Thursday, April 13, 2023



આધ્યામિકતાનું  જીવનમાં મૂલ્ય 

                                                 અધ્યામિકતાને અભાવે આજે  જગત પીડાય રહ્યું છે.  બધા દુઃખો , રોગો, અને માનસિક પીડાઓનું મૂળમાં અધ્યામિકતાની ઉણપ છે. આજે માણસના જીવન પર ભૌતિકતાએ કબજો જમાવી દીધો છે .અને માનવીને આંતરિક આનંદમાંથી દૂર કરી દીધો છે.

                                                   ઘણા અધ્યામિકતાને ધર્મ સાથે જોડે છે પરંતુ ધર્મને એની પોતાની મર્યાદા હોય છે. જયારે અધ્યામિકતાને કોઈ મર્યાદા નથી . માનવી ગમેતે ધર્મ પાડતો  હોય પણ આધ્યામિક બની શકે છે.



                                                 અધ્યામિકતાને સમજવા માટે જીવન સંગ્રામના વિવિધ સમસ્યાનું વિવરણ   કરવું  જરૂરી છે. દાખલા તરીકે જીવનમાં ઘણી વસ્તુઓ એવી છેકે જેને તમે તમારી મરજી મુજબ બદલી શકો છો  પણ જેને બદલવું અશક્ય છે તેને અપનાવી લેવાની તૈયારી હોવી જોઈએ. જો અશક્યને અપનાવવાની તૈયારી નહિ હોય તો  પછી સંગર્ષ અને લડત માટે તૈયાર  રહેવું પડે જે અંતેતો જીવનમાં સંતાપ અને દુઃખ જ લાવે  છે.  એટલા માટે કહેવાય છે કે જો માણસ અશક્યને અપનાવી લેતો આધ્યામિકતા બધા દૂષણોથી માનવીને મુક્ત રાખે છે.

                                             અશક્ય સંજોગોમાંથી નીકળીને જે બહાર આવે છે એજ માનવી સુખ અને શાંતિ અનુભવી શકે છે. પરંતુ જીવનમાં એવા પણ સંજોગો હોય છે એમાંથી બહાર નીકળવું  મુશ્કેલ હોય છે . એવા સંજોગોમાં જ આધ્યામિકતા જીવનમાં બહુજ મદદ રૂપ બને છે. ઘણીવાર ધર્મની મદદ લેવાય છે. પરંતુ ધર્મને શ્રદ્ધાની  મર્યાદા હોય છે જયારે આધ્યામિકતા ને કોઈ પણ અપનાવી શકે છે.



                                                ઘણા લોકો હોશિયાર અને સંપૂર્ણ રીતે શ્રમ કરતા હોય છે તો પણ એમને સફળતા મળતી નથી ત્યારે તે નિરાશ અને દુઃખી થઇ જાય છે અને માનસિક રોગોથી પીડાવા માંડે છે.  એવા લોકોને ફક્ત અધ્યામિકતાજ   બચાવી શકે છે. એટલા માટે જ આધ્યામિક રીતે  કહેવામાં આવ્યું છે કે ' ઈશ્વર ને ગમે એમાં આંનદ માણો અને તમને ગમે એમાંથી ઉપ્પર આવો એજ સુખી અને તંદુરસ્ત જીવનની ચાવી છે.

                                                ********************************    

Sunday, April 2, 2023

 


ખેદનો અનુભવ 

                                      માનવી જીવનના અંતે ઘણી બાબતો વિષે ખેદ થતો હોય છે.  એમાં ઘણી બાબતોનો વિચાર કરીને જીવનમાં અટકાવી શકાય છે અને જીવનના અંત વખતનો સંતાપ ઓછો કરી શકાય છે. 

                               લોકો શું કહેશે વિચારીને ઘણા  લોકો જીવન જીવતા હોય છે. પરંતુ સુખી જીવન માટે આપણને શું ગમે છે. શામાં રસ  ધરાવીએ છે એ અગત્યનું છે. લોકોના અભિપ્રાયો  આપણા જીવનમાં  સુખ ભરી દેશે  એ માનવું ગલત છે. ઘણી વાર કેટલાક લોકો બીજાના સુખમાં ઈર્ષા કરતા હોય છે. અને બીજાના દુઃખમાં પડ્યા પર  પાટુ મારતા હોય છે. એટલે લોકોની પરવાહ કરતા પોતાની રીતે જીવવું જોઈએ.

