Monday, February 15, 2016


મોદી સરકારનુ સરવૈયુ
                         મોદી સરકારની સિધ્ધિઓની ઑછી ચર્ચા થાય છે પરંતુ કેટલાક પ્રધાનૉના અને' બીજેપી' નેતાઓના બિનજવાબદાર નિવેદનોમાથી પોરા કાઢી  તેની ચર્ચાઓ વધુ થાય છે. રાજ્યોમા થતી ઘટનાઓ સાથે મોદી સરકારને કોઈ લેવાદેવા ન હોવા છતા મોદી સરકાર પર પથ્થરો ફેકવામા આવે છે. ઍમા થોડેઘણે અંશે સરકારી પ્રચાર સસ્થાઑની  નિસ્ક્રીયતા પણ જવાબદાર છે. કારણ કે સરકારની સિધ્ધીઓને જનતા સુધી પહોચાડવામા સરકારી સંસ્થાઓ નિષ્ફળ નીવડી છે.
                            આંતરાષ્ટ્રીય ક્ષેત્રે નરેન્દ્ર મોદીઍ ભારતની છબી ગરીબ રાષ્ટ્ર કરતા વિશ્વની ઉભરતી  મહાસત્તા તરીકે ઉભી કરી છે.  પરદેશી નાણાઓના રોકાણમા ૪૦%વધારો થયો છે. ભારતના વિદેશી ચલણ નુ બૅલેન્સ ઍક્દમ ઉંચે ગયુ છે. કરંટ  અકાઉંટની પુરાંત ઑછી થઈ ગઈ છે.  વેપારિક  ઇંડેક્સ ૫૪.૩ સુધી ઉપ્પર ગયો છે અને મૅન્યૂફૅક્ચરિંગ તથા સર્વિસ સેક્ટર નો ઇન્દેક્ષ ઉપ્પર ગયો છે.  મોટરકારનુ  ઉત્પાદન વધ્યુ છે. સોફ્ટવરેનો નિકાસ પણ વધ્યો છે, કોલસાનુ ઉત્પાદન ૨૦૧૫ મા  ઍકદમ ઉંચાઇઍ  થયુ હતુ. નાના અને નવા ઉધ્ધોગોને પણ પરદેશી ધિરાણ મળવા માંડ્યુ છે. ઍલેક્ટ્રિસિટી નુ ઉત્પાદન પણ વધ્યુ છે.  જૂના અને નકામા  ૧૨૫ કાયદાઓને રદ કરવામા આવ્યા છે. રેલવે  પણ હવે  રેકૉર્ડ  કૅપિટૅલ રોકાણ કરવા માંડી છે. નવા રસ્તાઓ બાંધવામા સરકારે પહેલ કરી છે.  આ બધુ સરકારની  પ્રોત્સાહિત નીતિને જ આભારી છે.
                               પરંતુ  મોંઘવારીને ઘટાડવામા સરકાર સફળ થઈ નથી. મોંઘવારીનો દર ૫.૬૧% જેટલો ઉંચો રહ્યો છે. ગ્રામીણ વિસ્ત્તારમા રાહત પહોચાડવામા સરકાર નિષ્ફ્ળ નીવડી છે.  ઍના પ્રત્યાઘાત બિહારની ચુટણીમા પડી ચૂક્યા છે. પરદેશમા રહેલા કાળા નાણા લાવવામા સરકાર સફળ થઈ નથી.
                                 આમ મોદી સરકારે 'સારા દિવસો લાવવા માટે ઘણુ કરવાનુ બાકી છે અને લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
                                        **********************************

Thursday, February 4, 2016


નેતા
                                                       દેશ ચલાવવા માટે ઉત્તમ નેતાગિરીની જરૂર હોય છે. ઉત્તમ લોકો હોય શ્રેષ્ટ બંધારણ હોય પરંતુ નેતા જો નીર્બળ હોય તો દેશની અધોગતિ થાય છે. ઍટલે ઍક વાત બહુ જ પ્રચલિત બની છેકે ' જ્યારે રોમ બળતુ હતુ ત્યારે રોમન સમ્રાટ નિરો ફ્યૂડલ વગાડતો હતો.' ઍટલે કે દેશનો નાશ થઈ રહ્યો હતો ત્યારે રાજા બેદરકારી પૂર્વક આયાશીમા મશગૂલ હતો આ વાત નેતાગીરીને પણ લાગુ પડે છે.


                                           
                                        કૃષ્ણની નેતાગીરીઍ  પાન્ડવોને જીત અપાવી. સિજ઼રને લીધે રોમનો વિશ્વ વિજેતા બન્યા. નેપોલીયનની નેતાગીરી નીચે ફ્રાન્સે મહાનતા પ્રાપ્ત કરી.આધુનિક યુગમા પણ લેનિન અને માત્સે તુન્ગ ની સફળ આગેવાની ને લીધે રશિયન અને ચીનની ક્રાંતિ સફળ રહી. અબ્રાહમ લિંકનના નેતૃત્વ નીચે ગુલામી પ્રથા અમેરીકામાથી નાબૂદ થઈ શકી. ગાંધીજીની મજબૂત આગેવાની નીચે ભારત સ્વતંત્રતા  મેળવી શક્યુ. આ બતાવે છૅ કે સબળ નેતૃત્વ જ કોઇ પણ દેશની સફળતાના મુળમા હોય છે.

