Sunday, December 9, 2018


રતન ટાટા
                                                                                        રતન ટાટા 'ટાટા સામ્રાજ્યના' સર્વોચ્ચ હતા અને તેઓ ૨૦૧૨ ના ડિસેંબરમા નિવૃત્ત થયા હતા ઍમના આગેવાની નીચે ટાટા  ઉદ્યોગો ઍ સારી ઍવી પ્રગતિ કરેલી. ટાટાની છબી ઍમણે ઉજવળ રાખેલી. રતન ટાટા કોઈ પણ  સંજોગોમા ઍમના વેપાર ધંધામા નીતિ નીયમો જોડે સમાધાન કરતા  ન હતા. . ઍથી  વેપાર ધંધામા ઍમનુ નામ ઉચ્ચ કક્ષા ઍ રહયુ છે. જ્યા કુશળ નેતા હોય છે ત્યા પ્રગતી થતી જ રહે છે. આથી રતન ટાટા શુ વિચારે છૅ અને કેવુ જીવન વિતાવે છે ઍ જાણવુ આવશ્યક છે.
                                                                                       ઍક વાર  રતન ટાટાઍ નિવૃત થઈ સાઇરસ મિસ્ત્રીને ટાટાનુ સુકાન સોપ્યુ હતુ પરંતુ જ્યારે ઍમને લાગ્યુ કે બધુ બરાબર નથી ચાલતુ તો ફરીથી ઍને હાથમા લેતા વાર લાગી ન હ્તી. ઍવા રતન ટાટા સ્વાસ્થ્યને સાંભળવાનુ  ધ્યાન રાખતા જેથી સફળતા પૂર્વક  પોતાની ફરજ બજાવી શકાય. ઍમનુ કહેવુ  છેકે '  દરેકે ખોરાક દવાની જેમ જ ખાવુ નહીતો વખત આવે દાવાને ખોરાકની જેમ ખાવાનો સમય પણ આવી શકે છે'  ઍમનુ માનવુ છે કે સૂર્ય પ્રકાશ  માણસની તંદુરસ્તી વધારે છે. તે ઉપરાંત કસરત અને ખોરાકમા સંયમ શરીર સારુ રાખે છે.  સારા મિત્રો અને આત્મ વિસ્વાસ માણસ માટે ડૉક્ટરની ગરજ સારે છે.

                                                                                         કુદરત પણ કઈક સંદેશો આપતુ રહેતુ હોય છે જેમ કે ચાંદનીના સૌદર્યમા ભગવાનના દર્શન થાય છે. સુર્યમા ભગવાનની શક્તિના  દર્શન થાય છે. તે ઉપરાંત આરસામા ભગવાનની બનાવેલી વસ્તુના દર્શન થાય છે. ઍટલે દરેકે પોતાની જાતમા વિસ્વાસ કેળવવો જોઇઍ જે સફળતાની કેડી છે. તૅઓ માને છેકે'  માણસ હોવુ અને માણસ થવુ ઍમા ઘણો તફાવત છે.
                                                                                            તેમણે  ઍક મૂલ્યવાન મંત્ર આપ્યો છે-  ' તમારે તેજ ગતિથી ચાલવુ  છે તો ઍકલા ચાલો પરંતુ  તમારે દૂર સુધી ચાલવુ છે તો લોકો સાથે ચાલવાનુ રાખો.' આજ ઍમની સફળતાનો રાઝ છે.
                                                 ****************************

