Wednesday, February 8, 2017


ધર્મ
                                                                                   ધર્મ ઍ માનવીઍ પોતે નક્કી કરેલી જીવનની શૈલી છે ઍમા બીજાની જીવનની શૈલીની ટીકા કરવાને અવકાશ જ નથી. દરેકનો આશય તો સુખ, શાંતિ  અને આનંદથી જીવન વ્યતિત કરવાનો હોય છે. ટુંકમા રસ્તા ભલે જુદા હોય પરંતુ  ધૈય ઍક જ હોય છે. નફરત, દ્વેષ, જેવી વસ્તુઓને ધર્મમા સ્થાન નથી. સ્થાપિત હિતો જ ધર્મો વચ્ચે દીવાલો ઉભી કરેલી છે.

                               - બુધ્ધ ધર્મમા ભગવાન બુધ્ધે ક્હ્યુ છેકે ' મે ધ્યાન દ્વારા  મારામાથી  ભય અને અભિમાનનો  બંનેનો નાશ કરી નાખ્યો છે જે બધા દૂષણોના મુળમા છે.'

                               - મહાવીર સ્વામી કહે છેકે' તપ અપવાસ અન મૌન દ્વારા  તૃષ્ણા, મોહ, અને મનની મલિનતાને મુળમાથી દૂર કરી નાખો'.

                               -કૃષ્ણ  ઍ ગીતામા કહ્યુ છે કે 'સુકર્મો દ્વારા જ જીવનને સફળ બનાવી શકાય છે'

                               -ઈશુ ક્રાઇસ્ટ કહે છે કે 'બધાને પ્રેમ કરો અને જેઓ ખરાબ કરી રહયા છે ઍને ખબર નથી તૅઓ શુ કરી રહ્યા છે.'  ઍટલેકે ઍ લોકો  અજ્ઞાન છે.
                                -મુસ્લિમ ધર્મમા બીજા ધર્મના લોકોને તિરસ્કારવાનુ ક્યા પણ લખ્યુ નથી.
                                                                                  તો પછી ધર્મના નામે આખી દુનિયામા થતી હિંસા, દંગા ફસાદ શા માટે? ઍ માનવોઍ ઉભી કરેલા દૂષણો છે.  જેમ મહાભારતમા દુર્યોધન કહે છેકે ' ધર્મ  શુ છે  અને અધર્મ શુ છે.  ઍનુ મને જ્ઞાન છે. પણ હૂ ધર્મનુ આચરણ કરી શકતો નથી.' આજ ધર્મ યુધ્ધો પાછળનુ રહસ્ય  છે.
                                            ***************************************

