Friday, July 14, 2023

 


મીડિયાની શક્તિ 

                                        મીડિયા એટલેકે વર્તમાનપત્રો, ટીવી , અને એપ્સ જેવીકે ટ્વીટર , ફેસબુક જે લોકોના અભિપ્રાયને બદલી શકે કે પછી એને એક દોરવણી પણ આપી શકે. એમાં અભિપ્રાયને  સાચી દિશામાં લઈજાય  અથવાતો એને ગેરમાર્ગે પણ દોરી શકે. આ મીડિયાની તાકાત  છે. એના ઘણા દાખલાઓ છે. ઘણીવાર તો મીડિયા સત્તા પલટો પણ કરાવી શકે છે.

                                        જ્યાં સુધી એ સકારત્મક ભૂમિકા ભજવે ત્યાં સુધી સારી વાત છે. પરંતુ  ઘણીવાર એ પ્રજામતને ગેરમાર્ગે  પણ દોરી જાય છે. 

                                           અમેરિકામાં ઘણી બાબતોમાં મીડિયાએ  એવો પ્રચાર કર્યો હોય છે કે લોકો ગેરમાર્ગે દોરાય  છે. ઘણી બાબતોમાં તથ્ય જાણવા માટે સર્વે કરવામાં આવે છે જેના નતીજો બહુ જ નિરાશામય હોય છે.

 એવાજ એક સર્વેમાં  પૂછવામાં આવેલા પ્રશ્નોના જવાબો આશ્ચર્ય જનક હતા.



                                          અમેરિકામાં ૧% લોકો વર્ષે  $૫૦૦૦૦૦/- કમાય છે જયારે લોકોએ ૨૬% ઉત્તરમાં જણાવ્યું હતું. આ બતાવે છેકે  લોકો માને છેકે અમેરિકા ધારવા કરતા ઘણું સમૃદ્ધ છે.  આ મીડિયાની મહેરબાની છે જે આખો  વખત અમેરિકાની સમૃદ્ધિની ભવ્યતા જ બતાવે રાખે છે.

                                           અમેરિકામાં આજકાલ લીલા શાકભાજી અને એને ખાવાના ફાયદા માટે મીડિયા પ્રચાર કરે છે. અને એવી  ભીતિ ઉભી કરી છે કે  ઘણાખરા અમેરિકાનો વેજિટેરિઅન બની રહયા છે. ૫% અમરિકાના  લોકો  વેજિટેરિઅન છે જ્યારે લોકો મત માને છેકે ૩૦% છે. એ પણ એક પ્રચારનો નમૂનો છે.

                                             લોકો માને છેકે ટ્વિટ્ટર  ૮૦% લોકો  વાપરે છે.  પરંતુ એનો ઉપયોગ ફક્ત ૨૦% અમેરિકનો  કરે છે. આ પણ કદાચ  વૈપારીક પ્રચારનો નમૂનો હોઈ શકે.



                                                મીડિયાનો ઉપયોગ ઘણીવાર સરમુખત્યારો પણ કરે છે અને પોતાના બધા પગલાંઓ લોકહિતમાં છે એમ બતાવવા પ્રયત્નો કરેછે.  એની લોકપ્રિયતાનો પ્રચાર પણ ખરીદેલા મીડિયા મારફતે કરવામાં આવે છે. એમાં બધાજ  મીડિયા સંડોવાયેલા હોતા નથી પરંતુ જે સાચી રજૂઆત કરે છેએમને ઘણી રીતે સહન કરવું પડે છે.

                                               આ પરથી જોઈ શકાય છેકે મીડિયા  કોઈને પણ ઉગારી શકે છે કે પછી ડુબાડી પણ દઈ શકે છે.  એટલેકે મીડિયા મીઠી છરી છે જે સુધારી પણ શકે છે. અથવા તો નુકસાન પણ કરી શકે છે. સત્યનો પ્રચાર કરી શકે છે અને અસત્યને સત્યમાં રજુ કરી શકે છે. એજ એની બલિહારી છે.

