Saturday, July 12, 2025

 


 માનસિક બીમારી 

                                               માનવીની  આહાર ખાવાની આદતોની અસર માનવીના મગજ  પર થાય છે. માનવી  જે ખોરાક લે  છે એની અસર માનવીના મગજ  પર  ૨૪ કલાકમાં થાય છે. અમુક જાતનો ખોરાક માનવીના મગજના સમીકરણોને અવળી અસર કરે છે. ડિપ્રેસન જેવા રોગોને એની ખરાબ અસર થાય છે. અમુક જાતના ખોરાક લેવાથી ડિપ્રેસન ૧/૩ ઘણું ઓછું પણ થઇ શકે છે.

                                  મેડિટેરિઅન ખોરાક, અથવા  ઓછું ચરબીવાળો ખોરાક  અથવા  લીલા શાકભાજી , એટલેકે ફાઇબર ધરાવતો ખોરાક મગજના તંતુઓને નિયંત્રણમાં રાખી શકે છે. 



                                આંતરિક સોજાઓ પણ માનસિક બીમારી વધારી દે છે. એવા દર્દીઓ સામાન્ય ડિપ્રેસનની દવાઓની અસર થતી નથી. એવા ૩૦% ટકા માનસિક રોગી હોય છે. આથી આજકાલ માનસિક રોગીઓ માટે મગજમાંથી સોજાઓને દૂરકરવાની દવાઓનો ઉપયોગ થાય છે.

                              એમ કહેવાય છે કે ઓમેગા -૩ માછલીઓ , નટ્સ , અને હોલ ગ્રેઈનસનો ખોરાક સોજાઓને દૂરકરનારી અસર ધરાવે છે.



                           પૂરતી ઊંઘ અને આધ્યાત્મિક ધ્યાન જેવી ક્રિયા પણ માનવીના સ્વાભાવને સારો કરે છે. અને ઇન્ફ્લેમેશનની ક્રિયા ને દૂર કરવામાં મદદ રૂપ થાય છે.  મગજના તંતુઓને વધારે તંદુરસ્ત બનાવી માનવીને માનસિક રોગોથી દૂર રાખે છે.

                                   *******************************

                                   

                                

Wednesday, July 2, 2025



કુદરતને માણવાની  કળા

                                                         આજકાલ જ્યાં જુઓ ત્યાં કુદરતી આફતો વધી ગઈ છે. અધિક વરસાદ , નદીઓમાં પૂર, સાગરનું  છલકાવું , ધરતીકંપ , વાવાઝોડા , જેવી કુદરતી આફતો જ્યાં જુઓ ત્યાં  જોવા મળે છે.  એનું કારણો પણ જોવા રહ્યા .જમીનોને માનવોએ ખોદી કાઢી છે. જંગલોને કાપી નાખ્યા છે.  પાણીના વહેણને કિનારે તોતિંગ કોન્ક્રીટ જંગલો ઉભાકરી દીધા છે. શહેરોમાં પણ એવી જ પરિસ્થિતિ છે. જ્યાં  ત્યાં ઝાડો કાપીને વસાહતો કાયદેસર કે પછી ગેરકાયદેસર  ઉભી કરી દીધી છે. નદીઓમાંથી રેતી ચોરવાની પ્રવૃત્તિઓ માફિયાઓ દ્વારા ચાલી રહી છે. જમીનમાંથી ખનીજો ખોદવાની ગેરકાયદેસર  પ્રવૃતિઓ પૂર જોશમાં  ચાલી  રહી છે.  એટલેકે કુદરતને રંજાડવાની પ્રવૃતિઓ ચાલી રહી છે.  કુદરતને છેડવાની પ્રવૃતિઓ પૂર જોશમાં છે . પછી કુદરત રૂઠીને માનવોને રંજાડે એમાં નવાઈ નથી .



                                                       મોટા મોટા  ઉદ્યોગોએ પણ હવાને અને આકાશને  દુષિત કરી નાખ્યું છે. ટૂંકમાં કુદરતને માણવા કરતા મનુષ્યો એને હણવા પાછળ પડ્યા છે. એનું જ પરિણામ કુદરતી આફતો છે.  એથી ટૂંકમાં  કુદરતના સૌંદર્યને માણવો જોઈએ અને એના છેડછાડથી બને એટલા દૂર રહેવું જોઈએ. 



