Friday, May 2, 2025



 કુદરતનો  આક્રોશ                                                         

                                              આજકાલ કુદરતે એનો આક્રોશ જગાવી દીધો છે. જ્યાં ઠંડી પડતી હોય ત્યાં ગરમી અને ગરમીની જગાએ તોબા કરાવી  દે એવી ઠંડી પડે છે. એ પણ કુદરતની વિચિત્રતા છે. એને વિજ્ઞાનીકો એને ક્લાઈમેટ બદલાવ કહે છે. આશ્ચર્યની વાત તો એછે કે રેતાળ પ્રદેશોમાં પણ હવે ધોધમાર વરસાદ પડે છે અને પૂર આવી રહ્યા છે. ઉત્તર ધ્રુવના ઠંડા પ્રદેશમા પણ ગરમીનો પરિચય થઇ રહે છે. આને કુદરતનો ખોપ માનવો કે કુદરતની આડાઈ માનવી . 



                                 પણ પૃથ્વી અને કુદરત સાથે કેર વર્તાવ્યો છે.  જમીનોને ખોદી એના પાર અત્યાચાર આદર્યો છે. જંગલો કાપીને પૃથ્વીને બોળીમનુષ્યોએ  કરવામાં બાકી નથી રાખ્યું.  મોટા બંધો બાંધીને પાણીના વહેણ બદલી કાઢ્યા છે. દરિયા કિનારે મકાનો અને કોંક્રિટના  જંગલો ઉભા કરી દીધા છે એ દરિયાના પ્રવાહોને અટકાવી એને આક્રમક બનાવી રહ્યા છે . આવા ઘણા કારણો છે કે કુદરત રૂઠી હોય એમ લાગે છે. અતિશય વરસાદ ક્યાંતો દુકાળ ઉભો કરે છે. અતિશય બરફના અને સ્નો ના તોફાનોએ  પૃથ્વીને રોળી નાખી છે. અમેરિકા જેવા સમૃદ્ધ દેશો વારે ઘડીએ કુદરતના ખોપનો ભોગ બની કરોડો ડોલરનું નુકશાન ભગવી રહ્યા છે. ત્રાહિ ત્રાહિ પોકારી રહ્યા છે. 



                                  ઘણીવાર કુદરતના ખોપને લીધે વરસાદ વર્ષો સુધી પડતો નથી  અને લોકો પ્રાર્થના કરવા માંડે  છે. 

                                        મેઘ 

                                     ====

મેઘ મન મૂકીને  વર્ષી લે 

સૂકી ધરાને થોડી ઠંડક દઈ દે 

તળાવો સુખા અને નદીઓ છે વેરાન 

તારા નિર્મલ જળથી એના ઉર ભરી દે 

મેઘ મન મૂકીને ---

પાકો તારી રાહમાં લાગ્યાછે  કરમાવા 

એને તું તારા અમૃત જળથી  નવજીવન દે 

આગ ઝરતી ગરમીથી  ધરા પણ ત્રાસી ગઈ છે 

એ પણ ધીરજ ગુમાવી ધુણવા  લાગી ગઈ છે. 

મેઘ મન મૂકીને---

માનવોના અત્યાચારોથી  તું રૂઠી ગયો છે આજે 

ગરીબ બિચારી ધરાને ત્રાસ દઈ રહ્યો શા કાજે.

મેઘ મન મૂકીને ---

                                           એવો વખત નહિ આવે કે કુદરતની દરેક વસ્તુઓ માટે મનુષ્યોએ આવી આજીજી  ન કરવી પડે જે સરળતાથી મળી રહેતી હતી.

