Wednesday, February 16, 2022

 


નોબેલ પુરસ્કાર 

                                                         નોબેલ પુરસ્કારનું નામ તો જગત ભરમાં વિખ્યાત છે. નોબેલ પુરસ્કાર મેળવવો એ કોઈ  પણ વ્યક્તિને માટે ગર્વની વાત છે.  પરંતુ નોબેલ પુરસ્કારના પ્રણેતાની કહાની પણ એટલી જ રસપ્રદ છે.

                                    નોબેલ પુરસ્કાર માટે પોતાની સંપત્તિ નું દાન કરીને આલ્ફ્રેડ નોબેલએ એક ઉમદા દાખલો વિશ્વમાં બેસાડ્યો છે.  આલ્ફ્રેડ નોબલે પાસે આટલી મોટી સંપત્તિ કેવી રીતે આવી તે પણ  જાણવા જેવી બાબત છે. આલ્ફ્રેડ નોબેલનો જન્મ સ્વીડનના  સ્ટોકહોલ્મ શહેરમાં ૨૧ ઓક્ટોબર ૧૮૩૩ માં થયો હતો. તેઓ બહુજ સંપત્તિવાન ઉદ્યોગીક કુટુંબમાંથી આવતા હતા. તેઓ  રસાયનના વિજ્ઞાનિક હતા એના પ પ્રયોગો કરતા રહેતા હતા, એમાંથી એમની ફેક્ટરીમાં મોટી આગ લાગવાથી એમના ઘણા કામદારો મૃત્યુ પામયા હતા પરંતુ વધારે દુઃખની વાતા તો એમાં એના નાનાભાઈ એમીલનું દુઃખદ  મૃત્યુ થયું હતું . પરંતુ ૧૮૬૭માં એમણે કરેલી ડાઇનામાઈટની શોધે એમને દુનિયાભરમાં પ્રસિદ્ધિ અપાવી અને એમાંથી અઢળક ઘન પણ મળ્યું.

                                   આલ્ફેડ નોબેલનું મૃત્યુ ૧૮૯૬ માં ઇટાલીમાં સાન રેમો ખાતે થયું અને એમણે કરેલા વીલ પ્રમાણે એમની સંપત્તિનો મોટો ભાગ એમણે દાન કરીદીધો હતો .એમના સગાઓ આનાથી ખુશ ન હતા પણ આલ્ફ્રેડ એ એના વીલમાં એની સાથેજ કામ કરતા એક ઈજનેર રેગનેર સોહેલમેનને એના વીલનોl  એક્ઝીક્યુટેર નીમ્યો હતો જેણે નોબેલ ફોઉન્ડેશનની  રચના કરી હતી અને પહેલું શાંતિ ઇનામ જિન હેન્રી ડૂનત અને ફેડ્રિક પાસીને આપવામાં આવ્યા હતા. ત્યારબાદ  ફિઝિક્સ , રસાયણ , મેડિકલ ,સાહિત્ય જેવા વિષયો પર પણ ઇનામ આપવાનું શરુ કરવામાં આવ્યું હતું.



                                      આલ્ફેડ નોબેલએ જયારે ડાયનામાઈટ ની શોધ કરી ત્યારે એ માનતા હતા કે એમની શોધ વિશ્વ યુદ્ધોનો અંત લાવશે કારણકે એનો ઉપયોગ એટલો વિનાશક હશે કે કોઈ પણ દેશ એનો ઉપયોગ કરતા ખચકાશે. પરંતુ એની આગાહી સાચી ઠરી નથી. તે છતાં યુરોપના ઉદ્યોગીક ક્રાંતિ  પછી  ખનીજ ઉદ્યોગ ખીલ્યો તેથી ડાયનામાઈટ એમાં ખુબજ ઉપયોગી નીવડ્યું છે. 

                                      આમતો આલ્ફ્રેડ નોબેલ બહુ સાદું જીવન જીવતા હતા. તેઓ એમના કામમાં બહુજ રોકાયેલા રહેતા  અને  એકલ  જીવન જીવતા. તેઓ રૂઢિવાદી હતા . તેમના કામદારોની સાથે પિતા તુલ્ય વર્તન કરતા . વિજ્ઞાનની બાબતમાં હંમેશા મદદ રૂપ રહેતા. એમણે એમના ધંધાને બોફેર જેવી ફાઉન્ડ્રી ખરીદીને વધારી હતી. આજે પણ  બોફેરની તોપોને ભારતીય સૈનિકો વાપરે છે. 



