Friday, August 25, 2023



તંદુરસ્તી - ૭૫ મી વયે 

                                જ્યારે ઉંમર ૭૫ ની ઉપ્પર જાય છે ત્યારે વૃદ્ધો માટે તંદુરસ્તી જાળવવી મુશ્કેલ બનતી જાય છે. બધા શરીરના અંગો નબળા વધુ થતા જાય છે. ત્યારે સારી તંદુરસ્તી જાળવવી મુશ્કેલ થતી જાય છે.   

                                  તે વખતે   ઊંઘનું  બરાબર ધ્યાન  રાખવું  જરૂરી છે. ઓછામાં ઓછી  સાત કલાકની ઊંઘ લેવી જરૂરી છે. એ  જીવનને સફૂર્તીમય રાખે છે.

                                  ધ્યાન અને અધ્યાત્મક્તા  પણ જીવનના તંગ અને દબાણ લાવતા  પ્રશ્નોનો સામનો કરવા જરૂરી છે. ધ્યાન  જીવન સંગ્રામના પ્રશ્નોના  સામનો કરવામાં મદદ કરે છે અને રાહત પણ આપે છે.  

                                 જેમ જેમ વય વધતી જાય તેમ તેમ લોકોનો સંમ્પર્ક ઓછો થતો જાય છે જે એકલતા સર્જે છે.. એમાંથી ઘણીવાર માનસિક વ્યથાઓ ઉત્ત્પન્ન થાય છે. આથી લોક સંમ્પર્કમા સતત રહેવું જરૂરી છે. એનાથી લોકો સાથેના સંપર્ક વધતા અને વાતચીતમાં  વ્યસ્ત રહેવાથી માનસિક અને શારીરિક તંદુરસ્તી સારી રહે છે.



                                   વધતી ઉંમરમાં બને ત્યાં સુધી થઇ શકે એવી કસરતો કરવી જરૂરી છે  અને હળવી રમતો જેવીકે કેરમ રમવી . તે ઉપરાંત  ગાર્ડનિંગ   પણ કરી શકાય.  દરરોજ ૩૦ મિનિટ ચાલવાથી  પણ શરીર સારું રહે છે.  પાણીમાં તરવા જેવા શોખો પણ શરીરને સારા રાખવામાં મદદ રૂપ થાય છે. 



                                  આજના ટેક્નોલોજીના જમાનામાં ઈન્ટરનેટથી   જ્ઞાન પણ વધારી શકાય છે.  એમાં સારી રીતે સમય પસાર કરવાથી શરીર માનસિક અને શારીરિક રીતે તંદુરસ્ત રાખી શકાય છે. માણસ જીવે ત્યાં સુધી નવું શીખવાની ઉત્સુકતા જાળવી રાખવી જોઈએ. 



                                   તે ઉપરાંત ખોરાકમાં પણ  સંયમ જાળવવો જોઈએ જેથી શરીર સારું રહે.  જેમ બને તેમ  પેટમાં જરૂરિયાત કરતા ઓછી જગ્યા રાખવી જોઈએ.   ખાંડ અને  કાર્બોહાઇડ્રેટ  જેવા પદાર્થો વાળા ખોરાકો ઓછા લેવા જોઈએ.  ફળો અને લીલા શાકભાજીઓ  વધારે ખાવા જોઈએ જેથી શરીરને પચાવવામાં સહેલું પડે .

                                    મૂળમાં વધતી વયે વધારે સંયમ રાખી હળવું અને તંદુરસ્તી ભર્યું જીવન જીવી જવું જોઈએ.  કેટલા વર્ષો જીવ્યા એ મહત્વનું નથી પણ કેવું અને કેટલું તંદુરસ્તીથી જીવ્યા એ મહત્વનું છે.