                                               *******************************  

                             

        

                                   


Friday, July 7, 2023

 


ડીએનએ - જીવન વિજ્ઞાનનું  શાસ્ત્ર 

                                                                          જયારે  ભૌતિક શાસ્ત્ર ચરમ સીમાએ પહોંચ્યું ત્યારે વિજ્ઞાનીકોની દ્રષ્ટિ  જીવન વિજ્ઞાન   તરફ વળ્યું .  ડીએનએને  ઉકેલવા માટે  ત્રણ વિજ્ઞાનિકોનો મોટો ફાળો હતો.  ડૉક્ટર જેમ્સ વોટસન ,ફાન્સીસ ક્રીક , અને મોરિસ  વિકીન્સને  ડીએનએના  બંધારણને ઉકેલવા માટે ૧૯૫૩ માં નોબેલ પુરસ્કાર આપવાંમાં આવ્યો હતો પણ એમાં રોઝાલિન્ડ ફેન્કલિનના  ફાળાને અવગણવા માટે મોટો ઉહાપોહ  વિજ્ઞાનિક જગતમાં થયો હતો. 



                                                         ડીએન એ  શું  છે એ જાણવું અગત્યનું છે. દરેક મનુષ્ય શરીરમાં રહેલા જિનના રહસ્યને સાદી ભાષામાં  ડીએનએ  કહેવાય છે. એના રહસ્યને  'ડબલ હેલિકલ બંધારણ' કહેવામાં  આવે છે. દરેક મનુષ્યના શરીરમાં  હેલિકલ  બે તાંતણા વાળું હોય છે જે  ડીએનએ  ના નામે ઓળખાય છે.



                                                          ડીએનએ ની શોધે ગુનાહખોરીના જગતમાં અધભુત સહાય રૂપ બની રહ્યું છે. જયારે માનવીનું શરીર બળીને કદરૂપું અને ન ઓળખાય એવું થયું હોય ત્યારે એના નજદીકના સગાનું ડીએનએ એની સાથે મેળવી એની પહેચાન થઇ શકે છે. 

                          આમ ડીએનએ જગતમાં  કેટલાએ કોયડાઓને ઉકેલવામાં  મદદ રૂપ બને છે.  

                                     ************************************

Sunday, June 25, 2023

 


સૂર્ય શક્તિ 

                          ભારતમાં સૂર્યની શક્તિને પ્રાચીન કાળથી પુંજવામાં આવે છે. ગાયત્રી મંત્ર એનો પુરાવો છે  જે  સૂર્ય સ્તુતિ કરતા કહે છેકે ' હે સુખદાયક, દુખનાશક, શ્રેષ્ટ, તેજસ્વી, ભ્રમઃ સ્વરૂપ, પાપનાશક , પ્રાણ સ્વરૂપ તને અમે ધારણ કરીએ છીએ. તું અમને સદમાર્ગે  લઈજા. આજે  વિજ્ઞાન પણ કહે છે કે' સૂર્યમાંથી  એક અવાજ આવે છે જે ઓમઃ ને મળતો આવે છે. આજ બતાવે છેકે ભારતીયોની સૂર્ય ભક્તિ પણ વિજ્ઞાનિક છે. એટલાજ  માટે સવારના ઉગતા સૂર્યને  પાણી અર્પણ  કરવામાં આવે છે.

                             ઝાડપાન પણ સૂર્ય શક્તિ પર નભે છે. સૂર્યના  કિરણો માનવીય શરીર પોતાનામાં ઓગાળીને  નવજીવન  મેળવે છે. સૂર્યના કિરણો જયારે પાણી માંથી પસાર થાય છે ત્યારે અદભુત સાત રંગો ઉત્પન્ન થાય છે અને મેઘ ધનુષ સર્જાય છે . તે અતિ મનમોહક અને સુંદર હોય છે. સૂર્યના કિરણો શરીરમાં પ્રવેશી શારીરિક અને માનસિક સ્થિતિ ઉત્તપન કરે છે  જેને સૂર્ય સારવાર કહેવામાં આવે છે.



                                 પ્રાચીન ઇજિપ્તની સંસ્ક્ર્તિ પ્રમાણે સૂર્યના કિરણો  જયારે પારદર્શક વસ્તુમાંથી પસાર થઈને  શરીરમાં જવાથી  કેટલાક રોગોને નિવારે છે. ભારતીય સંસ્કૃતિ પ્રમાણે સૂર્યને જળ અર્પણ કરવાની રીતને ઋષિ મુનિઓએ  'આરઘય'  નામ આપેલું  છે.



                                 કોપર જેવી  ધાતુના વાસણમાં સૂર્યોદયે  કે સુર્યાસ્તે  અર્પણ કરવામાં આવેલું જળ મજબૂતશક્તિઓ ઉત્ત્પન કરે છે જે શારીરિક શક્તિઓ વધારવામાં મદદ રૂપ બને છે.  અને આખો દિવસ  પ્રફૂલ્લિત  કરે છે.  એટલા માટે સૂર્યને જળ અર્પણ એ વિજ્ઞાનિક  છે.