Tuesday, December 4, 2018


ઉત્તમ દેશભક્તિ
                                                                                   બીજા  વિશ્વ યુધ્ધનો સમય હતો. જર્મન ફોજો  યુરોપ ને રગદોળી રહી હતી. ફ્રાન્સના મોટા ભાગનો કબજો કરી લીધો હતો. જેના સામ્રાજ્યમા કદી સૂરજ ડૂબતો ન  હતી ઍવા બ્રિટનની સ્થિતિ પણ કફોડી હતી. બ્રિટિશ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ   જમીન, આકાશ, અને દરિયા પર લડી લેવાની વાત કરી બ્રિટિશ  નાગરિકોનો ઉત્ત્સાહ વધારવા પ્રયત્ન કરી રહયા હતા. ઍવા વખતે ફ્રાંસના ઍક સામાન્ય લશ્કરી  અમલદારે બ્રિટનના વડા  પ્રધાન વિન્સ્ટન  ચર્ચિલ પાસે આસરો આપવાની વિનંતી કરી.  ચર્ચિલને  ખાતરી આપીકે તે જર્મની સામેના યુધ્ધમા મદદ કરશે અને ફ્રાન્સને મુક્ત કરાવવા પણ પ્રયત્ન કરશે.  ચર્ચિલને ઍ  સામાન્ય  ફ્રેંચ  અમલદારમા  બહુ વિશ્વાસ ન  હતો પણ તે રાજકીય મુશ્કેલી ન ઉભી કરે ઍ શરતે બ્રિટનમા રહેવા પરવાનગી આપી.  ચર્ચિલ કદાચ ઍનો રાજકીય મહોરા તરીકે ઉપયોગ કરવા માંગતા હતા.
                                     ઍ ફ્રેંચ લશ્કરી અમલદારનુ નામ હતુ ' ચાલ્સ ડી ગોલ'. ડી ગૉલે હતાશ ફ્રેંચ નાગરિકો સાથે પારો ચઢાવતી મનની વાતો રેડીઓ દ્વારા કરવા માડી. ફ્રેંચ પ્રજાને  કહ્યુ  જેની પાસે હથિયારો હોય તેમણે જર્મન લશ્કર સામનો કરવો જોઇઍ. કોઈ પણ સંજોગોમા શરણાગતી સ્વીકારવી  નહિ.  હૂ તમારી સાથે છુ અને અહિઍ પણ  જર્મનો સામે લડવા માટે લશ્કર તૈયાર કરી રહયો છુ. આથી ફ્રેચોમા જર્મન લશ્કરનો સામનો  કરવા માટેનો ઉત્ત્સાહ વધતો ગયો. ડી . ગોલની લોકપ્રિયતા પણ ઍની સાથે વધતી જ ગઈ.

                                     ફ્રેંચ સંસ્થાનો જેમા કઠપુતળી સરકારો હ્તી ઍવા  ગેબન, કામરુન,  ફ્રેંચ કૉંગો, જેવા આફ્રિકી દેશો પર ડી ગોલે કબજો જમાવી દીધો. બે વર્ષમા  પરિસ્થિતિ બદલાતા ચાર્લ્સ ડી ગોલનુ કદ અને   શક્તિ વધી ગયા.  જર્મની પણ હારની નજદિક પહોચી ગયુ હતુ.  ૧૯૪૪મા  જર્મની હારી ગયુ ઍટલે  ડી ગોલ  ફ્રાંસ આવ્યા અને ફ્રાંસના હીરો બની ગયા.  ડી ગોલે ફ્રાંસનુ  આત્મસન્માન પાછુ અપાવ્યુ હતુ અને તેમનુ નામ નેપોલીયન કરતા પણ ઉચ્ચ કક્ષામા પહોચી ગયુ.
                                         તેઓ બે વાર ફ્રાન્સના પ્રમુખપદે રહયા અને ફ્રેંચ ઇતિહાસમા ઍમનુ નામ અમર થઈ  ગયુ. ચાર્લ્સ ડી ગોલનુ જીવન ઉચ્ચ દેશભક્તીનુ નમૂનો હતુ. ઍક સામાન્ય માણસ દેશભક્તીથી પોતાના દેશ માટે શુ કરી શકે ઍનો ઍક દાખલો છે.
                                    ****************************************

