Friday, August 13, 2021

 


હવાનું  પ્રદુષણ - સર્જેલી વિશ્વની પાયમાલી

                                                        એ  જાણીને  આશ્ચર્ય  થશેકે  ભારત , પાકિસ્તાન અને ચીન  આજે દુનિયામાં વધારેમાં વધારે પ્રદુર્શીત હવા લઇ રહયા છે . તે ઉપરાંત જગતના વધારે  ૫૦ પ્રદુર્શીત  શહેરો પણ એશિયામા જ  આવેલા છે. દિલ્હીનું  પ્રદુષણ વર્લ્ડ હેલ્થ સંસ્થાએ નક્કી કરેલા  માપદંડ  કરતા દસ ગણું વધારે છે. બાંગલાદેશમાં ૨૦%  મોત માટે પ્રદુષણ જવાબદાર છે . પાકિસ્તાન અને મોંગલીયાની  પણ એ બાબતમાં ગણી ખરાબ સ્થિતિ છે. પૂર્વ અને દક્ષિણ યુરોપ પણ એમના ઉદ્યોગોમાં, ખેતીમાં અને વાહન વ્યહવારમાં વપરાતા  પેટ્રોલ, ડીઝલ અને કોલસાને કારણે પ્રદુષણની પરિસ્થિતિ વિફરી છે. અમેરિકામાં પશ્ચિમ કાંઠે  ૨૦૨૦ જગલોની આગે પણ પ્રદુષણ એશિયા જેવા  સ્તરે  પહોંચાડી દીધું હતું. દિલ્હીમાં પણ આજુબાજુના પ્રદેશોમાં ખેતીના બાકી રહેલા વેસ્ટને બાળવામમાં આવે છે એ પણ દિલ્હીના પ્રદુષણમાં વધારો કરે છે. આફ્રિકામાં  પણ જંગલોની આગો પ્રદુષણ વધારી મૂકે છે. ઘણીવાર જંગલોમાં વીજળી પડવાથી આગો ભડકે છે, અને એનો ધુમાડો પ્રદુષણ માં વધારો કરે છે


 .

                                     પ્રદુષણ માનવીના મગજથી  માંડી , હાર્ટ , સ્વાસોસ્વાસ , કિડની , નર્વ સિસ્ટમ  અને ડાયાબિટસ જેવા રોગોને પણ વધારી દે છે અને ઘણા માણસોના  મૃત્યુ માટે  કારણભૂત  બને છે.  ૨૦૧૯ માં ભારતમાં  ૧૭ લાખ જેટલા માણસો પ્રદુષણને કારણે મૃત્યુ પામ્યા હતા,  જ્યારે ચીનમાં  ૧૮ લાખ માણસોનો પ્રદૂષણે ભોગ લીધો હતો. અમેરિકાએ પણ એ સમયમાં  ૬૦૦૦૦ જેટલા લોકોને ગુમાવ્યા હતા. આથી પ્રદૂષણ કોઈ પણ રોગચાળાથી ઉતરતી વસ્તુ નથી.



                                         એટલા માટે પ્રદૂષણથી બચવા લોક અને સત્તાધારીઓમાં જાગૃત્તિ લાવવાની જરૂર છે .  પેટ્રોલ અને ડિઝલના બળતણને દૂર કરી  થોડું ચાલીને કે પછી  સાઇકલ  જેવા વાહનોનો ઉપયોગ કરવાની આદત પાડવી જોઈએ . ઇલેકટ્રીક બેટરીથી ચાલતી મોટર કાર વાપરવી જોઈએ. શહેરોમાં લાકડા, કોલસા , પાંદડા ,  અને નકામી વસ્તુઓ બાળવાની બંધ  કરવી જોઈએ. ફટાકડાઓનો ધુમાડો પણ પ્રદુષણ વધારે છે. વધારે પડતા વાહનો ચાલતા હોય એવા વિસ્તારોથી દૂર રહેવું આવશ્યક છે. તે ઉપરાંત પ્રદુષણ દૂર કરવા માંગતા નેતાઓને પણ ટેકો  આપવો જોઈએ.