                              ઘણીવાર કામના બોજામાં લોકો પોતાના માણસો કે અંગત લોકોથી દૂર રહેતા હોય છે. એવા લોકો પોતાના સ્નેહીઓના  પ્રેમ અને લાગણીઓથી વંચિત રહેતા હોય છે અને પછી પાછલી જિંદગીમાં  પસ્તાતા હોય છે. આથી દરેક વસ્તુ માટે ટાઈમ હોય છે . જેમકે  જીવનમાં પ્રેમ , લાગણીઓ અને  હૂંફ  મેળવવા  માટે પણ વખત આપવો જોઈએકે જેથી એની ઉણપ પાછલી જિંદગીમાં ન અનુભવવી પડે.



                               બીજું જે  આપણા વિચારો અને મંતવ્ય હોય તે ખુલ્લા દિલે મિત્રો , સગા સબંધીઓને જણાવવા જોઈએ. એને  માટે નિર્ભય થઇ જવું જરૂરી છે. જીવનના પાછળના ભાગમાં નિર્ભયતાથી ન બોલવા માટે પસ્તાવો ન થવો જોઈએ.

                               જીવનમાં મિત્રો હંમેશા સાથે હોતા નથી. કામકાજને લીધે તેઓ દૂર પણ થાય છે. પણ એવા સંજોગોમાં પણ એમનો સંપર્ક જાળવી રાખવો જોઈએ. મીત્રોજ જીવનમાં કોઈ પણ વ્યક્તિ માટે પાયારૂપ હોય છે . અને મિત્રો જ સારા અને ખરાબ દિવસોમાં ટેકારૂપ બની રહે છે. છેલ્લા દિવસોમાં મિત્રો જ દીવાદાંડી રૂપ બની રહે છે.



                              છેલ્લે જીવનમાં જે મલ્લ્યુ હોય એમાં સંતોષ અને આનંદ માણવાનો અભિગમ અપનાવવામાં જ ખરું સુખ સમાયું હોય છે. બીજાના સુખ અને આનંદમાં સુખ માનવું એ પણ એક સકારત્મક વલણ છે. બીજાને સુખ ને આપણું સુખ માનવાથી જીવન આનંદમય બની રહે છે.

                             ટૂંકમાં બીજાના સુખમાં જ   આપણું સુખ સમાયેલું છે.

                                         *****************

Friday, March 24, 2023

 


કુદરતનો ખોફ 

                                                    આજકાલ અનિયમિત હવામાનમાં કુદરતના  ક્રોધના   દર્શન છે.  વધારે પડતો વરસાદ કે પછી ઠંડી કે પછી ગરમીમાં કુદરતનો ખોફ  નજરે પડે છે. દરિયામાં સુનામી કે પછી નદીઓમાં પૂર પણ કુદરતી આક્રોશની નિશાની છે.

                                  ઉત્તર ધ્રુવમાં મોટી બરફ શિલાઓ છૂટી પડીને દરિયામાં તરવા માંડી છે જે દરિયાના સ્તરને ઉપ્પર લાવશે અને દુનિયામાં દરિયાકિનારે વસેલા શહેરોમાં તબાહી લાવશે એમાં શંકા નથી.

                                   તે ઉપરાંત ધરતી કંપ પણ તબાહી લાવી રહ્યા છે. તુર્કી , સીરિયા, અફગાનિસ્તાન, અને નેપાળ સુધી ધરતી કંપે તબાહી  મચાવી દીધી છે. હજારો માણસોના જાન અને અબજોની મિલકત  નાશ પામી છે. ધરતી કંપે  ઉત્તર ભારતની ધરતીને  પણ ધ્રુજાવી નાખી છે. એમાં દિલ્હી પણ બાકાત નથી.

                                 કમોસમી વરસાદે ઘણા ઉભા પાકોનો નાશ કર્યો છે અને ખેડૂતોનો ભયંકર નુકસાન કરી રહ્યો  છે. વરસાદના પાણી પુરથી તબાહી લાવી રહ્યા છે. આ બધું અકુદરતી  રીતે થઇ રહ્યું છે.

                                  વધારે પડતી ગરમી અને ઠંડીએ કોવિદ-૧૯ જેવા અનેક વાઇરસને  ફેલાવી લાખો લોકોના જીવ લઇ લીધા છે. આ વાઇરસોએ માનવ જીવનને બદલી નાખ્યું છે.

