Tuesday, August 14, 2018


 કવિતામા સકારાત્મકતા-
                                                                   ઘણા લોકોને જે મળ્યુ હોય ઍમા સંતોષ નથી પરંતુ બીજા પાસે છે ઍ મારી પાસે નથી ઍનો અસંતોષ હોય છે.   ભગવાન પણ નટખટ છે જે મનુષ્યને  ગમે ઍ આપતો નથી પણ ઍ લાયક હોય અને ઍના હિતમા હોય ઍટલુ જ આપે છે.  આથી દરેકે  જીવનમા મળ્યુ હોય તેમા આનંદ અનુભવવો જોઇઍ. બધામા સારુ જોઈ અને અણગમતી વસ્તુને સ્વીકારી સકારાત્મકતા રાખવી આવશ્યક છે  ઍજ સુખી રહેવાનો સરળ રસ્તો છે.
                                                                       ઍક જગાઍ કવિઍ ક્હ્યુ છે કે ઍને જીવનમા સારી વસ્તુઓમા આનંદ માણી  ખરાબ વસ્તુઓને ભૂલી જઈને જીવનનો આનંદ માણવો છે અને ઍમાજ સુખનુ રહસ્ય સમાયેલુ છે.
આશાની પાંખે-
આશાની પાંખે જીવવુ છે મારે
 કલ્પનાને ખોળે ને શ્રધ્ધાની આંખે

પંખી બનીને  ઘુમુ આકાશે
માછલી બનીને વિહરુ હૂ સાગરે
જીવનના ગમને સાંભરવા ના મારે
ગમના બોજે મારે મરવુ નથી
આશાની પાંખે જીવવુ છે મારે

ઉંચા શીખરો પર બેસીને મારે
અવનિનુ સૌદર્ય  જોવુ છે મારે
કાળા ખડકોને  અવગણીને
લીલી હરીયાળીને નીચે જોવી છે મારે
આશાની પાંખે જીવવુ છે મારે.
ભારત દેસાઈ
                                                                       કવિતામા  કવિ આજુબાજુની ખરાબ વસ્તુઓને  જોઈ દુઃખી થવા કરતા ભગવાને રચેલી બધી સૌદર્યમય વસ્તુઓમાથી આનંદ લેવા માંગે છે.

                                                                           કેટલાકમા નકારત્મકતા  ભારોભાર ભરી હોય છે. ઍમા અમુક ગુણોની કે લાગણીઓની  ઉણપ હોય છે. જેમકે જેને દેશ માટે અભિમાન કે પછી દેશ ભક્તિ ન હોય તેને બધુ જ ખરાબ દેખાય છે અને પરદેશનુ બધુ જ ઉત્તમ દેખાય છે, જેમકે પરદેશના લોકો, પરદેશી ભાષા, પરદેશી રીતરીવાજ, પરદેશી વસ્તુઓ, અને ત્યાનુ કુદરતી સૌદર્ય. ઘણા તો પરદેશના જેવુ  કુદરતી સૌદર્યનો પોતાના દેશમા અભાવ બતાવી પણ ખામીઓ કાઢે છે.  ટુંકમા પોતાના દેશમા ખામીઓજ શોધ્યા કરે છે.  જ્યારે કેટલાક દેશ ભક્તો પોતાના દેશની ખામીઑ વિષે જાણે છે પરંતુ ઍની દરેક સારી વસ્તુઓથી પણ અજ્ઞાત નથી.  ઍક દેશપ્રેમી ઍના દેશને કેવી રીતે ચાહે છે ઍની વાત નીચેની કવિતામા કહે છે-

અહી ભવ્ય  ડુંગરમાળાઑ છે
નદીઓના વહેતા નિર્મળ નિર છે
પ્રભાતના સોનેરી કિરણો અહા

રૂપેરી ચાંદનીની અદભૂત મઝા
ખરેખર કુદરત છે આફરીન અહી

પણ વતનની માટીની મહેક ક્યા?
ફળફૂલોથી લચકતા બગીચાઓ  છે
પંખીઓના  મીઠા કલરવ પણ છે
મદ મસ્ત આબુહવા છે અહિઍ

