Monday, September 17, 2018


કર્મનુ ફળ
                                                                                                 વિશ્વમા ઘણીવાર સારા કર્મ કરનારા અને સંસ્કારી માણસોને દુઃખી થતા જોઇઍ છે, અન નરસા માણસોને  મજા કરતા જ઼ોઈઍ છે ત્યારે  ભગવાનના ન્યાયમાથી વિશ્વાસ ઉડી જાય છે. ઍમા ચાણક્યે ક્હ્યુ છે કે'  સીધા ઉગેલા  છોડૉ પહેલા કપાય છે ઍટલે માણસે સીધા રહેવુ  સારુ નથી.'  આ વાક્ય સીધા માણસો માટે અગ્નિ મા ઘી હોમવા જેવુ છે કેમકે સારા માણસો ભગવાનના અન્યાય સામે દુભાયેલા હોય છે.  ઍક ગુજરાતી કવિ કરસનદાસ માણેક લખ્યુ છેકે-
મને સમજાતુ નથી કે આવુ શાને થાય છે
ફૂલડા ડૂબી જતાને પથ્થરો તરી જાય છે
ઘર હીણા ઘૂમે હજારો ઠોકરાતા ઠેર ઠેર
ને ગગન  ચુમ્બી મહેલો  જૂના સૂના રહી જાય છે
                                                            આમા કવિનો સકર્મિઑને થતા અન્યાય સામેનો વિરોધનુ પ્રતિબંબ પડે છે. પરંતુ સકર્મ સાથે ઘણીવાર દોષ પણ હોય છે. જેમકે મનુષ્યે  જીવવા માટે   શ્વાસ લેવાનુ આવશ્યક છે પરંતુ સાથે સાથે  જીવાણુઑ  શરીરમા જવાના અને મરવાના  પણ ખરા. ઍનો દોષ તો લાગવાનો જ  પણ ઍનાથી શ્વાસ લેવાનુ થોડુ બંધ કરાય.  તે છતા ઍ કર્મથી થતા દોષનુ ફળ બીજી રીતે ભોગવવુ  જ રહ્યુ. ગીતામા ક્હ્યુ છે કે' સારા કર્મની સાથે  દોષ હોય તો પણ છોડવુ ન જોઇઍ.'  ઍટલે સારા કર્મો કરનારાઓઍ  પણ ઍની સાથે દોષના ફળ  પણ ભોગવવા રહ્યા. આથી સારા માણસોને પણ સહન કરવુ પડે છે.  માહભારતના યુધ્ધમા ધર્મની સ્થાપના કરવા જતા  પાન્ડવોને પણ ઍમના ગુરુ  અને વડીલોને મારવાનો દોષ લેવો પડયો હતો અને ઍમને અત્યંત દુખ સહન કરવુ  પડ્યુ હતુ. આજ બતાવે છે કે સારા માણસો હમેશા સહન કરતા આવ્યા છે. ઍમા સકર્મ સાથે રહેલા દોષ કારણભુત હોય છે.
                                                              આથી આ બાબતમા ગીતા સ્પષ્ટ છે કે ' કે કર્મના ફળની આશા રાખ્યા વગર કર્મ કરે જાઓ. કર્મનુ ફળ શુભ, અશુભ કે  શુભાશુભ પણ હોય શકે. મુળમા સકર્મ કરનારની આશા જ સર્વ સંતાપનુ મૂળ છે. જેનો ઉલ્લેખ ઉપ્પર કવિતામા કવિેઍ કરેલ છે.
                                                                    **********************************

