Saturday, February 22, 2014


સ્વર્ગ
                                                                                                                                                            સ્વર્ગ અને નર્કની કલ્પના મનુષ્યો દ્વારા ઉભી થયેલી છે. ઘણાઍવુ માને છેકે માણસના કર્મો પ્રમાણે સ્વર્ગ અને નર્ક મૃત્યુ બાદ મળે છે. ઍ બધી કલ્પનાઓ છે પરંતુ ઍક વાત તો ચોક્કસ છે કે સ્વર્ગ અને નર્ક આ પૃથ્વી પર  જોવા મળે છે.  ગરીબી, શારીરિક પીડા, દુખ, સંતાપ અને વલોપાત ઍ નર્કથી કમ નથી   ઍવસ્તુઓ જોવાની અને અનુભવવાની પણ દ્રષ્ટી હોવી જોઇઍ.

દુનિયામા ફક્ત પીડા અન વ્યથા જ છે ઍવુ નથી. આપણી પાસે દ્રષ્ટી હોય તો સ્વર્ગની પણ અનુભુતિ ઘણી જગ્યા ઍ થઈ જાય છે. ફક્ત આંખ અને દિલ ખુલ્લા રાખવા જોઇઍ. તમે ભારતમા હોવ કે પરદેશમા હોવ આવા સ્વર્ગો જોવા મળી જ જાય છે.

સ્વર્ગ
-----
ઉંચા પર્વતો પર , સફેદ ચાદરો છવાયેલી હતી
ઍમાથી પાણીની ધારાઓ, વહી રહી હતી
નીચે પાણી પાણી થઈ ગયુ
જેમાથી વિશાળ તળાવ રચાયુ હતુ
ઉંચા પર્વતો પર---
ઍ નજારો જોઈને, રુદય આનંદ વિભોર બન્યુ
મે પુછ્યુ હુ ક્યા આવી ગયો છુ?
પ્રભુ અહી ઍ આવ્યો છે કે!
સ્વર્ગ  જમીન પર લાવ્યો છે.
ઉંચા પર્વતો પર---
પંખીઓના કલરવોઍ મધુર સંગીત રેલાવ્યુ હતુ
સારા જગના  સંતાપો ભુલાવે  ઍવુ વાતાવરણ હતુ
મે ક્હ્યુ સ્વર્ગ જો કયા પણ હોય તો? તે અહિઍજ હતુ
ઉંચા પર્વતો પર---
ભારત દેસાઈ
                                               ***********************************

Friday, February 14, 2014


તૂટેલી લોકશાહી -સ્વરાજયની ઉણપ
                                                                                                                  ભારત સ્વતંત્ર થયુ તે પહેલા ગાંધીજીઍ સ્વરાજ્ય પર પોતાના વિચારો પ્રગટ કરેલા હતા. સ્વતંત્રતા આવ્યા બાદ પણ ઍમણે ચેતવ્યા હતા કે સ્વતંત્રતા કઈ સ્વરાજ્ય લાવવાની નથી ઍતો આપણે જ સ્થાપિત કરવાનુ છે. ઍમનુ માનવુ હતુ કે સ્વતંત્રતા સાથે દરેક નાગરિકમા શિશ્ત્ત, જવાબદારી અને સંયમની જરૂરત વધી જાય છે. અને ઍમાથિ જ સ્વરાજ્યના પાયાનુ ચણતર થશે. ઍમા નેતાઓ જેઓ પ્રજાને દોરે છે ઍમની જવાબદારીઓ વધી જાય છે. આજે તો નેતાઓ જ સત્તામા ઍટલા છાકટા બની ને ધમસાણ મચાવી રહ્યા છેકે સ્વતંત્રતા અને લોકશાહી મજાક બની ગઈ છે.
                                                લોકસભામા દરરોજ ધમાચકડીઓ થાય છે. ઍક બીજાના ખમિસોના કોલરો પકડાય છે. માઈકઓને ફેકી શસ્ત્ર તરીકે ઉપયોગ કરવામા આવે છે. ચપ્પુઑ બતાવવામા આવે છે. અને જરૂર પડે તો મરચાંની ભૂકી પણ ફેકવામા આવે છે. રાજ્યની ધારાસભાઓ અને લોકસભા કુસ્તીના મેદાનો  બની ગયા છે. અસભ્ય ભાષાના પ્રયોગો તો વારે ઘડીઍ કરવામા આવે છે.   લોકશાહીના મંદિરમાથી અસભ્ય સભ્યોને લઇ જવા માર્શલઑને બોલાવવા પડે છે.