                                         એક કવિએ એક કાવ્યમાં લખ્યું છે.

        મારે --

        મારે  હરિયાળી ખીણોમાં રખડવું છે

       નદીઓના કોતરોમાં અને પંખીઓના કલરવોમાં 

        રમવું  છે કુદરતને ખોળે

       ત્યાં જીવનનો પરમ આનંદ  માણવો  છે મારે .

       મારે --

       મારે પવનના  શુસવાટે  થથરવું  છે 

      મેઘ અને વીજળીની જુગલબંધી જોઈને  

      જીવનનો પરમ આનંદ માણવા 

      ડુંગરોની ખીણોમાં રખડવું છે મારે 

      મારે --

      નદીઓના નિર્મળ  જળમાં ડૂબકીઓ મારવી છે 

      સાગરની લહેરો પર તરવું  છે મારે 

      જીવનનો  પરમ આનંદ માણવા 

     કુદરતને ખોળે વિહરવું છે મારે 

     મારે --

                                               

        ટૂંકમાં  માનવોએ કુદરતને છેદવા કરતા એને  માણવાની કળા ખીલવવાની  જરૂર છે જેથી બંનેનું અસ્તિત્વ સુખમય બને.

                                     ********************************* 

Wednesday, June 18, 2025




અહમ 

                                               અહમને લીધે દુનિયામાં મોટા યુદ્ધો થાય છે. દુર્યોધનના અહમને લીધે મહાભારતનું યુદ્ધ થયું હતું  અને મોટો રક્તપાત થયો હતો. રાવણ અહમને લીધે રામ રાવણ વચ્ચે યુદ્ધ થયું હતું .  આખા વિશ્વને  જીતવાના હિટલરના  અહમને લીધે ભયંકર વિશ્વ યુધ્દ્ધ ભભકી ઉઠ્યું હતું. 

                                               શ્રી કૃષ્ણએ દ્રૌપદીને કહ્યું હતું કે તે દુર્યોધનને 'આંધળાનો  છોકરો આંધળો ' એવો કટાક્ષ ન માર્યો હોત તો મહાભારતનું યુદ્ધ અટકાવી શકાત. એમાં દુર્યોધનનો અહમ ઘવાયો હતો અને પછી એનું પરિણામ  મહાયુદ્ધમાં  આવ્યું હતું. આ  વસ્તુ માનવીના જીવનમાં પણ લાગુ પડે છે. ઘણા ખરા કુટુમ્બીક ઝગડાનું મૂળ અહમના ટકરાવમાં  હોય છે .અહમ એ દુનિયાનું મોટામાં મોટું દુષણ છે.

                                              આથી માનવીએ જીવનમાં ક્ષમાનો રસ્તો અપનાવવાની જરૂર છે. અહમનો રસ્તો છોડી સમાધાનનો રસ્તો જ ઉત્તમ છે. તમે દુનિયામાં જોશો તો ઘણી વસ્તુઓ આ દિશામાં દોરી જાય છે. 



                                                બરફ એકદમ ઠંડો હોય છે.  કોઈએ પૂછ્યું ' બરફ કેમ આટલો ઠંડો હોય છે?'  કારણકે બરફને એના ભૂતકાળમાં અને ભવિષ્યમાં એનો અંત પાણી છે એની ખબર છે.  એટલે એને અહમ નડતો  નથી .તેવી જ રીતે મનુષ્યનો આરંભ અને અંત પણ ખાલી હાથે આવવાનું  અને જવાનું . પછી અહમ શા માટે ?

                                              જેમકે પાસ અને ફેઈલ બંને  શબ્દો વિરોધી શબ્દો છે પણ એના ઇંગ્લીશમાં ચાર શબ્દો જ હોય છે . એમાં પણ ટકરાવ નથી . એવું ક્રાય અને જોયમાં ત્રણ જ અક્ષરો છે. એ પણ ટકરાવ બતાવતા નથી.  એટલે કુદરત પણ અહમ અને ટકરાવને  ટેકો આપતું નથી.