Wednesday, November 14, 2018


માયા ઍ સર્વ દૂષણોનૂ મૂળ
                                                                          દુનિયામા જે  સંગર્ષો, યુધ્ધો, ખુનામરકી, ખાના ખરાબી, વેરવૃત્તિ અને  ઇર્ષા જેવી ભયંકર પ્રવૃત્તિઓનુ મૂળ માનવીઓની માયામા છે.  કોઈને ધન સંપત્તિ, તો કોઈ સત્તા માટે કૃત્યો કરે છે.  કેટલાક પોતાની તિવ્ર માયાને  અહમ્ અને વેરવૃત્તિમા ફેરવી નાખે છે અને વિશ્વમા, સમાજમા અને કટૂંબમા વિનાશ નોતરે છે. માયા ઍ જીવનમા ઍક વ્યર્થ વસ્તુ છે જેમા કોઈ સ્થૂળતા નથી. આખરે તો ઍક્જ સત્ય છે કે મનુષ આ જગતમા ઍકલો રડતા રડતા આવે છે, અને ખાલી હાથે  સ્વજનોને રડતા મૂકીને જવુ પડે છે. વચલા સમયમા માયાનો ભોગ બને છે.  ઍટલા માટે  વિશ્વ વિજેતા સિકંદર ઍના મૃત્યુ સમયે નિરાશ હતો અને ઍની છેલ્લી યાત્રા દરમિયાન ઍના બે ખાલી હાથ જનાનાની બહાર રાખવામા આવ્યા હતા. લોકો જોઈ શકે કે ઍ ખાલી હાથે જઈ રહયો છે. ઍના આખા જીવન દરમિયાન માયામા આવી સત્તા માટે જુજમતો રહ્યો. ટુંકામા મૃત્યુ  બાદ ઍના સુકર્મો અને દુરચાર જ જીવંત રહે છે. માયાતો અદ્રશ્ય થઈ જાય છે. તે છતા માનવી માયાને વળગી રહે છે કારણકે  ઍ માનવા તૈયાર નથી કે  ' મૃત્યુ સત્ય છે'

                                                          સોનાના મૃગના મોહમા સીતા આવી જતા  રામ- રાવણનુ યુધ્ધ ઉભુ થયુ અને દ્રૌપદીની ઝેરી વેધક વાણીને લઈને મહાભારત ઉભુ થયુ.  પદ્માવતીના રૂપના મોહમા આવી  અલાઉદ્દિન ખીલજી ઍ મેવાડ સામે યુધ્ધ કર્યુ. સિધ્ધરાજ જૈસિહે રાણાક દેવી માટે રાખેંગારનો વધ કર્યો. આ બધી કોઈને કોઈ જાતના મોહ અને અંતે તો માયાની વાતો છે. પરીણામતો ખૂનામરકી જ હતુ.આથી જે માયાને વશ કરે ઍ જ સુખ અનુભવી શકે.

                                                              ઍટલા માટે માયાને  સમજી વશમા રાખવી જીવનમા આવશ્યક છે.  આથી-

જિંદગી તુ માયા તણી મહાજાળ છે
મૃગજળની જેમ  તારો ન કોઈ આધાર
સ્વજનો, મિત્રો, ભગિની અને ભાઈઓ
કાળા વાદળોમા સરકી જતી ચાંદની સમાન
મૃત્યુના આવતા સ્મશાન સુધીના સાથીદાર બધા
ઍકલો આવ્યો અને ઍકલો મૂકી જનાર સર્વદા.
તારા સુકરમો અને કુકરમો  યાદ કરશે તારી વિદાય બાદ
કારણ મૃત્યુ સત્ય છે ન માયા જાળ.
 ભારત દેસાઈ
                                                         *********************************

