Wednesday, July 7, 2021



 બ્રેઈન 

                                                                                બ્રેઈન (મગજ ) એ શરીરનું અગત્યનું અંગ છે. એમાંથી ઉદ્ધભવતા રોગો માનવીને  પાંગળા બનાવી દે છે. સ્ટ્રોક , અલ્ઝેમેઇર  જેવા રોગો મગજમાંથી જ ઉત્ત્પન થાય છે માટે મગજને તંદુરસ્ત રાખવું આવશ્યક છે.

                             એના માટે મગજને અમુક કસરતોની જરૂરિયાત હોય છે. જલ્દી ચાલવાથી શરીરમાં લોહીમાં વધુ ઓક્સિજન મળે છે અને મગજને વધુને વધુ શુદ્ધ લોહી મળે  છે. આથી યાદ શક્તિ વધે છે  અને મગજને તંદુરસ્ત બનાવે છે. 

                              જ્ઞાન ને માટે કોઈ પણ મર્યાદા નથી. જીવનમાં માણસ વધારેને વધારે જ્ઞાન મેળૅવતા રહેવું જોઈએ જેથી મગજ વધુ ત્રીવ  અને તંદુરસ્ત રહે. જેટલું મગજનો વધારે ઉપયોગ કરો તેટલા  શરીરના બીજા અંગો  વધારે કાર્યક્ષમ બને   છે. માનસિક રમતો , વાંચન , વગેરે મગજને વધારે તંદુરસ્ત અને કાર્યક્ષમ બનાવે છે.એ દ્રષ્ટિએ લેખન પ્રવૃત્તિ પણ પણ એમાં ઉપયોગી થઇ શકે છે. મધુર સંગીત  ઘણીવાર મગજને રાહત પહોંચાડે છે. ટૂંકમાં મગજને અને શરીરને સારું રાખવા માટે સકારત્મક પ્રવૃત્તિઓ જરૂરી છે.



                               માનવી એ સામાજિક પ્રાણી છે એટલે  ઘાઢ સામાજિક સબંધો રાખવા પણ જરૂરીછે. સારા મિત્રો અને સામાજિક પ્રવૃત્તોમાં  તરબોળ રહેવાથી પણ મગજ એકટીવ રહે છે. લોકો સાથે સંપર્કમાં રહેવાથી મગજ દ્વારા બીજા શરીરના અંગોને પણ શક્તિ મળે છે. એકલતા એ માનવીનો મોટો દુશ્મન છે. એ માણસના મગજમાં  તણાવ, અરક્ષિતતાની  ભાવના, અને ડિપ્રેશન  લાવે છે જે મગજને નબળું બનાવે છે. એમાંથી કેટલીયે માંદગીઓ  ઉત્પન્ન થાય છે અને માનવીને મૃત્યુ તરફ દોરી જાય છે.

                               કેટલીયે બીમારીઓ માનસિક હોય છે જે બીમાર મગજના સંકેત આપે છે.  કેટલાએ દર્દો માનસિક હોય છે જેનું કોઈ નિવારણ નથી. આથી તંદુરસ્ત મગજ જ શરીરને સારું રાખે છે. તંદુરસ્ત મગજ જીવનમાં પ્રેમ, શક્તિ, સકારત્મકતા લાવે છે અને જીવનને આનંદમય બનાવે છે. એટલા માટે માનસિક તંદુરસ્તી જીવનમાં આવશ્યક છે.

                                                  ***************************

Monday, June 14, 2021

 


આદર્શ રાષ્ટ્ર ચરિત્ર- એનું ઘડતર 

                                               આજે જાપાન દુનિયામાં આદર્શ રાષ્ટ્ર મનાય છે. ત્યાંની પ્રજા આખી દુનિયામાં એમની શિસ્તબંધતા માટે પ્રખ્યાત છે. તે ઉપરાંત તે વિશ્વમાં સ્વચ્છતામાં અગ્રગણ્ય છે.  ગુનાઓનું પ્રમાણ પણ બધા દેશો કરતા એકદમ  ઓછું છે. જાપાન એક આદર્શ રાષ્ટ્ર  તરીકે કેવી રીતે ઉપસ્યું છે એ જાણવું ઘણું અગત્યનું છે.



