Monday, January 15, 2024



ચાહ 

                                                             દુનિયામાં ચાહ જેવું  કોઈ પ્રખ્યાત પીણું નથી. ચીનથી માંડીને તે અમેરિકા સુધી અને ઉત્તર ધ્રુવથી  તે દક્ષિણ ધ્રુવ સુધી પીવાય છે. સવારના કે પછી મોંડી રાત સુધી લોકો એની ચુસ્કી લેતા હોય છે અને તાજાંકી મેળવતા હોય છે.  ગરીબથી તે ધનવાનોમાં ચાહ પ્રિય છે. એથી એ દુનિયાનું  સર્વ માન્ય પીણું બન્યું છે. ચાહ છોડો  ડુંગરોના ઢાળ પર ઉગતા હોય છે  એનું મુખ્ય ઉત્તપાદન ચીન અને ભારત જેવા દેશોમાં થાય છે.

                         ચાહ માં એવું શું છે કે જેથી આટલું લોકપ્રિય પીણું બની ગયું છે?  એમાં કોફીનનું  તત્વ રહેલું છે જે તાજગી અને ઉત્તેજના આપે છે.  માનવીને નવીન શક્તિ આપે છે. પરંતુ એનો કેફ દારૂ જેવો  વધારે જલદ નથી.  કેટલાક ચાહ ને દૂધ સાથે પણ પીએ જ્યારે કેટલાક દૂધ વગરની ચાહના ગરાળી છે. હવે ઘણી ફ્લેવરોમાં ચાહ મળવા માંડી છે. ટૂંકમાં ચાહ દુન્યવી પીણું બની ચૂક્યું છે.



                        ચાની લત દારૂથી ઓછી હોતી નથી. ઘણા લોકોતો આંઠથી  દસ કપ ચાહ દિવસના પી જતા હોય છે. ઘણાલોકો એનો ઉપયોગ નિદ્રાથી બચવા પણ કરતા હોય છે જયારે ઘણા ચાહ પીને ઘસઘસાટ ઉંધી પણ જતા હોય છે. એક વાત ચોક્કસ છે કે વધારે પડતી ચાહ પીવાથી શરીર માટે નુકશાન કરતા પણ છે.

                        વધારે પડતી ચાહ પીવાથી ઘણી વાર બેચેની વધે  છે અને શરીરની  તંદુરસ્તીને  નુકશાન પણ થાય છે. તે ઉપરાંત લાંબેગાળે ઊંઘને પણ નુકશાન થાય છે. વધારે પડતી ચાહ પીવાથી પેટને લાગતા રોગો થવાની પણ સંભાવના છે. પેટમાંથી ઉબકા આવવા પણ માંડે છે. ગર્ભવતી સ્ત્રીઓએ પણ ચાહ થી દૂર રહેવું જોઈએ. કારણકે એ ચાહની આડ અસરની ભોગ બની શકે છે.

                          મૂળમાં વસ્તુનો ઉપયોગ મર્યાદામાં થવો જોઈએ નહીતો એ શરીરને  નુકશાન પહોંચાડી શકે છે .વસ્તુ મર્યાદામાં ખરાબ હોતી નથી પણ એનો અતિશય ઉપભોગ માનવીને નુકસાન પહોંચાડી શકે છે.

                                       ****************************************** 

                                              

Sunday, January 7, 2024

 


ચિંતકોનું મનોમંથન 

                               ઘણા ચિંતકોએ વધતી જતી  વયના પ્રશ્નો પર હળવું હાસ્ય ઉત્પન્ન  કરેલું છે. માર્ક ટ્વેઇન  કહે છેકે 'જેમ મારી ઉંમર વધતી  જાય છે . તેમ  મને  નહિ બનેલી  વાતો યાદ આવે છે.'  એ એક વિચિત્ર વાત છે.  જ્યારે લિઓ રોસનબેર્ગ કહે છે વૃદ્ધાવસ્થામાં  પહેલા લોકોના નામની  વિસ્મૃતિ થાય છે. લોકોના ચહેરાઓ ભુલાઈ જાય છે. છેલ્લે તો પાટલૂનની  ઝીપ ઉતારવાની અને ચઢાવવાની  પણ વિસ્મૃતિ થાય છે. એક બીજા ચિંતક   સર નોર્મન   વિશદમ કહે છે. 'વૃદ્ધાવસ્થામાં  ત્રણ વસ્તુ બને છે. પહેલા તમારી યાદશક્તિ  ચાલી જાય છે અને બીજી બે સમસ્યા  યાદ નથી આવતી.


