Friday, October 21, 2022



શકુંતલાદેવી -માનવીય કોમ્પ્યુટર 

                                                          શકુંતલાદેવી   ઇન્ડિયન ગણિતશાસ્ત્રી  અને કોમ્પ્યુટર સાથે હરીફાઈ કરી શકે એવી વ્યક્તિ હતી. તેઓ મોટા  આંકડાઓની ગણતરીઓ સેકન્ડોમાં કરી શકવાની અજબ શક્તિઓ ધરાવતા હતા.  એના કારણે તેમણે ગિનીસબુકમાં વર્લ્ડ રેકોર્ડ પણ નોધાવેલાં હતા.

                                                                તેઓ એ બે ૧૩ ડિજિટ નંબરના ગુણાકાર  ૨૮ સેકન્ડમાં કરી બતાવ્યા હતા. ૧૯૭૭માં શકુંતલાદેવીએ  ૨૩ રુટ ઓફ ૨૦૧ આંકડાની ગણતરી ૫૦ સેકન્ડમાં કરી હતી. તેઓ કોમ્પ્યુટર સમાન શક્તિ ધરાવતા હતા,  એટલેકે તેઓ તે વખતના યુનિવલ ૧૧૦૧ કોમ્પ્યુટરની હરીફાઈ માં હતા. એ એક અજાયબ શક્તિ ધરાવતા હતા.  શકુંતલાદેવી સામે ટકી રહેવા માટે યુનિવલ કોમ્પ્યુટર  માટે સ્પેશ્યલ પ્રોગ્રામ લખવામાં આવ્યો હતો જેથી તે શકુંતલાદેવી  સાથે તેની ગણતરી કરવાની શક્તિઓ સામે હરીફાઈ કરી શકે.



                                                           આમ શકુંતલાદેવી ભારતનું ગૌરવ હતા જેના માટે દરેક ભારતીયો  પણ ગૌરવ લઇ શકે છે.

                                  *************************************


                                                               

Thursday, October 13, 2022



ચીનની  પડતી ,

                              ચીનની  વધતી તાકાત સાથે એની દાદાગીરી પણ વધી ગઈ હતી. ચીન એની આજુબાજુના દેશો સાથે સરહદોની બાબતમાં ઝગડી રહ્યું છે. તાઇવાનનો કબજો લેવા માટે વારેઘડીએ છમકલાઓ કર્યા જ કરે છે. એથી ચીનને ઘણા દેશો સાથે રાજકીય સંબધો તંગ થઇ ગયા છે.

                                તે ઉપરાંત ટ્રમ્પએ ચીન સાથે વેપાર યુદ્ધ શરુ કરી દીધું હતું.  યુરોપીઅન દેશોએ પણ ચીનના માનવહકના ભંગ માટે બહિષ્કાર શરુ કર્યું છે. અને એમના વેપારને ચીનથી વાળવાના મથામણમાં છે. ઇંગ્લેન્ડે ચીનની વસ્તુઓ પર કર વધારી દીધો છે. અને કેટલાક નિયંત્રણો પણ લાદ્યા છે. ભારતે પણ લડાખના સરહદી વિવાદને લીધે ચીન પર નિયંત્રણો લાદેલા છે. એનાથી વધારે દુનિયાના દેશો કોવિદ-૧૯ માટે ચીનને જવાબદાર માને છે. આથી ચીને ઝીરો કોવિદ નીતિ અપનાવી છે એથી એની અર્થ વ્યવસ્થાને પણ નુકશાન થયું છે.



                              ચીનના આર્થિક આંકડાઓ પણ નીચે જઈ રહયા છે.  વર્લ્ડ  બેન્કના અહેવાલ પ્રમાણે ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન ચીનનો નિકાસનો વૃદ્ધિ દર ૨૩.૫ ટકા જેટલો હતો  તે ઘટીને  કરોના કાળ પછી  ૧૮.૪ ટકા પર નીચો આવી ગયો છે. પહેલા ૧૮ કરોડ લોકોને રોજગારી મળતી હતી  એ ક્ષેત્રમાં પણ ૧.૫  બેરોજગાર બન્યા છે. બાંધકામ ક્ષેત્રમાં પણ લોકોનો વિસ્વાસ રહ્યો નથી . એની અસર ચીનના જીડીપી પર થયો છે એથી ચીનનો જીડીપી  ૪.૩ ટકા પર નીચો આવી ગયો છે.

