Thursday, October 31, 2013


સરદાર પટેલ

                                                     સરદાર પટેલનો આજે જન્મ દિવસ છે. ઍમણે દેશ માટે આપેલો ભોગ અને દેશને આપેલી સેવા અનોખી છે. સરદારે દેશના ૫૦૦ રાજાઓના રાજને ભારતમા ઍમની કુનેહ થી ભેળવી દીધા, કાશ્મીર, જૂનાગઢ, હૈદરાબાદ,  જેવા રાજ્યોને ભારતના હાથમાથી જતા બચાવી લીધા. સરદાર ભારતના લોખંડી નેતા હતા. આજે કેટલા લોકો ઍના નામને વટાવી રહ્યા છે.
                             સરદારને અપાર અન્યાય થયો છે.આખી  કૉંગ્રેસ અને જનતા ઍમને પ્રધાન મંત્રી બનાવવા માંગતી હતી પરન્તુ ગાંધીજીનેઍ  ઍમની પસંદગી નહેરૂ પર મૂકી હતી. ગાંધીજીની ઈચ્છાને  તાબે થઈ સરદારે  પ્રધાનમંત્રી પદનો ભોગ આપ્યો હતો. ઘણા નેતાઓને ઍમની હયાતિમા જ ભારત રત્ન આપી દેવામા આવ્યો હતો જ્યારે સરદારને ઍમના મૃત્યુ બાદ કેટલા વર્ષો બાદ ઍમના પર ઉપકાર કરતા હોય ઍવી રીતે 'ભારત રત્ન' આપવામા આવ્યો હતો. ઍ સરદાર જેવા દેશભકતને મોટામા મોટો અન્યાય હતો.
                                                   કેટલાક લોકોતો સરદારને રુઢિચુષ્ટ,અને મૂડીવાદી માનતા હતા પરન્તુ સરદારને ઍની પરવાહ ન હતી. જેણે સ્ત્રીઓને ઍમના હક્કો  અપાવ્યાઍ વ્યક્તિને રુઢીચુસ્ત કેવી રીતે ઘણાવી શકાય.?સરદારનુ કહેવુ હતુ જ્યા સુધી દેશના હિતમા મૂડી વાદીઓની જરૂર છે ત્યા સુધી હૂ ઍમની સાથે રહીશ. ઍવા દેશભકતને મૂડીવાદિ તરીકે ઓળખાવવા ઍ પણ ઍમને થયેલો અન્યાય જ હતો.
                                                  સરદારનો બિનસાંપ્રદાયિક અભિગમ બહુજ સ્પષ્ટ હતો. તેઓ કહેતા કે' ભારત મુસ્લિમ અને  હિન્દુ બન્નેનો દેશ છે, પરંતુ ઍમા ગદ્દારોને કોઈ સ્થાન નથી. આવા સ્પષ્ટ વક્તાને કોમવાદી ગણવા ઍ ઍને મોટો અન્નાય છે.
                                                  રાષ્ટ્ર પ્રેમ ઍજ ઍમની મૂડી હતી.  ઍમના નામનો ઉપયોગ કરનાર ઍના પુત્રને પણ  ઘરની બહાર ફેકી દિઘો હતો. મરતી વખતે ઍમની પાસે વધેલા કોંગ્રેસ પક્ષના ફન્ડને પણ ઍમણે હિસાબ સહિત નહેરુને મોકલાવી આપ્યા હતા. આજ ઍમની પ્રામાણિકતા નો નમૂનો છે.
                                                    તેમની નિર્ભયતા અજોડ હતી. વિન્સ્ટન ચર્ચિલને પણ ભારત વિષે ઍલ ફેલ બોલવા માટે સંભળાવી દીધુ હતુ કે ભારત હવે સ્વતંત્ર છે. ઍ તમારુ ગુલામ નથી. ઍટલે હવે સંભાળીને બોલતા શીખો. તૅઓ સયુક્ત રાષ્ટ્રની સલામતી સમિતિને અસલામતી સમિતિ કહેતા. લોર્ડ માઉંટ બેટન ને ઍક્વાર સંભળાવી દીધુ હતુ કે તમે બરાબર રાજ઼ કરતાં નથી અને અમને પણ કરવા દેતા નથી. ગાંધીજી ઍ જ્યારે આશ્રમમા બ્રહ્મચાર્ય પર પ્રયોગો કરતા હટતા ત્યારે તેમણે નીડરતા થી કહી દીધુ હતુ કે'તૅઓ આશ્રમ નુ વાતાવરણ બગાડી રહ્યા છે.
                                                      આવા લોહ પુરુષને આપણે કોટિ કોટિ વંદન કરી પાવન થઈઍ.
                                  ****************************************************૮
                             

