Friday, August 31, 2012


ભારતની આર્થિક પરિસ્થિતિ                                                                                                      
===================
ભારતની આર્થિક સ્થિતિ નબળી થઈ રહી છે.                                              


મોંઘવારી કાબૂ બહાર જઈ રહી છે, અને ભ્રષ્ટાચારે હદ વટાવી દીધી છે. અમેરિકન પ્રમુખ બરાક ઓબામા ઍ પણ ભારતની આર્થિક નીતીની આલોચના કરી છે તે ઘણા ભારતીયોને પસંદ નથી. ભારતીય કંપનીઓના પ્રોફીટ્મા ૫૬% ઘટાડો થયો છે. ઉત્પાદનમા પણ ધટાડો થયો છે. ઍક્ષપોર્ટમા ૬.૫% નો ઘટાડો થયો છે. તે ઉપરાંત વિકાસ દરમા ઘટાડો દેખાય રહ્યો છે. ભારતનો વિકાસ દર અત્યાર સુધી સારોજ રહ્યો છે પરંતુ તે નીચે આવી રહ્યો છૅ તે આપેલા આ આંકડાઓ બતાવે છે.
૧૯૫૦-૧૯૮૦=૩.૫%
૧૯૮૧-૨૦૦૨=૭%
૨૦૦૨-૨૦૦૮=૮%થી ૯%
૨૦૦૯-૨૦૧૧=૬.૫%
૨૦૧૨=૫.૬%નો માનવામા આવી રહ્યો છે.
ભારતના કથળેલા વહીવટ તંત્ર પણ આ માટે જવાબદાર  છે
                             ****************************************

Saturday, August 18, 2012



નાણાકીય હેરાફેરી
==========
નાણાનો મોહ ઍવો છેકે ઍની કોઈ મર્યાદા જ નથી. તે ઉપરાંત મુલ્યોની અવગતિ થવાથી ગેરકાયદિય નાણાની રવાનગી સ્વિસ બેન્ક કે ટેક્સ હેવન જેવા દેશોમા વધી ગઈ છે. ભારતના ધનિક લોકોના ૧૪૫૦ કરોડ ડૉલર સ્વિસ બૅંક મા પડેલા છે ઍમ માનવામા આવે છે. સ્વતંત્રતા બાદ ૨૫ જેટલા નાના મોટા ગોટાળા ઑ થયા છે. ઍમા હાલમા રૂપિયા ૧.૭૩ લાખ હજારનો સ્પેક્ટ્ર્મ, રૂપિયા૧. ૮૬ લાખ કરૉડ્ના કોલસા ના ગોટાળો અને બીજા નાના મોટા ગોટાળા ઑનો પાર નથી. ઍમાથિ ઉભા થતા ગેરકાયદિય નાણા ક્યા જાય છે?
                                                           અમેરિકાના પણ ૧૦૦ બિલિયન ડૉલર જેટલા નાણા દરવર્ષે અમેરિકાની બહાર જાય છે. ઍ બધા નાંણા સ્વિસ બૅંક, ટૅક્સ સ્વર્ગ ઍવા પનામા, કારેબિયન, સિંગાપોરે જેવા દેશોમા મોકલવાંમા આવે છે પરંતુ લગતા વળગતા દેશોને ઍનાથિ ઘણુ જ નુકશાન છે. ઍમની નાણાકીય સ્થિતિને નુકશાન રૂપ છે.
                                                             દુનિયા અત્યારે વિપરીત નાણાકીય પરિસ્થિતિમાથી પસાર થઈ રહી છે. અમેરિકા અને યૂરોપ ની પરિસ્થિતિ પણ વિકટ છે આથી સ્વિસ બૅંક માથી ગેરકાયદિય નાણા પરત મેળવવા માટેના પ્રયાસો તીવ્ર બન્યા છે. ઍના પરિણામ રૂપ અમેરિકા ૪૦૦૦ વ્યક્તિઓના નાણા ઓની બાબતમા સફળતા મેળવી છે. સ્વિસ બૅંક ઍ પોતાની નીતિ હળવી બંનાવી ઘણા દેશો સાથે સંધી કર્રી માહિતીઓ પુરી પાડવા માંડી છે. આની અવળી અસર રૂપે સ્વિસ બેન્કમા થી નાણા બીજે મોકલવામા આવી રહ્યા છે. આથી સ્વિસ બેન્કમા ૫% નાણાનો ઘટાડો થયો છે અને કારેબિયન તથા પનામામા ૧૭% વધારો થયો છે. હૉંગકોંગ અને સિંગાપોરેમા ૩૬% નો વધારો થયો છે.
                                                               આથી આ ગેરકાયદિય અને ભ્રષ્ટાચારના કાળા નાણાંને નાથવા માટે વિશ્વના બધા જ દેશોનો સહકાર અનિવાર્ય છે. સાથે સાથે બધા દેશોમા નીતિમત્તા નુ ધોરણ ઉંચુ લાવ્યાવીના બીજો કોઈ રસ્તો નથી. આ પરિસ્થિતિ નહીતો સામાન્ય લોકોને વધુને વધુ પીડાતી  જશે. ઍના પરિણામો વિપરીત આવશે ઍમા શંકા નથી.
                                                  *************************************

