Tuesday, November 17, 2020



ભારતની પરિસ્થિતિ 

                               ભારત અત્યારે ઘણી જ મુશ્કેલ આર્થિક અને બળતી ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો જેવી પરિસ્થિતિમાં છે . એક બાજુ ચીન અને બીજીબાજુ પાકિસ્તાને સરહદો પાર તણાવની પરિસ્થિતિ ઉભી રાખી છે . બીજી બાજુ કોરોનાએ ભારતને આર્થિક રીતે ભાંગી નાખ્યું છે. 

                                નરેન્દ્ર મોદીજી એ પરિસ્થિતિની બરોબર સામનો કર્યો છે.નોટબંધી અને આખાદેશમાં નવી  'જીટીએસ' પદ્ધતિ દાખલ કરી એમણે મોટો દાવ  ખેલ્યો છે. કાશ્મીરમાંથી ૩૭૦ મી કલામ હટાવી અને  લોકોની સૈકાઓ જૂની આશા સમાન રામમંદિર બાંધવા આગળ વધી રહયા છે. પરદેશી ભારતીયો પણ તેમના નાના મોટા પ્રશ્નો હાલ કરવા માટે ભારત સરકાર પર ખુશ છે.  પરંતુ આર્થિક દ્રષ્ટિએ ભારતની હાલત બુરી છે. એવું લાગે છે કે કુશળ અર્થશાસ્ત્રીની  ભારતને જરૂર છે. મૂળમાં અર્થશાસ્ત્ર અને રાજકીય બાબતો તદ્દન જુદી છે આથી એને એની રીતે જ ઉકેલવી પડશે .



                               અત્યારે ભારતની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે  એનો 'GDP' અત્યારે -૨૩.૯ ટકા  પર છે. એના માટે કોરોના વખતના બીજા દેશોના' જીડીપી' જોઈએતો 

૧)અમેરિકા નો  જીડીપી: -  ૯.૧ ટકા 

૨)બ્રાઝિલનો       "      :  - ૧૧.૪ ટકા

૩)કેનેડા              "      :  - ૧૩   ટકા   

૪)સિંગાપોર         "     :   -૧૩.2 ટકા

૫)બ્રિટન             "     :   - ૨૧.૭ ટકા 

૬) રશિયા            "     :    - ૮ ટકા 

૭)જાપાન             "     :    - ૯.૯ ટકા 

૮)ઓસ્ટ્રેલિયા        "     :    - ૬.૩ ટકા 

૯)સાઉથ કોરિયા    "     :    -૨.૭ ટકા 

૧૦) સ્વિત્ઝરલેન્ડ    "     :    - -૯.૩ ટકા 

                                                       આ બધા દેશો કોરોનાથી પીડિત છે પરંતુ ભારતનો જીડીપી સૌથી નીચો ગયો છે. એ ભારતની કમનસીબી છે . આશ્ચર્યની વાત તો એ છે કે ચીન  જ્યાંથી કોરોના વાઇરસ શરુ થયો હતો  એનો જીડીપી સૌથી  સંતોષકારક +૩.૨ ટકા છે. 

                                                         આજ બતાવે છેકે ભારતની આર્થિક સ્થિતિ બહુજ નબળી કક્ષાએ પહોંચી છે. કરોના વાઇરસ પહેલા પણ ભારતની આર્થિક સ્થતિ સારી ન હતી એથી એના માટે કોઈ સમર્થ આર્થિક નિષ્ણાતની આવશક્યતા છે કારણકે ભયની ઘંટડીઓ વાગવા માંડી છે. રાજકીય દાવપેચ કરતા આર્થિક સ્થિતિને દુરસ્ત કરવાની જરૂરત છે. એમ નહિ કરવામાં આવશે તો દેશ દાયકાઓ પાછળ ચાલી જશે. 

                                                  ****************************** 

Sunday, November 15, 2020

 


ગિલગિટ અને બાલટિસ્તાન                   

                                                                                       આ એવા પ્રદેશો છે જેના વિષે ઘણા ભારતીયો કદાચ જાણતાનહિ હોય. ૧૯૪૭ માં કાશ્મીરના રાજા હરિસિંઘે ભારત સાથે જોડાણ  કરવામાં જે ઢીલ કરી હતી તેનું પરિણામ આજે પણ એ પ્રદેશો ભોગવી  રહયા છે.  પાકિસ્તાની આક્રમણખોરો શ્રીનગરને ઝાંપે આવી ગયા ત્યારે ડરીને હરિસિંહએ ભારતને શરણે આવ્યા. તે દરમિયાન પાકિસ્તાનીઓએ  ગિલગિટ અને બાલટિસ્તાનને કબજે કરી લીધા હતા. જે પ્રદેશો જમ્મુ કાશ્મીરના પ્રદેશ હતા.એના પર આજે પણ પાકિસ્તાન ગેરકાયદેસર કબજો જમાવી  દીધો છે . આવા પ્રદેશોને આજે  પાકિસ્તાનીકબજા ધરાવતા પ્રદેશો બની ગયા છે.