                                        આમ છતાં નોબેલ પ્રાઈઝ આજે પણ વિવાસ્પદ રહ્યું છે.  મહાત્મા ગાંધીનું નામ ઘણીવાર નોમિનેટે થવા છતાં એમને  એ પ્રાઈઝ આપવામાં આવ્યું નથી. પરંતુ  ૧૯૩૯ માં  એડોલ્ફ હિટલરને  નોમિનેટે કરવામાં આવ્યા હતા. તે છતાં નેલ્સન મંડેલા,  માર્ટિન લ્યૂથર કિંગ અને મધર ટેરેસાને આપવામાં આવેલા ઇનામોને વિશ્વે બહુમતીથી સ્વીકાર્યા છે. એવી જ રીતે કવિ રવીન્દ્રનાથને સાહિત્યમાં અને સી વી રામનને વિજ્ઞાનમાં મળેલા ઇનામોને ભારતીયો લોકોએ અને વિશ્વ એ ગર્વથી વધાવ્યા છે. 

                                         એક વાત તો સત્ય છેકે વિશ્વના શ્રેષ્ટ  લોકોને માન આપવામાં નોબેલ પ્રાઈઝ અગત્યનો ભાગ ભજવ્યો  છે. 

                                *****************************************

 

  

Friday, February 11, 2022

 


પહેલું  સુખ તે જાતે નર્યા.

                                                    સારી તંદુરસ્તી એ જીવનમાં મોટામાં મોટું સુખ છે કારણકે  તંદુરસ્તી વગરની સંપત્તિ કે પછી સત્તા નો કોઈ અર્થ નથી. સારી તંદુરસ્તી માટે માણસે પોતે જ કાળજી રાખવી જોઈએ. 

                                         ખાવાના ખોરાક પણ ધ્યાન રાખવું જોઈકે કારણકે ગમેતેમ  ખાવાથી તબિયત બગડે છે. કેળા, આદુ , સાદું દહીં, પપૈયા, સફરજન , ઓટ મીલ, ઠંડી ચા જેવી ચીજો  લેવાથી ઘણીવાર ખરાબ પેટને રાહત આપે છે.



                                        દારૂ ને  સૂંઘવાથી કે શરીર પર લગાડવાથી  'નોસીયા' જેવી  બીમારી દૂર થાય છે. પરંતુ ખાલી પેટે કેટલીક  વસ્તુઓ  લેવાથી  બીમારી ઉભી થાય છે . ભુખા પેટે ચા, કોફી પીવાથી એસીડીટી થાય છે . ખાલી પેટે સલાડ ખાવાથી એસીડીટી ,એન્ડ ઘણીવાર હાર્ટ બર્નિંગ થઇ શકે છે. જમરૂખ પણ ખાલી પેટે ખાવાથી  પેટનો દુખાવો થઇ શકે છે. ટમેટો પણ ખાલી પેટે એસીડીટી ઉભી કરે છે.

                                        પ્રોટીન શરીર ના ઘડતર માં અગત્યનો ભાગ ભજવે છે. ૭૦% ભારતીયો પ્રોટીનની અછતથી પીડાય છે એમાં  સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે. એનાથી શરીરમાં નબળાઈ , થાક વધારે લાગે છે. શરીરની રોગો સામે લડવાની શક્તિ ઓછી થઇ જાય છે. સિંઘનું માખણ, લીલા ચણા , દાળ , ઈંડા , દહીં અને સૂકો મેવા , પ્રોટીનની અછતને પુરી કરી શકે છે. પરંતુ વધારે પડતું પ્રોટીન શરીરનું વજન વધારી શકે છે.  મૂત્રાશય  , હાર્ટ કે કેન્સર જેવી ગંભીર બીમારીઓ  પણ ઉભી કરી શકે છે.