Wednesday, September 12, 2018


 દુનિયાનુ પવિત્રમા પવિત્ર શહેર જેરૂસલમ
                                                                                                                                 જેરૂસલમ ઍ દુનિયાનુ પવિત્ર અને ઘણુ પ્રાચીન શહેર છે.  ઍ આરબ પ્રદેશમા  જ્યુડિયન પર્વતમાળાઓની ખીણ પ્રદેશમા અને મેડીટરીયન સમુદ્ર અને ડેડ સમુદ્રની વચમા આવેલા પ્રદેશ પર વસેલુ શહેર છે. યહૂદિઓના પ્રદેશ  ઇઝરાયલની રચના ૧૯૪૮ મા થઈ ત્યાર બાદ ઍ શહેરને પૂર્વ અને  પશ્ચિમ શહેર ઍમ બે ભાગ કરવામા આવ્યા છે. ઍક ભાગ ઇઝરાયલના કબજામા છે જ્યારે બીજો ભાગ મુસ્લિમ આરબોના હાથમા ઍટ લેકે પેલેસ્ટિન ના હાથમા છે. ઍ બતાવે છેકે યહૂદીઓ અને મુસ્લિમો બન્ને ઍ શહેર પર દાવો કરે છે.
                                                                                                                                   યહુદિઓનુ પવિત્ર સ્થળ 'ટેંપલ માઉંટ' પણ આજ શહેર મા આવેલુ છે. મુસ્લિમોની પવિત્ર  મસ્જિદ 'અલ અક્સા' પણ ઍ શહેરમા જ આવેલી છે. તે ઉપરાંત ખ્રિસ્તીઓનુ પવિત્ર ચર્ચ  ' ચર્ચ ઓફ હોલી સેમસ્કર' આ શહેરમા આવેલુ છે.  આથી આ ત્રણે ધર્મો ઍ શહેર પર પોતાનુ આધિત્ય જમાવવા સક્રિય છે.  અમેરિકા ઍ તો ઍને ઈઝરાયલની રાજધાની તરીકે માન્યતા પણ આપી દીધી છે. આથી આ શહેર સંગ ર્ષના દાવાનળ પર બેઠેલુ છે.

                                                                                                                                   
                                                                                                                                      યહુદિઓનુ ઍક આસ્થાનુ સ્થળ છે જ્યારે  મહમદ પૈગંબરે  સ્વર્ગીય આત્માઓ સાથે આ શહેરમા જ  ચર્ચાઓ કરી હતી.  'ઈસુ  ક્રાઇસ્ટ'ને આજ  શહેર મા ફાંસીને માચડે ચડાવી દેવામા આવ્યા હતા. આથી ત્રણે ધર્મો માટે આ શહેર તેમના ધર્મોનુ પવિત્રમા પવિત્ર શહેર બની રહયુ છે. ઈઝરાયલ અને પેલેસ્ટિનના યુધ્ધમા ઘણા લોકોનો સફાયો થઈ ગયો છે.  ધાર્મિક પ્રશ્નનો સમાધાન લાવવુ ઘણુ મુશ્કેલ છે. પરંતુ જેરૂસલમ દુનિયાના ત્રણ ધર્મોનુ પવિત્રમા પવિત્ર સ્થળ છે ઍમા કોઈ શંકા નથી. ઍ સ્થળ ત્રણ  'અબ્રાહમિક' ધર્મોના પવિત્ર સ્થળ તરીકે પણ ઓળખાય છે.  સંત 'અબ્રાહમને' ઍ બધા ધર્મોમા માનની દ્રષ્ટીથી જોવામા આવે છે.
                                            ***************************************                     

Wednesday, September 5, 2018


શિક્ષક દિવસ- ૫મી સપ્ટેંબર
                                                                                               પૂર્વ રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્નનો આજે જન્મ દિવસ છે જેને શિક્ષક દિવસ તરીકે ઉજવવામા આવે છે.  શિક્ષકો સમાજ અને રાષ્ટ્ર ઘડતરમા જે મહત્વનો ભાગ ભજવે છે ઍનો ઍ દિવસે કદર કરવામા આવે છે.  વિશ્વમા કોઈ પણ સફળ વ્યક્તિની પાછ ળ ઍના શિક્ષકનો હાથ હોય છે.  શિક્ષક ઘણીવાર ઍના શીષ્યમા ચરિત્ર, સંસ્કાર, અને ઍના ધ્યેયનુ સિંચન કરે છે.
                                                                                                ચાણકય જેવા શિક્ષકે તો ઍના શિષ્ય  ચન્દ્રગુપ્તને ઍક મજબૂત સામ્રાજ્યનો સમ્રાટ બનાવી દીધો હતો.   .  વિશ્વ વિજેતાસિક્ન્દરે  કહ્યુ છે કે'   મહાન શિક્ષકઍના શિષ્યના જીવન  ચણતરમા  પ્રભાવિત  ભાગ ભજવે છે'. આધુનિક  ટર્કી ના નેતા  મુસ્ત્તફા ક્માલ   અટાટર્કઍ ક્હ્યુ છેકે ' સારો શિક્ષક મીણબત્તીની જેમ  પ્રકાશ ફેલાવા માટે  પોતાની જાતને વાપરી નાખે છે.'