                                                  જાપાનની શિક્ષણ પદ્ધતિ એ જાપાનનું ઉચ્ચ ચરિત્રનું નિર્માણ કર્યું છે. જાપાનના બાળકોને  નાનપણથીજ આદર્શ  જીવનના પાઠ ભણાવવામાં આવેછે. બાળકો રસ્તાઓ ઓળંગીને એને પ્રણામ કરેછે કારણકે સારા  રસ્તાઓજ એમના જીવનને શાળામાં જવામાટે સરળ બનાવે છે. તેમને નિર્જીવ  મશીનને પણ સારીરીતે વાપરવાની તાલીમ આપવામાં આવે છે. બીજાઓ સાથે નમ્રતા પૂર્વક વાત કરવાની બાળકોને તાલીમ આપવામાં આવે  છે.



                                                    બાળકોના માબાપ કદી બાળકોને મુકવા જતા નથી .દરેક બાળક  પોતાની રીતે જ  શાળામાં પહોંચે છે.શાળામાં પણ બાળકો પોતાનું ખાવાનું પોતે જ લઇ લે છે. ખાધા પછી  પોતાના વાસણો પોતેજ ધોઈ નાખે છે. આમ નાનપણથી એમને આત્મનિર્ભરતાના પાઠો શીખવવામાં આવે છે.



                                                      શાળામાં સાફસૂફી બાળકો જ કરે છે અને બાથરૂમો  સુધા બાળકો જ સાફ કરેછે . એથી શાળાઓને બાથરૂમની   સાફસૂફી મારે કોઈ માણસો રાખવા પડતા નથી.આથી બાળકોને સ્વચ્છતાના  પાઠ નાનપણથીજ શીખવવામાં આવે છે.



                                                       બાળકો તેમના માબાપને પણ મદદરૂપ  બનતા હોય છે. આવતાજતા તેઓ  ઘરને માટે જરૂરિયાતની વસ્તુઓ  ખરીદી કરતા હોય છે. નાંના બાળકોને રિસાયકલિંગના મશીનો ચલાવવાની તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ ઘરના રિસાયકલિંગ કરવાની વસ્તુઓ મશીનો દ્વારા જાતે કરી શકતા હોય છે. આમ બાળકોને  નાનપણથી જ સારા નાગરિક બનવાની તાલીમ આપવામાં આવે છે.

                                                    મૂળમાં તો આબધી તાલીમો ભાવિ નાગરિકોમાં ઉત્તમ ચરિત્ર ઘડવામાં મદદ રૂપ બને છે. આથી જાપાનમાં શિસ્ત , અને  ઉંચ્ચ વર્તણુંકનું વાતાવરણ છે. ટ્રેન માં ચડતી કે ઉતરતીવખતે   ધક્કામુક્કી થતી નથી. લોકો એક પછી એક ટ્રેનમાં ચડે છે. અને ઉતારનારાઓને પહેલા ઉતારી જવા દે છે. જયારે ઘણા દેશોમાં આવું શિસ્ત જોવા મળતું નથી.  જાપાની નાગરિકોમાં બીજાની કદર કરવાની  લાગણીઓ હોય છે. રમતો પુરી થયા પછી સ્ટેડિયમને લોકો જ સાફ કરી નાખે છે. 



                                                  એક્સલેટેર પર પણ શિસ્તપૂર્વક લાઈનમાં ઉભા રહે છે અને લાઈન ક્રોસ કરવાને કદી પ્રયત્ન કરતા નથી. ટૂંકા નાનપણથીજ આદર્શ નાગરિક બનવાની તાલીમ આપવામાં આવે છે.  એથી  જ  જાપાન આજે દુનિયામાં સ્વચ્છ , શિસ્તબંધ,  અને ઊંચ ચરિત્ર ધરાવતું રાષ્ટ્ર બની ગયું છે.


