Sunday, January 24, 2016


મા
                                                                                                                                             મા વિષે ઘણા લોકોે ઍ લખ્યુ છે. ઍવો ઍક માણસ બતાવોકે જે ઍની માને પ્રેમ ના કરતો હોય? કારણકે મા ભૂખી રહીને પણ સંતાનોનૂ પાલન કરતી રહે છે. ચોટ સંતાનોને લાગે ત્યારે માન્યૂ હદય ક્ક્ડી ઉઠે છે. સંતાનોના દોષને પણ પોતાને માથે લઈ લે છે. આથી સંતાનોની વફાદારી પણ મા તરફ વધુ હોય છે. આમ મા બલિદાનની દેવી બની રહે છે. મારા પત્રકાર મિત્ર રમેશ તન્નાઍ તો પરદેશી લેખકોં દ્વારા તેમની 'માતાઓ'  પર લખાયેલ લેખોનો સંગ્રહ ' મારી માવલડી' ના નામે પ્રગટ કર્યો છે.  ઍ પુસ્તકનુ સમર્પણ પણ ઍન આર આઇ પરીષદમા જાન્યુઆરીના મધ્યમા અમદાવાદમા કરવામા આવ્યુ હતુ.. તેઓ ખરેખર અભિનંદનને પાત્ર છે. મને ઍક કવિતા યાદ આવી ગઈ-

જ્યારે જ્યારે---
જ્યારે જ્યારે ઠોકર વાગે,
'ઓહ માની 'ચીસ બહાર આવે.
આફત હોય કે સંકટંમા પણ,
તારી યાદ આવી જાયે
'જેવુ કરશે, તેવુ પામસે',
ઍવી માની શીખ હતી.
તને ગયાને વર્ષો થયા,
પણ સ્મૃતિમાથી ગઈ નથી.
જ્યારે જ્યારે ઠોકર વાગે,
'ઑહ માની 'ચીસ બહાર આવે.


                                         આજ બતાવે છે કે માનવીના જીવનમા માતાનુ શુ મહત્વ છે? ઍક લેખકે લખ્યુ છે કે ' લોકો મંદિરમા ભગવાનને શા માટે શોધે છે? જ્યારે 'મા' ઘરમા છે.'
                                      *******************************

Friday, January 15, 2016


મકરસક્રાંતિ /ઉત્તરાયણ -૧૪મી જાન્યુઆરી
                                                                                   ઉત્તરાયણને દિવસે પૃથ્વી સૂર્યની સાથે દિશા બદલે છે ઍટલે ઋતુ પણ બદલાય છે. પવનની ગતી અને દિશા પણ બદલાય છે.  ઍ સાથે વસંતના આગમનની  તૈયારીઓ થવા માંડે છે.

                                               ઉત્તરાયણ ઍટલે તલના લાડવા ખાવાનુ અને રંગેબીરંગી પતંગો ચગાવવાનુ પર્વ ,પરંતુ જમાના સાથે ઍ પતંગો ચગાવવાનુ મોટો ઉત્સવ બની ગયો છે.  પરદેશીઓ માટે પણ ઍ અગત્યનો તહેવાર બની ચૂક્યો છે. ગુજરાતમા હવે ૧૪ મી જાન્યુઆરીને આંતરાસ્ટ્રીય પતંગ દિવસ મનાવવામા આવે છે. વિવિધ દેશોમાથી પતંગ ચગાવવાના રસિયાઓ રંગેબીરંગી અને વિવિધ આકારના પતંગો ચગાવવા ગુજરાત આવે છે.

