Wednesday, December 17, 2014


વાવેલા બીજના ફળો
                                                                                                                                        રશિયાને અફઘાનીસ્તાનમાથીતગેડી મૂકવાં માટે પાકિસ્તાન અને અમેરિકા ઍ ઍક  ભુત ઉભુ કરેલુ તેનુ જલ્લાદ સ્વરુપ આજના તાલિબાનો છે. હવે ઍ ભૂતે ભયંકર સ્વરુપ ધારણ કર્યુ છે અને જુદા જુદા સ્વરૂપે ઍ ભુત હવે સારી દુનિયાને ધ્રુજાવી રહ્યુ છે. ઍ દુનિયામા ગમેત્યા પ્રદેશમા ગમે ત્યારે ત્રાટકી પડે છે. કોઈક વાર ભારતમા તો કોઇક્વાર ઓસ્ટ્રેલિયા કે પછી અમેરિકા કે કૅનડા પર પણ તૂટી પડે છે. યૂરોપ, અને મુસ્લિમ દેશો પણ ઍનાથી બાકાત નથી.  તાલિબાનો, અલકાયદા, આઈ ઍસ આઈ ઍસ ઍ બધા જુદા જુદા નામે આંતકવાદ ફેલાવે છે અને નિર્દોષ માનવોની હત્યા કરવામા આવે છે. ઍ હત્યાઓમાથી સ્ત્રીઓ, બાળકો, અને મુસ્લિમો પણ બાકાત નથી.


                                                   આ લોકો ઍટલા ક્રુર હોય છેકે માસૂમ બાળકોની પણ હત્યા કરતા અચકાતા નથી ઍ પણ ઍક દુખ દાયક ઘટના છે. આંતકવાદીઓઍ ૨૦૦૪ મા બેસલાન, રશિયામા ૧૮૬ બાળકો અને બીજા ૯૯ માણસોને મારી નાખ્યા હતા.  ઍ પણ  સ્કૂલ પર હુમલો હતો.  તેવોજ હુમલો ૧૬ મી ડિસેંબરના દિવસે પેશાવરમા આર્મી સ્કૂલ પર કરવામા આવ્યો અને ૧૪૧ માણસોને મારી નાખવામા આવ્યા. ઍમા ૧૩૨ સ્કૂલના બાળકો જ હતા. પાકિસ્તાની લશ્કરના તાલિબાનો સામેના પગલાના વિરૂધ્ધમા ઍ ક્રુર હત્યાકાંડ કરવામા આવ્યો હતો. ઍ હત્યાકાંડથી આખુ પાકિસ્તાન ધ્રુજી ઉઠ્યુ છે. આખા  વિશ્વનો પાકિસ્તાન પ્રત્યે ઍ બાબતમા સહાનુભુતિ અને ટેકો છે.

                                                  "પોતે કરેલા પોતાને હૈયે વાગે"ઍવી હાલત અત્યારે પાકિસ્તાનની છે.   પાકિસ્તાન તાલિબાન અને આંતકવાદ દ્વારા અદ્રશ્ય યુધ્ધ ભારત સાથે લડતુ રહ્યુ છે, કારણ કે સીધુ યુધ્ધ ભારત સામે લડવામા મુશ્કેલી છે. પરંતુ હવે પોતે કરેલા ખરાબ કૃત્યો ઍને જ નડી રહયા છે.  આથી  પેશાવરના બાળસંહાર પછી પાકિસ્તાન ઍમાથી શીખી તાલિબાન અને આંતકવાદ સામેની લડતમા આખી દુનિયા સાથે જોડાઈ જવુ જ઼ોઈઍ. તાલિબાન અને આંતકવાદને કોઈ પણ સ્વરુપમા પાકિસ્તાને વખોડી કાઢવુ જ઼ોઈઍ.
                                           **************************************

Saturday, December 13, 2014


કલીયુગ
                                                                                                                                                                    મહાભારતના યુધ્ધ બાદ યુધિષ્ઠીરે ભિસ્મપિતાને પુછ્યુ હતુકે" અમારે તો યુધ્ધ જોઇતુ જ ન હતુ. અમારાપર યુધ્ધ લાદવામા આવ્યુ હતુ. આવુ શા માટે બને છે? જ્યારે નિર્દોષ અને ભલા માણસોં હેરાન થાય છે. ભિસ્મપિતાને ત્યારે ખબર ન હતી કે ઍ કલીયુગના પડછાયા હતા.  આજની પરિસ્થિતિથી કોઈ પણ સદ્દ્ગ્રહસ્થ વ્યક્તિ  ખુશ  ન  હશે ઍનુ કારણ આપણે કલીયુગમા જીવી રહ્યા છે
                આપણા ઋષીમુનિઑ વીદ્વાન  અને પ્રખર ભવિષ્યવેતા હતા કે ઍમણે સતયુગમા જ આવનારા ખરાબ સમયના ઍંધાન ભાખી નાખ્યા હતા. તેમણે આપણે અત્યારે જે કલીયુગમા રહિઍ છિઍ ઍનુ વર્ણન આપણા પુરાણોમા કરી નાખ્યુ હતુ. ઍમણે શ્રીમદ્ ભગવદમા જે કઈ કલીયુગ વિષે લખ્યુ છે તેમાથી આપણે પસાર થઈ રહ્યા છે. અત્યારે ઘણુ કરીને અસત્યનો અને દૃષ્ટોનો જ  વિજય પ્રવર્તે છે.
                   શ્રીમદ્ ભાગવદમા કલીયુગના લક્ષણો સ્પષ્ટરીતે વર્ણવામા આવ્યા છે જે આજની પરિસ્થિતિ પ્રમાણે જ છે.

૧) કલીયુગમા ધર્મ, સત્ય,સ્વચ્છતા, સહનશીલતા,દયા, સ્મૃતિ,શારીરિક શક્તિ, વગેરેનો લય થશે.
૨)  ઘનથી જ માણસ ઓળખાશે. ન્યાય, અને કાયદા સત્તાને આધીન હશે.
૩) ફક્ત  બનાવટ અને આકર્ષણને લીધે સ્ત્રી પુરુષો સાથે રહેશે. લુચ્છાઈથી જ વેપારમા સફળતા મળશે. સ્ત્રી પુરુષની શક્તિ તેમની કામનાની નિપુણતામા જ ગણાશે. બ્રાહ્મણો ફ્ક્ત જનોઈ પહેરવાથી જ ઓળખાશે.
૪) બહારના દેખાવ પરથી માણસની આધ્યાત્મિક શક્તીનુ મૂલ્યાકન થશે. જે  શબ્દોમા રમી શકશે ઍને જ .વીદ્વાન માનવામા આવશે.
૫)પૈસા વગરના માણસને અપવિત્ર માનવામાઆવશે.  બાહ્ય દેખાવને ગુણ માનવામા આવશે. મૌખિક વચનો પર લગ્ન નક્કી થશે. ફ્ક્ત સ્નાન કરવાથી મનુષ્ય પવિત્ર થઈ જશે.
૬) પવિત્ર સ્થળો જળ સંગ્રાલયની નજીક લઇ જવાશે. વાળ ઓળવાની શૈલી પરથી સુંદરતા નક્કી થશે. પેટ ભરીને ખાવાનુ જ જીવનનુ  ધૈય બની જશે. જે કુટુંબનુ ભરણપોષણ કરી શકે ઍને જ સશક્ત મનાશે. ધાર્મિક સીધ્ધાંતોનો ફક્ત આબરૂ જાળવવાં માટે જ ઉપયોગ કરવામા આવશે.
૭) દુનિયા ભ્રષ્ટાચારી ઓથી ભરપુર રહેશે. સત્તા ફક્ત આવા શક્તિશાળી  લોકોના હાથમા ચાલી જશે.
૮) દુકાળ, આકરા કરો ને લીધે લોકો પાંદળા, કન્દમૂળ, માંસ, ફળ અને ફૂલો ખાવા પડશે. લોકોનુ જીવન બરબાદ થશે.
૯)લોકો શરદી,હવા, ગરમી, વરસાદ, અને સ્નોથી પીડાશે.  લોકો ભૂખ, તરસ, વગેરેથી દુખી થશે.
૧૦) મનુષ્યનુ આયુષ્ય ૫૦ ની આજુબાજુ રહેશે.
૧૧) પોતાના વડીલોનુ રક્ષણ કરવામા લોકો નિષ્ફળ રહેશે.
૧૨) માણસો પૈસા ખાતર ઍક બીજાને નફરત કરશે, અને પૈસા માટે મિત્રો, સ્નેહીઓ, પોતાની જાતનુ બલિદાન આપવા તૈયાર હશે. ભગવાનના નામથી લોકો પૈસા ઉઘારાવશે. પોતાનુ જીવન ચલાવવા  સાધુંના વસ્ત્રો ધારણ કરશે. આવા માણસો ઉચ્ચસ્થાન પર બેસી ધર્મના સીધ્ધાંતો પર પ્રવચનો આપશે.