                                           ********************    

                                                  

                                   

Sunday, June 13, 2021

ઈરાન 

                                                    આજકાલ ઈરાન ચર્ચામાં છે. એકતો ઈરાનને અણુ બૉમ્બ  બનાવી ઇસ્લામી જગતમાં પોતાનું વર્ચસ્વ જમાવવું છે. બીજું  ઇસ્લામમાં સુન્ની અને શિયા જે બે પંથો છે. તેમાં ઈરાનમાં શિયાઓની બહુમતી છે. એટલે સુન્ની એવા સાઉદી અરેબિયા સાથે દુશ્મની  છે.   ત્રીજું  ઈરાનને  ઇઝરાયેલ સાથે  દુશ્મની છે, એથી એ ધરતી પરથી ઇઝરાયેલનું નામનિશાન કાઢીનાખવા માંગે છે. 



                                              અણુબોમ્બ બનાવવાની ઈરાનની  પ્રવૃત્તિએ પશ્ચિમ જગત સાથે દુશ્મનાવટ ઉભી કરી છે. એથી આજકાલ અમેરિકાએ ઈરાન પર કડક પાબંધીઓ લગાવી દીધી છે. આ કારણે ઇરાનનના અખાતમાં આજકાલ તંગદિલી પ્રવર્તે છે. 

ઈરાનમાં આજકાલ કટ્ટર મુસ્લિમ મુલ્લાઓનું રાજ છે. એથી આજકાલ ઈરાન વિશ્વમાં એકદમ વિવાદાસ્પદ દેશ બની રહ્ય્યો છે.આ બધા વિવાદોમાં ઈરાન પાસે તેલોના ભંડાર છે એ મહત્વની બાબત છે જે ઈરાનનું મહત્વ વધારી દે છે. 


                                                  ઇતિહાસિક દ્રષ્ટિઓ જોઈએતો ઈરાન એક વખત બહુજ  સમૃદ્ધ અને સંસ્કારી દેશ હતો.પરંતુ મઘ્ય એશિયામાંથી આવેલા મોંગોલ અને હુન્ન આક્રમણોએ  એમની સંસ્કૃતિ, સમૃદ્ધિ, અને વિશાળ પુસ્તોકોના ભંડારોનો નાશ કર્યો . ભારતમાં આવેલા આર્યો  ઈરાન દ્વારા જ આવ્યા હતા . એથી ઇરાનનનો અર્થ આર્ય ભૂમિ થાય છે. ઈરાનમાં જ  લોખંડની અને અગ્નિની શોધ થયેલી . નહેરો દ્વારા ખેતીની પદ્ધતિ પણ ઈરાનથી શરુ થયેલી . ઈંટો દ્વારા ઘર બાંધવાની  શરૂઆત  ઈરાનથી થયેલી . ફિરદોશીના 'શાહનામામાં ' એનો ઉલ્લેખ છે.

                                                     પ્રેમાળ , કોમળ , મધુર  અને દયાવાન પારસીઓ પણ ઈરાનથી ભારત આવ્યા હતા.  પારસીઓ ઇરાનના રાજાઓ જમશેદ અને હોસંગેના ફરજંદ છે . પારસી પ્રજા ભારતને મળેલી ઈરાનની  એક અનોખી ભેટ છે. પારસીઓની વસ્તી ભારતમાં એક લાખથી વધારે નહિ હોય પણ એમનું પ્રદાન ભારતના વિકાસમાં  અનોખું છે.એવો ભાગ્યે જ પારસી જોશોકે જે ભૂખે મરતો હશે.  પારસી પંચાયત, પારસી હાઉસિંગ કોલોનીઓ ,  પારસી સમાજની દેન છે . ભારતમાં સ્ટીલ, ટ્રાવેલ , હોટેલ અને  અન્ય ઉદ્યોગોમાં પણ પારસીઓ આગળ છે. આમ ઈરાન અને ભારતના સબંધો બહુજ પ્રાચીન અને ઊંડા છે.

