Friday, June 29, 2012



વિશ્વની આર્થિક પરિસ્થિતિ- ૨૦૧૨
======================
આજે આખા વિશ્વમા આર્થિક પરિસ્થિતિ ઘણી વિષમ છે.  અમેરિકા અત્યારે આર્થિક સંકટમા સપડાયેલૂ છે.
રોજગારી, રીયલ ઍસ્ટેટ,  અને આર્થિક સંસ્થાઓ વિકટ  પરિસ્થિતિમા છે. અમેરિકાનો જી ડી પી  વૃધ્ધિ ૨૦૧૦મા ૨%  જેટલી હતી.
અમેરિકન કંપનીઓે ઍ સસ્તા ભાવે ઍશિયાયિ દેશોમા કામ કરાવવાના લોભમા અમેરીકામા ઍમનો ઉધ્યોગીક પાયો ગુમાવી ચૂકી છે. ઍનિ અસર અમેરિકાની રોજગારી પર ઘણી અવળી થઈ છે.
                                         યુરોપની કમાણી કરતા ખર્ચા વધુ કરવાની વૃત્તિેઍ સ્પેન, ઈટાલી, અને ગ્રીસ જેવા દેશોમા દેવાડિયા જેવી સ્થિતી ઉભી કરી છે. યુરોપની પરિસ્થિતિેઍ પણ અમેરિકાની પરિસ્થિતિને વધારે ખરાબ બનાવી છે.
                                          ચીનનો  જી ડી પી વધારો પણ ૨૦૧૧ મા ઘટીને ૮% પર આવી ગયો છે. ચીનમા પણ હવે ઉગ્ર પરિસ્થિતિ ઉભી થઈ છે જેથી બીજી ક્રાંતિ લાવવાની જરૂરીયાત ઉભી થઈ છે. આથી આ વર્ષના અંત સુધીમા ઍના ઉંચ રાજકીય સત્તા ધરાવતા પોલિટ બ્યુરોમા ધરખમ ફેરફારો આવી રહ્યા છે. બ્રા જીલ, અને ભારતના વૃધ્ધિ દર પણ ઑછા થઈ ગયા છે.
                                            અમેરિકાની આર્થિક પરિસ્થિતિનો આધાર બીજા દેશોની ઍના માલના માંગ પર આધારિત છે, જે અત્યારે મંદ છે.  આથી આખુ જગત મંદીમા સપડાયેલૂ છે. તે ઉપરાંત આખુ વિશ્વ ઉંચ મોંઘવારી દરથી પીડાય રહી છે.
                                            ટુંકમા વિશ્વ ઍક ગ્રામ સ્વરુપ બનિ રહ્યુ છે, અને કોઇ પણ દેશ ઍક્બિજાની અસરથી પર નથી.
આપણે જોઈેતો આખા વિશ્વની આર્થિક પરિસ્થિતીનુ અવલોકન નીચે પ્રમાણે છે. નીચે પ્રમાણે દેશોનો હિસ્સો વિશ્વ વેપારમા છે
૧)અમેરિકા- ૨૨%
૨)યુરોપ યૂનિયન-૧૮%
૩)બ્રાજીલ/ રશિયા/ ભારત/ ચીન-૨૦%
૪) બાકીના દેશો-૪૦%
                                        મૂક્ત્ત વેપારના જમાનામા હવે  હરીફાઈને સ્થાન છે, પરંતુ  શોષણને સ્થાન નથી. આથી ગરીબીને વિશ્વમાથી નાબૂદ કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી.
                                                      *****************************************

Sunday, June 24, 2012


ભારતનોરાષ્ટ્રીય ધ્વજ
================
અમેરીકામા ૧૪જૂને ફ્લેગ દિવસ તરીકે ઉજવવામા આવે છે. આથી ભારતના રાષ્ટ્રીય ધ્વજ વિષે પણ લખવાની પ્રેરણા જાગી.
સ્વતંત્રતાની લડાઈ દરમ્યાન કોંગ્રેસે તીરંગો અને વચમા રેટીયાવાળો ધ્વજ અપનાવેલો હતો, પરંતુ ૨૨મી જુલાઇ ૧૯૪૭ મા
તીરંગો અને વચમા આશૉક ચક્ર વાળો ધ્વજ ભારતીય રાસ્ટ્રિય ધ્વજ તરીકે અપનાવ્યો.
                                                 ઉપરનો ભગવો બહાદુરી અને બલિદાનનુ પ્રતીક છે તો વચમાનો સફેદ રંગ સત્ય અને પવિત્રતાનો પ્રતીક છે. જ્યારે નીચેનો લીલો રંગ શાન્તિ અને જહેજલાલીનો સંદેશો આપે છે. વચમાનુ આશૉક ચક્ર ધર્મના સાશનનુ  પ્રતીક છે.
                                                 રાષ્ટીય તહેવારો પ્રસંગે આપણે ઍને સલામી આપિયે અને રાસ્ટ્રિય શોકને પ્રસંગે ઍને અડધી કાઠીઍ ચડાવિયે પણ ખરા! તે છતા ઘણી વાર થાય છે કે આપણે ઍના ઉદ્દેશોને રાષ્ટ્રીય  જીવનમા ઉતાર્યા છે ખરા! આવો ઍક  વિચાર આવે છે?
                                          ********************************

