Thursday, November 5, 2026



 ગબડતો  રૂપિયો       

                                            ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ  ભારતને ગણીજ ગતિથી વધતી આર્થિક વ્યવસ્થા  માને  છે અને  આવતા વર્ષે પણ એનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ  ૭%ની ઉપ્પર રહેશે એમ  માને છે. તે છતાં  આશ્ચર્ય જનક છે ભારતનો રૂપિયો કેમ  આંતરરાષ્ટ્રીય ચલણમાં ગબડતો જાય છે. 

                                              છેલ્લા મહિનાઓમાં રૂપિયો 11 % જેટલો ગબડી ગયો છે.  એના માટે વિદેશી રોકાણ કાર જવાબદાર છે. વિદેશીઓએ ભારતીય  શેર બજારમાંથી  3 લાખ કરોડ જેટલા  કિંમતના શેરો વેચી માર્યા છે.  તે ઉપરાંત આ પ્રવૃતિઓ હવે  વધુ ગતિથી વધી રહી છે. છેલ્લા 6 મહિનામાં 35000 કરોડના શેરો વિદેશી રોકાણકારોએ  વેચી માર્યા છે. 



                                                રૂપિયા એ એની લડત એણે પોતેજ લડવી જોઈએ એમાં જો એને બચાવવા ભારતીય રિઝર્વ બેંક વચમાં પડે તો પછી એ  સટ્ટાખોરોનું એ નિશાન પણ બની શકે છે . રૂપિયાને બચાવવા રિઝર્વ  બેન્કે અત્યાર સુધીમાં ૭૫થી 80 બિલ્લીઓન ડોલર ખર્ચી કાઢ્યા છે. એમાં બિનનિવાસી ભારતીયો  માટેની ડિપોઝિટો પર  થતી અસરને પણ દૂર કરવાનો પ્રયત્ન પણ હતો. બિન નિવાસી લોકો પણ એમનું રોકાણ ઉપાડી લેતો એનાથી રૂપિયા પર અવળી અસર પડે છે. અને રૂપિયો વધુ નબળો પડવાની સંભાવના વધી જાય છે. 



                                              મૂળમાં ભારતીય બજારોમાં વાતાવરણ સુધારતા જવાથી પરદેશી રોકાણકારો વધુને વધુ રોકાણો કરે અને બિન નિવાસી  ભારતીયો પણ વધુ રોકાણો ભારતીય  ડિપોઝિટ  યોજનાઓમાં  કરે .

                                                 જે રૂપિયાને મજબૂત થવામાં  મદદ  કરે . બાકી રૂપિયાને બચાવવા નાના મોટા પગલાંઓ ની  અસર કાયમી નિવડવી મુશ્કેલ છે. 

                                        ************************* 

                                                 

                                              

                              

    

Sunday, October 25, 2026

 


મહાત્મા ગાંધી 

                                                                       બાપુની જન્મ જયંતિ આ મહિનાની ૨જી તારીખે ગઈ. લોકો એમના સ્મારક કે પછી દિલ્હીમાં એમની સમાધિ પર  જઈ થોડા ફૂલ ચઢાવી આવ્યા અને કેટલાક તો નમી  નમીને  આવ્યા . બસ એટલે પતિ ગયું . પાછા પોતાના રસ્તે ચાલવા મંડ્યા . જાણેકે એમના રીત રસમ માટે બાપુના  આશીર્વાદ  લેવા ન ગયા હોય ?

                                              ગાંધીજી ગયા અને એની સાથે એમણે  આપેલા મંત્રો અને એમની ભારતના સ્વાતંત્ર પછીની એમની આદર્શ કલ્પનાઓને પણ સ્થાન ન રહ્યું. ગાંધીજી સાદાઈ અને અને સત્યની સાધના કરતા રહ્યા. તેઓ દેશના ગરીબો સુધી પહોંચવા અને એમને સમજવાનો રસ્તો સમજતા હતા . આઝાદી પછી એમણે એમના અનુયાયીઓને સરકારી પદો પર ફક્ત રૂપિયા ૫૦૦નો પગાર લઇ સાદાઈથી રહેવાની સલાહ આપી હતી. મોટા બંગલાઓ કરતા લોકસેવકોએ નાના મકાનમાં રહી લોકોમાં દાખલો બેસાડવાની હાલક કરી હતી . પરંતુ એમાં અનુયાયીઓએ એવાતને હસી કાઢી અને કેટલાકોએ તો ડોસાનું ચસ્કી ગયું છે કહીને એમને અવગણ્યા હતા. 

                                                ભારતના ભાગલા માટે ઘણા ગાંધીજીને જવાબદાર  માને છે પરંતુ ગાંધીજીએ તો ચોખ્ખું કહ્યું હતુંકે દેશના ભાગલા મારી છાતી પરજ થશે. પરંતુ જયારે કોંગ્રેસે  ભાગલા માટે ઠરાવ કર્યો ત્યારે એમને વિરોધ નોંધાવ્યો  હતો અને પોતાની જાતને દૂર કરી  દીધી હતી અને રમખાણ ગ્રસ્ત નૌઆખલીમાં ચાલી ગયા હતા.  સ્વાતંત્રતાની ઉજવણીમાં પણ ભાગ લીધો ન હતો . 



                                 ભાગલા બાદ જે કાપાકાપી થઇ અને લોકો મરી ગયાએતો  બધા ભારતવાસી  વિદિત છે.  આથી ભાગલા માટે જવાબદાર પંડિત નહેરુ , મહમદઅલી ઝીંણા અને તે વખતના  ગવર્નર  જનરલ લોર્ડ માઉન્ટ બેટનને  જયારે ભાગલામાં થયેલી ખૂનખરાબી વિષે પૂછવામાં આવ્યું તો  ' માઉન્ટ બેટને કહ્યું ' આટલી ખૂનખરાબી થશે એની અમને ખ્યાલ ન હતો'. જિન્નાએ કહ્યું 'એ અમારી ભૂલ હતી .' અને પંડિત નહેરુ એ કહ્યું ' અમારા સાથીઓ સ્વાતંત્રતાની  લડાઈમાં  થાકી ગયા હતા . એટલે એમણેદેશના  ભાગલા મંજુર કરીદીધા .' એમાં ગાંધીજી નો કોઈ ભાગ ન હતો એ સાબિત થાય છે. તે છતાં ઘણા લોકો ગાંધીજીને  ભાગલામાં સંડોવે છે. 

                                            મૂળમાં ગાંધીજીના અનુયાયીઓને  પણ ગાંધીની નીતિમાં સાથ ન હતો . ગાંઘીજીની સાથે એમની વિચાર  ધારા ભૂંસાઈ ગઈ છે. અને હવે ભ્રસ્ટાચાર , સગાવાદ, કોમવાદ  અને જાતિવાદ જેવી વિકૃતિઓએ  કબ્જો જમાવી દીધો છે. 