                                                      આજે કયો યુગ ચાલે છે ઍ તો આપણે સહેલાઈથી નક્કી કરી શકિઍ ઍમ છે. તે છતા કળીયુગનો ઍક મહત્વનો ગુણ છે ઍ પણ ભૂલવો ન જોઇઍ કે  " કળીયુગમા ભગવાનનુ નામ શ્રધ્ધાથી લેવાથી ભૌતિક લોકમાથી નિર્વાંણ મેળવી શકાય છે. ઍવુ પણ આપણા શાસ્ત્રઑ કહી ગયા છે.
                                            *******************************************

Sunday, December 7, 2014



ત્રીજા વિશ્વ યુધ્ધ તરફ-
                                                                                                                                                             આજે વિશ્વભરમા  આંતકવાદ ફેલાયેલો છે અને અમેરિકાથી તે રશિયા, ચીન  સુધી ઍના મૂળિયા ફેલાયેલા છે. આખુ વિશ્વ આંતકવાદની વેદનાથી પીડાઈ રહ્યુ છે. ભલે ઘણા વિષયો પર મતાંતર હશે પરંતુ આંતકવાડના સામના માટે ઘણા ખરા રાષ્ટ્રો ઍક છે. તેઓ સયુક્ત મોર્ચો આંતકવાદ સામે ખોલવા તૈયાર થયા છે. ઍનુ મુખ્ય કારણ આંતકવાદ લોકોના વિકાસ સામેનો મુખ્ય મુદ્દો બની રહ્યો છે.

                           આંતકવાદના મુળમા શિક્ષણ અને રોજગારીનો આભાવ તથા ગરીબી, અને અંધશ્રધ્ધા છે. આમા મુસ્લિમસમાજ વધુ ને વધુ ભોગ બન્યો છે જે ઉપલા બધા અભાવોથી પીડિત છે. તે ઉપરાંત મુસ્લિમ ધર્મગુરુઓ ઍમા ઘી હોમવાનુ કામ કરે છે. આથી આફ્રિકાથી તે પાકિસ્તાન સુધી મુસ્લિમ જગત આંતકવાદની  પીડા ઍક કે બીજા સ્વરૂપે અનુભવી રહ્યુ છે.



                         
                      મુસ્લિમ રાષ્ટ્રોમા લોકશાહીઍ ધર્માંધતા સામે માથુ ટેકવી દીધુ છે ઍટલે લોકશાહી લાંબો વખત ટકતી નથી અને  ઍમાથિ જ  આંતકવાદનો ઉધ્વવ થવા માંડ્યો છે.  આથી ધાર્મિક તત્વો ધીકતી ધરાની નીતિ અપનાવી રહ્યા છે. આજે અમેરિકા, બ્રિટન, યુરોપ, રશિયા, ચીન ભારત, આફ્રિકા અને બધા ખંડો આંતકવાદમા હોમાઈ ગયા છે.


                                                  કેટલાક રાષ્ટ્રો જેવાકે ઑસ્ટ્રેલિયા, કેનેડા, અને જાપાને  તો મુસ્લિમ સમાજને તેમના કાયદા પ્રમાણે જીવવાની નોટીસ આપી દીધી છે.  તે ઉપરાંત વિશ્વ અભિપ્રાય હવે આંતકવાદની સામે ઍક થઈ રહ્યો છે જે આંતકવાદને ઉત્પન કરનારા દેશો સામે મોર્ચો માંડવા તત્પર બન્યા છે. ઍમાથિ વિશ્વ યુધ્ધની ચિનગારીના તણખા દેખાઈ રહ્યા છે ઍની નોંધ લેવી જરૂરી છે.
                          .*******************************************

Sunday, November 16, 2014



જમ્મૂ અને કાશ્મીરને લગતી કલમ ૩૭૦ શુ છે?
                                                                                                                                                            ૧)જમ્મૂ અને કાશ્મીર ના લોકો પાસે ડ્યૂયેલ નાગરિકતા છે અને જમ્મૂ કાશ્મીરનો ફ્લૅગ પણ જુદો છે.
૨)જમ્મૂ અને કાશ્મીરની ધારાસભાની મુદત ૬ વર્ષની છે જ્યારે ભારતના રાજ્યોની મુદત પાંચ વર્ષની હોય છે.
૩)ભારતના ફ્લૅગ કે કોઈ પણ રાસ્ટ્રિય ચિન્હોનુ અપમાન જમ્મૂ અને કાશ્મીર રાજ્યમા ગુનો બનતો નથી.
૪) ભારતની સુપ્રીમ કોર્ટ ના કોઈ પણ ચૂકાદાઓ જમ્મૂ અન કાશ્મીર રાજ્યમા લાગુ પડતા નથી.
૫)ભારતની પાર્લામેંટ મર્દાયિત ક્ષેત્રમા જ જમ્મૂ કાશ્મીર માટે કાયદાઓ બનાવી શકે છે.
૬) જમ્મૂ અને કાશ્મીર રાજ્યની સ્ત્રી ભારતના કોઈ નાગરિક સાથે  લગ્ન કરે તો ઍ જમ્મૂ અને કાશ્મીર રાજ્યની નાગરિકતા ગુમાવી દે છે પરંતુ જમ્મૂ અને કાશ્મીર રાજ્યની કોઈ સ્ત્રી પાકિસ્તાની સાથે લગ્ન કરે તો . ઍ પાકિસ્તાની નાગરિકને જમ્મૂ અને કાશ્મીર રાજ્યની નાગરિકતા મળી શકે છે.
૭) શેરિયત કાયદો જમ્મૂ અને કાશ્મીરની સ્ત્રીને લાગુ પડે છે.
૮) જમ્મૂ અને કાશ્મીર રાજ્યના બહારનો કોઈ પણ નાગરિક મિલકતની માલિકી જમ્મૂ અને કાશ્મીરમા ધરાવી શકે નહી.
૯) પંચાયત રાજ્યનુ જમ્મૂ અને કાશ્મીરમા અસ્તિત્વ નથી. લઘુમતી જેવીકે હિન્દુ અને શિખોને ૧૬% રિસરર્વેશન જમ્મૂ અને કાશ્મીરમા નથી.
૧૦) આર ટી આઇ, સી ઍ જી, આર ટી ઈ, અને કોઈ પણ ભારતીય કાયદાઓ જમ્મૂ અને કાશ્મીર રાજ્યમા લાગુ પડતા નથી.

