Sunday, August 8, 2021

 


મિત્ર 

                                                          મિત્રની મિત્રતા એટલે સીઝર અને બ્રુટસના  જેવી કે, મરતા મરતા બ્રુટસના  છરાના ઘાઓ સહન કરતા એકજ રટણ હતું 'બ્રુટસ તું પણ '. કૃષ્ણની સુદામાની મિત્રતા, જે   વર્ષો પછી મિત્ર સુદામાને મળવા માટે તડપતા કૃષ્ણની  વિરહ દોડમાં હતી . અંગ્રેજ મિત્ર ફોર્બસના મરણના  શોકમાં ડૂબેલા કવિ દલપતરામના આંશુઓમા પણ  મિત્રતા ટપકતી  હતી.આને  મિત્રતા કહેવાય!

                               શાળાના મિત્રોમાં મિત્રતા તદ્દન નિદોષ અને નિર્મળ હોય છે. કોલેજની મિત્રતામાં આદર્શ, લાગણી અને રંગીલાપણું વધારે ટપકે છે. એમાં નક્કરતાનો અભાવ હોય છે પણ મધુર હોય છે. જીવનની દોડમાં મિત્રતા એક બીજાને  મદ્દદ કરવાની ભાવનામાંથી જન્મે છે. પણ મિત્રતાએ મિત્રતા છે એક બીજાનો સહારો બનવાનની તમન્ના હોય છે. ઘણીવાર લંગોટિયા મિત્રોની મિત્રતા બહુ જ મધુર અને મીઠા સ્મરણોથી ભરપૂર છે અને એના ગાંઠ બહુ મજબૂત હોય છે.



                                ઘણા લેખકો અને કવિઓએ મિત્રતા વિષે ઘણું લખ્યું છે. મિત્રો ઘણીવાર નજદીકના સ્નેહો  કરતા પણ વધુ ટેકારૂપ બની રહે છે. આથી સારા મિત્રો મળવા એ પણ ભગવાનની કૃપા હોય છે. મિત્રતામાં ઊંચ નીચને કોઈ સ્થાન નથી. એક બીજાની નિર્બળતાને દોહરાવવાનો  પણ મિત્રતામાં કોઈ સ્થાન નથી. દિલોનો મેળાપ જ એક બીજાના મિત્રતાથી બાંધી દે છે. મિત્રતામાં ઈર્ષા ,અહમને કોઈ સ્થાન નથી. એટલેકે ખરી મિત્રતા નિર્મળ પ્રેમ પર અને સ્વાર્થ રહિત હોય છે. 

                              ' મિત્રતા ' પર જાણીતા લેખક  જય વસાવડાની કહે છે,

 મિત્ર 

                શ્વાસ કરતા પણ વધુ વિશ્વાસ છે

                મિત્ર તું ભગવાનથી પણ ખાસ છે 

                ઘા સમય જે રૂઝવી શકતો નથી 

                તું એ રૂઝવે છે , મને અહેસાસ છે.

                કેવા ઝગડા આપણે કરતા હતા 

                યાદ કરવામાંય  શો ઉલ્લાસ છે !

                વીતી વીતે વીતશે  તારા વગર

                એ પળો જીવન નથી  ઉપહાસ છે

                હાસ્ય ભેગા થઇ કરે જાગરણ 

                તકલીફો  કાયમી ઉપહાસ છે 

                એ ખભો નહિ હોય તો નહિ ચાલશે 

                એ ખભો ક્યાં છે ? એ મારો  શ્વાસ  છે 

                 મેરે વો  દોસ્ત હૈ  સારે જ્હાકો હૈ માલુમ 

                 દગા કરે વે કિસીસે , તો  શર્મ આયે મુઝે .  