                                                                                                    આધુનિક યુગમા જ્યારે શિક્ષણ નુ  વેપારીકરણ થઈ રહ્યુ છે ત્યારે આદર્શ શિક્ષક મેળવવા મુશ્કેલ થઈ રહયુ છે  શિક્ષણ નુ ધોરણ પણ નીચુ જઈ રહયુ છે ત્યારે સારા શિક્ષકો કોને કહેવા ઍવો પ્રશ્ન ઉદ્દભવે છે?  ત્યારે શિક્ષકો માટે થોડા આવા સામાન્ય નીયમો આવશ્યક છે.

૧) સારા શિક્ષકે વર્ગમા આવતા પહેલા  ઍમને આપવામા આવેલા વિષયમા તૈયારી કરીને આવવુ  આવશ્યક છે.
૨) શિક્ષક વર્ગમા  તથ્ય  વગર વિષય પર બોલેતો શીષ્યોમા અંધશ્રધ્ધા ઉભી થવાનો સંભવ છે.
૩)  શિક્ષકે ઍના શીષ્યોને ઍના પોતાના બાળકો જેવા જ માનવા જોઇઍ.
૪) વર્ગમા ઍક મિનિટ પણ  નકામી બાબતો વિષે ચર્ચા થાયતો શીક્ષકને . પશ્ચાતાપ થવો જોઇઍ.
૫)  શિષ્યની નિષ્ફળતામા શિક્ષકે પોતાની નિષ્ફળતા નિહાળવી જોઇઍ.
 ૬) શિષ્યની નિષ્ફળતાની  ચર્ચા ખાનગીમા ઍને  બોલાવી કરવી આવશ્યક છે પરંતુ શિષ્યની  સફળતાને લોકોમા વખાણવી   બહુજ અગત્યની વાત છે.
  ૭) પુસ્તકોમા આપેલા  જ્ઞાન  સાથે જીવન જીવવાનુ વાસ્તવિક જ્ઞાન પણ આપવુ જોઇઍ.
                                                                                                       આધુનિક જીવનમા આટલી બાબતો સારા શિક્ષકો ઘણી સહેલાઈથી કરી શકે છે.  ઍનાથી આજનો આપણો શીક્ષક દિવસ પણ સાર્થક બની રહેશે.
                                                             ******************************

Sunday, September 2, 2018


ભારતની બિમારી
                                                                                            ભારતમા સ્વતંત્રતા બાદ ઘણી પ્રગતી કરી છે પરંતુ ઍનો લાભ લોકોને મળ્યો નથી. ઍનુ કારણ છડેચૉક નીતિ નીયમો અન કાયદાઓના ચિંથરા ઉડાડવામા આવે છે.  ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ અબુલ કલામે ક્હ્યુ છેકે' ભારતીયો જે નીયમો  અને કાયદાઓપરદેશમા પાડે છે ઍના ચિંથરા ભારતમા ઉડાડે છે'.
                                                                                             ઍનુ કારણ કે ઍમને ભારતીય નીતિ નીયમો અને કાયદાઓનો ડર નથી.  તેઓ માને છેકે દેશના કાયદાઓનો ભંગ કરી શકે છે અને  પૈસા, લાગવગ, અને રાજકીય સબંધોના જોરથી ઍની સજામાથી બહાર નીકળી શકાય છે. કાયદાઓના જે ખુલ્લેખુલ્લા ભંગ થાય છે જેમા કેટલાક રાજકીય નેતાઓનો સહકારનો અભાવ છે. ઍક કહેવત છે 'જેવો રાજા ઍવી પ્રજા'. જો રાજકર્તાઓનો સહકાર ન હોય તો નિતિ નીયમો અને કાયદાઓનો અમલ કેવી રીતે થઈ શકે?
                                                                                               આ બાબતમા ઍક ઉંચ ભારતીય પોલીસ અધિકારીે ઍ પોતાની વેદના  થાલવી છે કે ' ઍમની નીચેના અધિકારીઓ પોતાની ફરજ પ્રામાણિકતાથી બજાવવાને બદલે સિસ્ટમને શરણે ચાલી જાય છે કારણકે ઍમાથિ ઍમને સ્વૈચ્છિક લાભ થાય છે '. આથી પ્રામાણિક અધિકારીઓને સહન કરવાનુ આવે છે.   જેમકે કોર્ટં નુ 'નોનબૈલેબલ'  વોરંટ પૂર્વ મુખ્ય મંત્રી સામે હોય તો પણ ધરપકડ કરવી મુશ્કેલ થઈ જાય છે.  કેટલાક રાજકીય નેતાઓને કાયદા વિરૂધ્ધ જેલમા વધારાની સગવડો આપવામા આવે છે. આનાથી લોકોમાથી કાયદામાથી વિસ્વાસ ઉતરી જાય છે અને પોલીસોમા પણ  કાયદાના અમલ કરાવવામા પણ સ્થગિતતા આવી જાય છે. ઍજ સ્થિતીનુ આજે ભારતમા નિર્માણ થયુ છે. અને નીતિ નીયમો અને કાયદાઓના લીરા ઉડી રહ્યા છે.
                                                                                                    કેટલાક પ્રામાણિક પોલીસ અધિકારી જો  કાયદાઓનો  અમલ કરાવવા જાય તો ઍમની બદલી કરવામા આવે છે અથવાતો ઍમને  બેઈજ્જતીનો દાવાનો કે કન્ટેમ્પ્ટ નોટીસ નો સામનો કરવો પડે  છે.  આથી કાયદાઓનો અમલ કરાવનાર વહીવટી સંસ્થાઓનુ નૈતિક ધોરણ બહુ જ નીચે ચાલી ગયુ છે અને લોકો સહન કરી રહ્યા છે. હવે તો દેશના ઉધ્ધાર માટે ઍ વિષમય  પરીસ્થિતિના નાશ થવાની રાહ ક્યા સુધી જોવાની?
                                                   *********************************** 

