Saturday, September 22, 2012



ભારતની પરદેશી કંપનીઑ લગતી નીતિ
============================
અત્યારે ભારતમા ઍફ ડી આઇ  વિશેની નીતિની બાબતમા મોટો હોબાળો મચ્યો છે. વિરોધીઓનુ કહેવુ છૅકે મોટી મલ્ટી નૅશનલ કંપનીઑ નાના વેપારીઓને ખાય જશે અન બેકારી વધશે. આથી ડાબેરીઓ, સોસિયાલિસ્ટ પાર્ટી, મમતા બેનેરજી અને મુલાયમસિંગ જેવા નેતાઓપણ ઍનો વિરોધ કરી રહ્યા છૅ. મનમોહનસિંગની સરકાર ઉંચી ઍફ ડી આઇના અમલ માટે અધિરવી થઈ ગઈ લાગે છે. ઍના બેજ કારણો હોઇ શકે. ઍકતો સરકારને જવુ પડે  ઍ પહેલા ઍફ ડી આઇ ની નીતિનો અમલ કરવો અથવાતો ભારત સરકાર મલ્ટી નૅશનલ કંપનીઓના દબાવને વશ થઈ રહી છે.
                                                          ચીન પણ ઍ નીતીમા આગળ્ વધવામા હવે સાવચેત થઈ ગયુ છૅ. ઍમણે ઍ નીતીમા લગામ ખેચી છૅ કારણકે ઍમને ઍ નીતિ હવે ઍમના માટે અનુકુળ લાગતી નથી. ઍથી લોકોમા અસંતોષ, બેકારી, અને વેપાર ધંધાને નુકશાન થાય છે.
                                                         ઍફ ડી આઇ મર્યાદાને વધારી પરદેશી કોંપનીઓને ૫૧% હિસ્સો આપવાથી ઍમનુ વર્ચસ્વ વધવા સંભવ છે. લોકોને ઍમના પર પરાણે  નાખવા જેવુ થશે અને લોકો પાસે મનભાવતા ભાવ વસુલ કરી શકશે. અને નાના વેપારીઓનુ અકાળે નાશ થશે.
                                                        ઍ બાબતમા વોલમાર્ટનો દાખલો લેવા જેવો છે. અમેરીકામા પણ ઍની રીતરસમો સામે વિરોધ ચાલી રહ્યો છે. વોલમાર્ટે નાના વેપારીઓને નુકશાન કર્યુ છે અને ઍના કામદારો પ્રત્યેનૂ વલણ યોગ્ય નથી.  આથી વોલમાર્ટ સામે અમેરિકન રાજધાની વોશિંગ્ટનમા વિરોધ પ્રદશન ચાલી રહ્યુ હતુ. આથી ભારત સરકારે પણ  ઍફ ડી આઇ નીતીમા સાવધાનીથી આગળ વધવાની જરૂર છે.

