Thursday, September 1, 2022



સ્વચ્છ ઇલેકટ્રીસિટી 

                                                     હવામાનના બદલાવને લઈને દુનિયાના લોકોના હોશ ઉડી ગયા છે. કોઈ જગાએ વાવાઝોડા તો કોઈ જગાએ પૂર  તો કોઈ જગાએ ધરતીકંપે તરખાટ મચાવી દીધા છે.ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાંથી પીગળતા બરફને લીધે દરિયાનું પાણીનું સ્તર ઉપ્પર આવી ગયું છે. આને કારણે ઘણા દેશોમાં કિનારાની અંદર દરિયાના પાણી ઘૂસવા લાગ્યા છે. આથી માનવીઓને પરિસ્થિતિની ગંભીરતા સમજવા લાગ્યા છે. આથી હવામાનને  ગરમ કરતા કાર્બનને ઓછું કરવાના કાર્યમાં વિવિધ દેશો લાગી પડ્યા છે. ઉદ્યાગોમાં કોલસાનો ઉપયોગ ઓછો કરવાની ઝુંબેશ ચાલુ છે. ઇલેક્ટ્રિક પાવરને ઉત્ત્પન કરવાંમાં કોલસાને બદલે  બીજા સાધનો શોધવા માંડ્યા છે. 

                                        એમાં પાણી , હવા અને દરિયાના મોજામાંથી પણ  ઇલેકટ્રીક શક્તિ ઉત્ત્પન કરવામાં લાગી ગયા છે.



                                          એમાં સ્કોટલેન્ડમાં  દરિયાના મોજામાંથી ઇલેકટ્રીક  શક્તિ ઉત્ત્પન કરવામાટે મોટો પ્લાન્ટ ૨૦૨૧  લગાવવામાં આવ્યો છે.  એ ૨૦૦૦જેટલા  મકાનોને ઇલેકટ્રીક શક્તિ પુરી પાડશે . એને ગ્રીન હાયડ્રોજન  ફેસેલિટી કહેવામાં આવે છે.


                                              ડેન્માર્કમાં પવનની શક્તિમાંથી ઇલેકટ્રીક પાવર ઉત્ત્પન કરવામાં આવી રહ્યો છે. એક ડેનિશ કંપની એ હોર્નના દરિયા કિનારે પવનથી ચાલતા ૧૬૫ ટર્બાઇન નાખ્યા છે. જે ૧,૩ મિલિયન ઘરોને ઇલેકટ્રીક પાવર આપશે .

                                        તે ઉપરાંત ગ્રીન  ઇંધણ   સ્ટીમરોને પુરી પાડવાની યોજના એક ડેન્માર્કની કંપની એ બનાવી છે.   ડેન્માર્કની એ  કંપની ઈ -મેથાનોલ ઉત્ત્પન કરવા માટે મોટો પ્લાન્ટ નાખ્યો છે જે ત્યાંની શિપિંગ કંપની માર્સત  ખરીદી લેશે અને એનાથી એમની સ્ટીમરો ચાલશે . એથી   હવામાનમાં કાર્બનનું  તત્વ ઓછું થશે. 


  

                                     તે ઉપરાંત ભારતે પણ કચ્છમાં સૂર્યના કિરણોથી સોલાર પાવર ઉત્ત્પન કરવાનો  મોટામાં મોટો પ્લાન્ટ નાખ્યો છે. એ પણ હવામાનમાં કાર્બનને નાથવાની મોટી યોજના છે. 



                                       આમ  હવામાન બદલાવના મામલે આખી દુનિયા  સચિત બની છે કારણકે એના ભયંકર પરિણામો ભોગવી રહી છે.

                                          ************************************ 

Tuesday, August 16, 2022


   પોષ્ટીક    આહાર 

                                                    સ્વાસ્થ્ય અને ખોરાક વચ્ચે સીધો સબંધ છે. સારો ખોરાક તમારા સ્વાથ્યને સારું રાખે છે, અને  લોહીને શુદ્ધ કરી જીવનને સુખી અને આનંદમય બનાવે છે. આજકાલ લોકો ચટાકેદાર જંક ખોરાક  ખાય છે અને શરીરને રોગમય બનાવી મૂકે છે. યુવાન વયે જિંદગીઓ બરબાદ થઇ જાય છે.