                                             ગિલગિટ અને બાલટિસ્તાન એ ચીનની સરહદને અડીને આવેલો ૭૨૪૯૬ ચોરસ કિલોમીટર જેટલો પ્રદેશ છે.  આ પ્રદેશ ખનીજોથી સમૃદ્ધ પ્રદેશ છે. એની બહુમતી મુસ્લિમ  પ્રજા શિયા પંથી અને એમને પાકિસ્તાનના મુસ્લિમ સુન્ની પંથીઓ સાથે ફાવતું નથી. તે ઉપરાંત પાકિસ્તાની લશ્કર એમના પર સારો એવો જુલ્મ કરે છે. એમને પસંદ નથી.તેથી તેઓએ  આઝાદીની લડત ઉપાડી છે. પાકિસ્તાને ગેરકાયદેસર રીતે  શખ્સગામ ખીણનો ૫૧૮૦ ચોરસ કિલોમીટર જેટલો  પ્રદેશ ચીનને ભેટમાં આપી દીધો છે. એનો પણ ત્યાંના  લોકોમાં વિરોધ છે.

                                                        ચીનાઓએ સિંધુ નદી પર બંધ બાંધવા  માટે તૈયારીઓ કરી લીધી છે.   એનાથી ઘણી ફળદ્રુપ જમીનો ડૂબી જશે  એથી  લોકોનો જબરજસ્ત  વિરોધ છે. આજ પ્રદેશમાંથી ચીનની  પાકિસ્તાની  ગ્વાદર બંદર સુધીની સડક પસાર થાય છે. એનો પણ લોકોનો વિરોધ છે.  પાકિસ્તાને નામના એ પ્રદેશના પ્રમુખ  અને વડા  પ્રધાન  નીમેલા છે એ રાજ કરેછે.  એમની સામે પણ  ત્યાંના  લોકોને અસંતોષ છે અને એમને આઝાદ થવું છે અને ભારત પ્રત્યે પણ સહાનુભૂતિ છે.  



                                                        ભારતે પણ બધા ગેરકાયદેસર ચીનના પ્રોજેકટોનો  વિરોધ કરેલો છે. પરંતુ આ પ્રદેશો ભારતમાટે  વ્યુહની   દ્રષ્ટિએ  બહુજ અગત્યનો છે.  આજે નહિ તો કાલે ભારતે એ પ્રદેશોનો એટલેકે પાકિસ્તાને પચાવી પાડેલા પ્રદેશોનો કબજો લીધા વગર છૂટકો નથી.

                                 **************************************

                                          




 









                                    












          

           

                                  





          

           

                                  

Wednesday, November 11, 2020


 

અલાસ્કા 

                                                   અલાસ્કા એ અમેરિકાનું ૫૦ રાજ્યોમાંનું એક છે . જે  બહુજ  કુદરતી સૌંદર્યથી ભરપૂર અને ખનીજોના ખજાનાઓથી સમૃદ્ધ રાજ્ય છે.  ઉત્તત ધ્રુવની નજદીક અને રશિયાના સાઇબિરિયાની પાસે  આવેલો પ્રદેશ છે. જુના કાળમાં એ રશિયાના  તાબામાં હતો પરંતુ રશિયા એને બિન ઉપયોગી પ્રદેશ સમજીને એને અવગણતું હતું. રશિયાના રાજા ઝારે એને અમેરિકાને તે વખતના ૭.૨ મિલિયન ડોલરમાં વેચી નાખ્યો હતો .