                                    મોટા જ્વાળામુખીઓ ફાટ્યા છેઅને આજુબાજુના લોકોમાં ભય અને તબાહી સર્જી રહયા છે. ઇન્ડોનેશિયા , આફ્રિકા , જાપાન  અને દક્ષિણ અમેરિકામાં જ્વાળામુખીઓ આગ ઓકી રહયા છે.  જાણે કુદરતના રોસનું પ્રતિબિંબ પાડી રહયા છે.

                                     સાઇકોલોન , ટોરનેડો  જેવા વાવાઝોડા  સામાન્ય થઇ ગયા છે. અને અમેરિકા જેવા રાજ્યને રંજાડે છે. સુનામી હવે સામાન્ય ઘટના બની ચુકી છે. 

                                      માનવીઓએ  કુદરત સાથે ચેડાં કરીને પૃથ્વીને કાર્બનથી ભરી દીધી છે. પૃથ્વીમાંથી અસુમાર ખનીજ ખોદીને એને લોહી લુહાણ કરી નાખી છે . જંગલો કાપી કાપી ને પૃથ્વીને વેરાન કરી નાખી છે.  ઝેરી પાણી નદીઓ અને દરિયામાં નાખી એને પ્રદુષિત કરી નાખ્યા છે.

                         એટલે હવે કુદરત મનુષ્યોને  આકરી સજા કરી એનો ખોફ બતાવી રહી છે.

                                       *****************************************

 

Sunday, March 19, 2023

 


વૃદ્ધાવસ્થાનું  ભવિષ્ય 

                                                 દુનિયામાં માનવીનું આયુષ્ય લાંબુ થઇ  રહ્યું છે એનું કારણ  સ્વાસ્થય ક્ષેત્રમાં થતા નવા નવા સંધોધનો  જવાબદાર છે.  પરંતુ મનુષ્યોના  લાંબા આયુષ્યને  કારણે  ઘણા નવા પ્રશ્નો  પણ ઉદ્ધભવશે.

                                    જેમકે અત્યારે નિવૃત્તિ વય 60 વર્ષની છે અને જો માનવીનું  સરેરાશ વય જો 80 વર્ષનું થાય તો માનવી નિવૃત્તિ પછી 20 વર્ષની નિવૃત્તિ  સમય માટે એના જીવન ચલાવવાની  વ્યવસ્થા કરવી રહી . જો પત્ની ૫ થી ૧૦ વર્ષ નાની હોય તો વધુ ૫ થી ૧૦ વર્ષની વ્યવસ્થા પણ કરવી રહી. આથી ટૂંકમાં  ૨૫ થી ૩૦ વર્ષની વધુ વ્યવસ્થા કરવી રહી. એ પણ એક નવી જ સમસ્યા છે. 



                                     બીજું સ્ત્રીઓનું આયુષ્ય  ૫ વર્ષ પુરુષોથી  વધુ   હોય છે.  તેનો વિચાર કરવો આવશ્યક છે. એનાથી લાગેછેકે ભવિષ્યની  વૃદ્ધાવસ્થા આજના કરતા મુશ્કેલ બની રહેશે .

                                         એથી વૃદ્ધોએ તેમની મિલ્કતો પોતે બંને જીવે  ત્યાં સુધી પોતાની પાસે રાખવી  પડશે જેથી કોઈના પર પણ એમને  નિર્ભર ન થવું પડે . એમાં સગાવહાલા કે સંતાનો પ્રત્યે લાગણીઓને કોઈ સ્થાન ન હોવું જોઈએ. 



                                             વૃધ્ધો એમનો પ્રેમ . અને લાગણીઓ એમના સંતાનો અને સગાઓની વચ્ચે વહેંચી શકે છે. પરંતુ મિલકત  વૃદ્ધ પતિ પત્નીના   મોત સુધી કબજામાં રાખવી જરૂરી એજ ભવિષ્યની સમસ્યાઓનો ઉકેલ છે.

                                         **********************************   

Thursday, March 16, 2023



સત્ય નાડેલાના વિચારો અને લાગણીઓ    

                                      સત્ય  નાડેલા અમેરિકાની પ્રસિદ્ધ કંપની માઈક્રોસોફટના વડા છે.  એમના અનુભવો લાગણીઓ  અને વિચારો  એટલા જ મહત્વના છે. 