પણ વતનની ખુશબૂભરી લહેરો ક્યા?
લીલીછમ જાજમોથી  છવાયેલી ખીણો છે
જાણે સ્વર્ગ પૃથ્વી પર ઉતર્યુ છે અહિઍ

પણ આપણા  દેશ જેવી માનવતા છે ક્યા?
ભારત દેસાઈ
                                                                                   આમાં કવિનો સકારાત્મક દેશપ્રેમનો ભાષ થાય છે.  નાની બાબતોને પણ કવિઍ સકારત્મક  રીતે ઉછાળી છે. આથી દરેક વસ્તુઓમા અવગુણ જોવા કરતા ઍમા સારી વસ્તુઓ જોઈ આનદ લેવામા જ આનંદ મળે છે.
                                                  ********************************

Thursday, August 9, 2018


અનામત નીતિ
                                                                                          અનામતની નીતિને સમજાવી જરૂરી અને ઍના મૂળિયા ક્યાથી આવ્યા ઍ સમજવુ પણ આવશ્યક છે.  અનામતની નીતીમા અન્યાયની ગંધ પણ આવે છે.  અનામતમા ગુણવત્તાને સ્થાન નથી. આથી ઍ અપ્રિય પણ છે. પરંતુ પછાત પ્રજાની અનામતની માંગ છે. હજારો  વર્ષોથી  અન્યાય અને શોષણ કરાતી જાતીઓની પણ માંગ છે.  ઍમા મતભેદ ઍના અમલની નીતિનો છે.
ઍમા રાજકારણ વિલનતાનો ભાગ ભજવી રહ્યુ છે.  શિક્ષણમા, નોકરીઓમા, બઢતિમા, અનામત દાખલ કરીને ગુણવત્તાનો દાટ  વાટી નાખવામા આવ્યો છે.  ડોક્ટરો,  ઍંજીનરિંગ,  વહીવટ જેવા  ધંધામા આનામત  સામાજીક હિતમા નથી ઍ તો દરેક સમજદાર વ્યક્તીઑ સમજી શકે છે જ્યારે ફક્ત હિત ધરાવનારા લોકોજ  ઍની સામે  આંખઆડા કાન કરે છે.

                                                                   ભારતમા ઍના બીજ અંગ્રેજી રાજે નાખેલા છે. ઍમા ઍમની ભાગલા પાડીને રાજ કરવાની નીતિ હતી. ભારતના ભાગલા હિન્દુ મુસ્લીમને  લડાવી કર્યા અને બીજા ભાગલા હિન્દુઓમા સવર્ણો અને પછાત/ દલિતોને લડાવીને કરવા હતા. ઍને માટે દલિતો અને પછાતો ને જુદા મતાધિકાર આપવાનો  હતો,  ગાંધીજીઍ ઍનો તીવ્ર વિરોધ નોંધાવી અપવાસ કર્યા અને દલિતોના નેતા ડૉક્ટર આંબેડકર સાથે વાત કરી સમાધાન કર્યુને ૧૦ વર્ષ  માટે અનામત આપવાનુ નક્કી  કર્યુ હતુ. તેનુ ભારતીય રાજકારણીઓેઍ પોતાના હીતમા હમેશને માટે દાખલ કરી દીધુ છે. હવે ઍ દૂષણ પણ બની ચુક્યુ છે.
                                                              યોગ્ય પછાતો/ દલિતોને ગુણવત્તા પ્રમાણે  સહાય કરવી આવશ્યક છે. નાણાકીય સહાય પણ આપી શકાય. પરંતુ બધી સહાય પછી ગુણવત્તા વગર શિક્ષણ, સરકારી નોકરીઓમા અને બઢતીઓમા અનામત પધ્ધતિ દાખલ કરવી ઍ સમાજ અને દેશને માટે નુકશાન રૂપ બની રહયુ છે.