                                     ********************************** 

                

                

                                   

                                   

                                     

Wednesday, August 4, 2021



કોરોનાનો પ્રકોપ -૨૦૨૦

                                         કોરોના વાઇરસની  બીમારીએ આખી દુનિયાનો સિનારો બદલી નાખ્યો છે. ૨૦૨૦ માં  એના પ્રકોપે  દુનિયાના સમાજ . ઉદ્યોગો , લોકોની રહેણીકરણીમાં , ફેરફારો લાવી દીધા છે. કોરોનાને લીધે અવાજનું પ્રદુષણ પણ દુનિયામાં ૫૦% ઘટી ગયું છે.  વાહન વ્યહવાર ઘટવાથી બીજી જાતના પ્રદુષણ પણ ઘટી ગયા છે. પરંતુ  સામાન્ય લોકોની પાયમાલી વધી ગઈ હતી.

                                            ઘણાને સમાજ , કુટુંબ  અને મિત્રોને પણ મળવાનો દરરોજના જીવન સંગ્રામમાંથી    વખત  ન હતો, તેવા લોકો પણ હવે એકબીજાની નજદીક આવી ગયા  છે.  કોરોનાએ બીજી બાજુ વિશ્વને  મોટો ફટકો માર્યો છે, જેથી ગરીબી અને  બેરોજગારી  વધી ગઈ છે. ૨૦૨૦ માં મહિનાઓ સુધી ડોક્ટરો અને સ્વાથ્ય કર્મચારીઓ પાસે કોરોના બીમારી ની કોઈ વેકસિન  નહતી . આથી દુનિયાભરમાં ૭૦૦૦ જેટલા સ્વાથ્ય કર્મચારીના પણ મૃત્યુ થયા . એક મિલિયનથી  વધારે લોકો એ બીમારીનો ભોગ બન્યા હતા અને ભૂખમરો વધ્યો હતો. કેટલાએ દેશોમાં મારી ગયેલા લોકોની લાશોને નિકાલ કરવા માટે સૈન્યની  મદદ લેવી પડી હતી . કેટલાએ દેશમાં લોક આઉટ થયો હતો  ને કામધંધા બંધ થઇ ગયા હતા.  લાખો લોકોએ  એક જગ્યાએથી  બીજી જગ્યાએ આશરો લોધો હતો અને લોકોની હાડમારીનો કોઈ હિસાબ નથી.



                                                        લાખો  કર્મચારીઓને ઘરેથી કામ કરવાની ફરજ પડી હતી અને એ પદ્ધતિ હવે કાયમ થશેકે શું ? સ્કુલો બંધ થવાથી વિશ્વભરમાં  ૧.૬ બીલીઓન  વિદ્યાર્થીઓ ઘરે બેઠા એમાંથી ૨૪ મિલિયન વિદ્યાર્થીઓએ  સ્કૂલો છોડી દીધી હતી. એમાંથી ઘણા બાળકો કદાચ  કામ પર લાગી જાય તો નવાઈ નહિ ! પ્રવાસ ઉદ્યોગ  જે વિશ્વમાં ૩૨૦ બિલિયનનો  છે તેમાં પણ ૯૮%  ઘટાડો થયો છે.  એનાથી વિમાની ઉદ્યોગને પણ નુકશાન થયું છે. લોકો ઘરમાં રહેવાથી હોટેલ ઉદ્યોગ પણ બીમાર છે. એમ કહેવાય રહ્યું છે કે આખરે ૨૦૨૦ નું  વર્ષ  ' એકાંતનું ' વર્ષ બની ગયું છે.

                                         એક વાત ચોક્કસ છે કે ૨૦૨૦ ના વર્ષે  દુનિયામાં ઘરખમ બદલાવ લાવી દીધો  છે અને કોરોનાના પ્રકોપે લોકો,  અને અર્થવ્યવસ્થામાં  પાયમાલી સર્જી છે. ગીતા તો કહે છે કે જે થાયછે એ સારા માટે હોય  છે. માટે એના સારા પરિણામોની પણ રાહ જોવી રહી. 

