Wednesday, July 13, 2016


બ્રિટીશ રાજાશાહી અને હક્કો
                                                  ઍક વખત ઍવો હતો કે ઇંગ્લેંડમા સુર્ય  કદી આથમતો ન હતો કારણ કે ઍમનુ રાજ્ય આખી દુનિયાના વિવિધ દેશોમા પથરાયેલુ હતુ. આજે હવે ઍ જહેજલાલી રહી નથી. દુનિયાના દેશોમા પણ ઈંગ્લેન્ડનો ઍટલો પ્રભાવ રહ્યો નથી. પરંતુ હજુ પણ ઍની રાજશાહી ટકી ગઈ છે. ઇંગ્લીશ પ્રજા ઍની રાજશાહીને માન આપે છે અને અત્યંત પ્રેમ કરે છે. ઍમણે રાજાને કેટલાક હક્કો આપેલા છે ઍ આધુનિક જમાનામા આશ્ચર્યજનક છે, ઍમ પણ કહેવાય છે કે બધા રાજાઓ કદાચ નાબૂદ થઈ જશે પણ બ્રિટનમા રાજાશાહી ટકી જ જશે. આથી ઇંગ્લેંડમા રાજાને જે વધારેના હક્કો આપવામા આવેલા છે ઍ જાણવા જેવા છે.
૧) ઍમને  ડ્રાઇવિંગ લાઈસન્સ લેવુ પડતુ નથી.
૨) પાસપોર્ટ કાઢાવવાની જરૂર નથી.
૩) રાજવીના બે જન્મ દીવસ ઉજવવામા આવે છે, ઍક સત્તાવાર રીતે અને બીજો ઍમનો સાચો જન્મ દીવસની ઉજવણી ઍમના કુટુમ્બ દ્વારા થાય છે.
૪) રાજવી પોતાનો ખાનગી કવિની પણ નિમણૂક કરી શકે છે.
૫) રાજવી પોતાનુ કેશ નાણા મશીન ધરાવે છે.
૬) થેમ્સ નદીના બધા હંસો અને બ્રિટિશ પાણીની બધી ડૉલ્ફિન પર રાજાનો હક્ક હોય છે.
૭) કોઈ પણ કાયદો ઍમની મરજી વગર પાસ થઈ શકતો નથી.
૮) રાજાને ઉપલા ગૃહમા લોર્ડ અને નાઇટની નિમણૂક કરવાનો હક્ક છે.
૯)  ટૅક્સ ભરવાનુ પણ રાજવીની મરજી પર અવલંબે  છે.
૧૦) રાજવી કુટુંબની કોઈ પણ માહિતી આપવા સરકાર બંધાયેલી નથી.
૧૧) કટોકટિમા રાજવી સરકારી પ્રધાનોની સલાહ લેવા બંધાયેલા નથી. તે ઉપરાંત કટોકટિમા સરકારે રાજવી ની સલાહ લેવી પડે છે અને જરૂર પડે સરકારને ચેતવણી પણ આપી શકે છે.
૧૨) ઇંગ્લેંડના  ચર્ચના પણ રાજવી વડા છે.
૧૩) રાજવી સામે કોઈ પણ કેસ માડી  શકાતો નથી.
૧૪) રાજવી ઑસ્ટ્રેલિયા અને કોમનવેલ્થ દેશોના પણ વડા છે.
                                                                   આ બધા હક્કો પ્રજાઍ પ્રેમ અને મરજીથી આપેલા છે.
                                 ****************************************