                                            **************************

   

Friday, June 4, 2021



નિષ્ણાતો 

                                                   ગમેતેવા ગુંચવાયેલા પ્રશ્નોનો  ઉકેલ નિષ્ણાતો દ્વારા લાવવામાં આવે છે . પરંતુ એમના અનુમાનો પણ ઘણી વખત ખોટા પુરવાર થાય છે  એ બાબતમાં ટાટા ઉદ્યોગના  વડા રતન ટાટા કહે છે કે ઘણી બાબતોમાં નિષ્ણાતો નિસ્ફળ નીવડ્યા છે. 

                               બીજા વિશ્વ યુદ્ધને અંતે જાપાન પાયમાલ થઇ ગયું હતું અને નિષ્ણાતોનુ  માનવું હતું કે જાપાનને હવે કોઈ ભવિષ્ય નથી પરંતુ ત્રણ દાયકામાં જાપાને  અમેરિકાના  માર્કેટને પણ મહાત  કરી નાખ્યું. 

                              એજ પ્રમાણે રાજકીય નિષ્ણાતો માનતા  હતા કે અરબો ઈઝરાયેલને  વિશ્વના  નકશા પરથી નાબૂદ કરી નાખશે પરંતુ ઇઝરાયેલ હજુ  અડગ ઉભું છે.

                               અમુક પક્ષીઓના સાઈઝને કારણે અને  એરોડાયનેમિક્સના નિયમો પ્રમાણે ઉડી જ ન શકે એવું વિદ્વાન માને છે તે છતાં બૂમબલ  નામનું પક્ષી  ઉડી શકે છે કારણકે એમને એરોડાયનામિક્સ નિયમોની ખબરજ હોતી નથી. 

                       ક્રિકેટ નિષ્ણાતોના મતે ભારત ૮૩ ના વર્લ્ડ કપમાં નઝરમાં જ ન હતું પણ ભારતે એ કપ મેળવ્યું  હતું. જેનું જીવન સામાન્ય ન હતું એવી અરૂણિમા સિંહા પણ માઉન્ટ એવરેસ્ટ  ચડી ગઈ હતી .



                     નિષ્ણાતોએ  કોરોનાને કારણે આર્થિક પડતીની આગાહી કરી છે.  પણ રતન ટાટા માને છે કે  આપણે કોરોનાને પરાજય આપી ને આર્થિક રીતે સધ્ધર થઇ  મહાનતાથી આગળ વધશું એમાં શંકા નથી .

                                                              *****************

Tuesday, May 18, 2021



 કોરોના અને  ઊંડો શ્વાસ 

                                               કોરોના એ અત્યારે કાળોકેર વર્તાવ્યો છે. એમાં શ્વાસોશ્વાસ અને કોરોના મૃત્યુને સીધો સબંધ છે. કોરોના ફેફસાને નબળા કરી નાખે છે  અને એના ભોગ બનેલા વ્યક્તિને શ્વાસ લેવામાં મુશ્કેલી  ઉભી થાય છે . અને પછી બધી જાતની માવજત આપ્યા છતાં ઘણીવારવ્યક્તિનું  મૃત્યુ થાય છે. ટૂંકમાં ફેફસા જો મજબૂત હોય અને શરીરને શ્વાસોશ્વાસ  દ્વારા પૂરતા પ્રમાણમાં  ઓક્સિજન મળતો રહેતો હોય તો  વ્યક્તિની રોગ સામે સામનો કરવાની  શક્તિ વધી જાય છે.  આથી શ્વાસોશ્વાસની પદ્ધતિ સુધારવાથી  કોરોના જેવા વાઇરસનો મજબૂત સામનો શરીર કરી શકે છે.

