Monday, March 6, 2017


સ્વસ્થ  મગજ અને હ્રદય વિષેના સામાન્ય નીયમો
                                                                        મગજ અને  હૃદય ઍ મનુષ્યના બહુજ નાજુક અંગો છે. ઍમની કાળજી રાખવી આવશ્યક છે.  આથી  હૃદય માટે અમુક નીયમો પાળવા આવશ્યક  છે.    
૧)  વજનને કાબૂમા રાખવુ જરૂરી છે.
૨)  ચરબીવાળા અને  કોલૉસ્ટલ પદાર્થોથી  દૂર રહેવુ.
૩) ઓમેગા-૩૫ જેવા પદાર્થોવાળી  માછલી ખાવી સારી.
૪) ફળ અને શાકભાજી  વધુ ખાવુ.
૫) મીઠુ ઑછુ ખાવુ.
૬) દારૂનુ સેવન મર્યાદામા કરવુ.
                                                                     તે ઉપરાંત-
૧) થોડુ થોડુ ઉદયમી રહેવુ જરૂરી છે.
૨) ૩૦ થી ૬૦ મિનિટ દરરોજ કસરત કરવી જોઈઍ.
૩) જુદી જુદી જાતની કસરતો કરવી.-  જેવીકે ચાલવાની. તરવાની, અને સાઈકલ ચલાવવાની.
                                                                    મગજને તેજ રાખવા માટે -
૧)લોકો સાથે સંપર્ક જાળાવવો આવશ્યક છે.
૨) અમુક વસ્તુઓને યાદ રાખવા પ્રયત્ન કરવો.
૩) હંમેશા યાદ કરી ગીતોની પંક્તિઓ ગાતા રહો.  જૂની અગત્યની વસ્તુઓ યાદ કરતા રહો, અને જે યાદ હોય ઍનુ અવલોકન કરતા રહો.
૪) માહિતીઓનુ  પ્રુથકરણ કરતા રહો. ટેલિફોન  નંબરોનૂ, ઍરિયા કોડ વગેરે વગેરે,
૫) વસ્તુઓને વ્યવસ્થિત રાખવાની અને ઍક જગ્યાઍ રાખવાની  ટેવ  કેળવવી.
૬) તે ઉપરાંત ધ્યાનઅને  પ્રાર્થના દ્વારા લોહીનો  પ્રવાહ  મગજમા વધારી શકાય છે.

                               આ બધા ઉપાયો દ્વારા મગજ અને હૃદયને તંદુરસ્ત રાખી શકાય છે.
                                          *************************

