Wednesday, May 15, 2019


ભારતીય રાજકારણનું પતન
                                                                                ભારતના રાજકારણમાં અધઃ પતન  થયું છે એ આ વખતની   ચૂંટણીમાં ચાલી રહેલી રાજકારણીઓની  એક બીજા પ્રત્યેની  ગાળાગાળી પરથી આવી જાય છે.
                                                   એમાં કોઈ પણ હોદ્દા કે નેતાનું  માન જાળવવામાં આવતું નથી.
આપણા વડાપ્રધાનને  ફેકુ, નીચ, અને જુઠ્ઠા કહેવામાં જરાપણ શરમ રાખવામાં આવતી નથી. રાહુલ ગાંધીને પપ્પુ અને અણસમજ કહેવું એક સામાન્ય વાત થઇ ગઈ છે. જયા પ્રદા  જેવી અભિનેત્રી માટે રાજકારણમાં અનારકલી  તરીકે ઉલ્લેખ કરવો એ એક સારી અને સંસ્કારી બાબત તો નથી જ. વડા પ્રધાન સામે એક મુખ્ય પ્રધાન ઉશ્કેરાઈ ને કહી નાખે કે એમને થપ્પડ મારી દઉ એમ થાય છે.  જાણીતા અભિનેતા કમલ હસને તો નાથુરામ ગોડસેને  હિન્દૂઆંતક વાદી તરીકે ચીતરી દીધો.  એમાં એમનો 'આરએસએસ'  પર સીધો હુમલો હતો. 
                                                    આ બધું બતાવે છે કે આપણને  મળેલી  આઝાદી અને લોકશાહીને આપણે પચાવી શક્યા નથી. આપણે હજુ પણ એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ બજાવવામાં  નિસ્ફળ   નીવડી રહ્યા છે. સસ્તામાં મળી ગયેલી સારી વસ્તુઓને જવાબદારી પૂર્વક વાપરી  શકતા નથી.
                                                         આ આઝાદી અને લોકશાહી પ્રાપ્ત કરવામાં આપણા સ્વાતંત્ર સૈનિકોએ કેટલો ભોગ આપ્યો છે એનું એમને ખ્યાલ નથી. એક લેખકે સાચું જ લખ્યું છે કે '
કેવી રીતે મળી આઝાદી ---
કેવી રીતે મળી આઝાદી  એનો ખ્યાલ  આજે ન આવે
કેટલી માતાઓના સૂના થયા  તા ખોળા  આજે યાદ ન આવે
આજે અમને મળી આબાદી, કઈ પણ કરી શકવાની આઝાદી
ઊંચા મસ્તકે ફરવાની  આ ખુમારી  કેવી રીતે આવી
 એનો ખ્યાલ ના આવે,  કેવી રીતે મળી આઝાદી એનો ખ્યાલ ન આવે
પરતંત્ર  હતા તો નીચા મોઢે  અન્યાયો સહી લેતા હતા ત્યારે
પરદેશોમાં પણ ક્યાં હતી પહેચાનો આપણી  ત્યારે
માનપાન હવે બધે મળે છે  ચારેબાજુ  જયારે
ત્યારે ખબર નથી એની કિંમત કેટલી ચૂકવી છે આપણે
એનો ખ્યાલ ન આવે, કેવી રીતે મળી આઝાદી એનો ખ્યાલ ન આવે.
                                                                          આથી દરેક ભારતીયની ફરજ બની રહે કે જવાબદાર નાગરિક તરીકે વર્તણુક  કરે.  અને દેશની આબરૂનું રક્ષણ કરે.
                                 ************************************

Sunday, May 12, 2019


શાયરી અને ગુજરાતી સાહિત્ય
                                                                              ગુજરાતી સાહિત્યમાં ઘણા લેખકો છે જેઓએ ઘણી રસપ્રદ શાયરીઓનું પ્રદાન કરેલું છે. શાયરીઓનું જન્મ સ્થાન  ઉર્દુ છે જેમાં મિર્ઝા ગાલિબ જેવાએ સારું એવું પ્રદાન કરેલું છે એની અસર ગુજરાતીમાં સારી એવી છે.
                                                  મિર્ઝા ગાલિબ એક શાયરીમાં  કહે છે કે '  દર્દ  ઐઇસા  હૈ જો સિનેમે  સમાતા ભી નહિ , હસને દેતા ભી  નહિ ઔર રૂલાતા ભી નહિ '.