                                         બીજી રીતે જોઈેતો જમ્મૂ અંને કાશ્મીર રાજ્ય ભારતમા સ્વતંત્રતા ધરાવતુ રાજ્ય બની રહ્યુ છે. આથી ૩૭૦ મી કલમ ચાલુ  રાખવી કે કાઢી નાખવી ઍ ભારતના લોકોે ઍ વીચારવાનો સમય આવી ગયો છે.
                                         *****************************************

Sunday, November 9, 2014


સ્થિતપ્રજ્ઞતા
                                                                                                                                                        માનવી ઈન્દ્રીઓની વિષય વાસનાને લીધે માયુષ થઈ જાઇ છે અને દુઃખી દુઃખી થઈ જાય છે. બધા દૂષણોના મુળમા પણ વાસનાઑ જ છે. ગીતામા કૃષ્ણ અર્જુનને કહે છેકે તારી વાસના અને માયાઍ તને નીર્બળ બંનાવી દીધો છે. આથી તૂ તારા કર્મમાથી વિચલિત થઈ ગયો છે.  અર્જુન બહુ જ દુઃખી હતો કારણકે તેણે ઍની ઈન્દ્રીયો પર કાબૂ ગુમાવી દીધો હતો.  તારી  ઈન્દ્રીઓજ તને મિથ્યા અભિમાન કરાવે છે કે તુ સામે ઉભેલા બધા શત્રુઓને મારી નાખવાનો છે. સત્ય તો ઍ છેકે ઍ મરેલા જ છે અને ઍમનુ મૃત્યુ નિસ્ચીત છે. તુ તો ફક્ત નિમિત માત્ર છે. આખરે કહે છે તુ સ્થિતપ્રજ્ઞ થઈ જા જેથી તારા બધા દુઃખો દૂર થઈ જશે.


                                      સ્થિતપ્રજ્ઞતા  સાગરની શાંતિમા છે કારણકે કેટલીેઓ નદીઓ ઍનામા આવી પડે છે પરંતુ ઍ સાગરને અશાંત કરી શકતી નથી. જેમ કેટલીઓ મુશીબતો યોગિની શાંતીને હણી શકતી નથી. સ્થિતપ્રજ્ઞતામા માનવી તોફાની નદીમા સ્થિર નાવ જેવી સ્થિતિ અનુભવે છે. જેવી રીતે વિચારોના વંટોળમા બુધ્ધિ સ્થિર રહે ઍ પણ સ્થિતપ્રજ્ઞતાનો ઍક દાખલો છે. જે અહંકાર, મમતા, વિકારને ત્યાગે ઍજ પરમ શાંતિ અને સુઃખ પામે છે.


                                       બધા જ દુઃખો અને સંતાપોના મુળમા માયા, જે ઈન્દ્રીઓને કાબુની બહાર દોરવી જાય છે. આથી નિરમોહિતા જ  સ્થિતપ્રજ્ઞતાનુ ઍક સ્વરુપ છે. માનવીઓ ઍ  દિશામા પ્રયત્નો કરતા રહે ઍમા જ ઍમનુ હિત છે. ઍજ ગીતાનો સાર છે.
                                  *******************************************. 

Tuesday, November 4, 2014


કાળુ નાણુ
                                                                                                                                                                 અત્યારે કાળા નાણા વિષે પાનાઓ ભરી ભરીને મીડિયામા સમાચારો આવતા રહે છે. લોકોને પણ કહેવામા આવ્યુ છેકે જે કરોડો રૂપીયા ગેરકાયદા પૂર્વક પરદેશોમા પડેલા તે દેશમા લાવવામા આવેતો દેશની ગરીબી હટાવવામા મદદ રૂપ થાય ઍમ છે. ૧૪૫૦ અબજ ડોલરનુ કાળુ નાણુ પરદેશમા પડેલુ છે ઍવુ અનુમાન કરવામા આવે છે. ગયી ચૂંટણીમા ઍ પ્રશ્નને રાજનેતાઓે દ્વારા પણ ચગાવવામા આવ્યો હતો. આથી લોકોની અપેક્ષાઓ પણ વધી ગઈ છે.
                          સરકાર પાસે જે નામો આવ્યા છે તે અમુક પ્રક્રિયાઓ પુરી કર્યા સિવાય બહાર પાડી શકાય ઍમ નથી. બિજુ જેના નામો ઍમા છે તેઓે ઍ કદાચ પૈસા ઉપાડી પણ લીધા હોય તો ઍમા કઈ નવાઈ નહી કારણ કે સરકારે હજુ સુધી ઍ ગેરકાયદેસર ખાતાઓને સ્થગિત પણ કર્યા નથી.
                            રાજકારણીઓ આ પ્રશ્નને ઍક્બિજાને બ્લૅકમેલ કરવા માટે ઉપયોગ કરતા દેખાય છે. ઍમા મુખ્ય મુદ્દો તો બાજુ પર જ રહી જાય છે. વડા પ્રધાન કાળાનાંણા ને પરત લાવવાની બાહેદારી આપે છે પરંતુ ઍમની પાસે પણ કેટિલી ગેરકાયદેસર રકમ પરદેશમા પડેલી છે તેની માહિતી નથી.
                             સરકારે કાળા નાણા માટે ઍક કમિશન સુપ્રીમ કોર્ટની સૂચનાથી નિમેલુ છે જે સરકારે આપેલા નામોની પણ તપાસ કરી રહયુ છે.  તે દરમ્યાન સામાજીક વેબ સાઇટ પર ઍક બિજુ લીસ્ટ પ્રગટ થયુ છે, જેમા રાજ઼ કરતી "બીજેપી" ના નેતાઓના નાંમ પણ કાળા નાણા ની બાબતમા પ્રસિધ્ધ થયા છે. આથી પ્રશ્ન ગુચવાતો જાય છે અને ઍમા નાટકીય તત્વ ઉમેરાતુ જાય છે.
                              આથી દેશમા અસંતોષનુ મોજુ પ્રસરતુ જાય છે.   ભારતીય જનતા પાર્ટી ના નેતા સુબ્રમણિયમ સ્વામી ઍ વડા પ્રધાનને પત્ર લખી માગણી કરી છે કે પરદેશની બેન્કમા ગેરકાયદેસર રાખેલા પૈસાને દેશની સંપતી ગણી લેવાનો  વટહુકમ સરકારે બહાર પાડવો જોઈ ઍ અને ઍ પૈસા પાછા લાવવાની ભારતીય નાગરિકોને ફરજ પાડવી જોઇઍ.લિસ્ટમા જેના નામો છે ઍ બધાની સામે યોગ્ય કારવાહી કરવી જોઇઍ. ઍમા પરદેશી દેશો સાથેની ગુપ્તતાનિ કોઈ સમજૂતી લાગુ પડતી નથી.

                              આખા પ્રશ્નનોના મુળમા દેશનો ચાલી રહેલો ભ્રષ્ટાચાર પણ છે. દેશમા સરકારી નોકરો, વેપારીઓ અને રાજકારણીઓજ  ભ્રષ્ટાચાર, અને યોગ્ય કર ન ભરવાથી કાળુ નાણુ પેદા કરેછે. જે  આખરે પરદેશી બેન્કોમા પહોચી જાય છે. આથી ભારતમા મિડ્લ સ્તરે જ મોઘવારી વરતાય છે. બહારનુ આર્થિક વાતાવરણ જોઈને ભારતમા મોંઘવારી છે ઍ સાંભળીને આશ્ચર્ય જ થાય ઍવી પરિસ્થિતિ છે.  આથી દેશમા ઉત્પન્ન થતી કાળા નાણાની ટંકશાલને નાથવી ઍ વિકટ પ્રશ્ન છે.ઍક વાત ચોક્કસ છે કે કાળાનાંણા ને નાથવામા ભારત જો નિષ્ફળ જશે તો દેશ આર્થિક  રીતે પાયમાલ થઈ જશે. 