Tuesday, August 14, 2018


 કવિતામા સકારાત્મકતા-
                                                                   ઘણા લોકોને જે મળ્યુ હોય ઍમા સંતોષ નથી પરંતુ બીજા પાસે છે ઍ મારી પાસે નથી ઍનો અસંતોષ હોય છે.   ભગવાન પણ નટખટ છે જે મનુષ્યને  ગમે ઍ આપતો નથી પણ ઍ લાયક હોય અને ઍના હિતમા હોય ઍટલુ જ આપે છે.  આથી દરેકે  જીવનમા મળ્યુ હોય તેમા આનંદ અનુભવવો જોઇઍ. બધામા સારુ જોઈ અને અણગમતી વસ્તુને સ્વીકારી સકારાત્મકતા રાખવી આવશ્યક છે  ઍજ સુખી રહેવાનો સરળ રસ્તો છે.
                                                                       ઍક જગાઍ કવિઍ ક્હ્યુ છે કે ઍને જીવનમા સારી વસ્તુઓમા આનંદ માણી  ખરાબ વસ્તુઓને ભૂલી જઈને જીવનનો આનંદ માણવો છે અને ઍમાજ સુખનુ રહસ્ય સમાયેલુ છે.
આશાની પાંખે-
આશાની પાંખે જીવવુ છે મારે
 કલ્પનાને ખોળે ને શ્રધ્ધાની આંખે

પંખી બનીને  ઘુમુ આકાશે
માછલી બનીને વિહરુ હૂ સાગરે
જીવનના ગમને સાંભરવા ના મારે
ગમના બોજે મારે મરવુ નથી
આશાની પાંખે જીવવુ છે મારે

ઉંચા શીખરો પર બેસીને મારે
અવનિનુ સૌદર્ય  જોવુ છે મારે
કાળા ખડકોને  અવગણીને
લીલી હરીયાળીને નીચે જોવી છે મારે
આશાની પાંખે જીવવુ છે મારે.
ભારત દેસાઈ
                                                                       કવિતામા  કવિ આજુબાજુની ખરાબ વસ્તુઓને  જોઈ દુઃખી થવા કરતા ભગવાને રચેલી બધી સૌદર્યમય વસ્તુઓમાથી આનંદ લેવા માંગે છે.