                                                    બીટ જેમાં નાઇટ્રિક ભરપૂર હોય છે. જે શરીરમાં લોહીનું સિક્યુલેશન  વધારે છે અને નસોને હળવી બનાવી લોહીના વહેણને સરળ બનાવે છે. એ બ્લડ પ્રેસર નીચું લાવે છે.



                                                      બેરીસમાં  એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર  છે. જે નસો માટે ઉપયોગી હોય છે. એ અંગોમાં અને ટીસ્યુમાં પણ લોહીનું વહેણ વધારે છે. એ નસોને વધારે સ્થૂળ થતા રોકે છે. અને બ્લડ પ્રેસરને ઘટાડે છે.



                                                           ફેટી ફિશ જેવીકે  સાલ્મન,  માકરેલ  વગેરે  હૃદયને માટે ઘણો સારો ખોરાક છે. એ માછલીઓમાં ઓમેગા એટલેકે  ઉપયોગી એસિડ એમાં સારા   સારા પ્રમાણમાં છે. એ નસોને શુદ્ધ કરે છે. લોહીનો પ્રવાહ વધારે છે. એ બ્લડ પ્રેશરને પણ ઓછું કરે છે.



                                                          દાડમમાં એન્ટી ઓક્સિડન્ટ  અને નાઇટ્રેટ છે જે નસોને પહોળી કરે છે. તે ઉપરાંત એ  મસલ્સને  અને ટીસ્યુઓને  વધારે ઑક્સિન અને  ન્યુટ્રીઅન્ટ આપે છે જે તંદુરસ્તી વધારે છે.



                                                            લસણમાં સલફર છે જેમાં   એલિયન નામનું  તત્વ હોય છે  એ નસોને હળવી બનાવે છે  અને   હૃદયને વધારે મજબૂત બનાવે છે.  ક્સિડન્ટ ભરપૂર  છે. જે નસો માટે ઉપયોગી હોય છે. એ અંગોમાં અને ટીસ્યુમાં પણ લોહીનું વહેણ વધારે છે. એ નસોને વધારે સ્થૂળ થતા રોકે છે. અને બ્લડ પ્રેસરને ઘટાડે છે.



                                                              અખરોટમાં  આલ્ફા , લીનોલેનીક એસિડ, ૩-ફોલી એસિડ છે , જે લોહીના પ્રવાહને  સરળ બનાવે છે.અને નસોને ઇલેસ્ટિક બનાવે છે. જેથી લોહીનું દબાણ ઓછું થાય છે.



                                                                   દ્રાક્ષમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે  જે નસોનું કામ વધારે સફળ બનાવે છે. તે ઉપરાંત તે લોહીને ચીકણું થતા અટકાવેછે અને શરીરમાંના સોજા લાવતા તત્વોને પણ કાબુમાં રાખે છે. આમ એ લોહીના ભ્રમણને સરળ બનાવે છે.



                                                                  હળધરમાં પણ સોજાને કાબુમાં રાખવાનું તત્વ હોય છે.  એમાંનું  નાઈટ્રિક ઓકસાઇડ તત્વ લોહીની નસોને પહોળી બનાવી એના પ્રવાહને શરીરના અંગોમાં સરળ બનાવે છે.

                                                                    સ્પીનાચની લીલી ભાજીમાં પણ નાઇટ્રેટનું તત્વ હોય છે. જે નસોને પહોળી બનાવી  લોહીના પ્રવાહને સરળ બનાવે છે.



                                                                      સિટ્રસ ફળોમાંનું  એન્ટી ઓક્સિડન્ટ તત્વ લોહીમાં  કલોટ થતા અટકાવે છે અને લોહીના પ્રવાહને સરળ બનાવે છે અને લોહીના દબાણને પણ ઓછું કરે છે. 

                       આમ આવા  પોષ્ટિક આહારો  શરીરને સારું રાખે છે.