                  મૂળમાં જો પ્રદુષણને કાબુમાં નહિ રાખીએતો એ માનવ જાતને ભરખી જશે .                                            

                                             ************************  

                                                          

                                                               

 

                                                  

Sunday, August 8, 2021

 


મિત્ર 

                                                          મિત્રની મિત્રતા એટલે સીઝર અને બ્રુટસના  જેવી કે, મરતા મરતા બ્રુટસના  છરાના ઘાઓ સહન કરતા એકજ રટણ હતું 'બ્રુટસ તું પણ '. કૃષ્ણની સુદામાની મિત્રતા, જે   વર્ષો પછી મિત્ર સુદામાને મળવા માટે તડપતા કૃષ્ણની  વિરહ દોડમાં હતી . અંગ્રેજ મિત્ર ફોર્બસના મરણના  શોકમાં ડૂબેલા કવિ દલપતરામના આંશુઓમા પણ  મિત્રતા ટપકતી  હતી.આને  મિત્રતા કહેવાય!

                               શાળાના મિત્રોમાં મિત્રતા તદ્દન નિદોષ અને નિર્મળ હોય છે. કોલેજની મિત્રતામાં આદર્શ, લાગણી અને રંગીલાપણું વધારે ટપકે છે. એમાં નક્કરતાનો અભાવ હોય છે પણ મધુર હોય છે. જીવનની દોડમાં મિત્રતા એક બીજાને  મદ્દદ કરવાની ભાવનામાંથી જન્મે છે. પણ મિત્રતાએ મિત્રતા છે એક બીજાનો સહારો બનવાનની તમન્ના હોય છે. ઘણીવાર લંગોટિયા મિત્રોની મિત્રતા બહુ જ મધુર અને મીઠા સ્મરણોથી ભરપૂર છે અને એના ગાંઠ બહુ મજબૂત હોય છે.



                                ઘણા લેખકો અને કવિઓએ મિત્રતા વિષે ઘણું લખ્યું છે. મિત્રો ઘણીવાર નજદીકના સ્નેહો  કરતા પણ વધુ ટેકારૂપ બની રહે છે. આથી સારા મિત્રો મળવા એ પણ ભગવાનની કૃપા હોય છે. મિત્રતામાં ઊંચ નીચને કોઈ સ્થાન નથી. એક બીજાની નિર્બળતાને દોહરાવવાનો  પણ મિત્રતામાં કોઈ સ્થાન નથી. દિલોનો મેળાપ જ એક બીજાના મિત્રતાથી બાંધી દે છે. મિત્રતામાં ઈર્ષા ,અહમને કોઈ સ્થાન નથી. એટલેકે ખરી મિત્રતા નિર્મળ પ્રેમ પર અને સ્વાર્થ રહિત હોય છે. 

                              ' મિત્રતા ' પર જાણીતા લેખક  જય વસાવડાની કહે છે,

 મિત્ર 

                શ્વાસ કરતા પણ વધુ વિશ્વાસ છે

                મિત્ર તું ભગવાનથી પણ ખાસ છે 

                ઘા સમય જે રૂઝવી શકતો નથી 

                તું એ રૂઝવે છે , મને અહેસાસ છે.

                કેવા ઝગડા આપણે કરતા હતા 

                યાદ કરવામાંય  શો ઉલ્લાસ છે !

                વીતી વીતે વીતશે  તારા વગર

                એ પળો જીવન નથી  ઉપહાસ છે

                હાસ્ય ભેગા થઇ કરે જાગરણ 

                તકલીફો  કાયમી ઉપહાસ છે 

                એ ખભો નહિ હોય તો નહિ ચાલશે 

                એ ખભો ક્યાં છે ? એ મારો  શ્વાસ  છે 

                 મેરે વો  દોસ્ત હૈ  સારે જ્હાકો હૈ માલુમ 

                 દગા કરે વે કિસીસે , તો  શર્મ આયે મુઝે .  