                                                 એક વાત સત્ય છે કે  દુનિયામાં હજુ ગાંધીવાદ જીવિત  છે જેમાંથી  આફ્રિકામાં નેલ્સન મંડેલા , અમેરિકા માં માર્ટિન લ્યૂથર કિંગ , અને પ્રેસિડેન્ટ ઓબામા જેવાએ પણ ગાંધીવાદમાંથી પ્રેરણા લીધી છે. એટલા માટે ગાંધીજીની સત્ય, અહિંસા , અને સાદાઈ હજુ પણ વિશ્વ માટે  પ્રેરિત અને ઉપયોગી  રહ્યા છે.  આમ ગાંધી હંમેશ જીવિત રહેશે .

                                 **************************** 

                                                  

Tuesday, October 20, 2026

 


માનવી અને એના  કર્મો 

                                                ખરાબ  કર્મો કરનારા બધા અજ્ઞાની  નથી હોતા પરંતુ  એમની માનસિક સ્થિસ્તી વાજરૂત થયી ગઈ હોય છે અને તેઓ તેમના જ્ઞાનનો ઉપયોગ યોગ્ય રીતે કરી શકતા નથી .ઘણી વાર તેમની ઈર્ષા, અભિમાન અને અજબ તાકાત તેમને સારાઈ માંથી હીન કર્મો કરવા દોરી જાય છે. 

                                               ઔરંગઝેબ  ધર્માન્ધ હતો . કુરાનનું  જ્ઞાન પણ ધરાવતો હતો. બહુજ સાદું જીવન જીવતો હતો . ઉમદા મુસલમાન હતો પરંતુ હિંદુઓ પ્રત્યેની એની ઈર્ષા,  એમની ધર્મ ભક્તિ, અને પોતાના કુરાનના જ્ઞાનના  અભિમાનને લીધી બધું જ્ઞાન અને સારાઈ ભૂલીને કટ્ટર ધર્માન્ધ થઇ ગયો હતો . એમાજ એણે એના સામ્રાજ્યનો પણ નાશ કરી નાખ્યો .  અને હિંદુઓને સારી એવી પીડા આપી. આમ એની સારી વૃત્તિઓ પર હીન કર્મોએ કાબુ કરી લીધો. 



                                         એવો દાખલો રાવણનો છે. રાવણ શિવ ભક્ત હતો અને અત્ત્યંત  જ્ઞાની હતો  એ એના જ્ઞાન વડે મોક્ષ પામવા માટે સ્વર્ગની સીડી બનાવી ચુક્યો હતો . એને સીતાનું હરણ કર્યું હતું પરંતુ સીતામાતાને હાથ  પણ લગાડ્યો  ન હતો. એટલી સારાઈ એનામાં હતી. એને ખબર હતી કે  સુકર્મો અને કુકર્મો વચ્ચે શું તફાવત છે.  પરંતુ એના અભિમાન અને અજબ શક્તિએ એનું ભાન  ભુલાવી દીધું  દીધું હતું.  બંગાળી ગ્રંથ કૃતિ રામાયણમાં  એક સુંદર પ્રસંગ વર્ણવામાં આવ્યો છે. એમાં જયારે રાવણ મૃત્યુ  શપયા પર પડ્યો હોય છે ત્યારે રામ લક્ષ્મણને  રાવણ પારે જ્ઞાન  લેવા મોકલે છે.  ત્યારે લક્ષ્મણ  રાવણના  પગ પાસે ઉભા રહી એને વિનંતી કરી  એના જ્ઞાનનો લાભ લે છે.  રાવણ એને કહે છે કે ' જેમાં સફળતાની આશા હોય એવા કામ પહેલા કરવા જોઈએ . અને જેમાં અશુભ લાગે એવા કામોને  ટાળવા જોઈએ. શત્રુઓ  અને  રોગને નબળા ન સમજવા . સારથી ચોકીદાર , અને સ્વજનો સાથે વેર ન કરવું . અને અંતિમમાં રાવણનું કહેવું હતુંકે પ્રશંસક અને હિતેચ્છુ વચ્ચે ભેદ સમજવાની જરૂરિયાત છે. 



                                   આબધી વસ્તુઓ રાવણના જીવનમાં બનેલા અનુભવો  પરથી જ લાગે છે . એને વાનરોને  તુચ્છ માન્ય હતા . એના ભાઈ વિભીષણ સાથે વેર બાંધ્યું  અને એનો પરાજય થયો . મોક્ષની સીડી બનાવી અજબ સિદ્ધિ મેળવવા કરતા પહેલા સીતાનું હરણ કરવાનું હીન કામ કરી પોતાનું  નાશ નોતર્યું હતું. 

                                        મહાભારતનો વિલીન દુર્યોધનતો કહેતો કે મને ધર્મ શું છે એ ખબર છે પરંતુ હું ધર્મ પાળી શકતો નથી . એ જ્ઞાની હતો પણ એના અભિમાન, ઈર્ષા  અને મહત્વકાંક્ષાએ એને ઊંધે પાટે ચઢાવી દીધો હતો. એમાજ એણે એના  સર્વ કુટુંબનો  નાશ   નોતર્યો હતો. 

                                               આથી જ્ઞાન નો ઉપયોગ સુકર્મોમાં કરવામાં આવે તો જ સમાજને લાભ થાય પરંતુ માનવીની હીન વૃત્તિઓ જ્ઞાનની  ઉપ્પર જઈને  કબજો જમાવી દે ત્યારે એ નાશ નોતરે છે.  આખરે તો  માનવી કઈ વસ્તુને વધારે મહત્વ આપે એના પરજ એનું ચરિત્ર ઘડાય છે. 

                                 ****************************

Wednesday, October 7, 2026

 


ભારતના અબજોપતિ 

                                              ભારતમાં મુંબઈ દિલ્હી અને કલકાત્તા અને ચન્નાઇમાં અબજોપતિ ભારતની અર્થવ્યવસ્થાના અણથંભી પ્રગતિને કારણે ઉભા થયા છે. બ્રિટિશ રાજ દરમિયાન પણ  ભારતીય અબજોપતિ હતા અને એમણે  એમના ઉદાર દાનો દ્વારા અનેક લોકઉપયોગી વિજ્ઞાનિક સંસ્થાઓ કે પછી શિક્ષણિક સંસ્થાઓ ઉભી કરી હતી . મુંબઈમાં રેલાયન્સ અને ટાટા જેવા ઉદ્યોગ ઘરો લોકહિત, પર્યાવરણ , શિક્ષણિક  તથા   વિજ્ઞાનિક  સંશોધન સંસ્થાઓ  લોકહિતમાં ઉભી કરી છે.  બિરલાએ  કલકત્તા જેવા શહેરથી  અનેક શિક્ષણિક સંસ્થાઓ , તથા સ્વાસ્થ્ય સંસ્થાઓ પણ અખૂટ દાન દ્વારા ઉભી કરીછે.  ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી , પિલાની , બિરલા હોસ્પિટલો ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસેર્ચ , ટાટા કેન્સર હોસ્પિટલ જેવી સંસ્થાઓ એ ધન કુબેર લોકોએ ઉભી કરી છે. અમદાવાદમાં અદાણી ગ્રુપે પણ સારી એવી લોકઉપયોગી સંસ્થાઓને સહાય કરી છે.  રિલાયન્સએ  હવે શાંતિવન  જેવી પર્યાવણ સંસ્થાઓ જામનગરમાં  ઉભી કરી છે. ઉદાર દાન વૃત્તિ એ હિન્દૂ સંસ્કૃતિની પુરાણીક રીત રસમ છે. 