Saturday, November 3, 2018


મુસ્લિમોનુ  પવિત્ર ધામ -   સાઉદી અરેબિયા
                                                                                            મુસ્લિમ  ધર્મનો પાયો  સાઉદી અરેબીયામા થયો હતો. મક્કા અને . મદીના ઍ બે પવિત્ર શહેરો છે જેનો મુસ્લિમ ધર્મના સ્થાપક મહમ્મદ પૈગંબર સાથે સીધો સબંધ છે.  મુસ્લીમનો અર્થ અરેબિક્મા' ઍક જ ઈશ્વરમા માનનાર' ઍવો થાય છે. સાઉદી અરેબીયામા ૧.૮ બીલ્યન મુસ્લિમોના પવિત્ર સ્થળો આવેલા છે. આજે દુનિયામા મુસ્લિમો આસરે ૫૦ દેશોમા પથરાયેલા છે.
                                                                    આથી  ઈસ્લામના ઍટલેકે કુરાનના સખત નિયમોનુ સાઉદી અરેબીયામા પાલન કરવામા આવે છે.  ઍના ભંગ કરનારને સખત સજા કરવમાઆવે છે.  સાઉદી અરેબીયામા  લોકો માટે નીચેના કાયદાઓનુ અવલોકન કરવુ જરૂરી છે.
૧) દારુ પીવાની અને બનાવવાની સખત મનાઈ છે. કાયદો તોડનારને ફટકા મારવાની સજા થાય છે.
૨) હોમો સેક્ષુયલ માટે અહી મોતની સજા છે.
૩)  ખુન. ચોરી,  અને આડસબંધ માટે મોત સુધીની સજા હોય છે.
૪) મક્કા અન મદીના જેવા પવિત્ર શ  હેરોમા બિન મુસ્લિમ માટે પ્રવેશ બંધ છે.
૫)સ્રીઓના ફોટા લેવાની મનાઈ છે. અને પુરુષોના ફોટા માટે તેમની પરવાનગી લેવી જરૂરી છે.
૬)જમણા હાથને વસ્તુ લેવા માટે  અને હાથ મિલાવવા માટે પવિત્ર માનવામા આવે છે.
૭) ફાંસીની સજા માટે માથુ કાપી નાખવામા આવે છે. હવે તલવારોના અભાવને કારણે ફાંસીની સજા ગોળી મારીને પણ કરવામા આવે છે.
૮)કુટુંબ નિયોજનની અહિઍ મનાઈ છે.
 ૯) સ્ત્રીઓને ગાડી ચલાવવા દેવામા આ દેશ છેલ્લો છે. સ્ત્રીઓ બૅંક અકાઉંટ ન ખોલી શકે અને પ્રવાસ પણ ન કરી શકે. સ્ત્રીઓને નોકરી અને નોકરી માટે વડીલોની પરવાનગી લેવી પડે છે, સ્ત્રીઓને ૨૦૧૫મા જ મતાધિકાર આપવામા આવ્યો હતો.

                                                            તે ઉપરાંત સાઉદી અરેબિયાની કેટલીક બીજી બાજુ પણ જાણવા લાયક છે.
૧) અહિઍ ઓઈલ કરતા પાણી મોંઘુ છે.
૨) બે  પૈ ડા .પર ગાડી ચલાવવી અહીની જાણીતી રમત છે.
૩) સાઉદીઑ સામાન્ય રીતે ઉં ટનુ માંસ ખાય છે.
૪) મોટા ભાગની જમીન પર રણ  પથરાયેલ છે. ફક્ત ૨% જમીન જ સારી છે.  સમુદ્રના પાણીને પીવા લાયક બનાવી ઍનો ઉપયોગ પીવામા કરવામા આવે છે.
૫) સ્કૂલ અને આરોગ્ય સેવા અહિઍ મફત  આપવામા આવે છે.
૬) સાઉદી અરેબીયામા   રાજાશાહીની સ્થાપના ૧૯૩૨ મા થઈ હતી અને રાજ કુટુમ્બ પાસે અત્યારે ૧૪ ટ્રિલિયન જેટલી મિલકતો છે.
                                                              ઍનો વિસ્તાર  ૮૩ હજાર સ્ક્વેર માઈલ  છે અને ઍમા ચાર  જેટલી પુરાતન  અવશેષો આવેલા છે જેને યુનોસ્કો દ્વારા  હેરીટેજ  અવશેષો તરીકે માન્યતા  આપેલી છે.
                                        **********************************************

