Sunday, April 16, 2023



આર્યુવેદ અને વૃદ્ધાવસ્થા 

                                              આર્યુવેદમાં  વૃદ્ધોના રોગો વિષે પણ સારું એવું સંધોધન થયું છે. ૫૫વર્ષના વય પછી જયારે માનવીના ગાત્રો ઢીલા થવા માંડે છે ત્યારે તે કેટલાક અસાધ્ય રોગોમાં સપડાય છે. જેના માટે આધુનિક એલોપોથી કોઈ ઉકેલ નથી . પાર્કિન્સન , કે પછી શરીરના વિવિધ અંગોમાં કંપન , અને દર્દ  જેવા રોગોથી ઘણા વૃદ્ધો પીડાય છે. 

                                            આર્યુવેદ માને છે કે દરેક રોગો પેટ અને આંતરડાઓમાંથી ઉત્તપન થાય છે. તેને આધુનિક યુગમાં  વિજ્ઞાનીકોના શોધોએ પણ સાબિત કર્યું છે. ભારતીય આર્યુવેદમાં ઋષિ મુનિઓ પણ સંધોધન કરતા અને કહ્યું છે કે 'શરીર માં ત્રણ જાતના મુખ્ય દોષો ઉદ્ભવ છે . તે કફ , પિત્ત અને વાત નામે ઓળખવામાં આવ્યા છે. એની અસર  સવાર , બપોર , રાત્રિએ વધુ ત્રીવ હોય છે. એટલેકે કફ સવારના, પિત્ત બપોરના અને વાત રાત્રીએ વધારે ત્રીવ બને છે. અને ઘણું કરીને વૃદ્ધો એ પ્રમાણે પીડાતા હોય છે. એજ પ્રમાણે એ દોષો ઠંડીમાં , ગરમીમાં અને વરસાદી  મૌસમમાં  વધારે ફેલાય છે. એટલેકે  ઠંડીમાં કફ ગરમીમાં પિત્ત અને વરસાદીમાં વાત વધારે ત્રીવ થાય છે. 



                                         અંગોમાં કંપન . દર્દ , અને  પાર્કિન્સન જેવા રોગોથી વૃદ્ધો વધુ પીડાય છે. તેમાં વાત દોષના રોગ  જેવાકે અંગોમાં દર્દ ,કંપન વગેરે રાતને વખતે વૃદ્ધો માટે વધુ પીડા દાયક હોય છે. અને ઘણીવાર અસહ્ય હોય છે. વાત દોષ શું છે એ સમજવું જરૂરી છે. જયારે પેટમાં પાચનમાં નબળાઈ હોય છે ત્યારે તે તેની અસર મગજ સુધી પહોંચી જાય છે. અને વિકૃતિ ત્યાંથી શરુ થાય છે. અને એ શરીરના નબળા અંગો પર પ્રભુત્વ જમાવી વૃદ્ધોની જિંદગીમાં  દર્દ અને કંપન જેવી બીમારીઓથી ભરી દે છે અને જીવન દુઃખમય  બનાવી દે છે.  જેને માટે આર્યુવેદમાં ઉપાયો બતાવેલા છે જયારે  એલોપથીમાં એના સંપૂર્ણ ઉકેલ બતાવવામાં આવ્યો નથી.  પૈન કિલર જેવી દવાઓ આ રોગોમાં થોડા સમય માટે રાહત આપે  છે પરંતુ એ એનો અંતિમ ઉકેલ નથી. એથી વૃદ્ધો એમાં સબળે છે. 

                                            વાત દોષની વિકૃત્તિનું કારણ ઘણી વાર માનવીનો માનસિક મમત , માનસિક ચિંતા અને માનસિક દબાણ  હોય છે. કારણકે ઘણી વાર વૃદ્ધોના મગજ બરાબર ચાલતા હોય છે પરંતુ અંગો નબળા પડી ગયા હોય છે. એથી એમને માનસિક વ્યથા વધુ હોય છે. 

                                                એવી બધી વ્યથાઓ પર કાબુ રાખવામાં આવે તો કદાચ વાત દોષનું દર્દ ઓછું થઇ શકે છે નહીતો પછી એના નિવારણ માટે દવાઓને શરણે થવું પડે છે.

                                       ******************************* 

Thursday, April 13, 2023



આધ્યામિકતાનું  જીવનમાં મૂલ્ય 

                                                 અધ્યામિકતાને અભાવે આજે  જગત પીડાય રહ્યું છે.  બધા દુઃખો , રોગો, અને માનસિક પીડાઓનું મૂળમાં અધ્યામિકતાની ઉણપ છે. આજે માણસના જીવન પર ભૌતિકતાએ કબજો જમાવી દીધો છે .અને માનવીને આંતરિક આનંદમાંથી દૂર કરી દીધો છે.

                                                   ઘણા અધ્યામિકતાને ધર્મ સાથે જોડે છે પરંતુ ધર્મને એની પોતાની મર્યાદા હોય છે. જયારે અધ્યામિકતાને કોઈ મર્યાદા નથી . માનવી ગમેતે ધર્મ પાડતો  હોય પણ આધ્યામિક બની શકે છે.