                                                    ફેફસાને સુધારવા માટે ઊંડા શ્વાસ લેવાની જરૂરિયાત હોય છે. કહેવાય છે કે ' ઘણીવાર જીવનના સંગર્ષમાં  માણસને શ્વાસ લેવાની પણ ફૂરસત નથી હોતી ' એજ જીવન માટે ભયજનક બની રહે છે. અમેરિકાના પૂર્વ પ્રમુખ બીલ ક્લિન્ટનને  એના તબીબે સલાહ આપી હતી કે' જયારે વખત મળે ત્યારે પાંચ મિનિટ માટે ઊંડા શ્વાસ લેવા જે તેમની તંદુરસ્તી  જાળવવામાં મદદ કરશે . ' આથી ઊંડા શ્વાસો લેવાથી એક નહિ ઘણા ફાયદા છે.

                                           ઊંડા શ્વાસો શરીરના ઝેરી પદાર્થોનો નાશ કરી એને બહાર ફેકી દે છે. અને લાંબેગાળે  માણસની  કાર્યકુશળતા  વધારી દે  છે . એ શરીરમાં ઓક્સીજનનનું  પ્રમાણ વધારે છે . શરીરમાં ટૉક્સિકનું પ્રમાણ ઓછું કરી તંદુરસ્તી  વધારે છે. ઊંડા શ્વાસો  સારા હાર્મોનસોમાં  વધારો કરી શરીરમાં થતા  નૈસર્ગીક દુઃખાવોને  ઓછા કરી નાખે છે.

                                           ઊંડા શ્વાશોશ્વાસને લીધે તણાવ પણ ઓછો થાય છે.  એ  કોલોસ્ટ્રોલ ઓછો કરે છે  અને  હૃદયના ધબકારા પણ ધીમા કરે છે. ઊંડા શ્વાસો લેવાથી લોહીનું  સર્ક્યુલેશન વધે છે જે લોહીના ઝેરી પદાર્થોને બહાર ફેકી દે છે.  એ સારી ઊંઘમાં વધારો કરે છે જે ભયાનક રોગોનો સામનો કરવાની શક્તિ આપે છે. 

                                             કોરોના સામેના જંગમાં પણ ઊંડા શ્વાસોશ્વાસ  લેવાની ક્રિયા બહુજ મદદ રૂપ બની રહે છે.

                                                    *************************

  

                                                    

Tuesday, May 11, 2021

 


 'વણસતું  વાતાવરણ ' અને   વિજ્ઞાનનો અંકુશ?

                                                                              વાતાવરણમાં આવતા બદલાવને ' પ્રદુષિત હવાને ' દોષિત ગણવામાં આવેછે. એ આધુનિક જગતમાં ઘણો જ ચર્ચાસ્પદ વિષય  બની રહ્યો છે. આથી ઉદ્યાગોથી પ્રદુષિત થતું વાતાવરણને અટકાવવા દુનિયાના સર્વો દેશોએ સહમતી સાધી છે. એના અનુસંધાનમાં  પેરિસ કરાર પણ કરવામાં આવ્યા છે.  ઉદ્યોગો જે કાર્બન બહાર ઓકે છે એ વાતાવરણને વધુને વધુ પ્રદુષિત કરતુ જાય છે.આથી કોલસાને બદલે બીજી  કોઈ સાધનથી  ઉદ્યોગો ચલાવવા માટે  પ્રયત્નો થઇ રહયા છે.  એમાં સૂર્ય શક્તિ અને વાયુ શક્તિ નો ઉપયોગ વિજ્ઞાનિકોએ  શરુ કર્યો છે. એમાં  હાઈ ટેકનોલોજીનો પણ ઉપયોગ હવે થવા માંડ્યો છે.

                                                                             ગૂગલના વડા  સુંદર પીચાઈ કહેછે કે વાતાવરણના બદલાવને નિયમનમાં લાવવા માટે હવે કોમ્પ્યુટોર ટેકનોલોજી  અગત્યનો ભાગ ભજવશે . કાર્બન રહિત વાતાવરણને બનાવવામાં યુરોપે સારા  પ્રયત્નો શરુ  કરી દીધા છે. કોલસાથી ઉત્પન્ન થતી ઇલેકટ્રીસિટી એનર્જીને  બદલે  સૂર્ય અને પવન એનર્જીનો ઉપયોગ શરુ કરી દેવામાં આવ્યો છે. 

