Friday, August 25, 2023



તંદુરસ્તી - ૭૫ મી વયે 

                                જ્યારે ઉંમર ૭૫ ની ઉપ્પર જાય છે ત્યારે વૃદ્ધો માટે તંદુરસ્તી જાળવવી મુશ્કેલ બનતી જાય છે. બધા શરીરના અંગો નબળા વધુ થતા જાય છે. ત્યારે સારી તંદુરસ્તી જાળવવી મુશ્કેલ થતી જાય છે.   

                                  તે વખતે   ઊંઘનું  બરાબર ધ્યાન  રાખવું  જરૂરી છે. ઓછામાં ઓછી  સાત કલાકની ઊંઘ લેવી જરૂરી છે. એ  જીવનને સફૂર્તીમય રાખે છે.

                                  ધ્યાન અને અધ્યાત્મક્તા  પણ જીવનના તંગ અને દબાણ લાવતા  પ્રશ્નોનો સામનો કરવા જરૂરી છે. ધ્યાન  જીવન સંગ્રામના પ્રશ્નોના  સામનો કરવામાં મદદ કરે છે અને રાહત પણ આપે છે.  

                                 જેમ જેમ વય વધતી જાય તેમ તેમ લોકોનો સંમ્પર્ક ઓછો થતો જાય છે જે એકલતા સર્જે છે.. એમાંથી ઘણીવાર માનસિક વ્યથાઓ ઉત્ત્પન્ન થાય છે. આથી લોક સંમ્પર્કમા સતત રહેવું જરૂરી છે. એનાથી લોકો સાથેના સંપર્ક વધતા અને વાતચીતમાં  વ્યસ્ત રહેવાથી માનસિક અને શારીરિક તંદુરસ્તી સારી રહે છે.



                                   વધતી ઉંમરમાં બને ત્યાં સુધી થઇ શકે એવી કસરતો કરવી જરૂરી છે  અને હળવી રમતો જેવીકે કેરમ રમવી . તે ઉપરાંત  ગાર્ડનિંગ   પણ કરી શકાય.  દરરોજ ૩૦ મિનિટ ચાલવાથી  પણ શરીર સારું રહે છે.  પાણીમાં તરવા જેવા શોખો પણ શરીરને સારા રાખવામાં મદદ રૂપ થાય છે. 



                                  આજના ટેક્નોલોજીના જમાનામાં ઈન્ટરનેટથી   જ્ઞાન પણ વધારી શકાય છે.  એમાં સારી રીતે સમય પસાર કરવાથી શરીર માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રાખી શકાય છે. માણસ જીવે ત્યાં સુધી નવું શીખવાની ઉત્સુકતા જાળવી રાખવી જોઈએ. 



                                   તે ઉપરાંત ખોરાકમાં પણ  સંયમ જાળવવો જોઈએ જેથી શરીર સારું રહે.  જેમ બને તેમ  પેટમાં જરૂરિયાત કરતા ઓછી જગ્યા રાખવી જોઈએ.   ખાંડ અને  કાર્બોહાઇડ્રેટ  જેવા પદાર્થો વાળા ખોરાકો ઓછા લેવા જોઈએ.  ફળો અને લીલા શાકભાજીઓ  વધારે ખાવા જોઈએ જેથી શરીરને પચાવવામાં સહેલું પડે .

                                    મૂળમાં વધતી વયે વધારે સંયમ રાખી હળવું અને તંદુરસ્તી ભર્યું જીવન જીવી જવું જોઈએ.  કેટલા વર્ષો જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું અને કેટલું તંદુરસ્તીથી જીવ્યા એ મહત્વનું છે.

                                        ***************************** 

Saturday, August 19, 2023

 


આદર્શ ભારથા

                                     પત્નીને સંસ્કૃતમાં  ભારથા કહેવામાં આવે છે. એટલેકે આદર્શ પત્ની પુરુષનો ઉદ્ધાર કરી શકે છે  આપણામાં કહેવત પણ છેકે એક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રી એટલેકે પત્ની હોય છે. આથી  સારી પત્ની મેળવવી એક  સારા  નસીબની નિશાની છે.  એકસારી પત્ની  પોતાના પતિના કુટુંબને પણ સુખી કરી શકે છે. જ્યારે ખરાબ પત્ની પતિના  કુટુંબ અને ભવિષ્યને  રોળી શકે છે. 