Saturday, January 14, 2017


 અજબ અમેરિકા
                                                               અમેરિકા ઍ દુનિયાનુ શક્તિશાળી રાષ્ટ્ર છે, ઍ  પોતાનુ ધારેલુ લક્ષ્ય પાર પાડીને જ જમ્પે છે. વર્લ્ડ ટ્રેડ સેંટરનો નાશ કરનાર ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમા ઘુસી અબોટાબાદમા વધ કરનાર અમેરિકા જ હતુ. વિશ્વની ઍ ઘણી જ પરિપક્વ લોકશાહી દેશ છે. દુનિયામા પોતાની રીતે જીવનારુ સમૃધ્ધ રાષ્ટ્ર છે. અમેરીકામા બનેલી આર્થિક ઘટનાના પડઘાઓ આખા વિશ્વમા પડે છે. અમેરીકામા કામને વધારે મહત્વ મળે છે અને આળસુ અને બેકારોને  સામાજીક દ્રષ્ટિેથી પણ  બહુ આવકાર  મળતો નથી. ઍ જ અમેરિકાની સફળતાનુ રહસ્ય છે. તે  છ્તા અમેરીકામા બીજી ઘણી વિશેષતાઓ છે ઍ જાણવા જેવી છે.
૧)અમેરીકામા ફુટબોલ  કોચને બહુજ ઉંચો પગાર આપવામા આવે છે.  અમેરિકાના  ૫૦ %થી વધારે રાજ્યો ફૂટબોલની રમત પાછળ ઘેલા છે.
૨) અમેરિકનો પૈસા વાપરવામા પાવરધા છે, ૪૭% અમેરિકનો કોઈ જાતની બચત કરતા નથી.
૩) અમેરિકાની સરકાર કરતા ઍપલ કંપની પાસે વધુ પૈસા છે.
૪) અમેરીકામા ૪૦% બાળકો  અપરણિત માબાપોથી જન્મેલા છે.
૫) અમેરીકામા સ્ત્રીઓનુ શિક્ષણ વધારે છે. ૬૦% સ્ત્રીઓ સ્નાતક છે.
૬) અમેરિકા આખા વિશ્વને સહાય કરે છે તો પણ ઘણા દેશો ઍના દુશ્મનો છે. રશિયા જેવા વિશાળ દેશના ૮૧% લોકોનો અભિપ્રાય અમેરિકા વિરૂધ્ધ છે.
                                                                આશ્ચર્યની વાત તો ઍ છેકે અમેરિકા નવી નવી  શોધો કરી પૈસા બનાવે છે પરંતુ તૈયાર માલ તો બીજા  દેશોમાથી મંગાવે છે ઍટલે અમેરિકન સરકારનુ દેવુ ૧૩.૯૦ ટ્રિલિયન  ડૉલર પર પહોચી ગયુ છે. આથી અમેરિકાનુ કુલ દેવુ  ઍના જીડીપીના ૭૩.૬% સુધી  વધી ગયુ છે. ટૂકમા  અમેરિકાની અર્થ વ્યવસ્થા ક્રેડિટ પર ચાલે છે. પરન્તુ સમસ્ત દુનિયાના બુધ્ધિશાળી લોકો અમેરિકા માટે કામ કરે છે ઍટલે અમેરિકાને કોઈ વાંધો આવે ઍમ નથી.
                                           **************************************

Wednesday, January 11, 2017


માર્ક  જૂયીકરબર્ગ -ચીફ  ફેસ બુક
                                                                            માર્કે  ઘરમા મળતા થોડા સમયમા પોતાના ઘરને માટે અને ઍના  પુત્ર જરવિસ માટે ઍક ઍવી  હાઇટેક  પધ્ધતિ બંનાવી  છે કે તે  રૂમનુ ઉષ્ણતામાન શુ છે ઍ જણાવે  છે અને ઍને કાબૂમા પણ રાખે છે. 'મધુર સવાર' કહીને ઍને અને ઍના કટૂંબને સંબોધે છે.

                                                                           ઍનો બ્રેક ફાસ્ટ તૈયાર થાય ઍટલે જણાવે છે અને બ્રેક ફાસ્ટ વખતે તે  દિવસે કોને કોને કેટલા વાગે મળવાનુ  છે  તેની માહિતીઓ આપે છે. ઍના ઘરમા  ઍની અને ઍના કુટુંબની રુચિ પ્રમાણે સંગીત પણ પીરસે છે.  ઍ  ઍના મોબાઈલ પર ટાઇપ કરીને અવાજને પણ કંટ્રોલ કરે છે. ઍમા વૉઇસ  ક્માન્ડનો પણ ઉપયોગ થાય છે.

                                                                           ઘરના બધાજ ઈલેક્ટ્રોનિક અને ઈલેક્ટ્રીકલ સાધનોને ઍણે  ઍની  હાઈટેક  કાર્ય પધ્ધતિના નિયંત્રણમા મુકેલા છે. લાઇટ ઓન અને ઑફ  ઍ  પધ્ધતિથી જ થાય છે. ઍમા અવાજથી  નિયંત્રણ કરી શકાય છે.

                                                                            ઍ કાર્ય પધ્ધતિથી થોડુ  સંશોધન પણ થઈ શકે છે.  તે ઉપરાંત દરવાજા પર કોણ મહેમાન આવ્યુ  છે ઍના ફોટા  સહિત માહિતી આપે છે. આમ માર્ક ની બધી જરૂરીયાતો ઍણે રચેલી  ઈલેક્ટ્રોનિક વસ્તુ પુરી પાડે છે અને ઍના જીવનને સરળ બનાવે છે.   ઍવૂ પણ બને કે ભવિષ્યમા આવી પધ્ધતિ દરેકના જીવનને વિશ્વમા સરળ બનાવી દે.