Saturday, October 26, 2013


ભગવો રંગ

                                                   સ્વામી તેજોમાયાઆનંદે (અમદાવાદ સ્વામી ચિન્મયાનંદ આશ્રમના વડા) ઍમના પ્રવચનમા ઘણુ સૂચક  વાક્ય કહ્યુ "સવાર અને સાંજે  સૂર્યનો રંગ ભગવો હોય છે આથી સાધુઓ પણ ભગવો રંગના કપડા અપનાવતા હોય છે." ઍમજ  સાધુઓના જીવનમા સવાર સાંજમા કોઈ ફરક પડતો નથી. આજ પ્રમાણે  જન્મ અને મૃત્યુ વખતે માનવ સરખી સ્થિતિમા હોય છે પરંતુ ઍ સમજવા મનુષ્યે આખુ જીવન કાઢવુ પડે છે.
                                                 ઍક કવિઍ કહ્યુ છે," જાલરટાણે આથમની દિશામા ભગવો રંગ કેમ હશે? તો આખો દિવસ દુનિયા જોઈને રવિ બાપડો વૈરાગી થતો હશે." ભગવો રંગ ઍથી  આધ્યાત્મીકતાનુ પ્રતીક છે. આશ્ચર્ય તો ઍ છે કે ભગવાને ધર્મ સાથે જોડવા નો પ્રયત્ન કરવામા આવી રહ્યો છે.  શિવાજી ઍ ઉઠાવેલા ભગવા વાવટા પાછળ સન્યસ્તની આધ્યમિકતા હતી. આથી ભગવા રંગની પાછળના તર્કને જીવનમા ઉતારવાની જરૂર છે.
                                                          ********************

Thursday, October 17, 2013


ભારતનુ  બંધારણ અને ઍની નિસ્ફળતા

                                                               
                                                            ડૉક્ટર આંબેડકર ભારતના બંધારણના પિતામહ હતા. ઍમણે બંધારણ સભામા ક્હ્યુ હતુ કે' કોઈ પણ બંધારણની સફળતા  ઍના અમલ કરતા લોકો પર હોય છે.' આજે રાજકીય લોકોઍ બંધારણના ચિંથરા ઉડાડી દીધા છે.
                                                      આપણા બંધારણની ત્રણ શાખાઓ છે. વહીવટી, સંસદીય, અને ન્યાયી. રાજકીય વહીવટી શાખા ભ્રષ્ટાચારમા ખદબદી રહી છે. ઍક બાદ ઍક કોભાંડઓ બહાર આવી રહ્યા છે. ક્યાતો મંત્રીઓ સંડોવાયેલા હોય છૅ ક્યાતો ઍમનો વહીવટી અધિકારીઓ પર કાબૂ નથી. આમાથી પ્રધાન મંત્રી પણ બાકાત નથી.
                                                        સંસદીય શાખાઓ રાજકીય રમતનો અખાડો બની ગઈ છે. લૉકહિતના કાયદાઓ ઘડવાને બદલે  ટાઇમ વેડફીને મચ્છી બજારના તમાસા જેવી હાલત છે.
                                                         ન્યાય શાખામા નીચે સ્તરે શિથિલતા છે જેથી ન્યાય આપવામા ઍટલો વખત બગાડવામા આવે છે કે વર્ષો  બાદ મળતા ન્યાયની કોઈ કીમત રહેતી નથી. ફક્ત ઉચ્ચ ન્યાયલાય બધો કચરો સાફ કરવાનુ કામ કરી રહી છે. અપરાધીઓને જેલમા બેસાડવાનુ, ભ્રષ્ટાચારીઓને ઉંઘાડા પાડવાનુ, અને કાયદાઓનુ પાલન કરાવવાનુ કામ વહીવટી પાંખનુ પણ છે તે ઉંચ ન્યાયાલય કરી રહી છે. ઘણીવાર તો ન્યાયલયના આદેશોને કેવી રીતે નિસ્ફળ બનાવવાનુ કામ વહીવટી પાંખ કરી રહી હોય છે. આજ બતાવે છે રાજકીય, અને નેતાકીય ક્ષેત્રે  આપણે દેવાળુ કાઢ્યુ છે.
                                                          આવી સ્થિતિમા બંધારણનો કે લોકશાહીનો દોષ કાઢવાથી શો અર્થ? હવે તો બધા અનર્થો પર બુલ ડોજર ફેરવવાનો સમય આવી ગયો છે.  દેશને અરાજાગતામાથી  કાઢવા માટે અનિષ્ટોનો નાશ કરવાનો સમય આવી ગયો હોય ઍમ લાગે છે.
                               *************************************************

