમરે તમેજો તમારી બધી જ ઇન્દ્રિયો પર કાબુ રાખી શકો અને જો કોઈની પણ મદદ વગર ચાલી શકો તો એ ખરેખર સફળ જીવનની નિશાની છે.

                               સામાન્ય માણસ માટે સફળ જીવનની એ બધી  નિશાનીઓ છે. 

                                            ***********************************          

Wednesday, August 12, 2020

 

અભિનેતા સુશાંતસિંગ  રાજપૂતની આત્મહત્યા 

                                               અભિનેતા સુશાંતસિંગના  મૃત્યુની કહાની આજે ભારતમાં બહુજ  ચર્ચાસ્પદ વાત બની ગઈ છે.  એક બીજો  પ્રશ્નતો એની ગર્લફ્રેન્ડ રીયા ચક્રવર્તી સાથેના સબંધો અને એમાંથી ઉદ્ભવતા કેટલાક પ્રશ્નોએ  તરખાટ મચાવી દીધો છે. લગ્નસંબંધો સિવાય બંનેની સમજૂતી પ્રમાણે સાથે રહેવાની પ્રથા જેને ઇંગ્લીશમાં ' લિવિંગ ઈન રિલેશનશિપની' પ્રથા પણ ચર્ચામાં આવી ચુકી છે. આજકાલ આ પ્રથા આધુનિક યુગમાં બહુજ પ્રચલિત બની ચુકી છે. પહેલા તો પશ્ચિમ સંસ્કૃતિમાં આવી અને હવે એ પ્રથા ભારત જેવા  દેશમાં પણ પ્રચલિત થવા માંડી છે.  એમાં લગ્નના બંધન સિવાય કોઈજાતની જવાબદારી વગર એકબીજાની મરજીથી બિન્દાસ જીવવાની છૂટ સમાન બની રહે છે. 

                                                સુશાંતસિંઘના  મૃત્યુ બાદ  આક્ષેપબાજીઓ  ચાલી  રહી છે. એમાં એનું મૃત્યુ આપઘાત છેકે પછી એનું ખૂન થયું છે? એવી વાતો પણ ચાલી રહી છે. સુશાંતસિંહ ના સબંધીઓ અને એના પિતાના કહેવા પ્રમાણે એની મિત્ર રીયા ચક્રવર્તીએ  સુશાંતસિંઘના  પૈસા વગે કરી દીધા હતા અને એને એના સગા સબંધીઓથી એને  દૂર કરી દીધો હતો. એનાથી સુશાંતસિંઘને  આપઘાત કરવા પ્રેયરાઓ  હતો. એના  માટે સુશાંતસિંઘના પિતાએ કેશ પણ નોંધાવ્યો છે .  એ બાબતો અત્યારે પોલીસે તપાસ નીચે છે.

                                                આ બધી બાબતોમાંથી  ' લિવિંગ ઈન રિલેશનશિપ ' પ્રથા સામે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. એ પ્રથામાં સ્ત્રી અને  પુરુષ બંન્ને ઘણુંખરું પુખ્ત વયના હોયછે . એથી એમાં લાગણીમાં તણાયા સિવાય બંન્ને બાજુએ પોતપોતાની   માનસિક અને નાણાકીય  બાબતો પર અંકુશ રાખવો જરૂરી છે  નહિ તો એના ગંભીર પરિણામો આવી શકે છે.  સુશાંતસિંઘનો મામલો એનો સચોટ દાખલો છે. જરૂરી એવો કાયદો પણ એ બાબતમાં લાવવો જરૂરી છે  જેનાથી આજની  અને ભવિષ્યની  પેઢીને રક્ષણ મળી શકે.  આજની આર્થિક  અને સામાજિક પરિસ્થિતિ  આવા વધુને વધુ મામલાઓ ઉભા થવાની શક્યતા વધારી દે છે.