                                                **************************************

Thursday, April 10, 2025

 


કૈલાસ - માનસરોવર 

                                            કૈલાસ એ હિંદુઓ માટે બહુજ પવિત્ર સ્થળ છે. હિંદુઓ માને છે કે કૈલાસ એ મોક્ષ અને મુક્તિ અપાવનારું  સ્થળ છે જ્યા ઉચ્ચકોટીના આત્માઓનો વાસ છે.એ એક આદ્યાત્મિક સ્થળ છે. પરંતુ એ તિબેટમાં આવેલું છે અને એના પાર ચીનનો કાબુ છે.  ભારતની એ કમનસીબી છે. કે જે સ્થળે મુક્તિ માટે પાંડવોએ મહાભારતના યુદ્ધ પછી પ્રયાણ કર્યું હતું  તેના પર આપણા દેશનો કાબુ નથી.  તિબેટ પર ચીનના  હક્કનેમંજુર કરવામાં આપણી રાજનીતિની નિસ્ફળતામાંથી ઉદ્ધભવેલો પ્રશ્ન છે.

                                                 આજે આપણે કૈલાસની યાત્રા માટે ચીન પર નિર્ભર રહેવું પડે છે.  કૈલાસ 22028 ફીટ જેટલી ઉંચાઈ ધરાવે છે . અને એની પરિક્રમા 32 માઈલ  જેટલી લાંબી છે. એમાંથી ભારતની જીવન દોરી સમાન  બ્રમ્હપુત્રા,  કરનાળી , સતલજ  અને સિંધુ જેવી વિશાલ નદીઓ વહે છે.



                                                  કૈલાસની તળેટીમાં જ વિશાળ માનસરોવર આવેલુંછે. એને હિંદુઓ બહુજ પવિત્ર માને છે. એ હિમાલયમાં 15060 ફીટ પર આવેલું છે. અને એનો ઘેરાવો  55 માઈલ જેટલો છે. અને એ વધારેમાં વધારે 300 ફીટ જેટલું ઊંડાઈ ધરાવે છે.



                                                       ભારતથી છ જગાએથી કૈલાસ પહોંચી શકાય છે.  લદાખ ,ગંગોત્રી , બદ્રીનાથ , જ્યોતિ મઠ , અલમોરા, નેપાળને માર્ગે કૈલાસ અને માનસરોવર પહોંચવાના માર્ગો છે. એ  ૨૮ દિવસની યાત્રા હોય છે. એમાં ૧૧ દિવસો ભારતમાં  પસાર કરવા પડે છે. 

જ્યાં શિવનો વાસ માનવવામાં આવે છે અને ગહન વ્યક્તિઓનો વાસ છે એવી ભૂમિનો લાભ એકવાર લેવા જેવો છે.

                                         **********************************************

Friday, April 4, 2025



 સાઇકલ 

                                                 તમે  ૧૦૦ વર્ષ પહેલા જાવ તો સાઇકલ એક એવું વાહન હતું કે લોકો એનો ઉપયોગ દૂર સુધી જવા ઉપયોગ કરતા. કેટલાક તો આજના ટેક્ષીના જમાનામાં જેમ લોકો ભાડે  મોટરકાર  લેછે એમ વાહન માટે સાઇકલ પણ ભાડે લેતા. આ ધંધો આજે  પણ ગામડાઓમાં અને શહેરોમાં પણ ચાલે છે. બગીઓ અને મોટરકારના જમાનામાં સાઇકલ ધીમે ધીમે ગરીબો અને મધ્યમવર્ગનું વાપરવાનું સાધન બની. હવે ધનવાનો  શરીરની તંદુરસ્તી રાખવા માટે સાઇકલ સવારી કરે છે જયારે સામાન્ય વર્ગ એનો ઉપયોગ કામધંધા પર  જવા માટે કરે છે.

                                       ધનવાન દેશોમાં પણ ધનવાનો , અને યુવાનો હવે શારીરિક તંદુરસ્તી જાળવવા સાઇકલ  પર નીકળી પડે છે. એટલે રસ્તાની બાજુમાં જુદી બાઈક લાઈનો ચાલુ કરી છે. અને બાઈક રાઇડિંગ બહુજ પ્રખ્યાત થવા માંડી છે. અમેરિકા અને યુરોપ જેવા પ્રદેશોમાં બાઈક રાઈડ  શારીરિક  તંદુરસ્તીની દ્રષ્ટિએ પણ લોકપ્રિય બની રહી છે.