                                            આ બતાવે છેકે આહાર પાર  માણસની તંદુરસ્તીનો આધાર રહે છે માટે સામાન્ય  કાળજી લેવાની જરૂર છે. માણસ વધારે ને અયોગ્ય ખોરાક ખાવાથી જ સહન કરે છે. એ પણ સત્ય છે કે કરોડો લોકોને બે વાર પૂરતું  ખાવાનું  પણ મળતું નથી પણ તે જીવી શકે છે. ટૂંકમાં ભૂખ્યા લોકો કરતા  અયોગ્ય ખોરાક   ખાવાથી માણસો  વધારે મરે છે.

                                  ************************************* 

Wednesday, February 2, 2022



એલન મસ્ક- બ્રહ્માંડનો માનવી 

                                               જે વ્યક્તિને  આખા બ્રહ્માંડ મંડળમાં  રસ  હોય એને બ્રહ્માંડ માનવીનું જ  પદ આપી શકાય. જેને સોલાર સિસ્ટમથી માંડીનેતે અવકાશ અને ગ્રહો પર  વિહરવું છે એવા એલન મસ્ક માનવી છે. દુનિયામાં જે અસંભવ વસ્તુઓ છે એમાં એલન મસ્ક ઝુકાવીદે છે.

                                             મસ્કએ   ઇલેકટ્રીક કારથી માંડીનેતે રોકેટ સુધીના ઉદ્યોગોમાં ઝંપલાવેલું છે. એમને ઇલેક્ટ્રિક મોટર કાર  ડ્રાઈવર વગરની બનાવી દુનિયાને કાર્બન મુક્ત બનાવવી છે. ' નાસા '  બાદ માનવીઓને અવકાશમાં સહેલ કરાવવાનું બીડું એમણેઝડપેલું છે. એમાં એમની ' સ્પેસ એક્સ ' કંપની આજકાલ કામ કરી રહી છે.     

                                                એમની બીજી એક કંપની' સ્ટાર લિંકે ' અવળકાશમાં  ૧૮૦૦  સેટેલાઇટ મોકલાવીને  ઇન્ટરનેટની રચના કરી રહી છે. સ્પેસમાં ઈન્ટરનેટ ઉભું થવાથી દુનિયાને અદભુત ભેટ મળવાની છે.

                                              એમની એક કંપની  'નેયુરલિન્ક ' એવી શોધ કરી રહી છેકે  મગજના  નેયુરોનને ઇમ્પ્લાન્ટ કરી શકશૅ. એ સ્વાસ્થ્ય માટે મોટામાં મોટી ભેટ હશે.



                                                બોરિંગ કંપની એક એવી ટનલ બનાવી રહી છે જે ટ્રાફિક ની મોટી સમસ્યાને હલ કરવા પ્રયત્ન કરી રહી છે. 

                                                એલન મસ્ક  મોટા ' સ્ટાર શિપ' રોકેટ દ્વારા માર્સ પર પહોંચવા માંગે છે. એમની એ મોટી છલાંગ છે. તેઓ આગળ જતા લોકોને પણ ત્યાં લઇ જવા માંગે છે.

                                                  થોમસ એડિસનની જેમ તેઓ તેમની કોઈ પણ  તેમની કલ્પનાને સ્વરૂપ આપવા માંગે છે. તેઓ દરેક સમસ્યાના ઊંડાણમાં જઈને  ફિઝિક્સના સિદ્ધાંતો  લાગુ કરે છે. તેઓ તેમના સાથીઓમાં પણ અસંભવ વસ્તુઓને સંભવ બનાવવામાં પ્રેરણારૂપ બની રહે છે.

                                                  એમણે કુદરતની અજાયબીમાં ક્તુહલતા છે. એમણે દુનિયાના જીવનને આનંદમય બનાવી અવકાશની મુસાફરીને સામાન્યબનાવવી છે. એમણે આર્ટિફિશ્યલ ટેકનોલોજીનો ઉપયોગ લોકોના સારા માટે કરવો છે, એલન મસ્કનો  કુદરતની અજબ કરામતને  એમના સંધોધનો અને રચનાઓ દ્વારા  ઉકેલવા ઉમદા પ્રયાસો છે. એથી જ એમની માતા એને નાનપણથી બુદ્ધિશાળી કહેતી આવી છે.

                                                          **************************************************