                                      સબળ નેતા માટે  અમુક  ગુણોની પણ આવશક્યતા હોય છે. જેવાકે-
૧) તેઓ સમય વેડફતા નથી અને પોતાના નિર્ણયો માટે ખેદ અનુભવતા  નથી.
૨)પોતાને મળેલી સત્તાને  વેડફી નાખતા નથી.
૩) તેઓ સમયને ઓળખીને ચાલે છે.
૪) તેઓ પોતાની સત્તા બહારની વસ્તુઓ પર ધ્યાન આપતા નથી.
૫) બધાને ખુશ કરવા માટે ચિંતા કરતા નથી
૬) ગણતરી પૂર્વકના  નિર્ણયો લેવામા માને છે.
૭) ભૂતકાળને વાગોળવા કરતા ભૂતકાળમાથી શીખવા પ્રયત્ન કરે છે.
૮) ઍકની ઍક ભુલ વારે ઘડી કરતા નથી.
૯)બીજાની સફળતાને સરળતાથી સ્વીકારી લે છે.
૧૦) નીડર હોય છે. ડર જેવો  શબ્દ ઍમની ડીક્ષનરી મા હોતો નથી.
૧૧) ઍમને દુનિયા પાસે કોઈ અપેક્ષા નથી.
૧૨) તેમને કોઈ વસ્તુની જલ્દી જલ્દી પરિણામની  અપેક્ષા નથી હોતી અને પહેલી નિસ્ફળતાથી  નાશિપાસ થતા નથી.

                                           આવા ચરિત્રવાળા નેતાઓ  જ સફળતાને  વરતા હોય છે અને દરેક રાષ્ટ્રો આવા વિચિક્ષણ નેતાની તેમના ઉધ્ધાર માટે રાહ જોતા હોય છે.

                                           ****************************************                  

Wednesday, February 3, 2016


હિન્દુ સંસ્કૃતિનો પ્રભાવ
                          હિન્દુ ધર્મનુ નામ સીંધુ નદી પરથી આવ્યુ છે. સીંધુ નદીના .પશ્ચિમ તરફ હિન્દુ સંસ્કૃતિનો જબરજસ્ત પ્રભાવ વધતો રહ્યો હતો. હિન્દુ ઍક ધર્મ કરતા જીવન જીવવાની પધ્ધતિ બની રહી. ઍમા  વિવિધ કળાઓના અને વિચારોના વિકાસને પણ મહત્વ આપવામા આવ્યુ છે. આથી હિન્દુ સંસ્કૃતી ઍ કેટલા ચીંતકો, વીદ્વાનોના પ્રદાનથી બનેલી સંસ્કૃતી છે.
                           બુધ્ધ, જૈન, શિખ ધર્મોના પાયામા હિન્દુ વિચારધારાના મૂળિયા છે. હિન્દુ ધર્મનો કોઈ સ્થાપક છે કે પછી ન કોઈ ઍનો સંચાર કરનાર સંસ્થા છે. ઍટલા માટે જ ઍને સનાતન ધર્મ માનવામા આવે છે.

                           હિન્દુસ્તાન ઍ વધારેમા વધારે હિન્દુ વસ્તીવાળો દેશ દુનિયામા નથી કારણ કે હિન્દુઓની વસ્તી ૮૦.૫% છે જ્યારે નેપાળમા હિન્દુઓની વસ્તી ૮૩.૩%. છે. તે છતા ભારતમા આશરે  ૮૦ કરોડ હિન્દુઓ વસે છે. ભારત ઉપરાંત હિન્દુ ધર્મનો પ્રભાવ નેપાળ, બંગલા દેશ, માઇયૂનમાર,(બર્મા), માલાયા, કોમ્બાડિયા, થાઇલૅંડ. ઈંડોનેશિયા અને બીજા દક્ષિણ ઍશિયન દેશોમા છે.
                           ભારતમા  ૧૦૮૦૦ જાણીતા મંદિરો છે પરન્તુ ઍ જાણીને આશ્ચર્ય થાઇ છે કે મોટામા મોટુ હિન્દુ મંદિર કોંબોડિયામા છે. તાજેતરમા જ દરિયામા ડૂબી ગયેલુ હિન્દુ મંદિર ઈંડોનેશિયામા મળી આવ્યુ છે. માલાયામા સુબ્રમણિયામ સ્વામી નુ ઉંચામા ઉંચુ સ્ટૅચ્યૂ છે.  સમુદ્રમંથનનુ સ્ટૅચ્યૂ થાઇલૅંડના સુવર્ણભૂમિ ઍરપોર્ટની બહાર ઉભેલુ છે.
                           ચીનને માર્શલ આર્ટ ઍ ભારતની ભેટ છે.  યોગા, ડેસિમલ સિસ્ટમ, જીરો, (૦), લગ્ન વ્યવસ્થા, વાસ્તુ શાશ્ત્ર, આર્યુવેદ, નક્ષત્ર શાશ્ત્ર, કૉસમિક ઍનર્જી, ઍ હિન્દુ સંસ્કૃતિની દેણ છે.
                             અમેરિકન પ્રમુખ ઓબામા હનુમાનનુ નાનુ પ્રતીક ઍમના ખીસામા લઈને ફરે છે, કારણકે ઍને ઍ શક્તીનુ પ્રતીક સમજે છે ઍપલના સ્થાપક સ્ટીવ જોબને પણ હિન્દુ સંસ્કૃતિમા ઘણી શ્રધ્ધા હતી ઍટલા માટે ઍમણે ભારતની મુલાકાત લીધી હતી અને ફેસ બૂકના સ્થાપક  માર્કને  આધ્યામિકતા અને શાંતિ માટે  કૈન્ચીધામ મંદિર, ઉત્તરાખંડની મુલાકાત લેવા સલાહ આપી હતી. આજ  બતાવે  છે કે આદિકાળથી તે આજ સુધી હિન્દુ સંસ્કૃતિનો પ્રભાવ વિશ્વ વ્યાપી રહ્યો છે.
                                              **************************************