Friday, February 17, 2017


રામ અને હિન્દુ સંસ્કૃતી
                                                                                  રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદમાથી ભારતના કેટલાક લોકો ઉપ્પર આવતા  નથી. ઍવી પણ ચર્ચા ચાલે છેકે રામ પહેલાકે બાબરી મસ્જીદ પહેલી? આ બધી  ચર્ચાઓ વ્યર્થ છે કારણકે  વીષ્ણુ પુરાણમા  કોશલ  રાજવંશનો ઉલ્લેખ છે જેની રાજધાની સકેટા જે આજનુ અયોધ્યા હતી.  આથી બાબરી મસ્જિદ ત્યારે  ન હતી પરંતુ રામના  વડદાદાઑ ત્યારે અયોધ્યા પર રાજ કરતા હતા.
                                      રામના પૂર્વજોને જો તપાસિયે તો ઍમણે  ભારતની સનાતન સંસ્કૃતીનો પાયો નાખ્યો હતો. રામનો વંશ સૂર્યવંશી કહેવાય છે જેને ભારતના ઘણા ક્ષત્રીયો પોતાને વંશજો માને છે. પરંતુ રામની વંશાવલી જોતા ઍટલો ખ્યાલ જરૂર આવે છેકે રામ મનુના વંશજ હતા જેમણે હિન્દુ સંસ્કૃતીને કાયદાઓ આપી ઍનુ ઘડતર કર્યુ હતુ. તે જમાનામા ભારતમા જ્ઞાતિ પ્રથા ન હતી પરંતુ સમાજમા લોકો પોતાની આવડત અને શક્તિ પ્રમાણે કામ  કરતા. મનુઍ ફક્ત ઍ  જુદા જુદા કામ કરતા વર્ગોને નામ આપવાનુ કામ કર્યુ હતુ. પરંતુ ઍ વર્ગોના નામોને તેમના જન્મ સાથે કોઈ લેવાદેવા હતી નહી. આતો હીત ધરાવતા લોકોઍ ત્યાર બાદ જ્ઞાતિ પ્રથામા ફેરવી નાખી હતી, ઍના માટે મનુને આજે જ્ઞાતિ પ્રથાથી પીડિત લોકો જવાબદાર માની ઍ પ્રથાને ટેકો આપનારાઓને મનુવાદી તરીકે ઓળખે છે. ઍમા મનૂનો શો વાંક?
                                   આમ મનુ સૂર્ય વંશના સ્થાપક સૂર્યના પુત્ર હતા. ત્યારબાદ  ઈક્ષ્વાકુ મનુના પુત્ર હતા. ઈક્ષ્વાકુના પુત્ર બીકુકષી નિમી રામના પૂર્વજ હતા. આથી રામના પૂર્વજોનો ઇતીહાસ જોતા ઍક વાત ચોક્કસ સામે આવેછેકે હિન્દુ ધર્મના મુળમા રામના પૂર્વજોનો મોટો ફાળો હતો.  રામના પૂર્વજોમા રાજા ભગીરથનુ  નામ  અમર છે જેમણે ગંગાને ભારતમા  વહેવડાવી અને ઍને કિનારે ભારતની હિન્દુ સંસ્કૃતિનો ઉદય થયો. રામે ભારતને ઍક પહેલુ સુત્ર આપેલુકે ' કોઈને આપેલુ વચન જીવને ભોગે પણ પાળવુ. ' સંત તુલસીદાસના  શબ્દોમા 'રઘુ કૂલ નીતિ સદા ચલ આઈ, પ્રાણ  જાય પણ વચન ન જાય.'  રામે ભારતને પ્રજા અને  રાજા વચ્ચેની નીતિ પણ શીખવી છે. કદાચ આપણે ભૂલી ગયા હોય ઍમા આપણો વાક છે.
                                     રામનુ નામ  ભારતના જીવનમા ઍટલૂ સામાન્ય થઈ ગયુ છે કે મૃત્યુ યાત્રાનુ પણ ઍક ભાગ બની ગયુ છે, આથી રામનુ મહત્વ હિન્દુ સંસ્કૃતિમા કેટલુ છે ઍનો ખ્યાલ આવે છે.
                                                *****************************************

Monday, February 13, 2017

 દોસ્તી  તો આવી હોય
                                                                                   આ દુનિયામા સારા દોસ્ત મળવા  મુશ્કેલ છે આથી જે હોય ઍને ટકાવવા જરૂરી છે. ઍક વાર  દોસ્તીમા તરાડ પડે તો ઍને સાંધવી પણ મુશ્કેલ બને છે.  દોસ્તી ઍ નાજુક રિશ્તો હોય છે. ઍક વાર થયા બાદ ઍને નિભાવવો જરૂરી છે. ઍમા માન, આપમાનને સ્થાન નથી કારણકે ઍ ઍક મેકના ગુણ અને અવગુણને સહન કરવાથી જ ટકી  રહે છે. દોસ્તી ઍવી ચીજ છે કે ઍક બીજાની જીવનના નાજુક રહસ્ય પણ સમાવી શકાય છે.  આથી જીવનમા કપરા કાળમા ઘણીવાર દોસ્તો સ્વજનો કરતા પણ વધારે ઉપયોગી બની રહે છે. જીવનની કરુણતા અને પરમ આનંદ માનવામા દોસ્તો બાજુમા ઉભા રહે છે.
                                                                                   સારા અને સમજદાર દોસ્તો વિષે ઍક કવિે લખ્યુ છે
'ઍક સ્મિત જે હસાવી દે
ઍક અશ્રુ જે રડાવી દે
ઍક ઈચ્છા જે જગાવી દે
ઍક પ્રીત જે સમજી લે
દરેક વાત જે જાણી લે
ઍનુ જ નામ છે મિત્રતા
આથી મિત્રની પસંદગીમા  ચોકસાઇ રાખવી જરૂરી છે. ઍક્વાર મિત્રતાના તાતણે બંધાયા  બાદ બહાર આવવુ મુશ્કેલ છે.  બહાર નીકળવા પ્રયત્ન કરો અને સફળ  થાવ તો પણ ર્હદય તો વીંધાઈ જ જાય છે.
દોસ્તી તો જીવનભર માટે હોય છે ઘણી વાર ઍક મિત્રના  મ્રુત્યુ બાદ બીજો મિત્ર  ઍકલતા અનુભવતા મૃત્યુ પામે છે.
ઍક શાયર ઍ લખ્યુ છેકે
'ઍ  દોસ્ત મેરે   જનાજેકો કંધા મત દેના
ક્હી મે ખડા ન હો જાઉ'
આ  દોસ્તીના અતૂટ પ્રેમ સબંધની વાત છે. કૃષ્ણ  સુદામાની મિત્રતા ઍક પૌરાણિક પુરાવો છે.
                                                      *****************************