                                        ***************************** 

Saturday, August 19, 2023

 


આદર્શ ભારથા

                                     પત્નીને સંસ્કૃતમાં  ભારથા કહેવામાં આવે છે. એટલેકે આદર્શ પત્ની પુરુષનો ઉદ્ધાર કરી શકે છે  આપણામાં કહેવત પણ છેકે એક પુરુષની સફળતા પાછળ એક સ્ત્રી એટલેકે પત્ની હોય છે. આથી  સારી પત્ની મેળવવી એક  સારા  નસીબની નિશાની છે.  એકસારી પત્ની  પોતાના પતિના કુટુંબને પણ સુખી કરી શકે છે. જ્યારે ખરાબ પત્ની પતિના  કુટુંબ અને ભવિષ્યને  રોળી શકે છે. 

                                    આદર્શ પત્ની માટે કોઈ વ્યાખ્યા નથી પણ એના ગુણોથી પણ માપી શકાય છે. પત્ની જો પ્રેમાળ અને કુટુંબ પ્રત્યે લાગણીઓ ધરાવતી હોય  તો દરેક  ચીજોમાં સમાધાન  કરનારી હોય તો કુટુંબમાં ક્લેશ ઓછો થાય છે. એને માટે એ વધારે વખત એના પતિને આપી એને સમજવા પ્રયત્નશીલ હોવી જોઈએ.



                                     જીવનમાં સફળતા માટે  પતિને હંમેશા  ટેકો અને એના કામમાં પ્રોત્સાહિત કરતી  હોવી જોઈએ. ટૂંકમાં પતિની સફળતામાં જ પોતાની સફળતા  નિહાળતી પત્નીની દ્રષ્ટિ હોવી જોઈએ . પત્ની માટે પતિ અને એનું કુટુંબ પ્રાથમિક હોવું જોઈએ.



                                       પતિ પત્નીનો  સબંધ મિત્રતા ભર્યો હોવો જોઈએ અને એક બીજા પ્રત્યે માન અને આદરથી જોવાથી સમાજમાં પણ સારી છાપ ઉભી થાય છે. એમાં પત્નીની ભૂમિકા મહત્વની હોય છે. પતિને જિંદગીમાં સંગર્ષ કરવો પડતો હોય છે. એસંગર્ષમાં પત્નીએ પણ પ્રશ્નોના ઉકેલમાં પતિને સહાય કરવી આવશ્યક છે. આથી જીવન સંગ્રામમાં પતિ પત્નીએ એક ટીમ તરીકે કામ કરવાની જરૂરિયાત છે.

                                   પતિ પત્નીની વચ્ચે રંગીલા અને રોમાંચિત સબંધ નહિ હોય તો  જીવન શુષ્ક  બની રહે છે.  પત્ની અને પતિ વચ્ચે  વિચારોની આપલેમાં તદ્દન સ્પષ્ટતા  હોવી જરૂરી છે જેથી પત્ની  પતિને  એના  શ્રેષ્ટ ગુણો અને હોશિયારીને  બહાર લાવવામાં મદદરૂપ થઇ શકે. પતિને શાંતિથી સાંભળીને  યોગ્ય સલાહ સૂચન આપી  પતિને એના  ધ્યેયોને સિદ્ધ કરવામાં મદદરૂપ થવામાં પણ પત્ની મોટો ભાગ ભજવી શકે છે.

                                      પત્નીના વિચારો સકારત્મક અને પ્રામાણિક  હોય તો એ પતિની  સફળતામાં  મહદ અંશે ભાગીદાર  બની શકે છે. ભારતની સંકૃતિમાં  મહદ અંશે  મહાન વ્યક્તિઓની સફળતામાં એમની પત્નીના ફાળાને  હંમેશા નવાઝવામાં આવ્યો છે.  એજ ભારતીય સંસ્કૃતિની  મહાનતા છે.