Friday, October 19, 2018


અલ્હાબાદથી  પ્રયાગરાજ
                                                                                થોડા વખત પહેલા જ ઉત્તરપ્રદેશના મુખ્ય પ્રધાન  આદિત્યનાથે જાહેરાત કરી છેકે 'અલ્હાબાદ' નુ નામ બદલીને તેનુ પ્રાચીન વૈદિક નામ પ્રયાગરાજ રાખવાનુ સરકારે નક્કી  કર્યુ છે. આઝાદી પછી શહેરોના નામો બદલવાના સિલસિલા ચાલુ છે. નામમા શુ છે ઍમ  શેકેસપિયરે કહેલુ છે. નામ 'પ્રયાગરાજ' રાખો અને ખુલ્લા મંડપમા ગુંડાઓ  છડેચૉક ગોળીઓ વર્ષાવતા હોય તો નામ બદલવાનો શો અર્થ? બોમ્બેનુ 'મુંબાઇ' થયુ, મદ્રાસનુ 'ચેન્નાઈ 'નામ થયુ ઍમા શુ ફરક પડ્યો? શહેરોના નામ બદલવાથી કઈ લોકો દેશભક્ત થોડા થઈ જવાના છે. ઘણીવાર ઍના માટે રાજકીય કારણો પણ હોય છે.
                                                                                ઍવુ પણ બને છેકે  શાસકને અનુકુળ હોય ઍવુ નામ શહેર આપવામા આવે છે. 'અલ્હાબાદનુ' નામ હિન્દુ પુરાણોમા 'પ્રયાગ' જ હતુ. ઋગ્વેદમા ઍ શહેરને ઘણુ જ પવિત્ર માનવામા આવેલુ છે કારણકે ઍ  ગંગા, જમૂના અને આલોપ થઈ ગયેલી સરસ્વતી નદીઓનુ સંગમ સ્થાન છે.  કહેવાય છેકે શિવ અન પાર્વતીના પુત્ર 'યયાતી' અહી રાજ કરતા  હતા. ઋગ્વેદમા ઍ 'સપ્તસીંધુ પ્રદેશ' તરીકે જાણીતો હતો. કુંભ મેળો પણ અલ્હાબાદમા વખતો વખત યોજાય છે અને ઍમા  કરોડો યાત્રી ઑ/ સાધુઓ  ભેગા થાય છે.  ઍ પણ ઍક વિશ્વ વિક્રમ છે. 

                                     
                                                                                 મોગલ સમ્રાટ અકબરે ૧૫૭૫ પ્રયાગને ' ઇલ્લાહબેસ'  (ઍટલેકે 'ભગવાનનો વાસ} નામ આપ્યુ જે વખત જતા ' ઈલ્લહાબાદ'  થઈ ગયુ.   અંગ્રેજોઍ તેનો ઉચ્ચાર 'અલ્હાબાદ'કરી નાખ્યો.  ૬૪૪ ઍડીમા ચીની પ્રવાસી હ્યૂઍન સાંગે પ્રયાગમા ભરાતા પુરાણિક વાર્ષિક મેળાનો ઉલ્લેખ કરેલો છે. અકબરના દરબારના ઍક રત્ન અબુલ  ફઝલે અલ્હાબાદનો ઉલ્લેખ 'પિયાગ 'તરીકે કરેલો છે.
                                                                                આથી અલ્હાબાદ  પુરાણિક,અને પવિત્ર શહેર છે ઍમા કોઈ શંકા નથી. પ્રયાગ રાજ ઍની  પવિત્રતા જાળવી રાખશે ઍવી શુભેચ્છાઓ  સાથે.
                                                                         *******************************                            

