Wednesday, October 20, 2021



ભવિષ્યનું યુદ્ધ 

                                         આજના અને ભૂતકાળમાં યુધ્ધે  સૈનિકોનો અને લોકોમાં ભયાનક વિનાશ વેર્યો હતો. સમ્રાટ અશોકનો કલિંગના યુદ્ધમાં સૈનિકો અને લોકોમાં જે  મહાવિનાશ  થયો એને જોઈને  હૃદય પલટો થઇ ગયો હતો.  બીજા વિશ્વ યુદ્ધમાં  લાખો  લોકોનો, સૈનિકોના નાશ થયો. કેટલાએ દેશોમાં રસ્તાઓ, મકાનો, પુલો, બંદરો. એરપોર્ટ   અને બંધોનો વિનાશ બોમ્બમારાથી  થયો હતો.  ઘણા વિનાશોતો યુદ્ધના લક્ષ્યથી  પર હતા .

                               હવે પછીના યુદ્ધો ઉચ્ચ  ટેક્નોલોજી  દ્વારા લડવામાં આવશે જેનું લક્ષ્ય ઓછા વિનાશથી વધારેમાં વધારે લાભ મેળવવાનો  હશે. એમાં સૈનિકોને , યુદ્ધ વિમાનોને , દરિયાયી યુદ્ધ વાહનોને , ટેન્કોને અને યુદ્ધને લગતા બધા સાધનોને  ઉચ્ચ ટેકનોલોજીથી  સજ્જ કરવામાં આવશે. જેથી યુદ્ધ ઓછા નુકશાન સાથે જીતી શકાય .



                                 હવે લશ્કરમાં  હાઈટેકની 'આર્ટિફિશ્યલ ઇન્ટેલલિજન્સ'  નો પણ ઉપયોગ થવા માંડ્યો  છે. દાખલા તરીકે  જેનાથી ચહેરાની પહેચાનનો ઉપયોગ થશે .  દીવાલની કે  ઝાડીઓની  બીજી બાજુનું ચહલપહેલ  પણ જાણી શકાય છે. તે ઉપરાંત હવે દરેક સૈનિકોને પણ  નવી ટેક્નોલોજી 'વાસ્તવિકતાની નજદીક જતી ટેક્નોલોજીથી ' સજ્જ કરવામાં આવશે.એને' ઔગ્મેન્ટેડ  સિસ્ટમ' કહેવામાં આવે છે. અને બીજા શબ્દોમાં એને ' ટેકટિકલ ઇન્ટેલિજન્સ' પણ કહેવામાં આવે છે.

                                    એને સૈનિકોના માથા પર લગાડેલી હેલમેટમાં  લગાડવામાં આવશે જેથી એ યુદ્ધ મેદાનમાં ક્યાં સુરંગો લગાડવામાં આવી છે તે જાણી શકાશે આજુબાજુનું પાણી  કેટલું  ઝેરી છે તે પણ જાણી શકાશે. તે ઉપરાંત દૂર દુશ્મન   સૈનિકોની હિલચાલ કેવી છે  તે પણ જાણી શકાશે. સેન્સર દ્વારા દુશ્મન  સૈનિકોની  કેટલા અંતરે  હિલચાલ ચાલી રહી છે તે પણ જાણી શકાશે.  આવી  માહિતીઓ સૈનિકોને  વધારે રક્ષણ આપશે અને  જીવની ખુવારી ઓછી થઇ જશે. તે પણ અજાણી યુદ્ધભૂમિમાં  બની શકશે . યુદ્ધમાં  એમાંના ઘણા હાઈટેક સાધનો સૈનિકો છાતીએ પણ લગાવી શકશે.

                                    આવા હાઈટેકના સાધનો 'હોલોલેન્સ' નેવીના યુદ્ધ વાહનો પર પણ થઇ શકશે. ટેન્કમાં  બેઠેલા  સેનિકો અંદર બેઠા બેઠા આજુબાજુની બધી માહીતોઓ મેળવી યુદ્ધ નીતિ નક્કી કરી શકશે.