Wednesday, February 8, 2017


ધર્મ
                                                                                   ધર્મ ઍ માનવીઍ પોતે નક્કી કરેલી જીવનની શૈલી છે ઍમા બીજાની જીવનની શૈલીની ટીકા કરવાને અવકાશ જ નથી. દરેકનો આશય તો સુખ, શાંતિ  અને આનંદથી જીવન વ્યતિત કરવાનો હોય છે. ટુંકમા રસ્તા ભલે જુદા હોય પરંતુ  ધૈય ઍક જ હોય છે. નફરત, દ્વેષ, જેવી વસ્તુઓને ધર્મમા સ્થાન નથી. સ્થાપિત હિતો જ ધર્મો વચ્ચે દીવાલો ઉભી કરેલી છે.

                               - બુધ્ધ ધર્મમા ભગવાન બુધ્ધે ક્હ્યુ છેકે ' મે ધ્યાન દ્વારા  મારામાથી  ભય અને અભિમાનનો  બંનેનો નાશ કરી નાખ્યો છે જે બધા દૂષણોના મુળમા છે.'

                               - મહાવીર સ્વામી કહે છેકે' તપ અપવાસ અન મૌન દ્વારા  તૃષ્ણા, મોહ, અને મનની મલિનતાને મુળમાથી દૂર કરી નાખો'.

                               -કૃષ્ણ  ઍ ગીતામા કહ્યુ છે કે 'સુકર્મો દ્વારા જ જીવનને સફળ બનાવી શકાય છે'

                               -ઈશુ ક્રાઇસ્ટ કહે છે કે 'બધાને પ્રેમ કરો અને જેઓ ખરાબ કરી રહયા છે ઍને ખબર નથી તૅઓ શુ કરી રહ્યા છે.'  ઍટલેકે ઍ લોકો  અજ્ઞાન છે.
                                -મુસ્લિમ ધર્મમા બીજા ધર્મના લોકોને તિરસ્કારવાનુ ક્યા પણ લખ્યુ નથી.
                                                                                  તો પછી ધર્મના નામે આખી દુનિયામા થતી હિંસા, દંગા ફસાદ શા માટે? ઍ માનવોઍ ઉભી કરેલા દૂષણો છે.  જેમ મહાભારતમા દુર્યોધન કહે છેકે ' ધર્મ  શુ છે  અને અધર્મ શુ છે.  ઍનુ મને જ્ઞાન છે. પણ હૂ ધર્મનુ આચરણ કરી શકતો નથી.' આજ ધર્મ યુધ્ધો પાછળનુ રહસ્ય  છે.
                                            ***************************************