                                                       ******************************     

Monday, August 3, 2020


માનવીય સબંધો 
                                                                         માનવીય  સબંધોને કોરોના  આફતે  વધારે  નજદીક લાવી દીધા છે. માનવ  સમાજ  બેબસ બની અને ઘરના ચાર ખૂણામાં ગોંધાઈ  રહેવાને મજબુર બન્યો છે. એમાંથી માનવ સબંધોનો નવો ઇતિહાસ રચાઈ રહ્યો છે. માતા પિતાનો   પોતાના સંતાનો સાથેના સબંધો ગાઢ  થવા માંડયા છે. પતિપત્નીના સબંધો વધારે વિકસાઈ રહયા છે.  મિત્રતાના સબંધો  વધારેને વધારે વિકસી રહયા છે. ઘરોમાં હવે વિવિધ વાનગીઓ બનાવી મિજબાની થવા માંડી છે. આમ માનવીય સંબંધોમાં સારી દિશામાં વળાંક આવ્યો છે. ગીતામાં ભગવાન કૃષ્ણએ  કહ્યું છેકે ' જે થાય છે તે સારા માટે જ હોય છે.'
                                  પરંતુ  માનવીય સંબંધોને સમજવાની અને એને વિકસાવવાની પણ કળા છે . ઘણીવાર લોકો કૈક કહી નાખે છે અને પછી કહે છે ' એતો મજાક કરતો હતો .' પરંતુ એને સમજવા પ્રયત્નો કરવા જોઈએ . 
કદાચ એનામાં શબ્દોમાં કોઈ સત્ય પણ છુપાયું  હોય શકે છે.  કોઈ કહેકે 'મને કોઈ ફરક પડતો નથી તો સમજવું જોઈકે એના કહેવા પાછળ કોઈ લાગણીઓ છુપાયેલી  હોય છે .'
                                  ઘણીવાર લોકો  એલફેલ  બોલીએને  નાખે છે . અને સામે વાળા એને એમ કહીને ટાળી દે છે કે ' કઈ વાંધો નહિ '.  પરંતુ એની પાછળ એક ગહન દર્દ છુપાયેલું હોય છે એને સમજવા પ્રયત્નો કરવા જોઈએ.  ઘણા પોતાની જાતને બધાથી અલગ કરી દે  તો  સમજવું જરૂરી  છે કે એ વ્યક્તિને સંબંધોની વધુ જરૂરત છે  જે એની મદદ  કરી શકે . માણસની ખામોશીની  પાછળ કેટલીયે વેદનાનો દરિયો પડ્યો હોય છે .
                                     બહાર  બહુજ હસતા લોકો  અંદરખાને  બહુજ એકલા હોય છે.  ઘણા માણસો બહાર બહુ મજબૂત દેખાતા હોય છે અને કદી રડતા પણ દેખાતા નથી પણ  એવાજ  લોકો અંદરથી  બહુ કમજોરે  હોય છે. એવા લોકોને બીજા સમજી સકતા નથી.  જ્યારે કોઈ નાની નાની બાબતોમાં  રડી પડતા હોય છે તે નાજુક હૃદયના  હોય છે.
                                             સંબંધોને તોડવા કરતા એમાં અંતર જાળવતા શીખવું જોઈએ. અને કોઈ પણ સંબંધને તોડતા પહેલા બે વાર વિચારવું  જોઈએ.  પોતાને જ  પ્રશ્ન પૂછવો જોઈએકે  કે આટલો  વખત સબન્ધ શા માટે જાળવ્યો ?  સબંધો તૂટે છે અહંમ કે પછી વહેમને કારણે  જ . 
                                               આપણા નજદીકના સંબંધોમાં માણસે હાર માનવાની વૃત્તિ કેળવવી જોઈએ.
કારણકે બધા સબંધો બદલી શકાય છે પરંતુ લોહીના સબંધો બદલી શકાતા નથી. 
                                                  ટૂંકમાં કોરોના જેવી આફતે માનવીને સબંધો સુધારવાની અને સમજવાની  તકો આપી છે તેનો સદ્ઉપયોગ કરવો જોઈએ  અને માનવીને સાચા અર્થમાં સમજવા પ્રયત્નો કરવા જોઈએ . 
કદાચ આપણે કલ્પેલું સ્વર્ગ પૃથ્વી પર ઉતરી આવે.
                                        *****************************************
     