                                    આદર્શ પત્ની માટે કોઈ વ્યાખ્યા નથી પણ એના ગુણોથી પણ માપી શકાય છે. પત્ની જો પ્રેમાળ અને કુટુંબ પ્રત્યે લાગણીઓ ધરાવતી હોય  તો દરેક  ચીજોમાં સમાધાન  કરનારી હોય તો કુટુંબમાં ક્લેશ ઓછો થાય છે. એને માટે એ વધારે વખત એના પતિને આપી એને સમજવા પ્રયત્નશીલ હોવી જોઈએ.



                                     જીવનમાં સફળતા માટે  પતિને હંમેશા  ટેકો અને એના કામમાં પ્રોત્સાહિત કરતી  હોવી જોઈએ. ટૂંકમાં પતિની સફળતામાં જ પોતાની સફળતા  નિહાળતી પત્નીની દ્રષ્ટિ હોવી જોઈએ . પત્ની માટે પતિ અને એનું કુટુંબ પ્રાથમિક હોવું જોઈએ.



                                       પતિ પત્નીનો  સબંધ મિત્રતા ભર્યો હોવો જોઈએ અને એક બીજા પ્રત્યે માન અને આદરથી જોવાથી સમાજમાં પણ સારી છાપ ઉભી થાય છે. એમાં પત્નીની ભૂમિકા મહત્વની હોય છે. પતિને જિંદગીમાં સંગર્ષ કરવો પડતો હોય છે. એસંગર્ષમાં પત્નીએ પણ પ્રશ્નોના ઉકેલમાં પતિને સહાય કરવી આવશ્યક છે. આથી જીવન સંગ્રામમાં પતિ પત્નીએ એક ટીમ તરીકે કામ કરવાની જરૂરિયાત છે.

                                   પતિ પત્નીની વચ્ચે રંગીલા અને રોમાંચિત સબંધ નહિ હોય તો  જીવન શુષ્ક  બની રહે છે.  પત્ની અને પતિ વચ્ચે  વિચારોની આપલેમાં તદ્દન સ્પષ્ટતા  હોવી જરૂરી છે જેથી પત્ની  પતિને  એના  શ્રેષ્ટ ગુણો અને હોશિયારીને  બહાર લાવવામાં મદદરૂપ થઇ શકે. પતિને શાંતિથી સાંભળીને  યોગ્ય સલાહ સૂચન આપી  પતિને એના  ધ્યેયોને સિદ્ધ કરવામાં મદદરૂપ થવામાં પણ પત્ની મોટો ભાગ ભજવી શકે છે.

                                      પત્નીના વિચારો સકારત્મક અને પ્રામાણિક  હોય તો એ પતિની  સફળતામાં  મહદ અંશે ભાગીદાર  બની શકે છે. ભારતની સંકૃતિમાં  મહદ અંશે  મહાન વ્યક્તિઓની સફળતામાં એમની પત્નીના ફાળાને  હંમેશા નવાઝવામાં આવ્યો છે.  એજ ભારતીય સંસ્કૃતિની  મહાનતા છે.

                                                  *******************************                                     

 

                                      

Tuesday, August 8, 2023

 


 ઉદ્યોગીક  કાબિલિયત 

                                                 ઉદ્યોગો ચલાવનારાઓનો  ઉધોગીક પ્રગતિમાં મોટો ફાળો હોય છે.  નાની કંપનીઓ જ જે વસ્તુઓ પુરી પાડે છે એના પર મોટી કંપનીઓ નીભતી હોય છે. આથી અમેરિકા જેવા  વિકસિત દેશો પણ નાની નાની ચાલુ કરાતી કંપનીઓને મદદ કરે છે. એમાં ભારત પણ પાછળ નથી. ભારત સરકારે ૭૦૦૦ જેટલી નાની કંપનીઓને સારી એવી મદદ કરી છે. એજ દેશમાં વિકાસ અને પ્રગતિમાં સારો એવો ફાળો આપે છે.



                                           એવી નાની કંપનીઓની પ્રગતિમાં એના વહીવટ કર્તાઓનો મોટો ફાળો હોય છે. એમાં એમની કાબેલિયત પર આધાર રહે છે.  એમાં કંપનીમાં કામ કરનારનો  વહીવટ કરનારાઓમાં વિશ્વાસ અને આદર હોવો જરૂરી હોય છે. કંપનીમાં કામ કરનાર એના નોકરીયાતો ખુશ અને સંતોષી હોવા જોઈએ.  એમની સાથેનો ઉપરી અને  ઉચ્ચ વહીવટ કરનારાઓનો અભિગમ ઉમદા હોવો જોઈએ. તોજ કામ કરનારાઓનો  ઉત્સાહ વધે અને કંપનીને  સફળતા  મળે .  કંપનીની ઉદારતા અને કદર  કંપનીનું ઉત્પાદન વધારવા મદદ રૂપ બની રહે છે.