                                                            ****************************

Saturday, August 13, 2022



કોવિદ-૧૯ અને ત્યારબાદ  

                                                       ઘણા લોકોએ કોવિદ-૧૯ ની બીમારી દરમિયાન નોકરી છોડી દીધી હતી, તો કેટલાકે ઘરેથી જ કામ કરવાની શરૂઆત કરી હતી. કેટલાક દરરોજના કામ કરવાવાળામાંથી  ઘણા એમના કામ પર પાછા ફર્યા જ નથી.  ઘણીં જગાએ હાયરિંગના પાટિયાઓ લાગેલા છે. કારણકે કામ કરનારા મળતા નથી. એના બે જ  કારણો જ છે. એક કોવિદ દરમિયાન  ખર્ચા ઓછા થવાથી બચત વધી હતી . એમાંથી કામદારો  હજુ  તેમનું  જીવન ચલાવી રહયા છે. અને બીજું કારણ કોવિદની બીમારી દરમિયાન લોકોને સરકારોએ ગણી મદદ કરી હતી એટલે પૈસાની હજુ તંગી પડતી નથી.

                                                         સ્કિલ નોકરીઓમાં પણ આજકાલ લોકો નોકરી છોડી રહયા છે એની પણ  ખબર કાઢવી  જરૂરી છે. એ બાબતમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા , કેનેડા , સિંગાપોર અને ભારતમાં મેકિનસે કંપનીએ સર્વે કર્યો એમાં કેટલાક રસપ્રદ તારણો બહાર આવ્યા છે.



                                                              ૪૧% લોકોએ એમની નોકરીમાં એમને આગળ વધવાની કોઈ તક જોઈ નહીં એટલે નોકરી છોડી દીધી હતી. જયારે ૩૬% એ એમની નોકરીમાં વધારે નાણાકીય ફાયદો ન  દેખાતા નોકરી છોડી દીધી હતી. કેટલીક કંપનીઓમાં એમના ઉપરીઓ એમની અપેક્ષા કરતા હતા એથી ૩૪% નોકરિયાતઓ  એવી કંપનીઓ છોટી દીધીહતી.

                                                              ઘણીવાર નોકરીમાં રસ પેદા ન  કરેએવું કામ  હોય તો નોકરિયાતો કંટાળીને નોકરી છોડીદે છે. એવા ૩૧% નોકરિયાતો હતા. વધારે પડતા કામની માંગણીઓ અને કામમાં વધારે પડતી અપેક્ષાઓ રાખવામાં આવતી હોય છે એવા  સંજોગોમાં ૨૯% નોકરિયાતો નોકરી છોડી હતી.

                                                               ઘણી જગાએ નોકરીમાં વાતાવરણ સારું નથી હોતું. એક બીજાને મદદ કરવાની નોકરિયાતોમાં વૃત્તિ નથી હોતી. એવા સંજોગોમાં ૨૬% લોકોએ નોકરી છોડી દીધી હતી.  જે કંપનીમાં કામ કરનારાઓના સ્વાસ્થ્ય નું ધ્યાન નથી આપવામાં આવતું અને ઑફિસના વાતાવરણમાં વધારે પડતી કડકાઈ અને વાતાવરણ હળવું નથી એવી કંપનીઓમાંથી લોકો નોકરી કરવા માંગતા નથી. એવા કારણોને લીધે ૨૬% જેટલા લોકોએ નોકરી છોડી હતી. 

                                                                 આથી કંપનીની સફળતા માટે એમના કામદારો નોકરી છોડી ને  ન ચાલી જાય એ જોવું જરૂરી છે.  એના કારણોનું આલોચના કરવી જરૂરી છે. જે કંપનીમાં કામદારો લાંબો સમય સંતોષકારક રીતે ટકી રહે એમાજ  કંપનીઓની સફળતા રહેલી હોય છે. 

                                   ********************************************  


                                                 

Monday, August 8, 2022



તંદુરસ્તીનું રહસ્ય 

                                 આપણામાં કહેવાય છે કે સૌથી પહેલું સુખ એ શરીરની તંદુરસ્તીને જાય છે. પરંતુ આજકાલ જીવનની ભાગદોડમાં એને અવગણમાં આવે છે અને લોકો જાતજાતના રોગોથી પીડાઈ રહયા છે. 

