Monday, March 6, 2023

  


ભારતીય વિદ્યાર્થીઓનું પરદેશ ગમન

                                                                         ભારતીય સરકાર લાખો વિદ્યાર્થીઓ પાછળ કરોડો  રૂપિયા  વાપરે છે . પરંતુ  તેનો ઉપયોગ પરદેશોને જ મળે છે.  એ એક કોયડો છે.   અત્યારે લાખો ભારતીય  વિદ્યાર્થીઓ   અમેરિકા, ઇંગ્લેન્ડ, ઑસ્ટ્રેલિયા, રશિયા , ચીન અને  યુક્રેઇન જેવા દેશોમાં ભણે છે જયારે ભારતમાં ઉચ્ચ શિક્ષિત વિદ્યાલયો છે. એ એક કમનસીબી છે.



                                                           પરંતુ એના કારણો જાણવાની પણ જરૂરત છે. ભારતના વહીવટીઓ  કુશળ  નથી અને લાંચિયા હોય છે તેમની સાથે કામ લેવું મુશ્કેલ હોય છે. તે ઉપરાંત ભારત માં  સારી નોકરીની તકો ઓછી હોય છે . પરદેશમાં  જીવન પણ સરળ હોય છે .



                                                              ભારતીય યુનિવરસિટીઓમા  શિક્ષણનું  સ્તર પણ બહુ ઉંચ્ચ   હોતું નથી. તે ઉપરાંત  ઇન્ફ્રાસ્ટ્રકચર , અને વાહનવ્યહવારમાં પણ મુશ્કેલી  છે. જે પરદેશ જેટલા સરળ નથી .

                                                           એટલા બધા વિદ્યાર્થીઓ પરદેશ ગમન  કરતા હોવા છતાં અને દેશનું  મૂલ્યવાન પરદેશી નાણું વપરાતું હોવા છતાં  સરકારે જરૂરી પગલાં લીધા નથી. વારે  ઘડીએ દેશમાં  પડતી હડતાલો અને બંધોએ  પણ શિક્ષણને નુકસાન પહોચાડ્યું  છે.



                                                           આવા કારણોને  લીધે હોશિયાર વિદ્યાર્થીઓનો પ્રવાહ પરદેશ તરફ વધી ગયો છે. એને અટકાવવા જરૂરી પગલાંઓ આવશ્યક છે.

                                         *********************************** 

                                                     

                                                       

Thursday, January 12, 2023

 


રિશી સુનક - ઇંગ્લેન્ડના વડા પ્રધાન  

                                                                    જે  બ્રિટને ભારત પર ૨૦૦ વર્ષ રાજ કર્યું તેના વડા પ્રધાન તરીકે એક ભારતીય મૂળના એવા રિશી સુનક રાજ કરી રહ્યા છે. વર્ષો પહેલા બ્રિટિશ કલબોમાં પાટિયા લાગેલા હતા કે  'ભારતીયઓ અને કુતરાઓને  દાખલ કરવામાં આવશે નહિ 'એજ ઇંગ્લેન્ડમાં ૧૦ ડાવઉનિંગ સ્ટ્રીટ જ્યા ઇંગલિશ વડાપ્રધાનનું  નિવાસ સ્થાન  ત્યાં  રિશી સુનક એના પાલતુ કુતરા સાથે આજે રહે છે. એ ભારત માટે ખુશનસીબી છે



                                                  રિશી સુનક  વિલિયમ પિત્ત પછી ૪૨ વર્ષે વડા પ્રધાન બનનારા બીજા યુવાન વડા પ્રધાન છે. તેઓની ઉજ્જવળ કાકિર્દી છે. ફુલબ્રાઇટ શીષવૃત્તિ પર અમેરિકા જઇને 'સ્ટેન્ડફોર્ડ વિશ્વ વિદ્યાલયમાંથી'  'એમબીએ ' કરી તેમણે ગોલ્ડમેન સાચ અને હેઝ ફંડ સાથે પણ કામ કરેલું છે.તેઓ અમેરિકાની સિલીકોન વેલી કે જ્યા મોટી હાઈ ટેક કંપનીઓ આવેલી છે એના પ્રશંસક રહ્યા છે.  એની બાબતમાં એમનું કહેવું છે. કે ' દસ મિનિટના ડ્રાઈવમાં  ૧૦૦ ઉપરાંત મોટી કંપનીઓ 'બે એરિયામાં ' આવેલી છે જેણે દુનિયાના લોકીઓની જિંદગી બદલી નાખી  છે. 