                                              એથી સંદેશો બહુ જ સ્પષ્ટ છે કે અહમથી સામાજિક , આર્થિક, અને કુટુમ્બીક સંબંધોમાં પણ નુકસાન  જ છે.  રાજા રાવણનો પણ અહમ ટક્યો ન હતો અને વિશ્વ વિજેતા સિકંદરે પણ અંતિમ યાત્રામાં ખાલી  હાથ બતાવી એની તરફ જ ઈશારો કર્યો છે. 

                                      ***************************************

                                                    

Wednesday, June 11, 2025

 


ગાયત્રી મંત્ર 

                                                                             ગાયત્રી મંત્ર એ ચાર વેદોના મૂળ આધાર છે. પ્રભું જો પ્રસન્ન થાય તો મનુષ્યને  સદબુદ્ધિ  આપે છે. સદબુદ્ધિ મનુષ્યને સારા કામ કરવાની પ્રેરણા આપે છે. હિન્દૂ સંસ્કૃતિના મહાન ગ્રંથો ચાર વેદો ગાયત્રી મંત્રના એકએક અક્ષર પર આધારિત છે.

                                   ગાયત્રી મંત્ર ભારતીય સંસ્કૃતિ  વિજ્ઞાનનું એક  મૂળ તત્વ છે. એટલેકે એ માનવી જીવન પર તાત્વિક રીતે પ્રભાવિત કરે છે . એનો સારા કર્મો સાથે સીધો સબંધ છે.  માનવી સદકર્મોથી જ સારા અને લોકઉપયોગી કામોકરી શકે છે. એટલા માટે ગાયત્રી મંત્રમાં  જ સદબુદ્ધિ આપવાની પ્રભુને પ્રાર્થના છે.

                                 દુનિયામાં કુબુદ્ધિને  કારણે જ મોટા યુધ્ધો , અદાવત , અને અશુભ પ્રસંગો  બન્યા  છે.  એથી  સદબુદ્ધિ જરૂરી છે જે  ખરાબ અને હાનિકારક  વસ્તુઓ ને અટકાવી શકે છે. અને સદ્દબુધ્ધિના પાયામાં જ ગાયત્રી મંત્ર  છે . એથી એનું રટણ હંમેશા લાભદાયક  હોયછે. જેમ ગુજરાતીમાં કહેવત છે કે 'વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ' એટલેકે કુબુદ્ધિ  નાશનો માર્ગ છે. . એટલે ગાયત્રી મંત્ર એનો ઈલાજ  છે જે મનુષ્યને કુબુદ્ધિથી દૂર રાખે છે.



                                  રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદે પણ ગાયત્રી મંત્રની પૃષ્ટિ કરી છે.  ગાયત્રી મંત્રની સાધના મનુષ્યની ખરાબ સંજોગોમાં પણ કઠિન નિર્ણયો લેવાની શક્તિ આપે છે. એટલેકે તમારી દ્રષ્ટિને ચોખ્ખો માર્ગ બતાવે છે. એ મનુષ્યને ભૂત , ભવિષ્ય , અને વર્તમાનને  જોવાની દ્રષ્ટિ પણ આપે છે.

                                  રામને  ગાયત્રી  મંત્ર એમના ગુરુ મહર્ષિ વશિષ્ટએ  પરિચય કરાવ્યો હતો અને કૃષ્ણને એના ગુરુ સંદીપની ઋષિએ કરાવ્યો હતો. ગાયત્રી મંત્રથી પ્રભાવિત થઇ ઋષિ વિશ્વામિત્ર ક્ષત્રિયમાંથી  ઋષિ બની ગયા હતા.

                                    ભગવાન મનુ જેણે હિન્દૂ ધર્મમાં વિવિધ કાયદાઓની વ્યાખ્યા લખી છે એમણેપણ  ગાયત્રીમંત્રને  હૃદય અને મનને શુદ્ધ કરવા માટે એની  ઉપાસના કરવાની ભલામણ કરી છે. મહર્ષિ વેદમવ્યાસે  તો ગાયત્રી મંત્રને વેદોનો સાર કહ્યો છે.



                                      ગાયત્રી મંત્રના ઉપાસનાથી  પૂર્વ જન્મના અને  વર્તમાન જન્મના સધળા પાપોમાંથી મુક્તિ મળે છે એમ માનવામા આવેછે.  જેમ પુષ્પનો અર્ક મધ છે. દૂધનો અર્ક ઘી છે. તેમ ગાયત્રી મંત્ર વેદોનો સાર છે.