                                        ***********************************

Sunday, September 9, 2012


























જ્યુસ
=======================================
-ચિત્રમા ઉપરથી નીચે- આલબર્ટ આઈન્સ્તાઈન, હેનરી કૈઈસનજર(અમેરિકન રાજકારણી), જેરી લુઈસ( કોમેડિયિન-હૉલીવુડ), પદ્મશ્રી રૂબેન ડેવિડ(અમદાવાદ), સંદરા બૂલોક( હૉલીવુડ હિરોઈન), સ્ટીવેન સ્પીલબર્ગ( હૉલીવુડ દિગ્દર્શક)-
---------------------------------------------------------------
આખી  દુનિયામા  ૧૪ મિલિયન જ્યુસો  છે.  જેરૂસલંમ ત્રણ મહત્વના ધર્મોનુ પવિત્ર સ્થાન છે ઍમા ઈસ્લાંમ, ઈસાઈ, અને જ્યુસોનો પણ સમાવેશ થાય છે. આખા વિશ્વમા પથરાયેલા જ્યુસોઍ બીજા વિશ્વ યુધ્ધ પછી  જેરૂસલમ ની આજુબાજુમા પોતાનુ રાષ્ટ્ર ઇજરાયલ સ્થાપી દીધુ છે.  મુસ્લિમ રાષ્ટ્રો વચ્ચે ઘેરાયેલૂ ઈજારાયલ પોતંનુ અસ્તિત્વ જાળવી રાખ્યુ છે. ઍની પાછ ળ ઍમની બુધ્ધિમતા, મહેનત અને ઉંચ ચારીત્રની શક્તિ છે.
                                                                 જ્યુસ પ્રજાનુ રાજકારણ, સાયંન્સ, કલા, અને રમતગમત ક્ષેત્રે  ઘણુ પ્રદાન રહ્યુ છે. વધારેમા વધારે નોબેલ પ્રાઇજ઼  જ્યુસો ઍજ મેળવ્યા છે. પોલીયો, લુકેમિયા, હેપીટીસીસ-બી, સિફિલિસ, જેવા રોગોની રસી ઑ જ્યુસ વિજ્ઞાનિકો શોધી છે.  માઈકરોપ્રોસેસિંગ ચીપ, ન્યૂક્લિયર રિયેક્ટર, ઓપ્ટિકફાઈબર કેબલ, ટ્રાફિકલાઇટ, સાઉંડ મૂવી, સ્ટેનલેસ સ્ટીલ, ટેલિફોન માઈક્રોફોન, વીડિયો ટેપ રેકૉર્ડર, વગેરે શોધનારા પણ જ્યુસો હતા.
                              વ્યાપારમા  પોલો, લેવી જીન્સ, સ્ટારબક,ગૂગલ,ડેલ કોમ્પ્યુટર, બાસ્કીન રૉબિન્સ, ડંકીન ડોનેટ્સ, ઓરેક્લ, જેવી કંપનીઓ ઉભી કરનારા જ્યુસો જ હતા. રાજકારણમા હેન્રી કૈસિંગેર, ઍલન ગ્રીનસ્પાન, (અમેરિકાના) માઈકલ હાવર્ડ,(બ્રિટન), ડેવિડ મારવલ જેવી અનેક વ્યક્તિઓ જ્યુસોમાથી આવી છૅ. આલ્બર્ટ આઈનસ્ટાઈન પણ જુયૂસ હતા ઍ તો બધાજ જાણે છૅ.
                               હોલીવૂડની સ્થાપનામા જ્યુસોનો મોટો હાથ હતો. અમેરિકાના વૉલ સ્ટ્રીટ મા ઍમનુ પ્રભુત્વ છે. હેરીસન ફોર્ડ, ટોની કરટીશ, કૅરી ગ્રાન્ટ,ચાર્લ્સ બ્રૉન્સન, સેન્ડરા બૂલોક, કર્ક ડગલાસ, માઈકલ ડગલાસ,પૉલ ન્યૂમન, જેર્રી લુઈસ, બેન કિંગલી, વૂડી ઍલન ઍ બ ધા હોલિવુડના કલાકારો જ્યુસ સમુદાયના છે.  જાણીતા હોલિવુડના દિગ્દર્શકો સ્ટીવેન સ્પિલબર્ગ, ઓલિવર સ્ટોન,મેલ બ્રુક, નીલ સાઈમન, અને માઈકલ મૅન ઍ બધા જ્યુસો છે.
                                દુનિયાના કોઈ પણ દેશમા જ્યુસો હમેશા અગ્ર સ્થાને હોય છૅ. અમદાવાદમા ડેવિડ રુબેનને ઘણા ઓળખતા હશે. આમ જ્યુસો પોતાની મહેનત અને હોશીયારીથી આગળ રહ્યા છૅ અને સાબિત ક્રર્યુ છેકે  જીવનમા આગળ્ વધવા માટે ગુણવત્તા મહત્વની છે. ભલે તમારી જાતિની સંખ્યા ઑછી
 હોય.
                                   ********************************