                                              તે ઉપરાંત કંપનીના વડાઓમા નીતિમત્તા પણ હોવી અગત્યની છે. જે કંપનીના કામદારોમાં દાખલો બેસાડે છે. કંપનીની સફળતામાં કામદારોની પસંદગી પણ અગત્યની છે. કામદારો પણ પ્રામાણિક અને કામ પ્રત્યે લગાવ હોવા વાળા હોવા જોઈએ અને એમના નેતામાં  વિશ્વાસ અને આદર હોવો જોઈએ . એમને ખાતરી હોવી જોઈએકે  કંપનીની સફળતામાં એમનું ઉત્તમ ભવિષ્ય સમાયેલું છે. સારી કંપનીના નેતા અને કામદારોએ એક ટીમ તરીકે કામ કરવાની અવશ્ક્યતા  હોય છે.  કામમાં કામદારોને પણ સૂચવવાનો  હક્ક હોવો જોઈએ.

                                            નેતામાં પણ પોતાનું સપનું સાર્થક કરવાની તીવ્ર ઈચ્છા હોવી જોઈએ જે કામદારો માટે પ્રેરણારૂપ બની રહે. નેતાના કામમાં એના કુટુંબનો , મિત્રોનો  અને સમાજનો પણ સાથ હોવો જરૂરી છે. જે નેતાની શક્તિને વધારી શકે એવું આદર્શ વાતાવરણ ઉભું કરી કંપનીની સફળતામાં મદદ રૂપ  બની  રહે . વેપારમાં ઘણી વાર તર્ક કરતા સાહસિકતા વધારે ઉપયોગી  બની શકે છે જે સફળતામાં મોટો ફાળો આપેછે. અસફળતાનો ડર, શંકાઓ  અને અનિશ્ચતાને  સાહસિકતા જ પાર કરી શકે છે. 



                                                કંપનીની સફળતામાં કંપનીની બનાવેલી વસ્તુઓને વાપરનારાઓનો  અને એમના સલાહ સૂચનો તથા કંપનીના   આર્થિક નિયંત્રણો પણ અગત્યના હોય છે. આધુનિક યુગમાં નાના ઉધોગોનું જયારે મહત્વ વધતું જાય છે ત્યારે એના વહીવટમાં આર્થિક સહાય સાથે  એને  ચલાવનારા નેતાઓ અને કામદારોમાં જે અગત્યના  ગુણો જરૂરી છે  તે જાણવું જરૂરી છે.

                             ***************************************************

 

Tuesday, July 18, 2023

 


સ્ત્રી અને પુરુષ -તફાવત 

                                          સ્ત્રી અને પુરુષોની વચમાં સરખામણી કરવી મુશ્કેલ છે કારણકે બંનેમાં કેટલાક ગુણો અને અવગુણો હોય છે. પરંતુ એનું વિવેચન કરવાથી જીવનના  ઘણા પ્રશ્નો હલ કરવામાં સહાયતા મળે છે.

                                            સ્ત્રીઓ ઘણું કરીને સમાધાન  કરવામાં વધારે તેજ હોય છે. એને ઘણા લોકો શરણે  જવા માટેનો અવગુણ સમજે છે પણ એજ  લગ્ન ને  ટકાવવામાં મદદ રૂપ બની રહે છે અને એ લગ્ન સંસ્થાની મજબૂતી માટે સદગુણ બની ને રહે છે. જ્યારે પુરુષ મક્કમ હોય છે એને સ્ત્રી પર પ્રભુત્વ જમાવવાળો અવગુણ માનવામાં આવે છે. પરંતુ એજ અવગુણ ઘણી વાર કુટુમ્બીક જીવનને શિસ્તમાં રાખે છે અને ખોટે રસ્તે જતા રોકે છે. આવા સંજોગોમાં એ સદગુણ બની રહે છે. આજ બતાવે છે કે અવગુણ અને સદગુણ બંને જીવનમાં સંજોગો પ્રમાણે એમનો રોલ ભજવે છે.