                                           ૧૯૦ મોટા શહેરોમાં ૯ લાખ મિલિયન સાઇકલો ફરી રહી છે. અને ચીનમાં  એક વખત ૩ માંથી એક વ્યક્તિ સાઇકલ ધરાવતી હતી. એક વખત એવો હતોકે ચીન માં લગ્ન કરવા ઘરમાં એક સાઇકલ હોવી જરૂરી હતી. ન્યૂયોર્કમાં ,પેરિસમાં અને લંડન માં આશરે ૧૦૦૦૦, ૨૧૦૦૦, ૧૬૦૦૦ જેટલી  સાઇકલ વાપરનારા છે.



                                            એક રસપ્રદ દાખલો એવો છે કે અમેરિકાના ભૂત પૂર્વ પ્રમુખ એચ ડબલ્યુ  બુશ જયારે અમેરિકાના ચીનમાં એલચી હતા ત્યારે એમની પત્ની સાથે સાઇકલ પર  બેઈઝીંગ જોવા નીકળ્યા હતા. આજ બતાવે   છેકે  સાઇકલ રાઈડ દુનિયામાં કેટલી લોકપ્રિય બની ચુકી છે. 



                                              ગરીબોનો ધંધાકીય સહારો સાઇકલ આજકાલ અમીરોનો  શોખ બની ચુકી છે.  ગરીબો એનો ઉપયોગ પોતાની રોજીરોટી રળવા  માટે કરેછે જયારે અમીરો એનો ઉપયોગ શરીરની તંદુરસ્તી તથા ખોરાક પચાવવા માટે કરે છે. એ વિધિની વિચિત્રતા છે.

                                    ******************************************                                

Wednesday, April 2, 2025

  


  પૈસાની  જાળવણી 

                                આજકાલ તમારા  પૈસાને કેવી રીતે ગુનેગારોથી બચાવવા એક કોયડો છે. ઓન લાઈન  ગુનાઓ પુષ્કળ પ્રમાણમાં વધી ગયા છે. અને લાખો રૂપિયાઓ ચવાઈ ગયા છે. એમાં કેટલાએ નિર્દોષ લોકોએ પોતાની જિંદગીભરની કમાણીઓ ગુમાવી દીધી છે. આથી પૈસાની જાળવણી માટે અમુક પગલાં લેવા આવશ્યક છે.

                                    પૈસાનો વ્યહવાર આમતો બેંકો દ્વારા જ થાય છે એટલે બેંક ખાતામાં સાવધાની રાખવાની જરૂરિયાત છે. ઘણી બેંકો ખાતાઓ રાખવાથી એના પાર અંકુશ રાખવો મુશ્કેલ થાય છે. માટે એક મુખ્ય અને બીજો એક ખાતું જુદું રાખવું  એટલેકે  બે ખાતાઓ જ રાખ્યા હોય તો એના પાર કાબુ રાખવું સરળ રહે છે.

                                      ગણાખરા પૈસા મુખ્ય ખાતામાં રાખવા અને એ ખાતાનો ઓન લાઈન ઉપયોગ ટાળવો . તે ઉપરાંત મુખ્ય ખાતાના ડેબિટ  કાર્ડ પણ વાપરવો જોઈએ નહિ.

                                       બીજા ખાતાનો ઉપયોગ ખર્ચાઓ માટે ઉપયોગ થઇ શકે. એના એટીએમ કાર્ડનો ઉપયોગ કેશ ઉપાડવા માટે થઇ શકે. તે ઉપરાંત મુખ્ય ખાતામાંથી જરૂર પડે એ પ્રમાણે પૈસા બીજા ખાતામાં કરી શકાય.  આથી તમારા માટે  બેન્ક વ્યહવાર સરળ અને સલામત રહેશે.