Thursday, June 14, 2012


પિતાને ઍક અંજલી ('ફાધર્સ દિવસ'-૧૭ જૂન ૨૦૧૨ નીમીત્તે)
=====================================================================
(ઉપર ચિત્રમા રામના વનવાસ વખતે દશરથનો વિષાદ અને બીજા ચિત્રમા મહાત્મા ગાંધી ઍમનાંપુત્ર હીરાલાલ સાથે)
----------------
-પિતા ઍ  કુટુંબનુ છત્ર છે, ઍના જવાથી કુટુમ્બ અસલામતી અનુભવે છે.
-પિતા ઍક અચકાઓને સહન કરતુ યંત્ર છે જેઍના કટૂંબીઓને આફતો  અને દુખોથી દૂર રાખે છે.
-માતા ખુલ્લા મને રડી નાખે છે, જ્યારે પિતાને તો ઓસીકામા મોઢુ છુપાવી રડવુ પડે છે, કારણકે ઍનિ ઉંઘાડી નિરબળતા કુટુંબમા અરાજકતા લાવી શકે છે.
- માતાનો પ્રેમ કોમળ અને અચળ હોયછે, તો પિતાઍ પોતાનો પ્રેમ બાજુઍ મૂકી તો કટૂંબના હિતમા ખડકની જેમ મજબૂતજ રહેવુ પડે છે.
-માતા માટે પુત્રોઅને પુત્રીઓને અખુટ પ્રેમ હોય છે. પિતાને તૅઓ ઘણીવાર વિલન સ્વરૂપે નિહાળે છે કારણકે પિતાને જ તેમના હિતમા અથવા તો કુટુંબના હિતમા કડવા નિર્ણયો લેવા પડે છે
-માતાનો પ્રેમ વહેતી નદી જેવો છે તો પિતાનો પ્રેમ દરિયા જેવો ગહેરો છે.
-પિતા ઍના સંતાનોમા ઍનૂ પ્રતિબિંબ જુઍ છે.
પિતા સંતાનોને લીધે ગર્વ પણ અનુભવે છૅ, તો કદીક પિતા માટે સંતાનો દુખના ભારરૂપ બની રહે છે.
દશરથને માટે રામ ગર્વ રૂપ હતા પરંતુ કૃષ્ન્ન માટે ઍનો પુત્ર પીડારૂપ હતો. શાહજી માટે શિવાજી મહાન પુત્ર હતા પરંતુ મહાત્મા ગાંધીને ઍમાના પુત્ર હીરાલાલ ખુબજ દુખ રૂપ હતા. ઘણી વાર દૂષ્ટ સંતાનોને લીધે પિતાનુ જીવન દુખી થઈ જાય તો ઘણીવાર સંતાનોને લીધે પિતાનો ઉધ્ધાર થઈ જાય છે. ઍવો ભાગ્યે પિતા હશે જેને ઍના સંતાનો પ્રત્યે પ્રેમ નહી હોય? પિતાનો પ્રેમ દૂર વર્ષતા વરસાદ જેવો છે જેને આપણે સ્પર્શ કરી શકતા નથી પણ ઠંડક તો જરૂર અનુભવી શકાય છે. આથી પિતાના અસ્તિત્વની જરૂરીયાત હોય છે.
                    પિતા---
તમે નથી તો  મુસીબતોમા શુ કરુ ઍવો પ્રશ્ન થાય છે?
તમારી જીવનની ડાયરી ખોલુ તો ઍનો જવાબ મળી જાય છે
આજે જીવનમા  સંઘર્ષો ખેલુ, ત્યારે તમારી કઠીન પળોની યાદો આવે છે
અનેતમે બતાવેલા માર્ગોથી જ  મારા કોયડા ઑ ઉકલી જાય છે.
ભારત દેસાઈ

                                       ---------------------------------

Friday, June 1, 2012


ભારતનુ સરવૈયુ-જુન ૨૦૧૨
===================


 આશાજનક
  =======

૧)વસ્તી- ૧.૨ બિલિયન, જેમાંની બહુમતી યુવાનો
૨)ખરીદ શક્તિને  આધારે દુનિયાની ત્રીજો દેશ
૩)ખેતીની બાબતમા સ્વાલમ્બિ
૪)બૌધિકતામા પણ સ્વાલમ્બિ
૫)અણુ અને મિસાઇલ્સ શસ્ત્રોથી સજ્જ
૬)જીડીપી ૭૧/૨%
૭) આંતરાસ્ટ્રીય નાણાનુ ભંડોળ ૨૯૦ અબજ ડૉલર.
૮) ૧૩% લોકો ઍશ આરામથી જીવી રહ્યા છે.
૯) સોનાનો ભંડાર ૨૬.૨૧ અબજ ડૉલર
.----------------------------------------

નિરાશાજનક
=========
૧) મોંઘવારી ૭% થી ૧૦%
૨)૩૧% જનતા હજુ ગરીબીમા સબળે છે.
૩)૫૬% જનતા જીવન ટકાવવા સંઘર્ષ કરી રહી છે.
૪) મોબાઇલ ફોન ઘણા છે, પણ ઘણી જગાઍ  ટોયલેટ નથી.
૫) ઘણી મોટી મોટરકારો બને છે, પણ મોટા રસ્તાઓ નથી.
૬) સ્વતંત્રતામા સ્વચ્છંદતા છે પણ સૂરાજ્ય નથી,
--------------------------------------------------