                            વિદેશી કંપનીઓ એમનું રોકાણ ચીનમાંથી ખસેડી રહયા છે અને એનો પણ ફટકો ચીનને પડી રહ્યો છે.ચીની કંપનીઓના નફામાં પણ ઘટાડો આવ્યો છે. અમેરિકામાં ઘણી ચીની કંપનીઓ સામે તપાસ ચાલી રહી છે એની અવળી અસર ચીનના આર્થિક સ્થિતિ પર પડી છે.  ચીનના ૧૦૦ દેશો ચાલતા બીઆરઆઈ  પ્રોજેક્ટ ઓ પણ એની અસર થઇ છે. એથી એવું લાગે છેકે ચીનની આર્થિક સ્થિતિ કથળી રહી છે.

                                     *************************** 

Saturday, October 1, 2022



 ભીખ પણ એક ધંધો છે

                                        લોકોમાં ભીખ માંગીને પણ લોકો  લાખોપતિ કે  પછી કરોડપતિ બની ગયા છે એ જાણીને પણ તમને આશ્ચર્ય થશે. પરંતુ એ સત્ય બની  ગયું છે. જેને આપણે દયા અને સમાજમાં ધીક્કારીયે છીએ  એવા લોકો આપણા કરતા પણ  ઘણા સમૃદ્ધ બનીચુક્યા હોય છે. કઈ કરવાનું નહિ. મંદિરકે જાણીતી જાહેર જગ્યા આગળ પાથરણું પાથરીને બેસી જવાનું અને દયામય સ્વરમાં લોકોની દયા વૃત્તિને ઉશ્કેરીને પૈસા બનાવવાના.

                                      આવા સમૃદ્ધ ભિખારીઓની કહાની પણ રોચક હોય છે. આપણે  પરદેશી ભિખારીથી એમની રોચક કહાની શરુ કરીએ .સાઇમોન રાઈટ  વર્ષના ૫૦૦૦૦ પાઉન્ડ લંડનની  નેટ વેસ્ટ બેંક સામે બેસી ભીખ દ્વારા કમાઈ લેતો  હતો.  એ ફાટેલા કપડા પહેરીને બેસતો અને પોતાની સ્થિતિ બહુજ ખરાબ છે એવા દેખાવો પણ કરતો. પોલીસ વાળાને પણ એના પ્રત્યે દયા હતી. એની પાસે ૩૦૦૦૦૦પાઉન્ડ અને સારા લત્તામાં એનો એક ફ્લેટ પણ હતો.



                                        એક ભારતીય ભિખારી મુંબઈના રાજેશ જૈન વિષે પણ રસપ્રદ કિસ્સો છે. એ દિવસના આઠથી દસ કલાક ભીખ માંગતો રહેતો અને દિવસના ૨૫૦૦ રૂપિયા કમાઈ લેતો હતો. એની પાસે કૉમર્શિઅલ  મિલકત હતી એમાંથી એને મહિનાની રૂપિયા ૧૦૦૦૦ ની આવક હતી . તે ઉપરાંત એની પાસે બે ફ્લેટ્સ હતા એની કિંમત આશરે ૮૦૦૦૦૦૦/- જેટલી હતી. એ  મુંબઈમાં આઝાદ મેદાન કે પછી  છત્રપતિ શિવાજી મહારાજ રેલવે સ્ટેશન પાસે ભીખ માંગતો હતો.



                                          ઈશા એક ભિખારી હતી અને એનું મૃત્યુ ૧૦૦ વર્ષની ઉંમરે થયું.  એની માં અને બહેન પણ ભીખ માંગતા. તેણે ૫૦ વર્ષ સુધી ભીખ માંગી હતી અને એના મૃત્યુ સમયે એની પાસે એક મિલિયન ડોલર જેટલી મિલકત  હતી . એણે એના વિલ માં એની બધી મિલકત ગરોબોને વહેંચી આપવાની ભલામણ કરી હતી.