                                    ************************************** 

Tuesday, June 13, 2023



જીવનનું સત્ય 

                                     દુનિયામાં કોઈનો એકજ દેખાવ નથી હોતો . દરેકનું વલણ સંજોગો અને તેના ફાયદા પ્રમાણે બદલાતું રહેતું હોય છે. એથી કોઈના વિષે એક ચોક્કસ અભિપ્રાય બાંધવો જોઈએ નહિ.

                                     ઘણીવાર લોકો ધનવાનોને વધારે માન આપે છે, માણસના ચરિત્ર કે પછી એના વ્યક્તિત્વને નહીં  . આથી કોઈ ધનવાનને મળતા માન પરથી એના વિષે ઉચ્ચ અભિપ્રાય બાંધવો ન જોઈએ.

                                     કોઈને પ્રેમ આપવાથી  એનો સકારત્મક પ્રતિભાવ આવશે  એ માનવું ભૂલ ભરેલું હશે. ઘણેભાગે જેને તમે બહુ જ ચાહો છો એજ તમને વધારે દુઃખ પહોંચાડશે.

                                     તમે જયારે સુખી હોવ છો ત્યારે અધિક આનંદમાં રહો છો. પણ જયારે તમે દુઃખ અનુભવો છો ત્યારે તમે  બીજાની લાગણીઓને સમજી શકો  છો.



                                      તમારી પાસે બધું હોય છે ત્યારે એને પચાવવું મુશ્કેલ હોય છે. પરંતુ એવા વખતે જ તમારી ધીરજ  અને વલણની પરીક્ષા થાય છે.

                                      લોકો કેટલીક વાર બાહ્ય દેખાવ પાર વારી જાય છે. ત્યારે તેના ચારિત્રના મૂલ્યાંકન કરવામાં ગોથું ખાઈ જાય છે.

                                        જયારે  નિસ્ફળતા  મળે ત્યારે લોકો તમારા પર તૂટી પડે છે અને ટીકાઓનો વરસાદ વર્ષે છે પરંતુ સફળતા ઘણી વાર એકલતામાં ઉજવવી પડે છે.



                                          ગરીબોના દોસ્તો બહુ હોતા નથી. અને જે કોઈ હોય છે એ જીગરી દોસ્ત હોય છે. ધનવાનોને  ઘણા  મિત્રો હોય છે પણ તેમાં કેટલાક તકસાધુ અને વિશ્વાસ ન કરી શકાય એવા હોય છે.

                                            એક વાર વિશ્વાસ  ચાલી  જાય તો પાછો આવવો મુશ્કેલ હોય છે. પછી ગમે તેટલી માફીનો  કોઈ અર્થ નહિ રહે.

                                          ******************************** 

Tuesday, June 6, 2023



વિચારઓ 

                                       માણસનો વિકાસ અટકી જાય છે જયારે એ વિચારવા માંડે છે કે એ બધું જાણે છે,  અને વધુ કઈ જાણવાની જરૂર નથી.  આ જગતમાં માણસે એક કે બીજા સ્વરૂપે કઈને કઈ મૃત્યુ સુધી શીખવાનું હોય છે. બીજા બધા કરતા હુંજ વધારે જાણું છું એ માનવું  પતનની નિશાની છે.  સોક્રેટિસ એ બાબતમાં કહ્યું છે કે ' સાચું ડહાપણ નવું જાણવામાં જ છે. માનવું કે 'હું કઈ જાણતો નથી એમ માનવું નવી વસ્તુઓ જાણવા માટેનો યોગ્ય વિચાર છે.



                                         દુનિયામાં વિવિધ વિચારો ધરાવનારા લોકો હોય છે. એટલે દરેકના  વિચારોને માન અને એના પ્રત્યે  સહિષ્ણુ  થવું જરૂરી છે. એનાથી ભાઈ ચારો અને શાંતિ  વધે છે. મોટા કુટુમ્બીક  કંકાસો અને  યુદ્ધો વિચારોના અસહિષ્ણુતાને  લીધે જ થયા છે. એ બાબતમાં ચીની   ચિંતક  કોન્ફીસીયસ કહે છે કે'  કોઈ મનુષ્ય કહે કે એ કરી શકે છે.  અને બીજો મનુષ્ય  એમ કહે કે હું નહિ કરી શકું તો. સમજવુંકે બંને સાચા છે.' એમાં વિચારો પ્રત્યેની  સહિષ્ણુતાની જરૂરી છે.