                                                   મશહૂર  શાયર આદિલ મન્સૂરી  કહે છે 'આમ તો હરદમ હજુરી હોય છે , આપણા મનમાં  જ દુરી હોય છે.  બીજી એક જગાએ કહે છે. ' ધોમ  ધાખમતા  રણ વિશે ચિંતા ન કર , રણ વચ્ચે પણ ખજૂરી હોય છે .'
         
                                     
                                                  શૂન્ય પાલનપુરી કહે છે ' મોતની તાકાત શી મારી શકે ? જિંદગી તારો ઇસારો જોઈએ.' આગળ એક જગાએ કહ્યું છે કે ' જેટલે ઊંચે જવું ' હો માનવી તેટલા ઉન્નત વિચારો જોઈએ .'.  એક જગાએ તેઓ કહે છે. ' સહન કરતા આવડતું હો તો મુસીબતમાંય  રાહત છે,  ર્હુદય જો ભોગવી  જાણે તો દુઃખ પણ એક દોલત છે.'
 
                                               
                                                     અમૃત ઘાયલ એક  મશહૂર શાયરે લખ્યું છે કે ' મરણને કહો પગ ઉપાડે ઝડપથી , નહીતો હવે શ્વાસ  ઠોવાઇ જશે .'  આગળ કહે છે ' કદી દાનની  વાત ઉચ્ચારસોમાં ,  કર્યું કરાવ્યું નહીં તો ધોવાઈ જાશે .'  પછી કહે છે ' નિહાળ્યા કરો જે કઈ થાય છે તે , વિચારો નહિ, મન વલોવાઈ  જાશે .'
                                                 એક ઉગતા શાયર  પરાજિત ડાભી લખે છે ' દિવસમાં સૂર્યનો રંજાડ  રહેવાની પડી  આદત,  મને જળહળ થતી રાતની  બહુ બીક લાગે છે .'
                                                 યુવાની બૂઢાપાને કેમ અવગણે છે  એ બાબતમાં એક શાયરે લખ્યું છેકે ' બૂઢાપાને  જોઈને જવાની થથરી જાય છે,  જેમ સુખા પાંદળા જોઈને લીલા ચીમળાઈ જાય  છે. ઘણીવાર  જવાની  બુઢાપા પર હસ્યા કરતી હોય છે,  પણ એને ખબર નથી કે એની  પાછળ બુઢાપો ઉભો જ હોય છે.'
                            આમ શાયરીનું સાહિત્ય પણ ઝડપથી ગુજરાતીમાં સમૃદ્ધ થઇ રહ્યું છે.
                                            *************************************** 
   

Friday, May 10, 2019


બલરાજ  સાહની - અભિનેતા
                                                                                 બલરાજ સાહનીએ  વર્ષો સુધી ભારતીય  ફિલ્મ જગત  પર એમના અભિનય દ્વારા આધિપત્ય જમાવ્યું હતું. એમની '  દો વીંઘા જમીન ',  'કાબુલીવાળા'
 અને  'વખ્ત' જેવી ફિલ્મો હજુ પણ લોકપ્રિય છે.  તેઓ અભિનેતા ઉપરાંત એક સારા  લેખક અને નાટ્ય કલાકાર પણ હતા. તેમણે ગુરુદેવ ટાગોરની વિશ્વ ભારતી, શાંતિનિકેતનમાં પણ કામ  કર્યું હતું.
                                                         બલરાજ સહાનીનો જન્મતો  પાકિસ્તાનના રાવલપિંડીમાં  થયો હતો પરંતુ આખરે એમની કર્મ ભૂમિ મુંબઈને બનાવી હતી.  તેમના ભાઈ  ભીષ્મ  સાહની પણ પ્રખ્યાત લેખક હતા. 'તમસ' એમની બહુજ પ્રખ્યાત નવલકથા છે.