Saturday, January 14, 2017


 અજબ અમેરિકા
                                                               અમેરિકા ઍ દુનિયાનુ શક્તિશાળી રાષ્ટ્ર છે, ઍ  પોતાનુ ધારેલુ લક્ષ્ય પાર પાડીને જ જમ્પે છે. વર્લ્ડ ટ્રેડ સેંટરનો નાશ કરનાર ઓસામા બિન લાદેનને પાકિસ્તાનમા ઘુસી અબોટાબાદમા વધ કરનાર અમેરિકા જ હતુ. વિશ્વની ઍ ઘણી જ પરિપક્વ લોકશાહી દેશ છે. દુનિયામા પોતાની રીતે જીવનારુ સમૃધ્ધ રાષ્ટ્ર છે. અમેરીકામા બનેલી આર્થિક ઘટનાના પડઘાઓ આખા વિશ્વમા પડે છે. અમેરીકામા કામને વધારે મહત્વ મળે છે અને આળસુ અને બેકારોને  સામાજીક દ્રષ્ટિેથી પણ  બહુ આવકાર  મળતો નથી. ઍ જ અમેરિકાની સફળતાનુ રહસ્ય છે. તે  છ્તા અમેરીકામા બીજી ઘણી વિશેષતાઓ છે ઍ જાણવા જેવી છે.
૧)અમેરીકામા ફુટબોલ  કોચને બહુજ ઉંચો પગાર આપવામા આવે છે.  અમેરિકાના  ૫૦ %થી વધારે રાજ્યો ફૂટબોલની રમત પાછળ ઘેલા છે.
૨) અમેરિકનો પૈસા વાપરવામા પાવરધા છે, ૪૭% અમેરિકનો કોઈ જાતની બચત કરતા નથી.
૩) અમેરિકાની સરકાર કરતા ઍપલ કંપની પાસે વધુ પૈસા છે.
૪) અમેરીકામા ૪૦% બાળકો  અપરણિત માબાપોથી જન્મેલા છે.
૫) અમેરીકામા સ્ત્રીઓનુ શિક્ષણ વધારે છે. ૬૦% સ્ત્રીઓ સ્નાતક છે.
૬) અમેરિકા આખા વિશ્વને સહાય કરે છે તો પણ ઘણા દેશો ઍના દુશ્મનો છે. રશિયા જેવા વિશાળ દેશના ૮૧% લોકોનો અભિપ્રાય અમેરિકા વિરૂધ્ધ છે.
                                                                આશ્ચર્યની વાત તો ઍ છેકે અમેરિકા નવી નવી  શોધો કરી પૈસા બનાવે છે પરંતુ તૈયાર માલ તો બીજા  દેશોમાથી મંગાવે છે ઍટલે અમેરિકન સરકારનુ દેવુ ૧૩.૯૦ ટ્રિલિયન  ડૉલર પર પહોચી ગયુ છે. આથી અમેરિકાનુ કુલ દેવુ  ઍના જીડીપીના ૭૩.૬% સુધી  વધી ગયુ છે. ટૂકમા  અમેરિકાની અર્થ વ્યવસ્થા ક્રેડિટ પર ચાલે છે. પરન્તુ સમસ્ત દુનિયાના બુધ્ધિશાળી લોકો અમેરિકા માટે કામ કરે છે ઍટલે અમેરિકાને કોઈ વાંધો આવે ઍમ નથી.
                                           **************************************

Wednesday, January 11, 2017


માર્ક  જૂયીકરબર્ગ -ચીફ  ફેસ બુક
                                                                            માર્કે  ઘરમા મળતા થોડા સમયમા પોતાના ઘરને માટે અને ઍના  પુત્ર જરવિસ માટે ઍક ઍવી  હાઇટેક  પધ્ધતિ બંનાવી  છે કે તે  રૂમનુ ઉષ્ણતામાન શુ છે ઍ જણાવે  છે અને ઍને કાબૂમા પણ રાખે છે. 'મધુર સવાર' કહીને ઍને અને ઍના કટૂંબને સંબોધે છે.

                                                                           ઍનો બ્રેક ફાસ્ટ તૈયાર થાય ઍટલે જણાવે છે અને બ્રેક ફાસ્ટ વખતે તે  દિવસે કોને કોને કેટલા વાગે મળવાનુ  છે  તેની માહિતીઓ આપે છે. ઍના ઘરમા  ઍની અને ઍના કુટુંબની રુચિ પ્રમાણે સંગીત પણ પીરસે છે.  ઍ  ઍના મોબાઈલ પર ટાઇપ કરીને અવાજને પણ કંટ્રોલ કરે છે. ઍમા વૉઇસ  ક્માન્ડનો પણ ઉપયોગ થાય છે.

                                                                           ઘરના બધાજ ઈલેક્ટ્રોનિક અને ઈલેક્ટ્રીકલ સાધનોને ઍણે  ઍની  હાઈટેક  કાર્ય પધ્ધતિના નિયંત્રણમા મુકેલા છે. લાઇટ ઓન અને ઑફ  ઍ  પધ્ધતિથી જ થાય છે. ઍમા અવાજથી  નિયંત્રણ કરી શકાય છે.