                                                     *************************************

Tuesday, January 3, 2017


બચપણ અને વૃધ્ધાવસ્થા
                                                                 માનવીનુ શરીર જ્યારે ઘસાવા માંડે છે અને વૃધ્ધઅવસ્થામા પ્રવેશે છે ત્યારે ઍ નીર્બળ થવા માડે છે. ઍના કેટલાઍ અંગો નબળા પડી ગયા હોય છે પરંતુ ઘણીવાર ઍની યાદશક્તિ અને દિલના ભાવો  પહેલા જેટલા જ શક્તિસાળી રહ્યા હોય છે.  ઍ બચપણમા સરી પડે છે અને ઍની મધુરી યાદો જાગૃત થાય છે. ઍનાથી કોઈ પણ વ્યક્તિ મુક્ત નથી હોતી.
                                                                જાણીતા લેખક ગુલ્જારે  લખ્યુ છે કે ' વૃધ્ધાવસ્થા તુ મારુ બચપણ લઈ શકે છે પરંતુ મારૂ બચપનુ નહી  છીનવી શકે. '
                                                                 આમા કુદરતના ક્રમ સામે માનવીની લડાઈ છે. બદલાવ ઍ આ જગતનો નિયમ છે. તમે વર્તમાનમા રહી શકો છો ભવિષ્યના ઘડતર વિષે વિચારી શકો છો પરંતુ ભૂતકાળને પાછા ખેચવાની લડાઈ ન કરી શકો. તમે ફક્ત ઍની મધુર યાદોનેજ માણી શકો છો. આવી યાદોમા કવિ કહે છે ' બચપણ તારી યાદો સતાવે, મીઠા મીઠા સંભારણાઓ લાવે'
                                                                 તમે ભૂતકાળની બધી વસ્તુઓ  શોધતા રહો છો જેમ કે કવિ  ભૂતકાળ ને યાદ કરી કહે છે.
" મુસાના  બરફના ગોળા ક્યા?
 ચણાની  ચાટાકેદાર લારી ક્યા?
 રમવાની  જગા પણ  રહી નથી
 ત્યા મોટા મોટા મકાનો  ઉભા છે
 જાણે મારુ શહેર બચપણ સાથે ચાલી ગયુ.
 સડકો પર ચાલવાની  જગ્યા નથી
 જ્યા અમે સાઇકલો ફેરવતા હતા
 રેલવે સ્ટેશન જે વેરાન રહેતુ
 તે ગિરદીથી ભરપુર છે
 જાણે મારુ શહેર બચપણ સાથે ચાલી ગયુ
 શહેરમા જૂનુ સિનેમા હતુ
 તે ખંડેર  બની  ચુક્યુ છે હવે
 હૂ પાગલની જેમ શોધુ મારુ બચપણ
 સમજ કે, વર્તમાન ભૂતકાળને ગળી ગયુ.
 જાણે મારુ શહેર બચપણ સાથે ચાલી ગયુ.
                                                                            આમા ભૂતકાળને વાગોળતા વાગોળતા વેદનાનો અનુભવ થાય છે. પરંતુ ઍમા પણ મધુરતા  છે. શરૂઆત હમેશા સારી લાગે પરંતુ  અંતમા ઘણીવાર દુખદતા અનુભવાય છે. આવુજ કાઇક બચપણ અને વૃધ્ધાવસ્થા વચ્ચે છે. સમયના સંદેશને સમજીને દરેક ચાલે તો દરેક અવસ્થાને મધુર બનાવી શકાય છે. સમજવા અને ઍને જીવનમા ઉતારવુ મુશ્કેલ  છે. કારણકે વૃધ્ધાવસ્થામા આનંદથી જીવવુ  બચપણ કરતા  મુશ્કેલ છે.
                                                                        *********************************** 