                                     એક વસ્તુ સત્ય છે કે ગાયત્રી મંત્રની ઉપાસના મનુષ્યમાં  નવી ઉર્જા ભરી દે છે. જે નવજીવન આપી મનુષ્યને જીવવાનો સારો રસ્તો બતાવે છે એમાં કોઈ શંકા નથી.

                                 ********************************************** 

                                       

                                    

Saturday, June 7, 2025



જાણવા જેવું

                                            સામાન્ય વસ્તુઓ વિષે જાણકારી ઘણા ઓછા લોકો જાણે છે અથવા જાણવા પ્રયત્ન કરતા નથી. એના વિષે જાણવાથી ઘણા  અકસ્માતોમાંથી બચી શકાય છે.



                                        ઘણી એવી વસ્તુઓ છે જે હાનિકારક હોવાથી ફ્રીઝથી  દૂર રાખવી જોઈએ.  એમાં બ્રેડ , કાંદા , લસણ ,એવોકાડો, ટામેટા, મધ , કેક , તરબૂચ, કોફી ,અને ઈંડા. લસણ અને કાંદા તો એની ગંધ પણ ફેલાવી દે છે.



                                      બીજા પદાર્થોની ઉપર ફ્રીઝમાં અવળી અસર પણ થાય છે. કોફી બીજા પદાર્થોની ગંધ ચૂસી લે છે . તરબૂચ ને જો ફ્રીઝમાં મુકવાનું હોય તો એને કાપીને બોઉલમા રેપ કરીને મૂકવું જોઈએ. બ્રેડ ફ્રીઝમાં સ્ટેઇલ થઇ જાય છે. મધ ફ્રીઝમાં ગાઢ થઇ જાય છે  એટલે એને પછી ચોપડી શકાતું નથી. ઈંડાને બહાર રાખવાથી એના બેકિંગમાં અને બાફવામાં સારા પરિણામો આવી શકે છે.

                   મૂળમાં વસ્તુઓના સારી રીતે ઉપયોગમાં લેવું હોય તો એને આળ અસરોથી બચાવવું જોઈએ .

                                ********************************************* 

Thursday, May 15, 2025

 


કેન્સરના  કારણો 

                                     કેન્સર એ દુનિયામાં ભયંકર અને જીવલેણ રોગછે. લાખો લોકો એનો ભોગ બને છે. એના પકડમાં આવ્યા બાદ એમાંથી માનસિક અને શારીરિક રીતે છૂટવું મુશ્કેલ બની રહે છે. 

                                    કૅન્સરપર અત્યારે દુનિયામાં સંધોધનો ચાલી રહ્યા છે. પરંતુ એને જડમૂળથી નાબૂદ કરવાંની દવા હજુ બાકી છે.  એને લાવનાર વસ્તુઓ પર જો ધ્યાન આપવામાં આવે તો એનો ફેલાવો અટકાવી શકાય છે. 

                                     વધારે પડતા ખાંડ સભર પદાર્થો ઘણી વાર કૅન્સરને નોતરે છે.  આજના યુગમાં પ્રોસેસ ખોરાક ખાવાનો બહુજ ખરાબ આદતો પડી છે. આમતો એ સ્વાદિષ્ટ હોય છે. પણ માનવી તંદુરતી માટે એ હાનિકારક હોય છે. તે ઉપરાંત સૂર્ય સ્નાન એક ફેશન બની ગઈ છેકે પછી તંદુરસ્તી માટે એને ઉત્તમ માનવામાં આવેછે.  વધારે પડતા સુર્યકીરણો ઘણીવાર શરીર માટે હાનિકારક હોય છે.  તે ચામડીના કેન્સર જેવા રોગોને નોતરે છે. તે ઉપરાંત તમાકુનું  સેવન ખાઈને , કે સિગરેટ કે બીડી પીને પણ લોકો કૅન્સરનો ભોગ બને છે.  ટોકક્ષીક , આર્સનીકઃ જેવા રસાયણો પણ કેન્સર જવા ભયાનક રોગો  લાવે છે. 