                                       આથી આપણે શરીરના દરેક અંગ  તંદુરસ્ત રહે એ માટે કાળજી લેવી જોઈએ. જેમકે બ્રેઈન  માટે આઠ કલાકની ઊંઘ તદ્દન આવશ્યક છે. પૂરતી ઊંઘને અભાવે ઘણા મોટા રોગો થવાને સંભવ છે. તે ઉપરાંત આખો દિવસ બેચેની અને આળસ ઊંઘના અભાવે જ ઉદ્ભવે છે.

                                       પગના તળિયાને રાત્રીએ સુતા પહેલા તેલથી માલિશ કરવાથી આંખો સારી રહે છે અને આંખોની તંદુરસ્તી પણ સુધરે છે.

                                        નાકને માટે મિન્ટ એક અકસીર ઉપાય છે એટલા માટે દિવસમાં મિન્ટ ખાતા રહેવું જોઈએ.

                                         આજકાલ તો ફેફસાને તંદુરસ્ત રાખવા માટે  સિગારેટ પીવાની મનાઈ કરવામાં આવે છે અને એના માટે જબરજસ્ત આંદોલન પણ ચાલે છે. મીઠું  હાર્ટ  માટે તદ્દન નુકશાનકારક છે.  એટલા માટે તબીબો મીઠું ઓછું ખાવાની તાકીદ કરે છે.



                                         વધારે પડતા  ચરબી વાળા પદાર્થો ખાવાથી લીવરને નુકસાન થાય છે.  અને ઠંડા પીણાઓ પેટને પણ નુકસાન કરે છે.



                                          જંક ખોરાક આંતરડાઓને નુકસાન કરે  છે આથી લીલા શાકભાજીઓ  ખાવાથી  આંતરડાઓની પાચન શક્તિ વધે છે. વધારે પડતું ખાવાથી પેન્ક્રિયાસને પણ  નુકસાન થાયછે. 

                                          કિડની એ  શરીરનું બહુજ નાજુક અંગ છે એથી એની તંદુરસ્તી માટે દિવસભર સારું એવું પાણી પીવું જોઈએ. રાતના સુતા પહેલા પિશાબ કરીને જ સૂવું જોઈએ. તે ઉપરાંત રાત્રી દરમિયાન ઓછું પાણી પીવું જોઈએ. યુરીનરી  માર્ગને તંદુરસ્ત રાખવા માટે રો  કાંદાનું  સેવન સારું પડે છે.

                                         એપેન્ડિક્સની તંદુરસ્તી લીંબુનું પાણી પિતા રહેવું જોઈએ.



                                       આતો શરીરને સારું રાખવા માટે ના સામાન્ય ઉપાયો છે જે સહેલાઈથી જીવનમાં કરી શકાય છે. અને' પહેલું સુખ તે જાતે નર્યાનું' બિરુદ મેળવી શકાય છે.  

                                          ***************************************  

 

                                              

Saturday, July 23, 2022

 


ચામડીનું કેન્સર 

                                                             ચામડીના કેન્સરમાં ચામડી પાર ડાઘાઓ પડવા અને એમાંથી જે મનોવિજ્ઞાનિક પીડાઓ થાય છે જે સમજવી મુશ્કેલ હોય છે. ચામડીના કૅન્સરનું મૂળ કારણ સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય છે.

                                 એમાં વૃદ્ધો  વધારે ભોગબને છે. તે ઉપરાંત વિજ્ઞાનિકોનું માનવું છે કે જેની ચામડી વધારે સ્વેત હોય,  ભૂરી આંખો અને રૂપેરી વાળો હોય એવા લોકોમાં ૩૦% વધારે દેખાય છે. તે ઉપરાંત ચામડીનું કૅન્સરનો આધાર ચામડીનો તેનો સામનો કરવાની શક્તિઓ પર પણ છે. ટૂંકમાં જ્યાં સૂર્યના કિરણો સીધા વધારે પહોંચે ત્યાં વધુ થવાનો સંભવ છે. ઈમમયુનો થરાપી દ્વારા ૯૩%લોકોને ચામડીના કૅન્સરથી બચાવી શકાય છે.