                                                                         એમાં 'હાઈ ટેક્નોલોજી' હવે સૂર્ય અને પવનમાંથી ઉત્પન્ન થતી એનર્જીની કિંમતમાં ૭૦%થી તે ૮૦% ઘટાડો લાવવાના પ્રયત્નો કરી રહી છે.  એને સારી રીતે સંગ્રહ કરવાના  પ્રયત્ન દવારા અને  એનો બગાડ ઓછો થાય એવી શોધો કરવા પ્રયત્નો કરી રહી છે. ' હાઈ ટેક 'જે એનેર્જી વાપરી રહી છે એમાં ૩૦% એનેર્જી ઓછી વપરાય એવા સાધનો શોધ્યા છે. આજ વસ્તુનો ઉપયોગ  એરપોર્ટ , વ્યાપારી સ્થળો અને મોટા મોટા શોપિંગ કોમ્પ્લેક્સમાં થઇ શકશે . એમાં  'આટ્રીફિશ્યિલ ઇન્ટેલલિજન્સ' વિજ્ઞાનનો  પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.

                                                                         ભવિષ્યમાં 'હાઈ ટેક'  સેટેલાઇટ  દ્વારા ગહન કાર્બન ફેકતા સ્થળોને શોધી એને દૂર કરવાની કાર્યવાહીમાં  મદદ રૂપ થશે. જે કાર્બન  એમિશનને  દૂર કરવામાં વધારે મદદરૂપ થશે . 'હાઈ ટેક ' બદલતા વાતાવરણ અને એનાથી માનવજાત પર  થતી અસર વિષે  પણ માર્ગદર્શન  આપી શકશે . 



                                                                         સેટેલાઇટ માહિતી વડે જંગલોની  'આગો' એના પ્રસારણોના વિસ્તારો અને એની કેટલાએ વિસ્તારોમા વધુ પ્રસારણોની આગાહી 'હાઈ ટેક ' કરી શકાશે. તે ઉપરાંત નદીઓમાં પૂર ક્યારે અને કેટલું પાણી આવશે એની માહિતી એકટી શકશે. એનાથી વખતસર  પગલાં લેવાથી નુકસાનને ઓછું કરવામાં મદદ રૂપ થશે. 'આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સની' મદદ વડે  ક્યારે અને કેટલો વરસાદ થશે એ  જાણી  શકાશે.  જે સામાન્ય હવામાન જાહેરાત કરતા વધારે સાચી હશે. 'હાઈ ટેક'  માને છેકે ૧૦૦% કાર્બન રહિત એનેર્જી શક્ય છે. અને આર્થિક દ્રષ્ટિએ પણ એને સસ્તી પુરી પાડી શકાય છે. 



                                                                      મૂળમાં  દુનિયાની સામે દરેક યુગમાં  કોઈને કોઈ ચુનોતી આવતી જ હોય છે. એમાં આ યુગની મોટામાં મોટી ચુનોતી  'વાતાવરણ બદલાવનો 'છે જેનો સામનો  લોકો અને સરકારોના સહકારથી સફળતા પૂર્વક કરી શકાય છે.

                                            ********************************

   

                                              

                          

Thursday, May 6, 2021



 મમતા બેનરજી

                                                                   તાજેતરના પશ્ચિમ બંગાળના ચૂંટણીના પરિણામોએ મમતા બેનરજીની 'ટીએમસી' ને બહુમતી આપી છે. આ વખતે મુખ્ય ટક્કર 'બીજેપી' અને ટીએમસી' વચ્ચે જ હતી. 'બીજેપી'  પોતાની બધી શક્તિ બંગાળની ચૂંટણીમાં લગાવી દીધી હતી પરંતુ મમતા બેનરજીએ એનો સામનો કરી જીત મેળવી લીધી.

