Saturday, June 10, 2017


ભારતના ખેડૂતોનો બળાપો
                                                  ભારતમા ખેતી અને ખેતીની જમીનો પ્રત્યે ભયંકર દુર્લક્ષ સેવવા મા આવી રહયુ છે. ખેતીની જમીનો ઑછી થતી જાય છે ઍના માટે શહેરો માટેનુ આકર્ષ ણ અને સરકારી બેદરકારી પણ જવાબદાર છે. ૧૯૮૮મા કુલ ૧૮૫૪લાખ હેક્ટર જમીન ખેતી લાયક હતી તે ઘટીને ૨૦૧૫મા ૧૮૧૩ લાખ હેક્ટર પર આંકડો પહોચી ગયો છે. તે ઉપરાંત સ્વતંત્રતા વખતે ૮૦% લોકો ખેતીમા પડેલા હતા તે ઘટીને ૨૦૧૭ મા ૫૨ % ના આંકડા પર આવી ગયો છે ઍ દેશ માટે સારી નિશાની નથી.
                                                      ખેડૂતોની સ્થિતિ બહુ  દયાજનક છે કારણકે ખેતીમાથી ઍમને પુરતુ વડતર મળતુ નથી. સરકાર પણ  ખેતીના પાકને યોગ્ય વડતર ચૂકવવા બેદરકારી પૂર્વક વર્તી રહી છે આથી  ખેડૂતોને ઍમનુ ઋણ ચૂકવવામા પણ ફાફા પડે છે. આવી વિસમ પરીસ્થિતિમા   ૧૯૯૫ થી ૨૦૧૫ સુધીમા ત્રણ લાખ ખેડૂતો આપઘાત કરી ચૂક્યા છે.

                                                        આના અનુસંધાનમા ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, અને મહારાષ્ટ્રમા ઉદભાવેલા ખેડૂત આંદોલનને જોવાની જરૂરીયાત છે. ચૂટણી વખતે મતો લેવા માટે ખેડૂતોને આપેલા બેફામ વચનો ઍ પણ આગમા પેટ્રોલ નાખવાનુ કામ કર્યુ છે. પાણીની અછત, વરસાદની કમીઍ પણ ખેડુતોના બેહાલ  કરી નાખ્યા છે અને તેઓ ઋણ માફી તરફ વળ્યા છે.  ઉત્તર પ્રદેશે ખેડુતોના ઋણ માફ કર્યા ઍટલે બીજા રાજ્યોમા પણ ખેડૂતોનો દાવાનળ ફાટી નીકળ્યો છે. ઍ ક્યા જઈને અટકસે ઍ કહેવુ મુશ્કેલ છે.
ઉત્તર પ્રદેશમા ૩૬૦૦૦ કરોડ જેટલુ ખેડૂતોનુ દેવુ માફ કરવામા આવ્યુ.ઍની અસર મહારાષ્ટ્રમા થઈ ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા કેટલાઍ લિટર દૂધ રસ્તા પર ધોળી નાખ્યુ. શાકભાજીઓને રસ્તા પર ફેકી વિરોધ નોધાવા માંડ્યા છે. વિરોધ પક્ષે ઍમા જોડાઈને ખેડૂતોનો પક્ષ લીધો છે. થોડા  ખેડુતોના  આપઘાતે આગમા ઘી ઢોળ્યુ છે. મહારાષ્ટ્ર સરકારે પણ ઋણ માફ કરવા તૈયારી કરી લીધી છે.ઍમા પણ હજારો કરોડના ખેડુતોના  દેવા માફ કરવા પડશે, મધ્ય પ્રદેશમા પણ ખેડુતોના ઋણ માફ કરવા માટે આંદોલન ચાલુ થઈ ગયુ છે. ગોળીબારમા ૫ થી વધુ ખેડુતોના મોત થયા છે.   ખેડૂતોઍ કેટલાઍ વાહનોને આગ લગાડી ઍનો નાશ કર્યો.  ખેડૂતોને શાંત કરવા અને ઍમની માંગણીઓને સંતોષવા વાતચીત ચાલુ છે. ઍમા કેટલા હજારો કરોડનુ આંધણ થશે ઍનો ખ્યાલ આવતો નથી,  આ ખેડૂત આંદોલનના  પડઘાઓ દક્ષીણ ભારતના રાજ્યોમા પણ પડવા માંડ્યા છે. રિજ઼ર્વબૅંકના  વડાઍ તો સરકારની  ખેડુતોના ઋણને માફ કરવાની નીતીની ટીકા કરી છે. ઍમના મતે ઍ નીતિ ભારતીય અર્થતંત્રને લાંબે ગાળે નુકસાન કરશે અને ઍને નબળુ પાડશે.

                                                                                           ખેડૂતોનીસ્થિતિ સુધારવા માટે બીજા ઘણા રસ્તાઓ છે. જેવાકે ખેતીમા આધુનિક પધ્ધતિ દાખલ કરવી. નહેરોના પાણી અને ઉચ્ચ ખાતર દ્વારા ખેતીનુ  ઉત્ત્પાદન વધારવુ, વરસાદી પાણી પરનો વધુ પડતો આધાર ન રાખવો.  સરકારે પણ ખેતીની પેદાશ માટે ઉંચ ભાવ રાખી ખરીદી કરવી જોઇઍ. આથી ખેડૂતો દલાલો અને ખાનગી ધિરાણદારોના પ્રભાવમાથી બહાર
આવી શકે.

                                               
                                                    *****************************

Friday, June 2, 2017


ઉનાળો અને પાણીનો ત્રાસ
                                                    અત્યારે ભર ઉનાળો ચાલી રહ્યો છે, અને ગામડાઓમા પાણીની શોધમા પનિહારીઑ ભટકી રહી છે. પક્ષીઓ વરસાદની રાહમા આકાશ તરફ તાંકીને બેસી રહેતા હોય છે.  જગતનો તાત ખેડૂતો માથે હાથ દઈને બેઠા છે.  ત્યારે ફક્ત મેઘને વરસવા માટે પ્રાર્થના કરવી રહી.

મેઘ-
મેઘ મન મૂકીને વરસી લે
ગરમીથી ત્રાસેલી ધરાને ઠંડક દઈ દે
તળાવો સૂકા છે ને નદીઓ છે વેરાન
તારા નિર્મળ જળથી ઍના ઉરને ભરી દે
મેઘ-
લીલી ધરતી તારી રાહે લાગી છે સુકાવા
ઍ ને તારા અમૃત જળથી નવજીવન દઈ દે
આગ જરતી ગરમીથી ધરા ગઈ છે ત્રાસી
ઍ પણ ધીરજ ગુમાવી લાગી ગઈ છે  ધુણવા
મેઘ-
માનવોના પાપોથી  તૂ રૂઠી ગયો છે આજે
ગરીબ બિચારી ધરાને  ત્રાસ દઈ રહ્યો શા કાજે?
મેધ-

                                                                           માનવ ભલે ઍની ફરજમા ચૂકતો હશે પરંતુ કુદરત મેધ વરસાવીને અચૂક ઍની ફરજ બજાવે જ છે.
                                                               ***********************************************