                                   ***************************************** 

                                        

                                            

Monday, July 19, 2021



  અફઘાનિસ્તાનની અવદશા 

                                                                 અફઘાનિસ્તાન સાથે ભારતના હજારો વર્ષોના સબંધ છે. મહાભારતની ગાંધારીનું અફઘાનિસ્તાન પિયર હતું અને દુશાશન ગાંધાર દેશનો રાજ કુમાર હતો . આજે પણ અફઘાનિસ્તાન એક પ્રાન્તનું નામ ગાંધાર છે. અફઘાનિસ્તાનમાં હિન્દૂ અને બુદ્ધ સંસ્કૃતિના અવશેષો છે. મધ્ય એશિયામાંથી મુસલમાન આક્રમણોએ અફઘાનિસ્તાનને  મુસ્લિમ રંગોથી ભરી દીધો અને એ ભારતીયતાથી અલગ કરી દીધી . તે છતાં ત્યાંની મુસ્લિમ પ્રજા ઉમદા, બહાદુર, વફાદારીમાં અજોડ છે. રવીન્દ્રનાથની પેલી વાર્તા 'કાબુલીવાલા' એક ઉમદા પઠાણની કહાની છે, જે આજે પણ વંચાય છે.

                                            અફઘાનિસ્તાન ડુંગરાળ પ્રદેશ છે એટલે એના પર  કબજો કરવો મુશ્કેલ છે. કબજો જમાવાય તો પણ એના પર કબજો જમાવી રાખવો મુશ્કેલ છે. આમ પણ  એની પ્રજા પણ લડાયક અને બહાદુર છે.  પહેલા રશિયાએ એના પર કબજો જમાવ્યો હતો . એક લાખથી વધારે સૈન્ય એમણે  ઉતાર્યું હતું . એ સામે પઠાણો સામે પડ્યા હતા. અમેરિકાને પણ રશિયાનો  કબજો ખડકતો હતો. તાલિબાન નામનું  ધાર્મિક પઠાણોનું એક  સંઘઠન  પાકિસ્તાનની મદદથી ઉભું કરી રશિયા સામે મોરચો ઉભો કરી દીધો. આમ પણ પાકિસ્તાન અફઘાનિસ્તાનનું  સારું ભાઈબંધ રહ્યું નથી.  તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં એવું યુદ્ધ  આદર્યું કે રશિયા અફઘાનિસ્તાનના  ડુંગરોમાં   ખોવાઈ ગયું.  રશિયા એ આખરે બિસ્તરા પોટલા બાંધીને અફઘાનિસ્તાનમાંથી  નીકળી જવાની ફરજ પડી. તાલિબાનોએ  અફઘાનિસ્તાન પર કબજો જમાવી દીધો અને ઇસ્લામિક રાજ્ય સ્થાપી દીધું .ઇસ્લામિક આંતકવાદીઓએ પણ અફઘાનિસ્તાનમાં આશરો મળવા લાગ્યો . એમાં ઉસ્માન બિન લાદેને પણ અફઘાનિસ્તાનમાં 'અલ કાયદા' નામની સંસ્થા દ્વારા ઇસ્લામિક આંતકવાદને પ્રોત્સાહન આપવા માંડ્યું . એમાંથી જ અમેરિકા પર હુમલો કરવાનું  કાવતરાનો જન્મ થયો. 