Saturday, December 24, 2016


દવાઓની આડઅસર
                                                                 વધારે પડતુ પ્રદુષણ, માનસિક  તણાવ, ખોરાકમા થતા ભેળસેળને કારણે રોગોનૂ પ્રમાણ  વધતુ જાય છે.  ઍની સામે નવી નવી દવાઓ બજારમા આવતી જ જાય છે. આની સામે લોકોની સહન શક્તિ પણ ઑછી થતી જાય છે અને નાની નાની બાબતો મા પણ લોકો દવાઓ લેવા માંડે છે. તે ઉપરાંત કેટલાક આરોગ્યના લગતા વિંમાઓના કવચને કારણે પણ દરદીઓને  મળતી દવાઓ મફત મા પડે છે.  આથી દવાઓં મોટા પ્રમાણ દરદીઑને  આપવામા આવે છે. જેનાથી ઘણીવાર દરદીઓ આડઅસરના ભોગ બની જાય છે.
૧)વૃધ્ધો  દવાઓ નાની નાની બાબતમા લેતા હોય છે અને પછી દવાઓની આડઅસરમા સપડાઈ જાય છે.  ૬૦ વર્ષના વૃધ્ધને બ્લડ પ્રેશરની દવા વધુ  પ્રમાણમા આપવામા આવે તો ઍ બેભાન થઈ જઈ શકે છે.
૨) અમેરિકાના આરોગ્ય વિભાગના શન્શોધન પ્રમાણે વૃધ્ધો ઍમનો ૩૫% સમય હોસ્પિટલમા વિતાવે છે. વૃધ્ધ દરદીઓને દવાની સમસ્યાને કારણે અમેરીકામા સરેરાસ ત્રણ દિવસ હોસ્પિટલમા વધુ રહેવુ પડે છે.  ભારતમા પણ વૃધ્ધો દવાનુ  આડોઆડ સેવન કરેછે  અને વધારે બીમાર થાય છે.
૩) ૨૦૦૬મા વૃધ્ધો પર દવાની આડ  અસરના ૪૦૦૦૦૦ કેસો નોંધાયેલા  હતા.
૪) દવાની આડઅસરથી  વૃધ્ધોને ચક્કર આવે છે અને પડી  જવાથી  હાડકાઓ તૂટી જાય છે. લાંબા વખત માટે હોસ્પિટલ મા રહેવુ પડે છે,
૫) હોસ્પિટલમાથી રજા આપે ત્યારે આપેલી દવાઓમાની આશરે ૪૪% દવાઓ  બિનજરૂરી હોય છે. પરંતુ ઍવી દવાઓ દરદીને  ખુશ રાખવા કે પછી  સારા મુડમા રાખવા માટે જ હોય  છે.
૬) અમુક દવાઓ દરદીને સારી લાગે તો દાક્તરને પુછ્યા વગર જ  ચાલુ રાખે છે.  જે આગળ  જતા ગંભીર બાબત બની રહે છે.
૭) ૨૦૧૩ ના સર્વે મુજબ  હોસ્પિટલમાથી  રજા અપાયા બાદ અપાયેલ દવાઓની આડઅસરને લીધે ૪૫ દીવસ મા ૨૦% દર્દીઓને સહન કરવુ પડ્યુ હતુ.
                             દવાઓની આડ અસરથી વૃધ્ધોને બચાવવા માટે અમેરિકાની ઍક હોસ્પિટલે  ઍક ખાસ વોર્ડની રચના કરી હતી. ઍના માટે દવાઓના નિષ્ણાતોને રાખવામા આવ્યા હતા. દવાની આડ અસરથી  પાછા  હોસ્પિટલમા દાખલ થતા ૨૨ દરદીઓમાથી ૩ દરદીઓનો ઘટાડો થયો હતો. કેટલીક હોસ્પિટલ દ્વારા સાવચેતી માટે અમેરીકામા વૃધ્ધો માટે આડઅસર ઉભી કરતી દવાઓની યાદી પણ તૈયાર કરેલી છે. ઘણીવાર  માનસિક બિમારીઓ અને હતાશા માટેની દવાઓ વૃધ્ધો પર ઘણી  અવળી અસરો કરે છે.  આથી નાની નાની બિમારીઓમા દવાના સેવન પર કાબૂ  રાખવો જરૂરી છે.  ઘણી  દવાઓ  દરદીને રોગો સામે મદદ  કરવા જતા આડઅસરને લીધે બીજા રોગો પણ ઉત્પન્ન થાય છે. આથી આપેલી દવાઓને લેવામા પણ સાવચેતી રાખવી જરૂરી છે.
                                                        **************************************