                                                            બલરાજ સાહની એક અભિનેતા, લેખક અને અચ્છા ચિંતક પણ હતા. તેઓ પોતાના  વિચારો નીડરતાથી રજુ કરતા રહેતા. તેઓ માનતાકે આપણા ફિલ્મકારો  વિદેશી ફિલ્મોની અસરથી મુક્ત નથી અને તેઓ મૌલિક સર્જન કરી શકતા નથી.
                                                            ભારતમાં પોલીસ આપણા લોકોને મદદ કરવાને બદલે  ડરાવે છે કારણકે તેઓને  બ્રિટિશ લોકોએ એ રીતે ટ્રેનિંગ આપેલી છે. તેઓ  માનતા કે જ્યારે માનવી માનસિક રીતે ગુલામ બની જાય છે ત્યારે  ગુલામી હંમેશ માટે પાકી થઇ જાય છે . આઝાદ માણસ પાસે  વિચારવાની  શક્તિ હોય છે .  નિર્ણયો લેવાની અને તેનો અમલ કરવાની ક્ષમતા હોય છે. ગુલામો પાસે  આ ચીજો હોતી નથી.  તે હંમેશા બીજાની જેમ વિચારે  છે  અને પોતાના નિર્ણયો જાતે લઇ શકતા નથી અને જોખમો ખેડવાની હિમ્મત  કરી શકતા નથી.
                                                              આજ બતાવે છે કે ભારતમાં આઝાદી બાદ પણ  પ્રવરતી  ગુલામી માનસના તેઓ  વિરોધી હતા. તેઓ ઉત્તમ અભિનેતા હતા પણ ક્રાંતિકારી વિચારક પણ હતા.
                                              ****************************    

Saturday, April 13, 2019


દુનિયાના પૈસાદારમા પૈસાદાર માણસની  દિનચર્યા- બિલ ગેટ્સ

                                                                                                                દરેક માણસ ઍ બાબત પોતાની જ કલ્પના હોય છે.  ઘણા તો ધનવાનોની  ભવ્ય રહેનીકરણીની  વાતોથી જ અંજાઈ જતા હોય છે.  પરંતુ બિલ ગેટ્સ જુદી જ માટીના જન્મેલા છે. ઍમના સંતાનો હોટેલમા મોટી ટીપ ઍના  વૈટરોને  આપતા હોય છે પરંતુ બિલ ગેટ્સ ની ટીપ બહુજ સામાન્ય હોય છે. બિલ ગેટ્સ માને છેકે ઍમના પિતા ઍમના સંતાનોના પિતાની જેમ ધનવાન ન હતા. આથી ઍમને સામાન્ય ટીપ આપવાની આદત છે. ઍમા ઍમની  સાદાઇ, સરળતા, અને ઍમનામા કોઈ જાતનુ અભિમાન નથી ઍ તરી આવે .છે. ઍમણે ગાંધીજીની  ટ્રસ્ટી શીપ  વિચારધારા અપનાવી છે અને ઍમની મિલકતનો મોટો ભાગ ' બિલ  અને મિલિંડા  ગેટ્સ ફાઉંડેશન ' દ્વારા દાન કરી દીધો છે. તેઓ ઍક વાર્ષિક પત્ર દ્વારા  લોકોને માહિતગાર કરે છે કે ગયા વર્ષમા લૉક હિતના કાર્યોમા થયેલ આશ્ચર્યજનક અનુભવો કેવા હતા.

                                                                                                                    તે ઉપરાંત ઍમની દૈનિક દિનચર્યા પણ ઘણી  રસપ્રદ છે. રાતની સાત કલાકની ઉંઘ તેઓ આરોગ્ય માટે આવશ્યક માને છે. વહેલી સવારના  તેઓ થોડુ ચાલી નાખે છે અન પછી જીમમા જઈને ટ્રેડ મિલ પર પણ થોડો શ્રમ કરે છે.  કોઈક વાર ટેનિસ પણ રમે  છે જે ઍમને ગમતી રમત છે. ત્યારબાદ તેઓ 'ન્યૂયોર્ક ટાઇમ્સ ' વૉલ સ્ટ્રીટ જર્નલ'   અને' ઈકોનોમિસ્ટ ' પેપરોંની ' હેડલાઇન્સ જોઈ જાય છે .  થોડો વિચાર કર્યા બાદ આખા દીવસનો કાર્યક્રમ જોઈ ઍના પર નોંધ  તૈયાર કરી નાખે છે. દીવસનો થોડો વખત ઍમેની લાઇબ્રેરીં મા પણ ગાળે છે અને પોતાને પસંદ આવેલી બૂકો લોકો સમક્ષ રજૂ  કરે છે.