Wednesday, October 16, 2013


ગુજરાતની અસ્મિતા

                                     
 ગુજરાતની અસ્મિતા નામનો ઉલ્લેખ કનૈઈયાલાલ મુન્શીઍ પોતાની નવલકથામા કરેલો. ગુજરાતના નાથમા ઍમણે સિધ્ધરાજ જયસીંહના વખતમા ગુજરાતના પ્રધાન મંત્રી મુંજાળની ભારતમા ફેલાયેલો પ્રભાવ વિષે વાત કરેલી છે. કર્ણાટકની રાજકુમારી  અને ગુજરાતની રાજમાતા મીનળદેવીના ગુણગાન ગાયેલા છે. ટુંકમા ગુજરાતની સમૃધ્ધિ અને પ્રભાવના વર્ણન કરેલા છે. ઍમાજ ગુજરાતની અસ્મિતાનુ રહસ્ય છુપાયેલૂ છે. ગુજરાતની અસ્મીતામા  ગુજરાતની સમૃધ્ધિ અને ગુજરાતનો ભારત પરનો પ્રભાવ સમાયેલો છે.
                                ગુજરાતની અસ્મિતાતો ઍજ દિવસે પ્રજવલિત થઈ જ્યારે ભગવાન કૃષ્ણે  મથુરાથી દ્વારકા તરફ પ્રસ્થાન કર્યુ હતુ અને દ્વારકાને સુવર્ણમય બનાવી હતી. ઍમના પગલા ઍ ગુજરાતની ભૂમિને અસ્મિતા અર્પી હતી. તેદિવસથી જ ગુજરાતની ભૂમિ પર મહાન રાજાવીઓ, અનેસંતોના પગલા પડવા માંડ્યા હતા. અને ગુજરાતનો પ્રભાવ ભારત વર્ષ પર વધી ગયો હતો. ત્યાર પછી પ્રભુઍ ગુજરાત પર કૃપા કરવામા પાછુ વળીને જોયુ નથી.
                                 દયાનંદ સરસ્વતી, સહજાનંદ સ્વામી, અને સ્વામી વિવેકાનંદ જેવા ક્રાંતિકારી સન્તોઍ પણ ગુજરાતની ભૂમિને પાવન કરેલી છે. હૂ ઍન સૅન અને થોમસ જેવા પ્રવાસીઓ પણ ગુજરાતની સમરુધ્ધિથી પ્રભાવિત થયેલ હતા.  ગુજરાતના સૂરત, ખંભાત, જેવા બંદરો પર આખા વિશ્વના વાવટાઑ ફરકતા હતા. મહમ્મદ ગજની જેવા રાજાઓ પણ ગુજરાતની સમરુધ્ધિ લુટવા ચઢી આવ્યા હતા. મોગલ વખતમા ગુજરાત ભારતનુ રત્ન રાજ્ય હતુ. અકબરે ગુજરાત જીતીને ઍનિ રાજધાની ફતેહપુર સિકરીમા બુલંદ દરવાજો બનાવ્યો હતો. મોગલ બાદશાહ સૂરત બંદરથી જ હજ પર જતા. સુરતનુ મુગલે સરાહી ઍનો પુરાવો છે. ટૂકમા ગુજરાતની અસ્મિતાનો લાંબો ઇતીહાસ છે જેની પરંપરા હજુ પણ જળવાઈ રહી છે.
                                   સ્વામી વિવેકાનંદને હિન્દુ સંદેશ પરદેશમા ફેલાવવાની પ્રેરણા ભૂમિ પણ ગુજરાત છે. હિન્દુસ્તાનની સ્વતંત્રતાની લડતની શરૂઆત કરનાર મહાત્મા ગાંધીઍ પણ ગુજરાતને પોતાની કર્મ ભૂમિ બનાવી હતી. હિન્દુસ્તાનમાથી રાજાશાહી નાબૂદ કરનાર સરદાર પણ ગુજરાતના સપૂત હતા. ભલે સંજોગો ઍ ઍમને ભારતના વડા પ્રધાન ન બનવા દીધા પરંતુ બીજા ઍક ગુજરાતી સપૂત મોરારજીભાઈઍ ભારતના વડા પ્રધાન બની ગુજરાતનુ નામ રૉશન કર્યુ હતુ.
                                  હજુ પણ ગુજરાતની અસ્મિતા ભારતમા ધૂમ મચાવી રહી છે. ગુજરાત આજે પણ ભારતનુ  સમરુધ્ધ અને વિકાસ અને વિકાસશીલ રાજ્ય છે. આજે પણ ઍક ગુજરાતી નેતા ભારતના વડા પ્રધાન થવાની હોડમા છે. ઍટલે દરેક ગુજરાતીનુ દિલ થનગની  રહ્યુ છે. ઍજ ગુજરાતની  અસ્મિતાનો પુરાવો છે.
ઍવુ રૂપાળુ ગુજરાત-
===============
પશ્ચીમે  ઘુંઘવતો સાગર, પૂર્વે ગીરીમાળાઑ છે
ઍવુ રૂપાળુ ગુજરાત, જ્યા સ્વર્ગમય દિન રાત છે
બનાસ, સાબરમતી વહે ઉત્તરે, મધ્યે નર્મદા અને મહી
દક્ષીણે તાપી અને અંબિકા, લીલી જાજમો પાથરી અહી
ઍવુ રૂપાળુ ગુજરાત જ્યા સ્વર્ગમય દિન રાત ચ્હે.
નરસિહના પ્રભાતિયાઓથી, જ્યા સૂર્યોદય થાય છે
કૃષ્ણ અને ગાંધીની ગાથાઓ જ્યા ગવાય છે
ઍવુ રૂપાળુ ગુજરાત જ્યા સ્વર્ગમય દિન રાત છે
ભારત દેસાઈ