                                          ક્રેડિટ કાર્ડનો વ્યહવાર વધુ સલામત હોય છે. કારણકે એમાં તરત જ પૈસા ડેબિટ થતા નથી એટલે ખોટા અને ગુનાહિત નાણાની ચુકવણી પર ગરાકનો કાબુ રહે છે  ખોટી ચુકવણીને પાછી મેળવવી સરળ રહે છે. જયારે ડેબિટ કાર્ડ માં પૈસા તરતજ ડેબિટ થઇ જાય છે અને ખોટી ચુકવણી ના પૈસા મળવા મુશ્કેલ થઇ જાય છે.

                                          ચિપવાળા કાર્ડ રાખવા સારા . તમારા કાર્ડને  ક્યારે પણ  તમારી નઝર બહાર જવા ન દેવો જોઈએ , અને જયારે તમે  તમારો પીનકોડ વાપરો ત્યારે કોઈની  પણ  નઝર એના  પર ન પડે એની કાળજી લેવી જોઈએ. 

                                       એટીએમ માં જાવ ત્યારે બરાબર સાવચેતી રાખવી  જરૂરી છે. અને ધ્યાન રાખવું કે પિનકોડના ઉપયોગ કરતી જોઈ લેવું કે કોઈ કૅમેરા કે  પાછળની વ્યક્તિ એના પર નઝરતો  નથી રાખતું . એટીમની રિસીપટ પણ જોઈએ ફાડી નાખવી  જરૂરી  છે. કેશને  પાકીટમાં  મૂકીને જ એટીએમમાંથી બહાર આવવું એમાં જ તમારી અને પૈસાની સલામતી છે.



                                               આતો સામાન્ય બાબતો છે જેનું ધ્યાન આ ઈન્ટરનેટ ના જમાનામાં જરૂરી છે. તમારા પૈસાની સલામતી  અને જાળવણી એમાં રહેલી છે. દરરોજ પૈસાની બાબતમાં કેટલાએ કેટલાએ ફ્રોડો બેન્કોના બાબતોમાં થાય છે એમાંથી બચવાનો આ સલામત અને સરળ રસ્તો છે.

                                   ************************************************

                                      


                                                





                                                

Friday, March 28, 2025

  


માર્ક ઝુકરબુર્ગ અને ફેસબુક 

                                                        માર્ક ઝુકરબુર્ગ એ ફેસબૂકના માલિક છે અને અમેરિકાના એક ધનવાન વ્યક્તિ છે. અને ઉદ્યોગ જગતમાં અને   રાજકીય દ્રષ્ટિએ પણ બહુજ અગત્યના વ્યક્તિ છે. પ્રેસિડેન્ટ ટ્રમ્પ ચૂંટાયા પછી એમની સાથે વાત કરવામાં પણ એમણે પહેલ કરી હતી. એમની કંપનીના વડા સિરિલ સેન્ડ બર્ગ પણ એટલાજ શક્તિશાળી  અને ધનવાન છે. માર્ક ઝુકર બર્ગ  પાસે  આશરે ૬૭  બીલીઓન  ડોલર જેટલું ધન છે. અને દુનિયાના ધનવાનોમાં એનો ૧૭ મોં  જેટલો નંબર આવે છે. જયારે એમના ચીફ એક્સસીક્યુટીવ ઓફિસર સિરિલ સેન્ડ બર્ગ  પાસે એક બીલીઓન ડોલર જેટલું ધન છે.                     

                                            ૨0૧૮ માં ફેસબૂકની ટોટલ ચોખ્ખી  આવક ૫૫ બીલીઓન ડોલર હતી. અને ચોખ્ખો નફો ૨૧બિલિયોન ડોલરનો હતો. કેટલાએ નાના દેશોનો જીડીપી પણ એટલો નથી હોતો. ૨૦૧૭ માં જાહેરખબરમાંથી જ ફેસબુકને ૪૦ બીલીઓન ડોલર જેટલી આવક થઇ હતી. આજ બતાવે છેકે કંપની કેટલી શક્તિશાળી છે.