                                                                           કેટલાકમા નકારત્મકતા  ભારોભાર ભરી હોય છે. ઍમા અમુક ગુણોની કે લાગણીઓની  ઉણપ હોય છે. જેમકે જેને દેશ માટે અભિમાન કે પછી દેશ ભક્તિ ન હોય તેને બધુ જ ખરાબ દેખાય છે અને પરદેશનુ બધુ જ ઉત્તમ દેખાય છે, જેમકે પરદેશના લોકો, પરદેશી ભાષા, પરદેશી રીતરીવાજ, પરદેશી વસ્તુઓ, અને ત્યાનુ કુદરતી સૌદર્ય. ઘણા તો પરદેશના જેવુ  કુદરતી સૌદર્યનો પોતાના દેશમા અભાવ બતાવી પણ ખામીઓ કાઢે છે.  ટુંકમા પોતાના દેશમા ખામીઓજ શોધ્યા કરે છે.  જ્યારે કેટલાક દેશ ભક્તો પોતાના દેશની ખામીઑ વિષે જાણે છે પરંતુ ઍની દરેક સારી વસ્તુઓથી પણ અજ્ઞાત નથી.  ઍક દેશપ્રેમી ઍના દેશને કેવી રીતે ચાહે છે ઍની વાત નીચેની કવિતામા કહે છે-

અહી ભવ્ય  ડુંગરમાળાઑ છે
નદીઓના વહેતા નિર્મળ નિર છે
પ્રભાતના સોનેરી કિરણો અહા

રૂપેરી ચાંદનીની અદભૂત મઝા
ખરેખર કુદરત છે આફરીન અહી

પણ વતનની માટીની મહેક ક્યા?
ફળફૂલોથી લચકતા બગીચાઓ  છે
પંખીઓના  મીઠા કલરવ પણ છે
મદ મસ્ત આબુહવા છે અહિઍ

પણ વતનની ખુશબૂભરી લહેરો ક્યા?
લીલીછમ જાજમોથી  છવાયેલી ખીણો છે
જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતર્યુ છે અહિઍ

પણ આપણા  દેશ જેવી માનવતા છે ક્યા?
ભારત દેસાઈ
                                                                                   આમાં કવિનો સકારાત્મક દેશપ્રેમનો ભાષ થાય છે.  નાની બાબતોને પણ કવિઍ સકારત્મક  રીતે ઉછાળી છે. આથી દરેક વસ્તુઓમા અવગુણ જોવા કરતા ઍમા સારી વસ્તુઓ જોઈ આનદ લેવામા જ આનંદ મળે છે.
                                                  ********************************

Thursday, August 9, 2018


અનામત નીતિ
                                                                                          અનામતની નીતિને સમજાવી જરૂરી અને ઍના મૂળિયા ક્યાથી આવ્યા ઍ સમજવુ પણ આવશ્યક છે.  અનામતની નીતીમા અન્યાયની ગંધ પણ આવે છે.  અનામતમા ગુણવત્તાને સ્થાન નથી. આથી ઍ અપ્રિય પણ છે. પરંતુ પછાત પ્રજાની અનામતની માંગ છે. હજારો  વર્ષોથી  અન્યાય અને શોષણ કરાતી જાતીઓની પણ માંગ છે.  ઍમા મતભેદ ઍના અમલની નીતિનો છે.
ઍમા રાજકારણ વિલનતાનો ભાગ ભજવી રહ્યુ છે.  શિક્ષણમા, નોકરીઓમા, બઢતિમા, અનામત દાખલ કરીને ગુણવત્તાનો દાટ  વાટી નાખવામા આવ્યો છે.  ડોક્ટરો,  ઍંજીનરિંગ,  વહીવટ જેવા  ધંધામા આનામત  સામાજીક હિતમા નથી ઍ તો દરેક સમજદાર વ્યક્તીઑ સમજી શકે છે જ્યારે ફક્ત હિત ધરાવનારા લોકોજ  ઍની સામે  આંખઆડા કાન કરે છે.