                                                  આ લોકશાહીને માથે કલંક છે અને લોકશાહી માટે ખતરાની ઘંટી છે. બાપુઍ કલ્પેલુ આ સૂરાજ્ય નથી પણ આ બેજવાબદાર લોકશાહી છે. ઍના પરિણામો ઘણા વિપરીત હશે. જેમાથી આપખુદશાહીના પડછાયા દેખાઈ રહ્યા છે. ગરીબ અને લાચાર લોકો આ નાશમાય તાંડવ નૃત્યને દુખ સાથે નિહાળી રહ્યા છે.
                                                   નેતાઓ વખતમા નહી સમજે તો આ વિકૃત લોકશાહીને ક્યા સુધી લોકો જોયા કરશે?

આજે દેખાય---
આજે દેખાય ઍ સ્વતંત્રતા નથી પણ સ્વછન્દતા છે
આ લોકશાહી નથી પણ ઍની મજાક છે
લોકશાહીમા બેજવાબદારીને સ્થાન નથી.
આતો પ્રજા રાજને નામે  બેવફાઈ છે
ક્યા સુધી જનતા બિચારી આ ભયાનક નાટક જોતી રહેશે
ક્યા સુધી પ્રજા પ્રજાતંત્રના ડૂસકાઓ સાંભળતી રહેશે
આમને આમ ઍની ધીરજ જો ખૂટી જશે
 તો આ નાટકની બહુ ખરાબ દશા થશે
ગુનેગારો તો  ઍ આગમા ભરખાઈ જશે
પણ લોકશાહીનુ ક્મોતે મરણ થશે
પ્રભુને ઍક જ પ્રાર્થના કરીઍ કે
ઉંડા અંધારેથી પરમ તેજે તૂ લઈ જા
ભારત દેશાઇ
                                                     *******************************************

Saturday, February 8, 2014


દુનિયામા બદલાવ કેવી રીતે લાવી શકાય?
                                                                                                           આપણે બીજાને બદલવા માંગીઍ પણ પોતે બદલાવા માંગતા નથી. આખી દુનિયાની આપણે ટીકા કરતા રહીઍ છે પણ પોતાની ભીતરમા રહેલી ઉણપો જોતા નથી. ઍથી દુનિયામા બદલાવ લાવવાનુ  મુશ્કેલ થતુ જાય છે. ઍ બાબતમા મહાત્મા ગાંધી ઍક્દમ સ્પષ્ટ હતા. ઍટલા માટે તૅઓ મહાત્મા તરીકે ઓળખાય છે.

તેઓનુ માનવુ હતુ કે દુનિયામા બદલાવ લાવવા માટે
૧) આપણે પોતે બદલાવ વાની જરૂર છે.
૨) પોતાની જાતને કાબૂમા રાખવાની જરૂર છે.
૩)ક્ષમા અને ભુલવાની વૃતિ કેળવવી જરૂરી છે.
૪)  વિકાસ માટે સતત સુકર્મ કરતા રહેવુ જોઇઍ.
૫) ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા છોડી વર્તમાનમા રહેવુ જોઇઍ.
૬) મનુષ્ય માત્ર ભુલ કરવા ને પાત્ર છે આથી લોકોની આશક્તિ તરફ વધારે ધ્યાન ન આપવુ.
૭)નિષ્ફળતાથી નિરાશ થવાને બદલે સદકામમા સતત પ્રયત્નશીલ રહેવુ જોઇઍ.
૮)લોકોના સદગુંણ જુઓ ઍમના અવગુણ ન જુઓ.
૯) તમારા વચન, વિચારો અને કાર્યોમા સમન્વય  રાખો.
૧૦)જીવનમા આંતરિક સુધારો સતત ચાલુ રહેવુ જોઇઍ.