Sunday, October 26, 2014


ગાંધી જયંતિ- ઑક્ટોબર, ૨ ૨૦૧૪
                                                                                                                                                                          આ મહિનામા જ ગાંધીજયંતિ ગઈ અને ઍને ઉપચારિક રૂપે  ઉજવવામા આવી. ગાંધીવાદનુ પાલન કરવા કરતા આપણે ભારતીઓ ઍનો ઉપયોગ કરવાનુ શીખી લીધુ છે. આપણે ઍમજ માનવા માંડ્યા છેકે ગાંધીવાદ સમયને અનુરૂપ નથી અને ઍને અત્યારના અનૈતિક વાતાવરણમા ઉપયોગ થઈ શકે ઍમ નથી. ઍમા લોકોનો વાંક નથી ઍને જે રીતે રજૂ કરવામા આવ્યો છે તે પ્રસ્તુત કરનારાઓનો વાંક છે ઍમા કેટલાક વેદિયા ગાંધીવાદિઑ પણ સામેલ છે.

                                              ગાંધીજીની અહિંસાની પણ આ જગતમા ઠેકડી ઉડાડવામા આવે છે. પાકિસ્તાન અને ચીન જેવા દેશો સામે ગાંધીજીની અહિંસા હાસ્યજનક છે.  ગાંધીજી સ્પષ્ટ પણે માનતા હતા કે અહિંસા દૂષ્ટતાનિ આગળ પગવાળી બેસી જવાની સ્થિતિ નથી. જ્યા કેવળ કાયરતા અને હિંસા વચ્ચે જ પસંદગી કરવાની હોય ત્યા તેઓ હિંસાની સલાહ આપતા હતા. હિન્દુસ્તાન પોતાના અપમાનનુ લાચાર બનીને સાક્ષી બને અથવા રહે તેના કરતા તે પોતાની આબરૂ જાળવવા શસ્ત્રોના આશ્રય લેવો જ જોઈઍ.

                                                 ગાંધીજીના અર્થ વ્યવસ્થા માટેના  વિચારોં પણ સ્પષ્ટ છે.  ઍમની વિચારશક્તિ ત્રણ સીધ્ધાંતો પર આધારિત હતા. દરેકે પોતાની ફરજો દરેક ક્ષેત્રમા નીષ્ઠાપુર્વક બજાવવી જોઇઍ જેથી આર્થિક વિકાસ ત્વરિત થાય. દરેક કમાણીના તમે ટ્રસ્ટી છો ઍટલે સમાજ પ્રત્યે તમારી આર્થિક મદદ કરવાની ફરજ છે. ઍનાથિ સામાજીક ઘર્ષણને દૂર રાખી શકાય છે. ત્રીજુકે દરેક વસ્તૂમા ઑછામા ઑછા કંટ્રોલો હોવા જોઇઍ. ઍટલે માનવ વિકાસ માટે મુક્ત આર્થિક વ્યવસ્થાના તેઓ ટેકેદાર હતા. રાજ પર વધારે પડતા આધારને ઘાતક સમજતા. તેઓ મૂડી વાદ અને સામ્યવાદ ના મહાન સંયોજક હતા.
                                                  તેઓ ગીતાને જીવન માર્ગ  દર્શક સમજતા હતા અને રામરાજ્યને આધુનિક જમાનામા જડતા પૂર્વક અપનાવ્યા સિવાય તેમણે લૉક કલ્યાણનો માર્ગ સુચવ્યો હતો.  તેઓના સામાજીક વિચારો આધુનિક જમાનાને અનુરૂપ હતા. સ્ત્રી સ્વાતંત્ર,અને સ્ત્રી શિક્ષણના હિમાયતી હતા.

                                                       આખી દુનિયાઍ આજે વિકટ પ્રશ્નોના ઉકેલ માટે ઍમના વિચારોમાથી માર્ગદર્શન મેળવ્યુ છે ત્યારે આપણા દેશને માટે તેઓના વિચારો કેવી રીતે સમયને અનુકુળ નથી ઍ સમજવૂ મુશ્કેલ છે? નેલ્સન મૅંડેલા, ડૉક્ટર માર્ટિન લુથર કિંગ, ગાંધીના વિચારે સફળ નીવડ્યા છે. બરાક ઓબામા અમેરિકન પ્રમુખ ઍમના વિચારોની કદર કરે છે ત્યારે ઍટલૂ તો સમજવૂ જ રહયુ કે ગાંધીવાદ હજુ સારા વિશ્વમા જીવીત છે અને વિશ્વના વિકટ પ્રશ્નો માટે પથદર્શક છે.

                                                         અંતે ભારતીય શાંતિ નોબલ પ્રાઇસ વિજેતા કૈલાશ સત્યારથી ના શબ્દોમા કહિયેતો " હૂ મારી જાતને વધુ સન્માનિત અનુભવત જો મહાત્મા ગાંધીને પહેલા આ પુરસ્કાર અપાયો હોત." આનાથી વધુ સારી શ્રધ્ધાઅંજલી ગાંધી વિચાર અને ગાંધીવાદને હોય શકે?
                                                        ******************************

Thursday, October 23, 2014


દિપાવલી
                                                                                                                                                           દિવાળીનો  મહીમા અનોખો છે. અંધારામાથી પ્રકાશ તરફ દોરી જનારુ પર્વ, ગંદકીમાથી સ્વચ્છતામા લઇ જનારુ પર્વ, દુઃખમાથી ઉલ્લાસમા દોરી જનારુ પર્વ,  બાહ્ય અને આંતરિક મેલોને સાફ કરનારુ પર્વ છે. કુદરત પણ પુરબહાર મા ખીલવા માંડે છે. લોકોની આંખોમા ચમક આવી જાય ઍવો ઍ તહેવાર છે જેથી લોકો દીપા વલીની આતુરતાથી રાહ જુઍ છે અને ઍને નવા નવા કપડાઓ, અને આભુષણો પહેરી ઍને ઉજવે છે. જાત જાતની મિઠાઈઓ ખાઈને ઉજવે છે. આથી દિવાળીનો મહિમા આવો પણ છે.
આવી દિવાળી---
આવી દીવાળીને લાવી છે દીવા
નાવરચનાના દ્વારો ખુલ્લા કરવા
ધનવાનો માટે લાવી નવ સંદેશા
દરિદ્રો માટે થોડો થોડો ત્યાગ કરવા
આવી દિવાળી---
મજદુરો માટે લાવી નવ આશા
વધુ પસીનો વહાવી વધુ સમરુધ્ધિ મેળવવા
લોકસેવકો માટે લાવી નવી પ્રેરણા
ત્યાગની ભાવનાથી વધુ સેવા કરવા
આવી દિવાળી---
આવોસાથે મળી ઍક અવાજે વાતો કરિયે
ઍકતા અને પરિશ્રમ દ્વારા દેશને આગળ લઈ જઈ ઍ
આવી દિવાળી---
ભારત દેસાઈ
                                 **********************************

Saturday, October 11, 2014



 સૌરાષ્ટ્ર


                                                                                                                                                     (Rukhmani Temple-Dwarika)


                                                                 
                                                                                       આસૌરાષ્ટ્રની રસધાર પવિત્ર ભૂમિ છે
                                                                                      જ્યા કલાપીનો કલારવ ગુંજ્યો તો
                                                                સ્વતંત્રતાનો શંખનાદ જ્યાથી મેઘાણી ઍ ફૂક્યો તો
                                                                                      ઍવી સૌરસ ભરી આ પવિત્ર ભૂમિ છે
                                                                                      આ સૌરાષ્ટ્રની---
જ્યા જલારામ બાપુઍ વાણી વહાવી હતી
નરશી મહેતા જ્યા પ્રભુ ભક્તીથી નાહ્યાતા
ભગવાન કૃષ્ણે જ્યા દ્વારિકા વસાવી હતી
ઍવી  આ શોરઠની પુણ્ય ભૂમિ છે
આ સૌરાષ્ટ્રની---
                                                                               
                                                   ( Lions in Safari park- Gir forest)                                    
                                                                                 હજુ પણ ગરવો ગીરનાર જ્યા ઉભો છે
                                                                                 તળેટીમા સાવજની જ્યા ત્રાડ સંભળાય છે
                                                                                 હજુ પણ સાગરને કિનારે સોમનાથના ઘંટારવ થાય છે
                                                                                 ઍવી રસ તાલ સૌરાષ્ટ્રની ભૂમિ છે.
                                                                                 આ સૌરાષ્ટ્રની---
                               
                                  (Before Bhavnath Temple and Girnar in the background- Junagadh)

                                                          (On the Sea shore of Somnath)
ભારત દેસાઈ

                     *************************

Thursday, October 9, 2014



પ્રભુ ક્યા નથી?