                                      તમે  ક્રૂઝિંગ દ્વારા કૅનેડાની સમુદ્ર ધૂની મારફતે અલાસ્કા પહોંચો તો તમને અલાસ્કાનું અલૌકિક  સૌંદર્ય જોવા મળશે .  હિમ શિખરો, પર્વતી ઝરણાઓ , બરફના ખાળકો ખડકઓ જોઈને તમે જે પ્રસન્નતા અનુભવો તે દુનિયાની ઘણી થોડી જગ્યાએ અનુભવશો.  બરફના ગ્લેસીયરને તમે નજદીકથી જુઓ અને જે રોમાંચ અનુભવો એનો આનંદ અનોખો હોય છે. 

                                           અલાસ્કાનો  પ્રદેશ બે  ટાઈમ  ઝોન માં આવેલો એટલો વિશાળ છે. ત્યાં ૫૦૦૦જેટલા  જ્વાળામુખી આવેલા છે અને સેંકડો તળાવો છે.  એક લાખ જેટલા બરફના ગ્લેસિયરસ  આવેલા છે. અલાસ્કાના  દરિયામાં ૧૦૦૦ જેટલી વિકરાળ  વહેલ માછલીઓ ફરતી રહે છે.



                                            અલાસ્કાની જમીનમાં ખનીજ તેલોના ભંડારો આવેલા છે.  સોનુ , ઝીંક , જેવી કિંમતી ધાતુઓ પણ અહીં નીકળે છે જે અલાસ્કાનો સમૃદ્ધ  બનાવે છે . અમેરિકામાં અલાસ્કાનો  ધાતુઓની પેદાશમાં  બધા રાજ્યોની પેદાશમાં બીજો નંબર છે. તે ઉપરાંત વિપુલ પ્રમાણમાં દરિયામાં માછલીઓ  મળે છે. અને ઘાઢ જંગલોને કારણે સારું એવું લાકડું પણ મળી રહે છે .




                                               અલાસ્કામાં કોઈ આવક વેરો નથી. ત્યાંના રહેવાસીઓને નિશ્ચિત  વાર્ષિક કેશ રકમ આપવામાં આવે છે એજ એની સમૃદ્ધિનો પુરાવો છે. આધુનિક રશિયા જરૂર અલાસ્કાનો અમેરિકાને  વેચી દેવા માટી પસ્તાતું  હશે પરંતુ એનો કોઈ અર્થ નથી.

                                    **************************************************  

                             

                                                                          

Thursday, November 5, 2020

 


આયુર્વેદ અને સ્વાસ્થ્ય                                                                     

                                                                   આયુર્વેદમાં આપણા ઋષિ મુનિઓએ જે કઈ સ્વાસ્થ્ય વિષે    લખ્યું છે  તેનું આજનાવિજ્ઞાને અનુમોદન કર્યું છે . કામનસીબે આયુર્વેદ લખેલું સમયની સાથે ભુલાતું ગયું અને આધુનિક વિજ્ઞાનનું  જ્ઞાન આગળ વધી ગયું.  ભારતે પણ આયુર્વેદને એના ગુલામી કાળમાં તદ્દન એને અવગણ્યું  તેથી એની મહત્વતા ઓછી થતી ગઈ. 

                                                                     આર્યુવેદ પણ કહે છેકે  સવારનો નાસ્તો વધારે પ્રમાણમાં લેવો ત્યાર બાદ બપોરેનું ભોજન જરા હળવું હોવું જોઈએ અને રાત્રિનું ભોજન તો તદ્દન હળવું હોવું જોઈએ. 

                                                                     તે ઉપરાંત ખોરાકમાં શું લેવું અને શું ન લેવું એનું પણ વિવરણ કરવામાં આવ્યું છે.   કાર્બોહાઇડરટે  વાળો ખોરાક આછો ખાવો જેથી  શરીર હળવું રહે. 



                                                                       તંદુરસ્તી માટે રાતના ભોજન હળવું રાખવા  પર આયુર્વેદ વધારે ભાર મૂકે છે કારણકે રાતના આપણી પાચન ક્રિયા મંદ હોય છે. ભારે ખોરાક  રાતના ઊંઘને બગાડે છે.  માટે રાતના વધારે પ્રોટીન વાળા પદાર્થો ખાવા આવશ્યક છે. જેવાકે  દાળ ,ભાજી  અને લીલા શાકભાજી . રાતના ઓછા મસાલા વાળો  ખોરાક ખાવો જોઈએ.  કઢીને રાતના ભોજનમાંથી દૂર રાખવી જોઈએ એને બદલે દહીંમાંથી બનેલી  છાસ વધારે આવકારદાયક છે . રાતના વધારે પડતા મીઠાનો ઉપયોગ ન કરવો જોઈએ  કારણકે મીઠું  શરીરમાં પાણી વધારી ને બ્લડ પ્રેસ્સર  અને હ્દય રોગનું રિસ્ક વધારે છે. 