                                                                   ભારતમા ઍના બીજ અંગ્રેજી રાજે નાખેલા છે. ઍમા ઍમની ભાગલા પાડીને રાજ કરવાની નીતિ હતી. ભારતના ભાગલા હિન્દુ મુસ્લીમને  લડાવી કર્યા અને બીજા ભાગલા હિન્દુઓમા સવર્ણો અને પછાત/ દલિતોને લડાવીને કરવા હતા. ઍને માટે દલિતો અને પછાતો ને જુદા મતાધિકાર આપવાનો  હતો,  ગાંધીજીઍ ઍનો તીવ્ર વિરોધ નોંધાવી અપવાસ કર્યા અને દલિતોના નેતા ડૉક્ટર આંબેડકર સાથે વાત કરી સમાધાન કર્યુને ૧૦ વર્ષ  માટે અનામત આપવાનુ નક્કી  કર્યુ હતુ. તેનુ ભારતીય રાજકારણીઓેઍ પોતાના હીતમા હમેશને માટે દાખલ કરી દીધુ છે. હવે ઍ દૂષણ પણ બની ચુક્યુ છે.
                                                              યોગ્ય પછાતો/ દલિતોને ગુણવત્તા પ્રમાણે  સહાય કરવી આવશ્યક છે. નાણાકીય સહાય પણ આપી શકાય. પરંતુ બધી સહાય પછી ગુણવત્તા વગર શિક્ષણ, સરકારી નોકરીઓમા અને બઢતીઓમા અનામત પધ્ધતિ દાખલ કરવી ઍ સમાજ અને દેશને માટે નુકશાન રૂપ બની રહયુ છે.

                                                     દક્ષિણ આફ્રિકા જ્યારે સ્વતંત્ર થયુ ત્યારે ત્યાની આદિવાસી પ્રજા ભારતની પછાત અને દલિત જાતો જેવી જ  સ્થિતિમા હતી, ઍમની પણ અનામત માટે માંગણીઓ હતી જેને તેમના નેતા નેલ્સન માંડેલાઍ ઍમ કહીને નકારી કાઢી હતી કે " અનામત આખા દેશને નાશ કરવાને સમર્થ છે. ઍમાથી ઉભા થતા ધંધાદારીઓ જેવાકે
- ડોક્ટરોને હાથે દર્દીઓ  બેમોતે  મરશે.
- ઇંજિનેરોઍ  બાંધેલા મકાનો તૂટી પડશે.
- આર્થિક સલાહકારો  લોકોના પૈસાનુ સત્યાનાશ કરશે.
-  ધાર્મિક  નેતાઓ લોકોમાથી માણસાઈનો નાશ કરશે.
-  ન્યાયધીશો ન્યાયનો ઉપહાસ કરશે
- ટુંકમા શિક્ષણનુ પતન રાષ્ટ્રનો નાશ કરશે.
                                                                                   નેલ્સન માંડેલા આ અવતરણો' દક્ષિણ આફ્રિકા યુનિવર્સિટીના' પ્રવેશ દ્વાર પર ઍક તખતી દ્વારા ઉલ્લેખ કરવામા આવ્યો છે.  અનામત આર્થિક પરીસ્થિતિ અને ગુણવત્તા પર હોવી જોઇઍ નહી કે જાતી પર. અત્યારની ભારતીય અનામત પધ્ધતિ અન્યાયી,  જાતી વાદિ અને ગુણવત્તાથી પર છે. ઍ રાજકીય અને જાતી  દ્વારા શોષણ પર ઉભી થયેલી છે ઍમા શંકા નથી.
                                                             ************************************

Saturday, August 4, 2018


ગુલામી માનસ
                                                                              ૧૫૦ વર્ષના બ્રિટિશ શાસને  ભારતીયોના મગજમા ઍમની સંસ્કૃતી, અને ભાષા, વિષે લઘુતા ગ્રંથી ઉભી કરી છે. સત્તા, સંપતિવાન, અને ગુંડા તત્વો સામે ડરીને ચાલવાની વૃત્તિઓ ઉભી કરી છે.  પોતાની માતૃભાષામા ભુલ થાય તો ઍમને પડી નથી. પરંતુ અંગ્રેજિમા વોઝ અને' ઈઝની' ભુલ થાય તો મરવા જેવુ લાગે છે. પોતાના બાળકો અંગ્રેજી ફાકડુ બોલ ઍટલે ગર્વ અનુભવે પરંતુ પોતાની માતૃભાષા  લન્ગડાટી બોલેતો ઍની પરવાહ નથી. અંગ્રેજોે ઍ ભારતીયોના મગજમા ઉતારી દીધુ છે 'ચામડીથી માંડીને ઍમની ભાષા, વસ્તુઓ,ઍમના રીત રીવાજો, ભારતીયોના કરતા ઉત્તમ છે.
                                                                               આ અંગ્રેજોની કે અંગ્રેજી ભાષાની વિરૂધ્ધની વાત નથી  પરંતુ તમે જુઓતો ચીનાઓ, જાપાનીઑ, રૂસીઓ, જર્મનો અંગ્રેજી ભાષા સારી રીતે  જાણતા નથી તો પણ પ્રગતી કરી છે. તે ઉપરાંત ઍમને ઍમની ભાષા અને સંસ્કૃતી વિષે ગર્વ છે  અમેરીકન લોકો પોતાની અંગ્રેજી જ   બોલે છે. અને અંગ્રેજીના કેટલાક શબ્દોની સ્પેલિંગ પણ સરળ બનાવી દીધી છે. આજ બતાવે છેકે તેઓ ખરા અર્થમા સ્વતંત્ર છે. જ્યારે કેટલાક ભારતીયો હવે અંગ્રેજો કરતા પણ સારુ અંગ્રેજી બોલવાની ડન્ફાસ મારતા હોય છે. ઍ પણ ગુલામી માનસનો નમૂનો છે.