                                ફક્ત આ ટેક્નોલોજી યુદ્ધ મેદાનથી દૂર બેઠેલા સેનાપતિઓ સૈનિકો કદાચ 'પપેટની' જેમ ઉપયોગ કરી શકશે પરંતુ  ટેક્નોલોજીથી  સજ્જ સૈનિકો સેનાપતિઓની ઉપયોગીતા પણ ઓછી કરી નાખી શકે છે. તે ઉપરાંત કોઈ પણ સંજોગોમાં જો  હાઈટેક સાધનો યુદ્ધમાં નિસ્ફળ નીવડે નો તો મોટી મૂંઝવણ પણ ઉભી કરી શકે છે. આતો સંભાવનાઓની  વાત થઇ. પરંતુ  એક વાત ચોક્કસ છેકે હવે પછીના યુદ્ધો હાઈ ટેકની મદદથી જ લડાશે જેમાં ઓછા નુકસાને વધારે લક્ષ્યો મેળવી શકાશે અને  યુધ્ધો લાંબા સમય સુધી નહિ ચાલે.

                                       ************************************** 

Sunday, October 10, 2021

 


અર્થવ્યવસ્થાના પાયામાં 

                                                        અર્થવ્યવસ્થા દુનિયાના બધા દેશોમાં મુખ્ય ભાગ ભજવેછે. દેશની પ્રગતિમાં પણ  અર્થવ્યવસ્થા મહત્વની હોય છે. નાણાકીય અંધાધૂંધીએ  ઘણા દેશોમાં ક્રાંતિ લાવી દીધી છે. ફ્રાન્સ, રશિયા અને ચીન જેવા મોટા દેશો  પણ ક્રાંતિની ચુંગાલમાં  આવી ચુક્યા છે.

                                            દુનિયામાં અર્થવ્યવસ્થાને કેવી રીતે ચલાવવામાં આવે એના માટે ઘણી વિચારશરણી છે. તેમાં મૂડીવાદી , સામ્યવાદી અને સમાજવાદી  જેવી વિચારધારાઓ  પ્રસિદ્ધ છે. સામ્યવાદમાં જબરજસ્તીથી સમાજમાં સમાનતાની વાત છે જયારે સમાજવાદમાં સામાજિક સમાનતા સમજાવટ અને લોકશાહીના દ્વારા લાવવાની વિચારશરણી ધરાવે છે. જયારે મૂડીવાદમાં  સમાજના  લોકોનું વ્યાપક પણે લાભ ઉઠાવી થોડા લોકો દ્વારા લાભ લેવાની એક સરળ વાત છે. પરંતુ મૂળમાં તો લોકોનો હોશિયાર વ્યક્તિઓ દ્વારા નિર્બળ લોકોની  લાભ લેવાની સામાન્ય વૃત્તિ હોય છે. એમ પણ કહેવાય છેકે  મૂડીવાદમાં બહુ લોકો નિર્બળ લોકોનો લાભ લે છે જયારે સામ્યવાદમાં  થોડા લોકો બહુજનનો લાભ લે છે.

                                            પરંતુ રોમન કાળમાં માર્ક્સ સીકેરો એ જે વાત ૪૩ બીસી માં કરેલી છે તે આજે પણ  અર્થ વ્યવસ્થાને  લાગુ પડે છે. ગરીબો આખી જિંદગી કામ કરતા રહે છે. અને પૈસાદારો એમના ભોગે મઝા કરતા  હોય છે. જયારે સૈનિકો પર એ બંનેની રક્ષા કરવાની જવાબદારી હોય છે.

                                            ટેક્સ ભરનારાઓ  એ ત્રણે વર્ગના માટે પૈસા ભરતાહોય છે. બેન્કરો એ ચારો વર્ગના પૈસાને વાપરી લૂંટતા હોય છે . વકીલો આ બધાને ઊંધે રસ્તે વાળી પૈસા બનાવતા હોય છે. અને છેલ્લે સ્વાસ્થ્ય બગડતા એ બધા વર્ગો  ડોક્ટરોના બિલ ભરતા રહે છે. સમાજના ગુંડાઓ તો આ બધાને  ડરાવી જીવે છે.  જ્યારે મુદ્દાની વાત તો એ છે કે  ' રાજકારણીઓ એ બધા વર્ગોને ભોગે આરામથી જીવે છે.

                                           ટૂંકમાં અર્થવ્યવસ્થાના મૂળ તો માનવીની વૃત્તિ પર અવલંબે છે. ફક્ત સમાજના હોશિયાર  લોકો એને જુદી જુદી વિચારશરણી દ્વારા રજુ કરે છે.  કહેવાય છે કે ' મોટી માછલી હંમેશા નાની માછલીઓને  ખાઈ જાય છે એ મુખ્ય સિદ્ધાંત છે.