                                                                         તે ઉપરાંત આયુર્વેદ  ઓછી ચરબી વાળું દૂધ  અને તે પણ થોડા આદુના રસ સાથે લેવાનો આગ્રહ  રાખે છે. દૂધ પણ થોડું ગરમ હોવું જોઈએ અને ઠંડા  દૂધને શરીર માટે  હાનિકારક માનવામાં  આવે છે. ટૂંકમાં ચરબીવાળા અને ઠંડા પદાર્થો નું વધારે પડતું સેવન તંદુરસ્તી માટે હાનિકારક છે.

                                                                         આર્યુવેદ કહેછેકે  દિવસના અંત ભાગના પર જમીન અને પાણીનો  કાબુ હોય છે. એટલા માટે રાત્રીના ભોજન પર કાબુ હોવો જરૂરી છે.  આયુર્વેદ  માને છે કે તંદુરસ્ત ખોરાક ખાઈ તંદુરસ્ત શરીર  રાખો.  સારોએવો નાસ્તોસવારના કરો પરંતુ ત્યાર બાદના ભોજનો હળવી શક્તિ પેદા કરે એવાજ હોવા જોઈએ .

                                         ************************************  

                                                                         

Wednesday, October 14, 2020

 


વયસ્થોમાં માનસિક મૂંઝવણ 

                                                                                                               જેમ જેમ ઉંમર વધતી જાય છે  તેમ વયસ્થોમાં  ઘણી બાબતોમાં   મૂંઝવણ ઉભી થતી જાય છે.  ઘણા એને અલઝહેઈમર્સની શરૂઆત ગણે  કે પછી મગજનો કોઈ રોગ પણ હોઈ શકે છે.  પરંતુ એ મૂંઝવણના મુખ્ય  કારણો બીજાજ  હોઈ શકે છે. 

                                                      એના કારણોમાં  કાબુ બહારનો ડીયાબેટિસ, અથવાતો કિડનીમાં ઇન્ફેકશન અથવાતો  ડિહાઈડ્રેશન  પણ  હોય શકે . આથી એ કારણોની કાળજીઓ રાખવાની વધુ જરૂર છે. 

                                                      આથી વયસ્થોને  વધારેને વધારે  પાણી પીવાની  યાદ  આપવી જોઈએ .  જો તેમને પાણી ન પીવું હોય તો ફળોના રસ , અથવા  નારિયળનું પાણી , અથવા  ચા , અથવા  દૂધ , અથવા સૂપ કે પછી  પાણીવાળા ફળો ખાવાની ટેવ પાડવી જોઈએ . તેમના  માનસિક મૂંઝવણમાંથી એ વસ્તુઓ  રાહત આપી શકે છે.  પાણીથી ભરપૂર ફળોમાં   તરબૂચ , અનનસ, પીચ , નારંગી, ઓરંજ , અને  ટેન્ગરીન છે.  તે લેવા જોઈએ. 



                                                 ડિહાઈડ્રેશન શરીર  અને મગજ માટે ઘણું નુકશાનકારક  છે.  તે  બ્લડપ્રેસર  વધારે છે. માનસિક તાણ વધારે છે . સ્વાસોસ્વાસમાં  તકલીફ ઉભી કરે છે. છાતીમાં દુખાવો , હૃદયના  ધબકારો  વધવા , અને બેહોશ થવા જેવી  બીમારી વધારે છે.  આથી ડીહાઇડ્રેશન બાબતમાં વયસ્થોએ બહુજ કાળજી રાખવી જરૂરી છે . 



                                                   આ એક  માહિતીને આધારે વિવેચન છે પરંતુ દરેક વયસ્થે પોતાની શારીરિક  સ્થિતિ પ્રમાણે પોતાના ડોક્ટરની  સલાહ પ્રમાણે ચાલવાની જરૂરિયાત છે. 