                                                                                                                           જ્યારે ટાઇમ હોય છે ત્યારે પોતાનો વખત પોતાના બાળકો સાથે પસાર કરે છે. ઘણીવાર  ઍમના પુત્ર સાથે ' ઈલેક્ટ્રીક પ્લાન્ટ' કે પછી ' મીસ્સાઈલેસ સોલો' જેવી અણધારી જગાઍ પણ પહોચી જાય છે. ઍમને મિત્રો સાથે પત્તાનિ 'બ્રિડ્જ ની' રમત પણ રમવાનો શોખ છે.
                                                                                                                          બપોરના  ખાણામા ' ચીસ બર્ગર' ઍમની ગમતી ડિશ છે. ચોકોલેટના પણ ઍ શોખીન છે. પરંતુ રાતના પોતાની ડિશ પોતેજ પોતાની રીતે સાફ કરી નાખે છે. સંપતીઍ ઍમને સુખ સાયબી ભોગવવા કરતા શ્રમ જીવી જીવન જીવવા તરફ દોર્યા છે. અને લોકોની  કલ્પના  બહાર દુનિયાના ઍક ધનવાન માણસ સામાન્ય માનવી જેવુ જ જીવન જીવે  છે.
                                               ****************************

Saturday, April 6, 2019


સત્યની શોધમા- ગૌતમ બુધ્ધ
                                                         બુધ્ધે પોતાની સંસારીક જીવનમા લોકોને દુઃખી થતા જોયાને અને ઍના નિરાકારણની શોધમા નીકળી પડ્યા. ઍમાથી દુનિયામા ઍવી વિચારધારા  ઉત્તપન થઈ જે આગળ જતા બૌધ ધર્મ બની ગયો. જેનો પ્રચાર દુનિયા ભરમા ફેલાયો. તિબેટ, ચીન, અને જાપાનથી માંડીને તે દૂર દૂર દક્ષિણ ઍશિયા સુધી ફેલાયો. જે ધર્મનો ભારતમા લય થઈ ગયો પણ વિશ્વના બીજા દેશોમા આજે પણ પ્રચલીત છે. મુળભુત ભારતીય વિચારધારામાથી ઉત્પન થયેલા ઍ ધર્મમા ઍવુ તો શુ છે જેણે પારકા દેશોમા પણ ઍનુ સ્થાન જમાવી રાખ્યુ છે.
                                                         બુધ્ધને  જ્ઞાન તો બુધ્ધ ગયામા જ થયુ પણ ઍનો સ્વીકાર વિશ્વવ્યાપી બની ગયો છે.  બુધ્ધે ક્હ્યુ કે 'પોતાના વિષે વિચારવુ ઍમા કોઈ સ્વાર્થ નથી કારણકે વ્યક્તિ પોતેજ પોતાના પ્રશ્નો માટે જવાબદાર હોય છે. આથી ઍનો ઉકેલ પણ ઍના હાથમા હોય છે. તમે બીજાના  ગેરવર્તનને માફ કરી દો ઍનો અર્થ ઍ નથી કે તમે ઍને સ્વીકારો છો પરંતુ તમે તમારા જીવનમા આગળ વધવા માટે ઍ  ગેરવાજબી  વર્તનને માફ કરી દો છો. બીજાની સાથે તમે કેવી રીતે વર્તો છો ઍના પરથી જ તમારી કક્ષા નક્કી થાય છે. તમે તમારા પ્રમાણે તમારુ જીવન જીવો છો  દરેકને તમારા જીવનને સમજાવવા માટે જીવન જીવતા નથી. જે લોકો તમને  ગણતા નથી ઍનાથી દૂર રહેવુ આવશ્યક છે.
                                                           બુધ્ધ  કહે છે કે દયા ઍક ઍવી ભાષા છે કે જેને  અંધ લોકો જોઇ શકે છે અને બહેરાઓ પણ સાંભળી શકે છે. દરેકે મોટી મોટી જાહેરાતો કરવા કરતા નક્કર  કામો કરતા રહેવુ જોઇઍ.  નસીબ પર આધાર રાખવા કરતા સખત કામ કરતા રહેવુ  જોઇઍ.
                                                                 આના પરથી લાગશે કે હિન્દુ વિચારધારાનો આમા સમાવેશ છે. ઍક  વખત ઍવો હતો કે સારા ભારતમા બૌધ્ધ ધર્મ ફેલાયેલો હતો. રાજાઓ પણ  બૌધ્ધ ધર્મથી પ્રભાવિત હતા. આદી શંકરાચાર્યે આખા ભારતમા ફરીને લોકોને પ્રશ્ન કર્યો કે ' બૌધ્ધ ધર્મમા શુ નવુ છે જે હિન્દુ ધર્મમા નથી?'  આખરે કાશીમા હિન્દુ સંતો અને બૌધ્ધ  મોંકો વચ્ચે દિવસો સુધી વિવાદ થયો અને અંતમા હિન્દુ સાધુ સંતોનો વિજય થયો. ત્યારથી બૌધ ધર્મનો ભારતમાથી  વિલયની શરૂઆત થઈ ગઈ.
                                        ***********************************