                                        એમણે એમની દાદી સાથે વાત કરી ત્યારે તેમણેકહ્યું  હતું કે 'સફળતાતો  એને જ  કહેવાય કે જયારે  ભૂતકાળનું તમારું જીવન અને  યાદોને  યાદ કરતા  તમે આનંદથી પુલકિત થાવ.' 

                                          એકવાર નાડેલાના પાલતું કુતરાનો અકસ્માત થયો અને મરી રહ્યો હતો ત્યારે એ નાડેલાની  આંખમાંથી વહેતા આંશુઓને લૂછી રહ્યો હતો. પ્રાણીઓ પણ માનવીની જેમ લાગણીશીલ હોય છે એમાંથી માનવતા શીખવાની જરૂરિયાત છે.



                                         ઘણીવાર કામના બોજને લીધે તેમની  માં સાથે તેઓ અને  એમના ભાઈબહેનો  મળી શકતા ન હતા  . નાડેલાના માં જયારે એની મરણપથારીએ હતા  ત્યારે  બધા  ભાઈ બહેનો  ભેગા થયા હતા ત્યારે માએ લાગણીશીલ થઇ  કહ્યું  હતું કે ' અત્યારે તમને બધાને સાથે જોઈને  મને તમારા પ્રેમનો જે અનુભવ થઇ રહ્યો છે.  એ જોઈને લાગે છે કે  આવી રીતે વારંવાર મળતા રહેવું જોઈતું હતું. '  એમાં  નાડેલાને  માને વારંવાર  ન મળી શકવાનો ખેદ દેખાય છે.

                                          નાડેલાએ પોતાના પિતાના મૃત્યુબાદ એમના કપાળ પર ચુંબન કર્યું હતું તે વખતે  એમને યાદ આવ્યું હતું  કે આવું  ચુંબન મેં  બાલ અવસ્થામાં જ તેમને કર્યું હતું .  માનવી જીવનમાં ગમે  એટલી ઊંચ્ચી કક્ષાએ પહોંચે પણ લાગણીઓમાં કઈ ફર્ક પડતો નથી.

                                        આગળ ચાલતા તેઓ કહેછેકે  માનવીએ બીજાની સાથે વસ્તુઓ અને  સુખ  વહેંચતા  શીખવું જોઈએ. જે મળે તેને જીવનમાં આનંદથી માણતા શીખવું જોઈએ.

                                              ************************************** 

Tuesday, March 14, 2023



તંદુરસ્ત  જીવન 

                                                   ઘણા લોકો  જીવવા માટે જીવતા હોય છે જ્યારે  ઘણા જીવન જીવી જતા હોય છે.  જીવન જીવવું એ પણ એક  કલા  છે. તંદુરસ્ત અને સુખી જીવન માનવ જીવનને આનંદથી ભરી દે છે.  પરંતુ એવું જીવન જીવવા માટે પણ જીવનને  શિસ્ત પૂર્વક જીવવું આવશ્યક છે. 

                                                  આહાર  પણ તંદુરસ્ત  હોવો જોઈએ . જેમકે લીલા શાકભાજી , ફળો  અને સૂકોમેવો   જેવો હોવો જોઈએ .  ખરાબ  આદતોથી દૂર રહેવું  જરૂરી છે. સિગરેટે  પીવા જેવો શોખ હાનિકારક હોય છે . પરંતુ નારિયળનું પાણી શરીર માટે  નિર્દોષ  પીણું છે.



                                                ચાર કિલોમીટર દરરોજ ચાલવું  અને અઠવાડિયામાં એક વાર કસરત તંદુરસ્ત શરીરની જરૂરિયાત છે.  શરીરના બધા અંગોને તંદુરસ્ત રાખવા માટે  કેરેમ, ચેસ , લુડો  અને સૂડોકો જેવી રમતો  રમતા રહેવું જોઈએ.

                                              નવા નવા લોકોને મળતા રહેવાથી  શરીરને તાજગી મળે છે .  અને  મન ગમતી પ્રવૃતિઓમાં  વ્યસ્ત રહેવાથી  નકારાત્મક વિચારોમાંથી  મુક્તિ મળે છે .  નવું  નવું શીખવાથી  માનસિક રીતે  પણ  તંદુરસ્તી  પણ વધતી રહે છે. 