Monday, December 12, 2016


શિક્ષણ પધ્ધતિ
                                                                      થોડા માણસોથી વિશાળ વસ્તી ધરાવતા ઍવા ભારત પર રાજ કરવુ સહેલુ ન હ્તુ. પરંતુ ઇંગ્લીશ પ્રજાનુ ચારિત્ર અને  દેશભક્તિઍ ઍ વસ્તુને સફળ બનાવી. જાતી, ધર્મો અને વેરજેર પર લડતા રજવાડાઓેઍ  ઍમા અંગ્રેજોને શક્તિ પુરી પાડી.પરંતુ અંગ્રેજો  અને ઍની તે વખતની સરકાર પણ વિચિક્ષણ હતી. ઍમણે મોકાલે નામના ઍમના પાર્લિયામેન્ટના સભ્યને ભારત આવી ભારતની તે વખતની પરિસ્થિતિનો ક્યાસ કાઢવા મોકલાવ્યા. ઍનો રિપોર્ટ પણ અધભૂત હતો. ઍમનુ કહેવુ હ્તુ કે' તે વખતની ભારતીય પ્રજાનુ ચરિત્ર ઘણુ ઉંચુ હતુ.ભિખારી જોવા મળતા ન હતા. રજવાડાઓ અંદર અંદર લડતા હતા પરંતુ ભારતીય શિક્ષણ પધ્ધતિ બહુજ ઉંચ હતી. આથી આવી પ્રજા પર રાજ કરવુ હોય તો સૌથી પહેલા ઍની શિક્ષણ પધ્ધતિનો નાશ કરવો રહયો.'
                                                આથી ભારતીય પ્રજાને ગુલામ રાખવા માટે અંગ્રેજોેઍ નવી ઍમને અનુકુળ શિક્ષણ પધ્ધતિ ઠોકી દીધી. ઍમાથિ ફક્ત કારકુનો, અને અનુકુળ અધિકારીઓ જ ઉત્પન્ન થાય. અંગ્રેજી ભાષા જ સર્વોચ્ચ છે .અને  ગોરા લોકો દ્વારા આવતી બધી વસ્તુઓ પણ ઉચ્ચ કક્ષાની છે.  અંગ્રેજોઍ શિક્ષણનુ માધ્યમ પણ અંગ્રેજી દાખલ કરી દીધુ. ઍથી સામાન્ય પ્રજાને કઈ  ગતાગમ ન પડે અને જેને બોલતા અને લખતા આવડે ઍ પ્રજાના સાહેબો બની બેઠા. આમ અંગ્રેજોઍ ભારતીય પ્રજામા ગુલામી માનસ ભરી દીધુ. ઍ પીડામા હજુ પણ ઘણા ખરા ભારતીયો પીડાઈ રહયા છે. આથી જ્યા સુધી ભારતીય શિક્ષણ પધ્ધતિમા મુળભુત ફેરફાર ન થાય ત્યા સુધી ભારતની ભવિષ્યને પણ બુરી અસર થશે.
                                                   આમ કહેવાનો અર્થ ઍ નથી કે અંગ્રેજી રાજ઼થી તદ્દન નુકશાન જ થયુ છે. રેલવે, રોડ, રાજ્યવ્યવસ્થા, ઍવી ઘણી બાબતો અંગ્રેજી રાજની દેણ છે પરંતુ  ગુલામી માનસે ભારતીય પ્રજાની કેડ ભાંગી નાખી છે જેમાથી ઉપ્પર આવતા કેટલાઓ દાયકાઓ  જશે ઍ કહેવુ મુશ્કેલ છે.
                                                   ગુલામી માનસ અને સ્વતંત્ર માનસનો સાદો દાખલો જોવો હોય તો અમેરીકામા લાખો અને કરોડો ઇંગ્લીશ નહી જાણનારા લોકોની પ્રગતી પરથી જોઈ શકાય  છે. જ્યારે ભારતમા હજુ પણ ઍવા લોકો છે જેઓ માને છેકે 'અંગ્રેજીનુ  જ્ઞાન માણસને હોશિયાર બનાવે છે અને અંગ્રેજી નહી જાણનાર તુચ્છ છે' આજ ગુલામી  માનસનુ પ્રતિબિંબ છે.