                                           1990 થી ભારતીય અર્થવ્યવસ્થા વિશ્વ માટે ખુલી ત્યારથી  ટેક્નોલોજી નો ભારતમાં વિકાસ શરુ થયો એમાં ઘણા નવા  યુવાન અબજોપતિ ઉભા થયા છે એમાં દક્ષિણ ભારતનું પહેલા જે  નિવૃત્તિ માટેનું સ્થળ ગણાતું તે  બેંગ્લોર હવે ટેક્નોલોજીનું હબ બની ગયું છે. ત્યાં કેટલાએ યુવાન અબજોપતિ હવે ઉભા થયા છે . તેઓ યુવાન , શિક્ષિત, અને  અનુભવીઓ છે. તેઓ હવે પ્રજા હિતના બધા  વિભાગમાં તેમની કમાણીના પૈસા દાન રૂપે આપી રહ્યા છે. 



                                            ઇન્ફોસિસના  સ્થાપક અબજોપતિ   નિલેકનીએ ભારતીય   આધાર કાર્ડ બનાવવામાં  મુખ્ય પ્રદાન કર્યું છે અને દેશની વ્યવસ્થામાં સુધારા કરવામાં એમણે સારી એવી મદદ  કરી છે.  ક્રિસ ગોપાલક્રિષ્નએ  બ્રેઈન સંધોધન માટે મિલ્લીઓનો રૂપિયાની મદદ કરી છે.  તેઓ પણ ઇન્ફોસિસના  સ્થાપક સભ્ય હતા.  કિરણ મજુમદાર શૉ  બાયોટેક  ફર્મની  સ્થાપકે શ્રીમતી નિલેકની  અને ક્રિસ ફાહ્ય. chheગોપાલક્રિષ્ન સાથે બેંગ્લોરેમાં યુવાનોને પ્રેરિત કરવા માટે વિજ્ઞાનિક ગેલેરીની રચના કરી છે.  રવિચંદર  તદ્દન નવીન મિલીઓનરે  બેંગ્લોરની નવીન સિવિક સંસ્થાની ડિઝાઇન કરી છે.  નીકીલ એન્ડ નીતિન કામથે શહરી સંસ્થાને સારું એવું દાન કર્યું છે.   



આમ ભણેલા ટેક્નોક્રેટ્સ પણ લોકઉપયોગી સન્સ્થાઓને  ભરપૂર દાન આપી રહ્યા છે.  ભારતના અબજોપતિઓ વિકસતા ભારતને મદદ કરવા  દાનનો પ્રવાહ વહાવી રહ્યા છે . 

                                      **************************** 

                                           

Sunday, September 20, 2026




નશાબંધી અને વિશ્વ 

                                               નશાબંધી  એ નૈતિક કે સિદ્ધાંતિક પ્રશ્ન નથી . એ સામાજિક તંદુરસ્તીનો પ્રશ્ન છે. નશાની  સર્વ   ધર્મમાં   બંધી  છે. તે છતાં એનો અમલ બહુ જ મુશ્કેલ વિષય છે .

                                                      ધનવાનો કરતા  ઓછી આવક ધરાવતા લોકો માટે એ બહુજ અગત્યનો પ્રશ્ન છે . તે છતાં ધનવાનો  અને શક્તિશાળી સમાજ એના સેવનમાં  એની મનાઈ ને એમની  પ્રાથમિક સ્વાતંત્રતા પર સીધો હુમલો ગણે છે. અને એનો વિરોધ કરે છે.  જયારે ગરીબ વર્ગ એમની મુશ્કેલીઓમાં એના સેવનને એમની પીડામાંથી મુક્ત થવાનું એક સાધન માને છે.  પરંતુ  એ એમની બરબાદીનું  એક સાધન બની જાય છે. 



                                                        રશિયા , અમેરિકા  અને ભારતે  પણ નશાબંધી કરવા પ્રયત્ન કર્યો છે એમાં રશિયા  અને અમેરિકાને એમાં તદ્દન નિષફળતા  મળી છે . જયારે ભારતના  એના બંધારણમાં   નશાબંધીને    એક  સિદ્ધાંત તરીકે  સમાવેશ કરેલો  છે. આથી ગુજરાત , મહારાષ્ટ્ર,   બિહાર, કેરળ ,  અને કર્ણાટક જેવા  રાજ્યોએ  નશાબંધી ને માટે  કાયદાથી અમલ કરેલો  છે. પરંતુ પરદેશી પ્રવાસીઓ માટે  દવાની જરૂરિયાત માટે પરમીટોની વ્યવસ્થા કરવી પડી છે. 



                                                                તે ઉપરાંત દારૂ જેવી ચીજો પર  બહુ ટેક્સ પણ લગાડેલો છે. પરંતુ ધનવાનો માટે એથી ફર્ક નથી પડતો. જયારે ગરીબો સસ્તો દારૂનો સેવન કરે છે એથી કેટલાએ  મૃત્યુઓ થયા છે. 

                                                                અત્યારે જ કર્ણાટક સરકારે નીમેલી સમિતિનો રિપોર્ટ આવ્યો છે જેમાં  સૂચન કરવામાં આવ્યું છે કે દારૂ પર ટેક્સ એમાં કેટલા પ્રમાણમાં એમાં આલ્કોહલ છે એ પ્રમાણે લગાડવો જોઈએ. 

                                                                 સરકારો અને સામાજિક સંસ્થાઓ ના પ્રયત્નો છતાં  નશાબંધીનો  પ્રશ્ન  હજુ સળગતો પ્રશ્ન બની ગયો છે. પ્રાચીન કાળથી સોમ રસથી શરુ થયેલો એ મુદ્દો હજુ પણ અમર રહ્યો છે. એનો ઉકેલ સરકારીકે  સામાજિક સ્થળે પણ ઉકેલી શકાયો નથી એ સામાજિક કમનશીબી છે. 

                                   ******************************

 

Friday, September 11, 2026

 


આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ -ચીન 

                                                                     ચીને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો  ઉપયોગ રોબોટિક વિજ્ઞાન દ્વારા કરવા માંડ્યો  છે. ક્વિનગદાઓ  શહેરમાં નેઓલિક્સ કંપની દ્વારા ૧૨૦૦ જેટલા સેલ્ફ ડ્રિવન વાહનો વસ્તુઓ પહોંચાડવા માટે મુક્યા છે. આ વર્ષના અંતમાં ત્યાં ૪૦૦૦એવા વાહનો રસ્તા પર હશે .તે ઉપરાંત ૩૩૦૦૦ જેટલા ડ્રોન ડિલિવરી માટે પણ મુકવામાં આવ્યા છે.  આથી વાહનોના ડ્રાઈવરોમાં  રોષ પણ વધી રહ્યો છે.  