                                 ન્યૂઝીલેન્ડમાં અલ્ટ્રા વાયોલેટ રેડિએશન ૪૦ %વધુ હોય છે. એથી ચામડીને એનાથી  વધુ અસર થાય છે,  આમ પણ  દક્ષિણ ગોળાર્ધમાં પૃથ્વી  એક બાજુ ઢળવાથી તે ઉનાળામાં  સૂર્યની  નજદીક આવી જાય છે એની અસર એ પ્રદેશો પર પડે છે. અને સૂર્યના કિરણો ચામડી પર કેન્સર જેવા રોગો ઉત્પન્ન કરે છે.

                                    ઉત્તરધ્રુવના પ્રદેશો એટલે સ્કેન્ડિનેવિયન દેશોમાં લોકો સ્વેત હોય છે અને એમને મેડિટેરિઅન દેશોમાં પ્રવાસ કરવાનો શોખ હોય છે. તેઓ ત્યાં ચામડીના કૅન્સરનો ભોગ બને છે.



                                     ઘણા લોકોમાં  સૂર્યના  કિરણોને લીધે ચામડી  બળવાનો વારો આવે છે. એમાં એમની  વિવિધ પ્રવૃત્તિઓ પણ જવાબદાર હોય છે.  જેમકે ખુલ્લા સ્વિમિંગ પુલમાં પડી  લાંબો સમય તરતા રહેવું, ખુલ્લામાં બહાર રખડતા રહેવું, અને સૂર્ય સ્નાન જેવી પ્રવૃત્તિઓથી ચામડીનું બળવું શક્ય છે. એમાંથી ચામડીનું કૅન્સર થવાનો પણ સંભવ છે.



                                             તે ઉપરાંત ચામડીની કેટલીક ઉણપને લઈને પણ ચામડીનું કૅન્સર થવાનો સંભવ છે. જેમકે આફ્રિકાના નામિબિયાન દેશમાં  લોકો ચામડીના કૅન્સરથી વધારે પીડિત છે. ત્યાં લોકોની ચામડી પણ કાળી છે તે છતાં ચામડીનું કેન્સર વધારે પ્રવર્તે છે.

                   મૂળમાં સૂર્યનો સીધો સામનો ચામડીના રોગોનું કારણ બની શકે છે. 

                          ***********************************************************        

                                      

Monday, July 18, 2022



દુનિયાના  પહેલા  અબજોપતિની  - અજબ કહાની 

                                                                                        દુનિયાના એક્વખતના પહેલા  અબજોપતિ  એવા અમેરિકાના જ્હોન ડી  રોકફેલરની આ  વાત છે. જે ૩૭ મેં વર્ષે દુનિયાના સૌથી મોટા ઓઇલ રિફાઇનૅર બન્યા હતા. અમેરિકાની ૯૦%  ઓઇલ રિફાઇન કરનારા એ ઉદ્યોગપતિ હતા. ૫૦ વર્ષની ઉંમરે  એમણે દુનિયાના  સૌથી ધનવાનનું બિરુદ મેળવ્યું હતું.

                                             એમના જીવનમાં એક કમનસીબી આવી હતી કે ૫૩ વર્ષની ઉંમરે તે મોટી બીમારીનો ભોગ બન્યા હતા . તેઓના વાળ ખરી પડ્યા હતા અને આખું શરીરમાં દુખાવો રહેતો હતો . તેઓને નિદ્રાની પણ તકલીફ હતી. સિગરેટની મઝા પણ ન માણી શકતા. ફક્ત સૂપ અને બિસ્કિટ જેવી વસ્તુ જ ખાઈ શકતા હતા.  ડોક્ટરોના અભિપ્રાય પ્રમાણે તે એક વર્ષથી વધારે  જીવી શકશે નહિ. તે વખતે એમને થયું કે આ બધી સંપત્તિ મારે અહીએ મૂકીને જ જવાની છે.

                                           તેમણે તેમના ઉચ્ચ અધિકારીઓ અને વકીલોને બોલાવી હોસ્પિટલ  અને  સંશોધન માટે એમની સંપત્તિનું દાન કર્યું . આમ જ્હોન ડી રોકફેલર ફોઉન્ડેશનની રચના થઇ. એ ફોઉંડેશને પેનિસિલનની શોધ કરી.  મેલેરિયા, ડિફથેરીયા અને  ક્ષય જેવા જીવલેણ રોગોનો ઈલાજ પણ શોધ્યો. 