                                          પુરુષ પોતે કમાઈ ને કુટ્મ્બને પાળે પોષે છે. એથી એ વધારે સ્વાતંત્ર રીતે વિચારી શકે છે. જ્યારે સ્ત્રી ને મર્યાદાઓ નડે છે. એટલે ઘણી બાબતોમાં પુરુષ પર અવલંબે છે . પરંતુ હવે આર્થિક રીતે સ્ત્રીઓ કમાય છે. તે નમતું આપવા હંમેશા તૈયાર હોતી નથી . આથી લગ્ન જીવનમાં તકલીફ વધી છે. આથી દરેક વસ્તુને મર્યાદામાં રહીને ઉપયોગ થવો જોઈએ નહિ તો કુટુમ્બીક જીવન વેરવિખેર  થઇ  જાય છે.

                                           સ્ત્રીઓ ઘણી લાગણીશીલ  હોય છે.  જ્યારે પુરુષ ઘણો  નક્કરતા પૂર્વક જીવતો હોય છે . વધારે પડતી લાગણીશીલતાને  લીધે   માનવીને વધારે સહન કરવું પડે છે. પરંતુ પુરુષની નક્કરતા પણ ઘણી વાર જીવનમાં પ્રશ્નો ઉભા કરી દે છે . એટલે સ્ત્રી પુરુષે બંને એ સમજણ પ્રમાણે  નક્કરતા અને લાગણીશીલતાનો  ઉપયોગ  કરવો જોઈએ જેથી કુટુમ્બીક જીવન સરળતાથી ચાલે.



                                             પુરુષો   દરેક વસ્તુનો પૃથક્કરણ કરીને નિર્ણય  લેછે. જયારે સ્ત્રીઓ પોતાના માનસિક   અવાજ પ્રમાણે નિર્ણય  લે છે.  આથી બંનેની વિચારશરણીમાં  ફરક પડી જાય છે,  પરંતુ  સ્ત્રી શક્તિનો અવાજ કદીક  મજબૂત હોય છે. જયારે પુરુષની પૃથક્કરણનો નિર્ણય કદીક નબળો પડી જાય છે. પરંતુ એ   બે વિચારશરણીમાંથી ચર્ચા કરી માધ્યમ માર્ગ જ ઉત્તમ હોય છે. એટલે પ્રશ્નના નિકાલમાં  મધ્યમ માર્ગ  જ ઉત્તમ છે. કુદરતે આમ પુરુષ અને સ્ત્રીની જુદી  વિચારશક્તિની   અદ્દભુત રચના કરી જીવનને સરળ બનાવ્યું છે.

                                             પુરુષ બહુજ મહત્વાકાંક્ષી હોય છે. જયારે સ્ત્રી જેટલું મળે એમાં સંતોષ માને છે. આથી જીવનમાં  વધારે પડતી મહત્વકાંક્ષાથી જીવનમાં નિરાશા મળે ત્યારે સ્ત્રીની સંતોષી ગુણ એને કાબુમાં રાખે છે. આથી જીવનમાં સુખ માટે સ્ત્રી અને પુરુષનો સહકાર અને સમન્વય  જરૂરી છે.



                                             જીવનમાં પુરુષ જીવનની હરીફાઈઓમા વ્યસ્ત રહે છે.જ્યારે સ્ત્રી  હંમેશા દરેક પ્રશ્નનો હલ સમાધાન પૂર્વક કરવા ઈચ્છે છે. જે પુરુષની હરીફાઈ વૃત્તિને  નીયંત્રીત  કરે છે. જે  સંગર્ષમાંથી ઉગારે છે.

                                             આમ સ્ત્રી પુરુષની રચના કરી કુદરતે  જીવનને  સમતોલ કરવા પ્રયત્ન કર્યો છે પરંતુ ઘણીવાર માનવીઓ જીવનના એ રહસ્યને સમજ્યા વગર એનાથી ઉલટું કરવા જાય છે ત્યારે જીવન છિન્નભિન્ન થઇ દુઃખી થઇ જાયછે. એમાં મનુષ્યોનો જ વાંક હોય છે. બીજા કોઈનો વાંક કાઢવાથી કઈ ફાયદો નથી. 