                                                                    ચીનમાં આવતા પાંચ વર્ષમાં  700000   રોબો ટેક્સી ચાલશે એવી આગાહી અમેરિકન બેંક ગોલ્ડમેન સાંચ કરી છે. ' મેઇતૂણ ' બીજી એક ચાઇનીસ ડિલિવરી કંપની એ   ડિલિવરી ડ્રોન દ્વારા  ગયા વર્ષે 60 બિલ્લીઓન ડોલર બનાવ્યા હતા . 



                                                                     ચીનમાં આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સના લક્ષ સામે એ પણ સાવચેતી રાખવામાં આવે છે કે એનાથી ડ્રાઇવરોની બેરોજગારી વધે નહિ . એથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સની પ્રગતિ ધીમી છે. તે ઉપરાંત સેલ્ફ ડ્રાઇવિંગ વાહનો રસ્તા પર ટ્રાફિક જામ પણ કરી નાખે છે. એ પણ એની પ્રગતિના અવરોધ રૂપ છે. એને લીધે સેલ્ફ ડ્રાઇવિંગ વાહનોને પરમીટ આપવામાં વિલંબ થઇ રહ્યો છે . બીજું કારણ ડ્રાઈવરો ઉંમરમાં વધુ હોય છે અને એ ધંધામાં કમાણી ઓછી હોય છે એથી યુવાનો એ ધંધામાં આવતા નથી. એથી સેલ્ફ ડ્રાઇવિંગ વાહનથી કે ડ્રોનથી બેરોજ઼ઘારીની સંભાવના ઓછી હોય છે. એથી સેલ્ફ ડ્રાઇવિંગ વાહનો ચીનમાં 12 જેટલા શહેરોમાં પ્રવૃત્તિમય છે. સેલ્ફ ડ્રાઇવિંગ વાહનો માણસને હોટેલોમાં પહોંચોડવાનું કામ કરે છે જેથી લોકોની રોજગારીને તેની અસર થતી નથી. એમાં ચીની સરકાર પણ ધ્યાન આપી રહી છે. એથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને લોકઉપયોગી કામમાં ઉપયોગ થઇ રહ્યો છે.



ઘણી હાઈટેક કંપનીઓ બેરોજગાર ડ્રાઇવરોને ડ્રોન પાર દેખરેખ રાખવા માટે પણ નોકરી આપે છે અને એમને ટ્રેનિંગ પણ આપે છે. આખરે એક દિવસે મનુષ્યને બદલે રોબોટો એમાંનું કામ કરશે અને મનુષ્યો એમના કામો પણ ગુમાવશે પરંતુ એનાથી થતી બેરોજગારીને બીજે કામ લગાડવાની વ્યવસ્થા પણ ઉભી કરવી પડશે એના સંધર્ભમાં દુનિયા ચીન તરફ ધ્યાન આપી રહી છે.

**********************

Sunday, September 6, 2026

 


મોહ 

                                                             ગીતામાં ભગવાન કૃષ્ણએ કહ્યું છે કે મોહ એ માનવીનો મોટામાં મોટો દુશ્મન છે. એનાથી દુનિયામાં મોટા દુષણો ઉભા થયા છે.એના કરતા ભગવાનની ભક્તિનો મોહ વધુ આવશ્યક છે. ઘણી જાતના મોહ હોય છે મનુષ્યને વિચલિત કરી નાખે છે જે જીવનને નરકમય બનાવી મૂકે છે.

                                                           મનુષ્યને  શરીરનો મોહ વધુ સતાવે છે. એ એક સાયા છે કે શરીર અને આત્મા એ મનુષ્ય જીવનના બે પાસા છે. શરીરના મોહને લીધે મનુષ્ય જીવનનું મોટું સત્ય મૃત્યુથી ભયંકર ડરતો રહે છે.  શરીરના નાશવંત સત્યને જાણવા છતાં પણ મનુષ્ય એને બહુજ પ્રેમ કરેછે. શરીર રોગોના આક્રમણોથી હારીને નાશ પામે છે . એમાં  સડો વધી જાય તો દુર્ગંધ ફેલાવી દે છે . અને જો એમાંથી ચેતના જે આત્મા તરીકે ઓળખાય છે એ ચાલી જાય તો નિર્જીવ થઇ જાય છે. એથી એના પ્રત્યેનો મોહ માનવીને નિર્બળ બનાવી મૂકે છે. અંતે તો  મૃત શરીરને દફનાવી કે પછી બાળી નાખવામાં આવે છે.  આવા નાશવંત શરીરનો મોહ રાખી માનવીએ મૃત્યુનો શા માટે ડર રાખવો જોઈએ? એના કરતા એના આત્માને વધુને વધુ પ્રગતિશીલ અને શુદ્ધ બનાવવામાં પ્રયત્નો કરવા જોઈએ. એટલેકે વધુ આધ્યામિકતા વધારવી જોઈએ. 

                                                        બીજો મોહ કીર્તિનો હોય છે. લોકો સ્વ પ્રશંસા તરફ વધુ મહત્વ આપે છે.  ધન દોલતને સારા કામોમાં વાપરવા કરતા પોતાના નામને આગળ ધરવામાં વધુ મહત્વ આપતા હોય છે.  પરંતુ કીર્તિ પણ સમય સમય પ્રમાણે બદલાતી રહેતી હોય છે. જે લોકો આજે તમારી પ્રશંસા કરતા હોય તો આવતી કાલે તમારા માટે ગાલીગલોચ પણ કરશે. નેપોલીઓન જયારે વિશ્વ વિજેતા થઇને  પાછા ફર્યા ત્યારે એમને આવકારવા હજારો લોકો હાજર હતા. એમના સેનાપતિઓ એમને બહાર આવી એમના જુસ્સાને વધારવાની વિનંતી કરી ત્યારે નેપોલિયને કહ્યું કે ' આ કીર્તિ આજે છે પણ કદાચ કાલે આજ લોકો મારા પણ ક્રોધ વરસાવી શકે છે. '  એવા દિવસો પણ ત્યારબાદ નેપોલિયનને જોવા મળ્યા હતા. એટલા માટે કીર્તિનો મોહ બહુ ન હોવો જોઈએ. એમાં પણ વિવેક રાખવો જોઈએ.



                                                    ભગવાનની ભક્તિનો પણ મોહ હોય છે. પરંતુ એ નિસ્પૃહ હોવો જોઈએ . ભગવાનનો મોહ આત્મા શુદ્ધિ  માટેનો હોવો જોઈએ. ઘણા ખરા લોકો મંદિરોના આંટા ફેરા સ્વાર્થ માટે  કે પછી કૈક માંગવા કરતા હોય છે . એનો ફાયદો થતો નથી. આથી  ભગવાનના મોહમાં પણ વિવેકપૂર્વ વર્તવાની જરૂરિયાત હોય છે.  મહાભારતના કાળમાં  કૃષ્ણ અચાનક ભોજન માટે  વિદુરને ઘરે પહોંચ્યા. વિદુરની પત્ની ભગવાન  કૃષ્ણની ભગત હતી. કૃષ્ણને જોઈને તે ભક્તિના મોહમાં ભાન ભૂલી ગઈ.  કૃષ્ણને કેળાનો પ્રસાદ ધર્યો પરંતુ ભક્તિમાં લિન થઇ એણે ભગવાનને કેળાના છોટલા ધરી દીધા અને કેળાનો ગલ બહાર ફેકવા માંડી . વિદુર ઘરે આવ્યા તો જોયુંકે કેળાની ગલ  ઘરની બહાર પડેલો હતો.   અને એમને આશ્ચર્ય થયું . વિદુરની પત્નીએ ભક્તિ મોહમાં લિન થઇ વિવેક ગુમાવી દીધો હતો. આ એક ભક્તિ મોહમાં વિવેક ન ગુમાવવો જોઈએ એનો એક અજોડ પ્રસંગ છે.