                                                     દક્ષિણ આફ્રિકા જ્યારે સ્વતંત્ર થયુ ત્યારે ત્યાની આદિવાસી પ્રજા ભારતની પછાત અને દલિત જાતો જેવી જ  સ્થિતિમા હતી, ઍમની પણ અનામત માટે માંગણીઓ હતી જેને તેમના નેતા નેલ્સન માંડેલાઍ ઍમ કહીને નકારી કાઢી હતી કે " અનામત આખા દેશને નાશ કરવાને સમર્થ છે. ઍમાથી ઉભા થતા ધંધાદારીઓ જેવાકે
- ડોક્ટરોને હાથે દર્દીઓ  બેમોતે  મરશે.
- ઇંજિનેરોઍ  બાંધેલા મકાનો તૂટી પડશે.
- આર્થિક સલાહકારો  લોકોના પૈસાનુ સત્યાનાશ કરશે.
-  ધાર્મિક  નેતાઓ લોકોમાથી માણસાઈનો નાશ કરશે.
-  ન્યાયધીશો ન્યાયનો ઉપહાસ કરશે
- ટુંકમા શિક્ષણનુ પતન રાષ્ટ્રનો નાશ કરશે.
                                                                                   નેલ્સન માંડેલા આ અવતરણો' દક્ષિણ આફ્રિકા યુનિવર્સિટીના' પ્રવેશ દ્વાર પર ઍક તખતી દ્વારા ઉલ્લેખ કરવામા આવ્યો છે.  અનામત આર્થિક પરીસ્થિતિ અને ગુણવત્તા પર હોવી જોઇઍ નહી કે જાતી પર. અત્યારની ભારતીય અનામત પધ્ધતિ અન્યાયી,  જાતી વાદિ અને ગુણવત્તાથી પર છે. ઍ રાજકીય અને જાતી  દ્વારા શોષણ પર ઉભી થયેલી છે ઍમા શંકા નથી.
                                                             ************************************

Saturday, August 4, 2018


ગુલામી માનસ
                                                                              ૧૫૦ વર્ષના બ્રિટિશ શાસને  ભારતીયોના મગજમા ઍમની સંસ્કૃતી, અને ભાષા, વિષે લઘુતા ગ્રંથી ઉભી કરી છે. સત્તા, સંપતિવાન, અને ગુંડા તત્વો સામે ડરીને ચાલવાની વૃત્તિઓ ઉભી કરી છે.  પોતાની માતૃભાષામા ભુલ થાય તો ઍમને પડી નથી. પરંતુ અંગ્રેજિમા વોઝ અને' ઈઝની' ભુલ થાય તો મરવા જેવુ લાગે છે. પોતાના બાળકો અંગ્રેજી ફાકડુ બોલ ઍટલે ગર્વ અનુભવે પરંતુ પોતાની માતૃભાષા  લન્ગડાટી બોલેતો ઍની પરવાહ નથી. અંગ્રેજોે ઍ ભારતીયોના મગજમા ઉતારી દીધુ છે 'ચામડીથી માંડીને ઍમની ભાષા, વસ્તુઓ,ઍમના રીત રીવાજો, ભારતીયોના કરતા ઉત્તમ છે.
                                                                               આ અંગ્રેજોની કે અંગ્રેજી ભાષાની વિરૂધ્ધની વાત નથી  પરંતુ તમે જુઓતો ચીનાઓ, જાપાનીઑ, રૂસીઓ, જર્મનો અંગ્રેજી ભાષા સારી રીતે  જાણતા નથી તો પણ પ્રગતી કરી છે. તે ઉપરાંત ઍમને ઍમની ભાષા અને સંસ્કૃતી વિષે ગર્વ છે  અમેરીકન લોકો પોતાની અંગ્રેજી જ   બોલે છે. અને અંગ્રેજીના કેટલાક શબ્દોની સ્પેલિંગ પણ સરળ બનાવી દીધી છે. આજ બતાવે છેકે તેઓ ખરા અર્થમા સ્વતંત્ર છે. જ્યારે કેટલાક ભારતીયો હવે અંગ્રેજો કરતા પણ સારુ અંગ્રેજી બોલવાની ડન્ફાસ મારતા હોય છે. ઍ પણ ગુલામી માનસનો નમૂનો છે.