Friday, August 31, 2012


ભારતની આર્થિક પરિસ્થિતિ                                                                                                      
===================
ભારતની આર્થિક સ્થિતિ નબળી થઈ રહી છે.                                              


મોંઘવારી કાબૂ બહાર જઈ રહી છે, અને ભ્રષ્ટાચારે હદ વટાવી દીધી છે. અમેરિકન પ્રમુખ બરાક ઓબામા ઍ પણ ભારતની આર્થિક નીતીની આલોચના કરી છે તે ઘણા ભારતીયોને પસંદ નથી. ભારતીય કંપનીઓના પ્રોફીટ્મા ૫૬% ઘટાડો થયો છે. ઉત્પાદનમા પણ ધટાડો થયો છે. ઍક્ષપોર્ટમા ૬.૫% નો ઘટાડો થયો છે. તે ઉપરાંત વિકાસ દરમા ઘટાડો દેખાય રહ્યો છે. ભારતનો વિકાસ દર અત્યાર સુધી સારોજ રહ્યો છે પરંતુ તે નીચે આવી રહ્યો છૅ તે આપેલા આ આંકડાઓ બતાવે છે.
૧૯૫૦-૧૯૮૦=૩.૫%
૧૯૮૧-૨૦૦૨=૭%
૨૦૦૨-૨૦૦૮=૮%થી ૯%
૨૦૦૯-૨૦૧૧=૬.૫%
૨૦૧૨=૫.૬%નો માનવામા આવી રહ્યો છે.
ભારતના કથળેલા વહીવટ તંત્ર પણ આ માટે જવાબદાર  છે
                             ****************************************

Saturday, August 18, 2012



નાણાકીય હેરાફેરી
==========
નાણાનો મોહ ઍવો છેકે ઍની કોઈ મર્યાદા જ નથી. તે ઉપરાંત મુલ્યોની અવગતિ થવાથી ગેરકાયદિય નાણાની રવાનગી સ્વિસ બેન્ક કે ટેક્સ હેવન જેવા દેશોમા વધી ગઈ છે. ભારતના ધનિક લોકોના ૧૪૫૦ કરોડ ડૉલર સ્વિસ બૅંક મા પડેલા છે ઍમ માનવામા આવે છે. સ્વતંત્રતા બાદ ૨૫ જેટલા નાના મોટા ગોટાળા ઑ થયા છે. ઍમા હાલમા રૂપિયા ૧.૭૩ લાખ હજારનો સ્પેક્ટ્ર્મ, રૂપિયા૧. ૮૬ લાખ કરૉડ્ના કોલસા ના ગોટાળો અને બીજા નાના મોટા ગોટાળા ઑનો પાર નથી. ઍમાથિ ઉભા થતા ગેરકાયદિય નાણા ક્યા જાય છે?
                                                           અમેરિકાના પણ ૧૦૦ બિલિયન ડૉલર જેટલા નાણા દરવર્ષે અમેરિકાની બહાર જાય છે. ઍ બધા નાંણા સ્વિસ બૅંક, ટૅક્સ સ્વર્ગ ઍવા પનામા, કારેબિયન, સિંગાપોરે જેવા દેશોમા મોકલવાંમા આવે છે પરંતુ લગતા વળગતા દેશોને ઍનાથિ ઘણુ જ નુકશાન છે. ઍમની નાણાકીય સ્થિતિને નુકશાન રૂપ છે.
                                                             દુનિયા અત્યારે વિપરીત નાણાકીય પરિસ્થિતિમાથી પસાર થઈ રહી છે. અમેરિકા અને યૂરોપ ની પરિસ્થિતિ પણ વિકટ છે આથી સ્વિસ બૅંક માથી ગેરકાયદિય નાણા પરત મેળવવા માટેના પ્રયાસો તીવ્ર બન્યા છે. ઍના પરિણામ રૂપ અમેરિકા ૪૦૦૦ વ્યક્તિઓના નાણા ઓની બાબતમા સફળતા મેળવી છે. સ્વિસ બૅંક ઍ પોતાની નીતિ હળવી બંનાવી ઘણા દેશો સાથે સંધી કર્રી માહિતીઓ પુરી પાડવા માંડી છે. આની અવળી અસર રૂપે સ્વિસ બેન્કમા થી નાણા બીજે મોકલવામા આવી રહ્યા છે. આથી સ્વિસ બેન્કમા ૫% નાણાનો ઘટાડો થયો છે અને કારેબિયન તથા પનામામા ૧૭% વધારો થયો છે. હૉંગકોંગ અને સિંગાપોરેમા ૩૬% નો વધારો થયો છે.
                                                               આથી આ ગેરકાયદિય અને ભ્રષ્ટાચારના કાળા નાણાંને નાથવા માટે વિશ્વના બધા જ દેશોનો સહકાર અનિવાર્ય છે. સાથે સાથે બધા દેશોમા નીતિમત્તા નુ ધોરણ ઉંચુ લાવ્યાવીના બીજો કોઈ રસ્તો નથી. આ પરિસ્થિતિ નહીતો સામાન્ય લોકોને વધુને વધુ પીડાતી  જશે. ઍના પરિણામો વિપરીત આવશે ઍમા શંકા નથી.
                                                  *************************************