                                        આવા ઘણા દાખલાઓ છે જેમાં ભીખ માંગીને લોકો કરોડપતિ થઇ ગયા છે.  એ પણ એક કમાઉ ધંધો બની ચુક્યો છે જે સમાજ માટે ભયની નિશાની છે. 

                                             ************************************

Saturday, September 10, 2022



ભારતનો વોરેન બુફેટ- શેર બજારનો  નાયક 

                                                                  થોડા વખત પહેલા જ રાકેશ ઝુનઝુનવાલાનું  હુદય રોગથી મૃત્યુ થયું ભારતીય શેર માર્કેટના  વોરેન બુફેટ  હતા . તેઓએ ફોર્બના   દુનિયાના બિલ્લીઓનરોના  લિસ્ટમાં પોતાનું નામ લખાવેલું હતું. તેઓ એક સામાન્ય કુટુંબમાંથી આગળ વધી શેર બજારમાં  અબજો પતિ બન્યા હતા. તેઓનું કહેવું હતુંકે ' મારા પિતાએ એકજ  શિખામણ આપી હતી કે ' કોઈની  અદેખાઈ કર્યા વગર પોતાની મહત્વ કક્ષા પ્રમાણે આગળ વધવું .' બીજું અબજોપતિ થવાથી શું ફાયદો જો તું  પૈસા દાનમાં આપતો નહિ હોય . એટલે હું મારી કમાણીના ૨૫%આજે પણ દાનમાં આપુંછું .

                                                                રાકેશ ઝુનઝુનવાળાએ  એના એક  ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું એ દરેકે સમજવા જેવી વાત છે.  પૈસા એ એક જીવનની ઘણી કઠણ વાસ્તવિકતા છે. ઘણા ને એને માટે પ્રેમ હોય છે. કેટલાક એના માટે મરવા તૈયાર હોય છે. કેટલાક એને સારી રીતે વાપરે છે તો કેટલાક એનો વ્યય પણ કરે છે. લોકો એના માટે જીવનભર  લડે છે પરંતુ ઘણા એના માટે ઝૂરે છે . તે છતાં પૈસા મેળવ્યા બાદ મને લાગે છે કે એકલા પૈસા એ જ   જીવનનો કોઈ અંત નથી.  પૈસામાં  ભલે કરોડો  ગુણ હશે પરંતુ એને તમે સાથે લઇ જઈ શકતા નથી . 



                                                              એમને વધુમાં કહ્યું હતું કે ' પૈસાને લીધે આજે  હું મારુતિને બદલે  મર્સીડીસમાં ફરું છું . ૫૦૦૦ સ્ક્વેર ફૂટના ફ્લેટમાં  રહું છું . ઉચ્ચ જાતની ફોર સ્ક્વેર  સિગરેટે પીઉં છું. બ્લુ લેબલ વીસ્કી પી શકું છું. પરંતુ એ બધાને લીધે મેં મારા જીવનનો દ્રષ્ટિકોણ બદલ્યો નથી.  પૈસાને લીધે તમારે  તમારા   મિત્રો , કુટુંબ,  અને જેની વચમાં તમે મોટા થયા હોય  એવા લોકો પ્રત્યેનું વલણ બદલવું  જોઈએ નહિ.

                                                            મહત્વાકાંક્ષા રાખવી એ સારી વસ્તુ છે, પણ ઈર્ષા તમારામાં ક્રોધ અને તકરાર ઉભી કરે છે. પૈસા બધું ખરીદી શકે છે પરંતુ   એ પ્રેમ, પ્રામાણિકતા અને ખુશી ખરીદી શકતું  નથી.

                                                               અંતમાં એ કહે છે કે ' જીવનમાં બધી વસ્તુઓ  મારી પાસે છે પરંતુ મારુ સ્વાથ્ય  સારું નથી. 