                                                 અધ્યામિકતાને સમજવા માટે જીવન સંગ્રામના વિવિધ સમસ્યાનું વિવરણ   કરવું  જરૂરી છે. દાખલા તરીકે જીવનમાં ઘણી વસ્તુઓ એવી છેકે જેને તમે તમારી મરજી મુજબ બદલી શકો છો  પણ જેને બદલવું અશક્ય છે તેને અપનાવી લેવાની તૈયારી હોવી જોઈએ. જો અશક્યને અપનાવવાની તૈયારી નહિ હોય તો  પછી સંગર્ષ અને લડત માટે તૈયાર  રહેવું પડે જે અંતેતો જીવનમાં સંતાપ અને દુઃખ જ લાવે  છે.  એટલા માટે કહેવાય છે કે જો માણસ અશક્યને અપનાવી લેતો આધ્યામિકતા બધા દૂષણોથી માનવીને મુક્ત રાખે છે.

                                             અશક્ય સંજોગોમાંથી નીકળીને જે બહાર આવે છે એજ માનવી સુખ અને શાંતિ અનુભવી શકે છે. પરંતુ જીવનમાં એવા પણ સંજોગો હોય છે એમાંથી બહાર નીકળવું  મુશ્કેલ હોય છે . એવા સંજોગોમાં જ આધ્યામિકતા જીવનમાં બહુજ મદદ રૂપ બને છે. ઘણીવાર ધર્મની મદદ લેવાય છે. પરંતુ ધર્મને શ્રદ્ધાની  મર્યાદા હોય છે જયારે આધ્યામિકતા ને કોઈ પણ અપનાવી શકે છે.



                                                ઘણા લોકો હોશિયાર અને સંપૂર્ણ રીતે શ્રમ કરતા હોય છે તો પણ એમને સફળતા મળતી નથી ત્યારે તે નિરાશ અને દુઃખી થઇ જાય છે અને માનસિક રોગોથી પીડાવા માંડે છે.  એવા લોકોને ફક્ત અધ્યામિકતાજ   બચાવી શકે છે. એટલા માટે જ આધ્યામિક રીતે  કહેવામાં આવ્યું છે કે ' ઈશ્વર ને ગમે એમાં આંનદ માણો અને તમને ગમે એમાંથી ઉપ્પર આવો એજ સુખી અને તંદુરસ્ત જીવનની ચાવી છે.

                                                ********************************    

Sunday, April 2, 2023

 


ખેદનો અનુભવ 

                                      માનવી જીવનના અંતે ઘણી બાબતો વિષે ખેદ થતો હોય છે.  એમાં ઘણી બાબતોનો વિચાર કરીને જીવનમાં અટકાવી શકાય છે અને જીવનના અંત વખતનો સંતાપ ઓછો કરી શકાય છે. 

                               લોકો શું કહેશે વિચારીને ઘણા  લોકો જીવન જીવતા હોય છે. પરંતુ સુખી જીવન માટે આપણને શું ગમે છે. શામાં રસ  ધરાવીએ છે એ અગત્યનું છે. લોકોના અભિપ્રાયો  આપણા જીવનમાં  સુખ ભરી દેશે  એ માનવું ગલત છે. ઘણી વાર કેટલાક લોકો બીજાના સુખમાં ઈર્ષા કરતા હોય છે. અને બીજાના દુઃખમાં પડ્યા પર  પાટુ મારતા હોય છે. એટલે લોકોની પરવાહ કરતા પોતાની રીતે જીવવું જોઈએ.

                              ઘણીવાર કામના બોજામાં લોકો પોતાના માણસો કે અંગત લોકોથી દૂર રહેતા હોય છે. એવા લોકો પોતાના સ્નેહીઓના  પ્રેમ અને લાગણીઓથી વંચિત રહેતા હોય છે અને પછી પાછલી જિંદગીમાં  પસ્તાતા હોય છે. આથી દરેક વસ્તુ માટે ટાઈમ હોય છે . જેમકે  જીવનમાં પ્રેમ , લાગણીઓ અને  હૂંફ  મેળવવા  માટે પણ વખત આપવો જોઈએકે જેથી એની ઉણપ પાછલી જિંદગીમાં ન અનુભવવી પડે.



                               બીજું જે  આપણા વિચારો અને મંતવ્ય હોય તે ખુલ્લા દિલે મિત્રો , સગા સબંધીઓને જણાવવા જોઈએ. એને  માટે નિર્ભય થઇ જવું જરૂરી છે. જીવનના પાછળના ભાગમાં નિર્ભયતાથી ન બોલવા માટે પસ્તાવો ન થવો જોઈએ.

                               જીવનમાં મિત્રો હંમેશા સાથે હોતા નથી. કામકાજને લીધે તેઓ દૂર પણ થાય છે. પણ એવા સંજોગોમાં પણ એમનો સંપર્ક જાળવી રાખવો જોઈએ. મીત્રોજ જીવનમાં કોઈ પણ વ્યક્તિ માટે પાયારૂપ હોય છે . અને મિત્રો જ સારા અને ખરાબ દિવસોમાં ટેકારૂપ બની રહે છે. છેલ્લા દિવસોમાં મિત્રો જ દીવાદાંડી રૂપ બની રહે છે.



                              છેલ્લે જીવનમાં જે મલ્લ્યુ હોય એમાં સંતોષ અને આનંદ માણવાનો અભિગમ અપનાવવામાં જ ખરું સુખ સમાયું હોય છે. બીજાના સુખ અને આનંદમાં સુખ માનવું એ પણ એક સકારત્મક વલણ છે. બીજાને સુખ ને આપણું સુખ માનવાથી જીવન આનંદમય બની રહે છે.

                             ટૂંકમાં બીજાના સુખમાં જ   આપણું સુખ સમાયેલું છે.

                                         *****************