                                                         સ્વતંત્રતાની લડાઈમા  ઘણાખરા નેતાઓ અંગ્રેજી  શિક્ષણ પધ્ધતીમાથી જ આવ્યા હતા, અને ઍમના પર અંગ્રેજ પધ્ધતીનો મોટો પ્રભાવ હતો. ઍમાના કેટલાકને તો હિન્દુ ધર્મ, હિન્દુ શિક્ષણ પધ્ધતિ વિષે બહુ વિશ્વાસ ન હતો. આ બાબતમા આપણા પ્રથમ પ્રધાન મંત્રી જવાહરલાલ નહેરુના વિચારો જાણવા જેવા છે.
-'હિન્દુ સંસ્કૃતી વિષે વાત કરવી ઍ દેશના હિતમા નથી. હૂ શિક્ષણની દ્રષ્ટીઍ અંગ્રેજ છુ. મારા વિચાર આંતરરાસ્ટ્રીય છે. સંસ્કૃતી દ્રષ્ટિે ઍ મુસ્લિમ છુ. ફક્ત મારો જન્મ મને હિન્દુ ધર્મ સાથે જોડે છે.'
- બીજા ઍક પ્રધાનમંત્રી મોરારજીભાઈઍ ઍમની આત્મકથામા લખ્યુ છેકે'  નેહરુઍ  હિન્દુ ધર્મમા વધુ રસ  દાખવ્યો હોત તો ઘણો ફરક  પડત.
     
                             આજ બતાવે છેકે નેતા પ્રજાનુ માનસ ઘડવામા મહત્વનો ભાગ ભજવે છે.
                                                 **************************                                               

Friday, December 2, 2016

        જાણવા જેવુ                                                                                                                                                       ૧)અમેરિકાનો ૫૦% દરિયા કિનારો અલાસ્કામા છે.
           ૨) ઍમોજ઼ોનનુ  રૈન ફૉરેસ્ટ દુનિયાનો ૨૦% ઑક્સીજન પેદા કરે છે
           ૩) ઍંટારટિકા કોઈના કબજામા નથી પરંતુ દુનિયાનો  ૯૦% બરફ ઍંટારટિકામા છે. તે ઉપરાંત-                     -દુનિયાનો ૭૦% મીઠા પાણીનો જથ્થો પણ ત્યા છે.  આખી દુનિયાનો ઍ સૂકામા સુકો પ્રદેશ છે.
           ૪)બ્રાજિલનુ નામ સૂકામેવા જેવા ઍક ફળ પરથી પડ્યુ છે.
           ૫) સ્પેનનો અર્થ ' સસલાઑનો પ્રદેશ' થાય છે.
           ૬)  કેનેડામા આખી દુનિયાના બધા  તળાવોની સંખ્યા   કરતા પણ  વધુ તળાવો આવેલા છે.
           ૭) દમાસ્કસ ૭૫૩ બીસીમા ઍટલે રોમ પહેલા પણ વધુ સમૃધ્ધ  શહેર હતુ.
           ૮) ઇસ્તમ્બુલ, ટર્કી નુ ઍવુ શહેર છે કે જેનૂ સ્થાન યુરોપ અને ઍશિયા બન્નેમા છે.
           ૯) ૧૩૩ બીસીમા રૉમ દુનિયાનુ ઍવુ શહેર હતુ કે જેની વસ્તી  ૧0,00000 જેટલી હતી.
           ૧૦)  સાઇબીરિયા, રશિયામા દુનિયાનુ ૨૫% જંગલ આવેલુ છે.
           ૧૧)  વેનેજૂઍલાનો 'ઍન્જલ ધોધ ' આખી દુનિયામા વધૂમા વધુ ઉચાઈ ૩૨૧૨ ફુટ પરથી પડતો ધોધ  છે.

                            *******************************************