Thursday, July 16, 2020


નાલંદા-  પુરાણીક અને ઇતિહાસિક યુનિવરસિટી
                                                                                                                આજે ભારતમાં હજારો  યુનિવરસિટીઓ  છે પરંતુ એમાનું  એક પણ દુનિયાના પહેલા ૧૦૦ ની યાદીમાં આવતા નથી એ ભારતની કમનસીબી છે . એક વખત ભારત દુનિયા માટે   જ્ઞાનનું  ક્ષેત્ર હતું  જયારે આજે ભારતના વિદ્યાર્થીઓ દુનિયા ભરમાં જ્ઞાન માટે ભટકી રહયા છે . એકલા અમેરિકામાં જ ભારતના ૨૫૦૦૦૦ વિદ્યાર્થોઓ  અમેરિકન યુનિવરસિટીમાં ભણી રહ્યા છે.
                        ઇંગલિશ લોકો ભારતમાં આવ્યા ત્યારે  ત્યાંના એક પાર્લામેન્ટના સભ્ય મોકેલેની   ભારતની મુલાકાત બાદ  એના રિપોર્ટમાં લખ્યું હતુંકે  ' અહીએ એક ભિખારી દેખાતો નથી .  પ્રજાનું મોરૅલ ઘણું ઊછું છે . જ્યા સુધી આપણે એની શિક્ષણ પદ્ધતિનો  નાશ નહિ કરીએ તો આપણા માટે અહીં રાજ કરવું અશક્ય છે. અંગ્રેજોએ ત્યારબાદ ભારતની શિક્ષણ પદ્ધતિનો ધીમે ધીમે નાશ  કર્યો અને એમના માટે કામ કરે એવા ગુલામો ઉત્ત્પન કરે , એવી શિક્ષણ પદ્ધતિ ભારતમાં દાખલ કરી દીધી . એમાંથી ભારત સ્વતંત્ર થયું હોવા  છતાં હજુ એમાંથી ભારત બહાર આવી શક્યું નથી.
                         ભારતમાં તે વખતે આશ્રમ શાળાઓ  હતી ત્યાં જ્ઞાનથી માંડીને તે માનવ બનવાની  બધી શિક્ષાઓ આપવામાં આવતી . ભગવાન કૃષ્ણના  કાળથી તે પછી રાજાઓના રાજકુમાર પણ આવી જ શાળામાં શિક્ષણ લેતા.  તે ઉપરાંત ઉચ્ચ કક્ષાના શિક્ષણ માટે યુનિવરસિટી કક્ષાની  સંસ્થાઓ પણ હતી.  પરંતુ  એક ચીના મુસાફરે લખ્યુંકે ' ભારતમાં જ્યારથી બહારથી જ્ઞાન લાવવાનું  અને એનો ઉપયોગ કરવાનું બંધ કર્યું.  અને ભારતના  લોકોને ભારત બહારજવાની મના ફરમાવવામાં  આવી ત્યારથી ભારતની પડતી શરુ થઇ ગઈ .
                              આમ ભારતની શિક્ષણ પદ્ધતિની પડતી થઇ . એના અનુસંધાનમાં  ભારતની  પુરાણી નાલંદા અને તક્ષશિલા  યુનિવરસિટીઓનો અહીએ ઉલ્લેખ કરવો જરૂરી છે. નાલંદા ઉત્તરભારતમાં પંજાબની  નજદીકમાં  આવેલી હતી અને નાલંદા ,બિહારમાં આવેલી હતી. એ યુનિવરસિટીઓમાં આંતરાષ્ટ્ય  વિદ્યાર્થોઓ આવતા રહેતા. આજ બતાવેછેકે દુનિયામાં ભારતની મહાવિદ્યાલયોની  પ્રતિષ્ટા હતી.
                                    આજે બિહારની હાલત ભલે ખરાબ હોય પરંતુ એક વાર પાટલીપુત્ર (પટના) સમૃદ્ધિ અને સંસ્ક્રુતિમાં  આગળ હતું. મુસ્લિમ આક્રમણકારોએ  ભારતની સમૃદ્ધિને લૂંટી અને એના જ્ઞાનના ભંડાર સમાન પુસ્તકોની લાઈબ્રેરીઓનો  નાશ કરી નાખ્યો  અને શિક્ષણ શાસ્ત્રીઓની કતલ કરી.  નાલંદાની યુનિવરસિટીનો  પણ મુસ્લિમ આક્રમણકારોએ  નાશ કરીને જમીનદોસ્ત  કરી નાખી.