                                                                              ભારતમા કેટલાક  લોકો ઇંગ્લીશ રાજમા ગોરા લોકોની ખુશામત કરતા. સ્વતંત્રતા પછી નહેરૂ વંશની ચપલાશી કરતા અને પછી જે રાજકર્તાઓ આવ્યા ઍની  ખુશામત કરતા રહ્યા. આજે નરેન્દ્ર મોદીની પ્રશંસા કરવા પાછળ પણ સત્તાની પાછળ કેટલી ખુશામત છે ઍનો નીવડો લાવવો મુશ્કેલ છે. આમા પણ ગુલામી માણસની જ ગંધ આવે છે.  ઍમા પણ રાજકીય મુલ્યાકનમા સમતોલતા હોવી જરૂરી છે નહીતો ઍ સત્તાની બંદગી બની રહે છે. ગુલામી માનસોવાળાઓ  પણ રાજકારણીઓને ગેરરસ્તે દોરી જાય છે.

                                     ભાષા, પહેવેશ, સંસ્કૃતિં,ચાલચલણમા પોતાની વસ્તુઓનુ ગર્વ ઍજ પ્રજાની મુક્ત માનસિક અવાસ્થાની નિશાનીઓ છે.  અંગ્રેજો ભારતની પ્રજા પર રાજ કરતા હતા અને  પ્રજાને ભયભીત કરવા માટે  પોલીસો અને લશ્કરના માણસોના કાફલો સાથે ફરતા, પરંતુ આપણા ગુલામી  માનસે ઍ પ્રથા આપણા જ માણસોને ડરાવવા સત્તાધારીઓેઍ ચાલુ રાખી છે. તમે અમેરીકામા જોશો તો  'વીઆઇપી ' ક્યારે પસાર થઈ જાય છે ઍની ખબર પણ પડતી નથી. સત્તા લોકોની સેવા માટે હોય છે, ભભકો બતાવી લોકોને ડરાવવા માટે હોતો નથી.ઍ સ્વતંત્ર અને મુક્ત માનસની નિશાનીઑ  છે. ઍવી રીતે સંપતીવાન માણસો પણ ઍમની સંપતીનુ પ્રદર્શન કરતા નથી.  ઍ કઈ લોકોને ડરાવવા માટેનુ સાધન નથી. જોકે ગુલામી માનસ ધરાવનારાઓ બીજાને ડરાવવા માટે સત્તા અને સંપત્તિ ઑનો ઉપયોગ કરતા હોય છે. જ્યા સુધી લોકો સત્તા અને સંપત્તીથી ડરતા રહેશે ત્યા સુધી ગુલામી માનસમાથી મુક્તિ મેળવવી મુશ્કેલ રહેશે.
                                     દરેક ધર્મ અને  પંથમા ઉણપો હોય છે ઍને સુધારવી જોઇઍ. તેને બદલે પોતાના ધર્મને ઉતારી પાડી પારકા ધર્મની પ્રસંસા કરવી ઍ પણ ગુલામી માનસનુ પ્રતિબિંબ જ હોય  છે.. આથી માણસોે પોતે ઍમની ગુલામી વૃત્તિમાથી બહાર આવવુ આવશ્યક છે. તોજ મુક્ત સ્વતંત્રતાનો આનદ માણી શકાય છે.
                                                    *********************