                                                  'વર્લ્ડ ટ્રેડ સેન્ટર્સ 'પરના આંતકવાદી હુમલાની યોજના અફઘાનિસ્તાન જ થઇ હતી અને એથી અમેરિકા તાલિબાનો પર હુમલો કર્યો અને અફઘાનિસ્તાનનો કબજો લીધો. એમાં અફઘાન પ્રજા અને એની સંપત્તિનો નાશ થયો . વિમાની હુમલાઓએ અફગાનિસ્તાનમાં તબાહી મચાવી દીધી. ત્યારથી અફઘાનિસ્તાનની દશા બેઠી છે. એક તરફ અમેરિકાએ અફઘાનિસ્તાનને લોકશાહી સરકાર આપી તો બીજી બાજુ તાલિબાનોએ  ગોરીલા યુદ્ધ ચાલુ રાખ્યું . એ આંતરિક યુદ્ધમાં અફઘાનિસ્તાનની અવદશા થઇ ગઈ છે. પાકિસ્તાન હજુ પણ તાલિબાનોને મદદ કરી રહ્યું છે. હવે અમેરિકા પણ અફઘાનિસ્તાનમાં  હાંફી ગયું છેઅને અફઘાનિસ્તાનમાંથી નીકળી જવા માટે તૈયારી કરી દીધી છે. તાલિબાનો સાથે અમેરિકા સાથે સંધિ કરી છે પણ તાલિબાનો એ સંધિને પાળશે કે નહિ એ મોટો પ્રશ્ન છે.



                                                આજે પણ તાલિબાનો અફઘાનિસ્તાનના  ૩/૪ વિસ્તાર પર કબજો ધરાવે છે. રાજધાની કાબુલ પણ  સલામત નથી એવી વિપરીત પરિસ્થિતિ  છે. એવા સંજોગોમાં ભારતે અફઘાનિસ્તાન માં મૈત્રી રૂપે રસ્તા , બંધ , સ્વાસ્થ , વગેરેમાં સારું એવું રોકાણ કર્યું છે. જે હવે જોખમમાં છે. અને હવે અફઘાનિસ્તાનની અવદશા બેઠી છે એમાંથી કેવી રીતે બહાર આવશે એ એક મોટી સમસ્યા છે. 

અફઘાનિસ્તાનની  ઉમદા પ્રજાને  વગર વાંકે  સહન કરી રહી છે.

                                 *************************************

Friday, July 16, 2021

  


આર્યોની વૈદિક સંસ્કૃતિનું મૂળ

                                                                     ભારતની વૈદિક  સંસ્કૃતિ આર્યોને આભારી છે. પરંતુ એમના  વિષે ઘણા વિવાદો ચાલે છે. કેટલાકનું માનવુંછે કે આર્યો મધ્ય એશિયામાંથી ઉતરી ઉત્તરમાંથી ભારતમાં આવ્યા હતા તો કેટલાક એ માનવાતૈયાર નથી અને માને છેકે આર્યો મૂળ ભારતના જ હતા.

                                              ભારતમાં  શ્યામ રંગના આદિવાસી મૂળની કેટલીએ જાતિઓ છે. તેઉપરાંત જેમ દક્ષિણ ભારતમાં જાવ તેમ લોકોની ચામડીઓ શ્યામ થતી જાય છે. જયારે ઉત્તર ભારતમાં બહુજન  લોકોની ચામડી ધોળી હોય છે. એથી ભારતમાં બહારથી આવેલા કેટલાક  લોકોની શક્યતા વધી જાય છે. ઇતિહાસકારોએ પણ એ બાબતમાં સારું એવું સંધોધન કર્યું છે એ પરથી લાગે છેકે આર્યો વૈદિક સંસ્કૃતિ સાથે બહારથી ભારતમાં આવ્યા હોય એવી શક્યતા વધી છે.



                                             વૈદિક સંસ્કૃતિનો ઇતિહાસ ૫૦૦૦ થી ૧૦૦૦૦વર્ષ જૂનો છે.  રૂસમાં થયેલા સંધોધન પ્રમાણે  આર્કેટિક મહાસાગરની દક્ષિણે અને રશિયાની ઉત્તરે  ઉરલ પર્વતમાળા આવેલી છે. જેના ૨૦૭૨ મીટર ઉંચા શિખરનું  નામ ' માઉન્ટ નારદ નાયા ' તરીકે ઓળખાય છે. એટલેકે નારદ મુનિના નામથી નારદ શિખર તરીકે ઓળખવામાં આવેછે. ૧૯૧૭ની રશિયન ક્રાંતિ વખતે એનું સમર્થન કરવામાં આવ્યું હતું. નારદ મુનિ વીણા સાથે સારી દુનિયામાં ફરતા રહેતા એ વાત પણ બહુ પ્રચલિત છે.