                                                                                                           
                                                                                                              " જાહિદ શરાબ પીને દે
                                                                                                                 મસ્જિદ મે બૈઠ કર
                                                                                                                  યા વો જગહ બતાદે
                                                                                                                   જહા ખુદા નહી"
                                                                                                                   -મિર્જા ગાલિબ-
ત્યાર બાદ ઈકબાલે લખ્યુ
" મસ્જિદ ખુદા કા ઘર હૈ
   પિનેકી જગહ નહી
   કાફિર કે દિલંમે જા
   વ હા ખુદા નહી"
                                                   અને ત્યારબાદ૨૦મી સદીમા ફરાઝે ઍના જવાબમા લખ્યુ
                                                                  " કાફિરકા દિલસે આયા હૂ
                                                                      મે ઍ દેખ કર ફરાઝ
                                                                       ખુદા મૌજુદ હૈ વહા
                                                                       પર ઉસે પતા નહી"

ઍટલે થયુ-
હરિ તને દેખુ હર ચેતનમા
હર પલ ઍક નયા રૂપમા
વાયુના સુસવાટે તારો સંચાર છે
વીજળીના ઝબકારે તુ તો દેખાય છે
હિમ શીખરોના સૌદર્યોમા તુ
વહેતા ઝરણાના સંગીતમા તુ
જીવનભર શોધી રહ્યો હૂ તને જગમા
ક્યારનો તુ બેઠો મારા અંતરમા
હરિ તને દેખુ---
ભારત દેસાઈ


                                                  આજ બતાવે છેકે સર્વ ધર્મો માને છે કે પ્રભુ સર્વત્ર છે.

                                               
                               **************************************

Tuesday, September 30, 2014


માયા
                                                                                                                                                          પ્રભુઍ માયા બનાવી આખી દુનિયાને પાગલ બનાવી દીધી છે. માયા ઍટલે સબંધની માયા, પૈસાની માયા, સત્તાની માયા અને જીવનમા સઘળુ પૂરા પરાકાષ્ટાથી માણવાની ઘેલછા. ઍ ઘેલછામા માણસ હેવાન બની જાય છે. ભાઈ ભાઈનુ ખુન કરે, દિકરો બાપનુ પણ કાસળ કાઢી નાખે. માને પણ સંતાનો રજળતી કરી નાખે છે. સત્યતો ઍ છેકે આ દુનિયાની વસ્તુઓ મૃગજળ સમાન છે. માનવી દુનિયામા આવે ત્યારે ખાલી હાથે આવે છે અને જાય છે ત્યારે ખાલી હાથે જ જાય છે. મહાન વિજેતા સિકંદર તો ઍના જીવનને અંતે સમજી ગયો હતો કબરમા જતા પહેલા ખાલી હાથ બહાર રાખ્યો હતો. આ ખૂન ખરાબા, અત્યાચાર, યુધ્ધો, હિંસા, મહાભારત, માયાને જ આભારી છે. ટૂકમા ભગવાને માયાની રચના કરીને માનવીને હરાવી દીધો છે. માનવીને પામર બનાવી દીધો છે.

માયા
પ્રભુ તે અજબ દુનિયા બનાવી
માયાનુ સર્જન કરીને માનવીને હરાવ્યો
જન્મ બનાવ્યોને મૃત્યુ બનાવ્યુ,
વચમા જીવન રૂપી નાટક  સજાવ્યુ
પ્રભુ તે--
મૃગજળ જેવો સંસાર બનાવી
માનવોને મદમસ્ત બનાવ્યા
સંસારને સંઘર્ષમય બનાવી
સુઃખ દુઃખનુ  સર્વ કારણ બનાવ્યુ
પ્રભુ તે--
ધન અને સત્તાની મોહિનીથી
માનવોને પાગલ જેવા બંનાવી
માયાની જાળમા ફસાવી
ભૂલવી દીધૂકે ખાલી હાથે જવાનુ
પ્રભુ તે--
ભારત દેસાઈ
                              *******************************************

Monday, September 22, 2014


દુઃખ
                                                                                                                                                      દુનિયામા જાત જાતના દુઃખનો અનુભવ થાય છૅ. કેટલાક શારીરિક તો કેટલાક આંતરિક હોય છે. શારીરિક દુઃખો તો મટી જાય છે. ઍનાથી કદાચ ટેવાઈ જવાય છે પરંતુ આંતરિક દુઃખ ઍવુ છેકે જે કહી શકાતુ નથી અને સહી પણ શકાતુ નથી. ઘણીવાર માનવી પીડાઈ પીડાઈને મરે છે. આથી કોઈને પણ આંતરિક દુઃખ પહોચાડતા પહેલા હજાર વાર વિચાર કરવો રહ્યો.
આંતરિક દુઃખ પહોચાડનાર માનવીની જીભ વધારેમા વધારે કાતિલ હોય છે. આથી કહેવાય છેકે ' બોલવાની લાચારી હોય તે સિવાય મૌન જ ઉચીત છે. મહાભારતમા વાણી વીલાસે જ નાશ નોતર્યો હતો. ઇતીહાસના પાના પણ ભયંકર હિંસાના તાંડવે વાણી વિલાસને લીધે રક્તથી રંગાયેલા છે. તો પણ લોકો ઍમાથી બોધ લેતા નથી. રાષ્ટ્રો, સમાજો, અને કુટુંબોનો તીવ્ર જીભો ઍ નાશ કરી નાખ્યો છે. ઍના પર અનેક ગ્રંથો અને પુરાણો લખાયેલા છે.
              વધુ બોલવાથી માનવી વધુને વધુ ઍની જાતને હલકી બનાવે છે અને બીજાને આંતરિક દુખ પહોચાડે છે. આથી સહેલો રસ્તો ન બોલવામા છે . ઘણા લોકો ભગવાન બુધ્ધને દુઃખ પહોચાડવા ગાળો પણ ભાંડી જતા પરંતુ બીજાને દુખ પહોચાડવા કરતા તેઓ મૌન રહેતા. ગાંધીજી પણ અઠવાડિયામા ઍક વાર મૌન પાડતા હતા. ઍ પણ  પોતાની જીભ પર કાબૂ રાખવાની ઍક કસરત જ હતી.
                ઘણીવાર દુઃખ સહન કરવાની પણ મર્યાદા હોય છે. આથી માનવીઓ પશુપંખીઓ અને કુદરત પણ થાકી જાય છે.