Wednesday, August 8, 2012




રાજનીતિ અને ભ્રષ્ટ આચાર
==================
રાજનીતીમા અધર્મ સામે મહાભારત થયુ હ્તુ અને ચંદ્રગુપ્ત મૌર્યે અને ચાણક્યે રાજા ધનનંદ સામે યુધ્ધ ખેલ્યુ હતુ. ઇતીહાસ ઍનો સાક્ષી છે. જ્યારે ઍક દેશ બીજા દેશને સાથે ભ્રષ્ટ આચરણ કરે તો ઍ પોતાના દેશને ધનવાન બનાવવા માટેનુ આચરણ છે જે અનૈતિક છે. બ્રિટિશ શાસકોઍ ભારત સાથે ઍવુ જ કર્યુ હતુ. આપણે ઍને આપણને ચુસવાની ક્રીયા ઓળખાવી હતી. બ્રિટિશ પ્રજા ઍ ક્રીયાને દેશભક્તિમાની બિરદાવી હશે. ઍક બાજુ નૈતિકતા અને બીજી બાજુ પૂરેપૂરી અપ્રામાણિકતા હતી. પરંતુ સ્વતંત્રતા પછી જે ભારતમા ભ્રષ્ટાચાર થયો છે જેમા ૨૫ ઉપરાંત મોટા કૌંભાંડ ઑ થયા છે જેમા હજારો કરોડ રૂપિયાની હેરાફેરી થઈ ચૂકી છે. ભારતનુ ધન ઍમા પરદેશમા પણ ખેચાઈ ગયુ છે. આપણા જ લોકો હવે આપણને લૂટી રહ્યા. ઍમા કોઇ નૈતિકતાનુ તત્વ નથી.
                          અન્ના હજારે જેવા ઍકલ દોકલ નેતા ઍનિ સામે પડ્યા તો ઍમને પણ રાજનીતીના ચક્રવ્યુહમા થાક લાગ્યો છે. ઍમને પણ જેની સામે  વિરોધ હતો ઍ રાજનિતિને શરણે જવુ પડ્યુ છે. ઍમના જેવા પ્રામાણિક સજ્જન માટે રાજકારણ ભલે નર્ક સમાન હોય તો પણ દેશને ખાતર કોઇ પણ  બલિદાન ઑછુ નથી. ઍમા ઍમને સફળતા મળવી થોડી મુશ્કેલ છૅ પણ ઍમનો પ્રયત્ન પ્રસંશનીય છે. આથી આપણો પુરો ટેકો જરૂરી છે.  પ્રજાનો પુરો સહકાર મળી રહેશે ઍમા શંકા નથી.