                                          સ્ટીફન્સ કાનાકે કરેલા ૨૦૦૭ ના સંધોધન પ્રમાણે દસમી સદીની ભગવાન વિષ્ણુની  પ્રતિમા પણ રશિયામાં મળી આવી છે. એ જે વિસ્તારમાં મળી આવી છે એ વિસ્તાર 'સરાયા મેના' તરીકે ઓળખાયછે જેનો ઋગ્વેદમાં ઉલ્લેખ છે.



                                               તે ઉપરાંત રશિયામાં જુનવાણી ચર્ચ  થતી વિધિઓ હિન્દૂ  મંદિરમાં થતી વિધિ જેવી જ હોય છે.રશિયામાં ભારતમાં ઉજવાતો હોળી જેવો જ  તહેવાર'મસ્લેનીત્સા' ઉજવાય છે.રશિયા અને ભારતની આંકડા ગણવાની પદ્ધતિમાં પણ સામ્યતા છે.

                                                  રશિયામાં' ગૂડબાય'  ને રશિયન  ભાષામાં  ' ડોસ વિદાયન્યા' કહે છે જેમાં વિદાય શબ્દ  સંસ્કૃતમાંથી આવેલો છે. રશિયાની નદીઓના નામો  વ્યાસ , કામા ,નારા,  મોક્ષા, શિવા વગેરે પણ સંસ્કૃત ભાષામાંથી જ આવ્યા હોય એવું જ લાગે છે. રશિયામાં શહેરના નામની પાછળ 'ગોરોડ' લગાડવામાં આવેછે તે ભારતના શહેરોને લગાડતા ગઢ શબ્દને મળતો આવે છે.

                                                  પુરાતન કાળમાં  વૈદિક સંસ્કૃતિ  ઉરલ પર્વત માળા અને વોલ્ગા નદીના પ્રદેશમાં વિક્સિત થઇ હતી એમ માનવામાં આવે છે . આથી ભારત રશિયાના સબંધો ૧૦૦૦૦ વર્ષો પુરાણા છે. ત્યાંથીજ આર્યો આખા જગતમાં ફેલાયા એટલેકે યુરોપ અને અન્ય જગાએ.  લેટિન ભાષાનું મૂળ પણ સંસ્કૃત છે એ પણ ઉપરની માન્યતાને નિશ્ચિત કરેછે. એ પણ સત્ય છેકે બધી યુરોપીઅન ભાષાઓનું મૂળ લેટિન ભાષામાં છે.  આથી જર્મન લોકો પણ માને છે કે ભારતને અને જર્મનીને  પુરાતન સાંસ્કૃતિક સબંધો છે. હિટલરે તો જર્મની  માટે ભારતીય ધાર્મિક અને સાંસ્કૃતિક  પ્રતીક સ્વસ્તિકને  રાષ્ટ્રીય પ્રતીક તરીકે અપનાવ્યું હતું. 

                                                    આ બતાવે છે કે ભારતીય વૈદિક  સંસ્કુતિ દુનિયાની પુરાણી સંસ્કૃતિ છે. જેના મૂળિયા અને ડાળીઓ જગત ભરમાં પથરાયેલા છે.

                                    ************************************

 

                                                

      

Wednesday, July 7, 2021



 બ્રેઈન 

                                                                                બ્રેઈન (મગજ ) એ શરીરનું અગત્યનું અંગ છે. એમાંથી ઉદ્ધભવતા રોગો માનવીને  પાંગળા બનાવી દે છે. સ્ટ્રોક , અલ્ઝેમેઇર  જેવા રોગો મગજમાંથી જ ઉત્ત્પન થાય છે માટે મગજને તંદુરસ્ત રાખવું આવશ્યક છે.