                                             એતો ધનવાનોની  કમનસીબી છે.

  

Thursday, September 1, 2022



સ્વચ્છ ઇલેકટ્રીસિટી 

                                                     હવામાનના બદલાવને લઈને દુનિયાના લોકોના હોશ ઉડી ગયા છે. કોઈ જગાએ વાવાઝોડા તો કોઈ જગાએ પૂર  તો કોઈ જગાએ ધરતીકંપે તરખાટ મચાવી દીધા છે.ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવમાંથી પીગળતા બરફને લીધે દરિયાનું પાણીનું સ્તર ઉપ્પર આવી ગયું છે. આને કારણે ઘણા દેશોમાં કિનારાની અંદર દરિયાના પાણી ઘૂસવા લાગ્યા છે. આથી માનવીઓને પરિસ્થિતિની ગંભીરતા સમજવા લાગ્યા છે. આથી હવામાનને  ગરમ કરતા કાર્બનને ઓછું કરવાના કાર્યમાં વિવિધ દેશો લાગી પડ્યા છે. ઉદ્યાગોમાં કોલસાનો ઉપયોગ ઓછો કરવાની ઝુંબેશ ચાલુ છે. ઇલેક્ટ્રિક પાવરને ઉત્ત્પન કરવાંમાં કોલસાને બદલે  બીજા સાધનો શોધવા માંડ્યા છે. 

                                        એમાં પાણી , હવા અને દરિયાના મોજામાંથી પણ  ઇલેકટ્રીક શક્તિ ઉત્ત્પન કરવામાં લાગી ગયા છે.



                                          એમાં સ્કોટલેન્ડમાં  દરિયાના મોજામાંથી ઇલેકટ્રીક  શક્તિ ઉત્ત્પન કરવામાટે મોટો પ્લાન્ટ ૨૦૨૧  લગાવવામાં આવ્યો છે.  એ ૨૦૦૦જેટલા  મકાનોને ઇલેકટ્રીક શક્તિ પુરી પાડશે . એને ગ્રીન હાયડ્રોજન  ફેસેલિટી કહેવામાં આવે છે.


                                              ડેન્માર્કમાં પવનની શક્તિમાંથી ઇલેકટ્રીક પાવર ઉત્ત્પન કરવામાં આવી રહ્યો છે. એક ડેનિશ કંપની એ હોર્નના દરિયા કિનારે પવનથી ચાલતા ૧૬૫ ટર્બાઇન નાખ્યા છે. જે ૧,૩ મિલિયન ઘરોને ઇલેકટ્રીક પાવર આપશે .

                                        તે ઉપરાંત ગ્રીન  ઇંધણ   સ્ટીમરોને પુરી પાડવાની યોજના એક ડેન્માર્કની કંપની એ બનાવી છે.   ડેન્માર્કની એ  કંપની ઈ -મેથાનોલ ઉત્ત્પન કરવા માટે મોટો પ્લાન્ટ નાખ્યો છે જે ત્યાંની શિપિંગ કંપની માર્સત  ખરીદી લેશે અને એનાથી એમની સ્ટીમરો ચાલશે . એથી   હવામાનમાં કાર્બનનું  તત્વ ઓછું થશે. 


  

                                     તે ઉપરાંત ભારતે પણ કચ્છમાં સૂર્યના કિરણોથી સોલાર પાવર ઉત્ત્પન કરવાનો  મોટામાં મોટો પ્લાન્ટ નાખ્યો છે. એ પણ હવામાનમાં કાર્બનને નાથવાની મોટી યોજના છે. 



                                       આમ  હવામાન બદલાવના મામલે આખી દુનિયા  સચિત બની છે કારણકે એના ભયંકર પરિણામો ભોગવી રહી છે.

                                          ************************************ 

Tuesday, August 16, 2022


   પોષ્ટીક    આહાર 

                                                    સ્વાસ્થ્ય અને ખોરાક વચ્ચે સીધો સબંધ છે. સારો ખોરાક તમારા સ્વાથ્યને સારું રાખે છે, અને  લોહીને શુદ્ધ કરી જીવનને સુખી અને આનંદમય બનાવે છે. આજકાલ લોકો ચટાકેદાર જંક ખોરાક  ખાય છે અને શરીરને રોગમય બનાવી મૂકે છે. યુવાન વયે જિંદગીઓ બરબાદ થઇ જાય છે.



