Saturday, June 7, 2025



જાણવા જેવું

                                            સામાન્ય વસ્તુઓ વિષે જાણકારી ઘણા ઓછા લોકો જાણે છે અથવા જાણવા પ્રયત્ન કરતા નથી. એના વિષે જાણવાથી ઘણા  અકસ્માતોમાંથી બચી શકાય છે.



                                        ઘણી એવી વસ્તુઓ છે જે હાનિકારક હોવાથી ફ્રીઝથી  દૂર રાખવી જોઈએ.  એમાં બ્રેડ , કાંદા , લસણ ,એવોકાડો, ટામેટા, મધ , કેક , તરબૂચ, કોફી ,અને ઈંડા. લસણ અને કાંદા તો એની ગંધ પણ ફેલાવી દે છે.



                                      બીજા પદાર્થોની ઉપર ફ્રીઝમાં અવળી અસર પણ થાય છે. કોફી બીજા પદાર્થોની ગંધ ચૂસી લે છે . તરબૂચ ને જો ફ્રીઝમાં મુકવાનું હોય તો એને કાપીને બોઉલમા રેપ કરીને મૂકવું જોઈએ. બ્રેડ ફ્રીઝમાં સ્ટેઇલ થઇ જાય છે. મધ ફ્રીઝમાં ગાઢ થઇ જાય છે  એટલે એને પછી ચોપડી શકાતું નથી. ઈંડાને બહાર રાખવાથી એના બેકિંગમાં અને બાફવામાં સારા પરિણામો આવી શકે છે.

                   મૂળમાં વસ્તુઓના સારી રીતે ઉપયોગમાં લેવું હોય તો એને આળ અસરોથી બચાવવું જોઈએ .

                                ********************************************* 

Thursday, May 15, 2025

 


કેન્સરના  કારણો 

                                     કેન્સર એ દુનિયામાં ભયંકર અને જીવલેણ રોગછે. લાખો લોકો એનો ભોગ બને છે. એના પકડમાં આવ્યા બાદ એમાંથી માનસિક અને શારીરિક રીતે છૂટવું મુશ્કેલ બની રહે છે. 

                                    કૅન્સરપર અત્યારે દુનિયામાં સંધોધનો ચાલી રહ્યા છે. પરંતુ એને જડમૂળથી નાબૂદ કરવાંની દવા હજુ બાકી છે.  એને લાવનાર વસ્તુઓ પર જો ધ્યાન આપવામાં આવે તો એનો ફેલાવો અટકાવી શકાય છે. 

                                     વધારે પડતા ખાંડ સભર પદાર્થો ઘણી વાર કૅન્સરને નોતરે છે.  આજના યુગમાં પ્રોસેસ ખોરાક ખાવાનો બહુજ ખરાબ આદતો પડી છે. આમતો એ સ્વાદિષ્ટ હોય છે. પણ માનવી તંદુરતી માટે એ હાનિકારક હોય છે. તે ઉપરાંત સૂર્ય સ્નાન એક ફેશન બની ગઈ છેકે પછી તંદુરસ્તી માટે એને ઉત્તમ માનવામાં આવેછે.  વધારે પડતા સુર્યકીરણો ઘણીવાર શરીર માટે હાનિકારક હોય છે.  તે ચામડીના કેન્સર જેવા રોગોને નોતરે છે. તે ઉપરાંત તમાકુનું  સેવન ખાઈને , કે સિગરેટ કે બીડી પીને પણ લોકો કૅન્સરનો ભોગ બને છે.  ટોકક્ષીક , આર્સનીકઃ જેવા રસાયણો પણ કેન્સર જવા ભયાનક રોગો  લાવે છે. 



 જે લોકો કોલસાની ખાણમાં કે પછી રાત્રી દરયામિયાન કામ કરતા હોય એવા લોકો પણ કેન્સર જેવા રોગોની પકડમાં આવી જાયછે.  વધારે પડતો દારૂ , વધારે પડતા  મીઠાના પદાર્થો , મોટા પ્રમાણમાં લાકડાનો વેર , જેવી વસ્તુઓ  પણ શરીરમાટે હાનિકારક અને કેન્સર જેવા રોગોનું ઉગમસ્થાન છે.