                              મૌરિસ કોલ્લી  બહુ સરસ રીતે વૃદ્ધાવસ્થા વિષે કહ્યું છે કે ' વૃધ્દ્ધાવસ્થા એટલી ખરાબ નથી જો તમે બીજી કોઈ પ્રવૃત્તિઓ વીશે  વિચારો.  એટલે કે વૃદ્ધ વયમાં  તમારી ઇન્દ્રિઓને પ્રવૃત્તિમય  રાખોતો તમારા  સ્વાથ્ય માટે પણ સારું રહે અને  સમય પણ સરળતાથી  પસાર  થાય.   માર્ક ટ્વેઇન  કહે છેકે ' જ્યારે તમારા મિત્રો કહેવા માંડે કે તમે બહુજ યુવાન દેખાવ છે ત્યારે તમારે સમજવુંકે  ' વૃદ્ધ અવસ્થા આવવાની એ  નિશાની છે.

                                          ^***************************************

Tuesday, December 19, 2023



 ચીનની આર્થિક  પડતી 

                                                   ચીન આખી દુનિયામાં પોતાનો સસ્તો માલ વેચીને આર્થિક સંપત્તિઓ ઉભી કરી છે. આથી એ અમેરિકા જેવા સુપર શક્તિશાળી દેશને પણ હંફાવવા પ્રયત્ન કરી રહ્યો છે. એક તો ચીન સરમુખત્યાર  દેશ છે અને  એના લોકોને ઓછા વેતન દ્વારા કામ કરાવી તૈયાર માલ પરદેશમાં વેચી  સારું એવું નાણું  ભેગું કરે છે. અને એ નાણાંની મદદથી દુનિયામાં પ્રભુત્વ જમાવી રહ્યું  છે.  ચીની માલ  દેખાવમાં સુંદર અને સસ્તો હોય છે પરંતુ એટલો ટકાવ  હોતો નથી.



                                     એક વાતમાં તથ્ય  છેકે ભેગીકરેલી સંપત્તિથી  ચીન આખી દુનિયા પાર દાદાગીરી કરી રહ્યું છે. દાદાગીરી એટલી હદે છે કે ચીનને અડીને આવેલા આશરે અઢાર જેટલા દેશો સાથે એનો સરહદ અંગેનો ઝગડાઓ છે. તે ઉપરાંત ગરીબ અને  પૈસાના તંગી વાળા દેશોની કુદરતી સંપત્તિઓ હડપ કરવા તેમને આર્થિક સહાય આપે છે અને પછી એનું શોષણ કરવાની એની નીતિ છે. એમાં તાજોજ દાખલો શ્રી લંકા અને આફ્રિકાના પણ અનેક દેશો છે. 

                                     અમેરિકન પ્રમુખ ટ્રમ્પએ જ્યારથી ચીન સાથે અસહકાર અને વેપારી લડત ચલાવી ત્યારથી ચીનની પનોતી બેઠી છે.  અત્યારના અમેરિકન  પ્રમુખ બાઇડને પણ એ લડત ઘણે અંશે ચાલુ રાખી છે. અમેરિકન કંપનીઓએ પણ પોતાની ઓફિસો ચીનમાંથી ખસેડવા માંડી છે. એનાથી ચીનને સારું એવું આર્થિક નુકશાન થયું છે. અમેરિકાએ   ઊંચ કક્ષાની હાઈ ટેક  માહિતી  ચીનને આપવા સામે પ્રતિબંધો લગાવ્યા છે.