                                   *********************************  

                                              

Sunday, October 3, 2021

 


ઊડતી રકેબી- એક નઝર 

                                         આજે વિશ્વમાં પરગ્રહવાસીઓ પર એક ઉત્સુકતા છે.  ત્યાં  રહેવાસીઓ હશે ? હોય  તો શું  તેઓ આપણા કરતા વધારે આગળ વધેલા હશે? આવા અનેક પ્રશ્નો નિષ્ણાતોમાં ઉદ્ભવે છે .

                                          એ બાબતમાં આકાશમાં અજાણી  ઊડતી રકાબીઓએ લોકોમાં  ઉત્સુક્તાઓ વધારીદીધી છે. લોકોએ એકાંત જમીન પર  ઉતારેલા કે પછી આકાશમાં ઊડતી  રકાબી જેવા  અજાણ વાહન જોયા હોય  એવા પણ દાવાઓ  કરેલા છે .  વિમાન ચાલકો એ પણ આકાશમાં  એવી વસ્તુઓ  જોઈ હોય એવા અહેવાલો આપેલા છે.  આ બધા  સમાચારોએ લોકોમાં સારો એવો રસ ઉભો કરેલો છે. 



                                         આ ઉપરાંત કેટલાક લોકોએ એ દિશામાં વધુ સંશોધન સંરક્ષણની દ્રષ્ટિએ પણ કરવા માંડ્યું છે. ૨૦૦૪ થી ૨૦૨૧ સુધીમાં અમેરિકામાં  ૧૪૪ એવા અહેવાલો છે જેમાં વિવિધ  સ્થળે અજાણ્યા એવા નહિ ઓળખાઈ શકેલા  પદાર્થો જોવામાં આવેલા છે  જેને અજાણ્યા પરગ્રહવાસી  વસ્તુઓ માનવામાં આવે છે. ઇંગ્લીશમાં એને (યુએફઓ )  અનઆઇડેન્ટીફાઇડ  ફોરેન ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. ઘણા એણે તૂટી ગયેલા બલૂનના ભાગો તરીકે ઓળખાવે છે અથવા અજાણ વસ્તુઓ છે.

                                             આથી અમેરિકાની સંસદે એની તપાસ કરવા માટે એક કમિશનની નિમણુંક કરી હતી પરંતુ કમિશન પણ એના પર સ્પષ્ટતાથી કોઈ પ્રકાશ પાડી શક્યું નથી અને એ વસ્તુ  રહસ્ય જ રહ્યું છે.



એમનું માનવું છે કે ૧) એ આકાશમાં જન્મેલા ડ્રોન જેવા પદાર્થો છે. ૨)  કોઈ દેશના બહુજ સેક્રેટ આધુનિક વિમાનના સંધોધનમાંથી  ઉત્પન્ન થયેલું  વાહન પણ હોય શકે? ૩) બાહ્યગ્રહ પરથી આવતું  વાહન વિષે પણ વિચારી શકાય? આજ બતાવેછેકે  કમિશનનનો રિપોર્ટમાં  સ્પષ્ટતા નથી. અને ઊડતી રકાબીનું રહસ્ય વધુ ને વધુ ગાઢ થતું જાય છે.  અમેરિકાના લશ્કરી નિષ્ણાતોને બેજ વસ્તુ સતાવે છે કે પરગ્રહનું વાહન વિશ્વની સંરક્ષણ માટે અને આકાશમાં ઊડતી વિમાની સેવાઓ માટે પણ જોખમરૂપ છે.

                                            એવું પણ માનવામાં આવેછેકે રડાર અને સેન્સર સિસ્ટમની ચૂકને લીધે પણ  આવા પદાર્થોનો  આભાસ થઇ શકે છે. તે છતાં આ રહસ્યમય  પદાર્થ પર નઝર રાખવા એક કાયમી સંઘઠનની  જરૂરિયાત ઉભી છે એમ માનવામાં આવે છે.

                             વિશ્વનો દરેક માનવી ઇચ્છેછે કે  આ રહસ્ય પરથી જલ્દી પરદો ઉઠે .

                                         **************************