                                                 આખરી ધનદૌલતનો મોહ માનવીને અંધ બનાવી દે છે.  એનાથી અસંખ્ય દુષણો ઉભા થાય છે. નીતિથી કમાયેલી કમાણી  ટકી જાય છે. અને અનીતિનું  ધનદોલત દુષણોમાં જ નાશ પામે છે.  એટલા માટે ધનનો મોહ પણ વિવેક માંગે છે.

                             આથી મોહમાં પણ વિવેક અને મર્યાદા હોય છે. એના ભંગથી દુષણો સર્જાય છે. 

                                  *********************************

                            


                                         

  


  

           

                               

  

Wednesday, August 26, 2026



ઊંઘ 

                                                                      ઊંઘ એ માનવી માટે અગત્યની બાબત છે. ઓછી ઊંઘ કે પછી ઊંઘ વચ્ચેના અવરોધો માનવી માટે ઘણી વાર તંદુરસ્તી માટે ભય ઉભો કરે છે. આથી પ્રશ્ન ઉદ્દભવે છેકે ઊંઘ માટે શું મર્યાદાઓ  છે.  સામાન્ય રીતે તમે સવારના ઉઠો અને સ્ફૂર્તિ અનુભવો તો તે ઊંઘને  તંદુરસ્ત માની શકાય .

                      આજકાલ સંધોધનો પરથી મનાય છે કે જેમ ઓછી ઊંઘ તંદુરસ્તી માટે નુકશાનકારક છે તો વધારે પડતી ઊંઘ પણ તંદુરસ્તીને નુકશાન પહોંચાડે છે.  ઓછી ઊંઘ માનવીને રોગિષ્ટ બનાવી દે છે .ઓછી   ઊંઘ બીજો દિવસ વધુ સુસ્ત બનાવી દે છે. મગજમાં તણાવ ઉભા કરે છે અને સાઈકોલોજિકલ પ્રશ્નો પણ ઉભા કરી દે છે . અને ઘણી વાર મોત પણ નોતરે છે. પરંતુ વધુ પડતી ઊંઘ કોઈ રોગની નિશાની પણ ગણાય છે.

                       રિપોર્ટ અનુસાર સ્ત્રીઓ માટે ૬ .૫ કલાકથી ૭.૮ કલાક  સુધીની ઊંઘ અને પુરુષો માટે ૬.૪ કલાકથી ૭.૭ કલાકની ઊંઘ તંદુરસ્તી માટે આદર્શ સમય છે.

                       ચિંતા ઊંઘની બાબતમાં મોટી સમસ્યા છે.  સંધોધનો બતાવે છે કે ચિંતા માણસની ઊંઘ ઓછી કરી  એમની  તંદુરસ્તીને હાનિ કરે છે. એથી ચિંતાને રાતના દૂર રાખવી જોઈએ. તે ઉપરાંત કેટલા કલાક કોઈ ઊંઘે છે એ અગત્યનું નથી પરંતુ કેટલાક કલાક ઊંઘવાથી સ્ફૂર્તિ અને તંદુરસ્તી  સારી રહે છે એ અગત્યનું છે.

                        ****************************  

Thursday, August 20, 2026



જે ડી વાન્સ- વાઇસ પ્રેસિડેન્ટ ઓફ અમેરિકા 

                                                                                        અત્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ ઈરાન સાથેની સંધિમાં બહુજ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે અને એથી એમનું નામ અને કામગીરી મીડિયામાં બહુ જ આવે છે. એમનું વ્યક્તિવ એમના બોસ ટોનાલ્ડ ટ્રમ્પ કરતા ઘણું જ જુદું છે. તે એમને લખેલા એમના પુસ્તકો પરથી જાણવા મળે છે. તેઓ રિપબ્લિકન છે ઓહિયો રાજ્યમાંથી અમેરિકન સેનેટના સભ્ય પણ રહી ચુક્યા છે. એમને જગ વિખ્યાત યેલ યુનિવર્સીટીમાંથી  કાયદાની ડિગ્રી મેળવી છે. 



                                                               તેઓ એમના લખાણ દ્વારા ભગવાનના  વ્યક્તિ તરીકે જાણીતા છે. તેઓ ચર્ચમાં જાય છે.  ચર્ચના પાદરી સાથે બહુજ વિવેક પૂર્ણ આચરણ કરે છે. તેઓ  પ્રભુની પ્રાર્થના કરતા રહે છે. અને તેઓ એમના પુસ્તકનો અંત પણ ' અમેન'  શબ્દથી કરે છે. તેઓ પોતાના કામને બહુજ મહત્વ આપે છે. એમને  મેટથયુઝનું કહેલું એક વાક્ય બહુજ પસંદ છે. જેમાં કહ્યું છેકે 'માણસે લાવેલા પરિણામો એની ઓળખાણ છે.'

                                           જે ડી વાન્સ એ બે પુસ્તકો 'હિલ બિલી એલીજી'  અને 'કોમમ્યુનિઓન ' લખ્યા છે. એ વાંચવાથી એમના વ્યક્તિત્વને જાણી શકાય છે કે તેઓ બહુજ ધાર્મિક વ્યક્તિ છે.



                                        એમની પત્નીનું નામ ઉષા વાન્સ છે જે ભારતીય અમેરિકન છે.  અમેરિકન અને ઈરાન વચ્ચેના યુદ્ધનું પરિણામ ગમે તે આવે પરંતુ એના અંત માટેની વાટાઘાટમાં જે ડી વાંસ અગત્યનો ભાગ ભજવી રહ્યા છે. જેનો દુનિયા આતુરતાથી  રાહ જોઈ રહી છે કારણકે દુનિયાની અર્થ વ્યવસ્થા અત્યારે ખરાબ વખતમાંથી પસાર થઇ રહી છે.

                       ********************************

 

Sunday, August 16, 2026



પ્રેમ અને ક્રોધ  

                                                        ક્રોધ એ મનુષ્યનો મોટો દુશ્મન છે. ક્રોધ આવે છે ત્યારે મનુષ્ય  વિચાર હીન થયી  જાય છે.  ક્રોધમાં તે શું કરી રહ્યો છે  બોલી રહ્યો છે એનું એને કઈ ખ્યાલ હોતો નથી.  એટલા માટે જયારે ક્રોધ આવે છે ત્યારે માણસે  ધીરજ રાખી અને અમુક સમય માટે મૌન ધારણ કરી લેવું જોઈએ. પછી શાંત થઇ વિચાર કરીને આગળ વધવું જોઈએ. 