                      સ્વતંત્રતા મેળવવામાટે  કેટલા બલિદાનો અપાયા છે, ઍ નો ખ્યાલ આજે નથી. આજેતો આપણા જ લોકો આપણને લૂટી સ્વતંત્રતાને ખતરામા મૂકી રહ્યા છે. આજે આપણે કોને ફરિયાદ કરિઍ! આપણી ઍ કમનસીબી છે. આપણે તો ઍટલૂ જ યાદ કરાવિયે કે-
કેવી રીતે મળી------
કેવી રીતે મળી સ્વતંત્રતા, ઍનો ખ્યાલ ન આવે
કેટલી માતાઓના ખોળા સૂના, દુખનો ઍ અણસાર ન આવે.
અમને મળી આબાદી,  કરવાની પુરી  મનમાની
ઉંચા મસ્તકે ઘુમવાની ખુમારી ક્યાથી આવી?
કેવી રીતે મળી----
પરતંત્ર હતા તો સહી લેતા હતા અન્યાયૂ અને અનાચાર,
હવે કોણ અટકાવે છે,ઍ દૂષણોનો સામનો કરવાને?
કેમ તૈયાર નથી થતા, સ્વતંત્રતાની કિંમત ચૂકવવાને
કારણકે ખબર નથી કેવી રીતે મળી સ્વતંત્રતા!
કેવી રીતે મળી----
ભારત દેસાઇ


                                        *****************************

Saturday, July 14, 2012


માતા અને પિતા- ૨૨મી જુલાઈ 'પેરન્ટ દિવસ' નીમીત્તે
====================================
માતા અને પિતા ઍ કુટુંબની મુખ્યકડીઓ  છે. ઍના પર આખો સમાજ નિર્ભર હોય  છે. આજે જે સમાજમા જે કરુપતા જોવામા આવે છે ઍની પાછળ માતા પિતાનો અનાદાર જ જવાબદાર છે. આર્થિક સમૃધ્ધિ ઘણીવાર કુટુંબનો  નાશ કરેછે, કારણકે ઍનાથિ અભિમાન, અને સ્વાર્થ વધે છે. સમૃધ્ધ દેશોમા ઍને કારણે  કુટુંબ પ્રથાનો નાશ થયો છે. વૃધ્ધોની દશા કફોડી થઈ છે. ઍમણે વડીલ દિવસ મનાવવાનુ શરૂ કર્યુ છે.
                                            પસ્ચિમના દેશો હવે ઍશયાની કુટુંબ વ્યવસ્થાની પ્રશંસા કરવા લાગ્યા છે.  પુત્રો પુત્રીને ઉછેરવા માટે પૈસા આપવા પડતા હોય, વિકલાન્ગોને સરકારે પોસવા પડતા હોય, યુવાનો ભણવાને વખતે આડે રસ્તે ચડી જતા હોય, ત્યારે સરકારોના ખર્ચા વધી જતા હોય છે. ઍ ચિંતાનો વિષય છે. ત્યારે ઍનો વિકલ્પ કુટુંબ પ્રથા જ્ છે. આથી ઍમણે કુટુંબ પ્રથાને પ્રોત્સાહન આપવા માંડ્યુ છૅ.
                                               અમેરિકાના ભૂતપુર્વ પ્રમુખ જોર્જ બુશ  કુટુંબ પ્રથાના સમર્થક હતા. તૅઓ કુટુંબ દ્વારા જ શિક્ષણને સુધારી શકાય ઍમ માનતા હતા. અત્યારે પરિસ્થિતિ મા બાપ માટે વિકટ બની રહી છે. આધુનિક જમાનામા યુવાનોને સમરુધ્ધિ મેળવવાના લોભમા પોતાના માબાપ માટે સમય નથી. ઍ પણ સમાજની કમનસીબી છે.                            
                                                માબાપના પ્રેમ સમજવા મા અથવા બાપ થવુ પડે છે. સંતાનો ઍમના કામમા ઍટલા વ્યસ્ત હોય છે કે ઍમને ખબર નથી હોતી કે ઍમના માબાપ વૃધ્ધ થયા છે. ઘણીવાર માબાપો પણ ભૂલી જાય છે કે સંતાનો મોટા થઈ ગયા છે. ઍક સત્ય છે કે પૂર્વના દેશોમા ઘણાખરા માબાપ  આર્થિક રીતે  નીર્બળ હોય છે જ્યારે પશ્ચિમના દેશોમા  માબાપ માનસિક રીતે સહન કરતા હોય છે.
                                                          **********************************