                                     ********************************** 

                

                

                                   

                                   

                                     

Wednesday, August 4, 2021



કોરોનાનો પ્રકોપ -૨૦૨૦

                                         કોરોના વાઇરસની  બીમારીએ આખી દુનિયાનો સિનારો બદલી નાખ્યો છે. ૨૦૨૦ માં  એના પ્રકોપે  દુનિયાના સમાજ . ઉદ્યોગો , લોકોની રહેણીકરણીમાં , ફેરફારો લાવી દીધા છે. કોરોનાને લીધે અવાજનું પ્રદુષણ પણ દુનિયામાં ૫૦% ઘટી ગયું છે.  વાહન વ્યહવાર ઘટવાથી બીજી જાતના પ્રદુષણ પણ ઘટી ગયા છે. પરંતુ  સામાન્ય લોકોની પાયમાલી વધી ગઈ હતી.

                                            ઘણાને સમાજ , કુટુંબ  અને મિત્રોને પણ મળવાનો દરરોજના જીવન સંગ્રામમાંથી    વખત  ન હતો, તેવા લોકો પણ હવે એકબીજાની નજદીક આવી ગયા  છે.  કોરોનાએ બીજી બાજુ વિશ્વને  મોટો ફટકો માર્યો છે, જેથી ગરીબી અને  બેરોજગારી  વધી ગઈ છે. ૨૦૨૦ માં મહિનાઓ સુધી ડોક્ટરો અને સ્વાથ્ય કર્મચારીઓ પાસે કોરોના બીમારી ની કોઈ વેકસિન  નહતી . આથી દુનિયાભરમાં ૭૦૦૦ જેટલા સ્વાથ્ય કર્મચારીના પણ મૃત્યુ થયા . એક મિલિયનથી  વધારે લોકો એ બીમારીનો ભોગ બન્યા હતા અને ભૂખમરો વધ્યો હતો. કેટલાએ દેશોમાં મારી ગયેલા લોકોની લાશોને નિકાલ કરવા માટે સૈન્યની  મદદ લેવી પડી હતી . કેટલાએ દેશમાં લોક આઉટ થયો હતો  ને કામધંધા બંધ થઇ ગયા હતા.  લાખો લોકોએ  એક જગ્યાએથી  બીજી જગ્યાએ આશરો લોધો હતો અને લોકોની હાડમારીનો કોઈ હિસાબ નથી.



                                                        લાખો  કર્મચારીઓને ઘરેથી કામ કરવાની ફરજ પડી હતી અને એ પદ્ધતિ હવે કાયમ થશેકે શું ? સ્કુલો બંધ થવાથી વિશ્વભરમાં  ૧.૬ બીલીઓન  વિદ્યાર્થીઓ ઘરે બેઠા એમાંથી ૨૪ મિલિયન વિદ્યાર્થીઓએ  સ્કૂલો છોડી દીધી હતી. એમાંથી ઘણા બાળકો કદાચ  કામ પર લાગી જાય તો નવાઈ નહિ ! પ્રવાસ ઉદ્યોગ  જે વિશ્વમાં ૩૨૦ બિલિયનનો  છે તેમાં પણ ૯૮%  ઘટાડો થયો છે.  એનાથી વિમાની ઉદ્યોગને પણ નુકશાન થયું છે. લોકો ઘરમાં રહેવાથી હોટેલ ઉદ્યોગ પણ બીમાર છે. એમ કહેવાય રહ્યું છે કે આખરે ૨૦૨૦ નું  વર્ષ  ' એકાંતનું ' વર્ષ બની ગયું છે.

                                         એક વાત ચોક્કસ છે કે ૨૦૨૦ ના વર્ષે  દુનિયામાં ઘરખમ બદલાવ લાવી દીધો  છે અને કોરોનાના પ્રકોપે લોકો,  અને અર્થવ્યવસ્થામાં  પાયમાલી સર્જી છે. ગીતા તો કહે છે કે જે થાયછે એ સારા માટે હોય  છે. માટે એના સારા પરિણામોની પણ રાહ જોવી રહી. 

                                   *****************************************