                                         મહાભારતમાં  કટાક્ષમાં  દ્રૌપદીએ  દુર્યોધનને  સંભળાવ્યું હતુંકે ' આંધળાનો પુત્ર આંધળો જ હોય'  કારણકે દુર્યોધનનો પગ પાંડવોના માયાવી મહેલમાં આભાસમાં પાણીમાં પડી ગયો હતો.  આ કટાક્ષથી દુર્યોધનને ક્રોધ એવો આવ્યો કે પાંડવો પર વેર લેવાનું નક્કી કર્યું હતું.  દુર્યોધને વિચાર કરીને એ કટાક્ષને  હળવેથી લેવો જોઈતો હતો. પરંતુ એ ક્રોધે મહાભારતનું  યુદ્ધ નોતર્યું  હતું અને મહા વિનાશ થયો હતો. 

                                     જીવનમાં જો માણસ ક્રોધ પર  કાબુ કરી લે તો પછી પ્રેમ જ ખીલે છે. જયારે પ્રેમ ખીલે ત્યારે આનંદ  પ્રવર્તે છે. જે સુખનો અનુભવ કરાવે છે. 

ઘણા બીજાઓની વૈરિક પ્રવૃતિઓથી  ક્રોધનો અનુભવ કરે છે. પરંતુ બીજા કરતા તમારો ક્રોધ જ વધારે નુકશાન લાવે છે અને બે શબ્દનો પ્રેમ દૂર થઇ જાય છે. કારણકે ક્રોધ અને પ્રેમ સાથે રહી શકે  જ નહિ. 

                                   કેટલીક વાર જીવનમાં દુષ્ટ તત્વો સામે ક્રોધની પણ જરૂર પડે છે. ભગવાન કૃષ્ણે શિશુપાલને 100  ગાળો સુધી માફ કર્યો હતો પણ 101 ગાળો વખતે એમનો ક્રોધ ભભૂકી ઉઠ્યો અને એનો વધ કરી નાખ્યો હતો. એ ભગવાનનો વિચારેલો ક્રોધ હતો જેનો અમલ કરવામાં આવ્યો હતો. 



                                   બીજું પ્રેમથી જોડાએલી વ્યક્તિઓ  વચ્ચે પણ કદીક ક્રોધ આવેતો પ્રેમ અદ્રશ્ય થઇ જાય નો છે પણ ક્ષણિક હોય છે. કારણકે ક્રોધ દૂર થતા જ અને શાંતિથી વિચારતા પ્રેમ સબંધ પાછો શરુ થઇ જાય છે.  જેમકે દરેક પતિ પત્ની વચ્ચે કદી ક્રોધમાં અણબનાવ થાય છે પરંતુ ક્રોધ ચાલી જતા  પ્રેમ સબન્ધ પાછો ચાલુ થઇ જાય છે. 

                                 આથી કહેવાય છે કે ક્રોધનો ત્યાગ કરવાથી પ્રેમનો ઉદ્ધવ થાય છે. અને શાંતિ અને સુખનો અનુભવ થાય છે. 

                    ********************************** 

Wednesday, July 15, 2026



આર્ટિફિશ્યલ ઇન્ટ્લલિજન્સ અને એની અસર 

                                                               ભારત આજે દુનિયામાં ૩૧૫ બિલ્લીઓન ડોલર જેટલી આવક એક વર્ષમાં  સોફ્ટવેર  એન્જિનિયર મારફતે  આઉટસોર્સિંગમાં  દ્વારા કમાય છે .  આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ આવ્યા બાદ એના પર અસર પડશે એવી આગાહી થઇ રહી છે . એનું કારણ આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ  ગતિ અને થોડા માનવ કલાકમાં ઘણું મોટા પ્રમાણમાં કોડિંગનું  કામ કરી શકે છે. 

                                                           ભારતમાં ઈંફોસીસ અને ટાટા કન્સલ્ટન્સી   જેવી ભારતીય કંપનીઓ અમેરિકાને હજારો સોફ્ટવેર એન્જીનીયર્સ  મોકલાવે છે જે અમેરિકન કંપનીઓમાં કોડિંગનું  કામ કરે છે. જયારે એ જ કામ જો આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ  દ્વારા થવાનું હોય અને બહુ ઓછા લોકોથી થઇ શકાતું હોય ત્યારે ભારતીય  આઇટી  ઉદ્યોગને એની અસર પડી શકે છે.

                                                                   ભારતની કન્સલટનસી  કંપનીઓ  હવે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સને   વધુને વધુ ફાયદાકારક અને અસરકારક  બનાવી શકાય એ દિશામાં  કામ આગળ વધારી  રહી છે. નંદન નિલેકાની , ઈંફોસીસના સ્થાપક કહે છે કે 'ભારતીય  કન્સલ્ટન્સી કંપનીઓને એમાં ૨૦૩૦ સુધીમાં ૩૦૦થી ૪૦૦ બીલીઓન ડોલ્લર્સ જેટલી આવક થવાનો સંભવ છે'.



                                                          ભારતમાં રહેલી ગ્લોબલ કેપેબીલીટી  કંપનીઓ જેઓ ભારતીય એન્જીનીરોને  રાખે છે એ  કન્સલટનસી  કંપનીઓ  કરતા પણ વધારે ભારતીય આઇટી એન્જીનીયરને હવે નોકરી આપે છે .  તે ઉપરાંત વેલ ફાર્ગો અને લુલુણેમોં જેવી  કંપનીઓ પણ ભારતીય એન્જીનીરને સીધા એમની  જરૂરિયાત પ્રમાણે નોકરીઓ આપે છે . આમ ભારતીય આઇટી એંજિનિરોની જરૂરિયાત કોઈ પણ સંજોગોમાં ઓછી થવાની નથી .

                                                             આથી આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ  ભારતીય આઇટી  ઉદ્યોગને બહુ અસર કરી શકે એમ નથી.

                       ***************************************

                                     

Wednesday, July 8, 2026

 


મન 

                                                               દુનિયામાં મનુષ્ય પાસે ધન, દોલત, સત્તા તથા બધી જાતની સાયબી હોય તો પણ મનુષ્યને મનની શાંતિ કે પછી મન પર કાબુ ન હોય તો એને સુખ પ્રાપ્ત થતું નથી.  એવા અનેક દાખલાઓ જીવનમાં  જોવા મળે છે.  એવા અનેક દાખલાઓ પુરાણમાં પણ જોવા માટે છે . એમાં રાવણનો  દાખલો અનોખો છે. 

                                  જે રાવણની લંકા સોનાની હતી. જેની પાસે અઢળક સત્તા અને સંપત્તિ  હતી . જે રાવણ ગ્રહોની ગતિ પર કાબુ ધરાવતો હતો. તે પ્રચંડ જ્યોતિષી હતો . શનિ જેવા ગ્રહો જેના ઘરમાં પાણી ભરતા હતા. જે  ચારે વેદો , સ્મૃતિ અને પુરાણોનો જ્ઞાતા હતા. એને પણ મનની શાંતિ અને કાબુ માટે શિવજીની આરાધના કરી હતી. 