                                                                   ઉપરના ગાંધીજીના વિચારોથી જણાશે કે ગાંધીજી આજે પણ વિચારિક દ્રષ્ટિે ઍ જીવીત છે. ઍમના વિચારોને અમલમા મુકવાથી દુનિયાના ઘણા ખરા પ્રશ્નો હલ થઈ શકે છે. કમનસીબી ઍ છે કે ગાંધીજી ભારત કરતા પરદેશમા વધુ જીવીત છૅ.
                                                   ***************************************

Tuesday, February 4, 2014

આધિપત્ય

                                                                                                                                                   ૨૦૧૪ મા લોકસભાની ચૂટણી  આવી રહી છે, ઍથી સત્તા માટેની લડાઈ વિવિધ પક્ષો વચ્ચે શરૂ થઈ ગઈ છે. ઍમા ધન અને સત્તાના આધિપત્ય નો સવાલ છે. ગાંધીજીને મન ધનવાનો લોકોના ટ્રસ્ટીઓ સમાન હતા આથી ઍમનુ મોટા ભાગનુ ધન લૉકહિતમા વાપરાવવુ જોઇઍ ઍમ માનતા, જ્યારે સત્તા લોકસેવા માટે વાપરવી જોઇઍ ઍવો ઍમનો મત હતો. આજેતો ઍનાથી ઉંધુ જ ચાલી રહ્યુ છે. ધન લોકોના શોષણમા વપરાય છે અંને સત્તા ઘણુકરીને પૈસા ભેગા કરવા અને લોકોને દબાવી શોષણ કરવા માટે ઉપયોગ કરવામા આવે છે. ધારાસભ્યો અને લોકસભાના સભ્યોંની વફાદારીને ખરીદવામા પેસાનો ધોધ વહેવડાવવામા આવે છે. આખરે તો બધામા આધિપત્યનો સવાલ હોય છે. ઍક પર બીજાનુ મહત્વ ઍ  આ ચાલી આવતો સંગ્રર્ષ છે.
 આધિપત્ય
========
ઍકપર બીજાનો પ્રભાવ ઍ સત્તાની લીલા છે
નબળા પર બળવાનનો જુલમ ઍ પણ ઍક લીલા છે
બુધ્ધિવાનો બુધ્ધિ થકી પોતાના વિચારો ઠોકી દે છે
સત્ય અસત્યનુ ભાન ભૂલી  ઘણા સ્વીકારી લે છે
ધનવાનોની ધન લીલામા કેટલાઓ સપડાઈ જાય છે
સારા નરસાનુ ભાન ભૂલી લક્ષ્મીને શરણે જાય છે
ધર્મગુરૂઓની અબાધિત સત્તા ધર્મને નામે ઉપજ હોયછે
નિજ સ્વાર્થ કાજે ધર્મને  મચડી, અસત્યને સત્ય બતાવાય છે
બધા પાપાચારોમા મુળમા  કોઇ અબાધિત સત્તા હોય છે
આવી વિવેક હિન સત્તા નાશને પંથે લઇ જાય છે
આથી મર્યાદા વિહીન ધન અને સત્તા આધિપત્ય લાવે છે
પણ ઍનો દુરાચાર કરનારનો નાશ જરૂર  લાવે છે
ભારત દેશાઇ
                               આથી સત્તા અને ધનનો સદઉપયોગ થાય ઍ જરૂરી છે નહી તો વર્તમાનના બધા દૂષણોનો કોઈ અંત નથી.
                                  ********************************************************