                             એના માટે મગજને અમુક કસરતોની જરૂરિયાત હોય છે. જલ્દી ચાલવાથી શરીરમાં લોહીમાં વધુ ઓક્સિજન મળે છે અને મગજને વધુને વધુ શુદ્ધ લોહી મળે  છે. આથી યાદ શક્તિ વધે છે  અને મગજને તંદુરસ્ત બનાવે છે. 

                              જ્ઞાન ને માટે કોઈ પણ મર્યાદા નથી. જીવનમાં માણસ વધારેને વધારે જ્ઞાન મેળૅવતા રહેવું જોઈએ જેથી મગજ વધુ ત્રીવ  અને તંદુરસ્ત રહે. જેટલું મગજનો વધારે ઉપયોગ કરો તેટલા  શરીરના બીજા અંગો  વધારે કાર્યક્ષમ બને   છે. માનસિક રમતો , વાંચન , વગેરે મગજને વધારે તંદુરસ્ત અને કાર્યક્ષમ બનાવે છે.એ દ્રષ્ટિએ લેખન પ્રવૃત્તિ પણ પણ એમાં ઉપયોગી થઇ શકે છે. મધુર સંગીત  ઘણીવાર મગજને રાહત પહોંચાડે છે. ટૂંકમાં મગજને અને શરીરને સારું રાખવા માટે સકારત્મક પ્રવૃત્તિઓ જરૂરી છે.



                               માનવી એ સામાજિક પ્રાણી છે એટલે  ઘાઢ સામાજિક સબંધો રાખવા પણ જરૂરીછે. સારા મિત્રો અને સામાજિક પ્રવૃત્તોમાં  તરબોળ રહેવાથી પણ મગજ એકટીવ રહે છે. લોકો સાથે સંપર્કમાં રહેવાથી મગજ દ્વારા બીજા શરીરના અંગોને પણ શક્તિ મળે છે. એકલતા એ માનવીનો મોટો દુશ્મન છે. એ માણસના મગજમાં  તણાવ, અરક્ષિતતાની  ભાવના, અને ડિપ્રેશન  લાવે છે જે મગજને નબળું બનાવે છે. એમાંથી કેટલીયે માંદગીઓ  ઉત્પન્ન થાય છે અને માનવીને મૃત્યુ તરફ દોરી જાય છે.

                               કેટલીયે બીમારીઓ માનસિક હોય છે જે બીમાર મગજના સંકેત આપે છે.  કેટલાએ દર્દો માનસિક હોય છે જેનું કોઈ નિવારણ નથી. આથી તંદુરસ્ત મગજ જ શરીરને સારું રાખે છે. તંદુરસ્ત મગજ જીવનમાં પ્રેમ, શક્તિ, સકારત્મકતા લાવે છે અને જીવનને આનંદમય બનાવે છે. એટલા માટે માનસિક તંદુરસ્તી જીવનમાં આવશ્યક છે.

                                                  ***************************

Monday, June 14, 2021

 


આદર્શ રાષ્ટ્ર ચરિત્ર- એનું ઘડતર 

                                               આજે જાપાન દુનિયામાં આદર્શ રાષ્ટ્ર મનાય છે. ત્યાંની પ્રજા આખી દુનિયામાં એમની શિસ્તબંધતા માટે પ્રખ્યાત છે. તે ઉપરાંત તે વિશ્વમાં સ્વચ્છતામાં અગ્રગણ્ય છે.  ગુનાઓનું પ્રમાણ પણ બધા દેશો કરતા એકદમ  ઓછું છે. જાપાન એક આદર્શ રાષ્ટ્ર  તરીકે કેવી રીતે ઉપસ્યું છે એ જાણવું ઘણું અગત્યનું છે.