                                        ***********************************


Saturday, October 10, 2020



 મૂત્ર ચિકિત્સા 

                                                                 ઘણા લોકોને મૂત્ર ચિકિત્સા વિષે અણગમો  હોય છે કારણ કે મૂત્રમાંથી  આવતી વાસ , એનો સ્વાદ અને રંગ પણ વિચિત્ર હોય છે. પરંતુ કુદરતની કમાલ એવી છેકે  ખરાબ સ્વાદવાળી વસ્તુઓમાં એવા ગુણો ભરી દીધા હોય છે  કે માનવીને કમને પણ  એને આશરે જવું પડે છે.   જેમકે લીમડો, કારેલા, મેથી , જેવી વસ્તુઓ એટલી કડવી હોય છે છતાં  ઘણા રોગોમાં એનો ઉપાય અકસીર  હોય છે.  તેમ મૂત્ર પ્રત્યે સુઘ  હોવા છતાં ઘણા એનો ઉપયોગ કરવા લાગ્યા છે. અને એ  ઘણા રોગો પર અકસીર બની રહ્યું છે. 

                         થોડા વખત પહેલા જ જાણીતા ફિલ્મ અભિનેતા અક્ષય કુમારે વિદેશી ચેનલની મુલાકાતમાં જણાવ્યું હતુંકે તેઓની તંદુરસ્તીનું  કારણ તેમનું નિયમત ગૌ મુત્રનું સેવન છે. આજ પ્રમાણે એક વાર પરદેશ પ્રવાસ દરમિયાન એક અમેરિકન  ટીવી ચેનલને  પૃર્વ વડાપ્રધાન , મોરારજી દેસાઈએ  એમની તંદુરસ્તીનું રહસ્ય   એમનું સ્વમુત્રનું  સેવનને આભારી છે એમ જણાવ્યું હતું.  ટીવી એન્કરે એમને પૂછ્યું 'તમને એનું સેવન કરવાથી ખરાબ કે ગંદુ  લાગતું  નથી ?   હું તો મારું પોતાનું મૂત્ર પીવું છું પરંતુ કેટલાક  લોકોતો જાહેરબાથરૂમમાંથીલીધેલા મુત્રમાથી બનેલી દવાઓ લેછે. એમણે કેટલીયે દવાના નામો ત્યાંને ત્યાંજ આપ્યા. અને પેલા  ટીવી  એન્કરની બોલતી બંધ થઇ ગઈ . જાપાનમાં જાહેર મુતરડીમાંથી મેળવેલા મૂત્રમાંથી  જીવ બચાવે એવા ઈન્જેકશન બનાવવામાં આવે છે. એના નામો છે જેવાકે યુરોફાઈનેંસ પ્રોફાસી , એન્ટિનિઓ પ્લાસ્ટીન   પ્રાગાનીલ.  એમાંની છેલ્લી  દવાનો ઉપયોગ લોહીના ઘટટાને પીગળાવવામાં  મદદરૂપ થાય છે.  મુત્રમા  શરીર ઉપયોગી બહુ  મૂલ્યવાન તત્વોઓ હોય છે જેવાકે વિટામિન , ક્ષાર , લોહતત્વ , પ્રોટીન , એન્જાઈમ , હોર્મોન્સ વગેરે વગેરે .

                                               સ્વમૂત્રની બાબતમાં એના ગુણો વિષે હિન્દૂ  પ્રાચીન ગ્રંથોમાં પણ એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.  ખ્રિસ્તી   પુસ્તકોમાં પણ એનો ઉલ્લેખ છે કે ' તારા શરીરમાંથી નીકળતા પાણીનું પાન કર ' યુરોપ , જાપાન, ઓસ્ટ્રેલિયા , ચીન , ઇંગ્લેન્ડ , અને સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશોમાં પણ સ્વમૂત્ર ચિકિત્સા  પ્રચલિત છે.

                                                 સ્વમૂત્ર ચિકિત્સામાં  પણ અમુક નિયમોં છે. જેમ કે વહેલી સવારના પહેલા મૂત્રનો આગળ અને પાછલો ભાગ છોડીને બાકીના મૂત્રનો જ ઉપયોગ કરવાનો હોય છે.સ્વમૂત્ર ચિકિત્સાનો ઉપયોગ  આંખ , કાંન ,  દાંત , નાક, ગળું, ,વાળ  અને ચામડીના રોગોની  માવજત માટે પણ કરવામાં આવે છે. અગત્યની વાતતો એ છેકે એ ચિકિત્સા પદ્ધતિનો ગરીબ અને ધનવાન અને બધા  વર્ગ  કરી શકે છે. 