                                     તે ઉપરાંત ચીનની આર્થિક નીતિ પણ હવે નિષફળતા તરફ જવા માંડી છે.  આર્થિક પ્રગતિનો વાર્ષિક દર  ૩.૨%  પહોંચી ગયો છે. ઘરોની કિંમત પણ ઓછી થઇ રહી છે. આથી ઘર બાંધતી કંપનીઓ હવે તકલીફમાં  આવવા માંડી છે. વેપારમાં રોકાણ , નિકાસ  અને  લોકોની ખરીદ શક્તિ ઓછી થઇ ગઈ છે. આખી દુનિયામાં અત્યારે ભાવ વધારો ચાલી રહ્યો છે જયારે ચીનમાં અત્યારે ચીજોના ભાવ તદ્દન ઉતરી  રહ્યા છે કારણકે લોકોની ખરીદ શક્તિ તદ્દન નીચે ગઈ છે. આ આર્થિક રીતે ખરાબ ચિન્હ છે.



                                  લોકોના દેવા પણ વધી રહ્યા છે. તે ઉપરાંત મજબૂત , સફળ અને સાહસિક ઉદ્યોપતિઓને  કાબુમાં રાખવા માટે  ૨૦૨૦માં એમના પર સરકાર દ્વારા   હુમલા  કરવામાં આવ્યા.  મજબૂત અને સફળ લોકો પર કાબુ જમાવવા જતા  એના પ્રત્યાઘાતો ઘણા વિપરીત પડ્યા અને એથી ચીનને આર્થિક રીતે સહન કરવો પડ્યો. આ બધા માટે સત્તાને એક જગાએ કેન્દ્રિત કરવાની નીતિ જવાબદાર માનવામાં આવે છે.  સરમુખત્યારીની આ મોટામાં મોટી નિર્બળતા હોય છે.

                                           ચીનની વસ્તી પણ હવે  વૃદ્ધાવસ્થા  તરફ આગળ  વધી રહી છે. ચીનનો જીડીપી ઘટી રહ્યો છે.  અમેરિકા એક વખત માનતું હતું કે ચીનની  આબાદી સાથે ચીનમાં લોકશાહીના ઉદયને  તક મળશે પરંતુ એનાથી ઉલટુંજ બની રહ્યું છે. સરમુખત્યારીના મૂળિયાં જડ બની રહ્યા છે અને અંતે ચીનની પ્રગતિને નુકસાન રૂપ બની ગયા છે.

                                          મૂળમાં સરમુખત્યારીનું  ચિંત્ર થોડા સમય માટે સુંદર લાગે પરંતુ અંતે તો તો એનું કદરૂપ ચહેરો બતાવી જ દે છે.

                                             ************************************

                                             

                                                

Tuesday, December 12, 2023



હાયપરલૂપ ટ્રાન્સપોર્ટેશન   

                                 ભારતના વિકાસમાં નવસર્જન કરવાની  આવડતમાં  ભારતીય  યુવાનો પાછા પડે એમ નથી.  ભારતીય શિક્ષણ સંસ્થાઓ પણ તેમાં સહકાર આપી રહી છે. એમની ઉચ્ચ કક્ષાની સંસ્થાઓ ઇન્ડિયન  ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ આખા વિશ્વમાં એવી વ્યક્તિઓ પુરી પાડી છેકે જેણે દુનિયાનો ચહેરો બદલી નાખ્યો છે.

                                 મોટી અમેરિકન કંપનીઓ  'માઇક્રોસોફ્ટ' અને  'ગૂગલ'  પણ હવે ભારતીયઓ જ ચલાવી રહ્યા. તે ઉપરાંત અનેક અમેરિકન કંપનીઓમાં ૪૦ % જેટલા ભારતીય યુવાનો  કામ કરી રહ્યા છે. એમાં  ઉચ્ચ  કક્ષાએ બેઠેલા કેટલાએ યુવાનો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના જ ફરજંદ છે. આવી જ એક ચેન્નાઈની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીએ તાજેતર દુનિયામાં નામ ઉજાળ્યું છે.  એના વિદ્યારથીઓએ પ્રવાસમાં ક્રાંતિ લાવે એવું એક 'હાયપરલૂપનું  'પ્રોટોટાઈપ મોડેલ '  રજુ કર્યું છે.



                                 તે  હાઈસ્પીડ ટ્રેન કરતા પણ વધુ ગતિથી દોડી શકે છે.  એરોપ્લેનની ગતિ સારી એવીહોય છે પણ એ અવાજ અને હવામાં પ્રદુષણ વધારે છે. તે ઉપરાંત એને  મોટા એરપોર્ટ અને એના માટે વિશાળ  જમીનની જરૂર પડે છે.  જયારે 'હાયપરલૂપ' વાહનમાં અવાજનું અને વાયનું  પ્રદુષણ થતું નથી અને એને ટ્રેન સ્ટેશન જેવી જ જગ્યા ની  જરૂર હોય છે.