                                                  *******************************                                     

 

                                      

Tuesday, August 8, 2023

 


 ઉદ્યોગીક  કાબિલિયત 

                                                 ઉદ્યોગો ચલાવનારાઓનો  ઉધોગીક પ્રગતિમાં મોટો ફાળો હોય છે.  નાની કંપનીઓ જ જે વસ્તુઓ પુરી પાડે છે એના પર મોટી કંપનીઓ નીભતી હોય છે. આથી અમેરિકા જેવા  વિકસિત દેશો પણ નાની નાની ચાલુ કરાતી કંપનીઓને મદદ કરે છે. એમાં ભારત પણ પાછળ નથી. ભારત સરકારે ૭૦૦૦ જેટલી નાની કંપનીઓને સારી એવી મદદ કરી છે. એજ દેશમાં વિકાસ અને પ્રગતિમાં સારો એવો ફાળો આપે છે.



                                           એવી નાની કંપનીઓની પ્રગતિમાં એના વહીવટ કર્તાઓનો મોટો ફાળો હોય છે. એમાં એમની કાબેલિયત પર આધાર રહે છે.  એમાં કંપનીમાં કામ કરનારનો  વહીવટ કરનારાઓમાં વિશ્વાસ અને આદર હોવો જરૂરી હોય છે. કંપનીમાં કામ કરનાર એના નોકરીયાતો ખુશ અને સંતોષી હોવા જોઈએ.  એમની સાથેનો ઉપરી અને  ઉચ્ચ વહીવટ કરનારાઓનો અભિગમ ઉમદા હોવો જોઈએ. તોજ કામ કરનારાઓનો  ઉત્સાહ વધે અને કંપનીને  સફળતા  મળે .  કંપનીની ઉદારતા અને કદર  કંપનીનું ઉત્પાદન વધારવા મદદ રૂપ બની રહે છે.



                                              તે ઉપરાંત કંપનીના વડાઓમા નીતિમત્તા પણ હોવી અગત્યની છે. જે કંપનીના કામદારોમાં દાખલો બેસાડે છે. કંપનીની સફળતામાં કામદારોની પસંદગી પણ અગત્યની છે. કામદારો પણ પ્રામાણિક અને કામ પ્રત્યે લગાવ હોવા વાળા હોવા જોઈએ અને એમના નેતામાં  વિશ્વાસ અને આદર હોવો જોઈએ . એમને ખાતરી હોવી જોઈએકે  કંપનીની સફળતામાં એમનું ઉત્તમ ભવિષ્ય સમાયેલું છે. સારી કંપનીના નેતા અને કામદારોએ એક ટીમ તરીકે કામ કરવાની અવશ્ક્યતા  હોય છે.  કામમાં કામદારોને પણ સૂચવવાનો  હક્ક હોવો જોઈએ.

                                            નેતામાં પણ પોતાનું સપનું સાર્થક કરવાની તીવ્ર ઈચ્છા હોવી જોઈએ જે કામદારો માટે પ્રેરણારૂપ બની રહે. નેતાના કામમાં એના કુટુંબનો , મિત્રોનો  અને સમાજનો પણ સાથ હોવો જરૂરી છે. જે નેતાની શક્તિને વધારી શકે એવું આદર્શ વાતાવરણ ઉભું કરી કંપનીની સફળતામાં મદદ રૂપ  બની  રહે . વેપારમાં ઘણી વાર તર્ક કરતા સાહસિકતા વધારે ઉપયોગી  બની શકે છે જે સફળતામાં મોટો ફાળો આપેછે. અસફળતાનો ડર, શંકાઓ  અને અનિશ્ચતાને  સાહસિકતા જ પાર કરી શકે છે. 



                                                કંપનીની સફળતામાં કંપનીની બનાવેલી વસ્તુઓને વાપરનારાઓનો  અને એમના સલાહ સૂચનો તથા કંપનીના   આર્થિક નિયંત્રણો પણ અગત્યના હોય છે. આધુનિક યુગમાં નાના ઉધોગોનું જયારે મહત્વ વધતું જાય છે ત્યારે એના વહીવટમાં આર્થિક સહાય સાથે  એને  ચલાવનારા નેતાઓ અને કામદારોમાં જે અગત્યના  ગુણો જરૂરી છે  તે જાણવું જરૂરી છે.

                             ***************************************************