Friday, February 17, 2017


રામ અને હિન્દુ સંસ્કૃતી
                                                                                  રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદના વિવાદમાથી ભારતના કેટલાક લોકો ઉપ્પર આવતા  નથી. ઍવી પણ ચર્ચા ચાલે છેકે રામ પહેલાકે બાબરી મસ્જીદ પહેલી? આ બધી  ચર્ચાઓ વ્યર્થ છે કારણકે  વીષ્ણુ પુરાણમા  કોશલ  રાજવંશનો ઉલ્લેખ છે જેની રાજધાની સકેટા જે આજનુ અયોધ્યા હતી.  આથી બાબરી મસ્જિદ ત્યારે  ન હતી પરંતુ રામના  વડદાદાઑ ત્યારે અયોધ્યા પર રાજ કરતા હતા.
                                      રામના પૂર્વજોને જો તપાસિયે તો ઍમણે  ભારતની સનાતન સંસ્કૃતીનો પાયો નાખ્યો હતો. રામનો વંશ સૂર્યવંશી કહેવાય છે જેને ભારતના ઘણા ક્ષત્રીયો પોતાને વંશજો માને છે. પરંતુ રામની વંશાવલી જોતા ઍટલો ખ્યાલ જરૂર આવે છેકે રામ મનુના વંશજ હતા જેમણે હિન્દુ સંસ્કૃતીને કાયદાઓ આપી ઍનુ ઘડતર કર્યુ હતુ. તે જમાનામા ભારતમા જ્ઞાતિ પ્રથા ન હતી પરંતુ સમાજમા લોકો પોતાની આવડત અને શક્તિ પ્રમાણે કામ  કરતા. મનુઍ ફક્ત ઍ  જુદા જુદા કામ કરતા વર્ગોને નામ આપવાનુ કામ કર્યુ હતુ. પરંતુ ઍ વર્ગોના નામોને તેમના જન્મ સાથે કોઈ લેવાદેવા હતી નહી. આતો હીત ધરાવતા લોકોઍ ત્યાર બાદ જ્ઞાતિ પ્રથામા ફેરવી નાખી હતી, ઍના માટે મનુને આજે જ્ઞાતિ પ્રથાથી પીડિત લોકો જવાબદાર માની ઍ પ્રથાને ટેકો આપનારાઓને મનુવાદી તરીકે ઓળખે છે. ઍમા મનૂનો શો વાંક?
                                   આમ મનુ સૂર્ય વંશના સ્થાપક સૂર્યના પુત્ર હતા. ત્યારબાદ  ઈક્ષ્વાકુ મનુના પુત્ર હતા. ઈક્ષ્વાકુના પુત્ર બીકુકષી નિમી રામના પૂર્વજ હતા. આથી રામના પૂર્વજોનો ઇતીહાસ જોતા ઍક વાત ચોક્કસ સામે આવેછેકે હિન્દુ ધર્મના મુળમા રામના પૂર્વજોનો મોટો ફાળો હતો.  રામના પૂર્વજોમા રાજા ભગીરથનુ  નામ  અમર છે જેમણે ગંગાને ભારતમા  વહેવડાવી અને ઍને કિનારે ભારતની હિન્દુ સંસ્કૃતિનો ઉદય થયો. રામે ભારતને ઍક પહેલુ સુત્ર આપેલુકે ' કોઈને આપેલુ વચન જીવને ભોગે પણ પાળવુ. ' સંત તુલસીદાસના  શબ્દોમા 'રઘુ કૂલ નીતિ સદા ચલ આઈ, પ્રાણ  જાય પણ વચન ન જાય.'  રામે ભારતને પ્રજા અને  રાજા વચ્ચેની નીતિ પણ શીખવી છે. કદાચ આપણે ભૂલી ગયા હોય ઍમા આપણો વાક છે.
                                     રામનુ નામ  ભારતના જીવનમા ઍટલૂ સામાન્ય થઈ ગયુ છે કે મૃત્યુ યાત્રાનુ પણ ઍક ભાગ બની ગયુ છે, આથી રામનુ મહત્વ હિન્દુ સંસ્કૃતિમા કેટલુ છે ઍનો ખ્યાલ આવે છે.
                                                *****************************************