                                  ઘણીવાર વાઇરસઓ , અને  વધારે પડતી ટોક્ષિક હવા પણ ભયંકર બીમારીઓ નોતરે છે. ગ્લાયફોસ્ટેટ જેવા રસાયણો જે ખાતર અને  વિદ મારવા માટે વપરાય છે એ પણ હાનિકારક છે. સ્ત્રીઓમાં પણ જન્મને કાબુમાં રાખવા જેવી દવાઓ ઘણીવાર બ્રેસ્ટ કેન્સર જેવી બીમારી લાવે છે. 

                     મૂળમાં કેન્સર લાવનારા પદાર્થોથી દૂર રહેવાથી  કેન્સર જેવી બીમારીને અટકાવી શકાય છે. 

                                   **************************************** 

                                   

Sunday, May 4, 2025



 ચીનનું આર્થિક  સામ્રાજ્ય 

                                                              ચાઇના આજે આર્થિક રીતે દુનિયાની બીજા નમ્બરની શક્તિ બની ચુકી છે. એ  ઉપરાંત હાઈટેકમાં  ડિજિટલ જગતમાં પણ આગળ નીકળી ચૂક્યું છે. 

                                                         'અલીબાબા 'એ ચીનની  હાઈટેકમાં રાક્ષસી કંપની છે. આખી દુનિયામાં એ અનોખો રોલ ઇકૉમેર્સમાં  ભજવી રહી છે. એણે પરદેશી  મની ટ્રાન્સફર કંપની ' મની ગ્રામ' હાથ ધરી છે. 'ટેન્સન્ટ  કંપની' જે શેન્ઝહામમાં છે જે મેસેજિંગ  પર  કામ કરે છેની . એણે અમેરિકન કંપની 'ટેસલામાં '  સારું એવું રોકાણ કરેલું છે. તે ઉપરાંત અલીબાબા 'અલી પે' અને 'પે ટીએમ' માં પણ  રસ ધરાવે છે.



                                                       'મીડિયા 'કંપની 'જે  એપ્લાયન્સઓ બનાવે છે એણે ' કૂકા રેંબોટીક કંપની' માં રોકાણ કરેલું છે. 'બાઈદુ ' જે ચીનનું રાક્ષસી સર્ચ એન્જિનછે જેણે બ્રાઝીલીયન 'કંપની પીએક્ઝી ઉરબાનોમાં 'રોકાણ કરેલું છે.


                                                    ચીની રોકાણોનું સામ્રાજ્ય દુનિયાના ઘણા દેશોમાં ફેલાયેલું છે.  તે જોતા જણાશે . ઑસ્ટ્રેલિયામાં  યુ એસ ડોલર ૮૬૨ મિલિયન છે. કેનેડામાં કેનેડિયન ડોલર ૩૭ બીલીઓન જેટલું છે. યુ એસ ટ્રેઝરી બોન્ડમાં $૭૫૯/-જેટલું છે. તે ઉપરાંત આફ્રિકા ખંડમાં પોર્ટોમાં , રેલ્વેમાં , સ્ટોકમાં , બીજા બાંધકામમાં અબજો ડોલરોનું રોકાણ કરેલું છે. પાકિસ્તાન જેવા દેશમાં આર્થિક કોરિડોર બનાવવા  માટે શ્રી લંકામાં પોર્ટ બનાવવા માટે રોકાણો કરેલા છે. 



                                               એ બધાનીપાછળ રાજકીય અને વેપારી લાભ લેવાનો ઈરાદો હોય છે. એમાં  કઈ નવીન દાવ નથી કારણકે દરેક દેશ મદદ માટે બદલાની આશા રાખે છે. આમ ચીને પોતાના રોકાણોની જાળ હોશિયારી પૂર્વક પાથરેલી છે.

                                             ************************************ 

                                               

Friday, May 2, 2025



 કુદરતનો  આક્રોશ                                                         

                                              આજકાલ કુદરતે એનો આક્રોશ જગાવી દીધો છે. જ્યાં ઠંડી પડતી હોય ત્યાં ગરમી અને ગરમીની જગાએ તોબા કરાવી  દે એવી ઠંડી પડે છે. એ પણ કુદરતની વિચિત્રતા છે. એને વિજ્ઞાનીકો એને ક્લાઈમેટ બદલાવ કહે છે. આશ્ચર્યની વાત તો એછે કે રેતાળ પ્રદેશોમાં પણ હવે ધોધમાર વરસાદ પડે છે અને પૂર આવી રહ્યા છે. ઉત્તર ધ્રુવના ઠંડા પ્રદેશમા પણ ગરમીનો પરિચય થઇ રહે છે. આને કુદરતનો ખોપ માનવો કે કુદરતની આડાઈ માનવી . 



