Saturday, March 18, 2017


કાયાનુ રહસ્ય
                                                                                                   આપણી  કાયા અનેક તત્વોની બનેલી છે જેનુ વિશ્લેષણ આપણા શાસ્ત્રોમા પણ થયેલુ છે.  આપણે હાડ માંસની કાયા માટે આખી જિંદગી શુ ન શુ નથી કરતા.  મોહ, માયા અને કામ માણસને આંધળો બનાવી ન કરવા જેવી વસ્તુઓ પણ કરાવી નાખે છે. પરંતુ માનવીને ખબર નથી કે કાયાતો નાશવંત છે. ઍમા રહેલો જીવ જ અમર છે જેને ઍક શરીરમાથી બીજા શરીરમા કર્મ પ્રમાણે ભટકવુ પડે છે. ભગવાન કૃષ્ણઍ પણ ગીતામા ઍનુ પ્રતિપાદન કર્યુ છે.
                                         મુખ્ય પ્રશ્ન  ઍ છેકે કાયા શાનુ બનેલી છે? અને ઍની પાછળ વિજ્ઞાનિક દ્રષ્ટિેઍ શુ રહસ્ય રહેલુ છે. મુળમા તો કાયા દુન્યવી તત્વોની જ બનેલી છે .આખરે તો ઍ ઍમાજ  મળી જાય છે. પરંતુ  ઍ તત્વો તરફ માનવીની  ફરજો કુદરતે નક્કી કરેલી છે. પૃથ્વી (માટી), પાણી, અગ્નિ, વાયુ અને આકાશની આપણી કાયા બનેલી છે ઍમા જ ઍ આખરે વિલીન થઈ જાય છે. આને હિન્દુ શાસ્ત્રોમા મહાપંચ ભૂતો તરીકે ઓળખવામા આવે છે. ઍ છતા માનવી ભગવાને આપેલી કાયાનો ઉપયોગ કરતા  દૂરઉપયોગ વધારે કરે છે.
                                         કાયાની નાશવંતતાને સમજાવવા ઘણા કવિઓે કટાક્ષમા પણ લખ્યુ છે. મ્ર્ત્યુ બાદ શરીરને ઍક કપડાથી  ઢાકવામા આવે છે.  ઍ બાબતમા ઍક કવિઍ લખ્યુ છેકે ' સાથે કઈ લઈ જવા માટે કફનમા પણ ખિસૂ નથી હોતુ. 'આખરે તો કાયા જમીનમા  ધૂળધાનિ થઈ જાય છે. ઍક મુસ્લિમ ગુજરાતી કવિ  જાલન માતરી ઍ લખ્યુ છે કે-
"ગમે તેવા સ્વરૂપે નહી છોડુ આ ધરતીને
  મરણ બાદ પણ રહેવાનો છુ અહિઍ કબર થઈને"

                                            પરંતુ  કુદરત જેણે આપણી કાયા બનાવી છે ઍની પ્રત્યે  માનવીઍ ઍની કૃતજ્ઞતા દાખવવી જોઇઍ. જેમકે સાત્ત્વિક ખોરાક ખાઈને આપણે પૃથ્વી  તરફ, દરરોજ ત્રણથી ચાર લિટર પાણી પીને પાણી તરફ, કસરત કરીને અગ્નિ તરફ,  પ્રાણાયમ કરીને વાયુ  તરફ અને પ્રાર્થના દ્વારા આકાશને આહુતિ આપિયે, જેથી આ બધા તત્વોનુ બનેલી આપણી કાયાને તંદુરસ્તી બક્ષે.
                                                      **********************************                  

Sunday, March 12, 2017


હોળી
                                                                                          આ વર્ષે '૧૨ મી માર્ચે' અને પૂર્ણિમાને  દિવસે  હોળી મનાવવામા આવી રહી છે. હોળીની  જ્વાળાઓમા રાગ, દ્વેષ, વેર વગેરે બળીને ભસ્મ થઈ જશે,  ત્યારબાદ ધુળેટીમા લોકો રંગેબેરંગી  રંગો ઉડાડી વાતાવરણને  પવિત્રમય બનાવી દેશે. હોળીનો તહેવાર બદલાતી ઋતુના વધામણા કરે છે અને હોળીનો પવિત્ર અગ્નિ  માનવીના મનની બધી મલિનતાને  દુર કરી નાખે છે.
                                                                                          ઍક કવિેઍ હોળી માટે કહ્યુ છેકે-
જગતમા હોળી જાત જાતની હોય છે
કદી હિંસાની હોળી તો ક્યાક્  સ્વાર્થ અને દ્વેષની હોળી
હોળીમા કદીક શૃંગાર અને કામલીલા દેખાય
તો કદીક સંસારના સંગ્રામમા હોળી ઉભી થાય છે.
જગતમા હોળી----
વસંતની હોળી બહુ અધભૂત  હોય છે
જે દિલોને દિલો સાથે મેળવે
અને ઉમંગોને રંગ દ્વારા ઉડાડીને
 મૌસમને મદમસ્ત બનાવે છે.
જગતમા હોળી----
હોળી  કહે છે કે મારી જ્વાળામા બધી  બુરાઈયા બાળી દો
 અને દુનિયામા  સુખની નદિયા વહાવી દો
જગતમા હોળી----