                               મમતા બેનરજીને બંગાળની સિંહણ તરીકે આલેખવામાં  આવે છે. એમની રાજકીય કારકિર્દી  હંમેશા  સંગર્ષમય રહી છે અને અત્યાર સુધી એમાં એમણે સફળતા  મેળવી છે. પહેલા એમનો સંગર્ષ કોંગ્રેસ સામે અને પછી કૉમ્યૂનિસ્ટ સામે હતો . એ બંને  સામે એમણે સફળતા મેળવી હતી . બીજેપી સામેનો વિજય એ એમનો આખરી વિજય છે.

                                 મમતા એના ગરમ મિજાજ માટે  જાણીતા છે પરંતુ લોકોની  નાળને  બરાબર પારખી શકે છે. ટાટાની 'નેનો કાર પ્રોજેક્ટ' સામે લોકોનો રોષ પારખીને એમણે આગેવાની લીધી અને એમાં પણ સફળતા મેળવી હતી. તેઓ પોતાના મંતવ્ય સામે  કોઈની પણ શરમ રાખતા નથી.  તે છતાં એમની લોકપ્રિયતા પાછળ શું રહસ્ય છે એ જાણવું આવશ્યક છે.

                                  મમતાએ સંસદ તરીકેનું  પેંશન  અને મુખ્ય પ્રધાનનો રૂપિયા ૧૦૦૦૦૦/- પગાર પણ લીધો નથી. તેઓ બહુ સાદાઈથે  જીવન જીવે છે. ઘણે ભાગે તેઓ સામાન્ય ચંપલ પહેરીને ફરે છે. તેઓ સામાન્ય સાળી પહેરીને જ લોકોમાં રહે છે.  તેઓ ઇકોનોમિક ક્લાસમાં જ મુસાફરી કરે છે. સરકારી કારને બદલે પોતાની કારનો જ ઉપયોગ કરે છે.  તેઓ રાજ્યના પ્રવાસ દરમ્યાન  સરકારી ગેસ્ટ  હાઉસનું  ભાડું પોતાના પૈસામાથી  આપે છે . ચાના  પૈસા પણ આપવાનું ચુકતા નથી. આજ એમની લોકપ્રિયતાનું  રહસ્ય છે.  લોકોને એમની સાદગી અને નાણાકીય પ્રામણિકતા  ગમે છે.

                                  તેઓ નિપુણ રાજકારણી  છે  અને એમના રાજકીય હરીફોને એમની  ભાષામાં જ જવાબ આપે છે. એ પણ એમની સફળતાનું એક કારણ છે.

                                  મમતા બેનરજી બહુજ  વિવિધતા  ભર્યું  વ્યક્તિત્વ ધરાવે છે . તેઓ પ્રખ્યાત  લેખક , સંગીતકાર અને ચિત્રકાર પણ છે.  તેમણે ૬૨ લોકપ્રિય પુસ્તકો લખ્યા છે.  તેમણે કેટલાએ ગીતો લખ્યા છે અને એનું સંગીત પણ આપ્યું છે. મમતાજીના દોરેલા ચિત્રો પણ લોકપ્રિય બન્યા છે અને સારા ભાવે વેચાય છે. 

                                   એકવાર પત્રકારોએ એમણે પૂછ્યું હતું કે એમનું જીવન કેવી રીતે ચાલે છે? એની સ્પષ્ટતા કરતા એમણે કહ્યું કે' મને મારા પુસ્તકોની ૧૨ લાખ રૂપિયા  જેટલી નીયમીત  રોયલ્ટી મળે  છે એમાંથી મારુ જીવન સહેલાઈથી ચાલી જાય છે. તે ઉપરાંત મારા ચિત્રોમાંથી જે આવક થાય છે તે હું દાનમાં આપી દઉં  છું. ' આવા નેતા લોકપ્રિય હોય એમાં શું નવાઈ?

              કદાચ આજ મમતા બેનરજીની તાજેતરની  ચૂંટણીના  જીતનું રહસ્ય  પણ હોઈ શકે છે!

                                      ****************************************