                                                     રિશી સુનક દારૂ પિતા નથી પણ કદીક પોકર ગેમ રમી લેછે .તેમની વિચારધારા સકારાત્મક  છે. તેઓ જરૂરી હોય તો  રિસ્ક લેવામાં  પણ માને છે.તેઓ ઘણા  શ્રીમંત છે . એમની પત્ની અક્ષતા ભારતની હાઈ ટેક કંપની ઇન્ફોસીસમાં ૭૩% હિસ્સો ધરાવે છે જેની કિંમત ૭૦૦ મિલિયનરૂપિયા જેટલી થાય છે. તેઓ એક એપાર્ટમેન્ટ સાન મોનિકા,કેલિફોર્નિયા અમેરિકા ખાતે પણ ધરાવે છે. રિશી સુનક ધાર્મિક હિન્દૂ છે. અને એમના માતા પિતાનાનું  મૂળ ભારતમાં છે. 

       અત્યારે બ્રિટનની અર્થ વ્યવસ્થા તકલીફ માંથી પસાર થઇ રહી છે અને એ કપરી જવાબદારી રિશી સુનક સંભાળી રહ્યા છે. 

                                                *****************************

                                     

Sunday, January 8, 2023

 


એપલનું  ભવ્ય મુખ્ય કાર્યાલય 

                                                    અમેરિકન કંપની એપલનું  ભવ્ય કાર્યાલય સિલીકોન વેલી, કૅલીફૉનિયામાં આવેલું છે. જે સુખ સાયબી અને સગવડોથી ભરપૂર છે.  એપલના મોબાઈલો આખા વિશ્વમાં પ્રખ્યાત છે પરંતુ એના સંશોધનો તો આ કાર્યાલયમાં જ થાય છે. એથી એ કાર્યાલયને બધીજ જાતની સગવડોથી સજ્જ બનાવવામાં આવ્યું છે.  



                                                   એ કાર્યાલયને બાંધતા ૮વર્ષ લાગ્યા અને પાંચ બિલ્લીઓન ડોલરનો ખર્ચ આવ્યો છે.  ૫૭૬ એકરમાં પથરાયેલા એ કાર્યાલયનો ૮૦ % ભાગને લીલોતરીથી  વણી લેવામાં આવી  છે જેથી આજુબાજુનું વાતાવરણ ૧૨૦૦૦ કામદારો  માટે  સ્વચ્છ  અને આનંદદાયક રહે. એની ડિઝાઇન સ્ટીવ જોબના નિરક્ષણ  નીચે કરવામાં આવી હતી. એની ૭૫% ઇલેકટ્રીસિટી સોલાર પેનલ દ્વારા મેળવવામાં આવેછે. 



                                                 કામદારો માટે એક મોટી રેસ્ટોરન્ટ છે અને  મોટો   સ્ટીવ જોબ હોલ પણ છે. તે ઉપરાંત એકજુદું  વિઝિટર સેંટર પણ છે જે ૧૦૨૦૦ ફિટમાં પથરાયેલું છે. એમાં એપલ સ્ટોર્સ  અને  ૨૩૦૦ ફિટમાં કાફે આવેલું છે . અંડર ગ્રાઉન્ડ હોલમાં ભવ્ય સ્ટેજ  જેમાં કલા પ્રદર્શન અને યોગા જેવી પ્રવૃત્તિઓ પણ થઇ શકે છે. જે  જિમ લોનલે  સેન્ટર નામથી ઓળખાય છે . 



                                                 કામ કરતા લોકો માટે આરામ અને ચર્ચા  માટે જુદી જગ્યાઓની રચના કરવામાં આવી છે. કસરતો માટે પણ અલગ  જગ્યા રાખવામાં આવી છે. ટૂંકમાં કામ કરતા લોકોના સુખ અને સગવડોની અને ખાવા પીવાની  પણ વ્યવસ્થા  કરવામાં આવી જેથી તેઓ ઉત્તમ કામ આપી શકે.  કામમાં વાતાવરણ સારું હોય અને આનંદમય હોય તો લોકો રસપૂર્વક કામ પણ કરે અને દિન પ્રતિદિન કંપની પણ પ્રગતિ થતી રહે છે.