Monday, October 15, 2018


દુનિયા પર આંતરરાષ્ટ્રીય કંપનીઓનુ વર્ચસ્વ
                                                                          દુનિયાના વેપાર પર થોડી  મોટી  કંપનીઓઍ  ઍમનુ વર્ચસ્વ જમાવેલુ છે.  મોટી કંપનીઑ નાની કંપનીઑને ગળી જાય છે જેમ મોટી માછલીઑ નાની  માછલીઑને ગળી જાય છે. ઍની પાછળ ઍમની મુરાદ ઍમના હરીફોને માર્કેટમાથી હટાવવા, અને બીજી  કંપનીઓના સારા માલને પચાવી પાડી માર્કેટમા ઍકહથ્થુ સર્વોપરીતા ભોગવવી. ઍને અટકાવવા માટે અમેરિકા જેવા સમૃધ્ધ દેશોથી માંડીને ભારત જેવા ઉપ્પર આવી રહેલા દેશોઍ પણ  સરકારી સંસ્થાઓ બનાવી છે જે મોટી અને મજબૂત કંપનીઑ પર નજર રાખે છે અને વેપારમા સ્પર્ધાંમકતા જાળવવા પ્રયત્ન કરે છે. જેથી લોકોને સસ્તો અને સારો માલ મળી રહે. તે છતા રાક્ષશી કંપનીઑ પોતાની નાણાકીય તાકાત અને રાજકીય સબંધો દ્વારા  પોતાની શક્તિ જમાવતી જ રહે છે.

                                                                          આનો પુરાવો ઍ કંપનીઑ ઍના અંકુશ નીચેની કંપનીઓની યાદી જોતા આવી જાય છે.  આથી ઍવુ લાગે છે દુનિયાનો મહત્વના વેપાર પર મોટી કંપનીઑ વર્ચસ્વ ધરાવે છે. ઍટલેકે ઍ કંપનીઑ જ દુનિયાના વેપાર પર અંકુશ ધરાવે છે. દાખલારૂપે નીચેની યાદી પરથી જોઈ શકાશે દુનિયાની  ૧૪ કંપનીઑ કેવી રીતે વેપાર પર અંકુશ ધરાવી રહી છે.


કંપનીનુ નામ                        વેપારિક પ્રવૃત્તિ                            કંપનીની માલિકી                                    -                                                                                                                                                                                                                                                                                                                                           ૧) નેસ્લે                            -પ્રોસેસ ફુડ      -  યૂરીના, ઍરો, કિટકેટ, મિલ્કિબાર, શ્રેડેડ વીટ, ગેરબેર, હોટપિકલ્લસ.   
૨)લોરેલ                           - કૉસમેટિક      -  ગાર્નિયર,બૉડી સોપ, મેય હેલીન, (૨૩% વૅપારનો હિસ્સો)
૩)કેલૉગ                          - પ્રોસેસ ફુડ     -   ઍગો, પ્રિઁગેલેસ,  ચિજ઼ૅયિટ્સ.
૪) ક્રાફ્ટસ                       - ચોકલેટ          -  ઓરેઓ, કૅડબરી
૫)પેપ્સી                           - પીણા, ફુડ      -   ચીટોસ,ટ્રોપિકા, વેજી માઇટ, ક્યોકર.
૬)લૉક હિડ માર્ટિન          -  શસ્ત્રો            -    ઇઝરાયેલ, જર્મની, ભારત જેવા દેશોમા ઍની ફેક્ટરીઑ છે.
૭) કાઉંટા કોમ્પ્યુટર         - કોમ્પ્યુટર        -  પડદા પાછળ અકુશ- જીપીઑસિસ્ટમ, ઍપલ, ડેલ,ઍચપી,સોની,ટૉસીબા.
૮)ફ્રાઈઝર                         - દવા              -ઍનઍચઍસ, સ્યુડૂલેડ.
૯) ઍબી ઈન્બેવ               -  દારૂ              -સ્ટેલા,કોરોના,આરટીઑસ, બુડીઓસર,  મોડેલો.
૧૦)ડિઝની                        -ફિલ્મ              - ઍબીસી, ઍસ્પાન, ઇતિહાસીક ચેનલ, માર્લેસ્સ, લુનાસ.
૧૧)ગુગલ                           -ઇંટર નેટ          -આલ્ફાબેટ,ઇન કૉર્પોરેશન, ફૉર્બ્સ, ગુગલ મૅપ, ઑટોમૅટિક કાર, યૂ ટ્યૂબ.
૧૨) પિયર્સન                      -પ્રકાશક             -હાર કોર્ટ, પ્રેંટિકા, હૉલ, પેંગ્વિન, અને સ્કૂલ પબ્લિકેશન્સ.
૧૩)મોનસેંટો                     -ખેતી પ્રૉડક્ટ      -  અગ્રિકલ્ચર ટેકનોલોજી, કૉર્ન, ટૂથપેસ્ટ.
૧૪) આઇસીબીસી           - નાણાકીય          -  પડદા પાછળ અંકુશ,- બૅંક ઓફ અમેરિકા,                                                                                                  સ્ટાન્ડર્ડ બૅંક, ટેક સ્ટીલ બૅ,બૅંક ઓફ ચાઇના.
                                                                                      આજ બતાવે છે કે દુનિયાની થોડી  મોટી કંપનીઑ સારા વિશ્વના વેપાર પર  રાજ કરી રહી છે.
                                               **************************************            