દુઃખના આંસુઓ---
સ્ત્રીની આખમા આન્શુઓ દુખોથી ભરાઈ આવે છે
હરણાઓ પણ શિકારીઓના ત્રાસથી નિર વહાવી લે છે
માતાઓ પણ સંતાનોના ત્રાસે મૂક મને આંસુઓ વહાવે
વાદળાઑ પણ નીરના ભારે આન્શુઓ વહાવતા હોય
દુઃખના આંસુઓ---
અતી દુઃખના કારણે દિલ પણ રડી લેતા હોય છે
જેટલુ દુઃખ ભારે ઍટલા વધારે નિર નીકળી  જાય છે
નિર ન હોત તો દુઃખ કેમ કેરી ધોવાત?
ક્યા જઈને પ્રાણીઓ  પોતાના દુઃખના ગીત ગાત?
દુઃખના આંસુઓ---
દુઃખના નિર સર્વત્ર પાથરાયા ઍ માનવીની કરામત છે
ભગવાનને નાહકનો દુઃખનો  માલિક બનાવાય છે
ભારત દેસાઈ
                **********************************************

Sunday, September 7, 2014


ગણપતી પર્વ
                                                                                                                                                             અત્યારે ગણપતી પર્વ પૂર જોશમા ચાલી રહ્યુ છે, રાજનેતાઓથી માંડીને તે સામાન્ય માણસો પણ ઍમા મૂશગુલ છે. ચારેબાજુ વાતાવરણ સંગીત, ગાયન, વાજિન્ત્રોના અવાજોથી ભર્યુ છે. ઍમા ગણપતિની પાછળની શ્રધ્ધા કે પછી આનંદ માણવાનુ અને મનોરંજન મેળવવાનુ પર્વ બની ગયુ છે, ઍ સમજવૂ મુશ્કેલ બની ગયુ છે. ઘણીવાર  ગણપતિના નામનો ઘોંઘાટ ઘણા માટે ત્રાસ જનક બની જાય છે. તે છતા ધર્મને નામે ચાલવા દેવામા આવે છે. દુખની વાતતો ઍ છેકે ગણપતિ પર્વનો મહિમા પણ ઘણા માણસોને ખબર પણ નથી. ફક્ત પોતાના ભલા સિવાય ઍમને કોઈ ગતાગમ હોતી નથી.
                                 ઍ પર્વને સામાજીક સ્વરૂપે લેવુ જોઇઍ. બાલ ગંગાધર તિલકે ઍંને દેશની ઍકતાના સ્વરૂપે ઉજવવાની વિનંતી કરી હતી અને ઍને ટેકો પણ આપ્યો હતો. અગત્સ્ય ઋષિઍ ઍને ઉત્તર અને દક્ષિઁણ ભારતની સંસ્કૃતિની ઍકતા ઉભી કરવામા કર્યો હતો. પુરાતન કાળમા દક્ષિણ ભારતમા પશુઓ, પક્ષીઑ, કુદરતને વધુ મહત્વ આપતા હતા. ઍની પૂંજાપાઠમા વધુ માનતા હતા. આધુનિક જમાનામા પણ હવે વૈશ્વિક રીતે મહત્વ અપાય રહયુ છે. તે જમાનામા પણ આપણા લોકો અને ઋષીઓ વીદ્વાન તથા દિર્ધ દ્રષ્ટીવાળા હતા. ગણપતિ ઍ બે સંસ્કૃતિના ઍકતાનુ પ્રતીક છે. ઍટલે કે હાથી અને મનુષ્યનુ પ્રતીક છે. તે ઉપરાંત ગણપતિ સિધ્ધિ અને ડહાપણની આપણને પ્રેરણા આપે છે. ઍ અર્થમા સમજવામા જ સર્વનુ કલ્યાણ છે.
                                     ઘણાને મસ્જિદ્દના બાંગોની માઇક પરના મોટા અવાજો પસંદ નથી હોતા તેમ આપણા તહેવારોના માઈક પરના અવાજો પણ ઘણાને માટે ત્રાસજનક બની જતા હોય છે. આથી આપણે પશ્ચિમી દેશો પાસે શીખવા જેવુ છે. પોતાના તહેવારો બીજાને ખલેલ પહોચાડ્યા સિવાય સમજીને ઉજવવા જોઇઍ. તહેવારોમા મનોરંજન કરતા ઍનો સંદેશ મહત્વનો હોય છે.
                                       ઍનો અર્થ ઍ નથી કે  શ્રધ્ધાળુઓને દુખ પહોચાડવુ, પરંતુ દરેક પર્વની ઉંજવણી ઍના ઉદ્દશોને સમજી  વાતાવરણને કલુશિત કર્યા વગર કરવી જોઇઍ. ભારતીયો આવી બાબતમા અન્યની વાત સમજવામા જરા પાછળ છે.
                                        ઉપરના અનુસંધાનમા અમદાવાદના કોટ વિસ્તારમા આવેલા ઍક પુરાતન અને પ્રસિધ્ધ ગણપતી મંદિરમા ગણપતિનો મહિમા ગાતો નીચે મુજબ મંત્ર લખેલો છે
ઔમં નમો સિધ્ધિવીનાકાય, સર્વ કાર્ય કરતે
સર્વ વિઘ્ન પ્રસન્નનાય, સર્વરાજ્ય વશ કરણાય
સર્વ જન, સર્વ પુરુષ આકર્ષનાય
શ્રી ઔંમ સ્વાહા---
અને કહેવાય છેકે અધ્યાર્થમા કે મનમા બોલેલા મંત્રોજ ઉચિત ફળ આપે છે. ઍનો અર્થ ઍમ થાય છે કે આપણા શાસ્ત્રો પણ અવાજની  વધૂ પડતી કલુશિક્તાને ઉત્તેજન આપતા નથી.
                                              *************************************. 

Monday, August 11, 2014


સ્વતંત્રતાની રાત્રી અને લોકોની દિવાનગી
                                                                                                                                                           ૧૯૪૭ ના ૧૫મી ઑગસ્ટના દિવસે આપણા ભારત દેશની સ્વતંત્રતાની રાત્રી હતી. મારી ઉંમર તે વખતે ૧૦વર્ષની હશે પરંતુ સ્વતંત્રતાનો નશો ચડ્યો હતો. હવે આપણે' ત્યા દૂધની નદીઓ વહસે અને આબાદી પાર નહી  હોય' ઍવી ભાવનામા આખો દેશ તરબોળ હતો. લોકોમા ઉલ્લાસ અને આનંદની કોઈ સીમા ન હતી. આખી રાત અમે ઉઘાડી ટ્રકમા રોશનીમા તરબોળ થઈ મુંબઈમા ઘુમતા રહયા હતા. બધી સરકારી અને ખાનગી ઈમારતોને શણગારવામા આવી હતી. રસ્તા પર માનવો કીડીની જેમ ઉભરાતા હતા. કિકિયારીથી આખુ આકાશ તરબોળ હતુ. વાહનો પણ કીડીની ગતિથી ચાલતા હોય ઍમ લાગતુ હતુ. બ્રિટિશોની ૧૫૦ વર્ષની પણ બીજા આક્રમકારોની ૨૦૦૦ વર્ષોની ગુલામીમાથી સ્વતંત્ર થયેલા  લોકોનોઍ શંખનાદ હતો. લોકોની કેટલી આકાંશાઓ, અભિલાશાઓ,  ઍમા ભરાયેલી હતી. આવી ઉજ્જવળહતી- સ્વતંત્રતાની તે રાત્રી.