                                 પણ પૃથ્વી અને કુદરત સાથે કેર વર્તાવ્યો છે.  જમીનોને ખોદી એના પાર અત્યાચાર આદર્યો છે. જંગલો કાપીને પૃથ્વીને બોળીમનુષ્યોએ  કરવામાં બાકી નથી રાખ્યું.  મોટા બંધો બાંધીને પાણીના વહેણ બદલી કાઢ્યા છે. દરિયા કિનારે મકાનો અને કોંક્રિટના  જંગલો ઉભા કરી દીધા છે એ દરિયાના પ્રવાહોને અટકાવી એને આક્રમક બનાવી રહ્યા છે . આવા ઘણા કારણો છે કે કુદરત રૂઠી હોય એમ લાગે છે. અતિશય વરસાદ ક્યાંતો દુકાળ ઉભો કરે છે. અતિશય બરફના અને સ્નો ના તોફાનોએ  પૃથ્વીને રોળી નાખી છે. અમેરિકા જેવા સમૃદ્ધ દેશો વારે ઘડીએ કુદરતના ખોપનો ભોગ બની કરોડો ડોલરનું નુકશાન ભગવી રહ્યા છે. ત્રાહિ ત્રાહિ પોકારી રહ્યા છે. 



                                  ઘણીવાર કુદરતના ખોપને લીધે વરસાદ વર્ષો સુધી પડતો નથી  અને લોકો પ્રાર્થના કરવા માંડે  છે. 

                                        મેઘ 

                                     ====

મેઘ મન મૂકીને  વર્ષી લે 

સૂકી ધરાને થોડી ઠંડક દઈ દે 

તળાવો સુખા અને નદીઓ છે વેરાન 

તારા નિર્મલ જળથી એના ઉર ભરી દે 

મેઘ મન મૂકીને ---

પાકો તારી રાહમાં લાગ્યાછે  કરમાવા 

એને તું તારા અમૃત જળથી  નવજીવન દે 

આગ ઝરતી ગરમીથી  ધરા પણ ત્રાસી ગઈ છે 

એ પણ ધીરજ ગુમાવી ધુણવા  લાગી ગઈ છે. 

મેઘ મન મૂકીને---

માનવોના અત્યાચારોથી  તું રૂઠી ગયો છે આજે 

ગરીબ બિચારી ધરાને ત્રાસ દઈ રહ્યો શા કાજે.

મેઘ મન મૂકીને ---

                                           એવો વખત નહિ આવે કે કુદરતની દરેક વસ્તુઓ માટે મનુષ્યોએ આવી આજીજી  ન કરવી પડે જે સરળતાથી મળી રહેતી હતી.

                                                **************************************

Thursday, April 10, 2025

 


કૈલાસ - માનસરોવર 

                                            કૈલાસ એ હિંદુઓ માટે બહુજ પવિત્ર સ્થળ છે. હિંદુઓ માને છે કે કૈલાસ એ મોક્ષ અને મુક્તિ અપાવનારું  સ્થળ છે જ્યા ઉચ્ચકોટીના આત્માઓનો વાસ છે.એ એક આદ્યાત્મિક સ્થળ છે. પરંતુ એ તિબેટમાં આવેલું છે અને એના પાર ચીનનો કાબુ છે.  ભારતની એ કમનસીબી છે. કે જે સ્થળે મુક્તિ માટે પાંડવોએ મહાભારતના યુદ્ધ પછી પ્રયાણ કર્યું હતું  તેના પર આપણા દેશનો કાબુ નથી.  તિબેટ પર ચીનના  હક્કનેમંજુર કરવામાં આપણી રાજનીતિની નિસ્ફળતામાંથી ઉદ્ધભવેલો પ્રશ્ન છે.

                                                 આજે આપણે કૈલાસની યાત્રા માટે ચીન પર નિર્ભર રહેવું પડે છે.  કૈલાસ 22028 ફીટ જેટલી ઉંચાઈ ધરાવે છે . અને એની પરિક્રમા 32 માઈલ  જેટલી લાંબી છે. એમાંથી ભારતની જીવન દોરી સમાન  બ્રમ્હપુત્રા,  કરનાળી , સતલજ  અને સિંધુ જેવી વિશાલ નદીઓ વહે છે.