Thursday, October 11, 2018


શરીર સ્વાસ્થ્ય
                                                                                               આપણામા કહેવત  છેકે 'સુઃખી નર તે જાતે નર્યો'  ઍ ટલે કે સુખની ચાવી  દરેકની તંદુરસ્તીમા છે.  અને  તન્દુરસ્ત શરીરનો  આધાર દરેકની રહેણીકરણી પર આધારિત છે. આપણા વડીલો પણ કહેતા આવ્યા છે કે' જલ્દી સુવાની અને જલ્દી ઉઠવાની આદત શરીરને સ્વથ રાખે છે. ' આધુનિક  વિજ્ઞાન પણ હવે ઍનુ સમર્થન કરી રહયુ છે.
                                                                                               ગ્રામીય લોકો સામાન્ય રીતે તંદુરસ્ત હોય છે કારણકે  ઍ લોકો જલ્દી સુવે છે અને વહેલી સવારે  જાગી જાય છે.  હવે વિજ્ઞાન પણ કહે છે કે -
                                                                                             રાતના ૧૧ વાગ્યાથી ૩ વાગ્યા સુધી લોહીનુ  ભ્રમણ વધૂ કેન્દ્રિત માનવીના  લિવરમા થાય છે.  તે દરમિયાન શરીર ઍના કચરાને (ટૉક્સિકને) સાફ કરવાનુ કામ કરે છે. આથી ઍ સમય દરમિયાન માનવી ઍ સૂવુ  આવશ્યક છે. આથી  સારી તંદુરસ્તી માટે માનવીેઍ રાતના ૧૧ વાગ્યા પહેલા સૂવુ આવશ્યક છે.

                                                                                             રાતના ૩ વાગ્યા પછી અને ૫ વાગ્યા સુધી  લોહીનુ  ભ્રમણ વધારે ફેફસામા થતુ હોય છે. ઍ સમય દરમ્યાન કસરતો કરવાથી શરીરને લાભ થાય છે.
                                                                                           સવારના ૫ વાગ્યાથી સવારના ૭ વાગ્યા સુધી લોહીનુ  ભ્રમણ વધારે પેટમા થતુ હોય છે . આથી આ વખતે   ન્યુટ્રિયસ ખોરાક લેવાથી શરીર માટે ફાયદાકારક નીવડે છે. આથી સવારનો  નાસ્તો ઍ સમય દરમિયાન લેવો જોઇઍ.  આમ  જોઈ શકાય છે કે  શારીરિક વિજ્ઞાન પણ  'જલ્દી સૂવુ અને જલ્દી ઉઠવું ' ની પૃષ્ટિ કરે છે.
                                                                                           ઍક વાતતો સ્પષ્ટ છે કે જ્યારે કોઈ મોંડુ સુઇને મોંડુ ઉઠે છે ત્યારે ઍ બીજા દિવસે અત્યંત થાક અનુભવે છૅ પરંતુ જ્યારે જલ્દી સુઇને જલ્દી સવારના  જાગી જાય તો ઍ  સ્ફૂરતી અનુભવે છે. ઍની પાછળ શારીરિક અને વિજ્ઞનાનિક કારણ જ હોય છે. ઍથી સુખી અને તંદુરસ્ત જીવન જીવવા માટે સારી આદતો ઍકદમ આવશ્યક છે.
                                                           ***********************************