                                                  જાપાનની શિક્ષણ પદ્ધતિ એ જાપાનનું ઉચ્ચ ચરિત્રનું નિર્માણ કર્યું છે. જાપાનના બાળકોને  નાનપણથીજ આદર્શ  જીવનના પાઠ ભણાવવામાં આવેછે. બાળકો રસ્તાઓ ઓળંગીને એને પ્રણામ કરેછે કારણકે સારા  રસ્તાઓજ એમના જીવનને શાળામાં જવામાટે સરળ બનાવે છે. તેમને નિર્જીવ  મશીનને પણ સારીરીતે વાપરવાની તાલીમ આપવામાં આવે છે. બીજાઓ સાથે નમ્રતા પૂર્વક વાત કરવાની બાળકોને તાલીમ આપવામાં આવે  છે.



                                                    બાળકોના માબાપ કદી બાળકોને મુકવા જતા નથી .દરેક બાળક  પોતાની રીતે જ  શાળામાં પહોંચે છે.શાળામાં પણ બાળકો પોતાનું ખાવાનું પોતે જ લઇ લે છે. ખાધા પછી  પોતાના વાસણો પોતેજ ધોઈ નાખે છે. આમ નાનપણથી એમને આત્મનિર્ભરતાના પાઠો શીખવવામાં આવે છે.



                                                      શાળામાં સાફસૂફી બાળકો જ કરે છે અને બાથરૂમો  સુધા બાળકો જ સાફ કરેછે . એથી શાળાઓને બાથરૂમની   સાફસૂફી મારે કોઈ માણસો રાખવા પડતા નથી.આથી બાળકોને સ્વચ્છતાના  પાઠ નાનપણથીજ શીખવવામાં આવે છે.



                                                       બાળકો તેમના માબાપને પણ મદદરૂપ  બનતા હોય છે. આવતાજતા તેઓ  ઘરને માટે જરૂરિયાતની વસ્તુઓ  ખરીદી કરતા હોય છે. નાંના બાળકોને રિસાયકલિંગના મશીનો ચલાવવાની તાલીમ આપવામાં આવે છે જેથી તેઓ ઘરના રિસાયકલિંગ કરવાની વસ્તુઓ મશીનો દ્વારા જાતે કરી શકતા હોય છે. આમ બાળકોને  નાનપણથી જ સારા નાગરિક બનવાની તાલીમ આપવામાં આવે છે.

                                                    મૂળમાં તો આબધી તાલીમો ભાવિ નાગરિકોમાં ઉત્તમ ચરિત્ર ઘડવામાં મદદ રૂપ બને છે. આથી જાપાનમાં શિસ્ત , અને  ઉંચ્ચ વર્તણુંકનું વાતાવરણ છે. ટ્રેન માં ચડતી કે ઉતરતીવખતે   ધક્કામુક્કી થતી નથી. લોકો એક પછી એક ટ્રેનમાં ચડે છે. અને ઉતારનારાઓને પહેલા ઉતારી જવા દે છે. જયારે ઘણા દેશોમાં આવું શિસ્ત જોવા મળતું નથી.  જાપાની નાગરિકોમાં બીજાની કદર કરવાની  લાગણીઓ હોય છે. રમતો પુરી થયા પછી સ્ટેડિયમને લોકો જ સાફ કરી નાખે છે. 



                                                  એક્સલેટેર પર પણ શિસ્તપૂર્વક લાઈનમાં ઉભા રહે છે અને લાઈન ક્રોસ કરવાને કદી પ્રયત્ન કરતા નથી. ટૂંકા નાનપણથીજ આદર્શ નાગરિક બનવાની તાલીમ આપવામાં આવે છે.  એથી  જ  જાપાન આજે દુનિયામાં સ્વચ્છ , શિસ્તબંધ,  અને ઊંચ ચરિત્ર ધરાવતું રાષ્ટ્ર બની ગયું છે.