                                           પોતાની સંપત્તિનું દાન  ઉદારતાથી કર્યું અને ભગવાને પણ એમના પર  દયા દ્રષ્ટિ કરી અને એમની તબિયતમાં સુધારો થયો અને એ ૯૮ વર્ષ જેટલું લાબું જીવન જીવ્યા.

                                            એમના  મૃત્યુ પહેલા  એ કહેતા ગયાકે ' મારુ જીવન લાંબી  રજાના દિવસો જેવું સુખમય હતું. જે  સારું એવું કામમય અને મારે માટે સુખમય નીવડ્યું '

                                          ગીતામાં કહ્યું છેકે ' જે થાયછે તે સારા માટે જ હોય છે. જેમ જ્હોન ડી રોકફેલરની  બીમારીએ એક એવી સંસ્થા ઉભીકરી જે  દુનિયા માટે ફાયદા કારક નીવડી.

                                            ***********************************

                                          

  

Wednesday, July 6, 2022

 


અધારા પેરેઝ સાંચેઝ -દુનિયાની  અસામાન્ય બુદ્ધિશાળી છોકરી 

                                                                                                            અધારાનો બુદ્ધિનો  અંક  દુનિયાના બે બુદ્ધિશાળી વ્યક્તિઓ આઈન્સ્ટાઈન અને સ્ટિફેન્સ હૉક કરતા પણ વધારે છે. એ મેક્સીકન છોકરીનો બુદ્ધિ અંક ૧૬૨ છે જે ૧૬૦ અંકકરતા વધારે છે જે ઉપ્પરની બુદ્ધિશાળી વ્યક્તિઓ કરતા પણ વધારે છે.

                                                                                          એને  એસ્ટ્રોનૌટ  બનવાનું  સ્વપ્ન છે. એને અવકાશમાં પ્રવાસ કરી મંગળ પાર પહોંચી ત્યાં વસાહત ઉભી કરવી છે.  એણે ૩ વર્ષની ઉંમરે  ઍલ્જિબ્રા શીખી લીધું હતું.  એણે બહુજ  નાની વયે  વાંચવાનું અને ૧૦૦ જેટલા  બહુ જ મુશ્કેલ કોયડાઓ ઉકેલ્યા હતા.  ૧૦ વર્ષની ઉંમરે તે મેક્સિકોમાં  બે ડિગ્રીઓ ' સિસ્ટમ એન્જિનિરીંગ અને ગણિતમાં  યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહી છે.  ૩ વર્ષની વયે  તે એવા રોગમાં સપડાયેલી હતી કે  લોકો સાથે વાતચીત કરવામાં મુશ્કેલી અનુભવતી હતી. એના કલાસિસમાં એ ઘણીવાર સુઈ જતી. અને નહીં ગમતા વિષયો પર અણગમો બતાવતી હતી. આથી ધીમે ધીમે એને સ્કૂલે જવું પણ ગમતું ન હતું . એને તો વાંચીને અભ્યાસ કરવામાં રુચિ હતી. એને એવી શિક્ષણિક સંસ્થાની જરૂરિયાત  હતી જે એની જરૂરિયાતને  પુરી કરી શકે.



                                                                 એણે ૫ વર્ષે   પ્રાઈમરી સ્કૂલ , ૬ વર્ષે માધ્યમિક અને ૮ વર્ષે  હાઈ સ્કૂલ પાસ કરી નાખી હતી . એ  યુનિવર્સિટીમાં  કલા અને સંસ્કૃતિના વિષયો પણ ભાગ  લઇ ચુકી છે. યુનિવર્સિટી ઓફ એરીઝોનાએ એને જોડવા આમંત્રિત કરી છે , જે અવકાશ ક્ષેત્રમાં  પ્રખ્યાત છે.  આમ એનું સ્વપ્ન પણ પૂરું થશે.

                                                              તે ઉપરાંત તે સામાજિક મંચ પર  પણ 'ઑટિસન સ્પેક્ટ્રમ ' વિષય પર વિકલાંગ બાળકોને પ્રેરિતકરવા પ્રયત્ન કરી છે.  આમ એ ઉચ્ચ  વિચારોથી પ્રેરિત છે અને ભગવાને અર્પેલી અદભુત શક્તિઓનો સદઉપયોગ  કરી રહી છે. 

                             *****************************************************