                                      નાલંદાનો ઇતિહાસ ઘણો ભવ્ય છે.  ૩૦  એકર જમીનમાં પથરાયેલી નાલંદા  યુનિવરસિટીની સ્થાપના  ગુપ્ત સમ્રાટ કુમારગુપ્તે (૧) પાંચમી સદીમાં  કરી હતી. બુદ્ધિસ્ટ અને  હિન્દૂ સંસ્કૃતિનું એમાં જ્ઞાન આપવામાં આવતું.   બુદ્ધિસ્ટ  ફિલોસોફર નાગાર્જુન અહીએ શિક્ષણ લીધું હતું. ચીની મુસાફર ક્ષઉન્ઝાન્ગે  નાલંદાના  બુદ્ધિસ્ટ સાધુઓ વિષે પણ લખ્યું છે . ૧૩ મી સદીમાં નાલંદાનો  નાશ થઇ ગયો. એના ખંડેરોમાંથી ઘણી વસ્તુઓ મળી આવી છે એનું સંગ્રહસ્થાન  બનાવવામાં આવ્યું છે.  નાલંદાના ખંડેરોને ખોદીને એને રજુ કરવામાં આવ્યા છે  જેને આંતરાષ્ટ્રીય સંસ્થા  ' યુનીસકોએ ' વર્લ્ડ હેરિટેજ ' જગ્યાનો દરજ્જો આપવામાં આવ્યો છે.  બિહારમાં નાલંદાની બાજુમાં આધુનિક  નાલંદા આંતરરાષ્ટીય યુનિવરસિટીની સ્થાપના કરવામાં આવી છે. એમાં ચાઇના,સિંગાપોર , જાપાન ,  મલાયા , ઓસ્ટ્રેલિયા ,અને ન્યૂઝીલૅન્ડ પ્રતિનિધિત્વ  ધરાવે છે. એમાં બુદ્ધ અને હિન્દૂ સંસ્કૃતિ શીખવવામાં આવે છે.

                                       પ્રશ્ન એ છે કે આંતરાષ્ટ્રીય કક્ષાની યુનિવરસિટી આપણે ભારતમાં ક્યારે સ્થાપિત કરી શકીશું જે ભારતની  એક વખતની  શાન હતી.
                           *****************************************
                                               
                                     

