Tuesday, November 13, 2012












દિવાળી અને નવુંવર્ષ
===========

દિવાળી  પ્રકાશ લાવી અંધકારનો નાશ કરે છે. અજ્ઞાનનો નાશ કરી જ્ઞાનનો  પ્રકાશ ફેલાવે છે. અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરે છે. આપણા જીવનમા પણ ઍ સુખ શાંતિ અને સમૃધ્ધિ લાવે ઍવી પ્રભુને પ્રાર્થના કરિયે. દિવાળીની શુભેચ્છાઓ અંને સાલ મૂબારક સહિત-
દિવાળી આવીને ---
દિવાળી આવીને લાવી દીવા
નવસમાજની રચના કરવા
ધનવાનો માટે લાવી સંદેશા
ગરીબો સાથે વહેચી ખાવા
મજાદૂરો માટે લાવી નવ આશા
વધુ પસીનો વડે સમરુધ્ધિ મેળવવા
નેતાઓ માટે લાવી નવ પ્રેરણા
ત્યાગ ભાવે કરો લોકસેવા
આવો આજે  નિર્ણય  કરિયે
ઍકતા અને પરિશ્રમ વડે દેશને ઉગારિયે
દિવાળી આવીને  લાવીદીવા
નવસમાજની  રચના કરવા
ભારત દેસાઇ
                                   *****************************

Monday, November 12, 2012


ઈંદિરા ગાંધી- મરણતિથી ૩૧મી ઑક્ટોબર
===========================
ઈંદિરા ભારતના પ્રથમ મહિલા પ્રધાન મંત્રી હતા. આથી ભારતની મહિલાઓમા પણ તેઓ ઘણા લોકપ્રિય છે. તૅઓ પાકા રાજકારણી હતા. ઘણી વાર તૅઓ કોની સાથે રાજકારણ રમી રહ્યા ચ્હે તેનુ ધ્યાન ન રાખતા આથી ઍમને ખાલિસ્તાન ચળવળમા શિખોને હાથે સહન કરવુ પડ્યુ અને તેમના શિખ અંગરક્ષક ની ગોળી ઍ મરવુ પડ્યુ. જય પ્રકાશ જેવા પ્રામાણિક અને ગાંધીવાદી નેતાને પડકારતા ચૂંટણી મા પરાજય ભોગવવો પડ્યો. ઈંદિરાજીના સલાહકારો નિપુણ હતા પણ ઍમની સાથીઓની પસંદગી નીચી કક્ષાની હતી જેથી તેઓ તેમને કાબૂમા રાખી શકે. તે ઉપરાંત તેમના કરતુકોનિ ફાઇલ રાખી શકે અને ઍમનુ ધ્યારુ કરાવી શકે. જાણીતા પત્રકાર અરૂણ પુરીઍ લખ્યુ છેકે ' ઈંદિરાજી મા નિર્ણય લેવાની શક્તિ છે પણ ઍમને ઍના પરિણામોનો ખ્યાલ હોતો નથી.' આવા ઍમણે ઘણા નિર્ણયો લીધા હતા.
                                         ઍમના રાજકીય નિર્ણયોમા બૅંકોનૂ રાષ્ટ્રીયકરણ, રાજાઓના સાલિયાનાની નાબુદી, દેશ પર કટોકટીની લાદણી. બૅંક ઓના રાષ્ટ્રીયકરણના વિપરીત પરિણામો દેશ ભોગવી ચૂક્યો છે. રાજાવીઓના સાલિ યાનાની રકમ ઍમણે આપેલા ભોગની સામે કઈ ન હતી જે સમય સાથે નાબૂદ થવાની હતી. ઍ ઍમનો સામન્ય માણસોના મત લેવા માટેનો તૂક્કો હતો. દેશ પર કટોકટી લાદવાનો નિર્ણય ઍમની સત્તા બચાવવા માટે હતો. ઍમ શાહ કમિશને પણ ઠેરવ્યૂ હતુ  બંગલા દેશની મુક્તિ અને પ્રથમ ઍટમ ધડાકો ઍમના પ્રસનસિય નિર્ણયો હતા.
                                          ઈંદિરાજી માટે ભ્રષ્ટાચાર  વિશ્વમય પ્રશ્ન હતો. આથી ભ્રષ્ટાચાર વધ્યો હતો. તેઓ રાજકારણમા નીતિમત્તાને મહત્વ આપતા ન હતા આથી  કટોકટી દરમિયાન' મેંટેનેન્સ ઓફ ઇંટર્નલ સેક્યૂરિટી'  કાયદા હેટળ રાજકીય નેતાઓની ધરપક્ડ ન કરવાની બાહેંન્ધારી આપી હોવા છતા જય પ્રકાશ નારયણ, મોરારજીભાઇ, અટલ બિહારી બજપાઇ અને અન્ય સેકડો નેતાઓની  ધરપકડ કરી હતી. ટૂંક મા  ડેમૉક્રેસી  સસ્પેંડ કરી નાખી હતી. ઍમના ઍ બધા કાર્યોં નો વૈશ્વિક વિરીધ થયો હતો. આખરે ઍમણે કટોકટીને હટાવવી પડી હતી અને ચૂંટણિમા પરાજય ભોગવવો પડ્યો હતો.
                                                   ==========================