                                           **************************************

Friday, July 14, 2023

 


મીડિયાની શક્તિ 

                                        મીડિયા એટલેકે વર્તમાનપત્રો, ટીવી , અને એપ્સ જેવીકે ટ્વીટર , ફેસબુક જે લોકોના અભિપ્રાયને બદલી શકે કે પછી એને એક દોરવણી પણ આપી શકે. એમાં અભિપ્રાયને  સાચી દિશામાં લઈજાય  અથવાતો એને ગેરમાર્ગે પણ દોરી શકે. આ મીડિયાની તાકાત  છે. એના ઘણા દાખલાઓ છે. ઘણીવાર તો મીડિયા સત્તા પલટો પણ કરાવી શકે છે.

                                        જ્યાં સુધી એ સકારત્મક ભૂમિકા ભજવે ત્યાં સુધી સારી વાત છે. પરંતુ  ઘણીવાર એ પ્રજામતને ગેરમાર્ગે  પણ દોરી જાય છે. 

                                           અમેરિકામાં ઘણી બાબતોમાં મીડિયાએ  એવો પ્રચાર કર્યો હોય છે કે લોકો ગેરમાર્ગે દોરાય  છે. ઘણી બાબતોમાં તથ્ય જાણવા માટે સર્વે કરવામાં આવે છે જેના નતીજો બહુ જ નિરાશામય હોય છે.

 એવાજ એક સર્વેમાં  પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આશ્ચર્ય જનક હતા.



                                          અમેરિકામાં ૧% લોકો વર્ષે  $૫૦૦૦૦૦/- કમાય છે જયારે લોકોએ ૨૬% ઉત્તરમાં જણાવ્યું હતું. આ બતાવે છેકે  લોકો માને છેકે અમેરિકા ધારવા કરતા ઘણું સમૃદ્ધ છે.  આ મીડિયાની મહેરબાની છે જે આખો  વખત અમેરિકાની સમૃદ્ધિની ભવ્યતા જ બતાવે રાખે છે.

                                           અમેરિકામાં આજકાલ લીલા શાકભાજી અને એને ખાવાના ફાયદા માટે મીડિયા પ્રચાર કરે છે. અને એવી  ભીતિ ઉભી કરી છે કે  ઘણાખરા અમેરિકાનો વેજિટેરિઅન બની રહયા છે. ૫% અમરિકાના  લોકો  વેજિટેરિઅન છે જ્યારે લોકો મત માને છેકે ૩૦% છે. એ પણ એક પ્રચારનો નમૂનો છે.

                                             લોકો માને છેકે ટ્વિટ્ટર  ૮૦% લોકો  વાપરે છે.  પરંતુ એનો ઉપયોગ ફક્ત ૨૦% અમેરિકનો  કરે છે. આ પણ કદાચ  વૈપારીક પ્રચારનો નમૂનો હોઈ શકે.



                                                મીડિયાનો ઉપયોગ ઘણીવાર સરમુખત્યારો પણ કરે છે અને પોતાના બધા પગલાંઓ લોકહિતમાં છે એમ બતાવવા પ્રયત્નો કરેછે.  એની લોકપ્રિયતાનો પ્રચાર પણ ખરીદેલા મીડિયા મારફતે કરવામાં આવે છે. એમાં બધાજ  મીડિયા સંડોવાયેલા હોતા નથી પરંતુ જે સાચી રજૂઆત કરે છેએમને ઘણી રીતે સહન કરવું પડે છે.

                                               આ પરથી જોઈ શકાય છેકે મીડિયા  કોઈને પણ ઉગારી શકે છે કે પછી ડુબાડી પણ દઈ શકે છે.  એટલેકે મીડિયા મીઠી છરી છે જે સુધારી પણ શકે છે. અથવા તો નુકસાન પણ કરી શકે છે. સત્યનો પ્રચાર કરી શકે છે અને અસત્યને સત્યમાં રજુ કરી શકે છે. એજ એની બલિહારી છે.

                                               *******************************  

                             

        

                                   


Friday, July 7, 2023

 


ડીએનએ - જીવન વિજ્ઞાનનું  શાસ્ત્ર 

                                                                          જયારે  ભૌતિક શાસ્ત્ર ચરમ સીમાએ પહોંચ્યું ત્યારે વિજ્ઞાનીકોની દ્રષ્ટિ  જીવન વિજ્ઞાન   તરફ વળ્યું .  ડીએનએને  ઉકેલવા માટે  ત્રણ વિજ્ઞાનિકોનો મોટો ફાળો હતો.  ડૉક્ટર જેમ્સ વોટસન ,ફાન્સીસ ક્રીક , અને મોરિસ  વિકીન્સને  ડીએનએના  બંધારણને ઉકેલવા માટે ૧૯૫૩ માં નોબેલ પુરસ્કાર આપવાંમાં આવ્યો હતો પણ એમાં રોઝાલિન્ડ ફેન્કલિનના  ફાળાને અવગણવા માટે મોટો ઉહાપોહ  વિજ્ઞાનિક જગતમાં થયો હતો. 