Monday, February 13, 2017

 દોસ્તી  તો આવી હોય
                                                                                   આ દુનિયામા સારા દોસ્ત મળવા  મુશ્કેલ છે આથી જે હોય ઍને ટકાવવા જરૂરી છે. ઍક વાર  દોસ્તીમા તરાડ પડે તો ઍને સાંધવી પણ મુશ્કેલ બને છે.  દોસ્તી ઍ નાજુક રિશ્તો હોય છે. ઍક વાર થયા બાદ ઍને નિભાવવો જરૂરી છે. ઍમા માન, આપમાનને સ્થાન નથી કારણકે ઍ ઍક મેકના ગુણ અને અવગુણને સહન કરવાથી જ ટકી  રહે છે. દોસ્તી ઍવી ચીજ છે કે ઍક બીજાની જીવનના નાજુક રહસ્ય પણ સમાવી શકાય છે.  આથી જીવનમા કપરા કાળમા ઘણીવાર દોસ્તો સ્વજનો કરતા પણ વધારે ઉપયોગી બની રહે છે. જીવનની કરુણતા અને પરમ આનંદ માનવામા દોસ્તો બાજુમા ઉભા રહે છે.
                                                                                   સારા અને સમજદાર દોસ્તો વિષે ઍક કવિે લખ્યુ છે
'ઍક સ્મિત જે હસાવી દે
ઍક અશ્રુ જે રડાવી દે
ઍક ઈચ્છા જે જગાવી દે
ઍક પ્રીત જે સમજી લે
દરેક વાત જે જાણી લે
ઍનુ જ નામ છે મિત્રતા
આથી મિત્રની પસંદગીમા  ચોકસાઇ રાખવી જરૂરી છે. ઍક્વાર મિત્રતાના તાતણે બંધાયા  બાદ બહાર આવવુ મુશ્કેલ છે.  બહાર નીકળવા પ્રયત્ન કરો અને સફળ  થાવ તો પણ ર્હદય તો વીંધાઈ જ જાય છે.
દોસ્તી તો જીવનભર માટે હોય છે ઘણી વાર ઍક મિત્રના  મ્રુત્યુ બાદ બીજો મિત્ર  ઍકલતા અનુભવતા મૃત્યુ પામે છે.
ઍક શાયર ઍ લખ્યુ છેકે
'ઍ  દોસ્ત મેરે   જનાજેકો કંધા મત દેના
ક્હી મે ખડા ન હો જાઉ'
આ  દોસ્તીના અતૂટ પ્રેમ સબંધની વાત છે. કૃષ્ણ  સુદામાની મિત્રતા ઍક પૌરાણિક પુરાવો છે.
                                                      *****************************

Wednesday, February 8, 2017


ધર્મ
                                                                                   ધર્મ ઍ માનવીઍ પોતે નક્કી કરેલી જીવનની શૈલી છે ઍમા બીજાની જીવનની શૈલીની ટીકા કરવાને અવકાશ જ નથી. દરેકનો આશય તો સુખ, શાંતિ  અને આનંદથી જીવન વ્યતિત કરવાનો હોય છે. ટુંકમા રસ્તા ભલે જુદા હોય પરંતુ  ધૈય ઍક જ હોય છે. નફરત, દ્વેષ, જેવી વસ્તુઓને ધર્મમા સ્થાન નથી. સ્થાપિત હિતો જ ધર્મો વચ્ચે દીવાલો ઉભી કરેલી છે.

                               - બુધ્ધ ધર્મમા ભગવાન બુધ્ધે ક્હ્યુ છેકે ' મે ધ્યાન દ્વારા  મારામાથી  ભય અને અભિમાનનો  બંનેનો નાશ કરી નાખ્યો છે જે બધા દૂષણોના મુળમા છે.'

                               - મહાવીર સ્વામી કહે છેકે' તપ અપવાસ અન મૌન દ્વારા  તૃષ્ણા, મોહ, અને મનની મલિનતાને મુળમાથી દૂર કરી નાખો'.

                               -કૃષ્ણ  ઍ ગીતામા કહ્યુ છે કે 'સુકર્મો દ્વારા જ જીવનને સફળ બનાવી શકાય છે'

                               -ઈશુ ક્રાઇસ્ટ કહે છે કે 'બધાને પ્રેમ કરો અને જેઓ ખરાબ કરી રહયા છે ઍને ખબર નથી તૅઓ શુ કરી રહ્યા છે.'  ઍટલેકે ઍ લોકો  અજ્ઞાન છે.
                                -મુસ્લિમ ધર્મમા બીજા ધર્મના લોકોને તિરસ્કારવાનુ ક્યા પણ લખ્યુ નથી.
                                                                                  તો પછી ધર્મના નામે આખી દુનિયામા થતી હિંસા, દંગા ફસાદ શા માટે? ઍ માનવોઍ ઉભી કરેલા દૂષણો છે.  જેમ મહાભારતમા દુર્યોધન કહે છેકે ' ધર્મ  શુ છે  અને અધર્મ શુ છે.  ઍનુ મને જ્ઞાન છે. પણ હૂ ધર્મનુ આચરણ કરી શકતો નથી.' આજ ધર્મ યુધ્ધો પાછળનુ રહસ્ય  છે.
                                            ***************************************