                                                  કૈલાસની તળેટીમાં જ વિશાળ માનસરોવર આવેલુંછે. એને હિંદુઓ બહુજ પવિત્ર માને છે. એ હિમાલયમાં 15060 ફીટ પર આવેલું છે. અને એનો ઘેરાવો  55 માઈલ જેટલો છે. અને એ વધારેમાં વધારે 300 ફીટ જેટલું ઊંડાઈ ધરાવે છે.



                                                       ભારતથી છ જગાએથી કૈલાસ પહોંચી શકાય છે.  લદાખ ,ગંગોત્રી , બદ્રીનાથ , જ્યોતિ મઠ , અલમોરા, નેપાળને માર્ગે કૈલાસ અને માનસરોવર પહોંચવાના માર્ગો છે. એ  ૨૮ દિવસની યાત્રા હોય છે. એમાં ૧૧ દિવસો ભારતમાં  પસાર કરવા પડે છે. 

જ્યાં શિવનો વાસ માનવવામાં આવે છે અને ગહન વ્યક્તિઓનો વાસ છે એવી ભૂમિનો લાભ એકવાર લેવા જેવો છે.

                                         **********************************************

Friday, April 4, 2025



 સાઇકલ 

                                                 તમે  ૧૦૦ વર્ષ પહેલા જાવ તો સાઇકલ એક એવું વાહન હતું કે લોકો એનો ઉપયોગ દૂર સુધી જવા ઉપયોગ કરતા. કેટલાક તો આજના ટેક્ષીના જમાનામાં જેમ લોકો ભાડે  મોટરકાર  લેછે એમ વાહન માટે સાઇકલ પણ ભાડે લેતા. આ ધંધો આજે  પણ ગામડાઓમાં અને શહેરોમાં પણ ચાલે છે. બગીઓ અને મોટરકારના જમાનામાં સાઇકલ ધીમે ધીમે ગરીબો અને મધ્યમવર્ગનું વાપરવાનું સાધન બની. હવે ધનવાનો  શરીરની તંદુરસ્તી રાખવા માટે સાઇકલ સવારી કરે છે જયારે સામાન્ય વર્ગ એનો ઉપયોગ કામધંધા પર  જવા માટે કરે છે.

                                       ધનવાન દેશોમાં પણ ધનવાનો , અને યુવાનો હવે શારીરિક તંદુરસ્તી જાળવવા સાઇકલ  પર નીકળી પડે છે. એટલે રસ્તાની બાજુમાં જુદી બાઈક લાઈનો ચાલુ કરી છે. અને બાઈક રાઇડિંગ બહુજ પ્રખ્યાત થવા માંડી છે. અમેરિકા અને યુરોપ જેવા પ્રદેશોમાં બાઈક રાઈડ  શારીરિક  તંદુરસ્તીની દ્રષ્ટિએ પણ લોકપ્રિય બની રહી છે.

                                           ૧૯૦ મોટા શહેરોમાં ૯ લાખ મિલિયન સાઇકલો ફરી રહી છે. અને ચીનમાં  એક વખત ૩ માંથી એક વ્યક્તિ સાઇકલ ધરાવતી હતી. એક વખત એવો હતોકે ચીન માં લગ્ન કરવા ઘરમાં એક સાઇકલ હોવી જરૂરી હતી. ન્યૂયોર્કમાં ,પેરિસમાં અને લંડન માં આશરે ૧૦૦૦૦, ૨૧૦૦૦, ૧૬૦૦૦ જેટલી  સાઇકલ વાપરનારા છે.



                                            એક રસપ્રદ દાખલો એવો છે કે અમેરિકાના ભૂત પૂર્વ પ્રમુખ એચ ડબલ્યુ  બુશ જયારે અમેરિકાના ચીનમાં એલચી હતા ત્યારે એમની પત્ની સાથે સાઇકલ પર  બેઈઝીંગ જોવા નીકળ્યા હતા. આજ બતાવે   છેકે  સાઇકલ રાઈડ દુનિયામાં કેટલી લોકપ્રિય બની ચુકી છે. 



                                              ગરીબોનો ધંધાકીય સહારો સાઇકલ આજકાલ અમીરોનો  શોખ બની ચુકી છે.  ગરીબો એનો ઉપયોગ પોતાની રોજીરોટી રળવા  માટે કરેછે જયારે અમીરો એનો ઉપયોગ શરીરની તંદુરસ્તી તથા ખોરાક પચાવવા માટે કરે છે. એ વિધિની વિચિત્રતા છે.