                                                         ડીએન એ  શું  છે એ જાણવું અગત્યનું છે. દરેક મનુષ્ય શરીરમાં રહેલા જિનના રહસ્યને સાદી ભાષામાં  ડીએનએ  કહેવાય છે. એના રહસ્યને  'ડબલ હેલિકલ બંધારણ' કહેવામાં  આવે છે. દરેક મનુષ્યના શરીરમાં  હેલિકલ  બે તાંતણા વાળું હોય છે જે  ડીએનએ  ના નામે ઓળખાય છે.



                                                          ડીએનએ ની શોધે ગુનાહખોરીના જગતમાં અધભુત સહાય રૂપ બની રહ્યું છે. જયારે માનવીનું શરીર બળીને કદરૂપું અને ન ઓળખાય એવું થયું હોય ત્યારે એના નજદીકના સગાનું ડીએનએ એની સાથે મેળવી એની પહેચાન થઇ શકે છે. 

                          આમ ડીએનએ જગતમાં  કેટલાએ કોયડાઓને ઉકેલવામાં  મદદ રૂપ બને છે.  

                                     ************************************

Sunday, June 25, 2023

 


સૂર્ય શક્તિ 

                          ભારતમાં સૂર્યની શક્તિને પ્રાચીન કાળથી પુંજવામાં આવે છે. ગાયત્રી મંત્ર એનો પુરાવો છે  જે  સૂર્ય સ્તુતિ કરતા કહે છેકે ' હે સુખદાયક, દુખનાશક, શ્રેષ્ટ, તેજસ્વી, ભ્રમઃ સ્વરૂપ, પાપનાશક , પ્રાણ સ્વરૂપ તને અમે ધારણ કરીએ છીએ. તું અમને સદમાર્ગે  લઈજા. આજે  વિજ્ઞાન પણ કહે છે કે' સૂર્યમાંથી  એક અવાજ આવે છે જે ઓમઃ ને મળતો આવે છે. આજ બતાવે છેકે ભારતીયોની સૂર્ય ભક્તિ પણ વિજ્ઞાનિક છે. એટલાજ  માટે સવારના ઉગતા સૂર્યને  પાણી અર્પણ  કરવામાં આવે છે.

                             ઝાડપાન પણ સૂર્ય શક્તિ પર નભે છે. સૂર્યના  કિરણો માનવીય શરીર પોતાનામાં ઓગાળીને  નવજીવન  મેળવે છે. સૂર્યના કિરણો જયારે પાણી માંથી પસાર થાય છે ત્યારે અદભુત સાત રંગો ઉત્પન્ન થાય છે અને મેઘ ધનુષ સર્જાય છે . તે અતિ મનમોહક અને સુંદર હોય છે. સૂર્યના કિરણો શરીરમાં પ્રવેશી શારીરિક અને માનસિક સ્થિતિ ઉત્તપન કરે છે  જેને સૂર્ય સારવાર કહેવામાં આવે છે.



                                 પ્રાચીન ઇજિપ્તની સંસ્ક્ર્તિ પ્રમાણે સૂર્યના કિરણો  જયારે પારદર્શક વસ્તુમાંથી પસાર થઈને  શરીરમાં જવાથી  કેટલાક રોગોને નિવારે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સૂર્યને જળ અર્પણ કરવાની રીતને ઋષિ મુનિઓએ  'આરઘય'  નામ આપેલું  છે.



                                 કોપર જેવી  ધાતુના વાસણમાં સૂર્યોદયે  કે સુર્યાસ્તે  અર્પણ કરવામાં આવેલું જળ મજબૂતશક્તિઓ ઉત્ત્પન કરે છે જે શારીરિક શક્તિઓ વધારવામાં મદદ રૂપ બને છે.  અને આખો દિવસ  પ્રફૂલ્લિત  કરે છે.  એટલા માટે સૂર્યને જળ અર્પણ એ વિજ્ઞાનિક  છે.

                                    **************************************