                                            આંઠ  કલાકની ઊંઘ  શરીરને તાજગી  આપે છે અને શરીરની  સુસ્તી દૂર કરે છે . તે ઉપરાંત આત્મવિશ્વાસ  હોવો પણ જરૂરી છે .  નાની નાની બાબતોમાં ચિંતા શરીરને નુકશાન કરી શકે  છે.  આથી ચિંતાથી દૂર રહેવા માટે એના કારણોને દૂર કરવા જોઈએરસ્ત જીવનની ચાવી છે. 

                                  ****************************************** 

Saturday, March 11, 2023

 


ભારતના  કંગાળ પડોસીઓ 

                                                     ભારતની બાજુમાં  આપણું પાડોસી પાકિસ્તાનની બધી જ રીતે વિકટ પરિસ્થિતિ થઇ છે. ફૂગાવો આસમાને  પહોંચી ગયો છે.  નાણાકીય રીતે પણ પાકિસ્તાન  દેવાળિયું થવાની એની પર છે. લોકો બે વખતના ભોજન માટે પણ મુશ્કેલ પરિસ્થિતિમાં આવી ગયા છે. ગરીબ લોકો પીસાઈ   રહયા છે ત્યારે સરકાર અને નેતાઓ એક બીજા પર આક્ષેપબાજી  કરી રહ્યા છે. આવા સંજોગોમાં પણ પાકિસ્તાની સરકારી લશ્કરી  બજેટ ૯.૫ અબજ ડોલર રાખ્યું છે. આજ બતાવેછેકે  પાકિસ્તાની સરકાર અસલામતીની લાગણીઓથી પીડાઈ રહી છે.

                                                 પાકિસ્તાનનું વિદેશી  દેવું  ૧૨૧ અબજ ડોલર છે જે ભરવાને તે અસમર્થ છે. આઈ એમ એફ  પાસે  અને દુનિયાના  કેટલાએ દેશો અને મુસ્લિમ દેશો  પાસે પણ  પાકિસ્તાન લોન માંગી રહ્યું છે પણ કોઈ પૈસા  આપવા તૈયાર નથી  કારણ કે પાકિસ્તાને  લોન પરત કરવાની વિસ્વાસનીયતા  ગુમાવી દીધી છે.



                                                   તે ઉપરાંત પાકિસ્તાને ઉભા કરેલા આંતકવાદીઓ  એને જ નુકસાન પહોચાડી રહ્યા છે. દરરોજ  આંતકવાદીઓ   હુમલો કરી સેંકડો  નિર્દોષ પાકિસ્તાનીઓને મારી રહ્યા છે.  અફઘાનિસ્તાનમાંથી પણ  આંતકવાદીઓ  હુમલા કરી રહ્યા છે જેમને અફઘાનિસ્તાનમાં સત્તા અપાવવામાં  પાકિસ્તાની  લશ્કરે જ મદદ કરી હતી.  એ પણ પાકિસ્તાનની કમનસીબી છે.  એક કહેવત છેને કે 'જેવું વાવો  એવું લણો '.



                                                        બીજા ભારતીય  પાડોસી અફઘાનિસ્તાનની પણ નાણાકીયરીતે હાલત ઘણી બુરી છે. બહુમતી દેશોએ તાલિબાની  અફઘાનિસ્તાનને માન્યતા પણ આપી નથી. કોઈ પણ દેશ શરત વગર લોન આપવા કે મદદ કરવા તૈયાર નથી.  અફઘાનિસ્તાનમાં તાલિબાનોએ   સ્ત્રીઓની હાલત બહુ ખરાબ કરવામાં આવી છે.  સ્ત્રીઓ માટે શાળા . કોલેજ , નોકરી માટેના દરવાજાઓ બંધ કરવાંમાં આવ્યા છે. સ્ત્રીઓ માટે  બુરખા પહેરવા  ફરજીયાત છે અને સ્ત્રીઓ પુરુષના સાથ  વગર નીકળવાની મનાઈ છે.  આવા સંજોગોમાં કોઈ પણ દેશ મદદ કરવા તૈયાર ન હોય એ સ્વભાવિક છે. આથી અંતે પ્રજા ગરીબાઈમાં સબળી રહી છે.               

                                                            આમ બંને આપણા પાડોસી દેશો ગરીબાઈમાં  છે. પરંતુ ભારત જેવા પ્રગતિશીલ  દેશ માટે એ ખતરાની ઘંટી  છે. એટલે ભારતે વધુ સતર્ક રહેવાની જરૂર છે.

                                               *********************************