                                                    બીટ જેમાં નાઇટ્રિક ભરપૂર હોય છે. જે શરીરમાં લોહીનું સિક્યુલેશન  વધારે છે અને નસોને હળવી બનાવી લોહીના વહેણને સરળ બનાવે છે. એ બ્લડ પ્રેસર નીચું લાવે છે.



                                                      બેરીસમાં  એન્ટી ઓક્સિડન્ટ ભરપૂર  છે. જે નસો માટે ઉપયોગી હોય છે. એ અંગોમાં અને ટીસ્યુમાં પણ લોહીનું વહેણ વધારે છે. એ નસોને વધારે સ્થૂળ થતા રોકે છે. અને બ્લડ પ્રેસરને ઘટાડે છે.



                                                           ફેટી ફિશ જેવીકે  સાલ્મન,  માકરેલ  વગેરે  હૃદયને માટે ઘણો સારો ખોરાક છે. એ માછલીઓમાં ઓમેગા એટલેકે  ઉપયોગી એસિડ એમાં સારા   સારા પ્રમાણમાં છે. એ નસોને શુદ્ધ કરે છે. લોહીનો પ્રવાહ વધારે છે. એ બ્લડ પ્રેશરને પણ ઓછું કરે છે.



                                                          દાડમમાં એન્ટી ઓક્સિડન્ટ  અને નાઇટ્રેટ છે જે નસોને પહોળી કરે છે. તે ઉપરાંત એ  મસલ્સને  અને ટીસ્યુઓને  વધારે ઑક્સિન અને  ન્યુટ્રીઅન્ટ આપે છે જે તંદુરસ્તી વધારે છે.



                                                            લસણમાં સલફર છે જેમાં   એલિયન નામનું  તત્વ હોય છે  એ નસોને હળવી બનાવે છે  અને   હૃદયને વધારે મજબૂત બનાવે છે.  ક્સિડન્ટ ભરપૂર  છે. જે નસો માટે ઉપયોગી હોય છે. એ અંગોમાં અને ટીસ્યુમાં પણ લોહીનું વહેણ વધારે છે. એ નસોને વધારે સ્થૂળ થતા રોકે છે. અને બ્લડ પ્રેસરને ઘટાડે છે.



                                                              અખરોટમાં  આલ્ફા , લીનોલેનીક એસિડ, ૩-ફોલી એસિડ છે , જે લોહીના પ્રવાહને  સરળ બનાવે છે.અને નસોને ઇલેસ્ટિક બનાવે છે. જેથી લોહીનું દબાણ ઓછું થાય છે.



                                                                   દ્રાક્ષમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે  જે નસોનું કામ વધારે સફળ બનાવે છે. તે ઉપરાંત તે લોહીને ચીકણું થતા અટકાવેછે અને શરીરમાંના સોજા લાવતા તત્વોને પણ કાબુમાં રાખે છે. આમ એ લોહીના ભ્રમણને સરળ બનાવે છે.



                                                                  હળધરમાં પણ સોજાને કાબુમાં રાખવાનું તત્વ હોય છે.  એમાંનું  નાઈટ્રિક ઓકસાઇડ તત્વ લોહીની નસોને પહોળી બનાવી એના પ્રવાહને શરીરના અંગોમાં સરળ બનાવે છે.

                                                                    સ્પીનાચની લીલી ભાજીમાં પણ નાઇટ્રેટનું તત્વ હોય છે. જે નસોને પહોળી બનાવી  લોહીના પ્રવાહને સરળ બનાવે છે.



                                                                      સિટ્રસ ફળોમાંનું  એન્ટી ઓક્સિડન્ટ તત્વ લોહીમાં  કલોટ થતા અટકાવે છે અને લોહીના પ્રવાહને સરળ બનાવે છે અને લોહીના દબાણને પણ ઓછું કરે છે. 