                                                                                               હરિવંશરાય બચ્ચને  ઍક સુંદર કવિતા હોળીના અનુસંધાનમા લખી છે.
ઍક વરસમે ઍકબાર હી જલતિ હૉલીકી  જ્વાલા
ઍકબારહી  લગતી દીપોકી માલા
દુનિયાવાલો કિસી દિન  આ મદિરાલયમે દેખો
દિન કો હોલી, રાત દિવાલી રોજ મનાતી મધુશાલા
                                              આમ હોળી બુરાઈ પર અચ્છાઈના  વિજયનુ પર્વ છે.
                                                          ****************************
                                     

Friday, March 10, 2017


પરદેશનુ ઘેલુ
                                                                              ભારતમા યુવાનોને પરદેશ જવાનુ ઍક ગાંડપણ  લાગ્યુ છે.  ઍમા વડીલો અને માબાપનો  પણ અમુક અંશે વાંક છે, ઍક  શાળાના વડાઍ મને ઍમ કહેતા આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ કે 'કોઈ પણ વિદ્યાર્થીને ઍક પ્રશ્ન પુછોકે ' તુ શુ થવા ઇચ્છે  છે'? તો જવાબ  સામાન્ય હશે કે ' અમેરિકા, કે પછી કૅનડા કે ઑસ્ટ્રેલિયા  જવુ છે ! ઍ દેશ માટે સારા ચિન્હો નથી, આમા દેશમા તકોનો અભાવ કે પછી દેશ માટે કઈક કરવાની ઇચ્છાનો આભાવ પણ વર્તાય છે.
                                                                              આ ઘેલછા અત્યારની નથી પણ સ્વતંત્રતા મળ્યા બાદ વધી ગઈ છે.  શરુઆતમા દેશ પાસે પરદેશી નાણાની અછતને લીધે હોશિયાર વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ માટે તક મળતી અને પરદેશી દેશોને ઍમના બુધ્ધિધનનો લાભ મળતો  પરંતુ ધીમે ધીમે  ઍમના  સગાઓને પણ ઍનો લાભ મળવા માંડ્યો. જે આપણા દેશમા ઠેકાણે ન પડે અને તક મળે તો પરદેશ મોકલવો ઍવી ઍક વૃતિ વધવા લાગી.
                                                                              મને  ખ્યાલ છે કે ૬૦ જ્યારે અમે કોલેજમા હતા ત્યારે ભારત સરકાર આફ્રિકાના દેશોના વિદ્યાર્થીઓને  ભારતીય  યૂનિવર્સિટીમા આગળ ભણવા માટે આર્થિક  મદદ કરતી પણ ઍમાના કેટલાક આફ્રિકન વિદ્યાર્થીઓ આભાર વ્યક્ત કરવાને બદલે કહેતા કે' ભારત સરકાર અમને મદદ કરે છે કારણકે ભારતની વધારાની વસ્તી અમારે ત્યા મોકલવા માંગે છે.' આમા ઍમની અજ્ઞાનતા કે પછી કોઈ બીજા ભયથી પીડાતા હતા. જેમ કે ભારત આજે બંગલાદેશીઓના ગેરકાયદેસર વસ્તીના આક્રમણથી પીડાય છે. ઍવી જ પીડા આજે અમેરિકા અને બીજા પરદેશી દેશો પીડાય રહ્યા છે. જે બહુ ભણેલા ગણેલા નથી ઍવા લોકો ત્યાના ઍવા લોકોનો રોજગાર ઝુંટવી લે છે
                                    આથી પરદેશ જવાની પીડામાથી મુક્ત કરી ભારત સરકારે ઍવા લોકો માટે રોજગારી ઉભી કરવી જોઇઍ. ઍથી ભારતને પણ લાભ થશે અને સમૃધ્ધ થશે. હોશિયાર અને કાબિલ ભલે જાય પરંતુ  સામાન્ય યુવાનો ઍ પરદેશનો મોહ છોડવો રહયો. ૬૦ અને ૭૦ મા વધારે અભ્યાસ કરવા ગયેલા ભારતીયોનો હવે ભારતને લાભ મળી રહ્યો  છે કારણ કે તેઓ સારી સારી જગ્યાઍ પરદેશમા બેઠા છે.