                                     સવાલ એ છેકે હાયપરલૂપ ટ્રાન્સપોર્ટેશન  છે શું ?  એ વેકક્યુમ ટ્યુબમાં ચાલે છે અને એની  ગતિ કલાકના  ૧૦૦૦ થી ૧૨૦૦ માઈલની  હોય છે. એટલે ચેન્નાઈથી બેંગ્લોર  ૨ કલાકમાં પહોંચી શકાય છે.  એમાં કોઈ પૈડાં હોતા નથી એથી ઘર્ષણ પણ ઓછું થાય છે.  એ એક બહુજ મોટો પ્રોજેક્ટ છે જેને ' ઇન્ડિયન રેલવે ' 'ટાટા સ્ટીલ ' અને  'એલ એન ટી 'જેવી કંપનીઓ આર્થિક મદદ કરી રહી છે.



                                      આ પ્રોજેક્ટનો જો   સફળતા પૂર્વક અમલ કરવામાં આવશે તો ભારતના 'પ્રવાસન' અને ટ્રાન્સપોર્ટેશન 'ઉદ્યોગમાં ક્રાંતિ લાવી દેશે  અને ભારતને દુનિયામાં સુપર પાવર તરીકે ઉભારવામાં બહુ જ મદદરૂપ થશે એમાં શંકા નથી.

                                  *********************************

 

Sunday, December 3, 2023



સુખનું  રહસ્ય 

                                               સુખનું રહસ્ય  માણસના પોતાના હાથમાં જ હોય છે. માણસના પોતાની જીવવાની રીત પરએનો આધાર છે. માણસની પોતાના શોખ , શરીરની તંદુરસ્તી  અને એની માનસિક   સ્થિતિ , અને આદતો પણ એના સુખને માટે જવાબદાર હોય છે.

                                             શરીરને સ્વસ્થ રાખવા માટે જરૂરિયાત પૂરતી ઊંઘ  લેવી જરૂરી છે.દરરોજ કસરત કરીને  શરીરને તંદુરસ્ત રાખી શકાય છે. તે ઉપરાંત  કુદરતને શરણે જવાથી શરીર તાજગી અનુભવે છે. ખુલ્લી હવામાં ફરવું અને પર્વતો પર મર્યાદામાં  ચઢાણ કરવું કે  પછી નિયમિત ચાલવું પણ  આવશ્યક છે . આપણામાં કહેવત  છેકે ' જાતે નર્યા એ પહેલું સુખ છે.

                                             તમારા શોખ  પણ  એવા  હોવા  જોઈએ કે જેમાં તમને  રસ  હોય  અને તમને આનંદ આપતા હોય . નવી નવી જગાઓનો પ્રવાસ  અને તે પણ મિત્રો અને કુટુંબના સભ્યો સાથે જેની સાથે સારો મેળ હોય. લેખન અને સાહિત્યમાં  રસ લેવાથી પણ અનોખો આનંદ મળે  છે. સંગીત અને નૃત્યમાં રસ લેવાથી પણ મન આનંદિત રહે છે.



                                              તે ઉપરાંત સારી માનસિક આદતો પણ માણસને  માનવીય બનાવી અનોખો આનંદ આપે છે. કોઈ પણ માણસ જો તમને કોઈ પણ જાતની નાની મોટી મદદ કરે છે તો એના તરફ કૃતજ્ઞતા બતાવવાથી માનવીય સુખ મળે છે. બીજાને નિશ્વાર્થ ભાવથી મદદ કરવાથી પણ  માનવી સુખ અનુભવી શકે છે.તે ઉપરાંત બીજાની સાથે હસતું મુખ રાખવાથી  બીજાને અને પોતાને પણ સંતોષનો  અનુભવ થાય છે. તે ઉપરાંત જો કોઈ તમને દુઃખ પહોંચાડે તો  એને માફ કરવાથી  દિલ હલકું થઇ જાય છેને દુઃખ પણ દૂર થતું જાય છે. અને સુખનો અનુભવ થાય છે.  સુખી થવાનો  એક રસ્તો એવો છેકે   માનવીએ પોતાની વર્તણુક  હંમેશા બીજાની સાથે  સારી હોવી જોઈએ જેથી બીજાને દુઃખ ન  થાય. કારણકે બીજાના સુખમાં પણ આપણે ઘણીવાર  આંનંદ અનુભવીએ છીએ .