                                             ********************************

Monday, January 2, 2023

 


ચીનમાં લોકશાહીની મશ્કરી 

                                             ચીનમાં આમતો આપખુદશાહી ચાલે છે ,પરંતુ દુનિયાને દેખાડવા માટે ગયે વર્ષે મળેલી કૉમ્યૂનિસ્ટ પાર્ટીના ઉચ્ચ પોલીટ બ્યુરોએ જિનપિંગને  જીવનભર માટે રાજ કરવાનો પટ્ટો લખી આપ્યો છે. પોલીટબ્યુરોનાં અધિવેશન દરમિયાન જે નાટક ભજવાયું એ જોઈને દુનિયા પણ દંગ થઇ ગઈ.



                                              જિનપિંગે  સરમુખત્યાર  થવા માટે પહેલા એના ટીકાકારોને અધિવેશન માંથી  દૂર કર્યા.   ચીનના પૂર્વ પ્રમુખને બે અધિકારીઓ હોલની બહાર બળજબરીથી લઇ જતા દુનિયાએ વિડિઓ પર જોઈ લીધા . જિનપિંગને તેની કોઈ પડી ન હતી એ તેમની વર્તણુક બતાવતી હતી. તે ઉપરાંત જિનપિંગે એના વડાપ્રધાન અને નાયબ વડાપ્રધાનને પણ ખસેડી કાઢી એની જગ્યાએ પોતાના વફાદાર માણસો ને ગોઠવી દીધા. ઉચ્ચ સમિતિમાં પણ પોતાના માણસોને જગ્યાઓ આપી દીધી . આજ બતાવે છે કે જિનપિંગને સામે ટીકા કરવા વાળું હવે ચીનમાં કોઈ નથી.

                                                હાઈટેક ઉદ્યોગને કાબુમાં રાખવા એના પર વધુ અંકુશ રાખવાની નીતિ હવે વધુ સખત બનશે . દુનિયાના નાણા રોકનારાઓને એજ  ડર હતો તે હવે હકીકતમાં બદલાઈ ગયો છે. ઉદ્યોગો પર વધુ  સરકારી અંકુશથી ચીનમાં આવતું પરદેશી નાણું અને ઉદ્યોગોને એની આડ  અસર થશે એમાં શંકા નથી.  કોવિદ-૧૯ ના લોકડાઉને  ચીનમાં વેપાર ઉદ્યોગને નુકશાન તો પહોંચ્યું છે પણ એ સાથે સરકારી અંકુશોને લીધે એમાં 'હોળીમાં ઘી રેડવાજેવી' હાલત થઇ રહી છે. એનાથી ભારત , વિએટનામ , જેવા દેશોમાં ચીનના વેપાર ઉદ્યોગો ચાલી જવા માંડ્યા છે.  



                                                ટૂંકમાં હવે ચીનમાં જિનપિંગને સવાલ પૂછનાર કોઈ નથી  એ હવે હકીકત બની ગઈ છે. તે ઉપરાંત ચીનમાં  કોરોનાના  ભયંકર ફૂફાડાએ  ચીનની હાલત બદતર બનાવી દીધી છે. જિનપિંગે ચીની પ્રજાના કોરોનોના કાબુમાં રાખવાના નિયમઓના વિરોધ વચ્ચે    'મરેતો મરવા દો'  ની નીતિ અપનાવી છે. પરંતુ એની  આડ અસર દુનિયા ભરમાં ફેલાશે એની પરવા કરી નથી. 

                                                    એતો દુનિયાની ઇતિહાસિક હકીકત છે કે 'સરમુક્તશાહીને '  પોતાના સિવાય કોઈની પરવાહ  હોતી  નથી. જેની ચીને મોટી કિંમત ચુકાવવી પડશે.