Wednesday, July 8, 2020



ઊંઘ
                                                                                                      માણસના તન્દુરસ્તી  માટે  ઉંઘ બહુ આવશ્યક વસ્તુ છે. પરંતુ  એ  બાબતમા  ઘણા લોકો બેદરકાર રહે છે. જગતમા  30% લોકોં 6કલાકથી  ઓછું  ઉંઘે   છે. ઓછું ઊંઘનાર વ્યક્તિની  યાદ  શક્તિને ખરાબ અસર થાય છે. ઍટલેકે  યાદશક્તિ  ઓછી થવા લાગે છે .  6 કલાકથી ઓછી ઊંઘ લેનાર વ્યક્તિની હાલત દારૂ પીધા પછી જે માણસની હાલત થાય છે એવી થઇ જાય છે .  માણસનું સમતોલન પણ બરાબર  રહેતું નથી. બોલવામાં પણ અસ્પષ્ટતા આવી જાય છે.  હંમેશ લોહીમાં  .૧% દારૂ હોય એવી પરિસ્થિતિમાં માણસને મૂકી દે છે.
                                     ઊંઘ  માણસને એની વિપરીત પરિસ્થિતિમાં પણ રાહત આપે છે.  ખરાબ અનુભવોને ભૂલવામાં પણ મદદ કરે છે . આથી યાદ શક્તિ પણ વધે છે.  વિજ્ઞાનિક  સંશોધન પ્રમાણે જે વ્યક્તિમાં ડી ઈ સી  જિન -2 હોય છે  તે લોકો ચાર કલાકની ઊંઘથી પણ સ્ફૂરતાથી  કામ કરી શકે છે . એવું કહેવાય છેકે ભારતીય  વડા  પ્રધાન નરેન્દ્ર મોદી બહુ ઓછી ઊંઘ લે છે પણ ઘણું કામ કરી શકે છે . એ એક જીવતો જાગતો દાખલો છે.

                                    કેટલાક લોકો દિવસના બપોરના પણ એક ઝોકું ખાઈ લે છે. એના માટે 2 થી 4
વાગ્યાનો સમય યોગ્ય માનવામાં આવે છે.  એનાથી આદ્યાત્મિક શક્તિઓ વધે છે એમ પણ માનવામાં આવે છે
                                     ઘણાને ઊંઘમાં શરીરમાં  કંપારી  અને આંચકાઓ  પણ આવે છે પરંતુ  એને ઘણા હાનિકારક ગણવામાં આવતા નથી . તે ઉપરાંત મોઢેથી વગાડવાનું કોઈ પણ વાજિંત્ર  ફેફસા માટે ઉત્તમ કસરત  પુરી પાડે છે જે માનવીય તંદુરસ્તી માટે સારું ગણાય છે.
                                        એક વાત ચોક્કસ છે કે ઊંઘ માનવીય તંદુરસ્તીનું એક બહુજ આવશ્યક અંગ છે. ઘણા ઓછા લોકો સારીએવી ઊંઘ યોગ્ય સમયે  લે  છે.
                                         ****************************************

Wednesday, July 1, 2020


જીવનનું સત્ય
                                                                                           આપણે એવું  જીવન જીવીએ છે કે જે  વિચિત્રતાથી ભરપૂર છે . માણસ જીવતો હોય, એના કરતા એના  મરણ બાદ  વધારે  ધ્યાન  આપીએ છીએ . કોઈ  વ્યક્તિ જ્યારે  જીવિત હોય કે  બીમાર હોય  ત્યારે એની ખબર લેવાનો  ઘણીવાર  વખત પણ  નથી હોતો.  એજ વ્યક્તિ મરણ પામે ત્યારે એના  પ્રત્યે સહાનુભુતી બતાવવા માટે  સમય કાઢી શકાય છે. આજ જીવનની એક કમનસીબી છે.
                                                                              ઘણીવાર આપણા પાડોસી સાથે પણ સબંધ હોતો નથી. એ ભાઈ કોણ છે અને એમની પ્રવૃતિઓ વિષે પણ આપણને જ્ઞાન હોતું નથી. પરંતુ એવો કોઈ ખરાબ પ્રસંગ બને ત્યારે  સમય કાઢીને એની મુલાકાત લઈએ છે અને ત્યારે જ પાડોશીનું ઘર જોવાનું થઇ જીવનનું સત્ય
                         આપણે એવું  જીવન જીવીએ છે કે જે  વિચિત્રતાથી ભરપૂર છે . માણસ જીવતો હોય, એના કરતા એના  મરણ બાદ  વધારે  ધ્યાન  આપીએ છીએ . કોઈ  વ્યક્તિ જ્યારે  જીવિત હોય કે  બીમાર હોય  ત્યારે એની ખબર લેવાનો  ઘણીવાર  વખત પણ  નથી હોતો.  એજ વ્યક્તિ મરણ પામે ત્યારે એના  પ્રત્યે સહાનુ ભુતી બતાવવા માટે  સમય કાઢી શકાય છે. આજ જીવનની એક કમનસીબી છે.