                                               ગુજરાતના નાના મોટા શહેરો તથા અમદાવાદ, અને સુરતમા પણ લોકો ધાબા પર ચઢી મોજથી ખાઈપીને પતંગો ઉત્તરાયણને દિવસે ચગાવે છૅ. આમ ઉત્તરાયણ હવે કુટુંબિક અને સામાજીક તહેવાર બની ગયો છે. જેમ  ટાઇમ બદલાય છે તે સાથે લોકો શહેરના સાંક ળા વિસ્તારો છોડીને શહેરની બહાર ઠરીઠામ થવા માંડ્યા છે. પરંતુ પતંગો ચગાવવાની લહેરતો શેરીના ધાબા પર જ આવે.  અમદાવાદના પશ્ચિમ વિસ્તારના લોકો અને મુંબઈના પણ લોકો અમદાવાદની શેરીઓના ધાબા પર પતંગો ચગાવવા અચૂક આવે છે. કેટલાક શ્રીમંતો શેરીઓના ધાબા મહિનાઓ પહેલા પતંગો ચગાવવા ભાડે લઈ લે છે. ધાબાઓના ભાડા રૂપિયા ૩૦૦૦ થી ૧૦૦૦૦ સુધી બોલાય છે. કેટલાક શ્રીમંતો ૨૫૦૦૦ સુધી ધાબાના ભાડા આપવા પણ તૈયાર હોય છે. આ બાબતમા સુરતના લોકો બહુ જ મોંજિલા હોય છે. પતંગો ચગાવતા કરોડો રૂપિયાનુ ઉંધીયુ, ફરસાણ, અને મીઠાઈઓ ખાઈ જાય છે.


                                          પતંગો ચગાવવામા રાજકારણીઓ, ફિલ્મી સ્ટારો પણ હવે જોડાયા છે.  નરેન્દ્ર મોદી સાથે સલમાનખાને પણ પતંગ ચગાવ્યો  હતો. અમિતાભ બચ્ચન પણ અમદાવાદના ધાબા પરથી પતંગ ચગાવવામાથી બાકાત નથી.  'બીજેપી 'ના પ્રમુખ  અમિત  શાહે પણ આ ઉત્તરાયણ પર પતંગો ચગાવી મોજ માણી હતી.
                    આમ ઉત્તરાયણનો તહેવાર હવે નાનાથી વશિષ્ટ માણસોનો તહેવાર બની ચૂક્યો છે.
                                      ******************************** 

Friday, January 8, 2016


અમેરિકાની 'પિસ્તોલ' સંસ્કૃતી
                                                                                                     અમેરીકામા પિસ્તોલ ખુલ્લા બજારમા મળી શકે છે. ઍના માટે સરકારી પરવાનગીની જરૂર નથી હોતી. અમેરિકાના બંધારણમા પણ ઍને વ્યક્તિ સ્વાતંત્રનો હક્ક ગણવામા આવ્યો છે. અમેરિકાનુ બંધારણ ઘડાયુ ત્યારે પરીસ્થીતિ જૂદી હતી પરંતુ હાલના વખતમા ઍ હક્ક હવે નિર્દોષ સ્ત્રી, પુરુષો, અને સ્કૂલ બાળકોની હત્યાનુ કારણ બની રહયો છે. અસમતોલ મગજના માણસો, અસામાજીક તત્વોના હાથે નિર્દોષ માનવીઓની હત્યા થઈ રહી છે.
                                      આથી અમેરિકાનો મોટો વર્ગ અને સરકાર પણ પિસ્તોલ સંસ્કૃતી પર નિયંત્રણ લાવવા માગે છે. પરંતુ પિસ્તોલ લૉબી અને  રીપબ્લિકન પક્ષ  વ્યક્તિ  સ્વાતંત્રના હેટળ પિસ્તોલ પર કોઈ પણ જાતના નિયંત્રણો સ્વીકારવા તૈયાર નથી. આ અમેરિકા જેવી વિકસીત, ભણેલી,  અને વિશ્વસત્તા માટે શરમ જનક પરિસ્થિતિ છે. જ્યારે સેક્ડો નિર્દોષ માણસો પિસ્તોલ વડે વીંધાતા હોય ત્યારે અમેરિકાની સરકાર જોયા તો ન જ કરે?