                                             ઘણા લોકો સાંભળેલી વાતો પર વિશ્વાસ કરે છે અને એનાથી બીજાની સાથેના સબંધો બગાડે છે.  આથી કોઈ પણ બાબતમાં એને સત્ય સમજ્યા પહેલા એના પર બધી રીતે  વિચાર વિનિમય કરીને  પછી નિર્ણય લેવો જોઈએ. કોઈ કહે એને સત્ય માનીને ન ચાલવુંજોઈએ . ઘણીવાર બીજાની વાત સાંભળીને જ ગેરસમજ થાય છે . એરિસ્ટોટલ  વિચારે છે કે  'દરેક બાબતમાં સ્વતંત્ર રીતે વિચારવું જોઈએ. દરેક સાંભળેલી વાતને સત્ય ન માનવું જોઈએ.  હંમેશા તમે જેમાં માનતા હોય  એમાં બધી રીતે વિચારીને  તેનું  મૂલ્યાંકન કરવું જોઈએ .' 



                                          આપણામાં એક કહેવત છે કે' આપ  મર્યા સિવાય  સ્વર્ગે  ન જવાય ' એટલેકે બીજા પર આધાર રાખ્યા વિના પોતાના ધેય  માટે પોતે જ મહેનત કરવી જોઈએ.  બીજાના પર આધાર રાખવાથી કામ નહિ થાય અથવા તો લંબાયા કરશે. એ બાબતમાં  નિએટઝસચે  જેવા ચિંતકના વિચારો જાણવા જેવા છે. એ કહે છે' તમારે માટે કોઈ પુલને બાંધી આપવાનું નથી જેનાથી તમે  જીવન નદી પારકરી શકો. એ પુલ  તો  તમારે એકલાએ જ બાંધવો પડશે . 

                                 *****************************************

                                

Thursday, May 25, 2023

 


અમેરિકામાં  હોટેલ અને મોટેલ ઉદ્યોગ 

                                                          અમેરિકામાં હોટેલ અને મોટેલ ઉદ્યોગ બહુજ વિકસિત છે કારણકે અમેરિકનો એમના પ્રવાસ દરમિયાન ખુબજ ઉપયોગ કરે છે. બહારગામ કોઈને ત્યાં જઈને રહેવા કરતા પોતાની રીતે રહેવાને ટેવાયેલા છે. જેમાં બીજાને તકલીફ ઓછી પડે છે અને એમની પ્રાઇવેસી પણ જળવાઈ રહે છે. આથી હોટેલ અને મોટેલ ઉદ્યોગ બહુજ ખીલેલો છે. 

                                                          મોટેલમાં ઘણુંકરીને રહેવાનું, અને સવારનો નાસ્તો મળી રહે છે બાકીની વ્યવસ્થા   વ્યક્તિ પોતે કરી લે છે. એટલેકે બપોરેનું અને રાત્રીના ભોજનની વ્યવસ્થા વ્યક્તિ બહાર કરી લે છે. 

                                                              આશ્ચર્યની વાતતો એ છે,કે અમેરિકન ભારતીયોએ એ ઉદ્યોગ પર પ્રભુત્વ જમાવી લીધું છે. મોટેલમાં ઘણું ખરું  મોટેલના માલિકના  સગાવહાલાઓ  કામ કરતા હોય છે. બીજા નાના મોટા કામ માટે સ્થાનિક લોકોનો ઉપયોગ કરતા હોય છે. આથી એ ઉદ્યોગ લખો લોકોને નોકરીઓ આપે છે. એ અમેરિકન  ભારતીયો માટે ગર્વની વાત છે. ૪૦% અમેરિકન ભારતીયોનો એ રીતે અમેરિકાના મોટેલ ઉદ્યોગ માં હિસ્સો છે.



                                                          એમાં   મોટેલો માંથી ૭૦% જેટલીની માલિકી ભારતીય અમેરિકન  ગુજરાતીઓની  છે. કહેવાય છે કે ૧૯૪૨ માં  કાનજીભાઈ  માનછુભાઈ  દેસાઈ નામના  ગુજરાતીએ પહેલી મોટેલ  લીઝ પર અમેરિકામાં  લીધી હતી. આમ ઘણા ગુજરાતીઓ મોટેલમાં સાફ સૂફીનું , ગેસ્ટ ચેકીંગનું , કામ કરે છે. 