 જે લોકો કોલસાની ખાણમાં કે પછી રાત્રી દરયામિયાન કામ કરતા હોય એવા લોકો પણ કેન્સર જેવા રોગોની પકડમાં આવી જાયછે.  વધારે પડતો દારૂ , વધારે પડતા  મીઠાના પદાર્થો , મોટા પ્રમાણમાં લાકડાનો વેર , જેવી વસ્તુઓ  પણ શરીરમાટે હાનિકારક અને કેન્સર જેવા રોગોનું ઉગમસ્થાન છે.



                                  ઘણીવાર વાઇરસઓ , અને  વધારે પડતી ટોક્ષિક હવા પણ ભયંકર બીમારીઓ નોતરે છે. ગ્લાયફોસ્ટેટ જેવા રસાયણો જે ખાતર અને  વિદ મારવા માટે વપરાય છે એ પણ હાનિકારક છે. સ્ત્રીઓમાં પણ જન્મને કાબુમાં રાખવા જેવી દવાઓ ઘણીવાર બ્રેસ્ટ કેન્સર જેવી બીમારી લાવે છે. 

                     મૂળમાં કેન્સર લાવનારા પદાર્થોથી દૂર રહેવાથી  કેન્સર જેવી બીમારીને અટકાવી શકાય છે. 

                                   **************************************** 

                                   

Sunday, May 4, 2025



 ચીનનું આર્થિક  સામ્રાજ્ય 

                                                              ચાઇના આજે આર્થિક રીતે દુનિયાની બીજા નમ્બરની શક્તિ બની ચુકી છે. એ  ઉપરાંત હાઈટેકમાં  ડિજિટલ જગતમાં પણ આગળ નીકળી ચૂક્યું છે. 

                                                         'અલીબાબા 'એ ચીનની  હાઈટેકમાં રાક્ષસી કંપની છે. આખી દુનિયામાં એ અનોખો રોલ ઇકૉમેર્સમાં  ભજવી રહી છે. એણે પરદેશી  મની ટ્રાન્સફર કંપની ' મની ગ્રામ' હાથ ધરી છે. 'ટેન્સન્ટ  કંપની' જે શેન્ઝહામમાં છે જે મેસેજિંગ  પર  કામ કરે છેની . એણે અમેરિકન કંપની 'ટેસલામાં '  સારું એવું રોકાણ કરેલું છે. તે ઉપરાંત અલીબાબા 'અલી પે' અને 'પે ટીએમ' માં પણ  રસ ધરાવે છે.



                                                       'મીડિયા 'કંપની 'જે  એપ્લાયન્સઓ બનાવે છે એણે ' કૂકા રેંબોટીક કંપની' માં રોકાણ કરેલું છે. 'બાઈદુ ' જે ચીનનું રાક્ષસી સર્ચ એન્જિનછે જેણે બ્રાઝીલીયન 'કંપની પીએક્ઝી ઉરબાનોમાં 'રોકાણ કરેલું છે.


                                                    ચીની રોકાણોનું સામ્રાજ્ય દુનિયાના ઘણા દેશોમાં ફેલાયેલું છે.  તે જોતા જણાશે . ઑસ્ટ્રેલિયામાં  યુ એસ ડોલર ૮૬૨ મિલિયન છે. કેનેડામાં કેનેડિયન ડોલર ૩૭ બીલીઓન જેટલું છે. યુ એસ ટ્રેઝરી બોન્ડમાં $૭૫૯/-જેટલું છે. તે ઉપરાંત આફ્રિકા ખંડમાં પોર્ટોમાં , રેલ્વેમાં , સ્ટોકમાં , બીજા બાંધકામમાં અબજો ડોલરોનું રોકાણ કરેલું છે. પાકિસ્તાન જેવા દેશમાં આર્થિક કોરિડોર બનાવવા  માટે શ્રી લંકામાં પોર્ટ બનાવવા માટે રોકાણો કરેલા છે. 



                                               એ બધાનીપાછળ રાજકીય અને વેપારી લાભ લેવાનો ઈરાદો હોય છે. એમાં  કઈ નવીન દાવ નથી કારણકે દરેક દેશ મદદ માટે બદલાની આશા રાખે છે. આમ ચીને પોતાના રોકાણોની જાળ હોશિયારી પૂર્વક પાથરેલી છે.

                                             ************************************