                                           ********************    

                                                  

                                   

Sunday, June 13, 2021

ઈરાન 

                                                    આજકાલ ઈરાન ચર્ચામાં છે. એકતો ઈરાનને અણુ બૉમ્બ  બનાવી ઇસ્લામી જગતમાં પોતાનું વર્ચસ્વ જમાવવું છે. બીજું  ઇસ્લામમાં સુન્ની અને શિયા જે બે પંથો છે. તેમાં ઈરાનમાં શિયાઓની બહુમતી છે. એટલે સુન્ની એવા સાઉદી અરેબિયા સાથે દુશ્મની  છે.   ત્રીજું  ઈરાનને  ઇઝરાયેલ સાથે  દુશ્મની છે, એથી એ ધરતી પરથી ઇઝરાયેલનું નામનિશાન કાઢીનાખવા માંગે છે. 



                                              અણુબોમ્બ બનાવવાની ઈરાનની  પ્રવૃત્તિએ પશ્ચિમ જગત સાથે દુશ્મનાવટ ઉભી કરી છે. એથી આજકાલ અમેરિકાએ ઈરાન પર કડક પાબંધીઓ લગાવી દીધી છે. આ કારણે ઇરાનનના અખાતમાં આજકાલ તંગદિલી પ્રવર્તે છે. 

ઈરાનમાં આજકાલ કટ્ટર મુસ્લિમ મુલ્લાઓનું રાજ છે. એથી આજકાલ ઈરાન વિશ્વમાં એકદમ વિવાદાસ્પદ દેશ બની રહ્ય્યો છે.આ બધા વિવાદોમાં ઈરાન પાસે તેલોના ભંડાર છે એ મહત્વની બાબત છે જે ઈરાનનું મહત્વ વધારી દે છે. 


                                                  ઇતિહાસિક દ્રષ્ટિઓ જોઈએતો ઈરાન એક વખત બહુજ  સમૃદ્ધ અને સંસ્કારી દેશ હતો.પરંતુ મઘ્ય એશિયામાંથી આવેલા મોંગોલ અને હુન્ન આક્રમણોએ  એમની સંસ્કૃતિ, સમૃદ્ધિ, અને વિશાળ પુસ્તોકોના ભંડારોનો નાશ કર્યો . ભારતમાં આવેલા આર્યો  ઈરાન દ્વારા જ આવ્યા હતા . એથી ઇરાનનનો અર્થ આર્ય ભૂમિ થાય છે. ઈરાનમાં જ  લોખંડની અને અગ્નિની શોધ થયેલી . નહેરો દ્વારા ખેતીની પદ્ધતિ પણ ઈરાનથી શરુ થયેલી . ઈંટો દ્વારા ઘર બાંધવાની  શરૂઆત  ઈરાનથી થયેલી . ફિરદોશીના 'શાહનામામાં ' એનો ઉલ્લેખ છે.

                                                     પ્રેમાળ , કોમળ , મધુર  અને દયાવાન પારસીઓ પણ ઈરાનથી ભારત આવ્યા હતા.  પારસીઓ ઇરાનના રાજાઓ જમશેદ અને હોસંગેના ફરજંદ છે . પારસી પ્રજા ભારતને મળેલી ઈરાનની  એક અનોખી ભેટ છે. પારસીઓની વસ્તી ભારતમાં એક લાખથી વધારે નહિ હોય પણ એમનું પ્રદાન ભારતના વિકાસમાં  અનોખું છે.એવો ભાગ્યે જ પારસી જોશોકે જે ભૂખે મરતો હશે.  પારસી પંચાયત, પારસી હાઉસિંગ કોલોનીઓ ,  પારસી સમાજની દેન છે . ભારતમાં સ્ટીલ, ટ્રાવેલ , હોટેલ અને  અન્ય ઉદ્યોગોમાં પણ પારસીઓ આગળ છે. આમ ઈરાન અને ભારતના સબંધો બહુજ પ્રાચીન અને ઊંડા છે.

                                            **************************