                                                                            ઍ કાર્ય પધ્ધતિથી થોડુ  સંશોધન પણ થઈ શકે છે.  તે ઉપરાંત દરવાજા પર કોણ મહેમાન આવ્યુ  છે ઍના ફોટા  સહિત માહિતી આપે છે. આમ માર્ક ની બધી જરૂરીયાતો ઍણે રચેલી  ઈલેક્ટ્રોનિક વસ્તુ પુરી પાડે છે અને ઍના જીવનને સરળ બનાવે છે.   ઍવૂ પણ બને કે ભવિષ્યમા આવી પધ્ધતિ દરેકના જીવનને વિશ્વમા સરળ બનાવી દે.

                                                     *************************************

Tuesday, January 3, 2017


બચપણ અને વૃધ્ધાવસ્થા
                                                                 માનવીનુ શરીર જ્યારે ઘસાવા માંડે છે અને વૃધ્ધઅવસ્થામા પ્રવેશે છે ત્યારે ઍ નીર્બળ થવા માડે છે. ઍના કેટલાઍ અંગો નબળા પડી ગયા હોય છે પરંતુ ઘણીવાર ઍની યાદશક્તિ અને દિલના ભાવો  પહેલા જેટલા જ શક્તિસાળી રહ્યા હોય છે.  ઍ બચપણમા સરી પડે છે અને ઍની મધુરી યાદો જાગૃત થાય છે. ઍનાથી કોઈ પણ વ્યક્તિ મુક્ત નથી હોતી.
                                                                જાણીતા લેખક ગુલ્જારે  લખ્યુ છે કે ' વૃધ્ધાવસ્થા તુ મારુ બચપણ લઈ શકે છે પરંતુ મારૂ બચપનુ નહી  છીનવી શકે. '
                                                                 આમા કુદરતના ક્રમ સામે માનવીની લડાઈ છે. બદલાવ ઍ આ જગતનો નિયમ છે. તમે વર્તમાનમા રહી શકો છો ભવિષ્યના ઘડતર વિષે વિચારી શકો છો પરંતુ ભૂતકાળને પાછા ખેચવાની લડાઈ ન કરી શકો. તમે ફક્ત ઍની મધુર યાદોનેજ માણી શકો છો. આવી યાદોમા કવિ કહે છે ' બચપણ તારી યાદો સતાવે, મીઠા મીઠા સંભારણાઓ લાવે'
                                                                 તમે ભૂતકાળની બધી વસ્તુઓ  શોધતા રહો છો જેમ કે કવિ  ભૂતકાળ ને યાદ કરી કહે છે.
" મુસાના  બરફના ગોળા ક્યા?
 ચણાની  ચાટાકેદાર લારી ક્યા?
 રમવાની  જગા પણ  રહી નથી
 ત્યા મોટા મોટા મકાનો  ઉભા છે
 જાણે મારુ શહેર બચપણ સાથે ચાલી ગયુ.
 સડકો પર ચાલવાની  જગ્યા નથી
 જ્યા અમે સાઇકલો ફેરવતા હતા
 રેલવે સ્ટેશન જે વેરાન રહેતુ
 તે ગિરદીથી ભરપુર છે
 જાણે મારુ શહેર બચપણ સાથે ચાલી ગયુ
 શહેરમા જૂનુ સિનેમા હતુ
 તે ખંડેર  બની  ચુક્યુ છે હવે
 હૂ પાગલની જેમ શોધુ મારુ બચપણ
 સમજ કે, વર્તમાન ભૂતકાળને ગળી ગયુ.
 જાણે મારુ શહેર બચપણ સાથે ચાલી ગયુ.
                                                                            આમા ભૂતકાળને વાગોળતા વાગોળતા વેદનાનો અનુભવ થાય છે. પરંતુ ઍમા પણ મધુરતા  છે. શરૂઆત હમેશા સારી લાગે પરંતુ  અંતમા ઘણીવાર દુખદતા અનુભવાય છે. આવુજ કાઇક બચપણ અને વૃધ્ધાવસ્થા વચ્ચે છે. સમયના સંદેશને સમજીને દરેક ચાલે તો દરેક અવસ્થાને મધુર બનાવી શકાય છે. સમજવા અને ઍને જીવનમા ઉતારવુ મુશ્કેલ  છે. કારણકે વૃધ્ધાવસ્થામા આનંદથી જીવવુ  બચપણ કરતા  મુશ્કેલ છે.
                                                                        ***********************************