                                                                              ભારતમા કેટલાક  લોકો ઇંગ્લીશ રાજમા ગોરા લોકોની ખુશામત કરતા. સ્વતંત્રતા પછી નહેરૂ વંશની ચપલાશી કરતા અને પછી જે રાજકર્તાઓ આવ્યા ઍની  ખુશામત કરતા રહ્યા. આજે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવા પાછળ પણ સત્તાની પાછળ કેટલી ખુશામત છે ઍનો નીવડો લાવવો મુશ્કેલ છે. આમા પણ ગુલામી માણસની જ ગંધ આવે છે.  ઍમા પણ રાજકીય મુલ્યાકનમા સમતોલતા હોવી જરૂરી છે નહીતો ઍ સત્તાની બંદગી બની રહે છે. ગુલામી માનસોવાળાઓ  પણ રાજકારણીઓને ગેરરસ્તે દોરી જાય છે.

                                     ભાષા, પહેવેશ, સંસ્કૃતિં,ચાલચલણમા પોતાની વસ્તુઓનુ ગર્વ ઍજ પ્રજાની મુક્ત માનસિક અવાસ્થાની નિશાનીઓ છે.  અંગ્રેજો ભારતની પ્રજા પર રાજ કરતા હતા અને  પ્રજાને ભયભીત કરવા માટે  પોલીસો અને લશ્કરના માણસોના કાફલો સાથે ફરતા, પરંતુ આપણા ગુલામી  માનસે ઍ પ્રથા આપણા જ માણસોને ડરાવવા સત્તાધારીઓેઍ ચાલુ રાખી છે. તમે અમેરીકામા જોશો તો  'વીઆઇપી ' ક્યારે પસાર થઈ જાય છે ઍની ખબર પણ પડતી નથી. સત્તા લોકોની સેવા માટે હોય છે, ભભકો બતાવી લોકોને ડરાવવા માટે હોતો નથી.ઍ સ્વતંત્ર અને મુક્ત માનસની નિશાનીઑ  છે. ઍવી રીતે સંપતીવાન માણસો પણ ઍમની સંપતીનુ પ્રદર્શન કરતા નથી.  ઍ કઈ લોકોને ડરાવવા માટેનુ સાધન નથી. જોકે ગુલામી માનસ ધરાવનારાઓ બીજાને ડરાવવા માટે સત્તા અને સંપત્તિ ઑનો ઉપયોગ કરતા હોય છે. જ્યા સુધી લોકો સત્તા અને સંપત્તીથી ડરતા રહેશે ત્યા સુધી ગુલામી માનસમાથી મુક્તિ મેળવવી મુશ્કેલ રહેશે.
                                     દરેક ધર્મ અને  પંથમા ઉણપો હોય છે ઍને સુધારવી જોઇઍ. તેને બદલે પોતાના ધર્મને ઉતારી પાડી પારકા ધર્મની પ્રસંસા કરવી ઍ પણ ગુલામી માનસનુ પ્રતિબિંબ જ હોય  છે.. આથી માણસોે પોતે ઍમની ગુલામી વૃત્તિમાથી બહાર આવવુ આવશ્યક છે. તોજ મુક્ત સ્વતંત્રતાનો આનદ માણી શકાય છે.
                                                    *********************