                       આમ આવા  પોષ્ટિક આહારો  શરીરને સારું રાખે છે.


                                                            ****************************

Saturday, August 13, 2022



કોવિદ-૧૯ અને ત્યારબાદ  

                                                       ઘણા લોકોએ કોવિદ-૧૯ ની બીમારી દરમિયાન નોકરી છોડી દીધી હતી, તો કેટલાકે ઘરેથી જ કામ કરવાની શરૂઆત કરી હતી. કેટલાક દરરોજના કામ કરવાવાળામાંથી  ઘણા એમના કામ પર પાછા ફર્યા જ નથી.  ઘણીં જગાએ હાયરિંગના પાટિયાઓ લાગેલા છે. કારણકે કામ કરનારા મળતા નથી. એના બે જ  કારણો જ છે. એક કોવિદ દરમિયાન  ખર્ચા ઓછા થવાથી બચત વધી હતી . એમાંથી કામદારો  હજુ  તેમનું  જીવન ચલાવી રહયા છે. અને બીજું કારણ કોવિદની બીમારી દરમિયાન લોકોને સરકારોએ ગણી મદદ કરી હતી એટલે પૈસાની હજુ તંગી પડતી નથી.

                                                         સ્કિલ નોકરીઓમાં પણ આજકાલ લોકો નોકરી છોડી રહયા છે એની પણ  ખબર કાઢવી  જરૂરી છે. એ બાબતમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા , કેનેડા , સિંગાપોર અને ભારતમાં મેકિનસે કંપનીએ સર્વે કર્યો એમાં કેટલાક રસપ્રદ તારણો બહાર આવ્યા છે.



                                                              ૪૧% લોકોએ એમની નોકરીમાં એમને આગળ વધવાની કોઈ તક જોઈ નહીં એટલે નોકરી છોડી દીધી હતી. જયારે ૩૬% એ એમની નોકરીમાં વધારે નાણાકીય ફાયદો ન  દેખાતા નોકરી છોડી દીધી હતી. કેટલીક કંપનીઓમાં એમના ઉપરીઓ એમની અપેક્ષા કરતા હતા એથી ૩૪% નોકરિયાતઓ  એવી કંપનીઓ છોટી દીધીહતી.

                                                              ઘણીવાર નોકરીમાં રસ પેદા ન  કરેએવું કામ  હોય તો નોકરિયાતો કંટાળીને નોકરી છોડીદે છે. એવા ૩૧% નોકરિયાતો હતા. વધારે પડતા કામની માંગણીઓ અને કામમાં વધારે પડતી અપેક્ષાઓ રાખવામાં આવતી હોય છે એવા  સંજોગોમાં ૨૯% નોકરિયાતો નોકરી છોડી હતી.

                                                               ઘણી જગાએ નોકરીમાં વાતાવરણ સારું નથી હોતું. એક બીજાને મદદ કરવાની નોકરિયાતોમાં વૃત્તિ નથી હોતી. એવા સંજોગોમાં ૨૬% લોકોએ નોકરી છોડી દીધી હતી.  જે કંપનીમાં કામ કરનારાઓના સ્વાસ્થ્ય નું ધ્યાન નથી આપવામાં આવતું અને ઑફિસના વાતાવરણમાં વધારે પડતી કડકાઈ અને વાતાવરણ હળવું નથી એવી કંપનીઓમાંથી લોકો નોકરી કરવા માંગતા નથી. એવા કારણોને લીધે ૨૬% જેટલા લોકોએ નોકરી છોડી હતી. 

                                                                 આથી કંપનીની સફળતા માટે એમના કામદારો નોકરી છોડી ને  ન ચાલી જાય એ જોવું જરૂરી છે.  એના કારણોનું આલોચના કરવી જરૂરી છે. જે કંપનીમાં કામદારો લાંબો સમય સંતોષકારક રીતે ટકી રહે એમાજ  કંપનીઓની સફળતા રહેલી હોય છે. 

                                   ********************************************