                                       આથી અમેરિકન પ્રમુખ બારક ઓબામાઍ આંસુ સહિત જાહેર ક્રયુ કે આવા હત્યાચારને ચલાવી ન લેવાય. પોતાની સત્તાનો ઉપયોગ કરી કેટલાક નિયમનો દાખલ કર્યા કારણ કે અમેરિકન કૉંગ્રેસ જે રિપબ્લિકનોના હાથમા છે  તે ઍમની સાથે સહયોગ આપવા તૈયાર નથી. ઓબામાઍ પિસ્તોલ ખરીદનારનુ પૂરેપરો ઇતીહાસ મેળવવાનુ  ફરજિયાત કર્યુ છે. અમુક જાતની પિસ્તોલ પર નિયંત્રણો મુક્યા છે. તે ઉપરાંત પિસ્તોલોને ઉંચ  ટેક્નિકનૉ ઉપયોગ કરી સ્માર્ટ બનાવવાનો નિર્દેશ કર્યો છે, જેથી ઍના માલિક સિવાય કોઈ ઉપયોગ ન કરી શકે. ટુંકમા ચોરાયેલી પિસ્તોલનો કોઈ ગેરકાયદેસર ઉપયોગ ન કરી શકે.
                                         અમેરિકાની બલિહારી છે કે વિરોધીઓેઍ પ્રમુખના આ પગલાઓનો વિરોધ નોધાવ્યો છે કે ઍમણે ઍમની સત્તાની ઉપરવટ જઈને કામ કર્યુ છૅ અને અમેરિકનોના સ્વાતંત્ર પર ઘા કર્યો છે આને માટે કેટલાક વિરોધ પક્ષના  કોંગ્રેસીઓ પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પણ લાવવા માંગે છે. આ રીતે નિર્દોષ અમેરિકન લોકોના જીવ બચાવવા માટેનો અમેરીકનં પ્રમુખને  શરપાવ આપવા માંગે છે.  આ પણ લોકશાહીની બલિહારી સમજવી!
                                        ***************************************

Monday, January 4, 2016


બ્લડ પ્રેશર
                                                                                                                                                            બ્લડ પ્રેશરનો સબંધ ઘણા શારીરિક રોગો સાથે જોડાયેલો છે.  મુખ્યત્વે ઍને હાર્ટના  કાર્ય સાથે ગાઢ સબંધ છે. ઍટલા માટે ઍને લગતા  સંધોધનો થતા જ રહે  છે. જ્યારે બ્લડ પ્રેશર વધી જાય છે ત્યારે અંધાપો, લખવો, હાર્ટ અટૅક, હાર્ટ બંધ થવુ, મુત્રાશયની નિસ્ફળતા, જેવા જીવલેણ રોગો થાય છે.
                    ઍટલા માટે ડોક્ટોરઓઍ  સામાન્ય રીતે ૧૪૦/૯૦ અને ૬૦ વયની  ઉપરના માટે ૧૫૦/૯૦ નિયમ ઠેરવેલો છે. આજના વખતમા  હાર્ટને તંદુરસ્ત રાખવા માટે વજનને  અને હાનિકારક  કૉલોસ્ટ્રોલને કાબૂમા રાખવો આવશ્યક છે. પરંતુ ઉચુ બ્લડ પ્રેશર હાર્ટ માટે વધારેમા વધારે હાનિકારક છે. આથી બ્લડ પ્રેશર પર કાબૂ રાખવો ઍક્દમ આવશ્યક છે.

                   બ્લડ પ્રેશર પર સંધોધન થતુ જ રહે છે.  સ્પ્રિંટ નામના ગ્રુપે કરેલા .સંધોધન મુજબ  બ્લડ પ્રેશરનુ નિયમન ૧૪૦ થી ૧૨૦ પર લાવવાથી  અચાનક અને યુવાન વયે  હાર્ટને લગતા  મૃત્યુને અટકાવી શકાય છૅ. પરંતુ બ્લડ પ્રેશરને નીચે લાવવા માટે જે દવાઓ વાપરવામા આવે છે  ઍની  આડ અસરથી દરદીને ચક્કર, ધેન, આવે છે. જેથી દરદી પડી જવાની વકી રહે છે.  આજ બતાવે છે કે   સધોધનોઍ પણ ઘણા જવાબો આપવાના બાકી છે.
                      આથી દરેક દરદીઍ પોતે જ પોતાના ડૉક્ટરને  પૂછી પોતાના બ્લડ પ્રેશરનુ નિયમન નક્કી કરવુ જોઈ ઍ.
                                     *************************************************