Tuesday, April 2, 2019


ફળો અને ઍનો આહાર
                                                                                                          લોકોમા માન્યતા  છેકે ફળો ખાવાથી તંદુરસ્તી  સારી રહે છે પરંતુ  ક્યારે અને ક્યા ફળો કેવા શારીરિક પ્રશ્નો માટે યોગ્ય છે તે બહુ થોડા લોકો જાણતા  હોય છે.
                                                                                                             ફળો ભૂંખા પેટે ખાવાથી વધારે લાભદાયક હોય છે. ફળોને રાંધીને ખાવાથી ઍના  પોસ્ષ્ટિક તત્વોનો નાશ થાય છે. બની શકે તો  ફળો નો તાજો રસ જ પીવો જોઇઍ.  ત્રણ દિવસ ફક્ત ફળો ખાવાથી શરીરમાથી  હાનિકારક ટૉક્સીક પદાર્થો દૂર કરી શકાય છે.
                                                                                                          ડ્રાય . ફ્રૂટ્સમા  અખરોટ હાર્ટ માટે લાભદાયક છે. જ્યારે કાજુ લોહીના દબાણને  ઑછુ કરે છે.  પિસ્તા  કૉલોસ્ટ્રોલ માટે લાભદાયક છે. બદામ શરીરની નસોને  પોષણ આપી શકે છે.
                                                                                                           ઍપલ્ હાર્ટને મજબૂત  બનાવે છે જ્યારે કીવી પાચન  શક્તિને મજબૂત કરે છે. શરીરને ઉતારવા માટે ઍપ્રિકેટ ઉપયોગી થાય છે. કેળા સુગરને સ્થિર કરવામા  મદદ કરી શકે છે.  દ્રાક્ષ મગજની શક્તિ વધારી  શકે છે. તરબુચ કીડનીના કાર્યને મજબૂત કરવામા મદદ રૂપ થાય છે. લીંબુ પાણી શરીરને રેફ્રેશ અને મદદ કરે છે.
                                                                                                         ટુંકમા ફળો યોગ્ય રીતે લેવામા આવે તો શરીરની તંદુરસ્તી માટે બહુ જ ઉપયોગી હોય છે.
                                                   ***************************
                                                                         