                                   ટ્રંપની અત્યારની અમેરિકાની નીતિ ઍના અનુસંધાનમા જોવાની જરૂરત  છે.  અમેરીકામા ભણેલા લોકોની બેકારી વધી ગઈ છે કારણકે ઍવાજ ભણેલા લોકો પરદેશમાથી સસ્તામા મળી જાય છે. પોતાના નાગરિકો બેકાર  હોય તે કોઈ પણ દેશ સહન ન કરી શકે. આથી અમેરિકા હવે કાબેલ અને હોશિયાર લોકોને જ અમેરીકામા સમાવવા માંગે છે. આથી ઍચ૧ બી વીસાની  તકલીફ અનુભવતા લોકો માટે મુખેશ અંબાણી ઍ કહ્યુ છે કે ' ઘણી વસ્તુ સારા માટે થાય છે'  ઍનાથી  ઉંચ શિક્ષણવાળા યુવાનોનો લાભ ભારતને મળશે અને ભારતની સમૃધ્ધિ વધશે. બહાર પરદેશ જવાની ઘેલછા ઑછિ થશે. ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિ પણ પરદેશ પર વધુ આધાર રાખવાના મતના નથી,
                                                                ભારતના  યુવાનોનો ઉપયોગ ભારતમા જ કરવાનો મુદ્દો ભારતના હિતમા જ છે. ઍમા કુટુંબિક અને સામાજીક લાભ છે.
                                                 ******************************

Monday, March 6, 2017


સ્વસ્થ  મગજ અને હ્રદય વિષેના સામાન્ય નીયમો
                                                                        મગજ અને  હૃદય ઍ મનુષ્યના બહુજ નાજુક અંગો છે. ઍમની કાળજી રાખવી આવશ્યક છે.  આથી  હૃદય માટે અમુક નીયમો પાળવા આવશ્યક  છે.    
૧)  વજનને કાબૂમા રાખવુ જરૂરી છે.
૨)  ચરબીવાળા અને  કોલૉસ્ટલ પદાર્થોથી  દૂર રહેવુ.
૩) ઓમેગા-૩૫ જેવા પદાર્થોવાળી  માછલી ખાવી સારી.
૪) ફળ અને શાકભાજી  વધુ ખાવુ.
૫) મીઠુ ઑછુ ખાવુ.
૬) દારૂનુ સેવન મર્યાદામા કરવુ.
                                                                     તે ઉપરાંત-
૧) થોડુ થોડુ ઉદયમી રહેવુ જરૂરી છે.
૨) ૩૦ થી ૬૦ મિનિટ દરરોજ કસરત કરવી જોઈઍ.
૩) જુદી જુદી જાતની કસરતો કરવી.-  જેવીકે ચાલવાની. તરવાની, અને સાઈકલ ચલાવવાની.
                                                                    મગજને તેજ રાખવા માટે -
૧)લોકો સાથે સંપર્ક જાળાવવો આવશ્યક છે.
૨) અમુક વસ્તુઓને યાદ રાખવા પ્રયત્ન કરવો.
૩) હંમેશા યાદ કરી ગીતોની પંક્તિઓ ગાતા રહો.  જૂની અગત્યની વસ્તુઓ યાદ કરતા રહો, અને જે યાદ હોય ઍનુ અવલોકન કરતા રહો.
૪) માહિતીઓનુ  પ્રુથકરણ કરતા રહો. ટેલિફોન  નંબરોનૂ, ઍરિયા કોડ વગેરે વગેરે,
૫) વસ્તુઓને વ્યવસ્થિત રાખવાની અને ઍક જગ્યાઍ રાખવાની  ટેવ  કેળવવી.
૬) તે ઉપરાંત ધ્યાનઅને  પ્રાર્થના દ્વારા લોહીનો  પ્રવાહ  મગજમા વધારી શકાય છે.

                               આ બધા ઉપાયો દ્વારા મગજ અને હૃદયને તંદુરસ્ત રાખી શકાય છે.
                                          *************************