                                      **************************************    

                                              

Monday, December 19, 2022

 


લોકશાહી હોય તો આવી

                                           ભારત એ દુનિયાની મોટામાં મોટી લોકશાહી ગણાય છે. તે ઉપરાંત ભારતમાં લોહશાહી  પુરાણીક વખતમાં પણ મોજુદ હતી એમાં ગૌરવ લેવાય છે. પરંતુ હજારો વર્ષની ગુલામીએ ભારતની એની ઉચ્ચ ભાવનાઓને કચડી નાખી.  લોકો સત્તા અને પૈસા સામે વામણા બની ગયા.  અને લઘુ ગ્રંથીતી પીડાવા માંડ્યા છે. આજે લોકશાહી હોવા છતાં પણ   ભારતની લોકશાહી પરિપક્વ બની નથી.  ભારતના બંધારણના  ઘડવડીયા  બાબા સાહેબ આંબેડકરે બંધારણ સભામાં કહ્યું હતું કે ' ભારતના લોકોની   હીરો ભક્તિથી આપણે લોકશાહીને બચાવવાની છે કારણકે આખરે તો તેઓ પણ  મનુષ્યો છે.'  એમની વાતમાં ઇતિહાસિક તત્વ સમાયેલું હતું. આથી ભારતીય લોકશાહીને પરિપક્વ બનાવવા માટે ઘણું હજુ ઘણું કરવાંનુ છે.

                                       અમેરિકામાં પણ લોકશાહી છે પરંતુ ત્યાં અધિકતમ લોકો શિક્ષિત અને સચિત છે. પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે ચૂંટણી હારી ગયા ત્યારે તેમણે ચૂંટણી પદ્ધતિ સામે આંદોલન ચલાવ્યું હતું અને એમાં અમેરિકન સંસદ પાર હુમલો પણ થયો હતો. પરંતુ અમેરિકાનું  લોકશાહી તંત્ર કોઈની શરમ રાખતું નથી. ભલે અમેરિકાની આબરૂને લાંછન લાગ્યું હોય પણ પરિસ્થિતિ કડકાઈથી સાંભળી લીધી હતી.

                                      ત્યારબાદ ટ્રમ્પની  સામે મહવિયોગનો પ્રસ્તાવ પણ લાવવામાં આવ્યો હતો. જોકે અસફળ નીવડ્યો હતો.  ટ્રમ્પ સામે તપાસ આગળ વધારવા સંસદીય સમિતિ નોમાવામાં આવી હતી.હવે એનો અહેવાલ હવે આવી રહ્યો છે. એમાં ટ્રમ્પ સામે  સરકાર સામે બળવો કરાવવાનો, સરકારી  કામમાં અવરોધ ઉભો કરવાનો , અને સરકાર સામે કાવતરું કરી  ઠગાઈ કરવાના આરોપો મુકવામાં આવ્યા છે . જો એ સાબિત થશે તો ટ્રમ્પને જેલ જવાનો વારો આવે એમ છે. તે ઉપરાંત  ટ્રમ્પની  બે કંપનીઓ કરચોરીમાં દોષિત જાહેર કરવામાં આવી છે. અને ટ્રમ્પના આવકના અમુક વર્ષોના  ફોર્મો  પણ  જાહેર કરવાની અમેરિકન કોર્ટે મંજૂરી  આપી દીધી છે. આથી ટ્રમ્પની મુશ્કેલીઓ વધી શકે છે. આનો અર્થ એજ છેકે અમેરિકન કોર્ટો, અમેરિકન વહીવટ તંત્ર અને સંસદ  આગળ કોઈ પણ વ્યક્તિ ઉપ્પર નથી પછી ભલે એ વ્યક્તિ પ્રમુખ  હોય કે પછી ધનવાન હોય . અમેરિકન લોકશાહી કોઈની સામે  ઝૂકતી નથી. 

                                             ભારતમાંતો કોઈ પણ સત્તાધારી નેતાને કે ધનવાનોને કાયદાની ચુંગાલમાં લાવી સજા કરાવવામાં તો  બહુજ મુશ્કેલ કામ  છે. એથી ભારતે લોકશાહી સંરથાઓને વધુ મજબૂત કરવા કેટલા વર્ષો હજુ જશે એનો કોઈ ખ્યાલ નથી. 

                  લોકશાહીના દુષણો કરતા લોકોને ફાયદાઓ મળવા જોઈએ એ સમયનો તકાદો છે. 