                             ઘણીવાર આપણા પાડોસી સાથે પણ સબંધ હોતો નથી. એ ભાઈ કોણ છે અને એમની પ્રવૃતિઓ વિષે પણ આપણને જ્ઞાન હોતું નથી. પરંતુ એવો કોઈ ખરાબ પ્રસંગ બને ત્યારે  સમય કાઢીને એની મુલાકાત લઈએ છે અને ત્યારે જ પાડોશીનું ઘર જોવાનું  થાય છે, એ પણ જીવનની કમનસીબી છે. કેટલાક લોકો શા  માટે પાડોસીની સાથે સબંધ વિકસાવતા નથી?જીવનમાં ખરાબ વખતમાં પાડોશી જ સૌથી પહેલા કામ આવે છે.
                                    હાસ્યાપદ વાતતો એ છે કે ઘણીવાર મનુષ્ય મરણ બાદ વધારે ગુલાબો લોકો દ્વારા  મેળવે છે .સમાજમાં માણસ જીવતો હોય છે ત્યારે બહુ ઓછા ઓળખ આપે છે, પરંતુ  એના  મરણ બાદ  મોટર કારોની કતારો એના મૃત શરીરની પાછળ ચાલતી હોય છે એ પણ કઠોર સત્ય છે.
                                  કેટલીક વાર માણસના ઘરમા ગ્રેનાઇટનું રસોડું બનાવી શકતો નથી પણ એના મૃત્યુ બાદ એની કબર પર ગ્રેનાઈટેની તખ્તી જરૂર જોવા મળે. આ પણ જીવનની બલિહારી છે . આતો એવું છે કે માણસ જિંદગીભર લિમો કારમાં બેસવાની શક્તિ ધરાવતો  નથી પણ એના મૃત શરીરને લિમો કારમાં લઇ જવામાં આવે  છે.
                                  આનો અર્થ એમજ થાય છે કે માણસે  જીવનના મૂલ્યો મૃત્યુ પહેલા જીવનમાં શીખવા જરૂરી છે.  માણસે  જન્મથી જ   માણસાઈ કેળવવાની જરૂરિયાત  છે .             
                           
                                   છે એ પણ જીવનની કમનસીબી છે. કેટલાક લોકો શા  માટે પાડોસીની સાથે સબંધ વિકસાવતા નથી?જીવનમાં ખરાબ વખતમાં પાડોશી જ સૌથી પહેલા કામ આવે છે. હાસ્યાપદ વાતતો એ છે કે ઘણીવાર મનુષ્ય મરણ બાદ વધારે ગુલાબો લોકોદ્વારા  મેળવે છે .સમાજમાં માણસ જીવતો હોય છે ત્યારે બહુ ઓછા ઓળખ આપે છે, પરંતુ  એના  મરણ બાદ મોટર કારોની કતારો એના મૃત શરીરની પાછળ ચાલતી હોય છે એ પણ કઠોર સત્ય છે.
                                  કેટલીક વાર  માણસના ઘરમા ગ્રેનાઇટનું રસોડું બનાવી શકતો નથી પણ એના મૃત્યુ બાદ એની કબર પર ગ્રેનાઈટેની તખ્તી જરૂર જોવા મળે. આ પણ જીવનની બલિહારી છે . આતો એવું છે કે માણસ જિંદગીભર  લિમો કારમાં બેસવાની શક્તિ ધરાવતો  નથી પણ એના મૃત શરીરને લિમો કારમાં લઇ જવામાં આવે  છે.
                                  આનો અર્થ એમજ થાય છે કે માણસે  જીવનના મૂલ્યો મૃત્યુ પહેલા જીવનમાં શીખવા જરૂરી છે.  માણસે  જન્મથી જ   માણસાઈ કેળવવાની જરૂરિયાત  છે .
                                          **************************