 સ્વતંત્રતાની રાત -
સ્વતંત્રતાની રાતે લોકોમા દિવાનગી જોઈ
મદ પાન કર્યા વગરનો નશો જોયો
ગાંડપણ વગરની દિવાનગી જોઈ
આનંદ અને ઉલ્લાસમા તણાતી મેદની પણ જોઈ
સ્વતંત્રતાની રાત-
ત્યાર બાદ હિંસાના તાંડવ જોયા
ઘરબાર વગરના  લોકોની કટારો પણ જોઈ
ભાગલાંમા રહેસાઈ ગયેલા લોકોની કિકિયારીઑ સંભળાઈ
ત્યારે ન સમજાયુ, આ સ્વતંત્રતા ક્યા ભોગે?
સ્વતંત્રતાની રાત-
આજે ૬૫ વર્ષ સુધી રાહ જોઈ
પણ ગરીબાઈ અને ગરીબાઈની પીડા ન ગઈ
લોકોમા સ્વતંત્રતાની કોઈ કીમત ન દેખાઈ
. લોકો હવે કહેતા થયા , 'ઉલામાથી ચુલામા પડ્યા' ભાઈ
સ્વતંત્રતાની રાત-
ભલે બધે ઘોર અંધકાર દેખાય
અંધકાર બાદ જ પ્રકાશ ફેલાય,
પ્રકાશ અને ઉલ્લાસ તો જરૂર આવશે
પરંતુ તે જોવાને અમ કદાચ ન રહીશુ
સ્વતંત્રતાની રાત-
ભારત દેસાઈ
                               ******************************************

Sunday, August 3, 2014



મહાન નેતા
                                                                                                                                                            દેશનુ ભાવી નેતાના હાથમા હોય છે. જે દેશના નેતા પ્રબળ હોય ઍજ દેશ પ્રગતી કરી મહાન સત્તા બની શકે છે.  અમેરિકાના જોર્જ વોશિંગ્ટન, અબ્રાહમ લિંકન,  ઇંગ્લેંડના વિન્સ્ટન ચર્ચિલ, ચીનના મૌત્સે તુંગ, જર્મનીના હિટલર, ભારતના મહાત્મા ગાંધી ઍક ઉંચ કક્ષાનાં નેતાઓના દાખલાઓ છે. તેઑઍ ઍમના દેશોને ઉપ્પર લાવવા માટે મોટો ફાળો આપ્યો છે.
                                                                       નેતાઓમા અમુક ગુણો હોવા જરૂરી છે.  તોજ કોઈ પણ દેશ આગળ આવી શકે છે. ઍવા તે કેવા ગુણો છે જે ઍ તે દેશનો ઉધ્ધાર કરી નાખે છે.

૧) નેતા ઍ પોતાના જીવનનુ  બારીકાઈ થી અવલોકન કરવુ જોઈ ઍ. અને ઍમા કરેલી ભુલોને સુધારી લેવી જોઇઍ.
૨)  કોઈ પણ બાબતમા વિજય મેળવવા માટે  નેતા ઍ સધ્ધર પગલા લેવા જરૂરી છે.
૩) સમયમા રહેવુ અને શિસ્ત જાળવવીઍ સફળ નેતાઑનો ઉત્તમ ગુણો છે.
૪) ઉત્તમ નેતામા કઈક નવુ કરવાની ભાવના હોવી જરૂરી છે.
૫) નેતા ઍમના વિચારોમા, સરલ અને સ્પષ્ટ હોવુ જરૂરી છે.
૬) નેતાનુ વાંચન ઉંચ કક્ષાનુ હોવુ જોઈ ઍ જેમાથી લૉક હિતના વિચારો  મળી  શકે.
૭) નેતાઓનો સંગાથ ઉંચ કોટિના લોકો સાથે હોવો જોઈ ઍ અને જેઓ પ્રેરણા દાયક હોય.
૮) નેતાને ઉચ્ચ લક્ષાંકો હોવા જોઇઍ અને જવાબદારી લેવાની તૈયારી હોવી જોઇઍ.
૯) મુશ્કેલ પ્રશ્નોનો સામનો કરવાની તૈયારી હોવી જોઇઍ.
૧૦) નેતા હંમેશા સકારાત્મક હોવા જરૂરી છે.
૧૧) ઍ હમેશા નિર્ભય અને બહાદુર હોવુ જરૂરી છે.
                              આ બધા લક્ષણો  સફળ નેતાઓમા જોવા મળે છે.
                          *******************************************

Wednesday, July 23, 2014


માનવીની મહત્વકાંક્ષા
                                                                                                                                                     માનવીની મહત્વકાંક્ષાને કોઈ મર્યાદા રહી નથી. ઍ ક્યા જઈને અટકસે ઍની કોઈને કલ્પના પણ નથી. પરન્તુ ઍક વસ્તુ માનવી ભૂલી જાય  છેકે ભગવાને ઍની મર્યાદા નક્કી કરેલી છે, ઍજો માનવી ઓળંગી જાય તો ઍને કુદરતની અને પ્રભુની કૃપાની કોઈ જરૂરત નહી પડે. આથી કુદરત ઍને કેવી રીતે ઓળંગવા સમર્થ બનાવે? આથી માનવી પોતાની મર્યાદાઓ સાનમા સમજે તો ઍના હિતમા છે. કુદરત અને પ્રભુના ક્રુર ફટકાઑ બાદ પણ માનવો હજુ સમજવા અસમર્થ છે.


અમે ચાંદ---
અમે ચાંદને ચુમ્યો છે અને સૂરજના ચક્કર લગાવવા છે
ગ્રહો પર વિજય મેળવીને ઍમની આડ અસર મીટાવવી છે
સાગરના ઉંડાણોમા  પણ અમે ડૂબકીઓ મારી છે
ઍની ગહરાઈઓંના રહસ્ય અમારે  જાણવા છે.
અમે ચાંદ---
અમે ઍડ્સ સામે લડી લઈશુ અને કેન્સરને ભગાવશુ
અમરતા મેળવવા માટે  હર પલ જોર લગાવશુ
માનવીની બુધ્ધિ અને હોશીયારી ક્યા જઈને અટકશે?
જન્મ મૃત્યુ પર વિજય મેળવીને જ શુ  રુકશે?
અમે ચાંદ---
પ્રભુ પોતાના સર્જનોના રહસ્ય કેવી રીતે બતાવે
જીવન અને મૃત્યુ  માનવીના હાથોમા આપીને શુ પોતાનુ અસ્તિત્વ ગુમાવે?
અમે  ચાંદ---
ભારત દેસાઈ
                     **********************************

Tuesday, July 15, 2014

દિલ અને બુધ્ધિ
                                                                                                                                                             દિલ હમેશા લાગણી, પ્રેમ, સબન્ધો અને ઍક બીજા માટેના સન્માન પ્રમાણે વર્તે છે. આથી જીવનમા આનંદ, શાંતિ, સુખ જળવાઈ રહે છે. મૃત્યુ અને મોત વચ્ચે સુખ, શાંતિ, અને આનંદ મુખ્ય છે. તમારા મૃત્યુ પછી તો ફક્ત તમારા સારા કાર્યો જ યાદ રહેવાના છે.
                         તે છતા જીવન ઍક સંઘર્ષ છે ઍમા માનવીને દિલ બહુ કામ આવતુ ન પરંતુ બુદ્ધીજ  કામ આવે છે. ત્રીવ બુધ્દ્ધિના માણસો જ ઘણા સફળ નીવડે છે. રાજકારણમા પણ બુદ્ધિ વગરનુ, અને લાગણીશીલ રાજકારણ હમેશા નિસ્ફળતાને વરે છે. નરેન્દ્ર મોદીનુ વલણ પણ નરી વાસ્વિકતા અને ચાણકય બુધ્ધિ પર જ ઘડાયેલુ છે. નરેન્દ્ર મોદીનુ અડવાણીજી, મુરલીમનોહર જૉશી, કેશુભાઇ, અને સંજય જૉશી સાથેનુ રાજકીય વલણ તદ્દન બુદ્ધિ દર્શી છે અને દિલ, લાગણીથી પર છે. ઍમાજ ઍમની સફળતાના બીજ છે. સફળતા માનવીને લોકનજરમા લોકનાયક બનાવી દે છે, પરંતુ જીવનમાઍકલતા પણ લાવી દે છે.
 આ બાબતમા શંકરસિંહ વાઘેલાઍ નરેન્દ્ર મોદિને ઍમની વિદાય વખતે કહેલા શબ્દો બહુજ સૂચક છે "તમે દિલ્હીમા ઍકલા હશો. કોઈક વખતે જરૂર પડે તો અહિઍ આવીને હીરાબાના ખોળામા(માના) તમારા આન્શુઓ વહાવી જજો."
                               આ બાબતમા ઈકબાલે ઍક સુંદર શેર કહેલો છે ' અચ્છા હૈ દિલ કે સાથ રહે  પાસવાને અકલ, લેકિન કભી કભી ઈસે તન્હાભિ છોડ દે.' ઍટ લે કે દિલના રક્ષક તરીકે બુધ્ધિ નજીક રહે તેમા કોઈ ખોટુ નથી પણ ક્યારેક દિલને  રેડહુ  પણ મૂકી દેવુ જોઇઍ. આ છે દિલ અને બુધ્ધિની કથા. વધારે પડતી સફળતા સામે  સુખ અને શાંતિની પસંદગી માનવી ઍ જ કરવાની છે.
                                        ***************************************************

