Friday, October 21, 2022



શકુંતલાદેવી -માનવીય કોમ્પ્યુટર 

                                                          શકુંતલાદેવી   ઇન્ડિયન ગણિતશાસ્ત્રી  અને કોમ્પ્યુટર સાથે હરીફાઈ કરી શકે એવી વ્યક્તિ હતી. તેઓ મોટા  આંકડાઓની ગણતરીઓ સેકન્ડોમાં કરી શકવાની અજબ શક્તિઓ ધરાવતા હતા.  એના કારણે તેમણે ગિનીસબુકમાં વર્લ્ડ રેકોર્ડ પણ નોધાવેલાં હતા.

                                                                તેઓ એ બે ૧૩ ડિજિટ નંબરના ગુણાકાર  ૨૮ સેકન્ડમાં કરી બતાવ્યા હતા. ૧૯૭૭માં શકુંતલાદેવીએ  ૨૩ રુટ ઓફ ૨૦૧ આંકડાની ગણતરી ૫૦ સેકન્ડમાં કરી હતી. તેઓ કોમ્પ્યુટર સમાન શક્તિ ધરાવતા હતા,  એટલેકે તેઓ તે વખતના યુનિવલ ૧૧૦૧ કોમ્પ્યુટરની હરીફાઈ માં હતા. એ એક અજાયબ શક્તિ ધરાવતા હતા.  શકુંતલાદેવી સામે ટકી રહેવા માટે યુનિવલ કોમ્પ્યુટર  માટે સ્પેશ્યલ પ્રોગ્રામ લખવામાં આવ્યો હતો જેથી તે શકુંતલાદેવી  સાથે તેની ગણતરી કરવાની શક્તિઓ સામે હરીફાઈ કરી શકે.



                                                           આમ શકુંતલાદેવી ભારતનું ગૌરવ હતા જેના માટે દરેક ભારતીયો  પણ ગૌરવ લઇ શકે છે.

                                  *************************************


                                                               

Thursday, October 13, 2022



ચીનની  પડતી ,

                              ચીનની  વધતી તાકાત સાથે એની દાદાગીરી પણ વધી ગઈ હતી. ચીન એની આજુબાજુના દેશો સાથે સરહદોની બાબતમાં ઝગડી રહ્યું છે. તાઇવાનનો કબજો લેવા માટે વારેઘડીએ છમકલાઓ કર્યા જ કરે છે. એથી ચીનને ઘણા દેશો સાથે રાજકીય સંબધો તંગ થઇ ગયા છે.

                                તે ઉપરાંત ટ્રમ્પએ ચીન સાથે વેપાર યુદ્ધ શરુ કરી દીધું હતું.  યુરોપીઅન દેશોએ પણ ચીનના માનવહકના ભંગ માટે બહિષ્કાર શરુ કર્યું છે. અને એમના વેપારને ચીનથી વાળવાના મથામણમાં છે. ઇંગ્લેન્ડે ચીનની વસ્તુઓ પર કર વધારી દીધો છે. અને કેટલાક નિયંત્રણો પણ લાદ્યા છે. ભારતે પણ લડાખના સરહદી વિવાદને લીધે ચીન પર નિયંત્રણો લાદેલા છે. એનાથી વધારે દુનિયાના દેશો કોવિદ-૧૯ માટે ચીનને જવાબદાર માને છે. આથી ચીને ઝીરો કોવિદ નીતિ અપનાવી છે એથી એની અર્થ વ્યવસ્થાને પણ નુકશાન થયું છે.



                              ચીનના આર્થિક આંકડાઓ પણ નીચે જઈ રહયા છે.  વર્લ્ડ  બેન્કના અહેવાલ પ્રમાણે ૨૦૧૪ થી ૨૦૧૯ દરમિયાન ચીનનો નિકાસનો વૃદ્ધિ દર ૨૩.૫ ટકા જેટલો હતો  તે ઘટીને  કરોના કાળ પછી  ૧૮.૪ ટકા પર નીચો આવી ગયો છે. પહેલા ૧૮ કરોડ લોકોને રોજગારી મળતી હતી  એ ક્ષેત્રમાં પણ ૧.૫  બેરોજગાર બન્યા છે. બાંધકામ ક્ષેત્રમાં પણ લોકોનો વિસ્વાસ રહ્યો નથી . એની અસર ચીનના જીડીપી પર થયો છે એથી ચીનનો જીડીપી  ૪.૩ ટકા પર નીચો આવી ગયો છે.