Friday, October 4, 2013


આત્મ સન્ધોધન
-
                                                          જગતમા દુખ અને સંતાપનુ મૂળ બહારના કેટલાક  દૂષણોમા જે છુપાયેલુ છે. તેમા અહમ્ અન ઈર્ષા મુખ્ય    છે. પરંતુ આંતરિક રીતે જો  માણસ વિચારે અને પ્રભુની નજદિક જવા પ્રયત્ન થાય તો બધા જ દુખોનુ ઑસડ મ ળી આવવા સંભવ છે. આત્મ ખોજ અને તેનુ આલેખન કરવાથી જ જીવનમા આગળ વધી શકો છો. પોતાની ભૂલો શોધવા માટે પણ આત્મ ચિંતન આવશ્યક છે. ટૂકમા કહેવાય છે કે
આપણી ભુલને સમજવા  પણ મજા છે
બુધ્ધિ તણી ઍ  કસોટી બની જાય છે
ભુલને સમજ્યા પછી કબૂલવી ઍ નમ્રતા છે
ભુલને સુધારવી ઍમા આવડતનો સવાલ છે?
પણ ભુલને સુધારી શકોતો ઍ બુધ્ધિ અને આત્મ બળનુ પ્રમાણ છે.
ભારત દેસાઈ
                                           *************************************