                                ********************************************

Saturday, December 17, 2022



વોલમાર્ટ અમરિકાની એક અજાયબી 

                                                                          વોલમાર્ટ એ અમેરિકાનો એક રાક્ષસી સ્ટોર છે એને ચલાવવાની ગોઠવણી અદભુત છે. કોઈ એક દેશનો વહીવટ ચલાવવા જેવી આવડત માંગી લે છે કારણકે દર એક કલાકે અમેરિકનો $ ૩૬૦૦૦૦૦૦/- જેટલી ખરીદી એના સ્ટોરો દ્વારા કરે છે, અને દરેક મિનિટે વોલમાર્ટ $૨૦૯૨૮/- નો નફો કરે છે.



                                                    તે ઉપરાંત વોલમાર્ટ  અમેરિકાના કેટલાએમોટા  સ્ટોરો જેવાકે હોમ ડીપો, ટાર્ગેટ , કોસકો , કે માર્ટ , ભેગા કરો તો પણ મોટો છે.  એના વિવિધ જગ્યાએ ફેલાયેલા સ્ટોરોમાં લાખોં લોકો કામ કરે છે. આમ એ ઇતિહાસિક દ્રષ્ટિએ પણ મોટામાં મોટો નોકરી આપનાર સ્ટોર બની ચુક્યો છે.



                                                     દુનિયાના કોઈ પણ સ્ટોર કરતા વધારે ખાદ્ય પદાર્થ વેચનાર સ્ટોર છે .એના પોતાના ૩૯૦૦ સ્ટોરો છે. એ સ્ટોરો કોઈ પણ અમેરિકેનો ઘરથી ૧૫  માઈલ કરતા દૂર નથી. એથી અમેરિકેનો માં ઘણો પ્રખ્યાત છે.



                                                     આટલા મોટા સ્ટોરનો  વહીવટ એટલો અદભુત છે કે કોઈ રાજ્યના વહીવટને પણ વટાવી જાય છે. એથી એનો વહીવટ   દુનિયાના વેપારીઓ માટે પ્રેરણા દાયક છે. 

                                      *********************************************  

Wednesday, December 7, 2022



ચોગડીયું 

                                                           હિન્દૂ ધર્મમાં સારું  ચોગડીયું એ કોઈ પણ શુભ  કામના શરૂઆત માટે  પસંદ કરવાંમાં આવે  છે. ચોગડીયું કામની સફળતામાં અગત્યનો ભાગ ભજવે છે.  એટલે લોકો શુભ મુર્હત છેપણ જોવડાવે છે. એમાં ચોગડિયાની પસંદગી પણ આવી જાય છે. 

                              દિવસના આઠ ચોગડીયા હોય છે જે  દોઢ કલાકને અંતરે બદલાય છે. પહેલું ચોગડીયું   અને છેલ્લું ચોગડીયું એક જ હોય છે. એટલેકે પહેલું  અંતે પાછું આવે છે. ટૂંકમાં જેવી શરૂઆત એવો દરેક વસ્તુનો અંત  હોય છે. એજ જીવનનો મુખ્ય સંદેશ છે. આજ બતાવે છેકે  હિન્દૂ ધર્મમાં દરેક વસ્તુ પાછળ  તર્ક  અને  વજૂદ કારણો હોય છે.



                               મૂળમાં આઠ ચોગડિયામાં  ચલ  શુભ લાભ, અમૃત , ઉદ્વેગ રોગ  અને કાળ હોય છે  જેમાએક ચોગડીયું બે વાર આવે છે. એમાં ઉદ્વેગ  રોગ , અને કાળ નકારત્મક  હોય છે જ્યારે શુભ , લાભ અને અમૃત હકારત્મક હોય છે. એટલે શુભ કામ માટે  હકારત્મક વાતાવરણની જરૂરિયાત હોય છે. જયારે ચલને તટસ્થ માનવામાં આવે છે.



                                  ટૂંકમાં વિજ્ઞાનક અને તર્ક ભર્યા કાર્યોં માટે શુભ સમયની જ પસંદગી કરવામાં આવેછે. એથી કાર્યોં સફળતા પૂર્વક પુરા થાય છે. એના માટે શુભ અને અશુભ સમય દિવસ દરમિયાન  બતાવવામાં આવે છે. આથી જ હિન્દૂ માન્યતાઓ તર્ક અને વિજ્ઞાનિક કારણો પર આધારિત  હોય છે. 

                                  **********************************