                                     જો માનવી પોતાની મર્યાદાઓ સમજી જાય તો એને દુઃખનું કારણ રહેતું નથી અને એ સુખી રહે છે. જો માનવીએ મર્યાદા સમજવી હોય તો એને તત્વજ્ઞાનની જરૂરિયાત છે.  ધ્યાન , પ્રાર્થના ,અને પ્રભુમાં શ્રદ્ધા રાખવાથી માનવીય મર્યાદાનું જ્ઞાન સહેલાયથી પચી જાય છે અને પછી દુઃખને સ્થાન હોતું નથી અને માનવી સુખની પ્રાપ્તિ થાય છે.

                                    આજ સુખનું રહસ્ય છે.

                                   ************************************


   

                                      

Saturday, November 18, 2023

 


મનોમંથન 

                                                               ચિંતા એ એવી વસ્તુ છે ઘણીવાર કાલ્પનિક હોય છે. અને એના પર માનવીનો કોઈ અંકુશ નથી. એથી જ ચિંતાને ચિતા સમાન ગણવામાં આવે છે.  ખોટી ચિંતા એ સમયનો વ્યર્થ છે. તે ઉપરાંત ઘણી વાર ચિંતા માનવીની તંદુરસ્તી પર અસર કરે છે અને માનવીની કામ કરવાની  શક્તિને વ્યય કરી નાખે છે. આથી ચિંતાથી દૂર રહેવાની જરૂર છે. 

                         એજ પ્રમાણે માનવીની ધન માટેની દોડ પણ ગાંડપણ છે. ધન માણસને ફક્ત થોડી સગવડો અપાવી શકે છે પરંતુ એ માનવીને સન્માન , સંસ્કૃતિ , પ્રેમ , અને ધીરજ  આપી શકતા નથી. એનાથી સંપૂર્ણ  શારીરિક  અને માનસિક તંદુરસ્તી  પણ  ઉપલબ્ધ થતી નથી. બીજા અર્થમાં ધન  હોવા છતાં ઘણા દાખલાઓ છે કે જેમાં ધનવાનો તેમના ધન ને  માણી શક્યા  નથી.

                        માનવીએ  હંમેશા એના વર્તમાનમાં જ રહેવું જોઈએ . ભૂતકાળમાં  જવાની થયેલી  ભૂલોને લીધે દર્દની  અનુભૂતિ થાય છે.  ભવિષ્યની યોજના  પણ ઘણી વાર વર્તમાનમાં ઘડી શકાય છે.  વર્તમાનના વિકટ પ્રશ્નોનો  સામનો  પણ વર્તમાનમાં રહેવાથી  વધારે  શક્તિ પૂર્વક કરી શકાય છે.  



                            માનવી સારા કર્મો કરે તો એને સારા પરિણામો મળે છે. તે ઉપરાંત જે લોકો  વિકટ સંજોગોનો  સામનો કરીને કદી પણ નિરાશ થતા નથી એવાને  જ સફળતા મળે છે. ટૂંકમાં  સારા કામો કરવાથી  હંમેશા સારા ફળો મળે  છે. 

                            જીવનમાં ક્રોધને કાબુમાં રાખવાની જરૂરત છે. કારણકે કે ક્રોધ તો થોડા વખતમાં ચાલી જશે પણ એ દરમ્યાન  બોલેલા શબ્દો  બીજાને જીવનભર  યાદ રહે છે અને એ તમારા દુશ્મન બનીને રહે છે. 