Sunday, July 8, 2012




ભારતે ગૌરવ લેવાજેવી ઍક ઇતિહાસીક બાબત        
==============================
થોમસ આલ્વા ઍડિસન ૧૯મી સદીના મહાન વિજ્ઞાનિક હ્તા. ઍમણે સિનેમાના કેમેરા, ઈલેક્ટ્રીક લાઇટ અને ગ્રામોફોનની શોધ કરી હતી. ઍમને કોઈક વીદ્વાન વ્યક્તિનો અવાજ સૌથી પહેલા રેકૉર્ડ કરવો હતો. આથી ઍમણે જર્મન વીદ્વાન પ્રોફેસર મૅક્સ મુલ્લરને વિનંતી કરી. મૅક્સ મુલ્લરે ઍમને યુરોપના વીદ્વાનોના સંમેલનમા આમંત્રણ આપ્યુ.
                                                           ઍ સંમેલનમા ઍમણે જે  પ્રવચન આપ્યુ તે ઍડીસનનુ વિશ્વમા પ્રથમ રેકૉર્ડ કરેલુ પ્રવચન હ્તુ. ઍમનુ રેકૉર્ડ થયેલુ પ્રવચન બીજી સેશનમા સાંભળાવવામા આવ્યુ. ઘણા લોકોને ઍ સમજવામા મુશ્કેલી પડી કારણકે ઍ સંસ્કૃતમા હતુ.  આથી મૅક્સ મુલ્લરને સભાસદોને સમજાવવુ પડ્યુકે તૅઓ વિશ્વના જુનામા જૂના ગ્રંથ રિગ વેદમા થી , 'અગ્નિ મીલે પુરોહિતમ' પર બોલ્યા હતા.  જેમા અગ્નિને ઉદ્દેશી કહેવાયુ છે કે "હે અગ્નિ તૂ અંધકારમા પણ પ્રજ્જવલે છે. અમે તારી પૂંજા કરી અંજલી અર્પણ કરીઍ છે. તૂ  અમારા કલ્યાણ માટે હમેશા પિતા જેમ પુત્ર માટે તત્પર હોય ઍમ તત્પર રહેજે."
                                                            'જ્યારે આખુ વિશ્વ ગુફા યુગમા હતુ. શરીરને ઢાંકવાનો જ્યારે ગમ ન હતો. ત્યારે ભારતમા આવી મહાન સંસ્કૃતી પ્રવર્તતી હતી. ત્યારે આ અધભૂત ગ્રંથ' વેદ' લખવામા આવ્યો હતો,' ઍમ તેમણે ઉમેર્યુ હતુ.
ભારત માટે ખરેખર ગૌરવની બાબત છે.

હે અગ્નિ ---
-----------
હે અગ્નિ તૂ અંધકારમા  પ્રકાશ છે
તો પ્રકાશની અજબ શક્તિમા
તૂ જન્મ ઉત્તસવના દીપકોમા છે
તો અંતિમ મૃત્યુંની ચિતામા
તૂ સૂર્યની પ્રચંડ જ્વાલાઓમા છે
તો  જબુકતા તારાઓના પ્રકાશમા
 તૂ ક્યા નથી? ઍ શોધવુ મુશ્કેલ!
કારણ તૂ પ્રાણી માત્રના ઉદરમા
હે અગ્નિ  સ્વીકારો પ્રણામ અમારા
 કારણ તૂ વિશ્વના પાયામા.
હે અગ્નિ---
ભારત દેસાઈ
**********

                             ===================================