Monday, July 7, 2014


દુકાળ
                                                                                                                                                             મોદી સરકાર પર વધતી જતી મોંઘવારીનો બોજો તો ચાલુ છે, ત્યાંતો દેશમા દુકાળનો ભય વધિ રહ્યો છે. ઘણી જગ્યા પર મેઘરાજે મહેરબાની જ નથી કરી. આખા દેશમા ૪૧% વરસાદની ખોટ છે જ્યારે ગુજરાતમા ૯૧ % વરસાદ ઍકન્દરે ઑછો છે. આથી દુકાળના પડછાયા દેખાય રહ્યા છે. જો થોડા દીવસોમા જો વરસાદ નહી પડે તો મોંઘવારીમા ભડકો થશે અને સરકારની મુશ્કેલીઓ વધી જશે. અનાજ, કઠોળ, શાકભાજી, ફળો વગેરે મોંઘા થશે અને પશુઓ ચારા અને પાણી માટે વલખા મારશે.  પીવાના પાણીની પણ અછત થશે અને પરિસ્થિતિ વિપરીત થવા સંભવ પણ છે. ઍને માટે સરકારે ત્વરિત, યોગ્ય પગલા ભરવા પડશે. ઍમા પણ સરકારની કસોટી જ છે. કહેવાય છેકે દુકાળ ઍ શાપ સમાન છે.

જ્યારે જ્યારે લોકોના પાપ વધી જાય છે
ધરતી પણ પાપોથી લચી જાય છે
ઈશ્વર પણ  અનાચારોથી ત્રાસી જાય છે
ત્યારે ત્યારે દુકાળ જેવી આપત્તીઓ આવી જાય છે.
જ્યારે જ્યારે--

રાજાની .દાનત કદીક બગડી હોય છે
લોકોને ચુસવામા તલ્લીન હોય છે
ત્યારે પ્રભુનૂ ત્રીજુ નેત્રે ખૂલી જાય છે
અને ચારે ઓર લાય લાય વર્તાય છે.
ત્યારે દુકાળ જેવી આપત્તિ ઑ સર્જાય છે.
જે જીવનને  દુખી દુખી કરી જાય છે.
જ્યારે જ્યારે--
પ્રભુ અમ પર કૃપા કર
થોડાને કાજે નિર્દોષો પર ન કૉપ વર્ષાવ
થોડા તારા શીતલ અમી વર્ષાવ
અનેપ્યાસી ધરતીની પ્યાસ બુજાવ
જ્યારે જ્યારે--
ભારત દેસાઈ
                            __________________________________

Friday, July 4, 2014



મોદી સ્રરકારના ૩૦ દિવસ- અચ્છે દિન આ રહે હૈ.
                                                                                              નરેન્દ્ર મોદી ઍમના ૬ વિશ્વાશુ સરકારી અમલદારોના સહકારથી રાજ ધુરા સંભાળી રહ્યા છે. ઍમા ઍમના પ્રિન્સીપાલ સેક્રેટરી, કૅબિનેટ સેક્રેટરી, ઉદ્યોગિક સેક્રેટરી, પેટ્રોલિયમ સેક્રેટરી, પાવર્ સેક્રેટરી અને કોલસા સેક્રેટરી નો સમાવેશ થાય છે. નરેન્દ્ર મોદીને ઢીલાસ પસંદ નથી. ઍમની પાસે લાંબી નોંધોને વાંચવાની બહુ ધીરજ પણ નથી, ઍતો જનતાના તરફેણમા સાચા અને ત્વરિત નિર્ણયો લેવામા માને છે.
૧)બાબુઓને સૂચના આપી છેકે ઍમની સમક્ષ દરેક ફાઇલની ટૂંક નોધ રજૂ કરવી કે જેથી ત્વરિત નીર્ણય લઈ શકાય.
૨)મંત્રીઓે ઍ પોતાના સગા વહાલા ઑની ઍમની ઓફિસમા મદદનીશ તરીકે નીમૂણૂક ન કરવી.
૩) વડા પ્રધાન ઓફિસમા થી મોકલાવેલી ફાઇલો નો નિકાલ તાકિદે મંત્રીઓનુ ધ્યાન દોરી કરવી પડશે.
૪) ચીન ભારત વિવાદસ્પદ સીમા પરના રસ્તાઓના બાંધકામ ને તાકિદે મંજૂર કરવામા આવ્યા છે.  ઍમા ૫૦ નવા લશ્કરી થાણા પણ મંજૂર કરવામા આવ્યા છે.
૫) આંદામા ન અને નિકોબારમા રાડર પોસ્ટો મંજૂર કરવામા આવી છે જેથી દુશ્મન દેશો પર ધ્યાન આપી શકાય.
 ૬) નર્મદા બંધની ઉંચાઈ ૧૩૮.૭૩ મીટર સુધી લઈ જવાની મંજુરી આપી દેવામા આવી છે.
૭) સરકારે ગ્રહ વપરાશ ના ગેસ સિલિન્ડેર મા ભાવ વધારો કર્યો નથી.
૮) ગરીબોને હવે સરકારી હોસ્પિટલોમા ઍક્સ રે,ઍમ આર ડી, અનેસી ટી સ્કૅન ફ્રી મળશે.
૯) ૨૦૦ કરોડ નવા વૃક્ષોની વાવ ણી  ઍક લાખ કિલોમીટ ર રાષ્ટ્રીય માર્ગ .પર કરવામા આવશે જેમાથી લા ખો નવજવાન બેકારોને રોજગારી મળશે.
૧૦)૨.૫લાખ ગ્રામ પંચાયતોને બ્રૉડ બેન્ડ થી ૨૦૧૭ સુધીમા જોડવામા આવશે.
૧૧) મોદી ઍ ત્વરિત નિર્ણય લેવામા વચ્ચે આવતા હોય ઍવા નકામા  કાયદાઓને  મંત્રાલયમાથી નાબૂદ કરવાની સૂચના આપી છે.
૧૨) મોંઘવારીને ડામવા માટે સરકાર સખ્ત પગલા લઈ રહી છે. ખાંડ, કાંદા, બટાકા જેવી જીવન જરૂરીયાતની વસ્તુઓના ભાવને કાબૂમા લેવા માટે લીધેલા પગલાઓ ઍના પુરાવાઓ છે.
૧૩) મંત્રીઓ અને અમલદારોના પરદેશના પ્રવાસો પર કડક નિરંત્રણો નાખવામા આવ્યા છે.
૧૪) દરેક મંત્રીઓને ૧૦૦ દિવસોના પ્લાન બનાવી ઍનો અમલ કરવાની કડક સૂચના આપી છે.
                                    ************************************************