                              ઘણીવાર જયારે માનવી કુદરતનો પ્રકોપ  જુએછે ત્યારે એને ખાતરી થાય છે કે આ દુનિયામાં ઘણી વસ્તુઓ પર  એનો  કોઈ કાબુ નથી. અને એને પ્રશ્ન થાય છે કે એ કોણ છે? પરંતુ જયારે એ પ્રકોપ પસાર થઇ જાય છે અને બધું શાંત થઇ જાય છે એટલે  માનવીઓની એની અણસમજ પાછી જાગૃત  થઇ જાય છે અને એ કુદરતની છેડછાડ શરૂ કરી દે છે.  કુદરત પણ એના અપરાધને છોડતી નથી વારેઘડીએ પૃથ્વી પર  વિનાશ  નોતરે છે.   હવામાનનો બદલાવ પણ એનો જ એક દાખલો છે. કેટલી જગાએ અસહ્ય ગરમી અને કેટલી જગાએ અસહ્ય ઠંડી.  તેઉપરાંત  સર્વત્ર પૂર અને વાવાઝોડા એ પણ કુદરતી પ્રોકોપ જ છે.

                          આથી માનવી એ દરેક બાબતમાં યોગ્ય આત્મસંધોધન  કરવાની જરૂર છે.

                                                 ******************************************



                         

Wednesday, November 15, 2023



એલોન મસ્ક

                                                                       એલોન મસ્ક અમેરિકાના અબજોપતિ ધનવાન  અને અગ્રગણ્ય ઉદ્યોગપતિ પણ છે. એમનામાં લક્ષ્મી અને કાબેલિયતનો સંગમ છે. તેઓ રોકેટ, ઇન્ટરનેટ , સ્પેસ, ઇલેક્ટ્રિક મોટરકાર, ઉદ્યોગમાં અને હવે સોશ્યિલ મીડિયામાં ટ્વિટરના પણ માલિક છે.

                       તેમની સોચ બહુજ અજીબ છે.  અને એમની સાહસિકતાની કોઈ સીમા નથી . ઘણા એમને વિચિત્ર માનવી તરીકે પણ ઓળખે છે  પરંતુ એવા માણસોજ દુનિયામાં કૈક નવું આપી જાય છે. તેઓની કલ્પના શક્તિ અજબની છે. તેઓ દુનિયામાં આવનારા ભવિષ્યને  પણ જોઈ શકે છે . આથી એમની ચાલ એ રીતે જ ચાલે છે. ટ્વિટરને ખરીદતી વખતે તેમણે વિચાર્યું હતું કે ટ્વિટર વિરોધી વિચારો પ્રત્યે  સહિષ્ણુ નથી એથી એમાં સુધારો લાવવો જરૂરી  છે. આથી એમણે ટ્વિટરના સ્ટાફ સહીત એનું નામ પણ બદલી નાખ્યું છે ( એનું નામ'  એક્સ ' રાખ્યું છે)

                      મસ્ક માને  છે કે જે લોકો એની વિચારધારાને વરેલા હોય અને વફાદાર હોય એવા માણસો સાથે જ કામ કરવું .  રશિયા અને યુક્રેઈનની લડાઈમાં  એમણે ઉક્રેઈંનને   ઈન્ટરનેટ કવર પુરુપાડી મદદ  પણ કરી છે.  ઘણા એમને વિચિત્ર વ્યક્તિ પણ કહે છે પરંતુ વિચિત્ર માણસો જ દુનિયામાં કૈક આપી જાય છે. અને વિચિત્ર માણસો જ બીજા કરતા કૈક જુદુંજ વિચારતા હોય છે ,એટલે બીજા સાથે મેળ કરી શકતા નથી.

                      મસ્કનું બાળપણ ઘણુંજ  મુશ્કેલ હતું.  એમને એમની માંએ ઉછેરેલા  હતા.   શાળામાં પણ એમને સહન કરવું પડ્યું હતું . એથી બહુજ મુસીબતોમાંથી તેઓ આગળ આવ્યા છે. મસ્કને 'આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સમાં' બહુ  વિસ્વાસ  નથી કારણકે એ એમની અને માનવીય હોશિયારીને પડકાર રૂપ છે.

                           મસ્કએ  'ઓન લાઈન'  બેન્કિંગ સેક્ટરમાં પણ ફાળો આપ્યો છે જે આગળ જતા ' પે પાલ ' તરીકે ઓળખાય છે. આજ બતાવે છકે  મસ્ક  કોઈ પણ ઉદ્યોગમાં કયારે પણ દાખલ થઇ શકે છે. એજ એમની કાબિલિયતનો નમૂનો છે.

                                         ********************************