                                          ફેસબુક ૨ બિલિયોનથી વધારે દુનિયાના લોકોને જોડે છે.  આથી ફેસબુક પાસે અબજો લોકોના વિષેની માહિતી છે. અને એણે એનો વેપાર પણ કર્યો છે એમ કહેવાય છે. કેમ્બ્રિજ એનાલિટિકાને ૮૭ મિલિયન લોકોની માહિતી પુરી પાડી હતી. 

                                         આ  ફેસબુકની શક્તિનો અંદાજ આપે છે. રાજકીય રીતે પણ લોકોના અભિપ્રાયને અસર કરવાની પણ   ફેસબુકમાં શક્તિ રહેલી છે. એટલા માટે જ ઝુકરબર્ગે  હવે સત્તા પર આવેલા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સમાધાનનો રસ્તો અપનાવ્યો હોય એમ લાગે છે . આજકાલ લોક મીડિયા કંપનીઓનો જમાનો છે. 

                                    ******************************************

                                           


                                                





                                                

Thursday, March 27, 2025



જીવનનું રહસ્ય 

                                                          જીવનના  મધ્યસ્થમાં કોઈ પણ જાતના ભય વગર જીવન જીવી નાખવું જોઈએ કારણકે તે સમયમાં માનસિક અને  શારીરિક રીતે વધુ કરીને લોકો તંદુરસ્ત હોય છે. તે ઉપરાંત ગયેલો સમય કદી પાછો આવતો નથી માટે સમયનો સદઉપયોગ સમયસર  કરતા રહેવું જોઈએ.એટલામાટે સમયસર જેટલું બહાર ફરવાનો  શોખ પ્રમાણે ફરી લેવું જોઈએ. તમારા પગો કામ કરતા બંધ થઇ જાય અને તકલીફ આપવા માંડે પછી તમને બહાર ફરવા ન જવા માટે કોઈ ગમ ન થવો જોઈએ. 

                        જયારે તક મળે ત્યારે મિત્રો, સ્કૂલ  મિત્રો  સહિત, અને સાથે કામ કરનારા સાથે મળતા રહેવું  જોઈએ અને એમાંથી આનંદ મળી રહે છે. એવા મિલનમાં ખાવા કરતા ભૂતકાળની યાદો વધારે મહત્વની હોય છે જે જીવનમાં નવ ઉર્જા ભરી દે છે.  વૃદ્ધવસ્થામાં  જયારે વખત મળે ત્યારે  વખતનો  ઉપયોગ વધુને વધુ આનંદ મેળવવામાં કરવો જોઈએ જેથી તંદુરસ્તી સારી રહે.



                         ખોરાક પણ ખવાય એટલો અને ફક્ત સારો સ્વાદનો અનુભવ કરવા માટે લેવો જોઈએ . ખાવાનો આનંદ આગળ  વયમાં  શરીરની પૂરતી માટે જ લેવો જોઈએ . વધારે પડતો ભાવતો ખોરાક ખાવો એ શરીર માટે હાનિકારક હોય છે. શરીરને પુષ્ટિ કરે એવો  ખોરાક લેવો આવશ્યક છે.  



                          નબળી તબિયત અને બીમારીને જીવનની એકપ્રક્રિયા સમજીને લેવી જોઈએ. શરીરને બીમારીમાં  ડોક્ટરને હવાલે કરી  અને તમારા જીવનને  ઈશ્વર પર  છોડી હંમેશા સારી રીતે  જીવી જવાની એક ઉમદા રીત છે. કોઈ પણ જાતની ચિંતા એ બીમારીનો ઉકેલ નથી. ચિંતાએક કાલ્પનિક ચીજ છે. એ ખુશી ને બદલે સંતાપ લાવેછે.  પરંતુ એ કોઈપણ ઉકેલ લાવતી નથી.