                                       એ શિવજીને પ્રાર્થના કરતો હતો કે એને મનની દુર્ગતિથી મુક્ત થવું છે. એ  મનની ખરાબ વૃત્તિઓથી જેવીકે લોભ, ક્રોઘ, અહંકાર , દ્વેષ, અને મોહ થી મુક્ત થઇપરમ  શાંતિ જોઈતી હતી .

                                           એને એકાંત જંગલમાં  ઝૂંપડીમાં  બનાવી ઝરણાને કિનારે બેસી મનની શાંતિ માટે ધૂની ધુણાવી શિવજીની તપશ્ચર્યા કરવી હતી.  રાવણે એના શિવ તાંડવઃ  સ્રોતમાં એનો ઉલ્લેખ કર્યો છે.  એણે શિવજીને એની દુમરતીમાંથી  મુક્ત કરવાની પ્રાર્થના કરી છે. 



                                                   ઇતિહાસમાં મહાન સિકંદર પણ  વિશ્વ વિજેતા બન્યા છતાં મનથી  દુઃખી હતો . એણે એના સરદારોને કહ્યું હતુંકે એના જનાજામાં એના બે ખાલી હાથો બહાર રાખવા જેથી લોકોને ખબર પડેકે મહાન વિજેતા સિકંદર  બધું હોવા છતાં આ દુનિયામાંથી ખાલી હાથે ગયો હતો. આજ બતાવે છે કે બધું હોવા છતાં એ મન પર કાબુ ધરાવતો ન હતો . અને એ દુઃખી હતો .

                                                આનાથી ઉલ્ટું ઘણા સંતો અને સાધુઓ પાસે કઈ નથી હોતું પણ તેઓનું જીવન   સુખી  અને  શાંતિમય હોય છે કારણકે તેમનો એમના મન પાર સંપૂર્ણ કાબુ હોય છે.  આથી ટૂંકમાં જીવનમાં દરેકે સૌથી પહેલા પોતાના મન પર કાબુ કરવો જરૂરી  છે. 

                                 ****************************   

                                     

                    . 

         


Sunday, July 5, 2026



 રંગેબેરંગી  ભારત 

                                              માર્ક  ટ્વેઇન  એ ભારતમાં પ્રવર્તતા  વિવિધ રંગોની પ્રશંસા  કરી છે. અને ભારતીય રંગોથી  એ બહુજ પ્રભાવિત થયા હતા . ભારતના વિવિધ રંગો એના ફળો , ફૂલો ,  શાકબાજીઓમાં ,મસાલાઓમાં અને કાપડના રંગોમાં છલકે છે. 

                             વસંતના હોળીના તહેવારોમાં ભારત રંગોથી રંગાઈ જાય છે. જાતના રંગો એક બીજા પર નાખી પ્રેમપૂર્વક હોળી કુટુંબો , સ્નેહીઓ અને મિત્રોમાં ઉજવાય છે. બાળકો અને  વયસ્થો  સર્વ હોળીના પર્વમા જોડાય છે . અને દરેકના ચહેરા પર તથા રસ્તાઓ અને મકાનો પણ રંગોથી રંગાઈ જાય છે.  આમ સારું ભારત રંગોમય બની જાય છે. 



                             ભારતની આર્થિક પ્રગતિ આજે દુનિયામાં બહુજ ગતિથી વધી ગઈ છે. રસ્તાઓ , પુલો , બંદરો , ઐરપોર્ટો , રીફીનરીઓ , ઉધોગીક વસાહતોનું  બાંધકામ  ગતિથી વધી રહ્યું છે. એમાંથી ઉડતા  પ્રદુષણોને   રોકવા  જ્યાં ત્યાં લીલા રંગની નેટો  નજરે પડે છે. 

                                  પ્રદુષણ મુક્ત કરવા માટે રીક્ષાઓ પણ ગૅસથી ચલાવવા માટે  હુકમ  ભારતીય સુપ્રીમ  કોર્ટે કર્યો એટલે ગૅસથી ચાલતી  રીક્ષાઓનો રંગ પણ  પીળો બનાવી દેવામાં આવ્યો છે.  આથી પીળા રંગે રસ્તાઓ પર રીક્ષાઓને આકર્ષિત કરી નાખી છે.  સુઝુકીએ  પણ એના 'હેટચબેક'  મોડેલને  નેપલ્સ પીળો રંગે રંગીને રસ્તાઓ પર મૂકી છે .



                             ભારતની સૌથી વિશાલ  રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ  સેફરોન રંગને અપનાવી ભારતીય રાજકારણને સેફરોન  બનાવી દીધું છે.  તે ઉપરાંત  સેફ્રોન રંગ હિન્દૂ, બૌદ્ધ  ધર્મ અને ભારતના રાષ્ટ્રીય ઝંડા પર પણ સંકળાયેલ  છે. 

                         ભારતીય ક્રિકેટ ટીમ   પણ હવે  મેદાનમાં  વાદળી રંગોની જર્સી પહેરીને મેદાનમાં  ઉતરે છે.  અને સફેદ રંગના ઈલેકટ્રીક બલ્બોની જગ્યાએ ભારતમાં નિઓન  લાઇટ એ જગ્યા લીધી છે.  આમ આજે ભારતીય વાતવરણ રંગમય  બની ગયું છે. 

                                 ***********************


Thursday, June 18, 2026



 દુનિયાનો સૌથી વિશાળ કેસિનો 

                                                            દુનિયાનો વિશાળ  કેસિનો ' યુનાઇટેડ આરબ એમિરાટ્સમાં 'દુબઈની નજીક તૈયાર થઇ રહ્યો છે.  આમ તો ઇસ્લામમાં જુગારને નામંજૂર કરવામાં આવ્યો છે  પરંતુ હવે ' યુએઈ ' ઇન્વેસ્ટમેન્ટ અને પ્રવાસન ઉપરાંત હવે દેશની આવક વધારવા માટે જુગારને પણ દેશમાં લાવવામાં આવશે જેથી દેશની સમૃદ્ધિ વધે અને જયારે તેલની  આવક બંધ થાય ત્યારે એના પૂરક બની રહે. 

                                                        એ વિશાળ કેસિનો દરિયા કિનારે ' રાસ અલ ખૈમાહ 'ખાતે બની રહ્યો છે. કેસિનીની ઊંચાઈ 350 મીટર જેટલી હશે . આવતા વર્ષે એને લોકો માટે ખુલ્લો મુકવામાં આવશે.  એ કેસિનો માટે દેશના કાયદામાં પણ સુધારો કરવામાં આવ્યો છે.  'યુએઈ' માં ધનવાનોને એમના પૈસાના ઉપયોગ કરવામાં અને લોકોને મનોરંજન પૂરું પાડવા માટે એ ભવ્ય કેસિનો બાંધવામાં આવી રહ્યો છે. એ કેસિનો પાછળ એને લાસ વેગાસ અને મકાઉની જેમ વિકસિત કરવાની 'યુએઈના' સત્તાવાળાઓની  મુરાદ છે. 