                            વિદેશી કંપનીઓ એમનું રોકાણ ચીનમાંથી ખસેડી રહયા છે અને એનો પણ ફટકો ચીનને પડી રહ્યો છે.ચીની કંપનીઓના નફામાં પણ ઘટાડો આવ્યો છે. અમેરિકામાં ઘણી ચીની કંપનીઓ સામે તપાસ ચાલી રહી છે એની અવળી અસર ચીનના આર્થિક સ્થિતિ પર પડી છે.  ચીનના ૧૦૦ દેશો ચાલતા બીઆરઆઈ  પ્રોજેક્ટ ઓ પણ એની અસર થઇ છે. એથી એવું લાગે છેકે ચીનની આર્થિક સ્થિતિ કથળી રહી છે.

                                     *************************** 

Saturday, October 1, 2022



 ભીખ પણ એક ધંધો છે

                                        લોકોમાં ભીખ માંગીને પણ લોકો  લાખોપતિ કે  પછી કરોડપતિ બની ગયા છે એ જાણીને પણ તમને આશ્ચર્ય થશે. પરંતુ એ સત્ય બની  ગયું છે. જેને આપણે દયા અને સમાજમાં ધીક્કારીયે છીએ  એવા લોકો આપણા કરતા પણ  ઘણા સમૃદ્ધ બનીચુક્યા હોય છે. કઈ કરવાનું નહિ. મંદિરકે જાણીતી જાહેર જગ્યા આગળ પાથરણું પાથરીને બેસી જવાનું અને દયામય સ્વરમાં લોકોની દયા વૃત્તિને ઉશ્કેરીને પૈસા બનાવવાના.

                                      આવા સમૃદ્ધ ભિખારીઓની કહાની પણ રોચક હોય છે. આપણે  પરદેશી ભિખારીથી એમની રોચક કહાની શરુ કરીએ .સાઇમોન રાઈટ  વર્ષના ૫૦૦૦૦ પાઉન્ડ લંડનની  નેટ વેસ્ટ બેંક સામે બેસી ભીખ દ્વારા કમાઈ લેતો  હતો.  એ ફાટેલા કપડા પહેરીને બેસતો અને પોતાની સ્થિતિ બહુજ ખરાબ છે એવા દેખાવો પણ કરતો. પોલીસ વાળાને પણ એના પ્રત્યે દયા હતી. એની પાસે ૩૦૦૦૦૦પાઉન્ડ અને સારા લત્તામાં એનો એક ફ્લેટ પણ હતો.



                                        એક ભારતીય ભિખારી મુંબઈના રાજેશ જૈન વિષે પણ રસપ્રદ કિસ્સો છે. એ દિવસના આઠથી દસ કલાક ભીખ માંગતો રહેતો અને દિવસના ૨૫૦૦ રૂપિયા કમાઈ લેતો હતો. એની પાસે કૉમર્શિઅલ  મિલકત હતી એમાંથી એને મહિનાની રૂપિયા ૧૦૦૦૦ ની આવક હતી . તે ઉપરાંત એની પાસે બે ફ્લેટ્સ હતા એની કિંમત આશરે ૮૦૦૦૦૦૦/- જેટલી હતી. એ  મુંબઈમાં આઝાદ મેદાન કે પછી  છત્રપતિ શિવાજી મહારાજ રેલવે સ્ટેશન પાસે ભીખ માંગતો હતો.



                                          ઈશા એક ભિખારી હતી અને એનું મૃત્યુ ૧૦૦ વર્ષની ઉંમરે થયું.  એની માં અને બહેન પણ ભીખ માંગતા. તેણે ૫૦ વર્ષ સુધી ભીખ માંગી હતી અને એના મૃત્યુ સમયે એની પાસે એક મિલિયન ડોલર જેટલી મિલકત  હતી . એણે એના વિલ માં એની બધી મિલકત ગરોબોને વહેંચી આપવાની ભલામણ કરી હતી.

                                        આવા ઘણા દાખલાઓ છે જેમાં ભીખ માંગીને લોકો કરોડપતિ થઇ ગયા છે.  એ પણ એક કમાઉ ધંધો બની ચુક્યો છે જે સમાજ માટે ભયની નિશાની છે. 

                                             ************************************