                                    ******************************************                                

Wednesday, April 2, 2025

  


  પૈસાની  જાળવણી 

                                આજકાલ તમારા  પૈસાને કેવી રીતે ગુનેગારોથી બચાવવા એક કોયડો છે. ઓન લાઈન  ગુનાઓ પુષ્કળ પ્રમાણમાં વધી ગયા છે. અને લાખો રૂપિયાઓ ચવાઈ ગયા છે. એમાં કેટલાએ નિર્દોષ લોકોએ પોતાની જિંદગીભરની કમાણીઓ ગુમાવી દીધી છે. આથી પૈસાની જાળવણી માટે અમુક પગલાં લેવા આવશ્યક છે.

                                    પૈસાનો વ્યહવાર આમતો બેંકો દ્વારા જ થાય છે એટલે બેંક ખાતામાં સાવધાની રાખવાની જરૂરિયાત છે. ઘણી બેંકો ખાતાઓ રાખવાથી એના પાર અંકુશ રાખવો મુશ્કેલ થાય છે. માટે એક મુખ્ય અને બીજો એક ખાતું જુદું રાખવું  એટલેકે  બે ખાતાઓ જ રાખ્યા હોય તો એના પાર કાબુ રાખવું સરળ રહે છે.

                                      ગણાખરા પૈસા મુખ્ય ખાતામાં રાખવા અને એ ખાતાનો ઓન લાઈન ઉપયોગ ટાળવો . તે ઉપરાંત મુખ્ય ખાતાના ડેબિટ  કાર્ડ પણ વાપરવો જોઈએ નહિ.

                                       બીજા ખાતાનો ઉપયોગ ખર્ચાઓ માટે ઉપયોગ થઇ શકે. એના એટીએમ કાર્ડનો ઉપયોગ કેશ ઉપાડવા માટે થઇ શકે. તે ઉપરાંત મુખ્ય ખાતામાંથી જરૂર પડે એ પ્રમાણે પૈસા બીજા ખાતામાં કરી શકાય.  આથી તમારા માટે  બેન્ક વ્યહવાર સરળ અને સલામત રહેશે.



                                          ક્રેડિટ કાર્ડનો વ્યહવાર વધુ સલામત હોય છે. કારણકે એમાં તરત જ પૈસા ડેબિટ થતા નથી એટલે ખોટા અને ગુનાહિત નાણાની ચુકવણી પર ગરાકનો કાબુ રહે છે  ખોટી ચુકવણીને પાછી મેળવવી સરળ રહે છે. જયારે ડેબિટ કાર્ડ માં પૈસા તરતજ ડેબિટ થઇ જાય છે અને ખોટી ચુકવણી ના પૈસા મળવા મુશ્કેલ થઇ જાય છે.

                                          ચિપવાળા કાર્ડ રાખવા સારા . તમારા કાર્ડને  ક્યારે પણ  તમારી નઝર બહાર જવા ન દેવો જોઈએ , અને જયારે તમે  તમારો પીનકોડ વાપરો ત્યારે કોઈની  પણ  નઝર એના  પર ન પડે એની કાળજી લેવી જોઈએ. 

                                       એટીએમ માં જાવ ત્યારે બરાબર સાવચેતી રાખવી  જરૂરી છે. અને ધ્યાન રાખવું કે પિનકોડના ઉપયોગ કરતી જોઈ લેવું કે કોઈ કૅમેરા કે  પાછળની વ્યક્તિ એના પર નઝરતો  નથી રાખતું . એટીમની રિસીપટ પણ જોઈએ ફાડી નાખવી  જરૂરી  છે. કેશને  પાકીટમાં  મૂકીને જ એટીએમમાંથી બહાર આવવું એમાં જ તમારી અને પૈસાની સલામતી છે.



                                               આતો સામાન્ય બાબતો છે જેનું ધ્યાન આ ઈન્ટરનેટ ના જમાનામાં જરૂરી છે. તમારા પૈસાની સલામતી  અને જાળવણી એમાં રહેલી છે. દરરોજ પૈસાની બાબતમાં કેટલાએ કેટલાએ ફ્રોડો બેન્કોના બાબતોમાં થાય છે એમાંથી બચવાનો આ સલામત અને સરળ રસ્તો છે.

                                   ************************************************