                                                       *************************  

                          

                                                      


Saturday, October 3, 2020



ચીની ચાલ 

                                                                                       ચીન આજે દુનિયામાં એકદમ અળખામણું બની ચૂક્યું છે એના ગણા વજૂદ કારણો છે.એકતો કોરોના વાયરસને જન્મ આપ્યો અને એના વિશેની બધી વિગતો લાંબા વખત સુધી છુપાવી. તથા  દુનિયામાં એનો ફેલાવો  થવા  દીધો. ચીન પર  એવો પણ આરોપ છેકે  કોરોના વાયરસની ઉત્તપતિ  ચીનની રાસાયણિક લેબમાંજ થયો અને ત્યાંથી જ એ લીક થઈને આખી દુનિયામાં પ્રસરી ગયો. આજે કોરોના વાયરસે   આખી દુનિયાની અર્થવ્યવસ્થા ખેરવી નાખી એના માટે ચીનને જવાબદાર ઠેરવવામાં આવે છે . એની પાછળ પણ ચીનની વિશ્વિક સર્વોપરિતા મેળવવાની ચાલ ગણવામાં આવે છે. 

                                              ચીનની ચાલબાજી એકજ ક્ષેત્રમાં નથી.  હોંગકોંગ અમારું છે એમ કહી બ્રિટનને ખોટા વચનો આપી પડાવી લીધું . તાઇવાન પણ અમારું છે એમ કહી ધિકતીધરા હજુ ચાલુ છે. એટલુંજ નહીં પણ  આજુબાજુના બધાજ  દેશોની જમીનો પર ચીનની નજર છે અને તક મળે એટલે તેમની જમીનો પચાવી પાડવાની તૈયારીમાં છે.  ભારત સાથે એને  લડાખ, સિયાચીન , અરુણાચલ પ્રદેશ , નાની મોટી કેટલીયે જગાઓ માટે ૩૪૮૮ કિલોમીટરની સરહદ પર ઝગડો છે. કીર્ગીસ્થાનના કેટલાક પ્રદેશો પર પણ ચીનનો દાવો છે. કીર્ગીસ્થાને તો એની  ચીનની સાથેની  સરહદો સીલ કરીદીધી છે.  તજિકિસ્થાને ૫૦ કિલોમીટર જેટલી જમીન ચીનને આપી દીધી છે તો પણ ચીનને હજુસંતોષ નથી . ચીનને  અફઘાનિસ્તાન સાથે પણ સરહદી ઝગડો છે. નેપાળની પણ કેટલીક જમીન ચીને પચાવી પાડી છે. એજ પ્રમાણે ભૂતાન, અને મ્યાનમાર સાથે પણ સરહદી ઝગડો છે.

                                             ચીન દક્ષિણ ચીની સમુદ્ર પણ પોતાનો માને છે. દક્ષિણ સમુદ્રમાં  આવેલા કેટલાએ ટાપુ પર ચીને દાવા ઠોક્યાં છે. આથી ચીનને  મલેશિયા , સિંગાપોર ,લાઓસ, વિયેતનામ ફિલિપાઇન, બ્રુનોઇ , ઇન્ડોનેશિયા  અને સાઉથ કોરિયા જેવા દેશો સાથે પણ  ઘર્ષણ શરુ થયું છે.રશિયા અને મોંગોલિયા સાથે પણ ચીનના સરહદી ઝગડાઓ છે. 

                                           ચીન  ગરીબ અને નબળા દેશોને  ધિરાણ કરી એમને ફસાવે છે. અને પછી એમના કુદરતી સાધનો અને જમીનો પર કબજો જમાવી ત્યાં પોતાના થાણા બનાવી એમને ગુલામ બનાવી દે છે. આ પણ ચીનની એક ચાલ છે.

                                                આવી વિસ્તારવાદી નીતિને  હવે અમેરિકા , ઓસ્ટ્રેલિયા , જાપાન, સાઉથ કોરિયા , બ્રિટન અને યુરોપના દેશો ઓળખી ગયા છે. એમાં એમને ચીનની વિશ્વ સત્તા બનવાની ગંધ આવેછે. તેમાં કોરોના વાયરસે આગમાં  પેટ્રોલ નાખવા જેવી પરિસ્થિતિ  ઉભી કરીછે. એમાંથી વિશ્વ યુદ્ધનો ભડકો થવાની પણ શક્યતા છે. મૂળમાં તો ચીનની દરેક ક્ષેત્રમાં  વધી રહેલી ચાલબાજી  જ જવાબદાર છે. એક પ્રશ્ન ઉદ્ભવે છે કે ચીનને કોની સાથે  ઝગડો નથી ?

                                    ****************************************