Wednesday, August 8, 2012




રાજનીતિ અને ભ્રષ્ટ આચાર
==================
રાજનીતીમા અધર્મ સામે મહાભારત થયુ હ્તુ અને ચંદ્રગુપ્ત મૌર્યે અને ચાણક્યે રાજા ધનનંદ સામે યુધ્ધ ખેલ્યુ હતુ. ઇતીહાસ ઍનો સાક્ષી છે. જ્યારે ઍક દેશ બીજા દેશને સાથે ભ્રષ્ટ આચરણ કરે તો ઍ પોતાના દેશને ધનવાન બનાવવા માટેનુ આચરણ છે જે અનૈતિક છે. બ્રિટિશ શાસકોઍ ભારત સાથે ઍવુ જ કર્યુ હતુ. આપણે ઍને આપણને ચુસવાની ક્રીયા ઓળખાવી હતી. બ્રિટિશ પ્રજા ઍ ક્રીયાને દેશભક્તિમાની બિરદાવી હશે. ઍક બાજુ નૈતિકતા અને બીજી બાજુ પૂરેપૂરી અપ્રામાણિકતા હતી. પરંતુ સ્વતંત્રતા પછી જે ભારતમા ભ્રષ્ટાચાર થયો છે જેમા ૨૫ ઉપરાંત મોટા કૌંભાંડ ઑ થયા છે જેમા હજારો કરોડ રૂપિયાની હેરાફેરી થઈ ચૂકી છે. ભારતનુ ધન ઍમા પરદેશમા પણ ખેચાઈ ગયુ છે. આપણા જ લોકો હવે આપણને લૂટી રહ્યા. ઍમા કોઇ નૈતિકતાનુ તત્વ નથી.
                          અન્ના હજારે જેવા ઍકલ દોકલ નેતા ઍનિ સામે પડ્યા તો ઍમને પણ રાજનીતીના ચક્રવ્યુહમા થાક લાગ્યો છે. ઍમને પણ જેની સામે  વિરોધ હતો ઍ રાજનિતિને શરણે જવુ પડ્યુ છે. ઍમના જેવા પ્રામાણિક સજ્જન માટે રાજકારણ ભલે નર્ક સમાન હોય તો પણ દેશને ખાતર કોઇ પણ  બલિદાન ઑછુ નથી. ઍમા ઍમને સફળતા મળવી થોડી મુશ્કેલ છૅ પણ ઍમનો પ્રયત્ન પ્રસંશનીય છે. આથી આપણો પુરો ટેકો જરૂરી છે.  પ્રજાનો પુરો સહકાર મળી રહેશે ઍમા શંકા નથી.

                      સ્વતંત્રતા મેળવવામાટે  કેટલા બલિદાનો અપાયા છે, ઍ નો ખ્યાલ આજે નથી. આજેતો આપણા જ લોકો આપણને લૂટી સ્વતંત્રતાને ખતરામા મૂકી રહ્યા છે. આજે આપણે કોને ફરિયાદ કરિઍ! આપણી ઍ કમનસીબી છે. આપણે તો ઍટલૂ જ યાદ કરાવિયે કે-
કેવી રીતે મળી------
કેવી રીતે મળી સ્વતંત્રતા, ઍનો ખ્યાલ ન આવે
કેટલી માતાઓના ખોળા સૂના, દુખનો ઍ અણસાર ન આવે.
અમને મળી આબાદી,  કરવાની પુરી  મનમાની
ઉંચા મસ્તકે ઘુમવાની ખુમારી ક્યાથી આવી?
કેવી રીતે મળી----
પરતંત્ર હતા તો સહી લેતા હતા અન્યાયૂ અને અનાચાર,
હવે કોણ અટકાવે છે,ઍ દૂષણોનો સામનો કરવાને?
કેમ તૈયાર નથી થતા, સ્વતંત્રતાની કિંમત ચૂકવવાને
કારણકે ખબર નથી કેવી રીતે મળી સ્વતંત્રતા!
કેવી રીતે મળી----
ભારત દેસાઇ


                                        *****************************