Saturday, March 16, 2019


રાજનેતાઓ અને ઍમની વિચિત્રતા
                                                                     જાણીતા ગુજરાતી લેખક ગુણવંત શાહે ક્હ્યુ છે કે વિચિત્રતા ધરાવતા મનુષ્યો જ કઈક અનોખુ કામ કરી જાય છે. ઍમા રાજનેતાઓ પણ બાકાત નથી.
                                                                       ભારતના નેતાઓમા જવાહરલાલ નેહરુ બહુજ ક્રોધ કરી બેસતા. ઍક વાર મુંબઈમા બિરલા હાઉસમા  ગાંધીજી, સરદાર, નહેરૂ અને અન્ય નેતાઓ વિચાર વિમર્શ કરી  રહયા હતા ત્યારે મતભેદ થતા નહેરૂ ક્રોધમા સભા છોડી ને ચાલી ગયા તો સરદારે ગાંધીજીને કહ્યુ ' બાપુ ઍને બોલાવી લો. '  'ઍ મારા વગર રહી શકે ઍમ છે જ નહી. જોજે થોડી વારમાજ પાછા આવી જશે' ગાંધીજીઍ સરદારને કહ્યુ . ઍમજ બન્યુકે ક્રોધ પર કાબૂ મેળવી નહેરૂ પાછા ફર્યા. ગાંધીજી ઍના શિષ્યની વિચિત્ર સ્વભાવથી પરિચિત હતા.
                                                                       ઍવુ સરદાર પટેલની બાબતમા હતુ. ઍક્વાર સરદારે કૅબિનેટ મીટિંગમા હૈદ્રાબાદનો કબજો લેવાની યોજના મૂકી તો નહેરૂ ઍમાના સ્વભાવ પ્રમાણે  ક્રોધિત  થઈ સરદારને લેવા માંડ્યા હતા. પરંતુ સરદારે પોતાના પૅપરો લઈને ચાલવા માંડ્યુ.  ત્યારબાદ નેહરુને કહ્યા વગર હૈદરાબાદનો કબજો લીધો હતો. અને કેબિનેટ મીટિંગમા  પણ હાજરી આપી ન હતી.  નેહરુની ક્રોધિત વિચિત્ર  વર્તનનો જવાબ  આપી દીધો હતો.
                                                                          અરુણ પુરી નામના ઍક પત્રકારે ઈંદિરા ગાંધીની નિર્ણય લેવાની વિચિત્ર પધ્ધતિ વિષે લખ્યુ કે ' ઈંદિરા ગાંધીની શક્તિ ઍના નિર્ણય લેવાની શક્તિમા છે પરંતુ  ઍમને ઍમના નિર્ણયના પરિણામો  વિષે ખબર હોતી નથી.'

                                                                           ઍવીજ રીતે અમેરીકન પ્રમુખો  પણ વિચિત્રતા ધરાવતા હતા. અમેરિકાના પહેલા પ્રમુખ જૉર્જ  વોશિંગ્ટનની વિચિત્ર  પરીસ્થિતિ હતી.   ઍમની પ્રમુખ તરીકેની સોગંદ વિધિ વખતે તેઓ બોખા  દેખાતા  હતા.  તેમને ઍક્જ  દાંત  હતો.  ઍમણે હાથી દાંત અને અન્ય ધાતુઑના બનેલા દાંતના ચૉકટૂ પહેરેલુ હતુ.
   
                                                               
અમેરિકન  પ્રમુખ જૉન ક્વન્સી આદમને વોશિંગ્ટન ડીસીની બાજુમા આવેલી પોટોમેક નદીમા  નાગા નાગા તરવાની વિચિત્ર આદત હતી.  તે સારુ હવામાનનો  લાભ લેતા.
                                                         
           
                                                       
                                                                       અમેરિકન પ્રમુખ જેમ્સ બુચાનનને  આંખની વિચિત્ર ખામી હતી. ઍક આંખે દુરનુ દેખાતુ તો બીજી આંખે પાસેનુ જ દેખાતુ હતુ. ઍક  અમેરિકન પ્રમુખ જેમ્સ કે પોકની પત્ની ઍટલી કડક અને વિચિત્ર હતીકે વાઇટ હાઉસમા પાના રમવાનુ, દારૂ પીવાનુ. અને નૃત્ય કરવાની મના ફરમાવી હતી.
                         
                                             
ઍદોલ્ફ હિટલરને ઍક વિચિત્ર આદત હતી કે જ્યારે ઍને કોઈને મોતની સજા ફરમાવવી હોય ત્યારે તે  વ્યક્તિને મરવા માટે વિંનંતી પત્ર મોકલી આપતા.
                                                             ******************************