                       તમારા છોકરાઓ એમનું ભવિષ્ય પોતે જ બનાવી લેશે માટે  એમની ચિંતા કરાવી વ્યર્થ છે.પરંતુ તમારી બચત નો ઉપયોગ તમારા વહેવાર ચલાવવા માટે કરી  આત્મસન્માનથી જીવવું જરૂરી છે. તમારા શરીર ની તંદુરસ્તીની સંભાળ દરેકે પોતે જ રાખવી રહી. આથી હસતા હસતા જીવી જવું એજ ધેય હોવું જોઈએ. જીવન એક વહેતા પાણી જેવું જે પાછું વળતું નથી. જીવનનું એ રહસ્ય છે. એટલા માટે જીવનને સુખી રીતે જીવી જવાનો પ્રયત્ન કરવો રહ્યો.

                                              *********************************** 

Tuesday, March 25, 2025



યોગ

                                                               યોગ એ ભારતીય સંસ્કૃતિનો એક અમૂલ્ય ભેટ છે. જેને આજે સારી દુનિયાએ અનુભવીને એનો સ્વીકાર કર્યો છે. એટલા માટે ૨૧ મી જૂન ને આતરરાષ્ટ્રીય દિવસ તરીકે દુનિયાભરમાં ઉજવવામાં આવે છે.યોગમાં એવું શું છેકે લોકોએ સારા  સ્વાસ્થ્ય  જીવન માટે એનો સ્વીકાર કર્યો છે.

                                 યોગ એટલે તમારા અંગુઠાએ અડકવાની ક્રિયા નથી એતો તમારા વિચારોને જકડી લેવાની પ્રક્રિયા છે.  બીજા અર્થમાં યોગ  એ સંગીત સમાન છે. એ એક માનસિક દ્વારા ગવાયેલો એક સુંદર રાગ છે . શરીરને આત્મા સાથે જોડવાનો પ્રયત્ન છે.



                                બીજા અર્થમાં તમને શું જોઈએ છે? તમે ક્યાં  જઈ શકો છો? અને એ તમે કેવી રીતે મેળવી શકો છો એની એક ક્રિયા છે. ટૂંકમાં યોગ તમારા પ્રશ્નોનો યોગ્ય ઉત્તર પણ આપે છે.

                                   યોગ વિષે વિવિધ વિદ્વાનો નું શું કહેવું છે એ પણ રસપ્રદ છે. સ્વામી કૃપાલ કહે છેકે ' તમારી  દરેક ક્રિયાને કળાકીય રીતે રજુ કરાવી એ  પણ યોગ છે'. રાલ્ફ ગેટ્સ ના પ્રમાણે 'યોગ એ બહારી ક્રિયા નથી પણ આત્માને એની સાથે જોડવાની ક્રિયા છે'. અમિત રેના માનવા પ્રમાણે યોગ એક કાવ્યમય ક્રિયા છે. યોગ એ આળસુ માણસની વાત નથી પરંતુ જે  એનો અમલ કરે છે એને સફળતા  જરૂર મળે છે  એમ  સ્વાત્મારામ  કહે છે.



                                  આજે દુનિયાભરમાં યોગના કલાસો  ચાલે છે અને એનાથી ફાયદો અવશ્ય થાય છે એટલા માટે એની માંગ વધી ગઈ છે. એનાથી તંદુરસ્તી અને માનસિક શાંતિ લોકો અનુભવે છે. એથી યોગ હવે એ ભારતીય પ્રક્રિયા નથી રહી પણ એ હવે આંતરરાષ્ટ્રીય  માંગ બની ચુકી છે.  એના માટે દરેક ભારતીયોએ ગર્વ લેવો જોઈએ.

                                        ********************************************