Saturday, July 9, 2016


આપણે નિમિત્ત માત્ર
                                જીવનમા માનવીનો  મોટામા મોટો દુશ્મન  અહંકાર છે અને અહમ્ જ દુખનુ મોટામા મોટુ કારણ છે. હૂ કરુ, મે કર્યુ, અને મારી શક્તીથી મેળવ્યુ ઍ માનવુ મિથ્યા છે કારણકે આખરે તો પ્રભુ ઇચ્છા અંતિમ હોય છે. .આપણને પ્રભુઍ કર્મ કરવાનો હક્ક જરૂર આપ્યો છે પરતુ ઍના ફળનો દોર તો ઈશ્વરે પોતાની પાસે જ રાખ્યો છે. ઍટલે ગીતામા ક્હ્યુ છે કે આપણને ફળ પર અધિકાર નથી.
                                 શ્રી કૃષ્ણઍ ગીતામા અર્જુનને કહ્યુ હતુકે તુ ઍમ માનતો હશે કે તુ સ્વજનોને મારવા જઈ રહયો છે પરંતુ ઍતો મરી જ ગયેલા છે તુ તો માત્ર નિમિત્ત માત્ર છે. ઍમનુ જીવન  મૃત્યુ મારી ઇચ્છાને જ આધીન છે. આથી ઍ બાબતમા ખેદ કરવો છોડી દે. અર્જુન દુઃખી હતો કારણકે ઍ અહમ પીડાતો હતો.
                                   મહાભારતના યુધ્ધ વખતે અર્જુન જ્યારે કર્ણ સામે લડતો હતો ત્યારે અર્જુનના બાણો ના મારાઓ કર્ણના રથનૅ બહુ પાછળ ધકેલતા હતા જ્યારે કર્ણના બાણો અર્જુનના રથને ફક્ત સાત ડગલા જ પાછળ ધકેલતા હતા તે  છ્તા કૃષ્ણ મહારથી કરણની જ પ્રસંશા કરતા રહેતા  હતા. આથી અર્જુનને ખેદ થયો અને કૃષ્ણને પુછ્યુ ' ભગવાન મને પ્રસંશામા આવો અન્યાય શા માટે? કૃષ્ણે હસીને કહ્યુ  'પાર્થ   તારા ર થ પર  મહાબલી હનુમાન વિરાજે છે. હૂ સ્વયમ્ તારો સારથી છુ ઍથી તને મદદ મળી છે પરંતુ મહાવીર કર્ણ ઍના બાહુબલથી લડી રહ્યો છે. ઍટલા માટે ઍ પ્રસંશાને પાત્ર છે, ઍ સાંભળીને અર્જુન ભગવાનને પડી ગયો. ઍને ખાતરી થઈ ગઈ કે ઍનો વિજય ભગવાનની ઇચ્છાને લીધે જ છે ઍતો ઈશ્વરની ઈચ્છાનુ સાધન માત્ર જ છે.
                                    મહાભારતના યુધ્ધને અંતે અર્જુનને અહમ્ તો આવ્યો હતોકે ઍણે મહાન યોદધા ઑનો વધ કરી વિજય મેળવ્યો હતો. શ્રી કૃષ્ણ ઍના મિત્રના ઍ  અહમથી વાકીફ હતા. આથી યુધ્ધના અંતે જ્યારે પરત   ઘરે  આવ્યા ત્યારે સૌથી પહેલા  અર્જુનને રથ પરથી ઉતાર્યો અને કહ્યુ ' દુર જઈને ઉભો રહે.' પછી પોતે ઉતર્યા ઍટલે રથ બળીને ભસ્મ થઈ ગયો. અર્જુન તરફ ફરીને ક્હ્યુ ' તારો રથ તો ક્યારનો ભીષ્મપિતામહ,   દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અને કર્ણના દીવ્યાંગ શસ્ત્રોતી બળી ગયો હતો.'  સાંભળીને અર્જુનના અભિમાનના ચૂરેચુરા થઈ ગયા કારણ કે ઍતો નિમિત્ત માત્ર  હતો પરીણામતો પ્રભુની ઈચ્છાને આધીન હતુ.
                                      આથી ટુંકમા ઈશ્વર દરેક  વસ્તુ માટે માનવીને નિમિત્ત બનાવે છે. ઍથી સારા પરિણામ માટે અભિમાન પણ ન કરવુ અને ખરાબ વસ્તુ માટે દુઃખ પણ ન લાવવુ. પોતાને યોગ્ય હોય ઍવા સદ્કર્મો ઈશ્વરમા શ્રધ્ધા રાખી કરે જવુ.
                                                      ***************************************

Monday, July 4, 2016


બિનસાન્પ્રદાયિક્તા અને અતિરેક
                                                   ભારતમા પોતાને  ઉદાર અને બિનસાંપ્રદાયિક  બતાવવા માટેની હરીફાઈ ચાલે છે. કટ્ટર કોમવાદી થવુ ઍ પણ ભારતીય સંસ્કૃતીનુ  અપમાન સમાન છે. ભારતીય સંસ્કૃતી  બધા ધર્મોને સમાન મહત્વ અને માન આપવા પર રચાયેલી છે. ઍટલે કટ્ટરતાને સ્થાન નથી. આનો અર્થ ઍવો પણ નથી કે હિન્દુ ધર્મને  તરછોડી બીજા ધર્મોને વધારે મહત્વ આપવુ. બિજુ હિન્દુ ધર્મ વિષે વાત કરવી કે ઍનો બચાવ કરવો ઍ ગુનો બનતો નથી. તે ઉપરાંત બિનસાંપ્રદાયિકતાને નામે હિન્દુ લાગણીઓને દુભવવી ઍ યોગ્ય નથી. ઘણીવાર બિનસાંપ્રદાયિકતા ઍ હવે ફેશન બની ગઈ છે.
                                                                                      હિન્દુ સંસ્કૃતિના ભારતમા  બીજા ધર્મો પ્રત્યેની ઉદારતાના મોજુદ દાખલાઓ છે.વોશિંગ્ટનમા  ૨૧  અને લંડનમા ૭૧ ચર્ચો  છે જ્યારે  દિલ્હીમા  ૨૭૧ ચર્ચો છે. ભારતમા ૩ લાખ મસ્જિદો છે જે બીજે  જોવા નહી મળે. હિન્દુઓ ઇફ્તારની પાર્ટી મુસ્લિમોને આપશે. હિન્દુઓ ટોપી પહેરીને મઝારો પણ જાય છે. હિન્દુઓ પરદેશી સંસ્કૃતિના વખાણ કરતા પણ જોવા મળશે. હિન્દુઓ ગિરજાગ્રુહો અને ગૂરૂદ્વારામા પણ જવામા સંકોચ અનુભવતા નથી. ટુંકમા હિન્દુઓની બિનસાંપ્રદાયીક ઘણી વધારે છે.
                                                                              ભારતની લોકશાહીમા મતોની મહત્વને કારણે લઘુમતીને ખુશકરવામા બિનસાપ્રદાયિકતાની વ્યાખ્યાને વિકૃત કરી નાખવામા આવી છે. ઘણીવાર તો બહુમતીને અન્યાય થવા જેવી સ્થિતિ સર્જાય છે ઍ અયોગ્ય છે. ઍ વિચારવા જેવી બાબત છે . બિન સાંપ્રદાયિકતાનો અતિરેક પણ ઘણીવાર રાષ્ટ્ર માટે નુકસાન કારક બની રહે છે. બહુમતીને નૈતિક દ્રષ્ટિેઍ પણ નબળી બનાવી દે છે.
                                                    ***************************************