                                                   એ કેસિનોમાં યુરોપ ,અને પૂર્વ  એશિયાના લોકોને પણ આકર્ષિત કરવાની યોજના છે.  1.4 મિલિયન પ્રવાસીઓને 'યુએઈ'એ ગયે વર્ષે આકર્ષિત  કર્યા  હતા પરંતુ હવે આ નવા વિશાળ કેસિનો દ્વારા પ્રવાસીઓનો આંકડો હવે ૫.૩ મિલિયન એક દસકામાં  વધારવાનો' યુએઈ' નો ઈરાદો છે. 



                                                       આમ પણ 'યુએઈમાં' 10000 જેટલા મિલ્લીઓનર્સ છે જેની કિંમત 63 બિલ્લીઓન ડોલર જેટલી છે.   અમેરિકન  કેસિનો કંપની ' વિંન રિસોર્ટ'  જ   આ નવો રિસોર્ટ ચલાવશેઅને એ લોકો  માને છે કે ' યુએઈનો' નવો કેસિનો વાર્ષિક ૧.૭ બિલ્લીઓન ડોલર જેટલી આવક કરશે .

                                                            યુએઈ સત્તાવાળાઓ  જુગાર અને બેટ્ટીન્ગ  વ્યહવાર પર  કેટલો કાબુ રાખે છેકે પછી એના પર  અંકુશ રાખી શકે છે એના પર કેસિનોની સફળતાનો આધાર રહેશે .

                                                   **************************** 

Wednesday, June 10, 2026




પિન્ક શહેર જયપુર 

                                    જયપુરને યુનીસકો દ્વારા   દુનિયાની  પુરાતન હેરિટેજ  શહેર જાહેર કરેલ છે.  એ એના ઇતિહાસિક કિલ્લા , હવેલીઓ , મહેલો  અને બગીચાઓ માટે જાણીતું છે.  તે ઉપરાંત સારું શહેર પિન્ક રંગથી રંગીત છે એનાથી એનું સૌંદર્ય  વધી જાય છે આમ એ  રાજસ્થાનના  મોટા એવા જયપુર રજવાડાનું એક વાર રાજધાનીનું ઐતહાસિક શહેર પણ છે. 



                                          એ શહેરમાં 800 જેટલી ઐતહાસિક હવેલીઓ પણ આવેલી છે. એના જુદા જુદા મહોલ્લાઓ છાપખાના , માર્બલ મૂર્તિઓ બનાવવામાં   કે પછી  જાતિઓ પ્રમાણે ધંધાઓમાં વહેંચાયેલા  છે.  પરંતુ જેમ શહેર વિકસતું જાય છે તેમ તેમ જૂનીઇતિહાસિક  હવેલીઓ ભોંય ભેગી થતી જાય છે.  એ શહેરની કમનસીબી  છે.  કેટલીક હવેલીને તો તોડીફોડીને ન ઓળખાય એવી આધુનિક બનાવી દેવાય છે. 



                                     પિન્ક રંગથી રાજા રામસિંઘે ૧૮૭૬માં  જયપુરને  રંગી એને અનોખું અને સુંદર સ્વરૂપ આપ્યું હતું. એને બ્રિટિશ રાજાના આગમનના પહેલા શણગારવામાં  આવ્યું હતું.   પરંતુ અત્યારે એ શહેર  પર્યાવણ અને જુદા આછા રંગોથી રંગાયેલા શહેરનો દેખાવ પહેલા જેવો રહ્યો નથી. ખુલ્લી ગટરો અને લટકતા ઇલેક્ટ્રિક વાયરોએ શહેરના સૌંદર્યને બગાડવામાં મોટો ભાગ ભજવ્યો છે. એમાં  સુધારો કરવામાં હેરિટેજ શહેર પાસે પૂરતું ફંડ પણ લાગતું નથી. 



                               હવે તો યુનિસ્કો  દ્વારા હેરિટેજ હટાવવાના  કોઈ પગલાંજ શહેર ના સત્તાવાળાઓની  ઊંઘ ઉડાડી શકે એમ છે.  એનું ઇતિહાસિક મહત્વ જાળવી રાખવામાં પિન્ક રંગને જાળવી રાખવામાં શહેરનું હિત સમાયેલું છે. સત્તાવાળાઓને  પણ એમાં રસ હશે.

                                             ***********************  


                                               

Wednesday, June 3, 2026

 


વીઆઈપી  ક્લચર -  અગત્યની વ્યક્તિઓ   

                                                                       વીઆઈપી સંસ્કૃતિ એ ભારતને ગુલામીની એક ભેટ છે.  ઇંગ્લેન્ડે ભારત પર રાજ કર્યું ને અને પ્રજાને દબાવવાકે પછી એમનામાં  ભય ઉત્તપન કરવામાટે  એમના અમલદારો જયારે પ્રજામાં જતા ત્યારે સાથે  પોલીસોના મોટા રસાલા સાથે ફરતા. એનાથી ભલે પ્રજાને અડચણ પડે એની એમને પડી  ન હતી. 

                                               અમેરિકામાં  લોકશાહી  છે ત્યાં ગવર્નર , હોય કે કોંગ્રેસના સભ્ય હોય કે કોઈ મોટા સરકારી ઓફિસર હોય તે તમારી પાસેથી પસાર થઇ જાય તો ખબર પણ  ન પડે . કારણકે તેઓ  પ્રજાના સેવક છે અને લોકોએ તેમને નીમેલા છે એનાથી તેઓ જાગૃત છે. અને પ્રજા પર ખોટો પ્રભાવ પાડવા પ્રયત્ન કરતા નથી.



                                          ભારતમાં ચૂંટાયેલા મંત્રીઓ, ઉંચ્ચ  અમલદારો ગાડીઓ અને અંગરક્ષક દળનાકાફલાઓ સાથે ફરે છે. એનાથી જનતાને ઘણી વાર અગવડ પડે છે. ઘણીવાર રસ્તાઓ જામ થઇ જાય છે.  વાહન વ્યહવાર ખોરવાઈ જાય છે. લોકો માટે રસ્તાઓને  બંધ કરી દેવામાં આવે છે.  એમાં સામાન્ય માનવીનેજ વધારે હેરાનગતિ થાય  છે . ટ્રાફિક લાઈટ પર પણ વીઆઈપી કાફલો નીકળી જાય છે. જે  સામાન્ય લોકો માટે અંધાધૂંધી સર્જે છે .




                                            ભારત આઝાદ થયા બાદ  ઘણા  ચૂંટાયેલા સભ્યો એ પણ ભૂલી જાય છે કે તેઓ  જનતાના સેવક છે.  તેઓ તેના માલિક નથી. તાજેતરમાં  ઉત્તર ભારતમાં  એક ધાર્મિક સમારંભમાં  37 માણસોના ધક્કાધક્કીમાં  સામાન્ય માણસોના મૃત્યુ થયા હતા કારણકે સમારંભના મોટો ભાગ વીઆઈપી  માટે રાખ્યો હતો .  એક એવાજ સમારંભમાં  ધક્કાધક્કીમાં   કેટલોક રસ્તાનો ભાગ વીઆઈપી  માટે અલગ રાખવામાં આવ્યો હતો.  

               મૂળમાં હવે વીઆઈપી સંસ્કૃતિ  રક્ષાને  બદલે હવે  દરજ્જાનો વિષય બની રહયો  છે.   

                                      **********************