                                                            આમ ગુજરાતીઓ ૪૦ બીલીઓન  ડોલરના મોટેલ અને હોટેલ ઉદ્યોગ પર પ્રભુત્વ ધરાવે છે અને ૬ લાખ લોકોને રોજગારી આપે છે. આમ ગુજરાતીઓએ ૪૨%જેટલો હિસ્સો હોટેલ અને મોટેલ ઉદ્યોગમાં કબ્જે કરેલો છે.



                                                             આજ બતાવે છેકે ગુજરાતીઓ વેપાર ઉદ્યોગમાં પરદેશમાં પણ આગળ છે અને ધનવાન સમાજ બની રહ્યો છે.

                                          ***************************


                                                               

Thursday, May 11, 2023



ભારતના ઋષિઓ   અને  વિજ્ઞાન 

                                                     ભારતના  ઘણા ઋષિઓ  વિજ્ઞાનિક હતા. તેઓ ઘાઢ જંગલમાં રહેતા પણ એમના શિષ્યો ની મદદ વડે  સંધોધન કરતા રહેતા હતા. કેટલાકને માટે એમનું મગજ પણ સંશોધન માટેની શાળા હતી. વૈદિક ગણિત પણ એનીજ ઉપજ છે. તે ઉપરાંત ગ્રહો , ઉપગ્રહો ચંદ્રમા અને સૂર્યની ક્યાં દિવસે ક્યાં વખતે કઈ જગ્યાએ હશે એની ગણતરીઓ પણ અજબ હતી . જયારે દુનીયા અંધકારમાં ડૂબેલી હતી ત્યારે ભારતના રિશી મુનિઓએ  જ્ઞાનની જ્યોત પ્રગટાવી દીધી  હતી એના પુરાવા પણ પુસ્તકો દ્વારા પણ આજે પણ મળ્યા છે.

                                                       સુશ્રુતા સંહિતામાં  ભારતીય  આરોગ્ય અને માનવી પર ઓપેરશનની ક્રિયા વિષે સુશ્રુતા મુનિએ સુંદર આલેખન કરેલું છે. આરોગ્ય વિજ્ઞાનની પર ચરકએ  અદભુત  વિવેચન કરેલું છે.

                                                          ૪૦૦૦ વર્ષ પહેલા કનોડા એ  બાષ્પીકરણ , પ્રેસિપિટેશનની અસર   પર સંધોધન કરેલું છે. ભૃગુ સંહિતામાં રસ્તા, પાણી , અને આકાશવિષે વાતો કરેલી છે. પિંગલા ગણિત શાસ્ત્રના  પ્રમુખ  સંશોધક  હતા. જયારે 'બાખ સાલી  મેન્યુ સ્ક્રિપ્ટમાં  ગણિત અને ઍલ્જિબ્રા વિષે  સંધોધનક આલેખન કરવામાં આવ્યું છે. 

                                                            પુરાણ વખતમાં સરોગસી વિષે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભાગવત મહાપુરાણમાં  ગર્ભની પ્રગતિ  વિષે લંબાણથી લખવામાં આવ્યું છે.શાલી સંહિતામાં  પ્રાણી શાસ્ત્ર પર શંધોધન વિષે લખવામાં આવ્યું છે. આ ક્રાઈસ્ટ ની ત્રીજી  સેન્ચુરી પહેલાની વાત છે. ભારતીય ટેલિસકોપ નો ઉલ્લેખ સૂર્યકાન્ત મણિ અને ચંદ્રકાન્ત મણિ દ્વારા કરવામાં આવેલો . મહર્ષિ ભારદ્વાજ દ્વારા 'યંત્ર સર્વસ્વ ' પાણીમાં ઉગતા છોડવામાંથી અંતરિક્ષ માનવીને પહેરવામાટે સ્પેસ  સ્યુટની વાત પણ કરવામાં આવી છે.



                                                         ખનીજ શાસ્ત્રી નાગાર્જુન  રસાયણ શાશ્ત્રના પણ નિષ્ણાત હતા. એમણે ઘણી વસ્તુમાંથી સોનુ બનાવવાના પ્રયોગો કરેલા હતા.વરાહ મહિરે મંગળ પર પાણી છે એની શોધ  પહેલી શતાબ્દીમાં કરેલી હતી. વૈમાનિક શાસ્ત્રમાં  કેવી રીતે વિમાન બનાવી શકાય એની માહિતી આપવામાં આવીછે.

                                              આમ પુરાણીક ભારત વિજ્ઞાનીક રીતે ઘણું જ આગળ વધેલું હતું  એનો જશ ભારતીય ઋષિ મુનિઓ ને જાય છે.

                                               ********************************