Sunday, November 11, 2012


સરદાર પટેલ-જન્મ દિવસ ૩૧મી ઓક્ટોબર
===============================                          
 સરદાર લોખંડી પુરુષ હતા પરંતુ જરૂરીયાત પ્રમાણે મૃદુ રાજદ્વારી હતા.  ઍંમના મિત્રો, કાર્યકરો માટે તૅઓ ઘણા પ્રેમાળ અને લાગણીશીલ હતા. ગાંધીજી પ્રત્યે ઍમની લાગણી અને વફાદારી અપાર હતી. સ્વતંત્રતા બાદ વડા પ્રધાનની પસંદગી વખતે સરદારની કોંગ્રેસમા બહુમતી હતી પરંતુ બાપુના આદેશને માન આપી ઍમણે વડાપ્રધાન પદ નેહરુની તરફેણમા જતુ કર્યુ હતુ. ઍ ઍમના ત્યાગનો અદભૂત નમૂનો છે.
                               ઍમણે રાજાઓને લોખંડી હાથે ભારતના સંઘમા ભેળવી દીધા, પરંતુ તેઓ રાજાઓના બલિદાનની કદર કરતા હતા. ભાવનગરના સંસ્કારી રાજાની કદર કરી મદ્રાસના રાજ્યપાલ બનાવ્યા હતા. સચિનની બેગમ ને આર્થિક મદદ પોતાના પૈસે ઍક બહેન તરીકે કરી હતી. પ્રતાપસિંહ ગાયકવા ડ ની ગેરવર્તન માટે ઍને પદભ્રષ્ટ કરી નાખ્યા હતા. હૈદરાબાદનો કબજો લઈ નિજાંમને ઍમનો પરિચય આપ્યો હતો. નહેરૂ ઍમને કેબિનેટ મીટિંગમા ગુસ્સામા આવી કોમવાદી કહ્યા છતા દેશના હિતમા હૈદરાબાદના પ્રશ્નનો નિકાલ ઍક અઠવાડિયામા કરી નાખ્યો હતો પરંતુ ત્યારબાદ કદી કેબિનેટ મીટિંગમા હાજર રહ્યા ન હતા. આજ બતાવે છેકે દેશના હિત આગળ પોતાના માન સન્માનને આગળ લાવતાં નહી.  કાશ્મીરના પ્રશ્ન પર તેઓ સયુકત રાષ્ટ્રમા જવાની વિરૂધ્ધ હતા. તેમને તો પેશાવર સુધી જઈ કાશ્મીર પરના આપણા દાવાને પાકિસ્તાન પાસે તેજ વખતે કબૂલ કરાવી લેવો હતો. પરંતુ તેઓ નેહરુની જીદ્દ આગળ મજબૂર હતા. ચીનના બદ ઈરાદા વિષે ઍમણે નહેરુને ૧૯૬૨ પહેલા ચેતવણી આપી હતી. તેની
 કોઈ નોંધ લેવામા આવી ન હતી. સરદારને પગલે જો દેશ ચાલ્યો હોત તો આજે ઘણા પ્રશ્નોનો નીવડો આવી ગયો હતો. ગાંધીજી અને સરદારની મુલાકાત ગાંધીજીનુ મૃત્યુ થયુ ઍના  ૩૦મિનિટ પહેલા જ થઈ હતી જેમા સરદારે નહેરૂ સાથેના મતભેદોને લીધે સરકારમાથી  મુક્ત થવા દેવાની  ગાંધીજીને વિનંતી કરી હતી. દેશ હિત આગળ ઍમને સત્તાની પડી ન હતી.
                                 ઍમનુ જીવન તદ્દન સાદુ હતુ. તૅઓ રાજકારણમા પણ પ્રામાણિક જીવન જીવતા હતા. આથી ઍમાના મૃયૂ વખતે ઍમની પાસે ઍવી કોઈ મિલકત ન હતી. ઍમાના નામનો  ગેર ઉપયોગ કરવા બદલ તેમણે ઍમના ઍક્ના ઍક પુત્ર ડાહ્યાભાઈને પણ દૂર કર્યા હતા. ઍવા નેતા આજે ક્યા જોવા મળે છે?
                                          -----------------------------------------------